________________ વિદૂષકને વિકાસ 37 પંદરમી સદીમાં વિવિધ પ્રકારના સંઘ સ્થપાયા. ધાર્મિક મંડળે અથવા સાહિત્યિક ગોષ્ઠીઓમાંથી જે સંઘે નિર્માણ થયા, તેઓ પ્રહસનાત્મક નાટકે અથવા તે ઉપદેશાત્મક વિડંબન કાવ્યો રજૂ કરવા લાગ્યા. જૂના “મૂર્ખાઓના મેળાનું આ નવું સ્વરૂપ હતું, અને તેમાંથી જ કેમેડીનો જન્મ થયો. એમાં કામ કરનાર નટે સામાન્ય રીતે નટ અથવા વિદૂષક જેવા હતા, અને હાસ્યવિનેદને એકમેવ આશ્રય લઈ રાજાથી માંડી મૂ ખંઓ સુધી બધાને ઉપહાસ કરી જગતની વિસંવાદિતા બતાવવાનું વિદૂષકી કાર્ય તેઓ કરતા હતા. આ પ્રાથમિક પ્રયોગોની પરિણતિ કોમેડીમાં થઈ, અને તેમાં આવતા પાત્રોને વિકાસ આગળ જતાં વિદૂષકના પાત્રમાં થયે. આમ, કોમેડીના વિકાસમાં ત્રણ વસ્તુઓ નેધવા જેવી છે. (1) કોમેડી ઉદ્ગમ ધર્મવિધિઓના વિડંબનાત્મક અનુકરણમાંથી થયો. (2) લૌકિક મંડળીઓએ તેમના પ્રયોગોમાં વિડંબનાકારી પ્રવૃત્તિઓનો સમાવેશ કર્યો. (3) આ કાર્યક્રમો પાછળની ધાર્મિક પ્રેરણું નાશ પામતાં, તેમાં કામ કરતા નટ ધંધાધારી નટ બન્યા, અને તેમાંથી વિદૂષક જેવા રૂઢ પાત્રોને જન્મ થયો. સંસ્કૃત નાટકને અને વિદૂષકને વિકાસ પણ આ રીતે જ થયે હે જોઈએ એમ પાશ્ચાત્ય વિદ્વાનો ધારે તે તે સ્વાભાવિક છે. અને તેથી જ, બ્રાહ્મણકાલીન મહાવ્રત અથવા સેમિયાગ જેવી ધર્મવિધિઓમાં વિદૂષકનું મૂળ શોધવાને ડે. કીથે કરેલા પ્રયત્ન ભારતીય પરિસ્થિતિની પાશ્ચાત્ય નાટકના ઈતિહાસ સાથે કરેલી તુલનામાંથી નિર્માણ થયું હોય એમ લાગે છે. પરંતુ ગ્રીક ધાર્મિક નાટકે અથવા મધ્યયુગીન પ્રહસનની ભારતીય પરિસ્થિતિ સાથે આવી તુલના કરવી અસંબદ્ધ છે, કારણ કે ધર્મક્રિયાનું વિડંબન ભારતીય મનોવૃત્તિથી વિરુદ્ધ છે. ભારતમાં ધર્મ વિશેની સામાન્ય કલ્પના પણ એટલી ગંભીર અને ઉદાત્ત છે, કે ધર્મની મશ્કરી કરનાર કેઈ વ્યક્તિ કદાચ ટીકાને પાત્ર થઈ શકે, પણ ધર્મનું વિડંબન થવું અશક્ય છે. આપણું ધાર્મિક ઉત્સવોમાં નાચ ગાન, તથા વાદનને સંપૂર્ણ સ્થાન છે, પણ તે મુખ્ય મનોરંજનને વિષય બની શકે નહીં. એક વેદકાલીન કવિએ બ્રાહ્મણના ધાર્મિક આચાર અને તેના વેદપઠનની તુલના દેડકાની હિલચાલ સાથે અને તેના બરાડા સાથે કરી છે. 3 પણ તેમાં બ્રાહ્મણોની મશ્કરી કરવાને કવિને ઉદ્દેશ નથી. એ સૂક્તમાં મંડૂકનું ઉપર બતાવેલ ઉપમાન દ્વારા કેવળ ઉદાત્ત વર્ણન કરવાને કવિને આંતરિક હેતુ છે. પણ તેથી આપણે એમ ન કહી શકીએ કે સંસ્કૃત નાટકની ઉત્ક્રાંતિમાં ધર્મવિધિઓનું કઈ સ્થાન જ નથી. ખરી રીતે તે ધર્મવિધિના અનુષ્ઠાનમાં