________________
કમી રાજાનું પતન ઉ૦-તે એને તરત આ ઉત્તર કરવાને કે એ હિંસા પરિગ્રહ અને કષાયાદિ દોષ પર ઊભા છે માટે.
બસ, ગુણનો વિકાસ કરવા આ ઉપાય છે કે એની કદર કરે, એનું મૂલ્યાંકન ઊંચું ઊંચું આક્તાં જાઓ. એમ એને રસ, ધગશ, આનંદ વધારતા ચાલે.
આજના અજ્ઞાન માણસ ચિત્રપટ-સિનેમા જોઈને ખૂશ થાય છે ને? એક જુએ છે, પછી વળી બીજે જુએ છે, એમ કરતાં કરતાં એને રસ વધતું જાય છે. એમ બીડી-સિગારેટ વગેરે વ્યસનની આદત પડતાં એને રસ વધતું જાય છે. એમ પૈસાની કમાઈ થતાં એને રસ વધે છે. વેશ્યાગામીને એને રસ વધતું જાય છે. નવા ગામમાં જશે તે પહેલું પ્રિય શોધશે! દુનિયામાં ભિન્ન ભિન્ન વિષયમાં આવું થાય, તે ગુણ અંગે કેમ એવું ન બને? કેમ ન બનાવી શકાય? સહિષ્ણુતાદિ ગુણના પિષક પ્રસંગેમાં એ ગુણને રસ વધારતા રહેવું જોઈએ. એક ધર્મ શ્રવણને ગુણ, એમાં સમ્યગ્દષ્ટિ આત્માને રસ કેટલે? ઉપાધ્યાયજી મહારાજ કહે છે,–
તરુણ સુખી સ્ત્રી પરિવર્યો રે, ચતુર સુણે સુરગીત; તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની રીત.”
યુવાન માણસ, પાછે સુખી, સમૃદ્ધિ-વૈભવવાળે વળી પત્નીથી પરિવરેલે, અને ચતુર સમજદાર, એ દિવ્ય ગાંધર્વગીત કેવા રસથી સાંભળે ? એના કરતાં પણ અતિ