________________ વિદુષકનો વિકાસ 43. આવે છે, અને સ્વાભાવિક રીતે જ અજાણતાં તેનું વિડબન પણ થયેલું આપણને જણાય છે. પાક સારા પ્રમાણમાં આવે એ હેતુથી ગામડામાં ખેડૂતો સામુદાયિક ઉત્સવો ઉજવતા હોય છે. કેડ નામની ગ્રામજનતાના ગ્રામભોજનના એવા જ એક ઉત્સવનું વર્ણન સર વૈલટર ઍલિયટે એક ઠેકાણે કર્યું છે. આ ઉત્સવનો સંબંધ વર્ષની શરૂઆતમાં કરવામાં આવતા સામૂહિક વાવણું જેવા કૃષિવિષયક ઉત્સવ સાથે છે. તેમાં સૌથી પહેલાં ભેંસ અથવા પાડાને મારવામાં આવે છે, અને તેનું માંસ જમીન ફળદ્રુપ થાય તે માટે ખેતરમાં પૂરવામાં આવે છે, અને વધેલા માંસને ઉપયોગ ગ્રામભેજનમાં કરવામાં આવે છે. તેમાં બ્રાહ્મણે પણ હોય છે, છતાં ઉત્સવની ધાર્મિક વિધિ અસ્પૃશ્યો દ્વારા કરવામાં આવે છે. ઉત્સવના વિવિધ કાર્યક્રમમાં મનરંજન પણ હોય છે, અને હલકી જાતની કન્યાઓ તેમાં નૃત્ય કરે છે. “રંગલો” તેમના સંગીતને સાથ આપે છે, અને તેમની સાથે નાચે છે. ઘણી વખત તે વિદૂષકી ચાળાઓ કરી લોકોને હસાવે છે. 12 મુખ્ય વિધિમાં અસ્પૃશ્ય દ્વારા ધર્મકૃત્ય કરવામાં આવે, એમાં અજાણુ માણસને ધર્મવિધિનું વિડંબન થએલું અથવા ગરબ્રાહ્મણોની મશ્કરી કરેલી લાગે, તો પણ ગ્રામજને માટે તે તે એક સામાન્ય કાર્યક્રમ છે. તેઓ આ વિધિ ગંભીરતાથી કરતાં હોય છે. ગ્રામજનેના આ સામૂહિક ઉત્સવમાં જણાઈ આવતાં ગીત, નૃત્ય તથા વિનોદે નાટકના વિકાસમાં પોતાનો ફાળો આપ્યો હોય તે તે સ્વાભાવિક છે. નાટક ફક્ત દેવધર્માદિ માટે મર્યાદિત રહે એ શક્ય ન હતું. વાસ્તવિક જગતમાંના વિષયો અને માનવીય પાત્રો તેમાં આવે એ સ્વાભાવિક હતું, અટળ હતું. આમ નાટકનું જ્યારે લૌકિક રૂપાંતર થયું, ત્યારે તેના ઉપર જનસમૂહના ધાર્મિક ઉત્સવની, અને વિશેષતઃ તેમાંના રંજનાત્મક અંશની અસર થઈ હેવી જોઈએ. નહુષ રાજાએ દેવલોકમાંની નાટચકલા પૃથ્વી ઉપર આણી એ ભરતે આપેલ કથાનો એક અર્થ ઉપર પ્રમાણે લઈ શકાય. તેમાંને બીજે ધ્વનિ એ છે કે રાજ્યાશ્રયે નાટકના વિકસમાં ખૂબ મદદ કરી દેવી જોઈએ. સામાન્ય રીતે ગાયન, નૃત્ય કાં તો વેષાંતરે જેવા રંજનપ્રકારે જનમાનસને પ્રિય હોય છે જ, પરંતુ એવા કાર્યક્રમને એક પ્રકારનું વ્યવસ્થિત સ્વરૂપ મળવાને લીધે નાટયકલાને જે સામાજિક વિકાસ થાય, તેમાં રાજ્યાશ્રયનો ફાળે મુખ્ય છે, એમ આપણે કહી શકીએ. રાજ્યાશ્રયને લીધે નાટકમંડળીઓ વિકસી હેવી જોઈએ એટલું જ નહીં પણ તેને લીધે નાટકનું સ્વરૂપ પણ ઘડાયું હોવું જોઈએ. નાટકમાં હંમેશા જણાતા લૌકિક વિષયની, તથા રાજા નાયક હોવાની જે પ્રથા આગળ રૂઢ થતી ગઈ, તેમાંથી જ સંસ્કૃત “દરબારી નાટકની” નિર્મિતિ થઈ. અને, દરબારી નાટકોમાંની