________________
અને ઉત્થાન
૨૭ “અહે! આ બાળક કે ગુણિયલ! અને હું માટે કે અધમ! એણે એની ભુજાબળે ન્યાય પુરસ્સર આટલી મોટી રાજેશ્વરી સંપત્તિ મેળવી, ને મેં દો કરી. એનું રાજ્ય પડાવી લીધેલું! છતાં વિવેકથી મને કહેવરાવે છે કે “કાકા! તમે અત્યારસુધી રાજ્ય સાચવ્યું એ તમારે મોટે ઉપકાર! હવે હું રાજ્ય ચલાવવા લાયક થઈ ગયે છું, તે તમે રાજ્ય સોંપી નિરાંતે નિવૃત્તિ ભેગવે.” ત્યારે હું અધમ કે કે ચેરી પર શિરજોરી રૂપે એની સાથે લડવા આવ્ય! કેવી સુંદર એની ગુણિયલતા ! ને મારી કેવી જઘન્ય દુષ્ટતા! ખેર, હવે તે આ સામાના. ગુણ વિસરાવનાર અને જાતની દુષ્ટતા પોષનાર માટીની. માયાથી સયું! જડસંસાર ઊભા રાખું તે બુદ્ધિ ભ્રષ્ટ થાય ને? જોઈએ નહિ એ. શ્રીપાળના ગુણની કદરરૂપે પણ હવે ગુણનું જ જીવન-ધર્મમય જીવન મુબારક છે.”
બસ, ત્યાં ને ત્યાં જ સંસાર ત્યજી અણગાર થયા. ત્યાં શ્રીપાલે એમની ખૂબ ખૂબ ગુણસ્તુતિ કરી. ત્યારે હવે આ મહાત્મા તે શુભ અધ્યવસાયનું બળ વધારતાં વધારતાં આગળ ઉપર અવધિજ્ઞાન પામ્યા! વધતી ગુણાનુમેદના શુભ અધ્યવસાયને કેટલે ઊંચે લઈ જાય ?
અરે ! પિતાના પણ કઈ ખાસ ભેગ આપીને સાચવેલા ગુણ કે સુકૃતની જ શુદ્ધ અનુમોદના પણ શુભ અધ્યવસાયનું બળ વધારી મૂકે છે.