________________
અને ઉત્થાન
૨૫
ઘણા રસથી ધર્મશ્રવણ કરવાની સમકિતી આત્માને પ્રીતિ હોય. મનમાં સજજડ બેસાડી દીધું છે કે “જીવનમાં ધર્મ એ જ ચીજ છે, સાર છે, માલ છે, આત્માની સાચી કમાઈ છે, સાથે થનારી કમાઈમાં અંકે થનારી વસ્તુ છે. બાકી બધું તે એવાઈ જવાનું! તુચ્છ, અસાર, અને અપકારક ! માટે એની વાતમાં શું બહુ પડવું હતું ? તારણહાર ધર્મની વાતે જ સાંભળું, બહુ બહુ સાંભળ્યા કરું, જેથી આગળ ને આગળ ધર્મમાર્ગે મારા આત્માની પ્રગતિ રહ્યા કરે.”—આમ ભારે રસ ધર્મશ્રવણને હેય. એમાંય નવું નવું સાંભળતે જાય, તેમ તેમ રસ વધતે જાય. આવા રસને લીધે ધર્મશ્રવણને ગુણ કે વિકસે ? કે ગીના ધ્યાનની જેમ આ શ્રવણગુણમાં તન્મય બને? એ ગુણ ખીલે એટલે ચિત્તને શુભ અધ્યવસાય એની સાથે વિકસતા જાય.
આપણી વાત આ જ ચાલે છે ને? કે પેલા રાજકુમારને દુશ્મન સુભટના હલા સામે પિતાના શુભ અધ્યવસાય અને શીલથી રક્ષા કરવાનું મન થયું અને દુશ્મનના થંભી જવા પર વળી અધ્યવસાયનું જોસ એવું વધી ગયું કે ત્યાં જ એને અવધિજ્ઞાન પ્રગટ થઈ ગયું. ત્યારે એ જોસ કેવુંક આવ્યું હશે “શુભ અધ્યવસાયમાં વેગ શક્તિ કેવી રીતે વધતી આવે ?, એની વિચારણું ચાલે છે. એમાં આ વાત છે કે “કેઈ એક પણ ગુણમાં જેસ લાવવાથી અધ્યવસાયમાં જેસ આવે છે.”