________________ " વિદુષક , મદદ કરે તેમ નથી. પ્રાચીન બૌદ્ધ નાટકના જે લિખિત અવશેષો મળે છે, તેમની સ્થિતિ પણ તેવી જ છે. આ નવાં મળી આવેલાં નાટકોને ઉપગ નાટકનું મૂળ કાળદષ્ટિએ વધુ પ્રાચીન છે એમ બતાવવામાં થાય, તે પણ વિદૂષકનો ઉદ્ગમ અને વિકાસ સમજવા માટે તેઓ નકામાં છે. અશ્વઘોષ અથવા કાઈ બૌદ્ધ લેખકના શારીપુત્રપ્રકરણ” તથા “ગણિકાનાટક' જેવા નાટકમાં ચિતરેલું વિદૂષકનું પાત્ર સાંકેતિક છે. “શારીપુત્રપ્રકરણુંમાં શારીપુત્ર નામના નાયકના સહચર તરીકે વિદૂષક નાટકમાં આવે છે. તે પ્રાકૃત બેલે છે. કદાચ નાટકની ગંભીર કથાવસ્તુને હળવી બનાવવા માટે આ વિીિ પાત્રની રચના થઈ હોય. પરંતુ નાટકના અંતમાં નાયક જ્યારે બુદ્ધસંધમાં જોડાય છે, ત્યારે વિદૂષક જેવું વિનદી પાત્ર નાટકમાં ખલેલરૂપ થયું હોવાને લીધે જ જાણે તેને દૂર કરવામાં આવ્યું હોય એવું લાગે છે. અવધેષનું ગણિકાનાટક પણ આ બાબતમાં અપવાદરૂપ નથી. આ નાટકની રચના એક અભિજાત નાટકને અનુરૂપ છે. વિદૂષકનું તેમાંનું “કુમુદગંધ” નામ તે માટે સ્થૂલ પુરાવો છે. કુમુદગંધ' નામ ઉપરથી વિદૂષક બ્રાહ્મણ હોવો જોઈએ એ સ્પષ્ટ છે. વિદૂષકનું નામ કોઈ ફૂલ અથવા વસંત ઋતુ જેડે સંબંધિત હોવું જોઈએ, એ શાસ્ત્રનિયમને તે અનુરૂપ છે. તેથી જ ડે. કીથ આ પાત્ર વિશે કહે. છે, “આ પાત્રની યોજના એટલે નાટ્યલેખનને ચક્કસ સ્વરૂપે પ્રાપ્ત થવાનો પુરાવો છે, નહીં તે ધનિક વણિક અથવા તે અમાત્યને મિત્ર થવા ગ્ય એ વિદૂષક સત્ય શોધવા નીકળી પડેલ સંન્યાસીની બાંય પકડે એના જેવી મૂર્ખાઈભરી વાત બીજી તે કઈ હોઈ શકે? આ ઉપરથી એમ લાગે છે કે અશ્વઘોષના જમાનામાં જે નાટકે લખતા હતા, તેમાં વિદૂષકના પાત્રનું સ્વરૂપ પરંપરાગત નિયમોથી એટલું ચોક્કસ બનેલું હતું કે અશ્વઘોષ પણ તેને ટાળી શકે નહીં.' આમ ઉપલબ્ધ શાસ્ત્રીય ગ્રંથો અને વિવિધ નાટકેનો અભ્યાસ કરતાં, વિદૂષકના મૂળ વિશે કંઈ પણ માહિતી આપણને મળતી નથી. તેથી જ નાટકની ઉત્પત્તિની મીમાંસા કરી તેમાંથી વિદૂષકને પ્રશ્ન ઉકેલવા પ્રયત્ન કેટલાક વિદ્વાનોએ કર્યો છે. (1) ગ્રીક નાટ્યના પ્રભાવ હેઠળ સંસ્કૃત નાટકોને ઉદય થયો એ શ્રી. વિન્ડિશને મત હોવાને લીધે, તેમણે ગ્રીક નાટકના પિરેજાઇટ, સલ્સ કયુરેન્સ, અને “મિલેસ રિસસુર નામને પાત્રોની તુલના સંસ્કૃતના વિટ, વિદૂષક અને શિકાર સાથે કરીને, સવ્સ કયુરેન્સ એ ગ્રીક પાત્રમાંથી વિદૂષકની ઉત્પત્તિ થઈ હોય એમ બતાવ્યું છે.