Page #1
--------------------------------------------------------------------------
________________ | ਦੇ ਜਾ ਸਕੇ / '
Page #2
--------------------------------------------------------------------------
________________ - શ્રી જૈન પ્રાચીન સાહિત્યોદ્ધાર ગ્રંથાવલિ૧૯ મું પુષ્પ * મને આ મી, માણેકલાલ ચુનીલાલ શાહ જે પી.નાથા એ સૌ. કમળાબેન માણેકલાલ ચુનીલાલ શાહ સીરીઝ મણકે જ છે. ' છે : " . . મહર્ષિ મેતારજ [ ક્રાન્તાદશી ભગવાન મહાવીરના સમપણપ્રધાન યુગની વાર્તા ] : લેખક : જયભિખુ : પ્રકાશકે સારાભાઈ તવાબ નાગજીભૂંદર પળે અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________ [ સર્વહકક પ્રકાશકને સ્વાધીન ] કિ. અઢી રૂપિયા આષાડ, 1997 પ્રકાશક: સારાભાઈ નવાબ : નાગજીભૂદરની પાળ અમદાવાદ. મુદ્રક : મણિલાલ કલ્યાણદાસ પટેલ, ધી સૂર્યપ્રકાશ પ્રિન્ટિંગ પ્રેસ, પાંચકુવા દરવાજા બહાર, અમદાવાદ
Page #4
--------------------------------------------------------------------------
_
Page #5
--------------------------------------------------------------------------
________________ શ્રીયુત માણેકલાલ ચુનીલાલ શાહ જે. પી. અ. સૌ. કમળા-હેન માણેકલાલ ચુ. શાહ
Page #6
--------------------------------------------------------------------------
________________ * શેઠ માણેકક્લાલ ચુનીલાલ શાહ જે. પી. - તથા તેઓશ્રીનાં ધર્મપત્ની અ. સૌ. કમળાબેનના કરકમળમાં પ્રકાશક
Page #7
--------------------------------------------------------------------------
_
Page #8
--------------------------------------------------------------------------
________________ પ્રકાશકનું નિવેદન ^^^ ^ ^ ^ ww શ્રી જેને પ્રાચીન સાહિત્યોદ્ધાર ગ્રન્થાવલિના ઓગણીશમાં પુષ્પ તરીકે અને શેઠ માણેકલાલ ચુનીલાલ શાહ જે. પી. તથા અ. સૌ. શ્રીમતી કમળાબહેન માણેકલાલ ચુનીલાલ શાહની સિરીઝના ચોથા મણકા તરીકે પ્રાતઃસ્મરણીય શ્રી મેતારજ મુનિવરનું જીવનચરિત્ર “મહર્ષિ મેતારજ” ના નામથી નવલકથાના સ્વરૂપમાં જનતા સમક્ષ મૂકવા હું પ્રેરાયો છું. મારી ગ્રન્થાવલિના સોળમા પુષ્પ તરીકે પૂજ્ય શ્રીધૂલિભદ્રજીના જીવન અંગેની નવલકથા “કામવિજેતા શ્રોસ્થૂલિભદ્ર”ના નામથી મેં ચાલુ વર્ષના બીજા જ (ભાઈબીજના) દિવસે જે લેખક પાસે લખાવીને રજૂ કરી હતી, તે જ લેખકની કસાએલી કલમથી લખાએલી આ બીજી નવલકથા હું માત્ર સાડા આઠ માસના અંતરમાં પ્રસિદ્ધ કરી શક્યો હોઉં તો તેને યશ આ નવલકથાના લેખકને તથા ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલયના માલિકે : ભાઈશ્રી શંભુલાલ જગશીભાઈ તથા શ્રીયુત ગોવિંદલાલ જગશીભાઈના સુપ્રયત્નને આભારી છે. | મારા છેલ્લાં ત્રણ વર્ષનાં લગભગ બધાં જ પુસ્તકે જેમ મેં શેઠ માણેકલાલ ચુનીલાલ શાહ જે. પી. તથા તેઓશ્રીનાં ધર્મપત્ની. - અ. સૌ. કમળાબહેન માણેકલાલ ચુનીલાલ શાહને અર્પણ કરેલાં છે, " તેમ આ પુસ્તક પણ તેઓશ્રી (દંપતી) ને જ અર્પણ કરવામાં આવ્યું
Page #9
--------------------------------------------------------------------------
________________ છે અને ઈચ્છું છું કે તેઓશ્રી મારી આ માગણને પણ સ્વીકાર કરશે જ. આ ગ્રંથને સર્વાગ સુંદર રીતે લખી આપવા માટે શ્રીયુત બાલાભાઈ વીરચંદ દેસાઈ (શ્રી. જ્યભિખ્ખ)ને, સમયસર છાપકામ કરી આપવા માટે સૂર્યપ્રકાશ પ્રિ. પ્રેસના માલિક શ્રીયુત મૂળચંદભાઈ ત્રિ. પટેલ, ચિત્રો તથા જેકેટની સુંદર આકર્ષક ડીઝાઈન બનાવી આપવા માટે ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર મુરબ્બી શ્રી રવિશંકર રાવળને તથા જેકેટ અને ચિત્રો છાપી આપવા માટે કુમાર પ્રિન્ટરીના મેનેજર મુદ્રણકલાવિશારદ સ્નેહી શ્રી બચુભાઈ રાવતને પણ અત્રે આભાર માનવાની તક લઉં છું. સાબરમતી (અમદાવાદ) તા. 11--41 સારાભાઈ નવાબ
Page #10
--------------------------------------------------------------------------
________________ લેખકનું નિવેદન ** સાંપ્રદાયિક વાતાવરણની વધુ વાર્તાઓ ન લખવાને અનેક સજન મિત્રોને આગ્રહ છતાં, “કામવિજેતા શ્રી યૂલિભદ્ર " પછી શ્રી સારાભાઈ નવાબ દ્વારા આ મારી એક અન્ય નવલકથા બહાર પડે છે. આમ મિત્રના આગ્રહથી અળગા રહેવાનું કારણ, એજ છે કે મેં જૈન ધર્મને કદી સંપ્રદાય માન્ય નથી, ને મને એનાં તોમાં કોમવાદની કદી ગંધ આવી નથી. ધર્મનું એક માત્ર ધ્યેય–સ્વભાવે પશુતાના પાડોશી બનતા માણસને માનવધર્મ શીખવવાનું છે. એ જે દ્વારા થાય તે ધર્મ છે, અને તે ખરેખર આદરણીય છે. જૈનધર્મે એ હાંસલ કરી બતાવ્યું છે. જૈનધર્મ વિશાળ ધર્મ છે, ને એ વિશાળતાને દર્શાવવાનો આ. મારી બે નમ્ર નવલકથાઓનો દાવો છે. ખુશી થવા જેવી બીના છે, કે એ દાવાને અનેક જૈન તેમજ જૈનેતર વાચકેએ પ્રથમ પુસ્તક શ્રી ધૂલિભદ્રને સાધોપાત વાંચીને પોતાનો ટેકો આપ્યો છે. અને એ જ બળે આ બીજી નવલકથા સર્જાઈ છે. આ નવલકથાના નાયક મહર્ષિ મેતારજ શ્રી ધૂલિભદ્રની જેમ સુપ્રસિદ્ધ પુરુષ નથી. ઇતિહાસને એમને બહુ ઓછ–નગણ્ય ટેકે છે.
Page #11
--------------------------------------------------------------------------
________________ ને સમાજમાં ય “સમતાગુણના દષ્ટાંત સિવાય એમને વિશેષ સ્થાન મળ્યું નથી. ઘણું ઘણું ગ્રંથના અવલોકન બાદ એમના વિષે થોડીઘણી લીંટીઓ અને એકાદ બે અધૂરી સજઝાયો માત્ર મેળવી શકાઈ છે. મને લાગે છે, કે છેલ્લા વખતની ધર્મજડતાએ એ જીવનને બની શકયું તેટલું ગોપવ્યું હશે, અથવા અનેકાનેક સ્વસ્વમતપોષક વાદવિવાદ ઉપજાવી ગૌણ કરી મૂક્યું હશે. મારે અને મહર્ષિ મેતારજને સંયોગ અણધાર્યો થયેલ છે. પેટ પૂરવાની રોજગારીની રોજિંદી ધમાલમાં “સ્વાધ્યાય'ને સદા એ છો અવકાશ મળ્યા કર્યો છે. છતાં ય એકવાર આડાંઅવળાં પાનાંઓ ફેરવતાં આ શદ્ર મુનિ હાથ પર આવી ગયા. આવતાંની સાથે જ એણે આકર્ષણ કરી લીધું. નાનું શું જીવન છતાં કેવું રંગબેરંગી ! કેવું તેજસ્વી ! ધર્મ, અર્થ, કામ ને મોક્ષઃ ચારે પુરુષાર્થને કેવાં ચરિતાર્થ કરી જાણ્યાં ! જાણે માનવીની રાજની પ્રાર્થનાઓનું સ્વમ ! જેટલી ઝડપથી એણે આકર્ષણ કર્યું એટલી ઝડપથી જ એણે એક સાપ્તાહિક પત્ર માટે દશેક અઠવાડિયાં ચાલે તેટલું વાર્તાસ્વરૂપ લઈ લીધું. આ પછી “સ્થૂલિભદ્ર' જગ્યું, પણ એથી પેલા શુકમુનિની વાર્તા આછી બનવાને બદલે વધુ જીવન પામતી ગઈ. કથાનાયકનું જીવન તો સાવ અલ્પ હતું, પણ એમાંથી નવક્રાન્તિનાં અનેક બળોનું દર્શન લાધતું ચાલ્યું. એ શમુનિની આસપાસ જીવતી વ્યક્તિઓના વ્યક્તિત્વનું જાદુ થયું. સ્થાવાદના પરમ પ્રચારક જ્ઞાતપુત્ર મહાવીરની ઉપદેશધારા ક્યાં ક્યાં ને કેવી કેવી રીતે વહી હતી, તેનું એક સળંગ દર્શન પ્રાપ્ત થયું. અને એ બધામાંથી આજના યુગને માટે ગુરુમંત્ર સમાન એક બોધપાઠ મળ્યો. જે યુગમાં માનવી માત્રને મન સમર્પણ ભાવના–કંઈ કરી જવાની તમન્ના હોય છે, એ યુગ જ મહાન હોઈ શકે છે. દ્રવ્યલેભ, સત્તાલોભ કે કીર્તિભ કરતાં માનવી માનવી માટે કરવામાં
Page #12
--------------------------------------------------------------------------
________________ મહત્તા સમજતો હોય, ત્યાગ એ જ ધર્મ હોય ત્યારે જગત નવક્રાન્તિનાં દર્શન પામી શકે છે. મને લાગે છે કે ભગવાન મહાવીર ને ભગવાન બુદ્ધને એવો સમર્પણભાવના પ્રધાન યુગ હતો. અને એનું જ કારણ છે, કે એ યુગે જે આપ્યું છે, એ આજે બે હજાર વર્ષ વીત્યે હજી કઈ આપી શક્યું નથી. આ નવલકથાને કાળ અહિંસાના પરમ ઉપદેશક મહાન તપસ્વી જ્ઞાતપુત્ર મહાવીરની યુવાનીને છે. આમાં નાયક મેતારજ છે, છતાં એનું જીવન એટલું સ્વલ્પ મેળવી શકાયું છે કે ઘણીવાર એનું નાયક પદ ઝાંખું પડતું જાય છે. કેટલીકવાર એ અન્ય પાત્રાની પીઠ પાછળ પડી જાય છે. છતાં ય બધે એના જીવનસૂરનો એક તંતુ ચાલ્યો આવે છે, જે વાતાવરણને વિકસાવે છે. નાયકની આ દશા છે, જ્યારે નાયિકાનું તે ઠેકાણું જ નથી. વિરૂપા, શેઠાણ, દેવદત્તા, ચેલ્લણ, સુલસા ! સહુ સહુના વખતે સહુ પ્રમુખપદ મેળવે છે ને પછી લુપ્ત થઈ જાય છે. છતાં ય સમર્પણની ધારા વહાવતાં એ સ્વલ્પ તે ય રસભર્યા જીવનમાંથી મારા જેવો એક આખી નવલકથા રચી શક્યો, એ ઓછું નથી. મને લાગે છે, એમાં મારી કલમની મહત્તાને બદલે એ જીવન સાથે જડાયેલા રાખવાની પાત્રોની જીવન્ત અભુતતા છે. કર્મશર ને ધર્મશ્ર રોહિણેય, અલબેલી મેતરાણું વિરૂપા, છેલ છબીલો માતંગ, નૃત્યકુશળ દેવદત્તા, પ્રબલ પરાક્રમી મગધેશ્વર ને બુદ્ધિનિધાન મહામંત્રી અભયઃ આ પાત્રો તે કેઈકુશળ શિપીને હાથે કંડોરાવાને ગ્યા છે, અને સાચો ક્રાન્તિદીપ પેટાવનાર જ્ઞાતપુત્ર મહાવીરના જ્ઞાનબલ ને તબલપૂર્ણ જીવનને તે કઈ સંજીવની કલમને સ્પર્શ કરાવવાની વાર છે. પણ શેકની વાત એ છે કે સંપ્રદાયજડતાએ આ વાત કોઈને સૂઝવા દીધી નથી, કોઈને સૂઝી છે તે સર્જવાની એને તમા નથી. અને એનું જ આજે પરિણામ આવ્યું છે કે વિવેચક સારા કે નરસા
Page #13
--------------------------------------------------------------------------
________________ પણ સંપ્રદાયને લગતા એવા પુસ્તકને જોઈ “રાતું કપડું જોઈ ભેંસ ભડકે” એમ ભડકી ઊઠે છે. તેઓ સંપ્રદાયને નામે સારા પુસ્તકને પણ તુચ્છકારીને અવમાનતાની ટેપલીને હવાલે કરે છે. મારી આ નવલકથાકારા જેનેને પોતાની પૂર્વ મહત્તાનું ભાન થાય ને એ માર્ગે કંઈ રચનાત્મક પ્રયત્ન સેવે; તેમજ જૈનેતર વાચકો આને જરા પૈર્યથી અપનાવે તે મારા શ્રમને સફળ લેખીશ. અંતે યુદ્ધકાળની મોધવાર્ટીના આવા કાળમાં જૈન સમાજના જાણીતા પ્રાચીનકળાના ઉપાસક શ્રી સારાભાઈ નવાબે જે સાહસ ખેડ્યું છે, તે માટે તેમને આભારી છું. પટેલનો માઢ માદલપુરા : એલિસબ્રીજ અમદાવાદ તા. 11-7-45, જ યુભિ ખુ?
Page #14
--------------------------------------------------------------------------
________________ અનુક્રમણિકા 166 . 1 પૂર્વ કે પશ્ચિમ 3 15 જ્ઞાતપુત્રને ચરણે 2 ભવનાં દુઃખિયારાં 13 16 મોહપાશ 190 3 કર્મની ગત 17 રંગમાં ભંગ 221 18 પ્રેમની વેદી પર 4 પરસૃતિકા 19 કાળે આકાર 233 5 રેહિણેય 20 કેણું સાચું ? 242 6 અજબ પુરુષ 21 સ્વર્ગલોકમાં 254 7 રાજવાર્તા 22 મગધરાજને જામાતા 2 67 8 હજારમાં એક 9 કીતિ ને કાંચન 23 જીવનશુદ્ધિ ર૭૫ 90 24 પાણી પહેલાં પાળ 284 10 જગતનું ઘેલું પ્રાણી 103 25 બંધનમુક્તિ 11 મગધનાં મહારને 115 26 કાળચક્ર 12 અભૂતપૂર્વ 128 27 સોનીને શ ષ ! 302 13 પુણ્યપ્રવાસ 133 28 અર્પણ 309 14 હાથતાળી 153 29 ગુ—શિષ્ય શ્રી રવિશંકર રાવળકૃત ત્રણ ચિત્રો 291 298 31 6
Page #15
--------------------------------------------------------------------------
_
Page #16
--------------------------------------------------------------------------
_
Page #17
--------------------------------------------------------------------------
________________ * * * 32 દિષ્ટ દ લ kti : 18 1 1 & દ્ર ની * * % * + ' ('C', * ર ' : ")" છે ;લ 1 / પIII ' - : (પA - - : : * * * 8 - ર3 ) < મહર્ષિ મેતારજ ચિત્રકાર રવિશંકર રાવળ
Page #18
--------------------------------------------------------------------------
________________ મ હર્ષિ મેતા રજ
Page #19
--------------------------------------------------------------------------
_
Page #20
--------------------------------------------------------------------------
_
Page #21
--------------------------------------------------------------------------
________________ આ જ છે જ ' રજી કરીને જી . રીતે જે : - છે. પૂર્વ અને પશ્ચિમ” કુમાર પ્રિન્ટરી * અમદાવાદ
Page #22
--------------------------------------------------------------------------
________________ પૂર્વ ને પશ્ચિમ [1] થનગન વનમાં નાચે વસંતડી હૈયાની જ મારી હલે-ખુલે.” ન્હા. દ. રોજ પ્રાતઃકાલે રાજગૃહીની ઐશ્વર્ય ભરી શેરીઓમાં એક મીઠો સ્વર સંભળાતો. પ્રભાતની મંદ મંદ પવન–ડેરો પર સવાર થઈને, જનશન્ય વીથિકાઓમાં થઈને વહેતે આ મધુર ગીત–સ્વર સૂતેલાં નર-નારીઓની કાગાનીંદરમાં ઔર મિઠાશ પૂરત. ધીરે ધીરે સ્વચ્છ થતા જતા આકાશના આંગણ પર અદ્ભુત ચિતાર અરણ, કુમકુમનાં છાંટણાં છાંટીને વિદાય લેવાની તૈયારી કરતે કે તરત આ ગીત–સ્વર સંભળાતે. દૂર દૂર આંબાવાડિયાઓમાંથી વહ્યો આવતે કોયલને ઉન્મત્ત ટહૂકાર, થોડે દૂર આવેલાં વ્રજ-ગેળાનાં ઘમ્મર વલોણું ફેરવતી ગેપકન્યાઓના મીઠા કંઠસ્વરો, અને તે બધાની સાથે ભળીને વહ્યો આવતો આ સૂર અપૂર્વ સ્વરમાધુરી ધારણ કરતે. અને આ સૂર પણ કંઈ એકલે જ નહતો વહેતે. તાલબદ્ધ ઘરઘરાટનો ધ્વનિ પણ સાથે સાથે આવતો. પરેઢિયાની તંદ્રામાં પડેલા
Page #23
--------------------------------------------------------------------------
________________ 4 મહર્ષિ મેતારજ રસિક જનોને વાદળોના ધીમા ગડગડાટ પર સવાર થઈને કઈ પરી ટહૂકતી ચાલી જતી હોય એવી કલ્પના ઊગી આવતી. પણ કલ્પનાને ઉપભોગ પૂરે થાય તે પહેલાં વૈતાલિકાનાં ગાન આરંભાતાં, દેવાલયનો ગંભીર ઘંટારવ નિદ્રાની સાંકળને છિન્નભિન્ન કરી નાખતો, અને જરા મોડાં જાગેલાં પુરજનો ઉતાવળે નિત્યકર્મમાં પરોવાતાં. શની વીથિકાઓમાં અવર-જવર વધતો અને અચાનક એક મિઠે. અવાજ સંભળાતો. છેટાં રહેજે માબાપ !" પેલું ગીત બંધ થઈ જતું. ઘરઘર અવાજ વેગવાન બનતે. હતારીની ! અરે આ તે ચાંડાલણી વિરૂપા ! " કેટકેટલા રસિકજનોની ભાંગીને ભુક્કો થઈ ગયેલી મનોરમ કલ્પનાનો આમાં પડઘો પડતો હતે. એનો ધણી રાજાજીના બગીચાને રક્ષક અને આ ગાંડી આમ શેરીઓવાળી જીવન કાં ભરે ?" પાસેથી પસાર થતા પુરજનો વિરૂપાને ઈ મધપૂડે જોઈને માખીઓ ગણગણવા લાગે એમ કંઈ ને કંઈ ગણગણતા ચાલ્યા જતા. - “પેલો માતંગ જ એનો ધણી ને ! અલ્યા,એ તો પૂરો મંત્રવેત્તા છે. મંત્રવેત્તા ! આ રૂપાળીના દેહદ પૂરવા ઘેર બેઠા રાજાજીના બગીચાની કેરીઓ મંગાવત એ જબરો છે.” " મૂકને એ વાત ! પ્રભાતના પહેરમાં ચાંડાલની વાત ક્યાંથી કાઢી ?" ચાંડાલ થયા એટલે શું ? શું એ કંઈ માણસ નથી ?" “અલ્યા એ માણસવાળો છે કોણ? કોઈ શ્રમણને ચેલો લાગે છે!” અચાનક પાછળથી ક્રોધભર્યો ગરવ સંભળાય.
