________________ વિદૂષકને વિકાસ સ્થાનિક જાત્રાએ માં નાટયપ્રગો રજૂ કરવામાં એક પ્રકારની ધાર્મિક પ્રેરણું કામ કરતી હેવી જોઈએ એમ આપણે કહી શકીએ. નાટક જેમ વધુ સામાજિક બનતું ગયું તેમ નીચલી કેમના નટની ભરતી નાટકમંડળીઓમાં થવા લાગી, અને ઉત્સવના અતિરેકી આનંદને લીધે, કાં તે નટેની પોતાની આવડતને લીધે તેમના અભિનય અને સંવાદ દ્વારા હાસ્યનિમિતિ થવા લાગી. આ કાળખંડમાં નાટયકલાને રાજ્યાશ્રય મળવાને લીધે એક બાજુ જેવી રીતે તેમની પ્રગતિ થઈ. તેવી રીતે, બીજી બાજુ રાજા તાયક હોય એવા દરબારી નાટકે (court comedy) લખવાની પ્રથા લેખકેમાં રૂદ્ર થવા લાગી. નાટકકારોએ પિતાની આજુબાજુના પ્રસંગે ચિતર્યા. વિદૂષકની નિર્મિતિ પણ તેને લીધે જ થઈ, વિષક જેવાઓને આશરો આપવાની પ્રથા રાજા તથા શાહુકારામાં તે વખતે રૂઢ હતી. આમ વિદૂષક તે વખતે સમાજમાન્ય હતો. - (5) સામાજિક નાટકમને વિદૂષક પ્રત્યક્ષ જીવનમાંથી નિર્માણ થયું હોય, તે પણ અસુરોના વારસામાંથી જૂના, તેમજ નવી ઘટનાઓને લીધે પ્રસંગોપાત્ત જેવું અન્ય શારીરિક કંઢગાપણું તેમાં આવ્યું તે સાથે નારદની માર્મિક બુદ્ધિમત્તા, અને નિરાગસ મશ્કરી કરવાની વૃત્તિ તેમાં ઉમેરાયાં. ઉપરાંત રાજાના મિત્ર તરીકે બધાની - રાજાની સુદ્ધાં - મશ્કરી કરવા ગ્ય અધિકારપદ તેમને મત્યું. તે ઉરચવર્ષીય બ્રાહ્મણ બન્યું. બીજાની મશ્કરી કરતાં, પિતાની જાતને બાતલ કરી બ્રાહ્મણની મશ્કરી કરવા લાગ્યો. (6) સંસ્કૃત નાટકના વિકાસમાં રાજ્યાશ્રયને મેરા ફાળે હેવાને લીધે. વિદૂષકના આદર્શ રૂઢ થતા ગયા, અને વિદુષકની વિશેષતા વધુ ને વધુ નકકર સ્વરૂપમાં સ્થિર થતી ગઈ. એને પરિણામે જ વિદૂષક એ એક રૂઢ અને આગળ જતાં કેવળ બીબાંઢાળ પાત્ર બન્યું, ટિપ્પણ 1 જુઓ : એફ. એમ. કાન ફઈ, ધ ઓરિજિન ઍન્ક ઍટિક કેમેડી, પા. 29, 30, 68-69, 202 વગેરે. 2 જુઓ: ઈ. કે. ચેમ્બર્સ, ધ મેડિકલ સ્ટેજ, વાલ્યુમ 1. પા. ર૯૩-૫, 25, 334, 372-88 વગેરે.