________________ વિદૂષકને વિકાસ 47 અભ્યાસ કરતાં એમ જણાય છે કે એક વિદી પાત્ર તરીકે વિષકનું કઈ વિશિષ્ટ સ્થાન છે, તેને કોઈ અધિકાર છે. રાજમહેલમાંની દાસી, ગણિકા, પ્રસંગ ઉપર તે ઉપહાસને પ્રકાશ ફેંકતો હોય છે. કાલિદાસના વિદૂષકે રાજાના પ્રેમપ્રકરણની ખુલ્લી અથવા ગર્ભિત ટીકા કરતા હોય છે. શાકુંતલમાંને માઢવ્ય દુષ્યન્તના ઢગી સેનાપતિ ઉપર તૂટી પડે છે, તેમ જ કર્વાશ્રમમાંના લાંબી દાઢીવાળા, અને ઇંગુદી તેલ ચોપડવાને લીધે ચીકણું વાળવાળા તાપસની પણ મશ્કરી કરવાનું તે છેડતો નથી. ધાર્મિક આચાર તરીકે વિશિષ્ટ રંગનાં વસ્ત્રો પહેરવાની અથવા તે દિગંબર રહેવાની પ્રથાની ભાસના સંતુષ્ટ ટીખળ ઉડાવી છે, અને શુદ્રકના મૈત્રેયની મશ્કરી કરવાની કક્ષા એટલી વિશાળ છે કે, તેની નજરમાંથી કઈ વસ્તુ ભાગ્યે જ છટકી શકે. ઔદાર્યની શરૂઆત પોતે કરવી જોઈએ એવા અર્થની અંગ્રેજીમાં એક કહેવત છે. એ કહેવત વિનોદની બાબતમાં પણ લાગુ કરી શકાય. બીજાની મશ્કરી કરનાર પિતાની પણ મશ્કરી કરે છે તે યોગ્ય છે એટલું જ નહીં, પણ ખુલ્લા દિલથી પિતાની મશ્કરી કરી લેવી એ હાસ્યકલાને આદર્શ કહી શકાય. વિદૂષકે બ્રાહ્મણ જાતની કરેલી ટીકામાં આ અર્થ સમાયેલો છે. કદાચ કાઈ નાટકકારે વિદૂષકને કેવળ ઉપહાસનું પાત્ર બનાવી તે દ્વારા બ્રાહ્મણુજાતિનું વિડંબન કર્યું હોય, તે તે તે નાટકકારની કલ્પકતા અને કલાની મર્યાદા તરીકે લેખી શકાય. પણ અભિજાત નાટકકારોએ વિદૂષકનું પાત્ર હાસ્યાસ્પદ રીતે ચિતર્યું નથી. તેમણે તેને જીવનના ખુશમિજાજ ભાષ્યકાર તરીકે ચિતર્યો છે. પરંતુ ઉત્તરકાલીન નાટકકારો જોઈતો સંયમ જાળવી શક્યા નહીં, અને તેથી વિદૂષકનું પાત્ર કેવળ બીબાંઢાળ બન્યું, કલાની દષ્ટિએ વિદૂષકની પ્રગતિ રૂંધાઈ, અને તે મૃતવત બને. વિદૂષકની ભાષા સ્વાભાવિક રીતે જ પ્રાકૃત હતી,૧૯ કારણ કે તે બોલચાલની ભાષા હતી. “જનતાની બેલી' તરીકે સંસ્કૃત ભાષા ક્યારનીયે વિસર્જન પામી હતી, અને તેની જગા પ્રાકૃત લીધી હતી. તેથી રોજિંદા જીવનમાં સામાન્ય જનતા જ નહીં, શિક્ષિતે પણ પ્રાકૃતને જ ઉપયોગ કરતા હતા. નાગરિકે સાહિત્યિક સંમેલનમાં ખાલી સંસ્કૃત કે ખાલી પ્રાકૃતિને ઉપયોગ કરવો જોઈએ નહીં એવું કામસૂત્રકારે કહ્યું છે. 20 નાટક એ એક લેકસમુદાયની કલા રહેવાને લીધે વિદૂષકના વિદથી કેવળ વિદ્વાનને આનંદ થાય છે તેને કોઈ અર્થ રહેતો નથી. પોતાને વિનોદ બધાં માટે આસ્વાદ્ય થાય એ હેતુથી વિદૂષકે પ્રાકૃતને જ