Page #24
--------------------------------------------------------------------------
________________ પૂર્વ ને પશ્ચિમ 5 વાત કરનારા પાછળ જેવા જાય છે, તો કઈ ભૂદેવતા ચાલ્યા આવતા દેખાયા. માથા પર હવામાં ફરતી ખાસ્સી અડધા ગજની શિખા, ખભા ઉપર લાંબી યજ્ઞોપવીત, કપાળમાં મોટું ત્રિપુંડ ને હાથમાં 'પૂજાપાત્ર! એમના પગની ચાખડીઓનો ખડખડાટ ભલભલાની તંદ્રા ઉડાડી દે તેવો હતો. વાતો કરનારા તે ભયથી ઉતાવળા આગળ વધી ગયા પણ પેલા ભૂદેવતાનો ક્રોધ ઓછો ન થયો. ક્રોધ ઠાલવવાનું પાત્ર દૂર થતાં એમણે વિરૂપાને જ યોગ્ય પાત્ર સમજી. અરે એ ચાંડાલણ ! મહાપાતકી, નીચવણું, ધર્મહીના; જરા કઈ જતું–આવતું હોય એ જે તે ખરી ! આમ ધૂળ ઉડાડે જાય છે, પણ એ ધૂળ અમારા તરફ ઊડીને આવી રહી છે, તે તે જે ! ધર્માધર્મનો વિચાર તો કર ! આ ભવ તો બગાડ્યો, પરભવનો તો વિચાર કર !" ખમાં મારા દેવતા ! પાયે પડું !" વાળતી વાળતી વિરૂપા થંભી ગઈ ને જરા કટાક્ષમાં બોલી ! " તમારો ધર્મ અમર રહે ! પણ તમને ધર્મભ્રષ્ટ કર્યા, એ ગુને મારો નથી મહારાજ !" ત્યારે કોનો છે ?" આ અધમ પવનનો જ. આમ તેમ વહે અમને અને તમને સરખાં કરે છે. એને જરા શિક્ષા કરોને ! " વિરૂપા જરા ટેળથી બોલી. જેમાં નીચ! મારી મશ્કરી ?" ભૂદેવતાનું ત્રીજું લોચન ખૂલી ગયું. એમણે ક્રોધાગ્નિ વરસાવતાં કહ્યું: “આખર કજાત તે કજાત ! સાબુથી ગમે તેટલો ધુઓ, પણ કોલસો કાળો મટે? આ કેલસાને ધોળા કરવા પેલે પાખંડી હાલી નીકળ્યો છે. એણે જ આ બધાને ફટવ્યાં છે. હોમ-હવન, યજ્ઞ-યાગ; પૂજા-પાઠ બધા વૈદિક ક્રિયાકાંડે પર પાણી ફેરવ્યું. હળાહળ કળિ આવ્યો "
Page #25
--------------------------------------------------------------------------
________________ 6 મહર્ષિ મેતારજ . પેલો પાખંડી?” બટક બોલી લાગતી વિરૂપા એકદમ ભક્તિના આવેગમાં આવી ગઈ. “તમારે મન પાખંડી, પણ અમારા તે તારણહાર ! અમ દુખિયાનો બેલી! અમ ગરીબોનો નાથ ! જનમ જનમની અમારી હીનતા એમણે ધોઈ નાખી ! દેવતા, એ અમારે પ્રભુ તમારી હીનતા નિવારે !" મહત્પાપં, મહાપાખંડ ! નીચને મોઢે લગાડવા જ ખોટાં ! એમની સાથે તે વાત હોય ! એ તો તાડનનાં અધિકારી !" અને અનેક શાપ આ ચાંડાલ જાત તરફ વરસાવતા ભૂદેવ શાસ્ત્રનાં કુર.માનો રટતા, કાષ્ટની ચાખડીઓ ખખડાવતા આગળ વધ્યા. વિરૂપા પણ એક મંદ સિમત વેરી કામે લાગી. રોજ રોજ આવા આવા અનેકવિધ અનુભવોને પાત્ર થનાર વિરૂપા શું ખરેખર લક્ષ આપવા લાયક વ્યક્તિ હતી ? માનવીનાં ચર્મચક્ષ રવાભાવિક રીતે આકર્ષાય એવી રૂપસુંદર હતી ? વિરૂપા હતી તે જાતની ચાંડાલ, વાને કંઈક ઘનશ્યામ, પણ કુદરતે એના ઘાટમાં સૂતું સૌંદર્ય મૂક્યું હતું. શામળી છતાં વિરૂપા સુંદર હતી. સુંદરતા કંઈ સફેદ ચામડીમાં નથી ટ્વિી,. કામદેવની કામઠી શી એની દેહલતામાં અંગે અંગે મરેડ ભર્યો હતો. એ ચાલતી અને જાણે નૃત્યને કોઈ ભંગ રચાતો. એનું સુરેખ નાક, મેટી ને કાળી આંખો, છટાદાર શરીર રેખાઓ જેનારની આંખોને ખેંચી રાખતાં. ગોળ લાડવા શા મુખ પર ઊંચે-ઊતાવળે બાંધેલો અંબોડે એની મુખશ્રીમાં અનેકગણો વધારો કરતો. છતાં ય એ ચાંડાલ કુળની હતી; જે કુળને બ્રહ્માજીએ પિતાના પગ દ્વારા સરયું, અને જેમના અનુયાયીઓએ એને પગ તળે કચર્ય; એ હીણું–શુદ્ર કુળનું સંતાન હતી. શાસ્ત્રજ્ઞાન એમના માટે શિરચ્છેદ સમાન હતું ને હીનતા એ એમનો જન્મસંસ્કાર હતો. એવા કુળની
Page #26
--------------------------------------------------------------------------
________________ પૂર્વ ને પશ્ચિમ 7 આ સ્ત્રી હતી. વિરૂપાનો પતિ માતંગ રાજગૃહીના રાજ-ઉદ્યાનને રખેવાળ હતો, ને વિરૂપા પોતે રાજગૃહીની શેરીઓ વાળતી, સ્વમાન ને સ્વહક્ક જેવા કંઈયે સિદ્ધાંત આ દંપતિએ જાણ્યા નહોતા, છતાં એમનું જીવન એ સિદ્ધાંત પર જ રચાયેલું હતું. વિરૂપા?” “કોણ બા?” શેરીઓ વાળતી વિરૂપા શેરીને એક છેડે આવેલી હવેલી નીચે આવી પહોંચી હતી. ઊંચી ઊંચી હવેલીના સુંદર નકશીદાર ગવાક્ષમાં એક સુંદર સ્ત્રી ઊભી હતી, અવસ્થા તો કંઈક વિરૂપાથી મોટી હશે, પણ લાવણ્ય હજી ઉભરાઈ રહ્યું હતું. વિરૂપા ગવાક્ષ નીચે ઊભી રહી ને પિતે સાવરણથી રાજમાર્ગ પર પાડેલી ભાત તરફ જોતાં બોલીઃ બા, ઊગતે પહર અશુભ દર્શન ?" અશુભ દર્શન ?" બોલતી ગવાક્ષમાં ઊભેલી સુંદરી એકદમ નીચે ઊતરી આવી. નિસરણી ઊતરતાં નુપૂરેએ એક જાણે નવો રમઝમાટે જ ખડે કરી દીધો. હવેલીના બગીચાની દીવાલે આવીને આ સુંદરી ઊભી રહી ગઈ રાત્રી અને દિવસ ! પૂર્વ અને પશ્ચિમ ! શશી અને સૂર્ય ! બધાને પોતપોતાનું અનોખું અનોખું રૂપ છે, અને રૂપની એકબીજાની ભિન્નતાને લીધે ભિન્નરૂપ અરૂપ નથી ઠરતું ! બરાબર આ બે સુંદરીઓ માટે તેમજ કહી શકાય. એકના રૂપમાં પૂર્વદિશાની મિઠાશ હતી; બીજીમાં પશ્ચિમની મધુરતા હતી. એકના રૂપમાં રાત્રીની ભવ્યતા હતી, બીના રૂપમાં દિવસનો ઝગમગાટ હતો. ગવાક્ષથી ઊતરી આવનાર સુંદરીએ તાજું સ્નાન કર્યું હતું. કદલીલ જેવાં કમળ અવયવો પર એની સ્નિગ્ધતા ચમકતી હતી;
Page #27
--------------------------------------------------------------------------
________________ 8 મહર્ષિ મેતારજ એણે એક બહુમૂલ્ય પટકુળ પહેર્યું હતું ને આછું આમાની ઉત્તરીય ઓઢયું હતું. કેડે મોટી રત્નજડિત મેખલા ખૂલતી હતી. કંઠમાં અનેક જાતની રત્નાવલિઓ પુષ્ટ થયેલા વક્ષસ્થળ ઉપર હિલોળા ખાતી હતી. હાથે અને પગે શણગારને કેઈ અન્ત નહોતો. તાજી ગૂંથેલી વેણીમાં ચંપાનાં ફૂલ ગૂંચ્યાં હતાં, ને સેંથો સિંદૂરથી ભરેલો અને હીરાજડિત દામણથી સુશોભિત હતું. આટઆટલાં રૂપ અને સુશ્રી સામે ઊભેલી અલંકારહીના, અજ્ઞાતા વિરૂપા કઈ રીતે હીણુ નહોતી લાગતી. “સખી સુરૂપા !" નહીં, નહીં બા ! હું તો ચાંડાલણી વિરૂપા ! " અલ્યા, તમે તે ઘેલાં લાગે છે ! રોજ જ્ઞાતપુત્રના ઉપદેશની વાત કરે છે, અને હજી ચાંડાલ ચાંડાલ કૂટા કરો છો ! તમારાં લોકોનાં દર્શન અશુભ! તમે લેકે અપશુકનિયાળ ! આવી આવી વાતો ક્યારે દૂર કરશો?” ગવાક્ષથી ઊતરી આવેલ સ્ત્રીએ નિરાશામાં હાથ પછાડ્યા. એ કંકણ પણ એક નવું કાવ્ય સરછ બેઠાં. “શેઠાણ બા, ડાહ્યાં થઈને કેમ ભૂલે છો? એમને ઉપદેશ એ નથી કે અમે અમારી જાતને ચાંડાલ ન કહીએ અને બ્રાહ્મણ કહીએ. એમનું તો કહેવું એવું છે કે ચાંડાલ કુળની હીનતા ભૂલી જાઓ! હીનતાં ગઈ એટલે ન કોઈ ઊંચું કે નીચું ! સર્વે સરખાં!” વિરૂપાએ ગંભીર રીતે જવાબ આપ્યો. સવા લાખની વાત છે, સુરૂપા! તો તને જોઉં છું ને કર્મની ગતિને યાદ કરું છું. અલી સખી..” જુઓ પાછી સખી અને સુરૂપ કહેવા માંડ્યાં.” વિરૂપાએ લાડમાં ટોળ કરતાં કહ્યું. “તો એ જ કહેવાની ! તારા દેદાર સામું તે ! અલી,
Page #28
--------------------------------------------------------------------------
________________ પૂર્વ ને પશ્ચિમ 9 હવે તો તે મોગરાની કળીની જેવી ફૂલીફાલી રહી છે.” શેઠાણીએ વિરૂપાનાં પુષ્ટ થયેલાં અવયવો ઉપર એક ઊડતી નજર નાખતાં કહ્યું. “બા, ગરીબની મશ્કરી કરશે મા ! મને તે સાત પૂરા થયા. તમને ?" “એ જ. આઠમો અધવા! પણ મારું તો શું.....” શેઠાણી બોલતાં બોલતાં થંભી ગયાં. લજામણીના છોડને સ્પર્શ થતાં જેમ પાંખડીઓ સંકોચાઈ જાય, એમ એમનું મુખ લેવાઈ ગયું. સ્વર કંઈક ભારે થઈ ગયો. વેદના ભર્યા અવાજે આગળ ચલાવ્યું: “સુરૂપા, મારા કોઠામાં કોઈ ભયંકર લાવા રસ જેવી ગરમી સક્સડે છે. એ ગરમી બાળકના હાડ–ચામને ચૂસી લે છે, ને જન્મતાંની સાથે બાળકના પ્રાણ હરી લે છે. પાંચ પાંચ વાર પ્રસૂતિ પીડા ભોગવી, પણ મુઝ અભાગણીને એકે ન આવ્યું..” શેઠાણના ગળામાં ડૂમો આવ્યો. વિરૂપાની લીંબુની ફાડ જેવી આંખોમાં પણ આંસુ હતાં. શેઠાણીએ જરા જીવ શાન્ત થતાં કહ્યું. “અને રૂપા ! આ મારું છેલું ને છઠું સંતાન છે! છેલું એટલા માટે કે એ જે ન જવ્યું તે આ અખુટ ધન–દોલતને વારસદાર તો બાળ જોઈશે ને ! અને એ વારસદાર માટે શકનાં પગલાંનો અવાજ આજથી મને સંભળાઈ રહ્યો છે. એણે મારી ઊંઘ હરી લીધી છે. સુધાતૃષા ઓછા કરી નાંખ્યાં છે.” સેના-રૂપાના અલંકારો પાછળ, મણિ–મુક્તાથી મક્યા દેહ પાછળ દુભાઈ રહેલા હૃદયનો આર્તનાદ વિરૂપાના દિલને ધ્રુજાવી રહ્યા. પરિગ્રહની ઈચ્છા, એની અમાપ પ્રાપ્તિ અને એને પોતાની પાછળ પોતાના જ કઈકને આપી જવાની માયા મમતા કેટકેટલાનાં જીવનને ધૂળ કરતી હશે ! કેટકેટલાં શાપ ને અભિશાપના ઢગ રચતી હશે! કેટકેટલાં પાખંડ ને પારાયણ ઊભાં કરતી હશે ! એ વાત શેઠાણીના દિલ સિવાય અત્યારે કોઈ ' વર્ણવી શકે તેમ નહોતું. દર્દીની ગત તે દર્દી જ જાણે! -
Page #29
--------------------------------------------------------------------------
________________ 10 મહર્ષિ મેતારજ - “બા, જરા બહાર આવશો કે” “તું અંદર આવને !" વિરૂપ દરવાજો ઓળંગી અંદર ઉદ્યાનમાં ગઈ વિરૂપાએ. ચારે તરફ એકવાર નજર નાખી લીધી. એ ધીમેથી બોલી: બા, મને કેવું સંતાન થશે ? રૂપાળું કે કદરૂપું!” માતા બનતી નારીના દિલમાં સ્વાભાવિક ઊઠે એવો આ પ્રશ્ન હતો. રૂપાળું ! સુરૂપા, જેતી નથી કે તારું લાવણ્ય કેવું છે? તારું સંતાન રૂપસુંદર થશે, સાથે ગુણસુંદર પણ હશે.” શેઠાણી પિતાની સખીના ગર્ભસ્થ સંતાનને આશીર્વાદ દેતાં હોય એમ બોલ્યાં. બા, કેવું રૂપાળું ! તમારા સંતાન ન્યું !" અરે, અમારાં સંતાન કરતાં ય સારું ! સુરૂપા, અમારા સંતા નનાં રૂપ–ગુણ તો અમારી કામવાસનાઓ ચૂસી લે છે, આ ભેગોપભેગા જ એમનાં દૈવત અર્ધ કરે છે.” શેઠાણીના શબ્દોમાં શ્રીમંત જીવનના એક અણજાણ્યા અનિષ્ટ પર ધનુષ્ય ટંકાર હતો. બા, ચિડાશો નહિ, કઈ ભૂલથી તમારા બાળકને મારી ગાદમાં મૂકી દે ને મારા બાળકને તમારી ગોદમાં મૂકે તે, મારું સંતાન તમારા સંતાન જેવું લાગે?” અરે, પાગલ થઈ ગઈ લાગે છે ? અત્યારથી સંતાન પાછળ આવી ઘેલી થઈ જઈશ, તો પછી તારું શું થશે? “બા, ઘેલી થઈ છું, કહો તે પાગલ થઈ છું. પણ જુઓ એક વાત કહું ! વિરૂપા વધુ નજીક ગઈ, ને ચારે તરફ કેઈ જેતું નથી,એની ખાતરી કરી ધીરેથી બોલીઃ “બા, આપનું બાળક મારું ને મારું તમારું ! જેવું હોય તેવું મોકલી આપજો ! બા, અવિનય લાગે તો માફ કરશો.”
Page #30
--------------------------------------------------------------------------
________________ પૂર્વ કે પશ્ચિમ 11 vvvvvvvvvvv શું કહે છે વિરૂપા?” શેઠાણી ક્ષણભર આ શબ્દો સાચા માની શક્યાં નહિ ! વર્ષોની અભિલાષાઓ અને દિવસ સુધી હાડમાંસને ખોરાક ખવરાવી ગર્ભને ઊછેરનાર, લગ્નજીવનની અમુલખા દોલત સમા પ્રથમ સંતાનને કઈ માતા છોડી શકી છે! સંતાનને માટે પ્રસુતિની નરકપીડાને સ્વર્ગનું સુખ માનનારી કઈ માતા આટલી સહેલાઈથી આવો એક તરફી સોદો પાર કરી શકે ! બા, હું બકતી નથી. તમે મને સખીપદ આપ્યું છે. એ સખીપદ ઊજળું કરી બતાવવાનો નિરધાર છે. જે હું જ હું બોલતી હોઉં તે તેત્રીસ કરોડ દેવતાની મને આપ્યું છે " મારે સંસાર ઉજળો કરવા તારા સંસારને શા માટે ખારપાટ બનાવે છે ! " “બીજી વાત હું નથી જાણતી. સખીધર્મ અદા કરવાની અમુલખ પળ જીવનમાં બીજીવાર નથી આવતી ! સંતાનની માતા થવાની પળ ફરીવાર આવશે. હું ઘરડી નથી થઈ.” પણ પેલો માતંગ તને કાઢી નહીં મૂકે?” ભગવાનનું નામ લો, બા ! આપણુ વાતમાં પુસ્થ શું સમજે ! એ વહાણવટું ખેડે રાજસેવા કરી જાણે ! સંસારના વ્યવહાર તો સદા સ્ત્રીએ શોભાવ્યા છે.” વિરૂપાની જીભ પર ત્યાગની વાણી હતી. “અને બા, માતંગ મને કાઢી મૂકે એ વાત ભૂલેચૂકે માનશો મા ! કેઈ બીજી આવે તો ખરી ! તમારી માફક રોઈને રાતે કાઢનારી હું નહિ ! આવનારીના માથે છાણાં થાપું છાણાં !" “ના, ના, વિરૂપા ! એ મારાથી નહિ બને " ના કે હા, શેઠાણી બા, કશુંય બોલવાનું નથી. હા, એટલું કહું છું કે એને ખૂબ ભણવજે, ગણાવજો ને બહાદુર બનાવજો !
Page #31
--------------------------------------------------------------------------
________________ 12 મહર્ષિ તારાજ મારે ત્યાં બિચારો ક્યાં તમારાં જેવાં લાડ-પાન પામવાનો છે?” અને આ પછી બન્ને સુંદરીઓ કેટલીએક વાર સુધી તારામૈત્રક રચીને ઊભી રહી. સ્ત્રી અને પુરુષનાં તારામૈત્રક સંસારે જાણ્યાં છે; પણ સ્ત્રી સ્ત્રી વચ્ચેના તારામૈત્રની મિઠાશ હજી કુશળ કવિજનથી પણ અવર્ણવી છે. દિલનું ઔદાર્ય, હૈયાનું અમી, મનની મિઠાશ આ બધાનું એમાં ઘમ્મરવલોણું હતું. સાગરના સાગરનું એમાં મંથન હતું. સૂર્યદેવતા પૃથ્વીના પાટલે પધારી ચૂક્યા હતા, બગીચાનાં કુલ ખીલી ઊઠવ્યાં હતાં, ને ભ્રમરવૃંદ પણ ગુંજારવ કરવા આવી પહોંચ્યો હતો. રાજગૃહીનાં ઊંચાં કેટ-કાંગરા પણ સેનેથી રસાઈ રહ્યાં હતાં. રાજમાર્ગ પર કોલાહલ સંભળાયો. થોડીવારમાં રાજસેવકે જેથી છડી પોકારતા સંભળાયા. રાજહાથી ઉપર મણિમુક્તા જડેલી અંબાડીમાં બેસીને મહારાજા બિંબિસાર ભગવાન બુદ્ધદેવના દર્શને જતા હતા. હાથીઓના ઘંટારવ અને ઘોડાઓના દાબલાએ આ બંને સખીઓને જાગ્રત કરી. વિરૂપા શેઠાણીની રજા લઈ ઉતાવળે પગલે પડખેની શેરીમાં અદશ્ય થઈ
Page #32
--------------------------------------------------------------------------
________________ ભવનાં દુ:ખિયારાં [2] ગંગા અને સોન નદીનાં નીર જ્યાંથી વળાંક વળતાં હતાં, એ નગરને એક નિર્જન છેડે, તીર પરનાં આંબાવાડિયાં પાસે; રાજગૃહીના ગગનચુંબી કેટની મર્યાદા જ્યાં પૂરી થતી હતી ત્યાં, બસોએક કૂબાઓની વસતી આવેલી હતી. આ કૂબાઓમાં રાજગૃહીના ચાલો વસતા હતા. આ ચાંડાલોનો ઇતિહાસ આર્યાવર્તથી ય જૂનો હતો. જે વેળા સંસ્કૃતિ અને સામ્રાજ્ય સ્થાપવા માટે આર્યોનાં ટોળાં હિમાચલ ઓળંગી આ તરફ આવ્યાં, ત્યારે દસ્યુઓનાં રાજ હતાં. આ દસ્યુઓને આર્યોએ અનાર્ય કહ્યાં, અને એમને પરાજિત કરી આર્ય સામ્રાજ્ય જમાવ્યું. આ આર્ય સામ્રાજ્ય પછી પિતાને મનગમતી રચના કરી. એકને સ્થાપિત હક્ક બીજા છીનવી ન શકે, એકની જન્મજાત મોટાઈ કઈ હણી ન શકે એ માટે પ્રજાના ભાગ પાડ્યા. આ ભાગલામાં જેઓને ભાગ અસ્પૃશ્યતા, હીનતા આવી તે શક ! ચાંડાલ એ શની એક જાત ! આ જાત માથે ગામનગરની ગંદકી દૂર કરવાની ફરજ અને એ ગંદકી ગામમાં પાછી
Page #33
--------------------------------------------------------------------------
________________ 14 મહર્ષિ મેતારજ ન આવે એ માટે એની પાસે જ પડ્યા રહેવાની ફરજ ! રાજમાર્ગ પર જ્યાં બીજા ઉચ્ચવર્ગના લોકે ચાલતા, ત્યાં આ લોકોને ચાલવાની તો શું, ખારે કરવાની કે ઘૂંકવાની પણ મનાઈ હતી ! ગામમાં મહામારી, મરકી ને બીજા રેગે ફાટી નીકળતા તો તે આ લેકેનું આવી બનતું ! એક તે એમની આસપાસ થર જમાવીને પડેલી ગંદકી એમનું સત્યાનાશ વાળતી: જ્યારે બીજી તરફ ઊચ્ચ વર્ણની જોરતલબી બાકીનું કામ પૂરું કરતી. છતાં ય કુદરતની કઈ પ્રેરણું હશે કે આ વસ્તી ઉજજડ ન બનતી. એમને ત્યાં વારસદારની તાણ ન પડતી. જે બાળક માટે દુનિયા તલસતી, તે બાળકો એમને ત્યાં ઊભરે ભર્યા હતાં, જાણે દુનિયાના છો આ ભાગમાં જ જન્મવાનું વિશેષ પસંદ કરતા હતા. પણ અહીં જન્મનારના ભાગ્યમાં જન્મતાની સાથે અંધારનાં ઘર પડ વીંટળાઈ વળતાં. અહીંના બાળકની તાકાત, તમન્ના ને તેજ આ ગંદકીમાં ખાક થતાં. અને જે ખાક થવા ન ઈચ્છતા તેઓ બીજી જાતિઓ સામે વેરે ચડતા. આ જ કુબાઓને જુને ને જાણીતે વાસી રેહણીઆને દાદો ! પૂરો પડછંદ ને જબરે પરાક્રમી નર ! ગંગાનાં કેતરો તે એને મન રમવાનાં ઘરને ઘોડાપુર પાણી તરવાં તો એને મન બાળકની રમત ! એની મૂછોના વળાંક ને આંખોની લાલાશ પાસે ભલભલા યોદ્ધાઓ ઝાંખા પડતા લાગે. આ બળીઆને એક દહાડે એને પિતાનું કુલકર્મ અકારું લાગ્યું ને એણે હાનું જીવન જીવવું પસંદ કર્યું. યોદ્ધા તરીકેની એકેએક લાયકાત એનામાં હતી, ઘોડેસવારી, તીરંદાજી, પટાબાજી કઈ વાતે ખામી નહોતી, પણ એનું કુળ એની આકાંક્ષાઓને આડે આવ્યું. ઘોડેસવારીને બદલે ઘોડાસરની રખવાળી, છાણ-વાશીદાનું કામ સોંપાયું.
Page #34
--------------------------------------------------------------------------
________________ ભવનાં દુખિયારાં 15 વનના વાઘની સામે ઘૂઘવાટા લેનારને આ કામ ગમે ? એણે નગરદ્ધો ન બનાય તે વનોદ્ધા બનવાનું પસંદ કર્યું. સરખે સરખા જુવાનીઆઓને લઈને એણે ગંગાને પેલે તીર પિતાની પલ્લી બાંધી. ચોરી, ડાક ને લૂંટ કરી એણે પિતાનું નાનું શું સામ્રાજ્ય જમાવ્યું. આ પછી એક દહાડો અચાનક શકોમાં નવો પ્રકાશ આવ્યો. શદ્ર એ પણ માનવ ! માનવતાનો એ પૂરો અધિકારી ! શાસ્ત્ર એ ભણી શકે ! પવિત્ર એ થઈ શકે ! ક્રિયાકાંડ એ કરી શકે ! મોક્ષમાર્ગ એ મેળવી શકે ! ઊંચાં કૃત્ય કરે તે ઊચ્ચ ! નીચ કૃત્ય કરે તે નીચ!. પણ વર્ષોથી અંધકારમાં રહેલ શો સર્વ પ્રથમ આ પ્રકાશ ન ઝીલી શક્યા. એમણે પોતે જ પ્રકાશને આવત ખાળવા પોતાનાં કમાડ ભીડયા એ કમાડ ભીડનારાઓમાં મુખ્ય આગેવાન આ રોહિણીઆનો દાદો હતો! એણે છડેચોક કહ્યું કે શોનો સમૂલનાશ કરવા આ કાવતરું યોજાયું છે. મેં ધર્માચાર્ય ને ધર્મગુરુઓને ત્યાં જઈ જઈને એમની લાંબી દાઢીઓને સાષ્ટાંગ દંડવત કરીને પૂછયું છે, કે બાપજી, કયા ભવના પાપે અમે અસ્પૃશ્ય ! કયા ઘેર કૃત્યના કારણે અમે, કર્મધર્મને અનધિકારી! અને તેઓએ પિતાની રૂપેરી દાઢી પંપાળતા પંપાળતા નિરાંતે મને કહ્યું છે કે શકૂલમાં જન્મ એ જ તમારું પાપ ! મેં પૂછયું એ પાપ ઘોવાને કઈ માર્ગ ? તેમણે કહ્યું : કેઈ માર્ગ નથી? ઊંચવર્ણની સેવા કરતાં આ ભવપૂરે કરો ! આવતો ભવ સારે આવે એની વાંછના કરે!એટલે હવે તમે કોઈ રખે આ વાતમાં ફસાતા. આપણે અને એ જૂદા! બે વચ્ચે જન્મનાં વેર ! એ ભેદને, એ વેરને જમીનદોસ્ત કરવા એમને લૂટો, મારો ! એક દહાડે આપણે આપણું રાજ્ય જમાવી, કોટકગરા ખડા કરી આવું જ કરીશું. રોહિણીઆના દાદાની આ વાત કેટલાકને વધુ પડતી લાગતી. નાના મોંએ મેટી વાત જેવી ભાસતી; છતાં એનું બાહુબળ, એની
Page #35
--------------------------------------------------------------------------
________________ પટાબાજીથી જે પરીચિત હતા; તેઓ જાણતા હતા ને વિશ્વાસ રાખતા હતા કે જે એને કોઈ સાથ આપે તે કઈ ગામનો રાજા સહેલાઇથી બની શકે તેમ હતું. અને પછી તો “સમરથ નહીં દેવ ગુસાંઈ !" એની જ મહત્તાનાં કાવ્ય, સાહિત્ય ને શાસ્ત્ર રચી શકાતબળીઓ બે ભાગ પાડી લેત! પણ રહિણી દાદાની આ વાતથી વિરૂપાનો પતિ માતંગ ને તેને પાડોશી છેડા કૂબાઓ જુદા પડતા. માતંગના કુળમાં બાપદાદાના વખતથી અમુક વિદ્યાઓનો વારસો વહ્યો આવતો હતો. કહેવાતું કે માતંગના કેઈ બાપદાદા ઊચ્ચ વર્ણને વેશ સજી શાસ્ત્ર ભણી આવેલા અને એમણે પોતાના કુળમાં આ શાસ્ત્ર ઊતારેલું. આ શાસ્ત્રનાં સૂકતોથી એ રોતાં પીડાતાં બાળકોને સાજા કરી શક્તા, પ્રસૂતિની ભયંકર પીડામાં પડેલી સ્ત્રીનું આડું છોડાવતા, કેઈ ને લાગેલી નજર, કેઈને કરડેલો સાપ કે કોઈને વળગેલે પ્રેત-પિશાચ પણ એ કંઈક બોલીને, કંઈક પાણી કે વનસ્પતિ પાઈને દૂર કરી શકતા. માતંગ એની આ લાયકાતને બળે રાજબગીચાનો રખેવાળ બને. ભાગ્યયોગે માતંગ વિરૂપા જેવી શીલવતી ને ગુણવતી સ્ત્રીને પરણું લાવ્ય. વિરૂપા અને માતંગનાં દ્વાર પર સર્વ પ્રથમ પ્રકાશ ઝીલાયો. વનવગડાનાં વાસીઓ વચ્ચે રહીને રેહિઆને દાદો જ્યારે વાઘ જેવો ક્રૂર બનતો ગયો, ત્યારે વિરૂપા ને માતંગ રાજગૃહીની વસતિ વચ્ચે આઠે પહોર વસીને નમ્ર ને ઉદાર બન્યાં. ઠકરા પ્રસારતું ગયું. આ પ્રકાશના આદિ સર્જકને તે કોઈએ જોયા નહોતા, પણ એમના અનુયાયીઓ રાજગૃહીમાં આવતા, ત્યારે વહેલા-મોડા પણ આ લોકને લાભ મળતો. એમાં સહુથી વિશેષ લાભ વિરૂપાને સાંપ
Page #36
--------------------------------------------------------------------------
________________ ભવનાં દુખિયારાં 17 ડડ્યો હતો. એના ચિંતનશીલ સ્વભાવને લીધે એ તત્ત્વ જલદી પ્રહણ કરી શકતી. તે વારે ઘડીએ કહેતી સાચા પ્રેમ માટે સાચી દયા જોઈએ. સાચી દયા માટે સાચો ત્યાગ જોઈએ. વનનો વાઘ ને રાફડાના ભોરીંગ પણ એ રીતે વશ કરી શકાય.” અને એને સાચો પ્રયોગ એણે માતંગ પર અજમાવ્યો હતો. મંત્રવેત્તા માતંગને પિતાને વારસ કે ઉત્તરાધિકારીને આપી જવાની ખૂબ ચિંતા રહેતી. વિરૂપા સાથે સંસાર માંડ્યાને વર્ષો વીત્યાં, પણ સંતાન પ્રાપ્તિ થઈ નહોતી. અને વળી માતંગનું ઘર કંઈ દરિદ્રીનું ઘર નહોતું. મહારાજા બિબિસાર અને રાજકુળના એના પર ચાર હાથ હતા. દ્રવ્ય તે મોં માગ્યું મળતું. માતંગ કલાવંત મયુર હતું. એને એકલાને જોઈને જ ઊંચ-નીચની કલ્પનાઓ મનમાંથી સરી જતી. આવો માતંગ પણ વિરૂપાને વશવત હતો. એણે કદી નિઃસંતાન વિરૂપાને પોતાના મનની ઈચ્છા જાહેર કરી દુભવી નહોતી. પણ ત્યાં તો એ ઈચ્છા કુદરતે પાર પાડી. માતંગ હમણાં ખૂબ રાજી રહેતું. આજે પણ રાજબાગમાંથી ઊતરેલાં અનેક ફળફૂલ લઈને એ વહેલ-વહેલે ઘેર આવ્યું હતું. વિરૂપાને ઘરમાં ન જોઈ એ ઓશરીમાં જ બેઠે બેઠે ફૂલ ગૂંથવા લાગ્યો. રાજગૃહીની ટૂંકી ટૂંકી શેરીઓ વટાવતી વિરૂપા જરા મોડી ઘેર પહોંચી ને બહાર ઓશરીમાં જ સુંડલ-સાવરણે મૂકી સીધી ઘરમાં ચાલી ગઈ. થોડીવારમાં ઘરમાંથી ધૂમાડો આવવા લાગ્યો. વિરૂપા ચૂલામાં ઈધન નાખતી હતી. - “હાશ, હવે તે રાહ જોઈને થાક્યો! મારા બે રૂપાળી પીળી ધમરખ જેવી કેરીઓ લટકી રહી છે ને આ જે તે ખરી ! લીંબડીએ કેવી પાકી ગલ જેવી લીંબોળીઓ ઝુમી રહી છે, ને આ મ-૨
Page #37
--------------------------------------------------------------------------
________________ 18 મહર્ષિ મેતારજ ફૂલ તે જે! એની બહાર તે નીરખ !" ઓશરીમાં બેઠેબેઠો ફૂલમાળા ગૂંથત માતંગ કટાક્ષમાં બોલ્ય. વિરૂપા કામ કરવાના બહાને આડું મેં રાખી બધું સાંભળી રહી હતી. એ ધીરેથી બોલી : " અલ્યા, ગાંડે ન થઈ જતો.” વિરુડી, ખરેખરઃ હવે તે વાર લાગશે તે ગાંડે જ થઈ જઈશ. અને વળી આજે એક વાત સાંભળી એથી તે મન ઘણું ઊંચું થઈ ગયું.” માતંગે અડધી ગૂંથેલી ફૂલમાળા નીચે મૂકતાં લાંબે નિઃશ્વાસ નાખ્યો. પતિને ઉદાસ જોઈ વિરૂપા એકદમ દેડી આવી. શાથી મન ઊંચું થયું છે?” “માએ દીકરાને વે.” “હે, આ તું શું કહે છે?” વિરૂપાના દિલમાં ફાળ પડી. એને લાગ્યું કે સવારમાં ધનદ શેઠનાં પત્ની સાથે થયેલી વાતચીત માતંગ જાણે ગયે લાગે છે. એના મેં પર રતાશ તરી આવી. એનું પારેવા શું ભોળું દિલ ઉતાવળે ધડકવા લાગ્યું. પણ એક ક્ષણમાં સાવધ થઈ ગઈ માતંગ નવી ખબર આપવાના હર્ષાવેશમાં આગળ બેલતા હતા. વિરુ, તને જાણીને આશ્ચર્ય થશે કે એક માતા પિતાના પુત્રને બલિ આપવા વેચ્યો, અને તે પણ થોડીઘણું સોનામહેરે માટે !" સોનામહોરો લીધી ?" વિરૂપાને હવે ખાતરી થઈ ગઈ કે વાતનું લક્ષ બીજું જ હતું. હા હા, સેનામહોરે લીધી.” પછી શું થયું?”
