________________ 40 હાવભાવ કે અસંબદ્ધ વાર્તાલાપ દ્વારા હાસ્યનિર્મિતિ કરે છે તે અધિક સંભવનીય છે. અર્થાત, નાટકની આ પ્રથમાવસ્થામાં વિવેદી અંશની શક્યતા અસુર પાત્રના હાસ્યકારક ચિત્રણ દ્વારા જ હોઈ શકે, એમ કહી શકાય. નાટકની ઉત્ક્રાન્તિની બીજી અવસ્થામાં પણ નાટકને વિષય દેવવિષયક જ હવે જોઈએ. પણ તેમાં દેવાસુરનાં યુદ્ધો અથવા દેવોનાં પરાક્રમોનાં વર્ણને છેડી દઈને, તેમને ચારિત્રમાં જણાઈ આવતા, હર્ષદૃષથી ભરેલા લૌકિક પ્રસંગે ચિતરવા તરફ લેખકેની પ્રવૃત્તિ થઈ હોય એમ આપણને જણાય છે. આ અવસ્થાના નાટકમાં પણ દેવે જ નાયક હોય છે. પણ ધાર્મિક સન્માનની ભાવના પ્રતીકાત્મક રૂપે વ્યક્ત કરવાને બદલે દેવોના ચરિત્ર માનવીય મર્યાદામાં, એટલે કે માનવ-અનુભવગમ્ય પ્રસંગો દ્વારા આલેખવા તરફ લેખકની વૃત્તિ સ્વાભાવિક ' રીતે જ થયેલી આપણને જણાય છે. એ દૃષ્ટિએ કાલિદાસે કરેલ “લક્ષ્મીસ્વયંવર નાટકને ઉલ્લેખ સૂચક છે. નાટયથાનું વહેણ આમ લૌકિક વિષયો તરફ બદલાતું હેવાને લીધે નાટકના નાયક - દેવત્વ માટે કઈ સહચર નિર્માણ કરવો લેખકે માટે શક્ય બને છે. કારણ કે માનવી ભાવનાનુરૂપ દેવચરિત્રનું દર્શન કરાવવું હોય તે નાટકમાં વિવિધ પાત્રોની નિર્મિતિ આવશ્યક છે. ભરતે વિદૂષકના ચાર પ્રકારે બતાવ્યા છે, પણ આજે મળી આવતા સંસ્કૃત નાટકમાં આ ચારે પ્રકારના વિદૂષકે જોવા મળતા નથી. તેથી બાકીના વિદૂષકેનું ચિત્રણ જેમાં થયેલું હોય એવાં બીજા સંસ્કૃત નાટકે પ્રાચીન કાળમાં હતાં જ નહીં, અથવા તે ભરતે કહેલા વિદૂષકના આ પ્રકારે કેવળ કાલ્પનિક હેવા જોઈએ, એમ કહેવાને કઈ અર્થ નથી. આ ચાર પ્રકારના વિદૂષકેમાં એક દેવોને વિદૂષક હોય છે. વિદૂષક એટલે તે વિદી તે હોય જ, પણ આ વિદષકને વેદ આવડે છેઅને ઘરગથુ ઝઘડાઓ નિર્માણ થાય તે પણ તેને તે કુશળતાથી ઉકેલી શકે છે 19 ભરતે કહેલ વિદૂષકના આ પહેલા પ્રકાર ઉપરથી નારદની યાદ આવ્યા વિના રહેતી નથી. નાટયશાસ્ત્રમાં નાટકની નિમિતિમાં નારદે કરેલ કામગીરીને અહેવાલ આપવામાં આવ્યો છે. એક વખત પૂર્વ રંગમાંના સંગીતને એક ભાગ અસુરોને ખૂબ જ ગમ્યો, અને તેથી તેટલો ભાગ દેને અપ્રિય થયે, તે વખતે નારદે મધ્યસ્થ થઈને એ સંગીતને એવી રીતે બેસાડી આપ્યું કે જેથી દેવો અને દાનવો બંને ખુશ થયા ! નારદનું સંગીતમાંનું પ્રાવીણ્ય અને વેદવિદ્યાનું જ્ઞાન પ્રસિદ્ધ જ છે. નાટનિર્મિતિમાં ભરતને નારદની ખૂબ જ મદદ થઈ હોવી જોઈએ.