________________ 308 મહષિ મેતારજ આવી ઘેર વેદનાની વેળાએ મુનિરાજ વિચારતા હતા “બિચારા સનીને શો દોષ! એને રાજભય છે. એને મન એ સાચો છે. મારા પર હિતબુદ્ધિથી આ કામ કરી રહ્યો છે. અને પેલા પંખીને પણ કયો દોષ ! એ તે ભૂલથી અખાદ્ય ખાઈ ગયું. એના પેટમાં ય ચૂંક આવતી હશે. એનું નામ દઈશ તે હજાર વાતે ય આ. સોની ઘાત કરતો નહિ અટકે ! ભલે ત્યારે એ બિચારું સુખી થતું !" મુનિ શાન્ત ઊભા હતા, પણ એમનું મનોમંથન પૂર્ણિમાની ચાંદની જોઈ સાગર ભરતીએ ચડે એમ ઉછરંગ ધરી રહ્યું હતું.