Page #38
--------------------------------------------------------------------------
________________ ભવનાં દુઃખિયારાં 19 “શું થાય ? એને ભોગ દેવાવાનો હતો. હતો બ્રાહ્મણને દીકર, નામ અમર. પણ ભલા બાળકને કેઈએ નમસ્કાર મંત્ર શીખવેલો.” નવકાર મંત્ર કે ? અલ્યા, એની પાસે તે તારા બધા મંત્ર પાણી ભરે હોકે ! " બહુ પંડિતા ખરીને, એટલે તું બધું જાણે! એ બધા ય આપણું તો રિદ્ધિ ! એમ કૂટું ન બોલીએ.” “હાં હાં, અલ્યા પછી થયું શું? " વિરૂપા માતંગના ઠેલતી શ્રદ્ધાવાળા દિલને પિછાનતી હતી. એણે વાત બદલી નાખી. થાય શું? રાજાજી ચિત્રશાળા ચણાવતા હતા. કઈ રીતે દરવાજે ઊભો ન થાય ! આખરે કેઈએ કહ્યું કે એમાં બત્રીસ લક્ષણે બાળ હોમ ! રાજાના સેવકે એ તો ઢઢેરે પિટા, અને માગી સોનામહોર આપી છોકરાને શેધી લાવ્યા. શું છોકરાનું રૂપ, શી એની કાન્તિ! પહેલાં તે છૂટવા એણે ઘણાં ફાંફાં માય; પણ યમરાજના હાથમાંથી છૂટાય તો એ લોકોના હાથમાંથી છૂટાય ! બાળકને કેઈએ નવકાર મંત્ર શીખવેલો. આખરે એ મંત્રને એણે જાપ કર્યો. એ જાપ સાંભળી એક ચમત્કાર થયે. બધા થંભી ગયા. બાળકને મુક્ત કર્યો. બાળક તો બિચારે મુનિવેશ ગ્રહી ચાલ્યો ગયો.” “ધન્ય, ધન્ય! અનેકશઃ નમસ્કાર હજો એ મંત્રને " અને અનેક વાર નમસ્કાર હજો આ બૈરીઓની જાતને, જેને પિટની ઓલાદ કતલ કરવા આપતાં શરમ ન આવી. અને વળી એ તે કહેતી હતી કે આમાં તો ધરમ સમાયો છે. બાળકને સ્વર્ગ મળશે! અરે, કતલમાં તે, હત્યામાં તે ધરમ ક્યાં ભાળે ?" બેસ, બેસ, ડાહ્યા ! વળી બે વર્ષ પહેલાં તું જ વાત નહતો લાવ્યો કે મા-શક્તિને સાત છગાલ ચઢાવીએ તો સાત દીકરા થાય.
Page #39
--------------------------------------------------------------------------
________________ 20 મહર્ષિ મહારાજ અને મેં જ તને ઉધડ નહોતે લીધે. અલ્યા, બધી સ્ત્રીઓને તમે સરખી શી રીતે માની ?" સરખી નહિ તે બીજું શું ? જેવી એ તેવી તું, જેવી તું તેવી તારી મા !" માતંગ વિરૂપાને લક્ષ કરી પેલા બાળકની માતા પર ઉપજેલે ગુસ્સો ઠાલવતો હતે. જે જે અલ્યા, મારી માનું નામ લીધું છે તે. સળગતું છાણું જ મારીશ.” બે ઘડી પહેલાં પ્રેમથી વાત કરતાં ધણીધણિયાણ લડી પડ્યાં. બન્નેએ એકબીજાની સાતસાત પેઢીઓ યાદ કરી ભલી–બૂરી આચનાઓ કરી. આ વાતનો અંત ક્યારે આવત એની કઈ સીમા દેખાતી નહતી. આખરે વિરૂપા રડી પડી. અને વિરૂપાના સુંદર લપ્રદેશ પરથી સરતાં આંસુઓએ આ પ્રેમકલહને મીઠે બનાવી દીધા.
Page #40
--------------------------------------------------------------------------
________________ કમની ગત [3] ગ્રીષ્મ તુની એક સાંજ પડતી હતી. આખા દિવસનો ને વાયુ અત્યારે કંઈક ઠંડો પડ્યો હતો. દિવસભર તપેલાં પુષ્પો હવે ધીરે ધીરે સુગંધ પ્રસારવા માંડ્યાં હતાં. શેકી નાખે એવા તાપથી બચવા માળામાં લપાઈ ગયેલાં પંખીઓ સંધ્યાગાન ગાતાં આકાશમાં આમતેમ ઊડી રહ્યા હતાં. અંતઃપુરના ઊંડા આવાસમાં આખો મધ્યાહ્ન પૂરાઈ રહેલી રાજરમણીઓ આસાયેશ લેવા હવેલીના ઝરૂખામાં આવી હતી, ને પાળેલાં પંખી પણ આંગણામાં લટાર મારી રહ્યાં હતાં. રાજબાગના હેજમાં ડીવારમાં રાજરમણીઓ નહાવા ને જલક્રીડા કરવા ઊતરી પડી. નિર્ભય એકાન્ત, ઠંડુ હિમ જેવું પાણી ને સંધ્યાનો મનોરમ સમય ! રમણીર્વાદ લાજ-શરમ છોડીને જળક્રીડા કરવા લાગ્યું. સ્ફટિકશા જળમાં છબછબિયા કરતા એમના રૂપભય અંગપ્રત્યંગ, વારે વારે રણઝણાટ મચાવતાં હાથનાં કંકણે અને પાણીના પટ પર બિછાઈ ગયેલા એમના લાંબા કેશકલાપ, અદ્ભુત ચિતારાની કલ્પનાને પણ નિસ્તેજ બનાવી નાખે તેવું રમણીય દ્રશ્ય ખડું કરતાં હતાં.
Page #41
--------------------------------------------------------------------------
________________ 22 મહષિ મેતારજ રાજભોજન માટે ફળફૂલ વીણ માતંગ આજે અહીં કેદી બન્યો હતો. રાજબાગના મુખ્યદ્વાર પર આ રાજરમણીઓ સ્નાન કરી પાછી ન ફરે ત્યાં સુધી એને ચેક કરવાની હતી. ગ્રીષ્મની સંધ્યા ખીલી ને કરમાઈ રાજગૃહીના દેવમંદિરમાં આરતી ઉતારવાની તૈયારીઓ થઈ તે ય આ રમણીઓ પોતાની ક્રિીડામાં મશગૂલ હતી. આખરે રાજમહેલની નાબતે ગગડી. નગારે ઘાવ પડ્યો ને રાજાજીને મહેલમાં પધારવાને વખત થયે. રાજરમણુઓને ભાન આવ્યું કે અરે, વેળા વીતી ગઈ. ઉતાવળે ઉતાવળે જેમ આવ્યાં તેમ પટકુળ વીંટીને તે વિદાય થઈ. દરવાજે ચોકી પર ઊભેલે માતંગ આ રૂપરાશીને જતે નિહાળવા જરા ય ન લોભાયો. એ કઈ જોગી જતિની બેપરવાઈથી ખડો હતો. રમણીર્વાદ અદશ્ય થયું કે માતંગ ઘરભણું વળી નીકળ્યો. આજ રાતે એને અગત્યના કામે ગંગાને પેલે પાર રોહિણીઓને દાદાને મળવા જવાનું નિમંત્રણ હતું. ભલા, એ ગામ–દાદાના નિમંત્રણને કણ ઠેલી શકે? તેમાં ય જ્યારે શક કુળોની ભિન્ન ભિન્ન નાતેના આગેવાનોને તેડ્યા હોય ત્યારે તો ઘેર કેમ રહેવાય ! વિરૂપાએ ભોજન તૈયાર રાખ્યું હતું, પણ આજ માતંગને એકલા જમવા બેસવાનું હતું. એક તો ગ્રીષ્મ દિવસ અને એમાં ગર્ભવતી! એટલે આજે હમેશ કરતાં એ વિશેષ બેચેન હતી. છતાં બેચેની બતાવી માતંગને જતો રોકવાની તેની ઈચ્છા નહોતી. મીઠી મશ્કરીઓ કરતાં કરતાં માતંગે જમી લીધું, અને ઝટ લાઠી ખભે મૂકી. “વીરુ, કદાચ રાત્રે આવું પણ, અને ન પણ આવું! પંચના આગેવાને મળવાના છે, એટલે રાત નીકળી પણ જાય !" સારું, વહેલા આવજો !"
Page #42
--------------------------------------------------------------------------
________________ કર્મની ગત 23 માતંગ મેટા જેડા પહેરી બહાર નીકળ્યો ! થોડે દૂર પહોંયે નહિ હોય, ને વિરૂપાએ ધીમે બૂમ પાડી એને બેલા. માતંગ પાછો ફર્યો. વિરૂપાએ શિખામણ આપતા કહ્યું રહિણીઆના દાદા સાથે કંઈ ચડભડ કરીશ મા! એ ભલે ગમે તે કહે. આપણને રૂચે તે માનવું, નહિ તે ચૂપચાપ બેસી રહેવું. એવા સાથે બાકરી બાંધવી મારી નહિ. મને તો લાગે છે કે, એ એમ કહેવાનો હશે કે આ શ્રમણને ઉપદેશ કેઈએ સાંભળવો નહિ. એ હમણાં શ્રાવસ્તી અને એ તરફ જઈ આવ્યો છે, ને તારણહાર પ્રભુ જ્ઞાતપુત્રનાં દર્શન કરી આવ્યો છે. કહે છે, કે બડે જાદુગર છે. જતાંની સાથે મેરલીની સામે સર્પ ડોલે તેવી સ્થિતિ થઈ જાય છે. મનમાં ન રહે અભિમાન કે બાકી ન રહે કોઈ જાતની બળતરા ! એ તો બિચારો એમને જોઈ છ૩% જ થઈ ગયો છે. એટલે એ કહે છે કે જે આપણે એ જાદુગરનું સાંભળીએ તે પછી આ કર્મ કરવાં ગમે જ નહિ ! અને વળી એ ત્યાંના કેટલાક પંડિતને પણ મળ્યો. એ બધાએ એને સમજાવ્યું કે જો એ મોટે પતિતોદ્ધારક હોય તે આ એના પંથમાંથી છૂટાં પડેલાં પોતાનાં દીકરી-જમાઈને સમજાવે, પોતાના પ્રથમ શિષ્ય ગોશાળને સમજાવે ! " હવે બસ, લાંબી વાત ટૂંકી કરને! એમાં એ શું કરે ? સૂરજ ઊગે ને ચામાચીડિયાં ફફડાટ કરે તેમાં સૂરજને શા દે! એવી વાતો નહિ ચાલે. જે સાફ સાફ કહું છું કે હું કઈ રોહિણીઆના દાદાથી ડરતો નથી. મારા બાવડાનું બળ તું ક્યાં જાણે ! એક હાથે એવા ચારને લડાવી દઉં!” આ અવાજમાં સ્ત્રીની શિખામણથી ઘવાયેલા પુરુષત્વને વિજયટંકાર હતે. બહુ મોટો લડવૈયો ન જોયો હોય તો!” વિરૂપાએ એક એવી ભાવભેગી કરી કે માતંગ ઠરી ગયે. એ હસીને ચાલી નીકળ્યા. એ
Page #43
--------------------------------------------------------------------------
________________ 24 મહર્ષિ મેતારજ વિચાર હતો કે મારી લાઠીમાં માણસને હરાવવાની વિશેષ શક્તિ હશે, કે વિરૂપાની આંખમાં ? આંબાવાડિયું વટાવી, ગઢની રાંગે રાંગે થઈ માતંગ નગરના સ્મશાન પાસે આવ્યો ત્યારે રાત્રી પૂરી જામી ગઈ હતી. ગ્રીષ્મ ઋતુનું સ્વચ્છ આકાશ તારલિયાઓથી દીપી રહ્યું હતું. તમરાંઓનો અવાજ અને શિયાળીઆઓની લારી સિવાય બીજો કઈ અવાજ સંભળાતે નહિ. સ્મશાનમાં તાજી બુઝાએલી ચિતાઓમાંથી કદી કદી ભડકા નીકળતા હતા. થોડે દૂર ગંગાનાં નીર ચૂપચાપ વહે જતાં હતાં. આકાશના તારાઓ પોતાનાં નાનાં તેજસ્વી મુખ ગંગાના જળ-અરિસામાં નિહાળી રહ્યા હતા. માત ગ રાજમાર્ગ કાપતો હોય તેટલી નિર્ભયતા ને ચક્કસાઇપૂર્વક પંથ કાપી રહ્યો હતો. અલબત્ત, એને એ વાતની પૂરી જાણ હતી કે આ પ્રદેશમાં મોટા ફણીધર ઉપરાંત વાઘવરુ પણ ફરે છે, પણ એને પોતાની લાડી ઉપર અને કમર પર રહેલા ઝેર પાયેલા છરા પર અત્યંત વિશ્વાસ હતે. ગંગાને તીરે આવતાં માતંગ ક્ષણભર રાત્રીનું ભરપૂર સૌન્દર્ય જેવા થં. એને હજી થોડું આગળ વધવાનું હતું, કારણકે પલ્લીમાં જવા માટે હોડીઓ થોડે દૂર બાંધેલી હતી. આકાશના તારાઓ ઝાંખો પ્રકાશ બધે વેરી રહ્યા હતા. આ પ્રકાશમાં માતંગની આંખોએ સ્મશાનથી થોડે દૂર ઊભેલી એક વ્યક્તિ નિરખી. એ વ્યક્તિ શાન્ત ઊભી હતી. માતંગના મનમાં કંઈ કંઈ કલ્પનાઓ ઊભરાઈ આવી. એણે જોરથી એક ખારે ખાધો, જમીન પર લાઠી ઠેકી. પણ નિસ્તબ્ધ! પેલી વ્યક્તિ તો પાષાણની પ્રતિમા માફક ખડી હતી. પીછો પકડવા પ્રેત-પિશાચ તે આ રૂપ ધરીને નહીં આવ્યું હોય? માતંગને નિર્ણય કર્યા વગર ચેન પડે તેમ નહોતું. એ રસ્તા
Page #44
--------------------------------------------------------------------------
________________ કર્મની ગત 25 પરથી જ એને પસાર થવાનું હતું. એણે કમર પરના છરાને બંધ ઢીલ કર્યો, હાથમાં લાઠી મજબૂત પકડી ને મનમાં મંત્ર જપતા જપત આગળ વધ્યો. છતાં ય પેલી વ્યક્તિ તે પ્રતિમાશી ખડી હતી. ન હલન કે ન ચલન ! માતંગ લગભગ નજીક આવી ગયો હતો. ચાલવાની સાદી ગતિ છેડી હવે એ એકએક કદમ ઉઠાવીને ચાલતો હતો. પણ આ શું! પેલી વ્યક્તિ તે જેવી ને તેવી શાન્ત જ પડી હતી. નિજીવ, નિબંધ, નિચેતન, સંસારના કોઈ પણ વાતાવરણથી પર ! માતંગ એક હાથ છરા પર ને બીજો હાથ લાઠી પર મક્કમ રાખી આગળ વધ્યો. રખેને નજીક જતાં ઊછળીને આ પ્રેત કેટે બાઝે તે ! બેએક કદમનું છેટું રહ્યું, અને તારાના પ્રકાશમાં જોવા ટેવાયેલી એની આંખોએ તરત નિર્ણય કરી લીધું કે આ વ્યક્તિ કઈ પ્રેત-પિશાચ નહીં પણ કાયોત્સર્ગમાં ઊભેલા કેઈ મુનિરાજ છે. | મુનિરાજના વેશે કેઈ ધૂર્ત કાં ન હોય? કોઈ મેલું તત્ત્વ કેમ ન હોય? પણ એની શંકા ક્ષણવારમાં દૂર થઈ ગઈ ચતુર માતંગને પરખી લેતાં વાર ન લાગી કે આ મુનિરાજ તે જ પેલો બાળકુમાર અમર. ચિત્રશાળાના પાયામાં બલિ આપવા જેની માએ વેચેલે. ધન્ય કુમાર તારા વ્રતને ! ધન્ય તારી અહિંસાને! માતંગે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. રાત વધતી જતી હતી. મધરાતના શીળા વંટોળ હવે ઊઠવા લાગ્યા હતા. આજે તો બધેથી માતંગને મોડું થવાનું લખ્યું હતું. સ્નાન કરવા આવનાર રમણીર્વાદે પ્રારંભમાં મોડું કર્યું, ઘરથી નીકળતા વળી ડાહ્યલી વિરૂપાએ ઉપદેશ સંભળાવવા રોક્યો ને છેલ્લે છેલ્લે આ બનાવ બન્યો. પણ મોડું થયું તે થયું, મુનિજનનાં દર્શન તો પામ્યા, આ સંતોષ સાથે માતંગ ઉતાવળે આગળ વળે.
Page #45
--------------------------------------------------------------------------
________________ 26 મહષિ મેતારજ પણ આજની રાત એને માટે અનેક નવાજૂનીઓ લઈને આવી હતી. એ હજી થોડે દૂર ગયો હશે કે ગંગાના નીરમાં એક નાવડી તીવ્ર વેગે માર્ગ કાપતી આવતી દેખાઈ. કેઈ પિતાને લેવા તે આવતું નથી, એ જેવા માતંગ થોડીવાર ઊભો રહ્યો. હેડ ઉતાવળે કાંઠે આવી લાંગરી. એમાંથી શ્યામ વસ્ત્રાચ્છાદિત એક વ્યક્તિ ધીરેથી નીચે ઊતરી આવી. માતંગ સાવધ થઈ ગયો, કિનારા પરના વૃક્ષની પાછળ ઝડપથી લપાઈ ગયે. હોડીમાંથી ઊતરેલી વ્યક્તિએ એક વાર ચારે તરફ જોયું. હોડીમાં બેઠેલ માણસ સાથે કંઈ વાત કરીઃ પેલે હોડી પર ઊભો થઈ સ્મશાન તરફ આંગળી ચીંધવા લાગ્યો. મધરાતનો એક મેટો વટેળ આંબાવાડિયામાંથી આવી ચકરડી-ભમરડી ખાવા લાગ્યો. એ વંટોળે શ્યામ વસ્ત્રાચ્છાદિત વ્યક્તિના શિરોઇનને કાઢી નાખ્યું. રબી ! માથેથી વસ્ત્ર ખસી જતાં કાળો ભમ્મર કેશકલાપ ને રમણીમુખ તારાઓના તેજમાં માતંગે જોઈ લીધું! કઈ ઓરત ! કઈ અભિસારિકા તે નહિ હોય? અહ, વેશ છોડ્યો, પણ વાસના છોડાય છે ! માતંગના મનમાં મુનિરાજ કેઈ છદ્મવેશી લાગ્યા. રાત તે આગળ વધતી જતી હતી. વનેચરે ય હવે બેડ તરફ પાછાં કરતાં હતાં, ને ત્યાં પલ્લીમાં ન જાણે શું થયું હશે ! છતાં અદ્દભુતતા પ્રત્યેની માનવસહજ જિજ્ઞાસા માતંગને પકડી રહી. એણે વૃક્ષની એથે લપાઈ બધું નિરખવાનો નિર્ણય કર્યો ને સવારે જ્ઞાતપુત્રના ધર્મ પર કલંકસમાન આ સ્વાર્થ સાધુઓને છડેચોક ઉઘાડા પાડવાની ત્યાં ને ત્યાં પ્રતિજ્ઞા કરી. - પેલી સ્ત્રી ધીરે ધીરે આગળ વધતી હતી, પણ મુનિરાજની શાન્તિમાં લેશમાત્ર ખલેલ નહતી પહોંચી. એ તે હતા તેવા ને તેવા ધ્યાનસ્થ હતા !
Page #46
--------------------------------------------------------------------------
_
Page #47
--------------------------------------------------------------------------
________________ છે જ આ કે .. કી :: ફિરકી - IIMLITIA S T 11 1iii'TTTTTTTTT TTA તારાઓના પ્રકાશમાં પણ તેજકણ વેરી રહેલી ધારદાર છરી તોળાઈ રહેલી દેખાઈ. કુમાર પ્રિનરી - અમદાવાદ “ક ર્મની ગત, પૃ. 27??
