________________ જોઈએ. પરંતુ, વિદૂષકને યજ્ઞવિધિ સાથે સંબંધ સ્વતંત્ર અને નિર્વિવાદ રીતે જે ડે. કીથ પુરવાર કરી શક્યા હતા, તે તેમની ઉક્ત મિમાંસા ધ્યાનમાં લેવા જેવી થઈ હતી, પણ તેમ થયું નથી. વિદૂષકનું બ્રાહ્મણત્વ અન્ય કારણો વડે સમાધાનકારક રીતે સમજાવી શકાય તેમ છે. તે માટે ધાર્મિક વિધિનો આશરો લેવાની જરૂર નથી.' ખરી રીતે તે વિદૂષકના રૂપમાં સંત નાટકકારેએ એક સામાજિક પાત્ર ચીતર્યું છે. કાર જેવાં પાત્રો સંસ્કૃત નાટકમાં ગ્રીક નાટકોમાંથી અથવા તે. રોમન મૂકનાટયમાંથી આવ્યાં હોવાં જોઈએ એ મતનું ખંડન કરતાં કીથ આપણને કહે છે કે ભાસ તથા મૃછકટિકના કર્તાના સમયમાં જે સમાજ હતા, તેમાં આવાં પાત્રે સ્વાભાવિક રીતે મળી આવતાં, અને ખરી રીતે તે આ નાટકકારોએ પ્રત્યક્ષ જીવનમાં જણાઈ આવતાં જ પાત્ર પોતાને નાટકમાં ચિતર્યા છે.૨૭ આ એમણે આપેલી સમજૂતી ખરી હોય, તો પછી ભૂખ તથા અશિક્ષિત વિદૂષક, રાજમહેલમાંની દાસી, અથવા ગણિકા જેવાં પાત્ર પણ પ્રત્યક્ષ જીવનમાંથી ઉતર્યા હાવાં જોઈએ, એવું માનવા માટે કઈ પણ પ્રકારની હરકત હોવી જોઈએ નહીં. (ઉ) વિદૂષકને યજ્ઞવિધિ સાથે સંબંધ જે ચક્કસ પુરવાર કરી શકાતો ન હોય, તે વિદૂષકના પ્રાકૃત ભાષાના ઉપયોગ વિશે કીચે આપેલી સમજૂતી સ્વીકારી શકાય નહીં. પંથલી અને બ્રહ્મચારીને સંવાદ પ્રાકૃત ભાષામાં ચાલત હોવો જોઈએ, એ કલ્પના જ ભૂલ ભરેલી છે. મહાવ્રતમાંના (પુથલી અને બ્રહ્મચારીના) પ્રસંગ જેવો બીજો અશ્વમેધ યજ્ઞમાને પ્રસંગ ડે. કીથે ટાંકા છે. અશ્વમેધમાં પટ્ટરાણીએ ઘોડા પાસે સુઈને, ઘેડાને ઉદ્દેશીને કેટલાક વાક્ય ઉચ્ચારવાનાં હોય છે. આ પ્રસંગે વિચારવામાં આવતાં વાક્યો અત્યંત અશ્લીલ છે. અર્થાત આ વિધિ પ્રતીકાત્મક હોઈ, તેને હેતુ ફલધારણશક્તિનું રક્ષણ થઈ સાર્વભૌમ રાજાને નિશ્ચિત પુત્રપ્રાપ્તિ થાય, એ છે. આમ, આ વિધિમાં રાણીના–એટલે કે એક સ્ત્રીના–મુખમાં અશ્લીલ વાકયે મૂકવામાં આવ્યાં હોય, અને તે સંસ્કૃતમાં હોય, તે બ્રહ્મચારી અને પુલીને સંવાદ પ્રાકૃતમાં ચાલતું હોવો જોઈએ, એમ ડે. કીથ કેવી રીતે માની શકે? ઉપરાંત, બ્રહ્મચારી અને પંથલીને સંવાદ સંસ્કૃતમાં જ છે, એ લાદયાયનું શ્રૌતસત્ર જોતાં માલુમ પડે તેમ છે. ભાષાના સંદર્ભમાં બીજે કેટલેક અહેવાલ તપાસવા જેવો છે. જાવા બેટમાંની નાટ્યપરંપરા સંસ્કૃત નાટકે ઉપર આધારિત છે. તેમાં સંસ્કૃત નાટકની જેમ વિદૂષકનું પાત્ર આવે છે. સંસ્કૃત નાટકમાંને વિદૂષક ભલે પ્રાકૃત બોલે,