________________ વિદુષક શૈધવું જોઈએ એવું કીથ સાહેબનું માનવું છે. તે દ્વારા વિદૂષકનું મૂળ તે મળી શકે, એટલું જ નહીં પણ તે યજ્ઞવિધિમાં જ મળે તે સંસ્કૃત નાટકને આરંભ ધાર્મિક વાતાવરણમાં થયો એ મૂળ કલ્પના વધુ સુદઢ બની શકે એમ હૈ. કથનું માનવું છે. આ સંદર્ભમાં જે મહત્વની વિધિને ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે સમયાગમાંની મહાવ્રત નામની વિધિ છે. શિશિરસંપાત વખતે સૂર્યને શક્તિ પ્રદાન કરીને, તેના બળ વડે પૃથ્વી ધનધાન્યથી પૂર્ણ કરવી એ આ વિધિ પાછળનો હેતુ છે, એમ કીથ આપણને જણાવે છે. આ વિધિમાંના કેટલાક ભાગે પહેલાં તે ખૂબ જ વિચિત્ર લાગે તેવા છે. દા. ત. યજ્ઞવિધિના એક ભાગ તરીકે બ્રહ્મચારી અને પં શ્રેલીને સંવાદ આવે છે. આ સંવાદમાં બંને એકબીજાને ગાળો આપે છે. આ વિધિની પ્રાચીન પદ્ધતિમાં તો તેમના મૈિથુનનો પણ સમાવેશ કરવામાં આવ્યું છે. પણ આ વિધિ પ્રતીકાત્મક હેઈ તેને હેતુ પૃથ્વીની સૃજનશક્તિ વધારવાનું છે. આગળ જતાં આવી ક્રિયા અનુચિત સમજવાથી યજ્ઞવિધિમાંથી તેને બાતલ કરવામાં આવી. ઉક્ત વિધિમાં વિદૂષનું મૂળ હોઈ તેમાંના બ્રહ્મચારીમાં વિદૂષકની મૂળ પ્રકૃતિ શેધી શકાય એવું ડે. કીથનું અનુમાન છે. તેમના જ શબ્દોમાં કહીએ તે વિદૂષકને યૌગિક અર્થ “ગાળો ભાંડનાર' એવો થાય છે, અને સંસ્કૃત નાટકોમાં ઘણીવાર રાણની દાસી અને વિદૂષક એકબીજાને ગાળે ભાંડતાં જણાય છે. આ સંદર્ભમાં મહાવ્રતની વિધિમાં આવતા બ્રહ્મચારી અને પુથલીના સંવાદને-કે જે યજ્ઞના એક અંગ તરીકે સ્વીકારવામાં આવ્યું છે, અને જેને પ્રતીકાત્મક અર્થ સૃજનશક્તિની પરિપુષ્ટિ, એ છે - ઉપેક્ષા મુખઈભર્યું કહેવાશે. 17 પંથલીને ગાળો ભાંડનાર બ્રહ્મચારી બ્રાહ્મણ છે. તે ઉપરથી સંસ્કૃત નાટકમાંના વિદૂષકના બ્રાહ્મણ હોવા વિશેની એક સમજૂતી આપણને મળી રહે છે, એ કીથને દાવો છે. વિદૂષક પ્રાકૃત કેમ બેલે છે તે વિશેની તેમની સમજૂતી આ પ્રમાણે છે. “વિદૂષકને નાટકમાં હંમેશાં બ્રાહ્મણ તરીકે જ બતાવવામાં આવે છે, અને તેનું જે ખાસ આકર્ષણ હોય, તે તે તેને ગાળ આપવાને સ્વભાવ છે. હવે, કેઈ બ્રાહ્મણ દેવવાણીમાં ગાળ આપે એવી કલ્પના જ કરી શકાય નહીં. ઉપરાંત, મહાવ્રત જેવા પ્રાથમિક સમાજાવસ્થામાંના યજ્ઞીય અનુષ્ઠાનમાં ભાગ લેનાર પંથલીને સંસ્કૃતમાં થતા ગાલીપ્રદાનને અર્થ સમજવો કઠણ છે. 18 - વિદુષકના સ્વભાવચિત્રમાં એક વધુ ધાર્મિક રંગ આપણને જોવા મળે છે, અને તે સમયાગની સમક્રયણ નામની વિધિમાંથી લેવામાં આવ્યો છે એમ કીથ