Page #48
--------------------------------------------------------------------------
________________ કર્મની ગત 27 મારાં બેઠાં ઠગ! પેલા પુરાણું ખરું કહેતા હતા કે પુરુષનું ભાગ્ય અને સ્ત્રીનું ચરિત્ર દેવો પણ નથી જાણી શક્તા, તે બિચારા મનુષ્યનું શું ગજું?૧ " * આવનાર શ્યામવસ્ત્રધારી સ્ત્રી વનપ્રદેશમાં ચાલવાને અજાણું હોય તેમ લાગતી હતી. એ વારે વારે ઠેકર ખાતી છતાં અવાજ ન થાય તે રીતે સાવધાનીથી વર્તતી, આગળ વધતી હતી. થોડીવારમાં એ ઠેઠ મુનિરાજની પાસે પહોંચી ગઈ. ક્ષણવાર એ ધારી ધારીને મુનિરાજને જોઈ રહી. મુનિરાજ તો પ્રતિમા શા ખડા હતા ! પૂરો પાખંડી !" માતંગ મનમાં બબડ્યો; એના દિલમાં જબરો પુણ્યપ્રકોપ જાગી ઊઠયો હતો. અને પેલી સ્ત્રી વૃક્ષને વેલી વીંટાય, વાંદરીને બચું વળગી પડે તેમ જોરથી મુનિને વળગી પડી. પણ આ શું ! તેનો એક હાથ ઊંચો થયો. એ હાથમાં તારાઓના પ્રકાશમાં પણ તેજકણ વેરી રહેલી ધારદાર છરી તળાઈ રહેલી દેખાઈ. એ છરી બે વાર ઊંચી થઈને બે વાર નીચી નમી. કેઈ કુમળું વૃક્ષ મૂળથી ઉખડી પડે એમ મુનિરાજ ધરણી પર ઢળી પડ્યા. રત એક હાથમાં છરી પકડી પાછલે પગે નાઠી. ખૂન ! કતલ !" માતંગે અચાનક બૂમ પાડી. આ બૂમ ગંગાના નીરવ જળ પર થઈને સામાં કેતરમાં પડઘા પાડવા લાગી. પોતાનાં કૃત્યને કોઈ અજાણું આંખો નિરખી રહી છે, એનું ભાન આવતાં સ્ત્રી મૂઠીઓ વાળી હોડી તરફ નાસી. - માતંગ એને પીછો પકડવા જેવો આગળ ધસ્યો કે ગિરિકંદરાઓને પ્રજાવતો ઘુઘવાટ સંભળાયો. અંધારી રાત, નદીકિનારો અને 1 स्त्रियाश्चरित्रं पुरुषस्य भाग्यं, देवो न जानाति कुतो मनुष्यः //
Page #49
--------------------------------------------------------------------------
________________ 28 મહષિ મેતારજ નિર્જન જંગલ ! આખા ય પ્રદેશ પર હક જમાવતે એ ઘુઘવાટો જાણે અનન્ત સુધી સામ્રાજ્ય જમાવી ગયે. નાટકનો પડદો ખેંચાય ને ભયંકર દશ્ય રજૂ થાય એમ આ બનાવ બની ગયો. જોતજોતામાં નાની એવી ટેકરી પરથી મોટી પૂંછડી પછાડતે એક વાઘ ઊતરી આવ્યો. વનના આ બેતાજ બાદશાહની હાક પાસે ભલભલા વીરને મદ ગળી જાય ! માતંગ એકવાર ભયથી પાછો હટી ગયો. ભેદી રમણ પણ ડગલું ય આગળ વધી શકી નહીં. પોતાના પાપકર્મને આખરી ફેસલો અહીં ને અહીં આવેલ જોઈ, એની શધબૂધ ખસી ગઈ યમરાજનો અવતાર બનીને આવેલા રાજા ફરીથી ગરજ્યો. જેમ માનવી શકના પ્રસંગે રડે છે, સુખપ્રાપ્તિના પ્રસંગે હસે છે, ને મસ્તીના પ્રસંગે કઈક ધીમો ગુંજારવ કરે છે એમ પશુઓ પણ જુદા જુદા સૂર કાઢે છે. માતંગ સમજી ગયો કે આ ગર્જના હર્ષની હતી; ક્ષુધાતુરને શિકાર હાથવગે થયાની હતી. વનના રાજાએ એક જ છલાંગ ભરી; અને સ્ત્રીના દેહને પંજા વચ્ચે પકડી લીધો. એક જ પજે, છેલ્લી હૃદયભેદક કરુણ ચીસ અને કામ તમામ! લોહીના કુવારાઓ ગંગાના તીરને રંગી રહ્યા. ઓરતના નિર્જીવ દેહને થોડે દૂર ઘટાદાર વૃક્ષ નીચે ઘસડી જઈ આ વનરાજ પિતાનું ભોજન પૂરું કરી લેવા વ્યગ્ર બને. માતંગે વનરાજના પ્રત્યાગમન સુધી શાન્ત રહેવામાં જ ડહાપણ માન્યું. જીભના લપકારા અને વાધના મેની દુર્ગધ આખા વાતાવરણને ભરી રહી હતી. એક તરફ નિર્જીવ લેહીતળ મુનિરાજનું શબ, બીજી તરફ ખૂની આરતના દેહનો ભક્ષ કરતે વનને વિકરાળ પશુ અને માથેથી સમસમાટ કરતી વહે જતી ઘનઘેર રાત્રી ! માતંગના
Page #50
--------------------------------------------------------------------------
________________ કમની ગત 29 દિલને આશ્વાસન આપવા એકાદ જળચર પ્રાણીયે બેલતું નહોતું; જાણે બબે માનવજીવનના કરણ અંતને બધે સોપો પડી ગયો ! વીજળી અને વરસાદથી તેફાની બનેલ અંધારી રાત્રે જનના જજનનો પંથ કાપનાર માતંગ આજે કમજોરદિલ બની ગયો. એને જમીન ભારે લાગવા માંડી. આસ્માન ઉપરથી પડું પડું થતું લાગ્યું. પગને જાણે કોઈએ સીસાના રસથી ભરી દીધા. કેમે ઉપડે જ નહિ ! માતંગ મંત્ર ઉપર મંત્ર બોલવા લાગ્યો. ચારે દિશાના દેવોને મદદ માટે આવાહન આપવા લાગ્યો. થોડીવારે એના દિલને શાતા વળી. પગ હળવા થતા લાગ્યા. વાઘ પણ આજપૂરતું ભેજન જમી ઓરતની લાશને એક ખાડામાં સંતાડી ધીરેધીરે ટેકરી પાછળ અદશ્ય થઈ ગયો. માતંગના શિર પરથી આકાશનો બોજ હળવો થતો લાગ્યો. એ આગળ વધવાને બદલે ઘર તરફ વળ્યો. સોએક ડગલાં ચાલ્યો હશે ને વળી વિચાર આવ્યો, લાવને જોઉં તો ખરો પેલી સ્ત્રી કોણ હતી? સદાને માટે અજાણ્યો રહેવાને આ કોયડો ઊકેલતો તે જાઉં. વળી બીજો વિચાર આવ્યો. આજની રાત ભારે છે, ઝટ ઘરભેગે થઈ જાઉં એમાં જ સાર છે. એ આગળ વ. વળી એના દિલમાં સૂતેલું પુરુષત્વ સળવળ્યું. એણે આમ કાપુરુષ થઈને ઘેર નાસી જતા માતંગને જાણે ચૂંટી ખણી. ધિક્ તારા મંત્રને, ધિક્ તારી જાતને ! આ લાઠી અને આ વિષધર છરે તારાથી શરમાય છે ! અને એકદમ માતંગ પાછો ફર્યો. એને એટલી તે માહિતી હતી કે પેટપૂરતું જમીને વિદાય થયેલ વનરાજ આજે ફરી પાછા આવવાને નહિ ! એ તે અત્યારે પિતાની બેડમાં નિરાંતની નિદ્રા લેતો હશે. છતાં કમર પરનો રે ઢીલો કર્યો, એકાદ મંત્ર જપે ને આગળ વ. બાજુમાં મુનિરાજનું શબ એ જ શાન્તિ ધારીને પડ્યું હતું
Page #51
--------------------------------------------------------------------------
________________ 30 મહર્ષિ મેતારજ શોણિતની નાની એવી નદી વહીને થોડે દૂર થંભી ગઈ હતી. માતંગે નીચા વળીને જોયું તે મુખ પર એ જ શાન્તિ, એ જ સૌમ્યતા, એ જ કાતિ ! સુખની કોઈ ચિરનિદ્રા જાણે મુનિરાજ માણી રહ્યા હતા ! વહેમે ભરાયેલા ને શંકાશીલ બનેલા માતંગથી સહેજે નમસ્કાર થઈ ગયા. એ ગદગદ કંઠે આગળ વધ્યો. ઓરતના શબવાળો ખાડો શોધી લેતાં માતંગને વાર ન લાગી. ધૂળ, કચરે ને ઊઝરડાથી એનું મુખ ન કલ્પી શકાય તેવું ભયંકર થઈ ગયું હતું. કેટલાક અવયવો તૂટી ગયા હતા. કેટલાક વનવ્યાધ્રના ઉદરમાં પ્રવેશ કરી ગયા હતા. માતંગે એ મને ઓળખવા ધૂળ ને કચરો હળવે હાથે દૂર કર્યા. ગુનાને પણ નામ દેવાનું મન થયું હશે. જગતની અનોખી સ્વાર્થધતા જાહેર જ થવાની હશે, વનના વાઘને પણ પોતાને માથે બિનગુનેગારને હણાનું આળ લેવું ગમ્યું નહિ હોય. એ કલંકિત મેં તરત જ પરખાઈ ગયું. આ એ જ સ્ત્રી, જેણે ચિત્રશાળાના દરવાજામાં બલિ આપવા દીકરો વેચેલે. પેલા મુનિરાજની માતા, અરે માતા શાની? ખૂની ! એવી માતાને ઘેર આવાં સંતાન જન્મ લે એ જ કર્મની વિચિત્રતા ! કર્મ ! માતંગને વિચાર થઈ આવ્યા. આ શબ્દ તે પેલા શ્રમણ મુનિઓને ! એ મુનિઓ કર્મની ગતિ મહાન બતાવી રેજ ઉપદેશ આપે છે. અહા, એ જ કર્મની ગતિને કે સાક્ષાત્કાર ! કેણ મા ને કેણુ બાપ ! કેણ પિતા ને કણ પુત્ર! અને મડદું સળવળતું લાગ્યું. પાસેના વૃક્ષ પરથી કોઈ ખડખડ હસતું લાગ્યું. માતંગ એકદમ ઊભો થઈ ગયો. એ પાછા પગે થોડું ચાલો, ને પછી મૂઠીઓ વાળી નાઠો. મડદા નીચેથી એક ઘેરખોદિયું નીકળીને નાસતું હતું. આંબાવાડિયા નીચેથી ચાલ્યા જતા માતંગને જોઈ જાણે આમ્રપણે
Page #52
--------------------------------------------------------------------------
________________ કર્મની ગત 31 www હસી રહ્યાં હતાં. પણ એ તે આડુંઅવળું કંઈ પણ નીરખ્યા વગર પિતાના કૂબાઓની પાસેના ટીંબે આવી ઊભો. ટીંબાની નીચે એક કૂતરીને તાજ વિયાએલાં બચ્ચાં ચસચસ ધાવતાં હતાં, અજાણ્યાને જોઈ કૂતરી ભસી ઊઠી. માતંગના દિલને ભસવાના અવાજથી કંઈક શાન્તિ વળી. એના મનની નિર્જનતા એકદમ ઓછી થઈ ગઈ. એ મોટી ડાં ભરતો પિતાના વાસમાં જઈ પહોંચ્યો. જે એ પિતાના ઘરભણી આગળ વધે છે, કે સામે ધનદત્ત શેઠની દાસી આવતી મળી. “કેણ નંદા? અત્યારે કેમ આવી હતી ! " નંદાના હાથમાં કંઈક વસ્ત્રમાં વીંટાળેલું હતું, પણ માતંગની આંખો અત્યારે નવું જોવા ને જાણવા માટે અશક્ત હતી. નંદા ધીરેથી બોલી: શેઠાણીબાએ વિરૂપાની ખબર લેવા મોકલી હતી. વિરૂપાએ તો લક્ષ્મીને અવતાર આપ્યો છે.” “લક્ષ્મી એટલે ?" માતંગની સમજશક્તિ અત્યારે બહેર મારી ગઈ હતી. દીકરી.” મારે ત્યાં દીકરી અવતરી?” માતંગ નિરુત્સાહમાં આગળ વધી ઘરની ઓશરીમાં બેસી ગયો. એને અત્યારે કંઈ સૂઝ નહોતી પડતી. આકાશમાં પરોઢની ઝાંખી ઊગતી આવતી હતી. વહેલી ઉઠેલી સ્ત્રીઓના નૂપુરઝંકાર ઠંડી પડેલી રાતમાં ખૂબ મીઠા લાગતા હતા.
Page #53
--------------------------------------------------------------------------
________________ પરભ્રતિકા [ 8 ] કેટલાક દિવસો પછીની એક સવાર ઊઘડતી હતી. કામ વસંતની વાડીએ વાડીએ ગાનારી પરભૂતિકાઓને (કેયલોને) ઓધાનના મહિનાઓ પૂરા થતા હતા. નર અને માદાએ નવા સંસારની રાહમાં ડાળીએ ડાળીએ બેસી ગૂંજવા માંડ્યું હતું. કેટકેટલી પરભૂતિકાઓએ સંતાનને જન્મ આપ્યો હતો, પણ નગરી પરભ્રતિકાઓ ગાવા ને નાચવામાંથી નવરી પડે તે સંતાનને ઉછેરે ને ! એ તો જઈ જઈને પારકી માતાઓના માળા ભેગાં પોતાનાં સંતાન મૂકી આવી હતી, અને એ રીતે તરત નિવૃત થઈ રંગીલી રસીલી પરભૂત પાછી નર સાથે ગાવા લાગી ગઈ હતી. પણ એ નિષ્ફર પરભૂતિકાઓને ધીરે ધીરે એક વાતની પીડા જાગતી જતી હતી. પારકી માતાના માળામાં સંતાન તો મૂકી આવી પણ નારીના દિલમાં વસતું માતૃત્વનું વહાલસોયું મન થોડું મૂકતી
Page #54
--------------------------------------------------------------------------
________________ પરસૃતિકા 33 આવી હતી ! એ મન હવે એને ખૂબ પજવવા લાગ્યું હતું. આમ્રઘટાઓ અને દ્રાક્ષના લતામંડપમાં આખો દિવસ ટહુકાર કરતી આ નારીને હવે પેલા માળાથી દૂર જવું નહોતું ગમતું. બહારથી તે એ ડેળઘાલુ કહેતી કે મારે સંતાન જ ક્યાં છે, કેવી ફક્કડ છું, અને એ રીતે દેશદેશના પરભકતોને પિતાના રૂપથી આંજતી, છતાં અંદર વસેલું મન ઘણીવાર બંડ કરતું, એના કાળજાને ચૂંથતું. કઈ કહેતું “ઓ નિષ્ફર માતા ! તારા સંતાનના દેહ પર એક વાર પાંખો પસારી અડધી ઘડી ભેટી લેવાનું ય દિલ નથી થતું !" માતા બધું ય સમજતી, પણ શું કરે ! એ નિરુપાય હતી. એને સમાજ વચ્ચે જીવવું હતું. અને તે માટે એ જ બનાવટી ડોળથી ગીત ગાવાં પડતાં છતાંય કેટલીક અનુભવી પરભ્રતિકાઓ જરૂર કહી દેતીઃ અલી, તારું ગાન કેટલું મીઠું બન્યું છે ! નક્કી કઈ માયાની મીઠી વેદના તારા સ્વરને તપાવી રહી છે. એ વિના આટલી મિઠાશ ન સંભવે ! " બિચારી પરભૂતિકા શું કહે ? અને એવી જ સ્થિતિ જોગવી રહેલી રાજગૃહીનાં હીણાં કુળની શ્રેષ્ટ પરભૂતિકા વિરૂપ પણ કેને શું કહે ? લક્ષ્મીને જન્મ થયો સાંભળી માતંગે તો મોટો નિસાસો નાખેલો. દીકરી તે બાપના બાકી રહેલા મને રથ પૂરે ! ઘા સામે ઘા ઝીલી શકે ! માતંગને તે રેહિPયના જેવો ભડ દીકરો જોઈ તે હતા. - ભોળા દિલના માતંગે સુવાવડી વિરૂપાને આ વાત કરી. વિરૂપાએ પથારીમાં પડ્યા પડ્યા કહ્યું: “તને દીકરી ન ગમે. બાકી મારાં સુંડલો ને સાવરણી તે દીકરી જ મૂકાવશે.”
Page #55
--------------------------------------------------------------------------
________________ 34 મહષિ મેતારજ પણ માતંગનાં આ કૂડાં વેણથી જાણે લક્ષ્મીજી રિસાઈ ગયાં હેય તેમ, દીકરી છએક દિવસે પરલોકગમન કરી ગઈ. દશેક દિવસે વિરૂપા ખાટલેથી ઊઠી ઘરમાં કામકાજ કરવા લાગી. માતંગ થોડા દિવસ ઉદાસ રહ્યો, પણ વિરૂપાની મેહજાળમાં ધીરે ધીરે બધું ભૂલી ગયો. પણ વિરૂપાની સ્થિતિ તે સંસારની વાટમાં ભૂલા પડેલા પ્રવાસી જેવી હતી. હસવું કે રડવું, આનંદ કરવો કે અશ્રુ સારવાં, શું કરવું એની સમજણ જ નહોતી પડતી. એનું વક્ષસ્થળ વિશાળ બન્યું હતું, એનો કંચૂકીપટ ફાટફાટ થતું હતું, અને અંદરથી જાણે કેઈ ધેધ બહાર ધસી આવવા ઘૂમરડા લઈ રહ્યો હતો. અંગપ્રત્યંગ વધુ ને વધુ પુષ્ટ બનતાં ચાલ્યાં હતાં. એના કદલીદળ જેવા હસ્ત વધુ સ્નિગ્ધ બન્યા હતા, એના કામદેવની કામઠી સરખા લાલ ઓષ્ઠ વધુ સુરક્ત બન્યા હતા; પણ શા કામના ! મનની પરવશતામાં એ હાથ ઘણીવાર કંઇ ગ્રહણ કરવા લાંબા થતા, એના ઓષ્ઠ કેઈની પ્રતીક્ષામાં વારેવારે નિષ્ફળ રીતે ઊઘડી જતા, વાતવાતમાં વક્ષસ્થળ ઊછળવા લાગતું. ઘેલો માતંગ વિરૂપાને જોઈ કહેઃ “પાકી ગલ જેવી થઈ છે.” અને બીજા બધાને પણ એવો મત હતે. છતાં વિરૂપાની સ્થિતિ પેલી પરભૂતિકાના જેવી હતી. પિતાના સંતાનને પારકા માળામાં હશે હેશે મૂકી આવી હતી. માનતી હતી કે વાત ભૂલાઈ જશે ને કાળનાં વહેણ વહેતાં રહેશે, પણ દીકરીનું મૃત્યુ થતાં વાત ન ભૂલાઈ આજ સવારથી એ બેચેન હતી. પાછું મનદુઃખ જાગ્યું હતું. પારકા માળામાં મૂકેલું પિતાનું સંતાન કેવું હશે ! માતંગનું માં લઈને આવ્યું હશે કે પોતાની આકૃતિ લઈને ! એનાં નેત્રો માતગ જેવાં
Page #56
--------------------------------------------------------------------------
________________ પરભૂતિકા 35 સહેજ ભૂરાં હશે કે પિતાનાં જેવાં આસ્માની ! અને એની નાસિકા ! - વિરૂપા કલ્પનાની સૃષ્ટિમાં સરવા લાગી. ભલે માતંગ દેખાવડો રહ્યો, પણ મદમાં સદા ફાટી રહેતી એની નાસિકા મારા બાળકને નહિ શેભે ! નાની એવી પણ સુરેખ નાસિકા જ એને હશે. પહેલાં એકવાર બંનેને એકાંતમાં ચડસાચડસી થયેલી. માતંગ કહે કે બાળક મારા જેવું થશે, વિરૂપા કહે મારા જેવું. અને સ્મૃતિવિહારે ચઢેલી વિરૂપાની નજર સમક્ષ નાના નાજુક હાથપગ ઉછાળતું, કેમળ કિસલય જેવું બાળક ખિલખિલાટ કરતું દેખાયું. બરાબર મારા જેવું જ! ચાલ માતંગને બતાવું ! ને વિરૂપા એકદમ આવેગમાં ઊભી થઈ ગઈ. પણ આ શું! ઘેલછા તે નથી ઊપડીને! બીજી જ પળે એ સાવધ થઈ ગઈ. લાંબા કરેલા હાથ વક્ષસ્થળ પર સખત રીતે દાબી દીધા. શાન્તિ માટે એક ભજન ગાતી ગાતી કામે લાગી. ભૂલ્ય મનભમરા, તું ક્યાં ભમ્યું? ભમિ દિવસ ને રાત, મા યા ને બા એ પ્રાણિ છે, ભમે પરિમલ જાત. કે નાં છે શું કે નાં વા છે શું કોનાં માય ને બાપ, અં તે જાવું છે એ ક હું, સાથે પુન્ય ને પાપ. સવારની મીઠી પવનલહેરે પર સવાર થઈને આ કંઠસ્વર વહેતા ચાલ્યો. મૂળથી જ મીઠો સ્વર, એમાં વેદનાના-વૈરાગ્યના ઝંકાર ઉમે
Page #57
--------------------------------------------------------------------------
________________ 36 મહર્ષિ મેતારજ રાયા! કાઈ અપૂર્વ રસની ખરલમાં ઘૂંટાઈ ઘૂંટાઈને આવતા હોય એવા આ સ્વરે હતા. લોકપરિચય સાધી રહેલા શ્રમણએ દીનહીન લેકોને શાનાં ગૂઢાર્થવાળાં સૂકતે ને ઋચાઓને બદલે પ્રાકૃત ભાષાનાં આવાં પદે શિખવાડ્યાં હતાં. એમાંનું આ એક પદ આજે વિરૂપાને મદદ કરતું લાગ્યું. એની બહાવરી દશા ઓછી થતી ચાલી. “ધમણ ધનંતી રે રહે ગઈ, બુઝ ગઈ લાલ અંગાર, એરણકે ઠબકે મલ્યો, ઊઠ ચલ્ય રે લુહાર ! ભૂલ્યા રે મનભમરા...આ શબ્દ વિરૂપાને ઠીક શાન્તિ આપી. એ પંક્તિ પુનઃ પુનઃ બેવડાવવા લાગી. આમ ને આમ કેટલી ય પળે વીતી ગઈ હશે. અચાનક કેઈએ એને બોલાવી. વિરૂપા!” ધનદત્ત શેઠની દાસી ઊભી ઊભી બેલાવી રહી હતી. " કેણ નંદા ! " “હા, હા, હું નંદા ! વિરૂપા, હવે તે તું કાયલ થઈને ઊડી જવાની લાગે છે. ગાવામાં એવી તે મગ્ન થઈ ગઈ હતી કે મેં ચાર વાર બોલાવી તે ય ન બોલી. જેજે પેલા માતંગને ન રખડાવતી !" નંદા, મશ્કરી શું કામ કરે છે ! કેમ આવી હતી, બેન !" વિરૂપાએ મિઠાશથી કહ્યું બા બોલાવે છે. ત્યાં તારા નામની માળા જપાય છે, અને અહીં તે તને કશી ચૂધ જ નથી. બાળકના પ્રથમ દિવસના જાતકર્મ સંસ્કાર વિષે તો તું જાણે જ છે ! તને બોલાવાય એમ હતું જ નહિ ! બીજે દિવસે જાગરણ ઉત્સ- અને ત્રીજે દિવસે સૂર્યચંદ્રદર્શન પણ બરાબર પતી ગયાં. બાળકની શી કાન્તિ ! ધનદ શેઠ તો પુત્રની.
