________________ વિદૂષક રંજકતાનું પ્રમાણ વધ્યું, ત્યારે સ્વાભાવિક રીતે, રાજાના ખાનગી જીવનમાં ભાગ ભજવતો મશ્કર - વિદૂષક - નાયકના મિત્ર તરીકે નાટકમાં આવવા લાગ્યો. આ પ્રકારની વિદૂષકની ઉત્પત્તિ અત્યંત સ્વાભાવિક હતી. અર્થાત વિદૂષકની ઉત્પત્તિ એ પ્રકારે સમજાવવા માટે સંસ્કૃત નાટકને અપ્રત્યક્ષ પુરા આપણને મળી શકે તેમ છે. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે સામાજિક વાતાવરણવાળાં નાટકોમાં જ મુખ્યત્વે વિદૂષક દેખાય છે. રામાયણ મહાભારત જેવાં મહાકાવ્ય ઉપર અથવા પૌરાણિક વિષયો ઉપર લખાયેલાં નાટમાં વિદૂષક જણ નથી. કારણ કે એવાં નાટકના વિષયે પ્રાચીન શ્રદ્ધાના, અને ઈતિહાસ સંબંધી, હોવાને લીધે સામાજિક ધરતી ઉપર ઘડાયેલા વિદૂષકનું ચિત્રણ કરવા નાટકકારોને તેમાં કઈ અવકાશ રહેતું નથી. અર્થાત, આગળ જતાં સત્તરમી શતાબ્દીમાં લખાયેલા “રતિમન્મથ” તથા “અદભુતદર્પણ” જેવા દેવવિષયક અથવા રામાયણ કથાના નાટકમાં પણ વિદૂષકનું પાત્ર આવે છે, તે કેવળ અનુકરણને લીધે જ ! ખરી રીતે, પુરાણમાંની દુષ્યન્ત-શકુંતલાની, અથવા પુરૂરવા-ઉર્વશીની પ્રણયકથાને સામાજિક સ્વરૂપ અપાયું, ત્યારે જ નાયકના - રાજાના - સહચર તરીકેનું વિદૂષકનું પાત્ર ખીલ્યું. ટૂંકમાં, નૃપનાયકવાળા જે નાટકેમાં સંપૂર્ણ સામાજિક વાતાવરણ ચિતરવામાં આવ્યું હોય, તેમાં જ વિદૂષક આવે છે એમ આપણને નાટયસાહિત્યના અભ્યાસ ઉપરથી જણાય છે. દરબારી નાટકે' ઉપરાંત પ્રકરણ નામને એક નાટકને પ્રકાર છે. તેનું સ્વરૂપ સંપૂર્ણપણે સામાજિક છે, અને તેને નાયક બ્રાહ્મણ, વણિક અથવા પ્રધાન પુત્ર હોય છે. “મૃછકટિક, તથા માલતીમાધવ આ પ્રકારનાં નાટકે છે. આ નાટકમાં પણ વિદૂષક હોય છે. માલતીમાધવમાં પ્રત્યક્ષ વિદૂષક ન હોય તે પણ પીઠેમઈ તે આવે છે જ ! | સામાજિક દષ્ટિએ જોઈએ તો, વિદૂષક જેવા માણસે દરબારમાં રાખવાની પ્રથા પ્રાચીન હોવાનું જણાઈ આવશે. ફક્ત રાજાઓ જ નહીં પણ સુસંસ્કૃત શ્રીમતે પણ વિટ તથા વિદૂષક જેવા માણસને આશરે આપતા એમ કામસૂત્રના નાગરક-વર્ણન' ઉપરથી જણાઈ આવે છે. વિદૂષકનું કામ ખાલી હસવું કે હસાવવું એટલું જ ન હતું. નાગરક અને ગણિકાને એણે વિશ્વાસ મેળવ્યું હતું. તેથી તેમના પ્રેમપ્રકરણોમાં જેમ તે મધ્યસ્થ તરીકે કામ કરી શકો, તેમ તેમની ભૂલ થતાં તે તેમને ઠપકે પણ આપી શકતા હતા 13 ટ્રકમાં વિદૂષક તત્કાલીન સમાજજીવનમાં અત્યંત પરિચિત હતા. તેથી સામાજિક નાટકમાંના વિદૂષકને પ્રત્યક્ષ જીવનમાંથી ઉદ્ભવ થાય એ અત્યંત સ્વાભાવિક હતું.