________________ વિદૂષકને વિકાસ 39 નામના નાટકમાં જોવા મળે છે. તેમાં બતાવ્યા પ્રમાણે ભરતે “લક્ષ્મીસ્વયંવર” નાટકને પ્રયોગ કર્યો હતો, અને તેમાં ઉર્વશીએ નાયિકા તરીકે લક્ષ્મીની ભૂમિકા ભજવી હતી. આમ, ભરત જ્યારે પોતાના નાટયશાસ્ત્રમાં નાટકની ઉત્પત્તિ દૈવી હેવાનું આપણને બતાવે, ત્યારે તેને અર્થ ખરી રીતે આપણે મર્યાદિત સ્વરૂપમાં જ સમજવો જોઈએ—અને તે એ કે દેવચરિત્ર અને ધાર્મિક વિચારે નાટકની. ઉત્ક્રાંતિના પહેલા તબક્કારૂપ હોવા જોઈએ. ભરતે કહ્યા પ્રમાણે, પૃથ્વી પરને પહેલે નાટપ્રયોગ ઈદ્રમહ નામના ઉત્સવમાં કરવામાં આવ્યો હતો. અહીં એ ધ્યાનમાં લેવા જેવું છે કે પહેલેથી નાટકે. ભજવવા માટેના હંમેશના પ્રસંગે તે ધાર્મિક ઉત્સવ અને જાત્રાઓ કે મેળાઓ જ હતા. (ઇદ્રમહ નામને ઉત્સવ ચેમાસા પછી, શિયાળાની શરૂઆતમાં ઉજવવામાં આવતો). સંસ્કૃત નાટકના અભ્યાસ ઉપરથી પણ એ જણાય છે કે વાસંતિક અથવા શારદીય ઉત્સવોના નિમિરો, અથવા તે સ્થાનિક દેવતાની જાત્રામાં નાટ્યપ્રયોગો કરવામાં આવતા. કથાવસ્તુઓમાં જ નહીં, વિવિધ નાટપ્રસંગે યોજવામાં પણ સંસ્કૃત નાટકે ઉપર થયેલી ધર્મની અસર જણાઈ આવે તેમ છે. ભારત અને પંતજલિએ ઉલ્લેખેલા નાટકના વિષયે જે આપણે તપાસીએ તે તેમાં દેવના પરાક્રમનું સ્તુતિગર્ભ નિવેદન અથવા અસત્ય ઉપર સત્યે મેળવેલ જય વગેરે ધાર્મિક વિષયો જ આપણને જોવા મળે છે. ઉત્સવ અથવા જાત્રા જેવા ધાર્મિક પ્રસંગોએ નાટકે સાદર કરવામાં પણ એક પ્રકારની દેવવિષયક કૃતજ્ઞતા જ આપણને જણાય છે, કારણ કે આવા નાટટ્યપ્રયોગમાં સંપૂર્ણ કથાવસ્તુ કેઈ વિશિષ્ટ–દેવવિષયક * ન હોય તે પણ પૂર્વ રંગમાં ઇષ્ટદેવતાનું આહવાન તો થયેલું હોય છે જ. ભવભૂતિના “માલતીમાધવ'માં અને હર્ષના બરનાવલી'માં વસંતોત્સવનું વર્ણન મળી આવે છે. તે ઉપરથી આવા ઉત્સવમાં નૃત્ય, ગીત તથા મદિરાપાન જેવા આનંદવર્ધક કાર્યક્રમો થતા હોવા જોઈએ એવું આપણને જણાય છે. અર્થાત આ કાર્યક્રમોમાં બેલવાચાલવામાં અતિરેક થયેલો જણાય તે, તે દેવ અથવા ધર્મદિયાના પરિહાસને લીધે નહીં પણ આનંદના બેકાબુ પરિણામને લીધે જ હવે જોઈએ. તેથી આવા ઉત્સવોમાં નિર્માણ થતા હાસ્યકારક પ્રસંગે તે વખતની લૌકિક પરિસ્થિતિને લીધે નિર્માણ થતા હોવા જોઈએ. અને આમ ઉત્સવમાં બેફામ બનેલ જનસમુદાય હાસ્યવિનોદ માણતો હોય, તે વખતે જ એકાદ નાટકને પ્રયોગ રજૂ કરવામાં આવે, અને તેમાં વિદૂષક જેવું પાત્ર પોતાના