________________ વિદૂષક થયે એવો મત સ્વીકારવા જેટલું પુરાવે હજી ઉપલબ્ધ થયો નથી. એટલે કે આ વિચારસરણીમાં મૂળને પાયો જ કાચો છે. સામાન્ય માણસની વરિષ્ઠ જાતની મશ્કરી કરવાની પ્રવૃત્તિ ધ્યાનમાં લઈએ તે પણ એવી મશ્કરી ફક્ત બ્રાહ્મણ પૂરતી જ મર્યાદિત શા માટે રહે તે સમજવું મુશ્કેલ છે. બ્રાહ્મણે પ્રમાણે ક્ષત્રિય વર્ગ પણ વરિષ્ઠ હોવાને કારણે વરિષ્ઠોની મશ્કરી એ જ જે લોકનાટયને હેતુ હોય, તો તેમાંથી ક્ષત્રિયોને બાતલ કરવાનું કેઈ પ્રયોજન નથી છતાં વિદૂષક જેવા પાત્રમાં ક્ષત્રિયના વિડંબનની આછી પણ અસર જણાતી નથી. આ ઉપરાંત સંસ્કૃત નાટકમાં પ્રાકૃત ભાષાની યોજના શા માટે થઈ, અને વિદૂષક જેવાં પાત્ર પ્રાકૃત શા માટે બોલે છે, એને ઉકેલ શોધવા માટે તથાકથિત ગ્રામ્ય લેકનાટ્યને આશરો લેવાની જરૂર નથી. સંસ્કૃત નાટકમાંને ભાષાનો પ્રશ્ન બીજી રીતે ઉકેલી શકાય. તેનું અત્યંત સામાન્ય કારણ એ હતું, કે નાટયપ્રયોગોમાં કામ કરનાર નટવર્ગ સામાન્યપણે સમાજના નીચલા થરને હતા. તેમને માટે સ્વાભાવિક રીતે જ પોતાની બેલચાલની ભાષામાં—પ્રાકૃતમાં–ખેલવું સહેલું હતું. 3 (6) સંસ્કૃત નાટકને જન્મ ધાર્મિક વાતાવરણમાં થયો હેવો જોઈએ એ કલ્પના અનેક વિદ્વાનેને માન્ય છે. આ કલ્પનાને અનુસરીને આવેદમાંના સંવાદસૂક્તો સંસ્કૃત નાટકની શરૂઆતની અવસ્થા છે, એવો મત ઘણું વિદ્વાનોએ બતાવ્યું છે. આ સંવાદસૂક્તમાં વૃષાકપિસૂક્ત (ઋવેદઃ 10.86) નામનું એક સૂક્ત છે. તેમાંના વૃષાકપિમાં વિદૂષકનું મૂળ હેવું જોઈએ એવું લિંડનાઉએ બતાવ્યું છે.૧૪ - વૃષાકપિ ઈંદ્રને સહચર હેઈ તેણે ઇન્દ્રપત્નીને આપેલે ત્રાસ આ સૂક્તમાં વર્ણવે છે. પણ તે ઉપરથી વૃષાકપિમાંથી વિદૂષકને અવતાર થયે એમ કહેવું તર્કયુક્ત નથી, એવી ટીકા કીથે એ વિશે કરી છે. આ સૂક્તમાં આવતા વિષય જે આપણે ઝીણવટથી તપાસીએ તે કથની ટીકા અસ્થાને નથી એમ જણાઈ આવશે. વૃષાકપિ સુક્ત અત્યંત દુર્બોધ છે. એ સૂક્તનું ધ્રુવપદ અને સમગ્ર સૂક્તમાંથી વ્યક્ત થતે આશય તપાસીએ, તે ઇન્દ્રની મહત્તા પ્રસ્થાપિત કરી, પૈસાદારની વાહવાહ કરનાર સ્વાથી શ્રીમંતપૂજકે કરતાં નિખાલસ હૃદયને ગરીબ ભક્ત જ ઇન્દ્રને વધુ પ્રિય છે, એ પરિચિત વિષય આ સૂક્તના ઋષિએ લીધે છે. વૃષાકપિને ઇન્દ્રના પુત્ર તરીકે વર્ણવ્યો હોય, તે પણ તે ઈન્દ્રપત્નીને પુત્ર નથી. ૧૮મી ઋચામાં ઈન્દ્ર કહે છે કે “દાસ અને આર્યમાન ભેદ હું જાણું છું, અને તે હું જેતો આવ્યો છું.’ આ તેના ઉદ્ગારે પરથી વૃષાકપિ એ દાસવર્ગને પ્રમુખ હોય