________________ વિદૂષકની ઉત્પત્તિ (2) રેમન મૂકનાટરાની અસર ભારતીય નાટી ઉપર થઈ હેવી જોઈએ એમ શ્રી રાઈસ તથા ઈ. મ્યુલરહેલનું માનવું છે. આ મૂક નાટકમાંના કેટલાંક પાત્રોના નમૂનાઓ સંસ્કૃત નાટમાં દૂબહુ ઉતરેલા જણાય છે. દા. ત. ઝેલરાયપાસ નામના પાત્રનું શિકાર સાથેનું, અને માર્કસનું વિદૂષક સાથેનું સામ્ય તેમણે બતાવ્યું છે. ભારતીય નાટકેની ઉત્પત્તિ ગ્રીક નાટકની અસરને લીધે થઈ એવું પ્રતિપાદન ગંભીરતાથી કરવાની હવે કઈ જરૂરિયાત નથી. પાણિનિ અને પતંજલિના નાટકવિષયક ઉલલેખે, ભાસના નાટક, તથા બૌદ્ધ નાટયસાહિત્યના અવશેષે જેવી આધારભૂત સામગ્રી ઉપરથી એમ નિશ્ચિત થાય છે કે સંસ્કૃત નાટકને આરંભ પ્રાચીન કાળથી સ્વતંત્ર રીતે થયેલ છે. ભારત અને ગ્રીસને ઐતિહાસિક સંબંધ બતાવતે એકમેવ શબ્દ જવનિકા (અથવા યવનિકા) સંસ્કૃત નાટકમાં મળી આવે છે, પરંતુ જવનિકા કેવળ ગ્રીક સંસ્કૃતિ સાથે જ જોડાયેલ છે એમ કહી શકાય નહી. જવનિકા એટલે પડદે, પર્યાયથી તેને અર્થ પરદાનું કાપડ એવો પણ થઈ શકે. આ કાપડ ગ્રીક દેશનું નહીં, પણ ઇરાનમાંનું હાઈ, ગ્રીક દેશના ખલાસીઓ તેને પોતાના વહાણમાં ભારત લઈ આવ્યા, એવું સિકવન લેવી સૂચવે છે. ઉપરાંત ગ્રીક નાટકમાં મુખ્ય પરદે હતિ કે નહીં તે બદલ પણ શંકા છે. ઉપરાંત, યવનિકા શબ્દ દ્વારા નાટકને પરદો જ અભિપ્રેત છે એમ પણ ચોકકસ કહી શકાય નહી.કે તેથી ગ્રીક અને સંસ્કૃત નાટકમાં આપણને સામ્ય જણાય તે પણ તેમાં કાર્યકારણ ભાવ નથી. એ સામ્ય કેવળ આપણી કુતૂહલવૃત્તિ પોષી શકે એટલું જ કહી શકાય. ખરી રીતે તે સંસ્કૃત નાટકની કથાઓનું મૂળ અહીંના જ પૂર્વકાલીન સાહિત્યના ઇતિહાસમાં આપણને સ્પષ્ટ જણાય છે. મહાભારતાદિ મહાકાવ્યો તરફ જોતાં નાટયવસ્તુઓની કલ્પનાઓ ખરીદવા ભારતને બહાર જવાની જરૂર ન હતી એ સ્પષ્ટ જણાઈ આવે તેમ છે, અને એ દષ્ટિએ ગ્રીક અને સંસ્કૃત નાટકનાં વિવિધ પાત્રમાં જણાઈ આવતું સામ્ય મર્યાદિત અર્થમાં સમજાવવું શક્ય બને છે. તેથી સવ્સ કયુરેન્સ એટલે સેવક, અને આ સેવકનું વિદૂષકમાં રૂપાન્તર થયું એમ કલ્પનામાં પણ માની શકાય નહીં.૫ ટૂંકમાં, સંસ્કૃત નાટકોમાં ચિતરાયેલાં સાંકેતિક પાત્ર પ્રત્યક્ષ સામાજિક જીવનના વિવિધ સ્તરોમાંથી વિકાસ પામ્યાં હોવા જોઈએ એમ માનવું અત્યંત સ્વાભાવિક છે. (3) પ્રાચીન કાળમાં ભારતમાં કઠપુતલીનો ખેલ બતાવવામાં આવતું. આ કઠપુતલીના ખેલમાંથી નાટકની ઉત્પત્તિ થઈ હોવી જોઈએ એવું પિશેલનું માનવું છે. કઠપુતલીમાં કાગળની અથવા લાકડાની ઢીંગલીઓ બનાવી, તેમને “સૂત્રધાર”