________________
૨૬
સમી જાનું પતન એટલે આ પ્રશ્ન ચાલ્યા કે “ગુણને જોસ કેમ વધારે ?”
આના એક ઉપાય તરીકે જિનાજ્ઞાની મમતા, દોષની પરલેક-નુકસાન-વિચારણું વગેરે વિકસાવવાં.
બીજા ઉપાયની વાત ચાલે છે કે ગુણનું મૂલ્યાંકન અને રસ વધારવા, જેથી ગુણપાલન એનું એ દેખાય છતાં અંદરના દેષ કપાતા રહી શુભ ભાવની તાકાત-વેગ જોરદાર હેય.
ત્રીજો ઉપાય આ છે કે ગુણની મમતા-ધગશ અને અનુમોદના એવી વધારવી કે દુશ્મનના પણ ગુણ ઉપર હૈયું ઓવારી જાય! ગુણ છે ને? ભલે વિરોધીને હોય, એ જિનભક્તિ, સાધુસેવા કરે છે ને ? બસ, એની અનુમેદના થાય, મમતા એવી થાય “કે આ મારા જિને આદરણીય-અનુમોદનીય કહેલ ગુણ છે, અને ગુણ તે. મારો તારણહાર છે. તે એ ગમે ત્યાં હોય તોય મારી ઉપાસ્ય ચીજ. એના તે હું ગુણ જ ગાઉં; આવી મમતા. -અનુદનાથી પણ આમાં જેસ આવે છે.
અજિતસેનની ગુણુનમેદના –
શ્રીપાલકુંવરના કાકા અજિતસેન શ્રીપાલ સાથેના યુદ્ધમાં હાર્યા. ત્યાં જુએ કે શ્રીપાલને દુશ્મન માનીને સામે લડેલા છતાં હવે એના ગુણની અનુમોદના કરતાં શુભ અધ્યવસાય કેટલા ઊંચા વિકસાવી રહ્યા છે? એ. વિચારે છે કે,