________________ મગધનાં મહારને 127 “શ્રેણિપુત્ર મેતાર્ય અને ઉલ્લાનરક્ષક માતંગનું સ્વાસ્ય કેવું છે ?" મહારાજાએ નાગદેવને પ્રશ્ન કર્યો. સારું છે. મહારાજ, મગધની લાજ એ બે જણાએ રાખી !" અને વિરૂપા?” “હા, હા, એણે પણ જીવના સાટે મેતાર્યને જાળવ્યો, નહિ તે આજે રાજગૃહીને એકે દીવો થડ જલતે હેત.” ચાલો, આપણે સર્વે એમની ખબર લેવા જઇએ. એમનું જાહેર સન્માન થવું ઘટે !" મહામાત્ય પ્રસ્તાવ મૂક્યો. આગળ મહામાત્ય ને નાગદેવના અશ્વ, પાછળ મહારાજાનો અશ્વ અને પછી નવાં રાણીની શિબિકાઃ પાછળ માનવસમુદાયને કઈ હિસાબ નહતો. વિરૂપાના તુચ્છાતિતુચ્છ આવાસ તરફ મહા મહિમાવતો માનવસાગર ઊલટી રહ્યો. રાજા અને પ્રજાની આ હેતપ્રીત જેવા જાણે આકાશના દેવતાઓ પણ હાજર થયા હોય અને એમના પ્રકાશથી આખું નભોમંડળ ઝગઝગી રહ્યું હોય તેમ લાગતું હતું. સવારને સૂર્ય મધ્યાહે પહોંચતો હતો.