________________ ભવનાં દુખિયારાં 17 ડડ્યો હતો. એના ચિંતનશીલ સ્વભાવને લીધે એ તત્ત્વ જલદી પ્રહણ કરી શકતી. તે વારે ઘડીએ કહેતી સાચા પ્રેમ માટે સાચી દયા જોઈએ. સાચી દયા માટે સાચો ત્યાગ જોઈએ. વનનો વાઘ ને રાફડાના ભોરીંગ પણ એ રીતે વશ કરી શકાય.” અને એને સાચો પ્રયોગ એણે માતંગ પર અજમાવ્યો હતો. મંત્રવેત્તા માતંગને પિતાને વારસ કે ઉત્તરાધિકારીને આપી જવાની ખૂબ ચિંતા રહેતી. વિરૂપા સાથે સંસાર માંડ્યાને વર્ષો વીત્યાં, પણ સંતાન પ્રાપ્તિ થઈ નહોતી. અને વળી માતંગનું ઘર કંઈ દરિદ્રીનું ઘર નહોતું. મહારાજા બિબિસાર અને રાજકુળના એના પર ચાર હાથ હતા. દ્રવ્ય તે મોં માગ્યું મળતું. માતંગ કલાવંત મયુર હતું. એને એકલાને જોઈને જ ઊંચ-નીચની કલ્પનાઓ મનમાંથી સરી જતી. આવો માતંગ પણ વિરૂપાને વશવત હતો. એણે કદી નિઃસંતાન વિરૂપાને પોતાના મનની ઈચ્છા જાહેર કરી દુભવી નહોતી. પણ ત્યાં તો એ ઈચ્છા કુદરતે પાર પાડી. માતંગ હમણાં ખૂબ રાજી રહેતું. આજે પણ રાજબાગમાંથી ઊતરેલાં અનેક ફળફૂલ લઈને એ વહેલ-વહેલે ઘેર આવ્યું હતું. વિરૂપાને ઘરમાં ન જોઈ એ ઓશરીમાં જ બેઠે બેઠે ફૂલ ગૂંથવા લાગ્યો. રાજગૃહીની ટૂંકી ટૂંકી શેરીઓ વટાવતી વિરૂપા જરા મોડી ઘેર પહોંચી ને બહાર ઓશરીમાં જ સુંડલ-સાવરણે મૂકી સીધી ઘરમાં ચાલી ગઈ. થોડીવારમાં ઘરમાંથી ધૂમાડો આવવા લાગ્યો. વિરૂપા ચૂલામાં ઈધન નાખતી હતી. - “હાશ, હવે તે રાહ જોઈને થાક્યો! મારા બે રૂપાળી પીળી ધમરખ જેવી કેરીઓ લટકી રહી છે ને આ જે તે ખરી ! લીંબડીએ કેવી પાકી ગલ જેવી લીંબોળીઓ ઝુમી રહી છે, ને આ મ-૨