________________ વિદૂષકની ઉત્પત્તિ હોવું જોઈએ. જે કંઈ જૂના અવશેષો આપણને મળ્યા છે, તે ઉપરથી અત્યંત પ્રાથમિક અવસ્થામાં પણ વિનદી નાટક અસ્તિત્વમાં હતું એવું અનુમાન આપણે કરી શકીએ. પૂર્વ પાષાણયુગની મળી આલી ગુફાઓમાંના ચિત્રોમાં વિડ બન વિશેને પુરા જણાઈ આવે છે, એ વસ્તુ આ સંદર્ભમાં નોંધવા જેવી છે.૪૩ આમ, વિદૂષકની ઉત્પત્તિ પુરાતનકાળમાં થઈ હેવી જોઈએ. પ્રાચીન ભારતમાં રાજદરબારોમાં ખુશમશ્કરી કરનારા ધંધાધારી વિદૂષકે હતા, અને હાલના જમાનામાં પણ એવા વિદૂષકના દાખલાઓ આપણે જોઈએ છીએ. પ્રો. ગોર્ડનના શબ્દોમાં “વિદૂષકનું અસ્તિત્વ હમેશા હેવું જ જોઈએ એવું માનવું આપણે માટે જરૂરી છે. આપણને વિદૂષકેની આવશ્યકતા છે. માટે જ તેઓ ઉત્પન્ન થયા છે. આપણને જગત વિશે જે કંઈ કહેવું હોય તે કહીને આપણું ડહાપણનો એક બીજાને પૂરો કંટાળો આપ્યા પછી, કેટલીકવાર એવી પળ આવે છે કે જ્યારે મૂર્ખાઓનું કહેવું પણ આપણને ગમે ! મૂર્ખાઓને સ્વાતંત્ર્ય હોય છે. તેઓ ગમે તે બેલી શકે છે, અને ઘણી વખત તેમના બોલવામાં એવી કોઈ અજ્ઞાત અને વિચિત્ર દુનિયાના સંદેશાઓ આપણને મળે છે, કે જ્યાં મૂર્ખાઈ અને ડહાપણ સાથે રહેતાં હોય !44 ઉપરના વિવેચનને સાર ટૂંકમાં આ પ્રમાણે કહી શકાય: (1) વિદૂષકનું મૂળ ચેકસ બતાવવું કઠણ છે. સંસ્કૃત નાટકોને જન્મ ધાર્મિક વાતાવરણને લીધે થયો હોય એ ખરું હોય, તે પણ વિદૂષકની ઉત્પત્તિને પ્રશ્ન સ્વતંત્ર હેઈ તે તેની સાથે જોડી શકાય નહીં. ઋગ્યેદમાંના વૃષાકપિ, મહાવ્રતમાંના બ્રહ્મચારી અથવા સોમક્રયણમાંના શુદ્રમાંથી વિદૂષકની ઉત્પત્તિ થઈ એમ તે માની શકાય જ નહીં. (2) વિડ બનની પ્રવૃત્તિ માણસની પ્રકૃતિમાં જોવા મળે છે. હાસ્ય તથા મનરંજનની માણસને આવશ્યકતા છે, અને આ માનસિક જરૂરિયાતને લીધે જ વિદૂષક જેવા વિનદી પાત્રની નિર્મિતિ થાય છે. અર્થાત્ વિદૂષક માણસ જેટલો જ જૂને છે. (3) શાસ્ત્રીય સંશોધન કરીએ તે નાટ્યશાસ્ત્રના આધાર હેઠળ વિદૂષકનું મૂળ અસુરેના ચિત્રણમાં છે એમ સ્પષ્ટપણે કહી શકાય. વિકૃતિ અને વિનોદ એ વિદૂષકની બંને વિશેષતાઓ આપણને તેમાં જણાય છે, અને જોકપ્રિય વિદૂષકનો ધર્મ સાથે સંબંધ હોય, તે તે આમ મર્યાદિત સ્વરૂપમાં જ છે. 44