________________ વિદૂષકને વિકાસ 45. ખરી રીતે સંસ્કૃત નાટકકારેએ સામાજિક પરિહાસપ્રધાન નાટક લખવાની શરૂઆત કરી તે વખતે એ નાટકને આવશ્યક એવી સામગ્રી આજુબાજુના સામાજિક જીવનમાંથી સહેલાઈથી મળી શકે તેમ હતી, અને, સમાજજીવનને સૂક્ષ્મ અભ્યાસ કરવો એ તે લેખકનું કર્તવ્ય જ છે. સંસ્કૃત સાહિત્યશાસ્ત્રોએ પણ લેક જીવનના અભ્યાસને લેખકના ઘડતર માટેની એક મહત્ત્વની બાબત માની છે. 14 દરબાર છે રાજમહેલમાં જીવનવ્યવહાર, શિક્ષિતની ગોષ્ઠીઓ, ગ્રામ કે નગરમાંના સ્નેહસંમેલને તેમ જ શહેર તથા ગામડાંમાંના વિવિધ ઉત્સવ આ લેખકે માટે રોજિંદા હતા. આ લેખકે માટે રાજાઓની પ્રણય ચેષ્ટાઓ, અંતઃપુરમાંની “ભાંજગડો”, ઘતગૃહ, મદિરાલયમાંના દિલખુશ વ્યવહાર તથા નૃત્ય, ગાયન તેમ જ સામૂહિક ઉત્સવમાંની ઉન્મુક્ત મશ્કરીઓથી ભરપૂર વાતાવરણમાંથી નાટય પ્રસંગે નિર્માણ કરવા સુલભ હતા. અને તેથી, વસંતસેના જેવી ગણિકાને ભર રસ્તામાં પીછો પકડવામાં આવ્યો હોય, અથવા દાસી અને વિદૂષકની જોરદાર લઢવાડ જામી હોય એવા પ્રસંગે ચિતરવા માટે આ લેખને મહાવ્રત જેવી જૂની યજ્ઞવિધિ તરફ જવાની જરૂર ન હતી. એવા પ્રસંગે લોકજીવનમાં જ ઉપલબ્ધ હતા. એની ખાતરી વાસ્યાયનના કામસૂત્ર દ્વારા, તથા મૃછકટિક જેવાં નાટક દ્વારા આપણને થાય છે. * લોકજીવનમાંને વિદૂષક અમુક એક વિશિષ્ટ જાતિને જ હતા એમ કહેવું કઠણ છે. પરંતુ જ્યાં સુધી વિદૂષકમાં સામાજિક રીતે આવશ્યક એવા ગુણો હોય, અને તે પોતાની કામગીરી યોગ્ય રીતે કરતે હોય, ત્યાં સુધી તેની જાત વિશેને પ્રશ્ન, કાંઈ નહીં તે, પ્રત્યક્ષ જીવનમાં મહત્ત્વને ન હતો. માત્ર નાટકકારોએ જ્યારે વિદૂષકના પાત્રની સામાજિક નમૂના ઉપર પુનરચના કરી, ત્યારે સામાજિક આશય અને કલાનું તંત્ર એ બંને કારણોને લીધે તેમને અમુક નિયમો નિર્માણ કરવાની આવશ્યક્તા જણાઈ હોવી જોઈએ. નાટક એ એક લોકાનુરંજનની કલા. છે. તેના પ્રેક્ષકવર્ગમાં જેમ સામાન્યજન હોય છે, તેમ સમાજની ઉપલી કક્ષાના વિદ્વાન અને સુસંસ્કૃત લેકે પણ હોય છે, ઉપરાંત રાજ્યાશ્રય હોવાને લીધે સંસ્કૃત નાટક સંપૂર્ણ દરબારી બન્યું હતું. નાટકને નાયક રાજા હતા. એની અસર વિદૂષકની પુનરચના ઉપર થઈ હોવી જોઈએ. તેથી ગ્રામ્ય અભિનય અથવા હલકું ભાષણ નીચલી કક્ષાના પ્રેક્ષકવર્ગને પ્રિય હોય તે પણ નાટક જેવા આવનાર મિશ્ર સમુદાયને સંતોષી શકે નહીં. ભરતપુત્રોને મહર્ષિઓનો શાપ નડડ્યો એ નાટયશાસ્ત્રમાંની કથાને આશય એ જ છે. અર્થાત્ નાટકકાર માટે વિદૂષકના પાત્રની અમુક એક પ્રતિષ્ઠા જાળવવી