Book Title: Maharshi Metaraj
Author(s): Jaybhikkhu
Publisher: Sarabhai Nawab

View full book text
Previous | Next

Page 330
________________ સોનીને શે જ? 307 અને જેમ જવાબ ન મળતે ગયો, એમ એમ ભૂખ્યા વાઘની જેમ સુવર્ણકાર વિફરતો ચાલ્યો. એણે મુનિની જડતી લીધી. ત્યાં સુવર્ણજવ ક્યાંથી હોય! નક્કી એણે કયાંક છૂપાવી દીધા ! કે કાબેલ ! ખરે મુનિવેશ ધર્યો છે! વારુ, ચાલ તને પણ ઠીક ઠીક શિક્ષા કરું. ભવિષ્યમાં ય યાદ રહે કે પારકું ધન કેમ ચોરાય છે !" સુવર્ણકારે પાસે પડેલું વાધર લીધું. એને પાણીમાં ભીંજાવી જેટલું પહેલું થઈ શકે તેટલું પહોળું કર્યું. | મુનિરાજ શાંત નયને બધું નીરખી રહ્યા હતા. સુવર્ણકાર વાધર લઈ પાસે આવ્યો ને કચકચાવીને માથે બાંધ બાંધતે બે ચાલાક ચોર, આજે તને એવી શિક્ષા કરું કે તું જીવનભર ખો ભૂલી જાય! કેવો મીંઢો ! જાણે જબાન જ નથી. જેઉં છું કે હવે બેલે છે કે નહિ!” ગ્રીષ્મના મધ્યાહ્નને સૂર્ય નિર્દય રીતે તપી રહ્યો હતો. લીલું વાઘર સુકાવા લાગ્યું. તપથી કૃશ થયેલી કાયાવાળા મુનિરાજને લાગ્યું કે કોઈ મહા અજગર પિતાના મસ્તકને ભરડે લઈ રહ્યો છે, હમણાં હાડ ને અસ્થિનું ચૂર્ણ કરી નાખશે. મસ્તિષ્કમાં વીજળીના કડાકા ને વેદનાના અસહ્ય તણખા ઝગવા લાગ્યા હતા. નિર્બળ કાયા ત્રાસથી ધ્રુજી ઊઠી. સુવર્ણકારને લાગ્યું કે હવે શિક્ષાની અસર થઈ રહી છે. એના મેં પર હાસ્યની ઝીણી રેખા ફરકી. છતાં એ ધ્રુજારી ક્ષણિક હતી. ફરી મુનિરાજ સ્વસ્થ થઈ ગયા. બીડાયેલું મેં દૃઢ બન્યું, પણ હવે તે જડબાં નીચે ય જાણે ધરતીકંપના આંચકા લાગતા હોય એમ એ ખડભડતાં હતાં.

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344