________________ વિદૂષક : દેરીઓ વડે નચાવતે. આમાંની એકાદ ઢીંગલીને વિવેદી અને હાસ્યકારક રૂપ, આપીને પ્રેક્ષકનું મને રંજન કરવામાં આવતું. વિદૂષનું મૂળ આવા જ કેઈ વિવેદી પુતળામાં લેવું જોઈએ એવું પિશેલને લાગે છે. ' પરંતુ આ મત સ્વીકારી શકાય તેમ નથી. કઠપુતલીને ખેલ ગમે તે કહીએ તે પણ નકલી જ કહેવાય ! કઠપુતલીને ખેલ સ્વભાવતઃ અનુકરણાત્મક હેઈ, પ્રત્યક્ષ નાટકનું જ તેમાં અનુકરણ થતું હોવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તે પ્રત્યક્ષ નાટકમાંના જીવંત પાત્ર પુતળાના રૂપમાં બનાવી તેમની પાસેથી માનવી, હિલચાલ કરી બતાવવી એ જ કઠપૂતળીના ખેલમાં દર્શનીય ભાગ હોય છે, અને આવો ખેલ શક્ય થાય તે પહેલાં કઈ પણ રૂપમાં પ્રત્યક્ષ નાટક અસ્તિત્વમાં હેવું જોઈએ, એ હિલે બ્રાંટનું કથન બરાબર છે. તેથી જેમ જેમ નાટકને વિકાસ થતો ગયો તેમ તેમ નાટકની અનુકૃતિ કરવાના બહાને કઠપૂતલખેલને ઉદય થયો અને પછી તેને વિકાસ થયો એ કીથના પ્રતિપાદન વિશે શંકા કરી શકાય નહીં. વિદૂષકનું પાત્ર અસલમાં જીવંત રીતે નાટકમાં ઉતર્યું હોવું જોઈએ વિવેદી પૂતળાની પરિણતિ વિદૂષકમાં થઈ હોય એમ માની શકાય નહીં. (4) સંસ્કૃત નાટકનું મૂળ એતદેશીય પ્રાકૃત નાટકમાં લેવું જોઈએ એવું સિલ્વન લેવાનું માનવું છે. પ્રેમપ્રકરણમાં દૂતની ભૂમિકા કરનાર, તેમજ ધર્મનિષ્ઠાના પરદા પાછળ હલકું કામ ઢાકનાર ભ્રષ્ટ બ્રાહ્મણનું પાત્ર પ્રાકૃત નાટકોમાં બતાવવામાં આવ્યું હોઈ તેમાંથી જ સંસ્કૃત નાટકમાંને વિદૂષક તૈયાર થયે હોવો જોઈએ એવો તેમને મત છે. આ મુદ્દો અનેક દૃષ્ટિએ વિવાદસ્પદ છે. એક તે, પ્રાકૃત નાટકમાંથી સંસ્કૃત નાટકની ઉત્પત્તિ થઈ એ પુરવાર કરવું કઠણ છે. બીજુ કે, સંસ્કૃત નાટકમાં જણાઈ આવતા બધા જ વિદૂષકોની બાબતમાં પ્રેમ પ્રકરણમાં મધ્યસ્થ રહેનાર દૂત' એ પ્રકારનું વર્ણન લાગુ થઈ શકે નહીં. ઉપરાંત, વિદૂષક એટલે ભ્રષ્ટ બ્રાહ્મણનું વિડંબન એમ પહેલાં જ માની લઈએ તે પ્રાકૃત નાટકને સંસ્કૃતને ઓપ આપતા બ્રાહ્મણ નાટકકારોએ એ વિદૂષકનું પાત્ર એમને એમ જ કેમ રહેવા દીધું, એ શંકાનું સમાધાન કરવા માટે બલવત્તર કારણ આપવા જરૂરી છે. " (5) વિદૂષકનું મૂળ લોકનાટયમાં રહેલું છે, એવું કનેવનું માનવું છે. 11 આ મતને પુરસ્કાર સ્થૂલરે પણ કર્યો છે. સાહિત્યશાસ્ત્રમાં બતાવેલાં 'વિદૂષકના લક્ષણો કરતાં પ્રત્યક્ષ નાટકોમાં જુદા પ્રકારને વિદૂષક જોવા મળે છે, તેનું સમાધાનકારક કારણ, રાજ્યાશ્રય હેઠળ બ્રાહ્મણ લેખકે એ જે નાટકે લખ્યાં