________________ - પ્રકરણ રજુ વિદૂષકને વિકાસ . પૂર્વ રંગમાં ભાગ લેતે વિદૂષક, અને નાટકોય પાત્ર તરીકે રંગભૂમિ ઉપર આવતે વિદૂષક, એ બેમાં ભારતે કરેલો ભેદ પાનમાં લેતાં, વિદૂષકની ઉત્પત્તિ અને વિકાસનો પ્રશ્ન, તેમાંના નાટકીય પાત્ર સાથે સંબદ્ધ છે એ કહેવાની જરૂર નથી. ભરતે વર્ણવેલા પહેલા નાટયપ્રયોગમાંના અસુરમાંથી વિદૂષક કેવી રીતે ઉત્પન્ન થયે તેને ક્રમબદ્ધ ઇતિહાસ આપ કઠણ છે. ભારતીય સાહિત્યશાસ્ત્ર. તથા સંસ્કૃત નાટકે એ વિષય ઉપર પ્રકાશ નાંખવાને અસમર્થ છે. પાશ્ચાત્ય નાટકની ઉત્પત્તિ અને વિકાસને ઈતિહાસ એ દષ્ટિએ ખૂબ જ મનોરંજક છે. વિનોદી નાટક માટે વપરાતે કોમેડી' શબ્દ મૂળમાં કેમૅ સું’ એ ગ્રીક શબ્દ ઉપરથી આવ્યો છે. ‘કોમૅસ્ એટલે ઉત્સવ પ્રસંગે કાઢવામાં આવતું એક પ્રકારનું સરઘસ. ડાયોનિસ્' નામના દેવતાને એ પ્રકારે ઉત્સવ ઉજવવામાં આવતું, અને તેનું સરઘસ કાઢવામાં આવતું. આ ઉત્સવ ખેતરમાં વિપુલ પ્રમાણમાં અનાજ પાકે એ હેતુથી ઉજવવામાં આવતું, અને પ્રાથમિક અવસ્થામાં ઉત્પત્તિને સંબંધ સ્વાભાવિક રીત મિથુન જોડે જોડવામાં આવતું હોવાને લીધે આવા ઉત્સવમાં શૃંગારિક ક્રિયાઓને પ્રાધાન્ય આપવામાં આવતું. આગળ જતાં ડાયેનિસર્સ ડે બેકસ' નામના મદ્યદેવતાને ઉતસવ શરૂ થયે, અને જ્યારે બંને ઉત્સ એક વખતે શરૂ થતા, ત્યારે સંગીત અને નૃત્યમાં તરબોળ થવાને લીધે કરવામાં આવતા મુક્ત હાસ્ય-વિનોદને ઉત્સવના જ એક ભાગ તરીકે સમજવામાં આવતા. તે સાથે “ક્યુપીટર” અથવા “ડેલિફચે ઍરક” જેવાં પાત્રો તેમાં જોડાતાં. આવા સરઘસમાં ઘણીવાર બહુરૂપીઓ જુદા જુદા પશુઓના રૂપ લેતા, બનાવટી ભયાનક મોઢા માં ઉપર ચઢાવતા અને શૃંગારિક ચેષ્ટાઓ કરી મેળામાં ભારે મજા આણતા. આ બહુરૂપીએમાં ઘણુંખરા શિખાઉ ન હતા. ગ્રીક લેકેની આ ધાર્મિક વિધિનું રૂપાંતર કેમેડીમાં થયું એમ વિદ્વાને કહે છે. જૂના સંવત્સરનું નવા સંવત્સરમાં થતું રૂપાન્તર, સંવત્સરનું લગ્ન, તેનું મોત, પુનરુજજીવન વગેરે કૃષિવિષયક ધાર્મિક ઉત્સવ નાટકના ખાસ વિષય હોય છે. સંવત્સરના દેવ, સંવત્સરની મા અને પત્ની તેને મારનાર પ્રતિસ્પધી, અને - તેને ફરી જીવતા કરનાર ભિષક જેવાં પાત્ર આ નાટકમાં હંમેશાં જણાઈ આવે