________________ અર્પણ 315 “ક્ષત્રિયની પુત્રી રડે ? એને પતિ રણમાં રોળાય તો એ તે અમર સૌભાગ્ય પામે. પુત્રી, તારે પતિ તો સામાન્ય રણમાં રોળાયો નથી. જે યુદ્ધમાં ભલભલા યોદ્ધાઓ હારી જાય છે, અરે, જે યુદ્ધમાં તારા આ વૃધ્ધ પિતાએ હાર ખાધી છે એમાં એ જીતી ગયો છે.” મગધરાજનું દિલ આ શબ્દો બેલતું હતું. તેઓએ અનુક્રમે બધી સુંદરીઓની પીઠ પર હાથ મૂકી પુત્રીવત પંપાળતાં કહ્યું: “જાઓ, શેક તજી દે ! આવાં મૃત્યુ કંઇ રડવાને યોગ્ય નથી. આજે તો ખુદ મૃત્યુનું મૃત્યુ થયું છે. જ્ઞાતપુત્રની આવી જીવદયા કેણ જીવી બતાવશે ?" સેવકોએ ગુનેગારને પકડી આ. મગધરાજે મુનિ મેતારજના જીવનની પ્રશંસા કરતાં કહ્યું “એ તો ચારે પુરુષાર્થ સાધ્યા. એવા જવલંત જીવનની પાછળ એને કારણે શિક્ષા ન હોય. ભલે, જે વેશથી મેતારજ સંસારસાગર તરી ગયા, એ વેશને એને પાપી દેહ અપનાવી પવિત્ર બને. ભલે સાચો પશ્ચાત્તાપ સુવર્ણકારને સાચો સાધુ બનાવે !" સુવર્ણકાર મુક્ત બને. રાજગૃહી નગરીએ સાચા જીવનસાફલ્યને એ દહાડે પ્રત્યક્ષ કર્યું. અનેકને તાર્યા. જીવન કરતાં મૃત્યુથી મેતારજ દુનિયાને મહામૂલે બેધપાઠ આપી ગયા. “મહાતપોપતીર'ની પાસે વિરૂપા ને શેઠાણીની સમાધિઓ પાસે, મુનિ મેતારજને અગ્નિ દેવાય. એ અગ્નિ અલૌકિક હતા. એના તાપે ઘણું ય માનવીઓને પવિત્ર બનાવ્યાં.