Page #58
--------------------------------------------------------------------------
________________ પરભૂતિકા 37 કાંતિ જોઈ ઘેલા બની ગયા છે. તેઓ તે રાજકુમારના જેવા બધા સંસ્કારો ઉજવવાના છે.” “એમ કે, વાહ રે નસીબ ! " પાછી ગાંડી ગાંડી વાત કરવા માંડી ! વિરૂપા, ત્રીજા દિવસથી એક સપ્તાહ સુધી તે સંગીત, નૃત્ય, વાજિંત્ર, ખેલ, નાટક-વગેરે ચાલ્યાં, આખું અઠવાડિયું એક સ્વર્ગીય આનંદનું વીત્યું. શેઠે રાજાજીને પિતાને આંગણે તેડ્યા. પિતાની તમામ દુકાને તેલ-માપ વધારી દીધાં. મોતી, મણિ, કનક, હિરણ્ય ને પશુ દાનમાં દીધાં. શેઠે તે બાળક માટે દેશદેશની ધાત્રીઓ બેલાવી. કોઈ બરબર દેશની છે, કઈ મિલની છે, કઈ સિંહલ, અરબ ને પુલિંદની છે. શબર ને પારસ દેશની પણ આવી છે. બાળકના જતન માટે ચાર ધાત્રીઓ રાખવાના છે. " ત્યારે તે ફૂલની જેમ બાળકની સંભાળ થશે.” વિરૂપાના મુખ પર અવર્ણનીય આનંદની સુરખી ઉભરાઈ રહી હતી. “એવી જ સંભાળ શોભે ને ! વિરૂપા, અમાપ સંપત્તિના એકમાત્ર અધિકારીને માટે આ કંઈ વધુ નથી. પણ, હા, આ બીજી બાબતમાં ખરી વાત તે કહેવી ભૂલી જ ગઈ. અલી, બારમે દિવસે તો મોટી ધમાલ મચી. નામસંસ્કરણને દિવસ એટલે સવારથી જ્ઞાતિજને, સ્વજને, મિત્રો અને આત્મીયોથી ઘર ઉભરાઈ રહ્યું હતું. મોટા મોટા જોશી પણ આવ્યા હતા. જેશીઓએ જોશ જોયા અને નક્ષત્ર, રાશિને કરણને મેળ મેળવ્યું. તેઓ તે નાચી ઊડ્યા, ને બોલ્યાઃ “શ્રેષ્ઠિવર્ય, આ બાળક મહાન પદવીને પામશે. ધર્મ, અર્થ અને કામને પ્રાપ્ત કરી, સંપૂર્ણ રીતે ભોગવીને અંતે માનવજીવનના અંતિમ પુરુષાર્થ મોક્ષને પણ સાધશે. એની નામના દિગદિગન્તમાં વ્યાપશે. એનું નામ!પણ તેઓ કંઈપણ નામવિધિ કરે તે પહેલાં " જ પાસે બાળકને લઈને ઊભેલી એક ધાત્રી બોલી ઊઠી:
Page #59
--------------------------------------------------------------------------
________________ 38 મહર્ષિ મેતારજ જોશીજી મહારાજ, એનું નામ રખે પાડતા ! એની રાશી પણ જોશો મા ! શેઠાણબાએ કહેવરાવ્યું છે, કે હમણું નામ નથી પાડવાનું. થોડા વખત પછી કોઈ શક કે મેત પાસે પડાવવા વિચાર છે. આટઆટલાં સંતાનની અછત અને અત્યારે નામ પાડવાની ઉતાવળ શી ! " બિચારા જોશી મહારાજને નકામા ઝાંખા પાડ્યા.” વિરૂપાએ વચ્ચે ટીકા કરી. ન પાડે તો શું કરે ! એ તે તારા નામની માળા લઈ બેઠાં છે. નામકરણ તારી પાસે જ કરાવવાનું છે. આજે સવારમાં ઊઠતાં વેંત જ મને બોલાવવા મોકલી છે.” “નામ નહોતું પાડવાના ને ! " એ તે બહાનું. પણ હવે જલદી ચાલ ! વાતમાં ને વાતમાં બહુ મોડું થઈ ગયું. શેઠાણબા તારી રાહ જોઈને ક્યારનાં બેઠાં હશે. મેં અહીં મારું પારાયણ ચલાવ્યું ને ત્યાં નક્કી ઠપકો મળશે.” બાળકને જોવાની અદમ્ય લાલસા દિલમાં ઘોળાતી જ હતી. અચાનક અણધાર્યો પ્રસંગ પ્રાપ્ત ગયેલ જોઈ વિરૂપા એકદમ લાગણીવશ બની ગઈ. ધીરે હાથે કેશ સમારી, ઉત્તરીય બદલી એ નંદાની પાછળ ચાલી નીકળી. એના હદયમાં અત્યારે એક અજબ તોફાન જામ્યું હતું. બંને ધનદત્ત શેઠની હવેલી નજીક આવ્યાં ત્યારે અંદરથી મંગળગીતેના સ્વરે આવી રહ્યા હતા. સોનેરસેલી દીવાલને પુષ્પમાળા, ગજરા વગેરેથી શણગારી હતી. સુગંધી ધુપદાનીઓને સુગંધી ધુત્ર આખા વાતાવરણને મઘમઘાવી રહ્યો હતો. પરિચારકે, ગાયકો ને વાદકે આડાઅવળા ફરતા જેવાતા હતા. ગૃહાંગણમાં સુંદર રંગોળીઓ પૂરી હતી. ઘરનાં પશુઓને પણ શણગાર્યા હતાં.
Page #60
--------------------------------------------------------------------------
________________ પરસૃતિકા 39 બધે આનંદની લહેર વાઈ રહી હતી, પણ સહુના દિલને એક વાત અણછાજતી ભાસતી હતી. વિપુલ સંપત્તિના ધણ ધનદત્ત શેઠના પુત્રનું નામ પાડનાર મેત ! બટલી નંદા સાથેની વાતમાં વિરૂપાને આવતાં સહેજ વિલંબ થયો. બધાં સ્નેહીઓ જાતજાતને ગણગણાટ કરી ઊડ્યાં, પણ શેઠાણું મકકમ હતાં. અને શેઠ હવે કોઈ પણ રીતે શેઠાણીને દુભવવાની મનોભાવનાવાળા નહોતા. આખરે વિરૂપા દેખાણું. નંદાની પાછળ એ ધીરે ધીરે ચાલી આવતી હતી. દૂરથી જોનારનાં નેત્રાને નાથી લે એવો કેશકલાપ, લીંબુની ફાડ જેવાં કાળાં ભમ્મર નયન, મજબૂત ને સ્નાયુવાળા અંગપ્રત્યંગ, સુરેખ નાસિકા ! વિરૂપાના દેહદર્શને એકવાર બધાના દિલમાંથી નીચ-ઊંચની ભાવના ભૂલાવી દીધી. એણે સાદુ એવું ઉત્તરીય પહેર્યું હતું. પણ એના અંગે સાથે એ એકમેળ થઈ ગયું હતું. એના ભરાવદાર સ્તને સંતાડતું પટ કિંમતી નહેતું; પણ જેનારને જાણે કાવ્યની કઈ શિંગારપંક્તિઓ ત્યાં શેભતી હોય તેમ લાગતું હતું. જઈને વિરૂપા લાગે છે મારા-તમારા જેવી!” શેઠાણીથી ન રહેવાયું. નીચને નખરાં ઝાઝાં.” એક વૃદ્ધ સ્ત્રીએ મનભાવનાને પડઘો પાડ્યો. કેણ નીચ, કોણ ઊંચ ! જે હલકાં કરમ કરે તે નીચ ને સારાં કરે તે ઊંચ. સહુ પિતાનાં કરમાકરમને સરવાળે કરે તે સહુ પિતે આપમેળે સમજી શકે કે કેણુ ઊંચ ને કણ નીચ ! " આ વાત કદાચ ચર્ચાનું ગાન બની જાત, કારણ કે આવા વાયરા આજકાલ ઘેરઘેર વાતા હતાઃ કેટલીક વાર રણમેદાન પણ થઈ
Page #61
--------------------------------------------------------------------------
________________ 40 મહષિ મેતારાજ જતાં, પણ વિરૂપા નજીક આવી પહોંચી હતી. એ થોડે દૂર ઊભી રહી કુશળ પૂછવા લાગી. સુરૂપા, નજીક આવ !" શેઠાણીએ પ્રેમથી કહ્યું. એ અવાજમાં કંઈક જુદી મમતા હતી. સ્વજનોને આ મમતા ન ચી. “ના, બા, હું નજીક નહિ આવું. નજર લાગે.” “તારી નજર લાગે માટે જ તને બોલાવી છે. બરાબર તારી નજર લગાડજે !" વિરૂપા સંકેચાતી સંકેચાતી નજીક આવી. આટલાં સ્ત્રીપુરુષો વચ્ચે એ આવી છૂટ લેતાં શરમાતી હતી. પણ શેઠાણીએ તે શરમ, સંકોચ કે મર્યાદાનાં બંધને વેગળાં મૂક્યાં હતાં. શેઠાણીએ બાળકને ઉપાડી વિરૂપાના હાથમાં મૂકી દીધો. બધાં સ્વજને ચમકી ઊઠયાં. પણ વિરૂપાની મીટ બાળકના દેહ પર મંડાઈ ગઈ હતી. પિતાની જ સુંદર નાસિકા, ખીલતી કળી જેવા એ જ પોતાના છે, પણ ભાલપ્રદેશ માતંગના જેવો સહેજ ઉપસતે ! માતંગ ઘણીવાર વિરૂપાને કહે કે તારી કીકીમાં ખંજન પક્ષી નાચે છે. એવી જ કામણ કરનારી કીકીઓ આ બાળકની હતી. મેહની આ બે ક્ષણ વીતી–ન વીતી ત્યાં વિરૂપ સ્વસ્થ થઈ - ગઈ. પોતાની જાતને સંભાળી લેતાં બેલીઃ જુગ જુગ જીવો મારા લાલ ! બા, કેવી નમણું કાતિ ! મેં–નાક તે તમારા જેવાં જ છે. અને આ ભાલપ્રદેશ બરાબર શેઠ જેવો” “હવે એ વાત મૂક ને! તને નામ પાડવા બોલાવી છે કે ભાષણ કરવા. નામ પાડી દે ! "
Page #62
--------------------------------------------------------------------------
________________ પરભૃતિકા 41 “હું શું નામ પાડું! મારે લાલ મેટ થાય, ને અમારે આર્ય થાય-અમારે પૂજ્ય થાય એ જ માગું છું. અને એની યાદ માટે હું તે “મેતાર્ય' નામ પાડું છું.” “મેતાર્ય, મિત્રાર્ય ! સુંદર નામ!” “ખોટનાં નામ એવાં જ હોય ! " એકે વિરોધીઓને શાન્ત. કરવા ખાતર ઊમેર્યું. બધે મંગળધ્વનિ પથરાઈ રહ્યો. નામવિધિ સંપૂર્ણ થઈ વિરૂપા બાળકને ઊંચું ઊંચું લઈને ઉછાળી રહી હતી, ત્યાં તો બાળકે એના સ્તનપ્રદેશ પર નાજુક હાથથી પ્રહાર કર્યો. જાણે નાજુક મૃદંગ પર કેઈ સંગીતનિપુણ પરીએ થાપી મારી. એ મસ્ત મૃદંગમાંથી છૂટેલો પ્રચંડ નિનાદ અશ્રાવ્યું હતું, પણ એને વિરૂપાના દિલમાં તે પ્રચંડ શેષ મચાવી મૂક્યો. એનું મનમંદિર એક વાર લાગણીઓના રમઝમાટથી ધ્રૂજી ઊઠયું. બાળક પણ એટલેથી ન અટક્યું. અંદર લહેરાઈ રહેલ પ્રચંડ નદને પીવા નાનું શું કમળપાંખડી જેવું મુખ ખોલ્યું. વિરૂપાના હૃદયમાં એકદમ આંધી ઊઠી. એને લાગ્યું કે છાતી પરના આ બે પહાડે હમણાં જ ચિરાઈ ઊઠશે, ને જળધારા વછૂટી ઊઠશે. એણે મહામહેનતે સંયમ જાળવ્યો. અત્યંત પ્રયત્ન ભાગ|ીઓને કબજે કરી અને બાળકને એકદમ પાછું આપી દીધું. એ વિદાયના બે શબ્દો બોલ્યા વગર જ ઘર તરફ પાછી ફરી. એના હૈયાને કોઈ મજબૂત હાથે પીસી રહ્યું હતું. દૂર દૂર આંબાવાડિયામાં પરભૂતિકાઓ ગાઈ રહી હતી. મનુકુળની આ પરબ્રતિકાએ પણ મનને શાન્ત કરવા ટહુકવા માંડયું. ભૂલ્ય રે મનભમરા ક્યાં ભમ્યો?
Page #63
--------------------------------------------------------------------------
________________ રે હિ ણે ય [5] ગંગાને પાર આવેલી પલ્લીમાં ખૂબ ભડાભીડ જામી હતી. રોહિણીઆનો દાદો મૃત્યુને ખાટલે પડ્યો હતો. વયેવૃદ્ધ સાવજસમી એની પડછંદ કાયા પડી પડી હુંકાર કરી રહી હતી. ઢાલ જેવી એની છાતી, વૃદ્ધાવસ્થાથી થાકી ગયેલી તે ય ધમણની જેમ ઊછળી રહી હતી. યમરાજના ઓળા સામે પથરાતા હતા, છતાં ય એની આંખોના ખૂણું એવા જ લાલ હતા. મૂછ-દાઢીના મેટા મોટા ભિયા એના ચહેરાને અત્યારે ય કરડે બનાવી રહ્યા હતા. પલ્લીના બધા રહેનારાઓ અને આજુબાજુના ગામના જુદા જુદા શકકુળોનાં સ્ત્રી-પુરુષો એકઠાં મળ્યાં હતાં. સહુના માં ઉપર ગમગીની અવશ્ય હતી, –પણ કોઈ વહાલું જન યાત્રાએ જાય ને વિદાય આપવાની વેળા જેવી. મત સાથે તો આ બધાં મૈત્રી સાધનારાં હતાં. કેઈનું મેત એમને મન ભયંકર ઘટના નહોતી-એક સામાન્ય બીના હતી. અને એટલે જ કોઈનું માથું ઉતારી લેવું કે ઉતારી આપવું એનું એમને મન કંઈ મહત્ત્વ નહોતું,
Page #64
--------------------------------------------------------------------------
________________ ( પીપરીય TITU. . . કક કકક છે. તેના જીવન પર રોહિણેય માર પ્રિન્ટરી * અમદાવાદ
Page #65
--------------------------------------------------------------------------
_
Page #66
--------------------------------------------------------------------------
________________ રેહિણેય 43. હવે હું તમારા બધાની વિદાય લઉં છું. મેં મારા જીવનમાં - તમારા માટે મારાથી બનતું બધું કર્યું છે, એને મને સંતોષ છે; છતાં ય મારી ઘણી મુરાદો બાકી છે.” વૃદ્ધ લૂંટારો સહેજ શ્વાસ ખાવા થોભ્યો. “કઈ ન માનશો કે મારી મુરાદ ધનલક્ષ્મીની કે કોઈ દુશ્મનને હરાવવાની છે. તમારી વફાદારીપૂર્વકની સેવાથી તો મેં મહારાજ બિઅિસારની રાજધાનીને તેબા તોબા પોકરાવી છે. એના મોટા મેટા સેનાપતિઓ, ગુપ્તચરે, સંનિધાતાઓ, દુર્ગપાલો આજે ય મારું નામ સાંભળી થરથર ધ્રુજે છે. મારી પલ્લીને ખજાનો કે રાજા કરતાં ઓછો નથી. મારા એકે દુશ્મનનું માથું મેં સલામત રહેવા દીધું નથી, પણ મને મારા પછીની ચિંતા છે.” ખે ચોખ્ખું કહોને દાદા ! " એક વયોવૃદ્ધ સાથીદારે જરા નજીક જઈ ધગધગતા કપાળે હાથ ફેરવતાં નેહથી કહ્યું. રોહિણીઆના દાદાને બધા દાદાના નામથી જ સંબોધતા. " ખે ચોખ્ખું જ કહ્યું છે. મરતી વેળાએ માણસને છુપાવવાનું શું હોય? મને એ તે ખાતરી છે, કે મારી પાછળ તમે રોહિણેયની આજ્ઞામાં રહીને મારું કામ ચાલુ રાખશે, એક દહાડો આપણું રાજ સ્થાપીને સંતોષ પામશે; પણ મારા મનની મુરાદ, બધાં પંચ પાસે પ્રતિજ્ઞા કરાવવાની હતી, અને તે એ કે પેલા જ્ઞાતપુત્રને ઉપદેશ કેઈ ન સાંભળે ! ભૂલે ચૂકે પણ કઈ એમ ન માનતો કે બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્ય સાથે તમારે કંઈ ભેદભાવ નથી, તેઓ તમને એકસરખા ગણે છે. એ અને આપણે જુદા ! મેં એ વતની ખૂબ ખૂબ ખાતરી કરી છે. હવે તમે ભરમાશે નહીં. એ લોકોને લૂંટવા, હેરાન કરવા, મારવા, ખાનાખરાબી કરવી એમાં જ આપણી શેભા. કેઈની પાસે ભીખ માગે મોટાઈ કે હક ન મળે. એ તો આપ પરાક્રમથી જ મેળવાય.”
Page #67
--------------------------------------------------------------------------
________________ 44 મહષિ મેતારજ વૃદ્ધ પુરુષ થોભ્યો. આવેશમાં ને આવેશમાં એ ખૂબ બોલી ગયો હતો, એટલે એનો શ્વાસ વધી ગયો હતો. - “દાદા, શાન્તિ રાખે, વિશ્વાસ રાખો, ઈષ્ટદેવનું સ્મરણ કરે. અમે જ્ઞાતપુત્રની માયાજાળમાં નહીં આવીએ. એને ઉપદેશ નહીં સાંભળીએ, એના સ્થવિરસંતનું માન નહીં કરીએ.” * “એ વાત બરાબર છે, પણ તમારામાંના કેટલાક ભોળા છે. અને આ તે શદ્રોને નામશેષ કરવાની ચાલાકી છે. દરેક જણ ઊભો થઈને પ્રતિજ્ઞા કરે કે અમે એનું એક પણ વાક્ય કાને નહીં ધરીએ, તે જ મને શાન્તિ થાય.” " દાદાનાં આ વચનેએ ચારે તરફ જરા ઘોંઘાટ ઊભો કર્યો. એક બાજુથી સ્વર આવવા લાગ્યાઃ શું દાદાને અમારા પર વિશ્વાસ નથી?” “શું દાદા અમને મૂર્ખ ધારે છે?” પણ આ બધા સ્વરો કરતાં એક મેટ સ્વર ચારે તરફ ગાજી રહ્યો. દાદાને મરતાં મરતાં ય સાચી મતિ નથી સૂઝતી. જ્ઞાતપુત્રના -ઉપદેશને જરા તે શાન્તિથી વિચારે ! એને તમારી પાસે છે સ્વાર્થ છે! એણે કેટકેટલાને પાપના માર્ગેથી વાળ્યા છે, એ તે જુઓ! આ તે ધર્મકર્મની બાબત. દાદાની કહેવાની ફરજ, આપણને યેગ્ય લાગે તે આચરવાની ફરજ ! શા માટે બધાએ બંધાઈ જવું ! મને તે દાદાને પ્રતિજ્ઞાને આગ્રહ ફેગટ લાગે છે.” આ પ્રચંડ સ્વર માતંગનો હતો. આ સ્વર સાંભળી મરતો મરતો રેહિણેયને દાદે એક વાર બિછાનામાં બેઠો થઈ ગયો, દાઢી મૂછના કાતરા ઠીકઠાક કરતો તે મેટા ડેળા ફેરવવા લાગ્યો.
Page #68
--------------------------------------------------------------------------
________________ રેહિણેય 45. સ્વાસની ધમણ વધતી હતી. બધા માણસો પણ બે ભાગમાં વહેચાઈ ગયાં. વાતાવરણ ઉગ્ર બન્યું. સામસામાં હથિયારો નીકળી પડે તેવી ક્ષણ હતી અને પછી–ઉશ્કેરાયેલું આ ટેળું રક્તપાત વિના નહીં રહેવાનું. જુવાન રોહિણેય દાદાના મૃત્યુના શોકમાં નીચું માથું કરીને અત્યાર સુધી ખાટલા પાસે શાન્ત ઊભો હતો. એણે સમય જોયે. હાથીના ગંડસ્થળ જેવા પિતાના મસ્તકને એણે ઊંચું કર્યું. આંખના ખૂણું પરનાં બે આંસુને લૂછી નાખ્યાં, ને વચ્ચે આવી ઊભો. “ભાઈઓ, શાન્ત થાઓ! અત્યારે પૂજ્ય દાદાની આ ક્ષણે આપણને આવું ન શોભે!” ટોળું એકદમ શાન્ત બની ગયું. રોહિણેય વૃદ્ધ દાદાની પાસે ગયો, તેના શરીરને બે બાહુ વચ્ચે લઈને ધીરેથી પથારીમાં સૂવાડ્યું, અને દાદાના ચરણ પાસે ઊભે. રહી બલ્યઃ દાદા, આ આખો સમૂહ તમે મને સોંપતા જાઓ છો ને! દાદાજી, શાન્ત થાઓ. મૃત્યુની આ પવિત્ર પળે શા માટે અકારણું ક્રોધ કરે છે. આ પલ્લી, આ આખું જુથ, આ ધનમાલને માલિક તે તમે મને જ ઠરાવ્યો છે ને !" હા બેટા !" “તે મને જ પ્રતિજ્ઞા આપોને ! અને એ રીતે આપ મને પલ્લીપતિ તરીકેનો અભિષેક કરો ! આ બધાની વતી હું જ આપની પાસે પ્રતિજ્ઞા સ્વીકારું, એ જ ઉચિત છે. દાદાજી, મારા ડહાપણમાં ને બાહુબળમાં તો વિશ્વાસ છે ને !" મારો રોહિણેય તે લાખોમાં એક છે.”
Page #69
--------------------------------------------------------------------------
________________ 46 મહષિ મેતારજ “તે દાદા, આપે મને પ્રતિજ્ઞા ! આપના ચરણને સ્પર્શ કરી અંજલિ જેડું . જીવ અને જાનને સાટે !" બેટા, ભૂલેચૂકે પણ એ જ્ઞાતપુત્રનાં દર્શન કરીશ નહિ. કદાચ દર્શન થઈ જાય તો એને એક પણ શબ્દ શ્રવણ કરીશ નહિ. એનું દર્શન–શ્રવણ આપણને અધોગતિએ લઈ જનારું-ધંધાપો ભૂલાવનારું અને માયાજાળ પ્રસારનારું છે.” “દાદાજી, ઈષ્ટદેવની શાખે, આપની શાખે, આટલા મારા શરીર સાથીદારો અને પલીજનેની શાખે હું પ્રતિજ્ઞા કરું છું કે એ જ્ઞાતપુત્રનાં દર્શન કે શ્રવણ નહીં કરું, બીજા કરતા હશે તે કરતા અટકાવવા યત્ન કરીશ. અને એ રીતે આપે સોંપેલ આ પલ્લી, આ પલ્લીની શોભા અને આપની કીર્તિને ચગુણી વધારીશ.” “શાબાશ રહિણેય, મારી શિક્ષા ફળી. તારે પિતા તે તારા જન્મ પછી તને જોવા લાબો વખત ન આવ્યો. તારી મા પણ ન જીવી. પણ બેટા, આજ મારા જીવને શાન્તિ થઈ. હવે મારો વિદાયને વખત નજીક આવતા જાય છે. સહુને છેલ્લા જુહાર છે ! અને એ વૃદ્ધ તદન શાન્ત થઈ લાંબી સેડ તાણ પડખું ફેરવિીને સૂઈ ગયો. બધાં ચારે તરફ વીંટળાઈ વળ્યાં. વૃદ્ધની એકએક નસ તૂટી રહી હતી. શરીરનું દૈવત ધીરેધીરે ઓછું થઈ રહ્યું હતું. મતની પળ તે મિઠાશની હોય. માતંગને લાગ્યું કે પોતે ઉતાવળ કરી. અને જો આ જુવાન રોહિણેયે વિવેકબુદ્ધિ ને સમયસૂચકતા ન વાપરી હોત તો આજે જ અહીં રણમેદાન જામી ગયું હોત ! માતંગને રોહિણેય તરફ માનબુદ્ધિ જાગતી ચાલી. એ ધીરેથી વૃદ્ધના ખાટલા નજીક ગ. મરતા જીવને શાતા આપવાનો કોઈ માનવધર્મ એને હાકલ કરી રહ્યો હતો. “દાદા, શાન્તિ રાખજે. હવે આ લેકની મમતા છોડી ઈષ્ટ
Page #70
--------------------------------------------------------------------------
________________ રોહિણેય 47 દેવામાં ધ્યાન જોડી દેજે! રોહિણેય જે તમારે એ અમારો. એની ચિંતા ન કરશો.” માતંગના આ શબ્દએ દાદાના મેં પર એક ટૂંકુ હાસ્ય જમાવ્યું, પણ એ છેલ્લું હાસ્ય હતું. જીવનભરને જોદ્ધો છેલ્લી ઊંધમાં પિોઢી ગયો. રોહિણેયના આક્રંદથી આખી પલ્લી ગાજી ઊઠી. તસતસતી યુવાનીવાળા રેહિણેયને વૃદ્ધ દાદાને વિયોગ ક્ષણભરને માટે બેબાકળો બનાવી રહ્યો. સહુએ એકઠાં મળીને દાદાનો ઉત્તર સંસ્કાર કર્યો. ધીરે ધીરે વખત જતો ચાલ્યો તેમ તેમ ગમગીની ઓછી થતી ચાલી. રોહિણેય હવે પિતાના ધંધાના પ્રસ્થાન માટે તૈયારી કરી રહ્યો હતે. એને કેાઈ અજબ પરાક્રમ કરવાની તાલાવેલી લાગી હતી, પણ ઘણા દિવસથી એને દેશની કોઈ માહિતી મળી નહોતી. વૈભાર પર્વતની ગિરિમાળાઓ અભેદ્ય હતી, અને એથી ય અભેદ્ય હતી એની કિલ્લેબંધી? એ તરફના માર્ગ ઉજજડ હતા. સાર્થવાહે ત્યાંથી કદી નીકળતા નહિ, અને નીકળતા તે સહીસલામત ભાગ્યે જ પહોંચતા. એમને પણ આ વનના બેતાજ બાદશાહને નજરાણું ધરવું પડતું. રાજા બિમ્બિસારના અનેક યોદ્ધાઓ પણ અહીં આવી જીવ જોખમમાં મૂકીને નાસી છૂટેલા. આટઆટલી કિલ્લેબંધી છતાં રોહિણેયને ઓછી ચિંતા નહોતી. એક પણ લૂંટ કે એક પણ ધાડ પાડતાં પહેલાં એને રાજ્યના બધા સમાચારોથી વાકેફ બનવું પડતું. નવા સમાચારો માટે આજે એ એકલે જ બહાર નીકળવાનો હતો. એની આખી પલ્લી તે જુદા જુદા વનવિહારો ને વનનૃત્યોમાં મશગૂલ હતી. સૂરજ મહારાજે પોતાની તમામ કળા સંકેલી લઈ, વૈભારગિરિની શિખરમાળાને કસુંબલ રંગે રંગી લીધી કે રોહિણેય પિતાના રહેઠાણ
Page #71
--------------------------------------------------------------------------
________________ 48 મહર્ષિ મેતારજ માંથી બહાર નીકળ્યો. એ એકલો હતો. ક્ષણવારમાં તે પલ્લી વટાવી ઊંડી ખીણમાં સરી ગયો. ગંગાના કિનારેથી પલ્લી સુધીનો કોઈ ચેઓ કે નિયત માર્ગ નહોતે. એકાદ પગદંડી કે માણસના અવરજવર જેવાં ચિહ્નો પણ કદી શોધ્યાં ન મળતાં. આખું જંગલ, એની કંદરાઓ, એની ખીણો, એનાં નાનાં ઝરણે, વાઘવરૂની બોડે, એ બધા વચ્ચેથી એમને છુપ રાજમાર્ગ વહ્યો જતા હતા. માડું મારું મેટા ઘાસમાં થઈને એમનો માર્ગે ચાલ્યો જ. આવા માર્ગોએ રોહિણેય ઝડપથી આગળ વધતો હતે. ઘડીકમાં કઈ ખાડે કૂદતાં ના બની જતે, કેટલીક વાર એક ઝાડ પરથી બીજે ઝાડ જતાં તાડ જેવો પડછંદ લાગતું. એ ચાલતું હતું, દોડતે હતો, કૂદતા હતા કે છલંગે ભરત હતો; એને નિર્ણય થઈ શકતે નહિ. આખરે ગંગાને તીરે આવીને એ થે. એણે મેથી ઝીણ સિસોટી વગાડી, અને પાછળથી જંગલી જાનવર જેવો અવાજ કાઢ્યો. પડતી રાતની શાંતિમાં આ અવાજ ઘણે દૂર સુધી સંભળાયો. એકાએક કઈ જંગલી જેવો માણસ પાસેની વનરાજિમાંથી હાથમાં નાનું પિોટકું લઈને બહાર નીકળી આવ્યો. રોહિણેયે પોટકું છોડીને એમાંથી જોઈત પોશાક વગેરે લઈ લીધું. બેએક ક્ષણ વીતી અને ગંગાના એક ઘાટ પર કોઈ દેશદેશની યાત્રા કરવા આવેલ રંગીલો સાર્થવાહ નૌકાવાળાને રાજગૃહીની સુંદર ગણિકાના ધામ માટે પૂછી રહ્યો હતો. એના હાથમાં સુવર્ણમુદ્રાઓ ખખડી રહી હતી. નાવડીએના નાના દીપકના ઝાંખા પ્રકાશમાં સુવર્ણમુદ્રાઓ ગરીબ નાવિકે પર અજબ કામણ કરી રહી હતી. રસિકજને માટે તે પ્રિયદર્શના ખરેખર સ્વર્ગની સુંદરી જેવી છે.” એક નાવિકે કહ્યું:
Page #72
--------------------------------------------------------------------------
________________ રોહિણેય 49 “અરે, મારા શેઠ! એવી હજાર પ્રિયદર્શનાઓ જેના રૂપ પાસે ઝાંખી પડે એવી દેવદત્તાને આપ જુઓ તો સ્વર્ગની સુંદરી ય ભૂલી જાઓ!” બીજા નાવિકે વચ્ચે ઉમેર્યું નાવિકોને સુવર્ણમુદ્રાઓ વધુ ને વધુ વાચાળ બનાવી રહી હતી. એ એટલેથી પણ ન દેજો, એણે આગળ વધાર્યું “મારા મહેરબાન, ચારેક દિવસ પહેલાંની વાત છે, કે દેવદત્તા મારી જ નૌકામાં ઠેઠ વૈશાલિના રાજદરબારમાં જઈ આવી. અનેક કુમાર, રાજદૂત, શ્રેણિપુત્રો મારી હેડીમાં જ બેસીને એને ત્યાં ગયા છે. એના પગની પાનીને સ્પર્શવા માટે હજારે મુદ્રાઓ કુરબાન કરનારા પણ પડયા છે.” નાવિક, ચાલ તારી નૌકાને તૈયાર કર ! દેવદત્તાને ત્યાં જ આજની રાત ગાળીશું.” ભલે, ભલે !" થોડીવારમાં ગંગાના પ્રવાહમાં નૌકા સડસડાટ વધતી ચાલી. રાજગૃહીના ભવ્ય પ્રાસાદોના આકાશદીપક હવે દેખાતા હતા. નૌકાને પ્રવાસી એ દીપકો તરફ ધારીધારીને મીટ માંડી રહ્યો હતો. ઊગતી તરણાવસ્થાની સુંદરતા એના દેહ પર વિલસી રહી હતી. ભરાવદાર ગુંછળાવાળા વાળ ઉપર એણે કિંમતી ઉષ્ણષ (પાઘડી) પહેરી હતી. કાને કુંડળ હતાં ને હાથે બાજુબંધ પહેર્યા હતાં. ગળામાં એક મોટે રત્નહાર લટકી રહ્યો હતો. બે હાથ પર બહુમૂલ્ય સુવર્ણમુકિાઓ ચડાવી હતી. મૂછનો દોર હજી ફૂટતો હતે, ને વસંતઋતુનાં કેશડાંની સુરખી એના તનબદન પર હતી. શી કાન્તિ! કેટલા લાંબા બાહુ, કેટલું કસાયેલું બદન! રાત હતી, એટલે એની આંખેના ચમકારા અણદીઠ રહેતા હતા, નહિ તો એની ઉઘાડ–મીંચ પણ અજબ હતી.
