________________ વિદૂષકને વિકાસ 41 નારદમાં ઝગડાઓને ઠંડા પાડવાનું કૌશલ હોય, તે પણ છાનામાના ચાડીઓ ખાઈ તેની ગમ્મત જોવામાં તેને આનંદ આવે છે, અને તેથી પૌરાણિક કથાઓમાં આપણે નારદને એક કલહપટુ તરીકે ચિતરાયેલા જોઈએ છીએ. આ સાથે તેની રટાર રહેતી એટલી વગેરે ધ્યાનમાં લઈ, આપણે તેના સ્વરૂપનો જે વિચાર કરીએ તે વિદી પાત્રમાં જોઈતાં રૂપ અને ગુણ બંને નારદમાં સંપૂર્ણપણે રહેલાં - આપણને જણશે. તે ઉપરથી ભરતે વર્ણવેલ દેવોને સહચર, અને પર્યાયથી પહેલો આ નાટચવિકાસના આગળના તબક્કામાં નાટકનું સ્વરૂપ વધુ લૌકિક બન્યું. લૌકિક વિષયો ઉપર નાટક રચાવા લાગ્યાં. માનવીય જીવનનું ચિત્રણ તેમાં જણાવા લાયું, અને તે સાથે નાટયકલાનું તંત્ર પણ વિકસ્યું. તેમ જ નેટમંડળી પણ નાટયકલામાં પારંગત થવા લાગી. દેવોને મૂળને નાટયવેદ પૃથ્વી ઉપર કેવી રીતે આવ્યો તેની હકીકત ભરતે નાટયશાસ્ત્રના ૩૬માં અધ્યાયમાં આપી છે. નાટયવેદના જ્ઞાનને લીધે ભરતપુત્રોના મનમાં અહંકાર નિર્માણ થયો, અને તેથી તેમના અભિનયમાં અતિરેક થવા લાગ્યો. એક વખત નાટ્ય પ્રયોગ કરતી વખતે ભરતપુત્રોએ ઋષિમુનિઓની મશ્કરી કરી. તેઓએ સદભિરુચિને ન શોભે એવા ગ્રામ્ય અભિનય દ્વારા પ્રેક્ષકોમાં ખૂબ જ હાસ્ય નિર્માણ કર્યું. તેથી ઋષિમુનિઓ સ્વાભાવિક રીતે જ કુદ્ધ થયા, અને તેમણે બ્રાહ્મણ ભરતપુત્રને તેઓ શુદ્ધ થશે એ શાપ આપ્યો. ભરતપુને પિતાની ભૂલ જણાઈ આવી, અને તેઓએ દેવ પાસે માફી માંગી. બ્રહ્માએ નિર્માણ કરેલી નાટ્યકલા લુપ્ત ન થાય એવી ચિંતા દેવોના મનમાં હોવાને લીધે તેમણે ઋષિમુનિઓની માફી માગી અને ભરતપુત્રોને પ્રાયશ્ચિત્ત કરવાને ઉપદેશ આપ્યો.૧૦ આ અધ્યાયમાં જ એવી એક બીજી કથા નોંધવામાં આવી છે. પિતાના પુણ્યના પ્રભાવે સ્વર્ગ સુધી પહોંચેલે એક નહુષ નામને રાજા હતા. સ્વર્ગમાં સંગીતમય નાટયપ્રયોગ જોઈને એ કલા પૃથ્વી ઉપર લાવવાની તેને ઉત્કટ ઈરછા થઈ. તેણે પ્રજાપતિને પ્રાર્થના કરી, અને તે ધ્યાનમાં લઈને પ્રજાપતિએ ભરતપુત્રોને પૃથ્વી પર જઈને એક નાટયપ્રયોગ કરવાનો આદેશ આપે, અને જે તેઓ તેમ કરશે તે તેઓ બ્રાહ્મણ અને ક્ષત્રિયોનો પુરસ્કાર મેળવશે, અને તેઓ શાપમુક્ત થશે એવું તેમણે તેમને આશ્વાસન આપ્યું.૧૧ નાટયશાસ્ત્રમાં આપેલી આ કથાઓ કાલ્પનિક માનીએ તે પણ તેમાં એક સામાજિક ઈતિહાસ રહેલો છે, જે તરફ દુર્લક્ષ કરી શકાય તેમ નથી. ભારત