________________ વિદૂષકની ઉત્પત્તિ 17 તેમાં વિદૂષકનું મૂળ ન હોઈ, એતદેશીય સમાજનું જે પ્રાચીન લેકનાટય, તેમાંથી આ પાત્ર વિકસ્યું હોવું જોઈએ એમ કહી શકાય –એવું માનવું અધિક યોગ્ય છે એમ ક્યૂલરસાહેબ માને છે. આ લેકનાટય તેની પ્રાથમિક અવસ્થામાં ઘણું ખરું પ્રહસનાત્મક હેવું જોઈએ, અને તેમાં વર્ણવેલાં પાત્રો તત્કાલીન સમાજજીવનમાંથી ઊતરેલાં હોવાં જોઈએ, એ ચક્કસ, બ્રાહ્મણ અને પુરોહિતના ધાર્મિક વર્ચસ્વ હેઠળ દબાયેલા સમાજને વરિષ્ઠ જાતિ વિશેને તિરસ્કાર વ્યક્ત કરવા માટે નાટક એ એકમેવ સાધન હતું, અને તેને ઉપયોગ લોકનાટ્યના આ વિશિષ્ટ લેખકેએ સારા પ્રમાણમાં કર્યો હોવો જોઈએ. વિષદૂકના રૂપમાં ભ્રષ્ટ અને તિરસ્કરણીય બ્રાહ્મણનું પાત્ર ચિતરેલાં આ અસુંદર પણ અસરકારક નાટકે લોકનાટય તરીકે ઉત્કૃષ્ટ વિડંબન સાહિત્યનું સ્થાન પામ્યાં એટલું જ નહીં, પરંતુ તે દ્વારા બ્રાહ્મણના વર્ચસ્વનું વેર વસૂલ કર્યાનું સમાધાન પણ તે દ્વારા લેખકોને પ્રાપ્ત થયું. ક્યુલરસાહેબ વધુમાં એમ માને છે કે જ્યારે આ લોકનાટય બ્રાહ્મણના હાથમાં આવ્યું હશે, અને તેને દરબારી સ્વરૂપ આપવાને તેમણે પ્રયત્ન કર્યો હશે, તે વખતે તેમને મેટી મુશ્કેલી નડી હશે. વિદૂષકનું પાત્ર કાઢી નાખવું તેમને માટે શક્ય ન હતું કારણ કે એ પાત્રે તે લોકેનાં મન જીતી લીધાં હતાં. એવી પરિસ્થિતિમાં આ બ્રાહ્મણ લેખકેએ મૂળ વિદૂષકના પાત્રમાંના ભડક અને અસહ્ય રંગે ઓછા કરી, તેના વિનદી સ્વભાવ ઉપર જ તેમણે વધુ ભાર મૂક્યો. વિદ્યમાન સંસ્કૃત નાટકમાં વિદૂષક મૂર્ખ અને કેવળ હાસ્ય નિર્માણ કરનાર પાત્ર કેવી રીતે બન્યું તે વિશેની મ્યુલરની મીમાંસા આ પ્રમાણેની છે. વિદૂષકની ભાષા પ્રાકૃત હેવી જોઈએ તેનું કારણ તેની ઉત્પત્તિની આ મીમાંસામાં છે. વિદૂષકની ઉત્પત્તિ બ્રાહ્મણે એ જે કરી હતી તે તેના મુખમાં શિષ્ટ સંસ્કૃત ભાષા તેમણે મૂકી હત. રાજદરબારમાંના તેમના શ્રોવર્ગની ભાષા પણ સંસ્કૃત જ હતી. બ્રાહ્મણ વિદૂષકના મુખમાં પ્રાકૃત ભાષા મૂકવાની વિસંવાદિતા આ લેખકેને સ્વીકારવી પડી તેનું કારણ એ હતું કે તેના પહેલાંની લેકનાટયની લોકપ્રિયતાએ વિદૂષક ઉપર કરેલી અસર અસંદિગ્ધ હતી, અને તેથી પ્રચલિત નાટકે ઉપર શક્ય તેટલા સંસ્કાર કરી તેને શિષ્ટ સ્વરૂપ આપવા સિવાય બ્રાહ્મણ નાટકકારે માટે બીજે કઈ માર્ગ જ ન હતા. આમ, ટૂંકમાં, સ્પેલરના મત પ્રમાણે ગ્રામ્ય પ્રાકૃત લેકનાટમાંથી અભિજાત સંસ્કૃત નાટક વિકસ્યું હોઈ, વિદૂષકની ઉત્પત્તિ આ લોકનાટયમાંથી થઈ હોવી જોઈએ. એટલે કે વિદૂષક એ બ્રાહ્મણ કવિની નિમિતિ હોઈ શકે નહીં. 12 યૂલરના ઉપરના મતે સ્વીકારીએ તે વિદૂષકને પ્રશ્નને ઉકેલ થવાને બદલે તેમાં ગૂંચવણ ઊભી થાય છે. ગ્રામ લેકનાટયમાંથી સંસ્કૃત નાટકનો ઉદય