Page #73
--------------------------------------------------------------------------
________________ અજબ પુરુષ સાર્થવાહને દેવદત્તા ગણિકાના આવાસને દ્વારદીપક બતાવીને નાવિક પાછો ફર્યો, ત્યારે રાતને પ્રથમ પ્રહર સમાપ્ત થઈ ગયો હતો. થોડે દૂર આવેલા પાનાગારમાં હજી હોહા સંભળાતી હતી અને મદિરાના ઘેનમાં ડેલતાં કેટલાં ય સ્ત્રીપુરુષો ત્યાં અવરજવર કરતાં હતાં. એમના વેશ વિચિત્ર હતા ને વેશથી ય વિચિત્ર તેમની ચેષ્ટા અને હાવભાવ હતા. કઈ મૂછાળા મર્દ પિતાની સાથેની માનુનીનું ઉત્તરીય ઓઢીને સ્ત્રી જેવી ચેષ્ટા કરતો જતો દેખાતે, તે કઈ સ્ત્રી માથે મેટી ઉષ્ણીષ પહેરી મેંમાંથી દુર્ગધવર્ષ કરતી જતી જોવાતી. એ બધાંના મેમાંથી છૂટતી દુર્ગધ એમની ભાષા, ભૂષા ને ચેષ્ટા કરતાં ય અસહ્ય હતી. આ યુવાન સાર્થવાહને એકવાર આ સ્થળે આવવા માટે કંટાળો આવી ગયો. આ લોકો પ્રત્યે ઘણા કરવી કે દયા દાખવવી એની એને કંઈ સૂઝ ન પડી. એ વેગથી આગળ વધ્યો. દેવદત્તાના આવાસ નજીક આવતાં જાણે કઈ નવીન અનુભવ થતો હોય તેમ હવા મીઠી ને સુગંધપૂર્ણ વહેતી લાગી. ચારે તરફનું વાતાવરણ પ્રશાન્ત થતું ભાસ્યું. આવાસના ઊંડા ઊંડા ખંડામાંથી ધીરે ધીરે નૃત્યકંકાર, વાદ્યોને સૂરીલો સ્વર ને ગાનારીઓની કંઠમાધુરી મૃદુ મૃદુ રીતે શ્રવણપટને સ્પર્શવા લાગી.
Page #74
--------------------------------------------------------------------------
________________ અજબ પુરુષ પ૧ “શ્રીમાન સાર્થપતિ, આ વિનમ્ર દાસી આપનું સ્વાગત કરે છે. પધારે ને આ આવાસને શેભા !" ' દ્વાર પર ઊભેલી એક સુંદર દાસીએ યુવાન સાર્થવાહનું સ્વાગત કર્યું. સાર્થવાહે સહેજ ઊંચે જોઈ મસ્તક નમાવી દાસીનું સ્વાગત સ્વીકાર્યું અને પોતાના કમરબંધમાંથી કેટલીક મુદ્રાઓ કાઢી દાસીના હાથમાં મૂકી. સાથે સાથે પિતાને એક બાજુબંધ છોડીને તેને ભેટ આપ્યો. દાસી વિમાસણમાં પડી ગઈ. એની સુંદર લાંબી પલકો અને નાના કમળ ઓષ્ઠ ચંચળ થઈ ગયા. એ મુખ મલકાવતી યુવાન તરફ નીરખી રહી. પણ આ યુવાનની દૃષ્ટિ દાસીને સુંદર દેહ પર નહતી. એ તો સ્વરોની દિશા તરફ જઈ રહ્યો હતો. આ દીપકઠાર નીચેથી નાનામોટા કેટલાય માનવીઓ આવ્યા ગયા હતા. એમાંના અનેક ઉદાર હતા, અનેક શ્રીમંત હતા, અનેક રૂપસુંદર હતા, પણ પહેલી જ પળે આટલી બેપરવાઈ આટલી ઉદારતા દાસીએ બહુ ઓછામાં જોયાં હતાં. પાંગરતી તરુણાવસ્થા હતી, તો ય આ સાર્થવાહનું આખું શરીર અત્યંત સુગઠિત હતું. રક્તવણું એના દેહ પર પક્ષની આકર્ષિક આભા વિરાજતી હતી. એનું મસ્તક વિશાળ, કેશ કાળા ભમ્મર અને આંખો તે વીજળીના ઝબકારા જેવી હતી. લાંબા હાથે આજાનબાહુ લાગતા હતા. મેહરાજ્યમાં વસીને નિર્મોહી બનેલી દાસીને પણ ક્ષણ માત્રમાં આ યુવાનની યુવાની પ્રત્યે માયા જાગી. સાર્થવાહને દોરતી દરતી દાસી આવાસના એક ખંડમાં આવી પહોંચી. આ ખંડનું એક દ્વાર નૃત્યવાળા ખંડમાં પડતું હતું. આ ખંડ નૃત્ય કરનારી સ્ત્રીઓને વેશભૂષા સજવા માટે રાખવામાં આવ્યો હતો. દેવદતા પિતાની ચાર નતંકીઓ સાથે નાગનૃત્ય કરી રહી હતી. . દાસીએ અર્ધ ખુલ્લા દ્વારમાંથી સંકેત કરતાં કહ્યું. “મહાશય
Page #75
--------------------------------------------------------------------------
________________ પર મહર્ષિ મેતારજ પેલી વસવીણા વગાડતી ચાર સ્ત્રીઓની વચ્ચે દેહના ટુકડે ટુકડા ન કરી નાખ્યા હોય એમ અર્ધી જમીન પર ને અધી ઊંચી ઝૂમતી રહી નૃત્ય કરી રહેલી મારી સ્વામિની દેવદત્તા. પૃથ્વી પરની પદ્મિની, સ્વર્ગમાં વસતી કઈ પરી અને પાતાળની કોઈ પણ માયાવિની કરતાં એ સુંદર લાગે છે ને !" તારી સ્વામિની દેવદત્તા !" સાર્થવાહે જરા ભારે શબ્દોથી હા, દેવદત્તા–મગધની એક માત્ર સુંદરી ! મહાશય, એનો સ્પર્શ પારિજાતક પુષ્પથી ય કમળ છે.” દાસી યુવાનને કામદેવના દ્વારનાં પગથિયાં બતાવતી હતી. પુષ્પથી ય કમળ !" યુવાન હસ્યો. જાણે આ ઉપમા એને હસવા જેવી લાગી. ચંચળ રીતે ફરી રહેલાં એનાં નેત્રે દેવદત્તાના અંગભંગ પર સ્તબ્ધ ન થઈ શક્યાં. એ તો રંગસભાના પુરુષો તરફ નીરખી રહ્યો હતો. દાસી, પ્રથમ તે રંગસભામાં પધારેલા અગ્રગણ્ય પુરુષોની ઓળખાણ માટે ઇતેજાર છું !" નૃત્યભવનમાં જ પધારોને! ત્યાં પ્રત્યક્ષ પરિચય સધાશે.” “ના, ના. આ દેશથી હું સર્વથા અજાણ્યો છું. આટલાં બધાંની વચ્ચે જઈને બેસતાં સભાક્ષીભ થઈ રહ્યો છે. અહીં જ ઓળખાણ આપ!” એમાં લજ્જા કરવા જેવું કંઈ નથી, સાર્થવાહ ! દેવદત્તાનાં નૃત્ય જેવાં, એને અંગભંગ નિરખવો ને એની સુશ્રી વિષે ચર્ચા કરવી એ તે સંસ્કારિતાનું ચિહ્ન છે. ઘણા કવિઓ એના એક એક અંગ પર લાંબી લાંબી કવિતાઓ કરે છે. અને છતાં ય નાગરિકે
Page #76
--------------------------------------------------------------------------
________________ અજબ પુરુષ પ૩ કહે છે કે ઉપમા અને અલંકારે ઓછાં પડે છે. દેવદત્તાના સૌંદર્ય ને સ્વર વિષે આબાલવૃદ્ધ છડેચોક ચર્ચા કરવામાં સુજ્ઞતા સમજે છે.” સુજ્ઞતા, સંસ્કારિતા !" કઈ અજડ માણસ બેલે તેમ આ શબ્દોનું સાર્થવાહે પુનરુચ્ચારણ કર્યું. દાસીની આ વાતથી એ આશ્ચર્ય પામતો હોય એમ ભાસ્યું. સ્ત્રીનાં અગે પાંગની આવી ચર્ચા સુજ્ઞતા ને સંસ્કારિતા કેમ લેખાય, એની જાણે એને સમજ જ ન પડી ! દાસી, આ રંગસભા વિખરાઈ જશે ને હું ઓળખાણ વગરને રહી જઈશ. પરદેશી છું, પારકી મને વાસી છું, માટે ત્યાં જતાં શરમ આવે છે.” ભલે ત્યારે, જુઓ, પેલા રંગસભાની પ્રથમ પંક્તિમાં સહુથી આગળ ઉચ્ચાસને બેઠેલા છે, તે રાજગૃહીના સમાહર્તા. ખાણ, સેતુ, વન, વ્રજ બધાના એ અધિકારી ! " યોગ્ય છે, અનુભવી પણ લાગે છે.” દેવદત્તાના રૂપને બદલે સમાહર્તાની આકૃતિને તે દ્વારા પી રહ્યો હોય તેમ સાર્થવાહ બેલ્યો. અને તે પછીના અનુક્રમે સૂત્રાધ્યક્ષ, સીતાધ્યક્ષ, સુરાધ્યક્ષ ને ગણિકાધ્યક્ષ ! " ધન્ય છે! ધન્ય છે ! વાહ, તે પછીના કોણ છે?” , “મગધના તલવર (પટ્ટાવાળા ક્ષત્રિય), માંડલિકે ને ઇભ્યો છે. પેલા શ્રીદેવતાની મૂર્તિવાળા સુવર્ણપટ્ટ જેમણે માથા પર બાંધેલા છે, તે રાજગૃહીના શ્રેષ્ટિઓ છે.” ' “શ્રેષ્ટિઓ !" યુવાને કંઈક કરડાકીમાં કહ્યું: કેમ ચમક્યા "
Page #77
--------------------------------------------------------------------------
________________ 54 મહર્ષિ મેતારજ ના, ના. ચમકવાનું કંઈ કારણ નથી. શ્રેષ્ટિઓ સાથે અમારે તે સદાને સંબંધ રહ્યો તેથી વિશેષ ઓળખાણની ઈચ્છા રાખું છું, એમની સંપત્તિ, સામર્થ્ય વિષે કંઈ કહે !" મગધની સંપત્તિની તો વાત જ ન કરવી. રાજગૃહીમાં એવા એવા શ્રીમંત વસે છે, જેની લક્ષ્મીનું માપ ખુદ કુબેર પણ ન કાઢી શકે. અહીં આવેલા શ્રેષ્ટિઓમાં પણ કેટલાક દશદશ ને વીસવીસ હિરણ્યકેટી નિધાનના માલિક છે. દશ હજારના એક એવા ગાયના અનેક જ તેઓની પાસે છે. ક્ષેત્રવાસ્તુનો તો પાર નથી. કોઈ પાંચસો હાટના સ્વામી છે, કઈ હજાર હાટના.” ધન્ય છે રાજગૃહીને! દાસી, બહુ વાચાળ લાગું તો માફ કરજે ! તારી ભાષા સ્વજન જેવી ને તારો વર્તાવ સ્નેહી જેવો લાગે છે, એટલે જ આ પ્રશ્ન કરી રહ્યો છું. મુજ પરદેશીની એક વધુ ભેટ સ્વીકાર ને મને રંગસભાનો પૂરો પરિચય આપી આભારી કર !" સાર્થવાહે કાનનાં બે કિંમતી કુંડળે દાસીને ભેટ આપ્યાં. દેવદત્તા નાગનૃત્યમાં તલ્લીન બની હતી. આખી સભા ચિત્રવત સ્તબ્ધ બની બેઠી હતી. માનવહૃદયને સહેજે મૂછ આવે એવું વાતાવરણ હતું પણ જાણે આ યુવાન તેનાથી પર હતે. કાં તેણે સ્ત્રી-સ્વરૂ૫ની મનોરમતા ને તેનું સ્મસુખ પિછાપ્યું નહીં હોય, અથવા તો એ બધા પર એને વૈરાગ્ય આવી ગયો હશે, નહિ તો અત્યારનું વાતાવરણ જ એવું હતું કે માનવીની વાચા જ સ્થંભી જાય. વસવીણના મીઠા સ્વર અજબ ઝણઝણાટી મચાવી રહ્યા હતા, ને સ્વરોમાં મુગ્ધ થઈને સર્પ ડોલે તેમ દેવદત્તા ડોલી રહી હતી. આખું અંગ એક પણ અસ્થિ વગરનું હોય એમ નાગફેણની જેમ એનું કાળા ભમર કેશકલાપથી ઓપતું મસ્તક સ્વરલહેરીઓ સાથે તાલ લઈ રહ્યું હતું.
Page #78
--------------------------------------------------------------------------
________________ અજબ પુરુષ પપ દેવદત્તાના દેહ પર એક પણ આભૂષણ નહોતું. એના ગૌર, માંસલ અને સ્નિગ્ધ દેહ પર એક ઘનશ્યામ વસ્ત્ર વીંટાળેલું હતું. માથા પર હીરાજડિત દામણ હતી, અને લાંબે મધુર કેશકલાપ સર્પ ફિણની જેમ ઉન્નત રીતે ગૂંથેલે હતો. કાળા વસ્ત્રથી આચ્છાદિત એનાં ગૌર અંગે અજબ આકર્ષણ ઉત્પન્ન કરી રહ્યાં હતાં. સાર્થવાહની દષ્ટિ બેએક ક્ષણ દેવદત્તાના નૃત્ય પર થંભી રહી, પણ પુનઃ સભાજનો પર ફરવા લાગી. દાસીએ ઓળખાવેલા તમામ રાજગૃહીના અગ્રગણ્ય પુરુષોને જાણે આજે ને આજે એ પિછાની લેવા ઈચ્છતા હતે. નાગનૃત્ય કરતી દેવદત્તાને જાણે સમાધિ ચડી ગઈ. વીણાના સ્વરો ધીરે ધીરે હવામાં લીન થતા ચાલ્યા, ને આખરે સ્વરો બંધ થવા સાથે નૃત્ય સંપૂર્ણ થયું. ચાર દાસીઓ સાથે દેવદત્તા ઝડપથી સભામાંથી પસાર થઈ ગઈ. આખી સભા પરથી જાણે કોઈએ વશીકરણ વિદ્યાને પ્રભાવ પાછો ખેંચી લીધો. દેવદત્તાના નૃત્યની સહુ વાહવાહ કરવા લાગ્યા. નૃત્યથી શ્રમિત થયેલી દેવદત્તા વેશ પરિધાનના ખંડમાં ત્વરાથી પ્રવેશી. નૃત્યને સાજ જલદી જલદી ઉતારી, દેવપર લગાડેલો રંગલેપ ધેવા નાના એવા હજ પાસે જતી હતી, ત્યાં દાસીએ કહ્યું “આ પરદેશી સાર્થવાહ આપની મુલાકાતે આવેલ છે. થોડી એક ક્ષણમાં તો એમણે સ્વજન જેવો ભાવ જન્માવ્યો છે.” “મગધપ્રસિદ્ધ દેવદત્તાનું સ્વજન બનવાનું અહોભાગ્ય કેને મળે છે? અમારા દેશમાં લક્ષ્મી છે, વ્યાપાર છે, નૃત્યભવન છે, પણ દેવદત્તા જેવી નૃત્યસુંદરી ત્યાં નથી. સુવર્ણમુદ્રાઓ કરતાં સૌંદર્યમુદ્રાઓ અમારે મન બહુમૂલ્ય છે. આજ મને લાગે છે, કે મારો દુઃખદ ને અતિ દીર્ધ શ્રમપ્રવાસ તમારા દર્શને સફળ થયો છે.”
Page #79
--------------------------------------------------------------------------
________________ 56 મહર્ષિ મેતારજ " જુવાનના મુખેથી દેવદત્તા પિતાનાં વખાણ સાંભળી રહી. આવાં વખાણું કે એણે ઘણીવાર સાંભળ્યાં હતાં, અલંકારિક શબ્દોના કથ્થા હવે એને ચતા પણ નહોતાઃ છતાં આ જુવાનના શબ્દો તેને પ્રિય લાગ્યા. આ શબ્દો પાછળ સ્વસ્થતાને ટંકાર હતો. એમાં કામની વિફળતા, મેહની વ્યાકુળતા કે વાસનાની મૂર્ખતા નહોતી. ઊગતી તરુણાવસ્થા, નિખાલસ પુરુષત્વ ને ચંચળ નયનોની શક્તિ દેવદત્તાને સહેજમાં આકર્ષી બેઠી. એને લાગ્યું કે આ સાર્થવાહ સાથે થોડીએક ઘડીઓ જરૂર વિતાવવા જેવી છે. - " “દાસી, તાંબૂલ લાવ !" કુશળ દાસી તાંબૂલથી મઘમઘતે થાળ લઈ આવી : યુવાને તાંબૂલ લઈ મેંમાં મૂક્યું અને કમર પરના પટામાં રહેલી સુવર્ણ મુદ્દાઓને એમાં ઢગલો કરી દીધે. દેવદત્તા સાર્થવાહના વર્તાવ પર મુગ્ધ થતી ચાલી. એને લાગ્યું કે આ સાર્થવાહ અવશ્ય ભેગી ભ્રમર છે, નહિ તો સુંદરીઓને વશ કરવાની આ રીતિથી તદ્દન અજ્ઞાત હોત. છતાં ય આશ્ચર્ય એ વાતનું હતું કે યુવાન તદ્દન સ્વસ્થ હતો. એની આંખો તદન મદ વગરની ચમકતી હતી, એના એકે અંગમાં કામદેવતાનો સંચાર થયાની ધ્રુજારી જેવાતી નહોતી. અજબ યુવાન ! પુરુષના સ્પર્શમુખ ને સહવાસ માટે તદ્દન નિર્મોહી ને ઉદાસીન બનેલ દેવદત્તાના દિલમાં જાણે વાસનાની ચિનગારી ફરીથી ઝબૂકી. જીવનની ભૂંડીભૂખ ને કેવળ દેહવ્યાપારના નીચ વ્યાપારમાં વીતેલી અનન્ત રાત્રિઓમાં આ રાત્રિ કેઈ નો સંદેશ લઈને આવેલી જણાઈ. “સાર્થવાહ, રાજગૃહીમાં કેટલી રાતને નિવાસ છે?” “વ્યાપારને અનુકૂળ જેટલા દિવસો મળે તેટલો! વ્યાપારીને
Page #80
--------------------------------------------------------------------------
________________ અજબ પુરુષ પ૭ તે લક્ષ્મી જ સર્વસ્વ છે ને!” “રાજગૃહી તે લક્ષ્મીનું નિવાસસ્થાન છે!” “નિજીવ અને સજીવ, બન્ને લક્ષ્મીઓ અહીં વસતી જણાય છે.” સાર્થવાહનો ભંગ દેવદત્તા સમજી ગઈ. એણે વિશેષ કંઈ જવાબ ન આપતાં કહ્યું: “સાર્થપતિ, પેલા જળકુંડ સુધી મારી સાથે કરશો ?" " શા માટે નહિ ?" દેવદત્તા આગળ ચાલી. સાર્થવાહ એ જ સ્વસ્થ રીતે તેની પાછળ પાછળ ચાલ્યો. આવાસના મધ્ય ભાગની અંદર એક જળકુંડ આવેલો હતો. સ્વચ્છ અને સુગંધી જળ છલછલ ભર્યું હતું. જળકુંડના કિનારે બેસી એના સ્વચ્છ જળને આસ્વાદ લઈ શકાય એ રીતે ચારે બાજુ સંગેમરમરનાં પીઠિકાઓ ને આસન યોજેલાં હતાં. એક પીઠિકા પર દેવદત્તાએ સાર્થવાહને બેસવા ઈશારે કર્યો, અને પોતે પણ પાસે જ બેસી ગઈ મોડી રાતનો ચંદ્ર ઊગતો હતો અને આવાસનાં સ્ફટિકકાર ભેદીને એની સ્ના દેવદત્તાના દેહ પર વેરાતી હતી. ઉંમર કંઈક પ્રૌટ થતી હતી, પણ એના દેહ પર સૌંદર્યની આભા એટલી ને એટલી જ વિલસી રહી હતી. એનાં વિકાસયુક્ત પ્રફુલ્લિત નેત્રાની ઉઘાડમીંચમાં અજબ આકર્ષણ હતું. એણે નૃત્યવેળાનું કૃષ્ણવસ્ત્ર કાઢી નાખ્યું હતું, અને રૂપેરી તારથી ગૂંથેલું એક ઉત્તરીય વીંટાળી લીધું હતું. મસ્તકના કેશ છૂટા મૂક્યા હતા, અને તે હવાની લહરીઓ સાથે નૃત્ય કરતા હતા. મુખ પર આવી પડતા કેશને સમારવા વારે ઘડીએ ઊંચો–નીચો થતો કમલદંડ જેવો એનો હાથ ખરેખર કેદ કવિની કવિતા કરતાં પણ સુંદર ભાવ જગાવતો હતો.
