________________ વિદૂષકનું રૂપ દ્વારા સ્પષ્ટ થશે. કાલિદાસ પણ મેઘદૂતમાં છેદ શબ્દ આ વિશિષ્ટ અર્થમાં (= રંગલેખાઓ) જ વાપરે છે. નેપથ્યજ હાસ્યનું વર્ણન કરતી વખતે ભરત કહે છે કે વિદૂષકનું મુખ કાજળ, શાહી, રાખડે તથા ગેરુ દ્વારા રંગવું જોઈએ. એ ઉપરથી વિદૂષકની રંગભૂષામાં તેના મુખ ઉપર રંગે દ્વારા રેખાઓ દોરવામાં આવતી એમ જણાય છે. વિદૂષકના સ્વરૂપ બદલ સંસ્કૃત નાટકમાંથી આપણને કેઈ વિશેષ માહિતી મળતી નથી. રંગભૂષાને પ્રશ્ન નટોન હોવાને લીધે, નાટકમાં આવતા પાત્રનું સામાન્ય વર્ણન આપવા સિવાય આપણ નાટકકારેએ એ તરફ ઝાઝું ધ્યાન આપ્યું ન હોય એ બને, છતાં કાલિદાસે માઢવ્યની ચોટલીને ઉલ્લેખ કર્યો છે, રાજશેખરે કપિંજલની લાલશ પડતી દાઢી ઉલેખી છે, તથા ચારાયણને ટાલવાળા બતાવ્યો છે. 10 ભાસે પોતાના નાટકમાં વિદૂષકની કુરૂપતાનું વર્ણન જાણી જોઈને કર્યું નથી, પણ તેને સંતુષ્ટ પોતે સ્ત્રી હોવાનો ઢોંગ કરે છે, તેમાં કદાચ તેના પૌષની મશ્કરી કરવાને ભાસને ઉદ્દેશ હાય ! “અદ્ભુત દર્પણ” નામના નાટ. કમાં મહેદરને પિતાના પૌરુષની આ પ્રકારની મશ્કરી પસંદ નથી. 12 શૂદ્રકના મૈત્રેયનું માથું ઊંટના ઘૂંટણ જેવું છે, અને માથાના વાળ કાકપદ જેવા છે.૩ માલવિકાગ્નિમિત્ર' નાટકમાં એક અનપેક્ષિત પ્રસંગમાંથી વાનરચેષ્ટાને લીધે વિદૂષક (ૌતમ)ને છુટકારો થાય છે, ત્યારે તે “પિતાને પક્ષે સંભાળનાર વાંદરાને ધન્યવાદ આપે છે. “વિક્રમોર્વશીયમાં કુમાર આયુ જ્યારે માણુવકને નમસ્કાર કરવા નીચે વળે છે ત્યારે માણવક તેને “આશ્રમમાં રહેવાને લીધે આપને વાંદરાઓ તો પરિચિત હશે જ !" એમ પૂછે છે. આ બંને ઠેકાણે વિદૂષકનું વાંદરા સાથેનું સામ્ય કાલિદાસે સૂચિત કર્યું છે. હર્ષની “રત્નાવલી' નાટિકામાં, કશાકને અવાજ સાંભળવાને લીધે વાંદરે આવ્યો હોય એવું સાગરિકાને લાગે છે. તે વખતે તેની સખી સુસંગતા “એ અવાજ વાંદરાને નહીં પણ વિદુષકને છે એવી ચોખવટ કરે છે. ત્યાર પછી વિદૂષકને પ્રત્યક્ષ જોઈને “ઓહ કેટલે સુંદર પુરુષ !" એમ કહી તે તેની મશ્કરી કરે છે. “નાગાનદમાં પણ વિટ વિદૂષકને “કપિલમર્કટ' તરીકે સંબોધે છે. કૌમુદી મહોત્સવમાં વૈખાનસ દેખાવમાં વાંદરા જેવો હોઈ, તેને અવાજ ગધેડા જેવો છે. રાજશેખરના વિદ્ધશાલભંજિકાસ્ટને ચારાયણ ટાલવાળા બતાવવામાં આવ્યું છે, અને જ્યારે તે તબેલામાંને વાંદરાનું ચિત્ર રાજાને બતાવે