________________ 'વિદુષક વિચાર સ્વતંત્ર રીતે કરવો જોઈએ. સંસ્કૃત નાટકને આરંભ ધાર્મિક બાબત - માંથી થયે એમ માનીએ તે પણ તેથી વિદૂષકનું મૂળ પણ ધાર્મિક જ હેવું જોઈએ એમ સ્વીકારવાની કેઈ આવશ્યક્તા ઉત્પન્ન થતી નથી એ ધ્યાનમાં લેવું જોઈએ. આજકાલ પરંપરાને પુરાવો અમાન્ય કરવાની તરફેણમાં ઘણું વિદ્વાને હેય છે, પરંતુ હંમેશા એ પ્રકારની વૃત્તિ સ્વીકારવી જોઈએ નહીં. અર્થાત આપેલો પુરાવો અત્યંત કાળજીપૂર્વક તપાસી લેવો જોઈએ, અને જ્યાં સંશોધનની શરૂઆત કરવા ફક્ત પરંપરાને જ પુરા ઉપલબ્ધ હોય ત્યાં તેને નકામે ગણું તેની ઉપેક્ષા કરવી જોઈએ નહીં. તેથી વિદૂષકને પ્રશ્ન ઉકેલવા માટે મનમાં જેલ તર્કની સિદ્ધિ કરવા કરતાં વિદ્યમાન સંસ્કૃત અને પ્રાકૃત નાટકનું અધ્યયન કરવું વધુ ફલદાયી નીવડે. ભરતના નાટયશાસ્ત્રને જે કાળજીપૂર્વક અભ્યાસ કરવામાં આવે તે સૌથી પહેલાં આપણું ધ્યાનમાં એ આવે છે, કે નટ અને નાટકના પાત્ર તરીકેની વિદૂષકની ત્રિવિધ ભૂમિકામાં ફરક કરવામાં આવ્યું છે. સૂત્રધાર અને તેના સહાયુકેની જોડીમાં નરમંડળીના એક મહતવના ભાગીદાર તરીકે વિદૂષકને સમાવેશ ભરતે કર્યો છે, એ એક લાક્ષણિક વસ્તુ છે. - વિદૂષકને ઉલ્લેખ નટવર્ગમાં કરવાનું કારણ સ્પષ્ટ છે. નાટ્યપ્રયોગના પ્રાથમિક ઉદ્દેશે વિશે ભરતના મનમાં કોઈ પણ વિકલ્પ ન હતું. નાટયપ્રયોજન ( વિશે ભિન્ન રુચિવાળા પ્રેક્ષકેની અપેક્ષાઓ ગમે તે હોય,૩૨ પણ નાગરિકે માટે કઈ મનરંજનનું સાધન હોવું જોઈએ તેમજ તે શ્રવ્ય અને દશ્ય હોય, તેમાં નાનામેટાં ઊંચનીચ–બધાં જ ભાગ લઈ શકે એ ઉદેશથી નાટકની ઉત્પત્તિ થઈ એમ ભરતે કહ્યું છે, અને જ્યારે કાલિદાસ “નાટ્ય મિનર્મનસ્ય ચંદુલા તમારાધનમ્” એમ કહે, ત્યારે તે ખરી રીતે ભારતના મતને ટેકો આપતા હોય એમ લાગે છે.૩૪ નાટયપ્રયોગ દ્વારા આનંદનિર્મિતિ જ કરવી હોય, તે શરૂઆતથી જ પ્રેક્ષકેની ચિત્તવૃત્તિ આનંદી રાખવાની ઇચ્છા નટવર્ગ રાખે એ અત્યંત સ્વાભાવિક છે અને તેથી જ, નાટકના આરંભમાં, પૂર્વ રંગમાં વિદૂષકની જના કરી, તેણે પિતાના રૂપ વડે, બોલવાની ઢબ વડે, અને અભિનય વડે લેકેને હસાવવા જોઈએ, એવો નિયમ ભરતે કર્યો છે.૩૫ વિદૂષકની આ ભૂમિકા પ્રયોગનિરપેક્ષ છે, એટલે કે, નાટક વિવેદી હોય કે ન હોય, વિદૂષકે પૂર્વ રંગમાં આવી હાસ્ય નિર્માણ કરવું જોઈએ. નાટક જે ગંભીર હોય, તો શરૂઆતના આ હાસ્યની