________________ પ્રકરણ ૧લું વિદૂષકની ઉત્પત્તિ સંસ્કૃત રંગભૂમિ ઉપર લોકપ્રિય થયેલા પાત્ર પૈકી વિદૂષકનું પાત્ર મહત્વનું છે. વિદૂષકનો ઉદ્દગમ અને વિકાસ કેવી રીતે થયો તે જાણવા માટે ઈ પુરાવો ન હોવાને લીધે તે વિશે કલ્પના કરવા સિવાય આપણી પાસે બીજે bઈ રસ્તો નથી. પાશ્ચાત્ય દેશોમાં સુખાન્ત (comedy) જેવા નાટ્યપ્રકારોમાં જણાતાં “કુલાઉન' જેવાં પાત્રોની પરિસ્થિતિ જુદી છે. તેમનો અભ્યાસ કરવા માટે આપણને વિવિધ નાટક અને અન્ય વિવેચનાત્મક સાહિત્ય વિપુલ પ્રમાણમાં મળી રહે છે, અને તેથી ફલાઉન જેવા પાત્રોના ઉદ્ગમ અને વિકાસનો સંપૂર્ણ ઈતિહાસ બતાવવો આપણે માટે શક્ય છે. વિદૂષકની બાબતમાં એ પ્રકારને સાદ્યત ઈતિહાસ લખવો અઘરે છે. તેના બે મુખ્ય કારણ છે - ભરતના નાટ્યશાસ્ત્ર પછી અનેક શતકે સુધી શાસ્ત્રીય સાહિત્ય નિર્માણ ન થયું, અને પછીના મધ્યકાળમાં વિદૂષકની કુળકથા કહેવાને કેઈએ પ્રયત્ન ન કર્યો. ભરતે નાટકની ઉત્પત્તિ વિસ્તાર પૂર્વક વર્ણવી છે. પરંતુ નાટ્યપ્રયોગમાં વિદૂષક એક મહત્વનું પાત્ર છે એટલું જ લગભગ સ્વીકારી તે પાત્રના ઉદ્દગમ અને વિકાસની ચર્ચા છેડી દઈ, તેના નાટકીય વિશેષનું તથા તેના કાર્ય વિશેનું વિવેચન જ ભરતે કર્યું છે. આમ શાસ્ત્રીય ગ્રંથમાં વિદૂષક વિશે કોઈ માહિતી મળતી નથી. તેથી પ્રત્યક્ષ નાટકને અધ્યયન દ્વારા આપણે તે વિશે કંઈ મેળવી શકીએ કે કેમ એવો વિચાર કરીએ તો પણ આપણને નિરાશ થવું પડે છે, કારણ કે અભિજાત સંસ્કૃત નાટકમાં શરૂઆતથી જ વિદૂષકને વિનદી પાત્રનું બીબાંઢાળ સ્વરૂપ પ્રાપ્ત થયેલું આપણને જણાય છે. આ વસ્તુ જૂના સંસ્કૃત નાટકમાં પણ જોવા મળે છે. વીસમી સદીમાં સંશોધકોએ શોધેલા પ્રાચીન બૌદ્ધ નાટના અવશેષોમાં, તેમજ ત્રિવેન્દ્રમમાં મળી આવેલ ભાસના નાટકોમાં પણ વિદૂષકનું પરિણત સ્વરૂપ જ આપણને જોવા મળે છે. પછીના નાટ્યસાહિત્યમાં વિદૂષકની જે વિશેષતાઓ રૂઢ થઈ, તેની સ્પષ્ટ નિશાનીઓ આપણને ભાસના વિદૂષકમાં જણાય છે. ભાસે પિતાના “અવિમારક નામના નાટકમાં સંતુષ્ટ નામના વિદૂષકના પાત્રમાં એક વિવેદી અને પ્રેમાળ પાત્રની અભિનવ રચના કરી. તે જ પ્રમાણે શકે પણ મૈત્રેય નામના વિદૂષકની ઉદાત્ત વ્યક્તિરેખા સાકાર કરી. પરંતુ આ ઉદાહરણે વિદૂષકનું મૂળ શેધવામાં