________________ વિદૂષક આવશ્યક હતી. ખાનગી જીવનમાં કોઈની પણ મશ્કરી કરવામાં આવે તે તે ચાલી શકે, પરંતુ જાહેર જીવનમાં અને વિશેષત: નાટક દ્વારા જ્યાં સામાજિક જીવનનું દર્શન કરાવવાનું હોય ત્યાં સદભિરુચિની મર્યાદાઓ પાળવી આવશ્યક હતી. આમાં નાટયકલાનો એક નિયમ રહે છે. અને વિદૂષક જેવું બધાને ઉપહાસ કરનારું પાત્ર સમાજમાન્ય એવી એક વિશિષ્ટ કક્ષાનું બનાવવામાં આવે તે જ તેના દ્વારા થયેલે ઉપહાસ કેઈને ન નડનારે બની શકે. આમાં એક લેકમાનસશાસ્ત્રને નિયમ રહે છે. ઉપરાંત નાટકને નાયક જે રાજા હોય, તે તેના સહચર તથા જિગરજાન દોસ્ત તરીકે રંગભૂમિ ઉપર કામ કરનાર વિદૂષક પણ તેને શોભે એ જ હોવો જોઈએ એ સ્પષ્ટ છે. રાજાને વિદૂષક બ્રાહ્મણ હે જોઈએ એ ભરત નિયમ કર્યો, તથા નાટકકારોએ વિદૂષકને બ્રાહ્મણ તરીકે ચિતર્યો, તેનાં કારણે આમ અંશતઃ કલાના નિયમો સાથે અને અંશતઃ સામાજિક સભ્યતા સાથે સંબંધિત છે. આમ દરબારી અને સામાજિક નાટકમાને વિદૂષક તૈયાર થયા પછી, હાસ્યરસના પરિપષ માટે નાટકકારોએ તેમાં વિવિધ રંગો પૂર્યા. તેમાં બ્રાહ્મણની મશ્કરી ઉમેરાઈ. ભરતપુએ જેવી રીતે ઋષિમુનિઓની મશ્કરી કરી, તેવી રીતે વાલ્મીકિ આશ્રમમાં નાને સૌધાતકિ વસિષ્ઠમુનિને વાઘ, ચિત્તો વગેરે કહીને તેમની મશ્કરી કરે છે. 5 વેદાધ્યયન વગરના, બરાબર સંસ્કૃત બોલતાં ન આવડવાને લીધે પ્રાકૃતમાં બોલતા, અને છતાં બ્રાહ્મણત્વનું આભમાન ધરાવતા બ્રાહ્મણની નાટકકારોએ કરેલી નિર્મિતિ કેવળ કલ્પનાજનિત નથી. એવા બ્રાહ્મણો જે સમાજમાં ન હોત, તો એવા અભણ બ્રાહ્મણની નિંદા યાકે કરી ન હોત, અથવા પિતાનાં કર્તવ્ય ન બજાવનાર તેમજ બ્રાહ્મણજાત માટે કલંકભૂત રહેનાર બ્રાહ્મણે ઉપર મનુએ ટીકા કરી ન હત. 17 એવા બ્રાહ્મણ સમાજમાં હતા, તેથી જ શાસ્ત્રકારોને તેમની ટીકા કરવી પડી, ભાસને ઇન્દ્રને એક લેભી અને "પ્રાકૃત બ્રાહ્મણના સ્વરૂપમાં રંગભૂમિ ઉપર આણવો પડે, તેમ જ બીજા નાટકકારોને પરંતુ, વિદૂષકનું પાત્ર નિર્માણ કરીને સંસ્કૃત નાટકકારોએ બ્રાહ્મણની દેશાસ્પદ વિસંગતિને ઉપહાસ કર્યો એમ કહેવું, અને વિદૂષક એટલે નાટકકારેએ બ્રાહ્મણજાતિનું કરેલું વિડંબન છે એમ કહેવું એ બેમાં ફરક છે. વિદૂષક એટલે બ્રાહ્મજાતિનું વિડંબન છે એમ કહેવામાં વિદૂષકનું ચિત્ર એકાંગી અને અપૂર્ણ રહે છે, અને તેણે કરેલ પરિહાસમાં અકારણ મર્યાદાઓ નિર્માણ થાય છે. તેથી એ વિધાન તર્કદુષ્ટ માનવું જોઈએ. સંસ્કૃત નાટકના વિદૂષકને સૂક્ષ્મ