________________
સૂત્રવિધાન
- જે આ લોકમાં ઉત્તમ શ્રુતના અર્થમાં રહેલી સુંગધને ન જાણી શકે, તે પછી અનેકવિધ સુગંધી પદાર્થોમાં આસક્ત થએલી નાસિકાને શો ઉપયોગ? જે વિવેક પૂર્વક વચન બોલે છે, તે જ અહીં ઉત્તમ હોઠ ગણાય છે, બીજા તે સ્થિર રહેલા જળકીડા-જંતુની પીઠ અને શંખ સરખા છે. આ લોકમાં ઉત્તમ શાસ્ત્રરસનું પાન કરનાર જિહવા હોય, તે જ સુંદર છે, બીજી તો દુર્વચન રૂપી તીક્ષ્ણ ધારવાળી નવી ઘડેલી છરી સરખી જાણવી. ગુણકથન કરવામાં તત્પર જે મુખકમલ હોય, તે જ પ્રધાન મુખ છે; બીજા તે દાંતરૂપી કીડાથી ભરેલ બિલ-દર સમાન કહેલા છે. જે પુરુષ શાસ્ત્રનું અધ્યયન, શ્રવણ કરે છે, પોતાની શક્તિ અનુસાર મુનિપણમાં ઉદ્યમ કરે છે, તે પુરુષ લકમાં ઉત્તમ જાણ. તે સિવાયના શિપીએ ઘડેલા પૂતળા સમાન જાણવા.
આ પ્રમાણે જિનશાસન પ્રત્યે ભક્તિવંત નીતિમાન પુરુષે મૂઢતા-અજ્ઞાનનો ત્યાગ કરીને સર્વાદરથી આત્મહિતની સાધનામાં ઉદ્યમશીલ બનવું. હવે પદ્મચરિત્ર રૂપ ઊંચા, મહાવીર ભગવંત રૂપ ગજરાજે નિર્માણ કરેલા માર્ગવિષે આજે પણ કવિ-કુંજરો પરંપરા પ્રમાણે અનુસરણ કરી રહ્યા છે. તે જ પ્રમાણે ઉત્તમ કવિ-કુંજરના મદની ગંધમાં આસક્ત ભ્રમર સરખો હું પણ તેમના માર્ગે મદબિન્દુમાં દષ્ટિ રાખતો પ્રવૃત્તિ કરું છું. આગમસૂત્રાનુસાર, સમગ્ર કાવ્ય-રસથી ભરપૂર, પ્રગટ સ્પષ્ટાર્થ યુક્ત, પ્રાકૃત ગાથાઓથી વિમલસૂરિએ રચેલું આ સંક્ષિપ્ત પદચરિત્ર તમે શ્રવણ કરો. આ ચરિત્ર–ગ્રન્થમાં આવતા વિષયોની અનુક્રમણિકા
આ પદ્મ-પુરાણમાં સાત અધિકારે વર્ણવ્યા છે-તે આ પ્રમાણે- ૧ જગતની સ્થિતિ, ૨ વંશની ઉત્પત્તિ, ૩ યુદ્ધ માટે પ્રયાણુ, ૪ સંગ્રામ, ૫ લવ અને અંકુશ પુત્રોની ઉત્પત્તિ, ૬ નિર્વાણ અને ૭ અનેક ભ. ત્રિશલા પુત્ર મહાવીર ભગવંતે સંક્ષેપથી કહેલ અનેક અધિકારવાળું આ પદ્મચરિત્ર તમે સાંભળે. આ ચરિત્રમાં નીચે જણાવેલા પ્રસંગોનું વર્ણન આવે છે
૧ વિપુલાચલના મનોહર શિખર ઉપર વિરભગવંતનું આગમન, ૨ ઇન્દ્રભૂતિ ગણધર ભગવતે શ્રેણિક રાજાને આ સમગ્ર કથા કહી, ૩ કુલકર વંશની ઉત્પત્તિ, ૪ લોક-વ્યવહાર પ્રવર્તાવનારી નીતિની સ્થાપના, ૫ ઋષભદેવ ભગવંતને જન્મ તથા મેરુ પર્વત ઉપર તેમને જન્માભિષેક, ૬ વિવિધ કળાઓને ઉપદેશ, ૭ લોકેના દુઃખનું નિવારણ, ૮ દીક્ષા, ૯ કેવલજ્ઞાન પ્રગટ થવું, ૧૦ તીર્થકરને અતિશ, ૧૧ પુષ્પ– વૃષ્ટિ, ૧૨ સર્વ દેવો અને અસુરોએ કરેલી પૂજા, ૧૩ નિર્વાણ, ૧૪ ઉત્કૃષ્ટ મોક્ષસુખનું સ્વરૂપ, ૧૫ ભરત અને બાહુબલિનું જેવા પ્રકારનું યુદ્ધ થયું તેનું વર્ણન, ૧૬ જાતિઓની ઉત્પત્તિ, ૧૭ વિવિધ વેષધારી કુતીર્થીઓના ગુણની ઉત્પત્તિ, ૧૮ વિઘદુ
-વિદ્યાધર વંશની ઉત્પત્તિ, ૧૯ મુનિઓમાં વૃષભ સમાન સંજયન્તને થએલા ઘોર ઉપસર્ગો તથા કેવલ–ઉત્પત્તિ, ૨૦ ધરણે કરેલ વિદ્યાનું અપહરણ, ૨૧ અજિતનાથને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org