________________ 54 વિદૂષક છે, ત્યારે રાજા “હે ! આ તે આપની જ છબી !' એમ તેને કહે છે. અર્થાત રાજાના આ સ્તુતિવચને સાંભળ્યા પછી ચારાયણ ચીડાય છે એ વાત જુદી ! - રાજશેખરના કપિંજલના તેના નામ પ્રમાણે) લાલાશ પડતા વાળ અને દાઢીને ઉલેખ ઉપર કરવામાં આવે છે. તે ઉપરાંત તેના કાન ટાપલા (2) જેવા હોય એમ ટqવા શબ્દ ઉપરથી લાગે છે. “શાકુંતલ'ના વિદૂષક માટે માનવ શબ્દ વપરાય છે, તેને અર્થ “ઠીંગણે માણસ એવો કરવામાં આવે છે. શિકારની ધમાલમાં વિદૂષકનાં હાડકાં કથળી ગયાં છે, અને તે ટટાર ઊભે પણ રહી શકતું નથી. પિતાની આ અવસ્થાનું વર્ણન જયારે તે દુષ્યન્ત પાસે કરે છે, ત્યારે દુષ્યન્તને તે “નદીવેગને લીધે વળી ગયેલ વાંસનું ઉદાહરણ આપે છે. તે વખતે તે સુત્રા શબ્દને પ્રયોગ કરે છે. તે ઉપરથી વિદૂષકની પીઠે ખૂંધ હોવાને લીધે તેની નીચી વળેલી આકૃતિ આપણે કહી શકીએ. પછીના અંકમાં હંસાદિકાની દાસીએ, તેમજ ઈદ્રસારથિ માતલિએ તેને માર્યો હોવાનું વર્ણન આવે છે. તે ઉપરથી પણ વિદૂષકની શારીરિક વિકૃતિની કલ્પના કરી શકાય. હર્ષના નાગાનન્દમાં એક પ્રસંગે વિદૂષકના મેંએ કાળા રંગ ચેપડવામાં આવે છે. “અદ્દભુતદર્પણ'માંને વિદૂષક મેટા પેટવાળો છે. તેનું નામ મહાદર. બંને હાથથી પિતાને પેટને સંભાળ સંભાળતે તે રંગભૂમિ ઉપર પ્રવેશે છે. સાહિત્યશાસ્ત્ર અને પ્રત્યક્ષ નાટકોમાંથી મળતી ઉપર મુજબની માહિતી જોતાં આપણને એ સ્પષ્ટ થાય છે કે હાસ્યાસ્પદ કુરૂપતા વિદૂષકના સ્વરૂપમાં મહત્ત્વને ભાગ ભજવતી હેવી જોઈએ. વિદૂષકને તેનું વિકૃત રૂ૫ પ્રાથમિક અવસ્થામાંના અસુરો પાસેથી વારસામાં મળ્યું હોવું જોઈએ એવું અમે આ પહેલાં સૂચવ્યું છે. વધુમાં એમ પણ કહી શકાય કે નટને પિતાની રંગભુષા કરતી વખતે સુલભતા થાય એ હેતુથી ભારતે વિદૂષકના વર્ણનમાં કેટલાંક સાભિપ્રાય વિશેષણે જ્યાં હોવાં જોઈએ, તેમજ પછીના શાસ્ત્રકારોએ અને નાટકકારેએ તેમાં પિતાને ઉમેરે કર્યો છે જેઈએ. અર્થાત નાટયશાસ્ત્રને આદેશ નાટકકારે એ શબ્દશઃ પાળ જોઈએ કે નહીં, અથવા તે નાટકકારોએ કયે ઠેકાણે ભારતના નિયમે, સાથે છૂટ લીધી છે - વગેરે પ્રશ્નોની ચર્ચા અહીં કરવાની જરૂર નથી. નાટ્યશાસ્ત્ર રંગભૂષા વિશેનું માત્ર દિગ્દર્શન કર્યું છે. સમયાનુસાર તેમાં ફેરફાર કરવાનું સ્વાતંત્ર્ય નટને અથવા નાટકકારોને હેવું જોઈએ એ સ્પષ્ટ છે. વિષકના રૂપમાં કેઈ શારીરિક વિકૃતિ હેવી જોઈએ એટલે જ અહીં મૂળ મુદ્દો છે, પછી તે વિકૃતિ ગમે તે સ્વરૂપની હોય તે પણ, તે રંગભૂમિ ઉપર હાસ્ય નિર્માણ કરી શકે એવી હેવી જોઈએ.