________________
રુમી રાજાનું પતન દેવતાઈ રજની નવાણું પેટી મળવાની ભવ્ય સમૃદ્ધિ વગેરેને પણ ત્યાગ પળવારમાં કરીને ખવા સુધી પહોંચ્યા.
ગુણવિકાસ કરે છે ? ભેગ આપીને પણ એ કેળવવાની હોંશ રાખે. સામાને દબાવવા-દબડાવવાના સંગ છે, શક્તિ છે. પણ એ જતું કરી જો ક્ષમા રાખી, તે એ ક્ષમાને પાવર વધી ગયે સમજે. કેમકે ભેગ આપે.
સુદર્શન શેઠે જાતને ને જાતની આબરૂને ભેગ આપીને પણ બ્રહ્મચર્ય ઉપરાંત અહિંસા-દયાને ખપ રાખે. તે એ ગુણના ગુણાંક વધી ગયા.
ધના અણુગારે માત્ર નવ મહિનાના તપમાં છઠુંછઠ્ઠને પારણે સુક્કા-લુખા આંબેલમાં ભારે ભેગ આયે, તે એને રસ-હોંશ—અનુમોદના એવા વધી ગયા, ગુણની માત્રા એવી વધતી ચાલી કે મહાવીર પ્રભુએ ચૌદ હજાર મુનિઓમાં નિત્ય ચઢતે પરિણામે એમને એકને જ આગળ કરી દેખાડ્યા.
ગુણવિકાસ માટે ગુણને રસ, હોંશ, અનુમોદના, કદર, ખૂબ ખૂબ વધારતા ચાલે.
ગુણની કદર વધતી એનું નામ કે તે તે ગુણની આગળ એની સામેના દેશ દુગુણ કે જડ ચેષ્ટા અને એનાથી થતા અર્થ-કામના લાભ તુચ્છ લાગે.
“પંચસૂત્ર શાસ્ત્રના બીજા સૂત્રમાં કહ્યું છે કે શ્રાવક પાંચ અણુવ્રત લે, અહિંસા-સત્ય વગેરેને સ્વીકાર કરે, પછી એની સુંદરતા, હિતકારિતા, ને સુખદ પરંપરાનુબંધિતા