________________
પઉમચરિય-પદ્મચરિત્ર
ગ્રન્થ-નામકરણ
જે ચરિત્રમાં અનેક પાત્રાના નામે ગૂંથાએલા છે, તેમજ જ સવ હકાકતા આચાયપરંપરાથી મને પ્રાપ્ત થએલ છે, તે પદ્ધ(રામ)ના ચરિત્રને કમસર સંક્ષેપથી કહીશ. જેમને ત્રણે કાળનું જ્ઞાન છે, એવા કેવલિજિનને છોડીને આ રામના ચરિત્રને સર્વ સંબંધ વર્ણવવા કેણ સમર્થ છે? જિનેશ્વરના મુખથી પ્રથમ અનેક વિકલ્પવાળા જે અર્થ નીકળ્યા, તેને ગણધર ભગવંતે ધારણ કરીને તેમાંથી સંક્ષેપ અર્થને ઉપદેશ પિતાના શિષ્યાદિકને આપ્યું.
આ પ્રકારની પરંપરાથી પૂર્વગ્રન્થના અર્થોની કમે ક્રમે ન્યૂનતા થવા લાગી. આવા પ્રકારના કાલ–સ્વભાવને જાણીને પંડિતજને કેપ ન કરે. અહીં વિષમ શીલવાળા અને પારકા દોષ ગ્રહણ કરવામાં તત્પર એવા કેટલાક પુરુષ હોય છે. તેમને સુન્દર વચને વડે ખુશ કરવા પ્રયત્ન કરીએ તો એક પણ ગુણ ગ્રહણ કરતા નથી. સર્વશે કહેલા અને જે પ્રમાણે આગમમાં કહેલા હોય, તેને અનુસરીને કવિજને કહે છે. શુ વજીની સેયથી વિંધાએલ મહારત્નમાં દોરે પ્રવેશ કરતા નથી? આ પર્ષદામાં લોકોનાં ચિત્તો અનેક પ્રકારવાળાં-અસ્થિર હોય છે, પવનથી કંપાયમાન વૃક્ષપત્રો સરખી અસ્થિર ચિત્તવૃત્તિઓને ગ્રહણ કરવા માટે કોણ સમર્થ થઈ શકે ? તીર્થકરો અને ગણધર સરખા સંપૂર્ણ શ્રુતધરો ય આ ત્રણ ભુવનને એકમત ન કરી શક્યા, તો પછી મારા સરખા મંદબુદ્ધિવાળાનું આ વિષયમાં શું ગજું?
જે કે લોકોનાં હદયની વાત જાણવી કઠણ છે. કારણ કે તેઓ ઘણું ફૂડ-કપટ કરવામાં ચતુર હોય છે. તે પણ મારા બુદ્ધિ-વૈભવનુસાર હવે હું કહીશ. આપણું આ શરીર અનેક રોગોથી ભરપૂર છે, જીવન વિજળીના ઝબકારા માફક ચંચળ છે, માત્ર કાવ્યગુણને રસ ચન્દ્ર, સૂર્ય અને ગ્રહમંડલ જ્યાં સુધી છે, ત્યાં સુધી સ્થિર રહેવાને છે. માટે આત્મસ્વરૂપ સમજનાર મનુષ્ય પોતાના હૃદયમાં મહાપુરુષનાં ગુણેકીર્તન કરવાને ઉત્સાહ નકકી રાખવો જોઈએ. શરીરના ભિન્ન ભિન્ન અવયવોની સાર્થકતા
ખરેખર તે જ કાન-એમ કહી શકાય કે, જે જિનેશ્વરના શાસનની વાણીથી પવિત્ર થએલા હોય, બીજા તો લાકડાના બનાવેલા વિદૂષકના કાન સરખા નામ માત્ર સમજવા. તે જ મસ્તક કહેવાય કે, જે મુનિધર્મને ઉપદેશ શ્રવણ કરીને ડોલવા લાગે, બીજા તે કોપરા વગરની કાછલી સરખું ગુણવગરનું જાણવું. જિનેશ્વર પ્રભુના દર્શન કરવાની ઉત્કંઠાવાળાં અને ઉદ્યત થએલાં નેત્રે જ પરમાર્થથી સુંદર અને પ્રશંસનીય છે, પરંતુ મિથ્યાત્વના કચરાથી મલિન બનેલાં નેત્રો તે ચિત્રકારે ચિન્નેલ સરખાં નિરઈક જાણવાં. જિનેશ્વરની કથા કરવામાં અનુરાગવાળા દાંતે જ કાંતિયુક્ત છે. બાકી તે મુખની બત્રીશીમાં બાંધેલા પત્થરના ટૂકડા જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org