________________ રેહિણેય 45. સ્વાસની ધમણ વધતી હતી. બધા માણસો પણ બે ભાગમાં વહેચાઈ ગયાં. વાતાવરણ ઉગ્ર બન્યું. સામસામાં હથિયારો નીકળી પડે તેવી ક્ષણ હતી અને પછી–ઉશ્કેરાયેલું આ ટેળું રક્તપાત વિના નહીં રહેવાનું. જુવાન રોહિણેય દાદાના મૃત્યુના શોકમાં નીચું માથું કરીને અત્યાર સુધી ખાટલા પાસે શાન્ત ઊભો હતો. એણે સમય જોયે. હાથીના ગંડસ્થળ જેવા પિતાના મસ્તકને એણે ઊંચું કર્યું. આંખના ખૂણું પરનાં બે આંસુને લૂછી નાખ્યાં, ને વચ્ચે આવી ઊભો. “ભાઈઓ, શાન્ત થાઓ! અત્યારે પૂજ્ય દાદાની આ ક્ષણે આપણને આવું ન શોભે!” ટોળું એકદમ શાન્ત બની ગયું. રોહિણેય વૃદ્ધ દાદાની પાસે ગયો, તેના શરીરને બે બાહુ વચ્ચે લઈને ધીરેથી પથારીમાં સૂવાડ્યું, અને દાદાના ચરણ પાસે ઊભે. રહી બલ્યઃ દાદા, આ આખો સમૂહ તમે મને સોંપતા જાઓ છો ને! દાદાજી, શાન્ત થાઓ. મૃત્યુની આ પવિત્ર પળે શા માટે અકારણું ક્રોધ કરે છે. આ પલ્લી, આ આખું જુથ, આ ધનમાલને માલિક તે તમે મને જ ઠરાવ્યો છે ને !" હા બેટા !" “તે મને જ પ્રતિજ્ઞા આપોને ! અને એ રીતે આપ મને પલ્લીપતિ તરીકેનો અભિષેક કરો ! આ બધાની વતી હું જ આપની પાસે પ્રતિજ્ઞા સ્વીકારું, એ જ ઉચિત છે. દાદાજી, મારા ડહાપણમાં ને બાહુબળમાં તો વિશ્વાસ છે ને !" મારો રોહિણેય તે લાખોમાં એક છે.”