Page #81
--------------------------------------------------------------------------
________________ 58 મહષિ મેતારજ પ્રાઢ યૌવના દેવદત્તા કઈ રસિક પુરુષને અધીર યૌવના લાગે તેવો આ સ્વાભાવિક સંજોગ હતું, પણ પેલો સાર્થવાહ હજી ય સ્તબ્ધ હતો, સ્વસ્થ હતો. અરે, પેલું શું છે?” એમ કહેતે સાર્થવાહ પીઠિકા પરથી ઊભો થઈ પાસે પડેલી બીજી પીઠિકા તરફ ધસી ગયે. એ તે સુવર્ણમસ્યા છે. બહુ દૂર દેશથી ઘણું મૂલ્ય મંગાવેલ છે.” બે લાગે છે.” “જેડી વગર જગતમાં છવાય કેમ! સાર્થવાહ, એ નર-માદા છે, આવી ચાંદનીમાં ન જાણે શું ગેલ કરતાં હશે.” આ શબ્દોમાં કેફ હતે. અનંગરંગને સ્પષ્ટ ટંકાર હતો. છતાં આવા ભેગે પગના કોઈ પણ વાતાવરણથી એ પર ભાસતે હતે. . દેવદત્તા, વૈભારની ગિરિમાળાઓમાં સુવર્ણપવો ઊગે છે. એ પણ મંગાવીને આ કુંડને શોભાવ !" “વૈભાર તરફ જાઓ ત્યારે આજની સુંદર રાતની યાદ તરીકે એટલી ભેટ મોક્ષજે ને!” સાર્થવાહે કંઈ પણ પ્રત્યુત્તર ન આપતાં મુક્ત હાસ્ય કર્યું. સ્ફટિકનાં દ્વારમાંથી ચાંદની વધુ ને વધુ નિઝરતી હતી. જળકુંડનું સ્વચ્છ જળ દેવદત્તાના દેહ પરના વિધવિધ સુગંધીમય લેપોથી મઘમઘી ઊઠયું હતું, રાત હતી ને રસિયા હતા. સ્થળ હતું ને સહવાસ હત; પણ એ યુગલ ચક્રવાક ને ચક્રવાકીનું હતું. મેડી રાત સુધી મીઠી મીઠી વાત કરીને સાર્થવાહ ઊભો થયો ત્યારે રાત ઘણી વીતી ગઈ હતી.
Page #82
--------------------------------------------------------------------------
________________ અજબ પુરુષ પ૯ “આ બે પીઠિકાઓ વચ્ચેનું અંતર જાણે જનેનું અંતર ભાસ્યું છે.” વિદાય આપતી દેવદત્તાએ વ્યંગ કર્યો. “પરિચય વધતું જશે, એમ એ અંતર પણ એક દહાડે ઓછું થઈ જશે.” હસતો હસતો સાર્થવાહ આવાસની બહાર નીકળી છેલ્લી રાતના અંધારામાં અદ્રશ્ય થઈ ગયે. થોડીવારે તારાના ઝાંખા પ્રકાશમાં એક નૌકા વૈભારની ગિરિમાળા તરફ જતી જોવાતી હતી.
Page #83
--------------------------------------------------------------------------
________________ 2 જ વાર્તા | [ 9 ] અાથમતી રાતના ઝાંખા પ્રકાશમાં વૈભાર પર્વતની શિખરમાળ તરફ સરી ગયેલી નૌકા, એ પછી કેટલાય મહિનાઓ સુધી અવારનવાર એવા જ અસૂરા ટાણે આવતી અને જતી જોવાતી. એમાંથી પિલે રંગીલે પરદેશી, અજબ સ્વભાવને સાર્થવાહ લપાત-છુપાતો દેવદત્તાના આવાસે આવતે અને જાતે. આ આગમન અને પ્રત્યાગમનના સાક્ષીભૂત આકાશના તારક અને સાગરના જળદેવતા-આ બે સિવાય કાળા માથાનાં માનવીઓ ઓછાં હતાં. નાનીશી હોડીને નાવિક પણ આ સાર્થવાહ વિષે કંઈ શંકા ધરાવતે થયો હતો, છતાં હિરણ્યના લોભે એની જબાન બંધ રહેતી. એ જેતે હતો કે ગંગાના તેફાની તરંગે પર કદી કદી નૌકા કાગળની હેડી જેમ ધ્રુજી ઊઠતી. ત્યારે પણ આ સાર્થવાહ જરા ય ગભરાતો નહિ. વેપારીવર્ગમાં આટલી નિર્ભયતા એણે જીવનમાં પ્રથમવાર નીરખી હતી, અને આટલો વૈભવશીલ જીવ વૈભારગિરિના કઠેર પ્રદેશમાં વસવા જાય એ એનો ન અનુભવે હતે. આવી અનેક શંકાઓ દેવદત્તાને, એની કુશળ દાસીને પણ ઘણી વાર થતી, છતાં યુવાનનું વ્યક્તિત્વ જ એવું હતું કે એને નીરખતાં એવા
Page #84
--------------------------------------------------------------------------
________________ રાજવાર્તા 61. પ્રશ્નો આપોઆપ સ્મરણમાંથી સરી જાય. દેવદત્તાના રસમંદિરે અનેક રસિયાઓ આવી ગયા હતા, એના ઉદ્યાનના સુંદર ફૂલો પર જેટલા. ભમરા બેસવા આવતાઃ એનાથી વધુ ભોગી ભ્રમરો એની ચારે બાજુ વિંટળાયેલા રહેતા. પણ એ ભ્રમરનું નસીબ બગીચાના ભ્રમરો કરતાં હીણું હતું. તેઓને એકાંત ભાગ્યે જ મળતું. વાતચીતનો પ્રસંગ દુષ્કર બનતો, અને શ્વાસથી શ્વાસ ભેટે એટલા નજીક બેસી મધુપાનનો પ્રસંગ જવલ્લે જ સાંપડત. દેવદત્તા સંસારનાં સૂત્રોની પંડિતા હતી. કામશાસ્ત્રની વેત્તા હતી. માનવસ્વભાવથી સુપરિન ચિત હતી. એ જાણતી હતી કે મનોવાંછિતની પ્રાપ્તિ કરતાં એની પ્રતિક્ષા અત્યંત સુરમ્ય, મીઠા દર્દથી ભરપૂર અને સંપૂર્ણ સ્વપ્નથી રસેલી હોય છે, માનવીને એ વશવતી રાખે છે. પ્રાપ્તિ પછીની. ક્ષણે તો કંટાળા ભરેલી, આશાભંગની અને સુવર્ણ સ્વમનાં ખંડેરોની હોય છે. પ્રતિક્ષાના કલ્પનાવી રાજ્યમાં માનવી પાસે ને પાસે આળોટવા ઈચ્છે છે. પ્રાપ્તિ પછીનો માનવી ઠંડો, હતાશ ને નીરસ બને છે, એ દૂર દૂર જવા મથે છે. દેવદત્તા પિતાના ભોગી ભ્રમર પર માનસશાસ્ત્રનો આ નિયમ અજમાવતી, અને એ જ કારણે એના ભ્રમરો ખૂબ હતા ને એનાં વખાણ ખૂબ થતાં. પણ સાર્થવાહ સાથેના પ્રસંગમાં દેવદત્તાની યુક્તિ દેવદત્તા ઉપર જ અજમાવાઈ. દિવસના દિવસોથી સાર્થવાહ આવતો હતો, પણ જાણે અનંગના રંગમાં તો સાવ અબુધ ! વાતે સુંદર સુંદર કરે, પણ જાણે સ્વસ્થતાને અવતાર ! વિવલતા, ઉન્માદ કે ધ્રુજારી સહેજ સરખી પણ જોવા ન મળે ! પ્રતિક્ષાના આ દિવસો વિતતા ચાલ્યા ને જાણે અજાણે દેવદત્તા અદ્રશ્ય સ્નેહપાશથી બંધાતી ચાલી. દેવદત્તા સામાન્ય કુંભદાસી કે
Page #85
--------------------------------------------------------------------------
________________ દર મહર્ષિ મેતારજ ~ ~~~~~~~~~ ~~~~ વેશ્યા ન હતી, મગધની જાણીતી ગણિકા હતી. અને એ કાળના જીવનમાં ગણિકાનું રાજકીય, સામાજિક ને ધાર્મિક મહત્ત્વ મોટું હતું. ગણિકા સમાજજીવનની શિક્ષિકા હતી અને એની શાળામાં અનેક કન્યાઓ ને રાજકુમારિકાઓ નવજીવનના પાઠ લેવા, નૃત્ય, ને સંગીત શિખવા આવતી. રાજાઓના અંતઃપુરમાં એનો પ્રવેશ નિષિદ્ધ નહતો. દેશ, ગામ ને કુળમાં ઘટતા ઘટનાપ્રવાહે એનાથી સદા ગમ્ય રહેતા. આવી પંડિતા દેવદત્તા પણ સાર્થવાહના નયનના ઈશારે નૃત્ય કરવા લાગતી. એને સહેજ પણ સ્પર્શ એને સ્વર્ગ ભુવનનાં સુખની યાદ આપતો. આવું, સ્ફટિક શું પારદર્શી પૌરુષ એણે જોયું નહોતું. એના યૌવન પર નિષ્કલંક કૌમાર્યની આભા હતી. એની આંખોમાં સ્ત્રીને વશ કરે એવું તેજ હતું, પણ સ્ત્રીથી ઝંખવાય એવી પ્રભા નહતી. અનેક ઉજળી દૂધ જેવી રાતેમાંની એક રાતે, એ જલકુંડના જ કઠે, ચક્રવાક ને ચક્રવાકીના યુગલ જેવાં આ બન્ને બેઠાં હતાં. ચાંદીનાં અને સુવર્ણનાં પાત્ર વિધવિધ જાતનાં અશન, પાન, ખાદિમ ને સ્વાદિમથી ભરેલાં હતાં. સાર્થવાહને મધુમેરેય (દારૂ) ની અત્યંત ઘણા હતી, અને એ વાતની દેવદત્તાને જાણ થયા પછી એણે કેવલ રાજઅતિથિ સિવાય મધુમેરેય પિરસવાની બંધી કરી હતી. અને પાલંગામાધુરના સુંદર વારકે તૈયાર કરાવવામાં આવ્યા હતા. ચાંદીના પાત્રમાં તૈયાર કરેલ પાલંગામાધુર આપતા આપતાં દેવદત્તા બેલીઃ ભલા સાર્થવાહ, તમારો વ્યાપાર પરિપૂર્ણ થયો કે નહિ ? કેટલું દ્રવ્ય લાભમાં મેળવ્યું ?" 1 શલ્લક ઝાડના ગુંદરમાંથી બનાવેલું પીણું. 2 ગાડવા
Page #86
--------------------------------------------------------------------------
________________ રાજવાર્તા 63 vvvvv “દેવદત્તા, દ્રવ્યલાભ તે ઘણો થયો છે, પણ જે આવી રીતે દ્રવ્ય વેડફે એની પાસે શું બચે ? પણ વાસ, દેવદત્તા, હવે મારા કાર્યથી નિવૃત્ત થયો છું. આ દેશ છોડી દૂર દૂર મારા દેશમાં ચાલ્યો જઈશ. ભલા, એ વખતે બધા પૂછશે કે, રાજગૃહી કેવી ને ત્યાં કેણ રાજ કરે છે, તો હું શું કહીશ! રાજકથાઓ તે અત્યંત રસપૂર્ણ હોય છે કાં ?" અવશ્ય! એમાં ય અંતઃપુરની વાતો તો વિશેષ!” “હું એવી વાતો સાંભળવાને અધિકારી બની શકું કે ?" “અવશ્ય, વહાલા સાર્થવાહ, રાજગૃહની, રાજગૃહના રાજવીએની અને એના અંતઃપુરની બધી ઘટનાઓ મને હસ્તામલકવત પ્રત્યક્ષ છે. તમે એ સાંભળવાને અધિકારી છે. સાંભળીને સુખ પામશે. હું તમને ગુપ્ત ને પ્રગટ બધી ઘટનાઓ કહીશ. તમારા દેશને વિષે તેમાંથી ચોગ્ય ભાગ કહી સંભળાવજો " દેવદત્તા, હું ખરેખર તારો સહવાસ પામીને ધન્ય થયો છું. મારો દેશ પણ મને તારા વિના સૂને લાગશે. સુંદર મગધ ખરેખર દેવદત્તાથી જ સુંદર છે.” સાર્થવાહ, હવે શાંતિથી સાંભળો ! આ અલબેલી નગરીના વસાવનાર રાજા બિંબિસારના પિતાનું નામ પ્રસેનજિત, પ્રસેનજિત એ કાશીના રાજા શિશુનાગની પાંચમી પેઢીનું સંતાન. શિશુનાગને વંશ ખૂબ જ બળવાન. સહુએ પોતપોતાનાં નગર વસાવ્યાં ને આબાદ કર્યા. પ્રસેનજિતે ગિરિધ્વજ વસાવેલું. ગિરિધ્વજની તેજસ્વી કળા આજે આથમતી છે, રાજગૃહી પાટનગર બનતાં એના સામું કઈ જોતું નથી. પણ એ કાળે એ અલબેલી નગરી હતી, અને એવો અલબેલો પ્રસેનજિત રાજા હતે. 1 હાથમાં રહેલા આમળાના ફળ જેટલી સ્પષ્ટ
Page #87
--------------------------------------------------------------------------
________________ 64 મહષિ મેતારજ દેશદેશથી એણે સુંદરીઓ પરણું લાવી પોતાના અંતઃપુરમાં વસાવી હતી. એના વિશાળ અંતઃપુરમાં ઊડતાં પતંગિયાં જેવી ચંચળ સિંહલની સુંદરીઓ હતી, કાળાં ભમ્મર ઝુલ્ફાંવાળી પારસની પત્નીઓ હતી. ભૂરી આંખેવાળી કમિલ સુંદરી અને ચંદન જેવા શીતળ સ્પર્શવાળી મલયની માનુનીઓ પણ હતી. નાના નાજુક અવયવોવાળી, ચિત્રલેખા શી કે દેશની કામિની અને હાસ્યના કુવારા ઊડાડતી, રકતવાળી સૌરાષ્ટ્ર સુંદરી વસાવી હતી. કુરુ, કુશાવર્ત ને કલિંગ, વિદેહ, વત્સ ને ચેદી દેશની રૂપસુંદરીઓથી અંતઃપુર ભરી નાખ્યું હતું.” દેવદત્તા દેશદેશના પરિચયનું પાંડિત્ય દર્શાવતી હતી. આટઆટલી રાણીઓમાંથી રાજા નવરો ક્યાંથી પડતો હશે! દેવદત્તા, સ્ત્રીઓની આટલી મેહિની !" “જુવાન સાર્થપતિ, હજી તમને કોઈ સાચી સ્ત્રી નથી મળી. સ્ત્રીથી પુરુષ, પુરુષથી સ્ત્રી; જે સદા વાધતું યૌવન હોય તો પરસ્પરની મોહિની સદા વધતી જ રહે છે.” “દેવદત્તા, રાજકથા આગળ ચલાવ!” વિષયાંતર થતે જોઈ સાર્થવાહે વચ્ચે જ વાતને કાપી નાખી. “સાર્થવાહ, આટઆટલી રાણીઓ પણ વીર, ધીર ને વિચક્ષણ રાજા પ્રસેનજિતને જાણે સતિષ ન આપી શકી. વૃદ્ધાવસ્થાને કિનારે બેઠેલા એ વૃદ્ધ રાજવીને મૃગયાની મોજ માણતાં માણતાં એક ઉન્મત્ત યૌવના ભલસુંદરી દષ્ટિપથમાં આવી. અને આવતા સાથે રાજા એના રૂપને શિકાર થઈ ગયે. એક રાત એ ભલસુંદરીના ઝૂંપડામાં રહ્યો ને પ્રેમની ઝંખના લેતે આવ્યું. ભર્યું ભાદયું અંતઃપુર અને સે સે પુત્રો છતાં ય એનું દિલ ઉદાસીન બની ગયું. આ વાત બહાર આવી. પટરાણ ધારિણીના પુત્ર બિંબિસારને
Page #88
--------------------------------------------------------------------------
________________ રાજવાર્તા 45 આ વાતની જાણ થઈ. પિતૃસેવા એ તો પુત્રને પરમ ધર્મ લેખાય ! આ ધર્મનો જાણકાર યુવરાજ બિખ્રિસાર ભીલપતિની પલ્લીમાં ગયે.” “બિસ્મિસાર કોણ?” તદ્દન અજાણ્યો હોય તેમ સાર્થવાહ પ્રશ્ન કર્યો. રાજગૃહીના વસાવનાર, આજના રાજરાજેશ્વર મગધપતિ બિઅિસારને તમે નથી ઓળખતા ! યુવાન, તમે તે એને નહીં જોયા હોય ! જોવા જેવા છે, હો ! કામદેવનો જીવંત અવતાર ! છાતી સિંહની, બાહુ વાના, મસ્તક ઐરાવત હસ્તીના ગંડસ્થળ જેવું. પણ એ વાત પછી. રાજા પ્રસેનજિતના સુખ માટે ભલ્લપતિ પાસે જઈ તેમણે તિલકાની માગણી કરી. ભીલપતિ ચતુર હતા, એ ય પલ્લીનો બેતાજ બાદશાહ હ. એણે કહ્યું: " રાજગાદી તિલકાના પુત્રને મળે, એવું વચન આપે ! મારી પુત્રીનું સંતાન તો અધિકાર માટે જ સર્જાયેલું છે.” “જેવી પિતાજીની ઈચ્છા,” આટલું કહી કુમાર બિમ્બિયાર પાછો ફર્યો. રાજાને તો તિલકાની સૌંદર્યભરી દેધ્યષ્ટિ મદનના તાપથી સળગાવી રહી હતી. એણે ભીલ્લપતિને વચન આપ્યું ને તિલકા સાથે પાણિગ્રહણ કર્યું. વર્ષો વીત્યાં. યુવરાજ બિમ્બિસાર યોગ્ય વયને થયે. તિલકાને પણ પુત્ર જન્મ્યો. રાજા વૃદ્ધાવસ્થાને આરે હતો. સિંહાસનના ઝઘડા જાગ્યા, પણ તિલકાએ પિતાના જાજ્વલ્યમાન સૌંદર્યના આતાપથી વૃદ્ધ રાજાને પિતાના પક્ષમાં લીધો હતો. એક નજીવા બહાના હેઠળ બિબિસારનું દિલ દુભવ્યું. સ્વમાનશીલ બિબિસાર રિસાઈને ગૃહત્યાગ કરી ચાલી નીકળ્યો. પણ સિંહ અને પુરુષો જ્યાં જાય ત્યાં પોતાનું પરાક્રમ દાખવી બધું પિતાને વશવર્તી બનાવે છે, એ રીતે નેપાળ કુમારના નામથી દેશદેશ ભટકતે આ યુવરાજ બેનાતટનગરનો અતિથિ બન્યો. ભાગ્ય ઊજળાં હતાં, એટલે ત્યાંના સુપ્રસિદ્ધ શ્રેષ્ઠિરાજ :
Page #89
--------------------------------------------------------------------------
________________ 66 મહર્ષિ મેતારજ ઈદ્રદત્તની આંખે ચડ્યો. એમના મોટા વ્યાપારનો ધણધારી બની બેઠે. નસીબ એટલેથી ન અટક્યું. સ્વરૂપમાં રતિ સમાન, શ્રેષ્ઠિપુત્રી સુનદાના હૈયાને હાર પણ બને. અને સુખથી ભોગવિલાસ ભેગવતાં કેટલેય કાળ નિર્ગમન કર્યો " દેવદત્તા પોતાના ધંધાના ખાસ શબ્દો ને અલંકારોને વર્ણનમાં છૂટથી ઉપયોગ કરવા લાગી હતી. “વાહ રે વીરપુરુષ! જ્યાં જાય ત્યાં સ્ત્રી વગર તે એમને ચેન જ પડે નહિ? સ્ત્રી જ જાણે એમના જીવનનું મુખ્ય અંગ !" યુવાન સાર્થવાહ ભંગ કર્યો. શાસ્ત્રમાં જ સ્ત્રીને અર્ધગ કહેલ છે. યુવાન સાર્થપતિ, એ અર્ધગ પાછળ તે તમે પણ કોક દહાડે ગાંડ થશે.” દેવદત્તાએ વ્યંગનો સુંદર જવાબ વાળ્યો, અને સાર્થવાહના પડખામાં દબાવા પાસે જવા સરી. રાત પૂરી થઈ જશે ને વાત અધૂરી રહી જશે. એને રાજગાદી કેમ મળી તે તે કહે! " સાર્થવાહને વાર્તાની અજબ જિજ્ઞાસા હતી. એને વ્યાક્ષેપ જરાપણુ રૂચ નહે. “ભાગ્યવાનના નસીબમાંથી ગમે તેમ કરે તો ય લક્ષ્મી ખસતી નથી.” દેવદત્તાના અવાજમાં સાર્થવાહ તરફ ઈશારો હતો. એણે નયનનૃત્ય કરતાં વાત આગળ ચલાવી. “એક દહાડે વૃદ્ધ પિતા નવ્વાણુ નવ્વાણ પુત્રોથી પણ અસંતુષ્ટ બન્યો. એને વિદેશ ગયેલ પુત્ર યાદ આવ્યો, પણ રાજદૂતે એની કશી ભાળ ન લાવી શક્યા. આ ચિંતામાં ને ચિંતામાં પિતા બીછાને પડ્યો. મૃત્યુની ઘડીએ ગણાવા લાગી. અચાનક કેઈએ સમાચાર આપ્યા. સમાચાર આપનારે યુવરાજ જેવો કોઈ યુવાન દૂર દરિયાકાંઠે નીરખ્યો હતો. પિતાથી તે જવાય એવું નહોતું એટલે યુક્તિ કરી સંકેતથી ભરેલો એક પત્ર લખ્યો ને તેમાં જણાવ્યું
Page #90
--------------------------------------------------------------------------
________________ રાજવાર્તા 67 કુકર કહેતાં કોપે ચડિયે, ઘર ઘરજમાઈ થાય; હૈયે હઈયાળી કે કહે, કવણ ભલે બિંહ માંય. મોર ભણે અહ પિંછડાં, મેં મેલિયાં વનેહિ અજિય અગાસી નેહ વિણ, તે સિરિ રાય વહેઈ.” અને કુમારને પત્ર મળ્યો કે એનાથી ન રહેવાયું. એણે પણ ઉત્તર વાળ્ય. જિણે અવસરે જોઈએ, સ્વામી તણે પસાઉ; તિણે નીચે ઉતારણે, કિમ સેવી જે રાઉ. ઘર જમાઈ ઘર સુણહ, તે કુણ હુંશ ધરતી; પણ અપમાન્યા છરડા, ન રહે દૂર ફરતી. જાતે એક જ પિંછડે, મેર દોહિલે કાંઈ; તેહ નવાણું પીંછડાં, ભરી પૂરી રહી આઈ.” બાપે દીકરાનું દિલ પારખ્યું. ખૂબ ખૂબ પ્રેમ કરીને એને બેલા ને રાજગાદી સોંપી. બધા જોઈ રહ્યા. જેમનાથી ન જોવાયું તે ચેડા હાથપગ પછાડી ડાહ્યા થઈ ગયા.” “અને પેલી બાપડી સુનંદાને રઝળતી મેલીને! જોયુંને, આનું નામ પરદેશની પ્રીત ! કરી તેય શું ને ન કરી તે ય શું!” સાર્થવાહે વચ્ચે પ્રસંગ જેઈ દ્વિઅથ વાક્ય કહ્યું, અને ધીરેધીરે નજીક સરી આવતી દેવદત્તાથી દૂર ખસી ગયે. ચતુર દેવદત્તા બૅગ સમજી ગઈ. એણે કહ્યું: પ્રીત કરી એટલે તે નિભાવવામાં જ ભા! સુનંદા સતી સાધ્વી સ્ત્રી હતી. રસિયો પ્રીતમ ગેપાલ પણ કેવલ રસ ભોગી ન હતી. મધુ ચુસીને અલોપ થનાર નગુરો ન હતો. બિસ્મિસાર ગાદીએ બેસવા પાછો ફર્યો ત્યારે * પ્રાચીન રાસસંગ્રહ.
