________________ 23 વિદૂષકની ઉત્પત્તિ જીવનના અનુભવોમાંથી, પ્રત્યક્ષ સમાજમાથી ઉવેલાં હોવાં જોઈએ. આજુબાજુના વાસ્તવિક જીવનની સામગ્રી પોતાના હાથ પાસે હોય તે મહાવ્રત જેવી યજ્ઞવિધિ તરફ જવાની જરૂર શી ? | (ઈ) અપશબ્દના મુદ્દા ઉપર વિદૂષકનું મૂળ મહાવ્રતની યજ્ઞવિધિમાં શોધવું, અને પછી વિદૂષક બ્રાહ્મણ હોવાને લીધે તેનું અસ્લીલ ભાષણ એ જ તેના સ્વભાવને મુખ્યાંશ છે એમ કહેવું, એમાં પરસ્પરાશ્રયનો દોષ આવે છે, અને મુખ્ય મુદ્દાની ગફલત થાય છે, એમ મને લાગે છે. વિદુષકને સંબંધ મહાવ્રતના બ્રહ્મચારી સાથે પ્રસ્થાપિત કરવો કઠણ છે. આ વિધિ પાછળના ગાંભીર્યને તથા પંથલી અને બ્રહ્મચારીના સંવાદ પાછળ યજ્ઞીય હેતુને વિદૂષકના વિવેદી અને ચતુર સંવાદ સાથે કઈ પણ સંબંધ નથી. તેમજ સંસ્કૃત નાટકોમાંનું વિદુષકનું પાત્ર જોતાં, ગાલપ્રદાન અથવા અશ્લીલ ભાષણ એ જ વિદૂષકના સ્વભાવનું મહત્વનું વૈશિષ્ટય છે એમ કહેવું અત્યંત એકાંગી અને ધૃષ્ટતાભર્યું કહેવાય. પરંતુ, . કીચે આપેલી વિદૂષકની વ્યુત્પત્તિ જ વિચારવા જેવી છે. આ શબ્દમાં Vફૂષ ધાતુ છે, અને તેને અર્થ “ગાળે આપવી એવો નહીં, પણ “દેષ દેવો, ઠપકે આપો, બગાડી નાંખવું” એવો થાય છે. તેની સાથે જોડેલા વિ ઉપસર્ગથી દોષ આપવાની અથવા બગાડી નાંખવાની વિશિષ્ટ પદ્ધતિને બેધ થાય છે. અર્થાત્ પિતાની વિશિષ્ટ પદ્ધતિથી “દેષ બતાવનાર” અથવા “જે છે તે બગાડી નાંખનાર એ વિદૂષક શબ્દનો અર્થ થાય છે. તેથી આ શબ્દ દ્વારા દેષદર્શનના, અથવા ગંભીર ઘટનાઓને પરિહાસમાં બદલી નાંખવાના તેના સ્વભાવવૈશિષ્ટય ઉપર યોગ્ય પ્રકાશ પડે છે.૨૫ આમ વ્યુત્પત્તિના આધાર ઉપર જે કીથ સાહેબ વિદૂષકને સંબંધ મહાવ્રતના બ્રહ્મચારી સાથે જોડતા હોય, તે તેમની વ્યુત્પત્તિ જ બેટી છે એમ કહેવું પ્રાપ્ત થાય છે. . (ઈ) સંસ્કૃત નાટકને જન્મ લેકનાટચમાંથી અને પ્રાચીન પ્રાકૃત નાટકમાંથી થયો એ મત ભૂલભરેલું છે, એમ બતાવવા માટે કીથે જે મુખ્ય કારણે આપ્યાં છે, તે આ પ્રમાણે છે: વિદૂષક એ ભ્રષ્ટ બ્રાહ્મણનું પ્રતીક હેવાને કારણે બ્રાહ્મણ લેખકેએ સંસ્કૃત નાટક નિર્માણ કરતી વખતે તેમાં સુધારા કર્યા હતા, પણ તેઓ તેમ કરી શક્યા નહીં, કારણ કે વિદૂષકના ઘડતર પાછળ કોઈ બીજી પ્રેરણુઓ જ હોવી જોઈએ. આ પ્રેરણુઓ મૂલતઃ ધાર્મિક સ્વરૂપની હતી. તેથી સેમઝયણ જેવી યજ્ઞવિધિઓમાંથી વિદૂષકનું પાત્ર અવતીર્ણ થયું એમ માનવું