________________ 136 મહષિ મેતારજ પણ કુમાર કંઈ જવાબ ન વાળ. કુમારના સાથીદારો ને હિતસ્વીઓને આ વાત ન રૂચતી. તેઓ કોઈકવાર હિંમતપૂર્વક સલાહ આપતાઃ “કુમાર, આપણે પ્રવાસ કેવલ ધનલક્ષ્મી માટેનો નથી, પણ કુળલક્ષ્મી માટે પણ છે. અર્થ–કામની પ્રાપ્તિનું આ જીવન છે. ચતુર વ્યવહારીઆ કઈ દિવસ આવી માગણીઓ સામે નિરુત્તર રહેતા નથી. ગૃહવાસમાં એએકના રૂપને ભૂલાવે તેવી લલનાઓ ઊભરાતી ન હોય તો આ આટલા ધનવૈભવને અર્થશે ? દેશદેશની, વિવિધ દેહભાવાળી, રૂપમાં દેવાંગના સમી સ્ત્રીઓ તે કુશળ વ્યવહારીઆની શભા છે. અર્થ અને કામની પ્રાપ્તિ માટે આ પ્રવાસ એમ ને એમ નિરર્થક જવા દેશે મા !" તમારી સલાહ સાચી છે. એવી માગણીઓને જેમ તિરસ્કાર હું ન કરી શકું તેમ સ્વીકાર પણ કરી શકતો નથી. પ્રવાસનું મારું દૃષ્ટિબિંદુ ભિન્ન પ્રકારનું છે. આ માગણીઓને પ્રત્યુત્તર રાજગૃહીમાં પાછા ફર્યા બાદ જ અપાશે.” પણ આપણા સંબંધો આ રીતના જવાબથી ફાલતા ફૂલતા અટકશે. કુમાર, તમે કદાચ નહિ જાણતા હે, કે દેશદેશની અનેક કન્યાઓ પરણી લાવવાના આપણા રિવાજ પાછળ અત્યંત ગંભીર રહસ્ય છુપાયેલું છે. આપણે વેપાર વિશ્વાસને છે, અને અંગનો જ-આપણો જ માણસ વિશ્વાસુ રહી શકે. આ કન્યાના પાણિગ્રહણથી આપણે આટલા દૂરદેશાવરમાં વગર પ્રયત્ન આપણું એક અંગ ઊભું કરીએ છીએ, અને એ રીતે સંબંધથી બંધાયેલા સર્વે આપણી પીઠ પાછળ પણ આપણું હિતમાં જ વર્તવાના.” “અને આપણું અહિતમાં વર્તે તો આપણે એ કન્યાઓ પર જુલમ ગૂજારી તેમની શાન ઠેકાણે આણવાની. એમ ને !" કુમાર