________________ 27 વિદૂષકની ઉત્પત્તિ આવશ્યક્તા માનવી જ પડે. અન્યથા પણ સામાજિક-સમૂહમાં આવેલા પ્રેક્ષકેનાં મન પ્રફુલ્લિત કરવાનું કામ વિદૂષકના હાસ્યવિનોદ દ્વારા જ થઈ શકે, એ ધ્યાનમાં લેતાં પૂર્વ રંગમાં વિદૂષકની યોજના કરવામાં એક પ્રકારને માનસશાસ્ત્રીય હેતુ રહેલો છે, એમ કહી શકાય. કારણ કે તેમાં લક્ષ્ય સામાજિક છે. પૂર્વ રંગમાં કામ કરનાર નટવર્ગમાં સૂત્રધાર અને તેની પત્ની નટી, અથવા તે તેને સહાયક પારિપાર્ષિક હોય છે. જે આ પાત્રને સંબંધ ધાર્મિક અથવા યજ્ઞીય વસ્તુઓ જોડે જોડવામાં આવતું ન હોય (અને એવો સંબંધ જોડે શક્ય પણ નથી) તે તેમના જેવો જ, નટમંડળીના એક ઘટક તરીકે કામ કરતા વિદૂષકને જ સંબંધ યજ્ઞવિધિ સાથે જોડવાને મિથ્યા પ્રયત્ન કરવાની જરૂર શી ? નટ તરીકેની વિદૂષકની ભૂમિકા, અને તેના કાર્યને માનસશાસ્ત્રીય હેતુ ઉપર સ્પષ્ટ કરવામાં આવ્યાં છે. પ્રયોગસાફલ્ય માટે ઉપયુક્ત અને ચોક્કસ સાધન તરીકે નટમંડળીમાં વિદૂષક જેવા પાત્રને સમાવેશ થતો હોવો જોઈએ. વિદૂષક દિન હોવો જોઈએ એવો ભરતને નિયમ છે. દ્વિજ શબ્દને અર્થાત તેનું કારણ શોધવું જોઈએ. વિદૂષક પહેલાં નાટકમંડળીમાં નટ હતું, અને પછી નાટકના પાત્ર તરીકે તે નાટકમાં કામ કરવા લાગ્યો એમ ભરતના ઉલ્લેખ ઉપરથી લાગે છે. નટ અને નાટકના પાત્રની દ્વિવિધ ભૂમિકા વિદૂષકને ભાગે કેવી રીતે આવી તે જાણવું સહેલું છે. પૂર્વ રંગમાં વિદૂષકના હાસ્યવિનોદ દ્વારા સુખદ વાતાવરણ નિર્માણ થાય છે, એ જોયા પછી, પ્રત્યક્ષ નાટકમાં જે વિદૂષકનું કામ બતાવવામાં આવે તે પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં મદદ થાય, એ વિચાર સાથે જ વિદૂષકને સંપૂર્ણ માનસશાસ્ત્રીય હોઈ, તેનું પ્રયોજન નાટયપ્રયોગનું આકર્ષણ વધારી પ્રેક્ષકોને આનંદ આપવો એ જ હોવું જોઈએ. સ્વાભાવિક રીતે જ, સંસ્કૃત નાટકમાંને પહેલે વિદૂષક કે હવે જોઈએ, એ પ્રશ્ન આપણું સામે આવે છે. હાલ ઉપલબ્ધ સંસ્કૃત નાટકમાં વિદૂષકના પાત્રને બીબાંઢાળ, સતિક, અને અમુક એક ચક્કસ સ્વરૂપ પ્રાપ્ત થયેલું હોય એવું જણાય છે, અને તેથી સૌથી પહેલે વિદૂષક કેવો હોવો, જોઈએ તે આપણે આ નાટકે ઉપરથી જાણી શકીએ નહીં.