________________ વિદૂષક ઉચ્ચારવાં, તથા તેની પુનરાવૃત્તિ ત્રણવાર કેવી રીતે કરવી એ વિશેને અહેવાલ પણ આપવામાં આવ્યો છે. 23 આ અહેવાલ ધ્યાનમાં લેતાં, આ ક્રિયા કેવળ પ્રતીકાત્મક હેઈ, યજ્ઞવિધિના એક ભાગ તરીકે જ તેની યોજના થઈ હોવી જોઈએ તે વિશે શંકા રહેતી નથી. આમ આ વિધિમાં નાટકનાં પાત્રોની કલ્પના કરવી બરાબર નથી. પણ સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે પુંથલી અને બ્રહ્મચારીના સંવાદમાં જે શબ્દ ટાંકવામાં આવ્યા છે, તે ભલે અશ્લીલ હોય તે પણ છે તે સંસ્કૃતમાં જઅને તેથી કીથ સાહેબે પ્રાકૃત માટે કરેલું અનુમાન ભૂલભરેલું કહેવાય. ઉપરના પુરાવાને આધારે બહુ તે આપણે એટલું જ કહી શકીએ કે ઘણી વખત સંસ્કૃત નાટકમાં વિદૂષક અને દાસી વચ્ચે થતી બોલાચાલીને ધાર્મિક વિધિઓનું પીઠબળ હોય છે ! (આ) વિદૂષક અને રાણીની દાસી એકબીજાને “અસલ ગાળો આપે છે એવું જે કથનું કહેવું છે, તે સંસ્કૃતનાં બધાં જ નાટકમાં જણાતું નથી. રાજશેખરના કપૂરમંજરી” નામક ઉત્તરકાલીન (.સ. ૧૦મી શતાબ્દિ) પ્રાકૃત નાટકમાં, અથવા તે જ લેખકની વિદ્ધશાલભંજિકા” નામની નાટિકામાં કીથના કહેવા પ્રમાણેની ગાળો જોવા મળે છે. “કપૂરમંજરી” નામના “સટ્ટકમાં, પહેલા અંકમાં દાસી અને વિદૂષકની તીખી તકરાર થાય છે, એમ બતાવ્યું છે. દાસીને રાણીનું પીઠબળ હોવાને લીધે તે વિદૂષકની ગમે તેવી મશ્કરી કરે છે. વિદૂષક પણ તેને ગાળ આપે છેઅને છેવટે ચિડાઈને પરાભૂત મનઃસ્થિતિમાં જતા રહે છે એવું એક દશ્ય એ નાટકમાં આવે છે. રાજશેખરના બીજા નાટકમાં પણ લગભગ એવો જ પ્રસંગ આવે છે. 24 પણ સામાન્ય રીતે સંસ્કૃત નાટકમાં જે જોવા મળે છે તે પ્રમાણે, દાસી ઘણી વખત વિદૂષકની મશ્કરી કરતી હોય છે, કાંતે તેના ખાઉધરાપણું બદલ તેને બોલતી હોય છે, અને વિદૂષક પોતાને પોતાની મશ્કરીનું ભાન હેવાને કારણે હેય, કાંતે દાસીની ધૂર્તતા તેને ખબર હોવાને કારણે હાય, પોતે દાસીના શબ્દોમાં ફસાઈ ન જાય તે માટે કાળજી લેતા હોય છે. વિદૂષક અને દાસીનાં પાત્રો સંસ્કૃત નાટકમાં પહેલેથી, એટલે કે અશ્વઘોષના જમાનાથી છે, તે છે જ. અશ્વઘોષે વિદૂષક સાથે ગણિકાને બેલાવી છે. મૃછકટિકમાં વિદૂષક વસંતસેનાની માની નિર્દય મશ્કરી કરે છે. આ પ્રકારના વિદૂષક સાથેના વિવિધ પ્રસંગે સંસ્કૃત નાટકમાં જોવા મળે છે. તે ઉપરથી શું સિદ્ધ થાય છે ? વિદૂષક અને દાસી જેવાં પાત્રોના મૂળ યજ્ઞવિધિમાં શોધવાની જરૂર ખરી ? વાસ્તવિક રીતે તે તત્કાલીન સમાજજીવનમાં નિબુ દ્ધ બ્રાહ્મણ, ગણિકા, તથા ઉદ્ધત દાસી જેવાં પાત્ર હંમેશનાં પરિચયનાં હોવાં જોઈએ, અને નાટકકારોએ આ પાત્રો રોજિંદા