________________ વિદૂષકની ઉત્પત્તિ 21 કહે છે. સોમવલ્લા વેચનાર એક શુદ્ધ હોય છે. સેમ ખરીદ્યા પછી તેની કીમત ચુકવવાને બદલે માટીના ઢેફાં વડે તે શદ્રને મારવામાં આવે છે, એવું વર્ણન આપણને સમયણના અનુષ્ઠાનમાં જોવા મળે છે. સૌથી પહેલાં સેમ ગંધર્વો પાસે હતું, અને આપણે તેને અહીં લઈ આવ્યા એ કથાની લૌકિક અનુકૃતિ આ વિધિમાં આપણને જોવા મળે છે. આ ઉપરથી કીથ એમ કહે છે કે વિદૂષકના પાત્રમાં સમક્રયણમાંના શુદ્રની સ્મૃતિ આપણને થાય છે. વિદૂષક વિકૃતાંગ હાય છે, તેનું કારણ આ અનુષ્ઠાનમાં જણાતી પરિસ્થિતિ સાથે સંલગ્ન હોવું જોઈએ. 19 કીથના ઉપર નિર્દિષ્ટ મતે હવે આપણે તપાસીએ. સૌથી પહેલાં તે એ જાણવું જરૂરી છે કે સંસ્કૃત નાટકોને ઉદય કેાઈ લૌકિક પ્રકારે નહીં, પણ પૂર્ણતઃ ધાર્મિક વાતાવરણમાં થયો એ સિદ્ધાંત આધુનિક સંશાધનોને લીધે દિવસે દિવસ વધુ માન્યતા પામે છે. તેથી સંસ્કૃત નાટને આરંભકાળ ઈસવી સન પૂર્વેના અનેક શતકે સુધી પાછળ ખેંચી શકાય છે. નાટ્યપત્તિમાં શિવદેવતાનું મહત્વનું સ્થાન છે. પ્રારંભમાં નાટકમાં નૃત્ય પણ આવતું, અને તાંડવ અને લાસ્ય એ નૃત્યના બે પ્રકારે શિવપાર્વતીએ આપ્યા એવી કથા ભરત અને કાલિદાસ આપે છે. અદ્યતન સંશોધને વડે શિવ આર્યપૂર્વ હોવાનું પુરવાર થયું છે. તેથી નાટકનો આરંભ આર્ય પૂર્વ કાળમાં થયે હે જોઈએ એમ માનવું જરૂરી છે. પણ આમ નાટકને આરંભ પ્રાચીન કાળમાં યજ્ઞય અનુષ્ઠાનમાં થયો એમ માની લઈએ તો પણ વિદૂષકનું મૂળ તેમાં હોવું એ જ નાટકની ધાર્મિક ઉત્પત્તિને પુરાવો છે, એવો જે કીથ સાહેબને આગ્રહ છે, તે કેટલે અંશે સાચે છે ? (અ) વિદૂષકનું ઋવેદમાંના વૃષાકપિ જોડે સામ્ય બતાવવું એટલે એ બંનેનો બાદરાયણ સંબંધ જોડવા જેવું છે, એમ જે કીથ માનતા હોય, તે મહાવ્રતમાંને બ્રહ્મચારી અને વિદૂષક એ બંનેને તથાકથિત સંબંધ તૂરાન્વયને જ પ્રકાર છે એમ કહેવું પડશે. ઐતરેય અને શાંખાયન આરણ્યમાં મહાવ્રત વિધિ આપવામાં આવી છે, પણ તેમાં બ્રહ્મચારી અને પુથલીને સંવાદ જણાતું નથી. કાત્યાયન શ્રતસૂત્રમાં “પુંથલી અને બ્રહ્મચારી એકબીજા ઉપર બૂમ પાડે છે એવું કહેવામાં આવ્યું છે. તેની સમજૂતી “બંને એકબીજાને ઉદ્દેશીને ઉગજનક ભાષણ કરે છે' એમ આપવામાં આવી છે.૨૨ લાદ્યાયન શ્રૌતસૂત્રમાં બ્રહ્મચારી અને પુંથલીએ યજ્ઞવેદીની આસપાસ ક્યાં ઊભા રહેવું, કઈ દિશામાં મેં કરીને પિતાના વાક્યો