Page #91
--------------------------------------------------------------------------
________________ 68 મહર્ષિ તારાજ સુનંદા ગર્ભવતી હતી. એણે પાછળ એક સુંદર સંતાનને જન્મ આપે. દિવસો ગયા ને સુનંદાને ભર્યુંભાયું પિતૃગૃહ પણ ભારે લાગવા માંડ્યું. એ પુત્રને લઈ આ તરફ આવી.” . “વાહરે પ્રીત ! દીકરે નબાપ બને ને માને આખરે ભિખારણ બનવું પડ્યું!” કેણ ભિખારણ! સાર્થવાહ, દેવદત્તાન આવાસમાં છે, એટલે નિશ્ચિંત રહેજેઃ બાકી મગધમાં, રાજગૃહીમાં, અરે, કોઈ વનજંગલમાં પણ આ શબ્દો ઉચ્ચારશે મા ! એ માતા અને પુત્ર એટલે કોણ? જાણ છે? માતા એટલે મહારાજા બિબિસારના અંતઃપુરનાં અધિરાણી અને પુત્ર એટલે?” વાત કરતાં કરતાં જાણે દેવદત્તા નમ્ર થઈ ગઈ. એનાં ચંચળ નયને શાન્ત થઈ ગયાં. એ નામમાં જ કોઈ જાદુ હોય તેમ એ ડીવાર શાંત રહી ને પછી બોલી: એ પુત્ર એટલે ! રોજ પ્રભાતકાળે જેનું પુણ્યનામ મરવા યોગ્ય છે, એ પુરુષ! સુંદરતાને અવતાર! શૌર્યની છબી ! ડહાપણને ભંડાર! કામવિજેતા શિવનું બીજું સ્વરૂપ. ન્યાય, નીતિ ને સત્યને જાણે સાક્ષાત્કાર!” કઈ રસિ વાલમ લાગે છે. એનું નામ કહેને! તારા શબ્દોના અલંકારે ઓછી કર ! એ મને–મારી સ્મૃતિ અને શ્રવણપટને નિરર્થક થાક ચડાવે છે.” એમનું નામ અભયકુમાર ! મગધના એક માત્ર સર્વ સત્તાધીશ મહામાત્ય! મહારાજ બિંબિસારના મુખ્ય મંત્રી ! પિતાના સમગ્ર રાજની, તેને આધીન બીજાં રાષ્ટ્રના ખજાનાની, અન્નભંડારની, સેનાની, વાહનની, પ્રત્યેક નગર તથા ગ્રામની એ વ્યવસ્થા કરે છે. બલ, વીર્ય, પરાક્રમ, પુરુષાર્થ ને વિવેકની એ મૂર્તિ છે. * નાયાધમ્મકહા
Page #92
--------------------------------------------------------------------------
________________ રાજવાર્તા 69 અભયકુમાર એટલે બધું જ. એ શું છે ને શું નથી, એની જ કાઈ ચર્ચા કરી શકે તેમ નથી. અંતઃપુરની પણ એ જ સંભાળ રાખે છે.” “વાહરે વીર–ધીર! અંતઃપુરની સાચવણીનું સુંદર કામ સંભાળ્યું.” સાર્થવાહના આ શબ્દોમાં ઈર્ષા હતી. પોતાની જાતના અપમાનને ટંકાર હતા. ચૂપ રહે સાર્થવાહ! મગધમાં રહીને મહામાત્ય અભયકુમાર માટે એક શબ્દ પણ બોલીશ મા! એ શક્તિના સર્વસ્વરૂપની બુદ્ધિ પાસે કંઈ અશક્ય નથી. તું જાણતો નહિ હોય કે એકવાર પિતાની વિમાતા ધારિણીને દેહદ પૂરવા એણે પુર વસંતમાં વૈભાર પર્વત પર મુશળધાર વરસાદ વરસાવ્યો હતો. અસ્તુ. આપણી વાર્તા આગળ ચલાવીએ. રાજરાજેશ્વર બિઅિસારે સિંહાસન સ્વીકારી મગધની સત્તાને ખૂબ જ વધારી દીધી. એણે યુદ્ધો ઓછો ખેલ્યાં પણ વિશાળ પ્રદેશ પર કબજો કર્યો. દિવસો વીતતા ચાલ્યા એમ મગધ સમૃદ્ધ થતે ચાલ્યો. અને આજે રાજગૃહી એટલે આર્યાવર્તના મહાન સામ્રાજ્ય મગધની રાજધાની. મગધની ભૂમિ, મગધનો નાથ અને મગધની પ્રજા તે કઈ બડભાગી પ્રજા છે.” દેવદત્તાના શબ્દોમાં માતૃભૂમિનું અભિમાન ગાજતું હતું. ગણિકાના દિલમાં ય ધરતીમાતાની મમતા જાણે ઉત્સાહ પૂરતી હતી. “ભારતવર્ષની ત્રણ ત્રણ પ્રચંડ ધર્મ સંસ્કૃતિઓનાં અમી આજ એને આંગણે વહે જાય છે. વૈદિક, બૌદ્ધ ને જેન: એમ ત્રણ ત્રણ સંસ્કૃતિ માર્ગોને ત્રિભેટે મગધમાં રચાયો છે. ત્રણ ત્રણ ધર્મતના પ્રચંડ નદ આજ પુણ્યશાળી પ્રદેશમાં ત્રિવેણી સંગમ પામી રહ્યા છે. “પ્રથમ વૈદિક સંસ્કૃતિને પ્રકાશ વર્ષો સુધી આ પ્રદેશ પર પથરાઈ રહ્યા હતા. બ્રાહ્મણ, યજ્ઞયાગ ને વેદશાસ્ત્રની પૂજા સર્વત્ર ચાલતી હતી. કાળ વી અને એ પૂજાને અતિરેક થે. નિર્દોષ યજ્ઞયાગને
Page #93
--------------------------------------------------------------------------
________________ 70 મહર્ષિ તારાજ બદલે અશ્વમેધ, ગેમેધ અને નરમેધ જેવા હિંસક યજ્ઞોએ પોતાનું સ્થાન જમાવ્યું. સોમરસના બદલે ઉત્તેજક પીણાઓએ ઘર ઘાલ્યું. સર્વ વર્ણમાં શ્રેષ્ઠ મનાયેલ બ્રાહ્મણે પોતાનું હણાતું બ્રાહ્મણપદ અખંડ રાખવા જાતિવ્યવસ્થાનાં એકઠા જડબેસલાખ કર્યો. શોનું સ્થાન હીણું થયું. સ્ત્રીઓનું સ્થાન પણ એવું જ બન્યું. અમ જેવાને તે કઈ ઉદ્ધારક જ નહોતે.” દેવદત્તા થોડીવાર થંભી અને પુન બોલવા લાગી. આ ભારે બનતી જતી સંસ્કૃતિ ઉપર બૌદ્ધ સંસ્કૃતિ પોતાની પાંખો ફફડાવતી આવી બેઠી. બૌદ્ધ સંસ્કૃતિના પરમ પ્રચારક મહાત્મા બુદ્ધ! મગધ અને કેશલ વચ્ચે આવેલ કપિલવસ્તુના ક્ષત્રિય રાજા શુદ્ધોદનના તે પુત્ર થાય. એક દહાડો જગતમાં વ્યાપી રહેલી આ ભયંકર હિંસા નીરખી, માનવજીવન પર તોળાઈ રહેલ જન્મ, જરા ને મૃત્યુનાં દુખ પખીઃ એ દૂર કરવાની પ્રતિજ્ઞા કરી, પુત્ર અને પત્નીને ત્યાગ કરી એક પારધિનાં વસ્ત્ર પહેરી, એની છરીથી કેશ કાપી મહાભિનિષ્ક્રમણ કર્યું. અને અહિંસક યજ્ઞયાગનો એમનો ઉપદેશ પ્રથમ રાજગૃહીને જ મળ્યો. એ પછી તો એ છ વર્ષ તપ તપ્યા, પણ તેમાં કેવળ ઈયિવિજય મેળવ્યો. જે જ્ઞાનની તેમને જરૂર હતી, તે ન લાધ્યું. આખરે એમને લાગ્યું કે ભૂખથી મર્યો મુક્તિ નહિ મળે. એટલે મધ્યમ માર્ગ સ્વીકાર્યો. મધ્યમ માર્ગ એટલે ન શરીરને તપજપથી બહુ કષ્ટ દેવું કે ન તેને અત્યંત સુખશાલિયું બનાવવું.” “દેવદત્તા, તું કર્મ અને ધર્મ બંનેની પંડિતા છે!” મહાત્મા બુદ્ધના આ ઉપદેશ ઉપર શ્રમણ સંસ્કૃતિ ગડરાજશી પાંખો પ્રસારતી આવી ઊભી. આ સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિના જેટલી જ પ્રાચીન હતી, પણ એમાં દેશ–કાલને અનુસરી નવ ક્રાંતિ આણવામાં આવી હતી. એણે શદ્રોને અપનાવ્યાં. દુઃખિયાંને છાતીસરસા ચાંપ્યાં. આ કાતિના આણનાર ક્ષત્રિયકુંડના મહાન લિચ્છવી વંશનાકાશ્યપ શેત્રીય,જ્ઞાતકુળધારક રાજા સિદ્ધાર્થના ત્યાં જન્મનાર.”
Page #94
--------------------------------------------------------------------------
________________ રાજવાર્તા છે “દેવદત્તા! બસ થોભી જા! માનવીના ધર્મની બાબતમાં ચર્ચા કરવી, એને ન્યાય તેળવો અત્યંત દુષ્કર છે. તે રાજવાર્તાને કઈ સુંદર પ્રસંગ બાકી હોય તે સંભળાય !" સાર્થવાહ, તારી સુંદરતા ને અસુંદરતાની વ્યાખ્યા અજબ છે–સમજી શકવી મુશ્કેલ છે. પણ તારા મનને રાજી કરવા જ મેં આટલી રાત અને આટલી વાણી ખચી છે. અસ્તુ, હા...એક તાજે જ સુંદર પ્રસંગ છે. એ ગુપ્ત છે. મગધનાં ઓછાં માનવીઓએ જાણે છે. એ જાણનારનું મસ્તક પણ સલામત રહે કે નહિ તે પણ પ્રશ્ન છે.” એવી એકાદ વાતને ખાતર મગધની મહા મનેહારિણું દેવદત્તાનું સુંદર મસ્તક હોડમાં મૂકવાની જરૂર નથી.” સાર્થવાહે લાગણીભર્યા શબ્દો કહ્યા. “રે પ્રિય! તારા માટે શું શું ન કરું ! તારામાં લેભાવે તેવું પુષત્વનું અવર્ણનીય આકર્ષણ છે. ગમે એવી સ્વમાનશીલ સ્ત્રી પણ તારા હાથમાં રમવા ઈચ્છે એવી નિખાલસતા તારામાં સભર ભરી છે. દેવદત્તાએ હજારને રમાડયા છે, પણ એના જીવનના ઈતિહાસમાં એક સાર્થવાહ જ એને હાથતાળી આપી ગયો છે. ચક્રવાક ને ચક્રવાકી જેવો આપણો યોગ માટે નવો જ અનુભવ છે. દેવદત્તાએ તેને ઘણું ઘણું કહ્યું છે. આટલું વધું કહેવામાં થોડું જોખમ હોય તે ભલે હેય. એ જોખમ વેઠવા તૈયાર છું.” દેવદત્તા, તારે પ્રેમ અગાધ છે.” “પ્રેમને સ્વયંભૂ બનાવવાની તારી શક્તિ અજોડ છે. સાર્થવાહ! તારા દેશમાં ય તારી પ્યારી દેવદત્તાને કદી ભૂલીશ મા! તું તારા દેશ તરફ જઈશ, હું પણ મગધના મહારાજના કામે બહારગામ ચાલી જઇશ. તું તારે દેશ પહોંચીશ ત્યારે તે મારી ગુપ્ત વાર્તાનું પરિણામ આવી જશે, એટલે એને પ્રગટ કરવામાં કિંચિત પણ દોષ નથી.
Page #95
--------------------------------------------------------------------------
________________ 72 મહર્ષિ તારાજ માટે સાંભળ!” દેવદત્તા વહાલમાં સાર્થવાહને હવે એક્વચનથી સંબોધી રહી હતી. “વૈશાલિપતિ મહારાજ ચેટકનું નામ તો સાંભળ્યું હશે. કર્મવીર ને રણધીર આ મહારાજ આજે ધર્મવીરપદને પામ્યા છે. શ્રમણ ભગવંત પ્રભુ મહાવીરના એ પરમ ભક્ત છે.” હં..” પ્રભુ મહાવીરનું નામ જાણે અશ્રવણને યોગ્ય હોય તેમ કાન પર હાથ મૂકતાં તેણે લાંબો નિસાસો નાખ્યો. દેવદત્તા ગુપ્ત વાર્તાના કહેવાના શ્રમમાં લીન હતી. - “મહારાજ ચેટકને સૂર્યનાં સકિરણ જેવી જુદી જુદી કાંતિ ને વર્ણરૂપવાળી સાત પુત્રીઓ છે. એકને જુઓ ને એકને વિસરે ! મહારાજ ચેટકે દેશદેશથી પંડિતે, વિદ્વાનો, વાદવેત્તાઓ અને અનગારોને તેડાવી સર્વેને વ્યવહાર અને ધર્મશાસ્ત્રમાં નિપુણ બનાવી છે. રાજકુમારને દુર્લભ એવું શિક્ષણ સર્વેને આપવામાં આવ્યું છે. સાથેવાહ, મગધનાં રાજકુટુઓમાં સંસ્કારના હિસાબે મહારાજ ચેટક સર્વોપરિ છે. અરે, આટઆટલી કેળવણી આપ્યા પછી પુત્રીઓના વિવાહાદિ કાર્યથી પોતે અલિપ્ત રહ્યા છે. કેળવણી–સુસંસ્કાર આપવા પિતાની ફરજ, નવું કુળ કે નવો સંસાર શોધી લેવો એ વિદુષી પુત્રીઓની ફરજ ! ક્યાં આજના રાજાઓ અને ક્યાં મહારાજ ચેટક! ઓજના રાજાઓ તે પુત્રીઓને રાજરાજ વચ્ચે સંબંધ વધારવાનું - સાધન માત્ર સમજે છે, અને વ્યસની, દુશીલ, કામી–ગમે તેવા રાજવીને પોતાની પુત્રી આપી દેતાં લેશ માત્ર સંકોચ ખાતા નથી. પણ આ બધે પ્રતાપ કોનો? જાણો છો ?" “ના !" . “દીર્ઘ તપસ્વી નિર્ગોઠ જ્ઞાતિપુત્રનો! એમને પ્રભાવ અપૂર્વ છે. જે રાજકુટુઓ પર એમની છાયા પડી એને ઉદ્ધાર થઈ જાય છે.”
Page #96
--------------------------------------------------------------------------
________________ રાજવાર્તા 73 “જબરો જાદુગર !" હા, હા. અસલ જાણે જાદુગર ! મેં જોતાં જ પાપથી ભયભીત બની જઈએ.” “દેવદત્તા, તારી વાચાળતા અજબ છે. આડી અવળી વાતમાં કેટલી રાત વીતી ગઈ, એ તો જો! હું આવ્યો ત્યારે તે આકાશમાં હરણાં ક્ષિતિજ લગભગ હતાં; અને અત્યારે તો જો! અગત્યને તારે ઊગીને આથમી ગયો છે. પેલો વ્યાધ પણ અસ્ત પામ્યા, સ્વાતિ અને ચિત્રા કેવાં ચમકી રહ્યાં છે. મધરાત થઈ ગઈ.” આકાશ પરથી સમય પારખવામાં કુશળ લાગો છો!” દેવદત્તાએ ગગનમંડળના તારાગ્રહો વિષેનું સાર્થવાહનું નૈપુણ્ય જોઈ કહ્યું. માણસનાં નેત્ર પરથી મન પારખવામાં જેમ તમે કુશળ છે તેમ. સહુ સહુનો ધંધો ! સાથે લઈને જતાં અરણ્ય, કંદરા ને વનરાજિઓમાં આકાશ જ અમારું સાથીદાર હોય છે. પણ દેવદત્તા, હવે તારી વાત પૂરી કર ! મહારાજ ચેટકની સાત પુત્રીઓ બહુ વિદુષી છે. કળાભંડાર છે, પછી આગળ ચલાવ...” . “એ સાત પુત્રીઓમાંથી પાંચ પુત્રીઓ તે સ્વયં ઈચ્છિત પતિને પામી છે. પ્રથમ પુત્રી પ્રભાવતી વીતભયનગરના રાજાને પરણું છે, બીજી પદ્માવતી ચંપાનગરીના દધિવાહનને, ત્રીજી મૃગાવતી કૌશંબીના શતાનિકને, ચોથી શિવા ઉજજયિનીના પ્રદ્યોતનને અને પાંચમી પુત્રી નિર્મ્સઠ જ્ઞાતપુત્રના* વડીલબંધુ અને કુંડગ્રામના અધિપતિ રાજા નંદિવર્ધનને પરણી છે, પાંચે મહાસતીઓ છે. છઠ્ઠી સુઠા ને ચેલ્લણા કુમારી છે. શું બંનેની કાંતિ ! એક તાપસી હમણાં સુજ્યેષ્ઠાની છબી લાવેલી."* * બૌદ્ધો પ્રભુ મહાવીરને આ નામે ઓળખતા. :
Page #97
--------------------------------------------------------------------------
________________ છ મહર્ષિ તારજ * * * * * “તાપસ લોકેએ આ ધંધો ક્યારથી શરૂ કર્યો?” “યુવાન, વાતનાં મૂળ ઊંડાં છે. આ તે ધર્મકલહનું પરિણામ છે. છબી લાવનાર તાપસી એકવાર રાજા ચેટકના રાજમહાલયમાં ગયેલી. વાતવાતમાં આ બે રાજકુમારિકાઓ સાથે શૌચમૂલક ધર્મ મેટે કે વિનયમૂળ ધર્મ માટે, વિષે વાદવિવાદ ચાલ્યો. રાજકુમારિકાઓએ વિનયમૂળ ધર્મ મહાન સિદ્ધ કરી બિચારી તાપસીને નિરુત્તર કરી. રાજમહેલનાં બીજાં કેટલાંક જનોએ આથી તેની મશ્કરી કરી. પરાભવ પામેલી તાપસી એમનો ધર્મમદ દૂર કરવા અન્ય ધમી સાથે તેમને પરણાવવા સુજેષ્ઠાની સુંદર છબી ચીતરી અત્રે આવી. મહારાજ બિંબિસાર તે એ છબી જોતાં જ મુગ્ધ થઈ ગયા.” “બાપ એવા બેટા! રાજા પ્રસેનજિત ભીલ કન્યા પાછળ મુગ્ધ થયા, ને એમના પુત્ર ચિત્રકન્યા પાછળ ! અભિમાની રાજપદ જ એવું છે.” સાર્થવાહ, નાની નાની વાતમાં ઉશ્કેરાઈ ન જા! માનવ સ્વભાવ જ એવો છે, પછી કાણુ રાય ને કાણુ રંક ! મહારાજ બિંબિસારે સુચેષ્ઠા માટે દૂત મોકલીને માગણી કરી. રાજા ચેટકે કહ્યું “વાહીકુળમાં ઉત્પન્ન થયેલા હૈડેયવંશની કન્યા સાથે ન પરણી શકે. આ લગ્ન અગ્ય છે.” મહારાજ બિંબિસાર આથી અત્યંત ક્રોધાન્વિત થયા, પણ રાજા ચેટકને છંછેડવામાં સાર નહોતો. આખરે અભયકુમારે આ કામ હાથમાં લીધું. વણિકનો વેશ સજી વૈશાલિ ગયા ને સુજેષ્ઠા પાસે મહારાજ બિંબિસારનું રૂપ, ગુણ સુંદર રીતે. વર્ણવી સુષ્માને મેહિત કરી.” “ધન્ય છે તમારા મહામાત્યને! બુદ્ધિને બહાર ઠીક પ્રસંગ વાપરતા જણાય છે.” , “એ બુદ્ધિના ભંડારને તાગ લેવા મારા-તારાથી મુશ્કેલ છે.
Page #98
--------------------------------------------------------------------------
________________ રાજવાર્તા 75 સાર્થવાહ, આ પ્રકરણમાં તો એમની ઊંડી કૂનેહ છે, મહામાત્ય અભય પોતે શ્રમ પાસક છે. તેઓ સમજે છે, કે આવું એકાદ કન્યારત્ન રાજગૃહીના અંતઃપુરમાં વસે તો ઘણું પરિવર્તન થઈ શકે, સંસ્કારની સુંદર સરિતા વહી નીકળે. સાર્થવાહ, ટૂંકી વાત હવે એટલી છે, કે થેડા દિવસમાં હું વૈશાલિ જઈશ, અભયકુમાર પણ ત્યાં આવશે, ચૂનંદુ સૈન્ય પણ ત્યાં હાજર રહેશે, ને તૈયાર થઈ રહેલ સુરંગ વાટે મહારાજ બિસ્મિસાર સુષ્ઠાને ઉપાડી લાવશે.” સુંદર કાર્યમાં નિયુક્ત થઈ છે, દેવદત્તા! વારુ હવે હું વિદાય લઉં. રાત છેક છેડી રહી ગઈ છે. તે મને સુંદર રાજવાર્તા કહી. એ કોઈપણ સ્થાવાર્તા જેવી સુંદર છે. તારો આભાર માનું તેટલો ઓછો છે.” વહેલો ઊગેલો ચંદ્ર હવે ક્ષિતિજ પર હતો, અને આ ચક્રવાક અને ચક્રવાકીની અતિમ મિલનરાત્રીઓમાંની એક રાત્રી પૂરી કરતો હતો મેડી ડી એક નૌકા ગંગાના પટ પરથી સડસડાટ વહી ગઈ
Page #99
--------------------------------------------------------------------------
________________ હજારમાં એક [ 8 ] ગંગાના હૈયા પરની નૌકાઓની આવજાવ અને દેવદત્તાના નૃત્યકારની હેલીઓમાં, ગંગાના જ પ્રવાહથી થોડે દૂર, આંબાવાડિયાના એક છેડે વસતી મનુકુળની પરતિકા–પેલી વિરૂપાને આપણે વર્ષોથી છેક જ વિસારી મૂકી. વિસરાયેલી વિરૂપાનું આંગણું પણ આટઆટલે વર્ષે વિસરાયેલું જ રહ્યું હતું. એના સંસારમાં એ અને માતંગઃ એ સિવાય કોઈ નવીન વ્યક્તિ ઉમેરાઈ નહતી. છતાં ન જાણે આ દંપતીનું રસજીવન નવું જ બનીને વહેતું હતું. ફેર માત્ર એટલો પડ્યો હતો, કે દિવસો જતાં માતંગ શ્રમ પાસેથી કર્મને મહિમા શીખી આવ્યો હતો, અને નમ્ર બન્યો હતે, એ પોતે જ ઘણીવાર કહેતાઃ “અલી વીરુ, ભાગ્યમાં જ સંતાન ન લખ્યાં હોય તે પછી કયાંથી મળે છે એવો સંતાનમેહ શા કામનો !" તો ગાંડ, ગામનાં છોકરાંને શા માટે રમાડે છે, હેત કરે છે, ને તારી વાડીઓમાંથી ફળફૂલ લાવી વહેચે છે!” એમ કરવામાં મારું મન ખૂબ રાજી થાય છે. અને જે તું નારાજ ન થાય તો કહું. મને તે ધનદત્ત શેઠને પેલો મેતારજ ખૂબ
Page #100
--------------------------------------------------------------------------
________________ હજારમાં એક 77 વહાલો લાગે છે. એની બોલી કેવી મીઠી છે, જાણે તું જ નાની બાળ થઈને બેલતી ન હોય.” “હવે ઘરડો થયો. જરા ડાહ્યો થા ! સ્ત્રીમાં બહુ મન ન રાખીએ.” વિરૂપાએ ટોણો માર્યો. એમાં શું થયું ! શ્રમણો તે કહે છે, કે પરસ્ત્રી માત સમાન માનવી. પોતાની સ્ત્રી માટે તેઓ કંઈ કહેતા નથી. અને જે પોતાની સ્ત્રીમાં મન ન રાખીએ તે પછી આ પરણવાની માથાકૂટ શું કામ! સંસારની બધી સ્ત્રીઓ પુરુષો સામે જોઈને બેસે ને પુરુષો સ્ત્રીઓ સામે, કઈ કઈ એ કઈમાં મન પરોવવું જ નહિ એમજ ને !" તું તે મોટે પંડિત થઈ ગયો લાગે છે. મારે માથાકૂટ નથી કરવી. કોઈ સારું જોયું, કેઈનું સારું સાંભળ્યું કે તને મારી યાદ આવે છે, પણ તેં શેઠાણીને જોયાં નથી ! મેતારજ બરાબર તેમની આકૃતિ છે. આઠમે વર્ષે પાઠશાળાએ મોકલ્યો ને હવે તે અઢાર લિપિઓનો અભ્યાસ આરંભ્યો છે. જુદાં જુદાં શાસ્ત્રોનો પણ અભ્યાસ ચાલે છે. કેઈ આચાર્ય નાટયશાસ્ત્ર, કઈ શિલ્પશાસ્ત્ર, કોઈ સૈનિક- . શાસ્ત્ર, તે કોઈ પાકદર્પણ, માતંગવિદ્યા, મયમત ને સંગીતશાસ્ત્ર શિખવે છે. કુમારની ગ્રહણશક્તિ અદ્ભુત છે. રાજકુમારોની સાથે અશ્વવિદ્યા, હયવશીકરણ અને ધનુર્વિદ્યામાં પણ એ સમકક્ષ છે. વયમાં નાનો પણ મહામાત્ય અભયને એ પ્રીતિપાત્ર બન્યો છે. આખો દિવસ રાજમહેલમાં ને રાજમહેલમાં. મહારાજ બિસ્મિસાર પણ કુમારને જોઈ ભાન ભૂલી જાય છે. મહારાણુ સુનંદા તો એકવાર બોલી ગયેલાં કે હું તે એને મારો જમાઈ બનાવીશ. શેઠ અને શેઠાણી * 1 હંસલિપિ, 2 ભૂતલિપિ, 3 જક્ષીલિપિ, 4 રાક્ષસીલિપિ, 5 ઊકીલિપિ, 6 યાવનીલિપી, 7 તુર્કીલિપિ, 8 કિટી, 9 કવિડી, 10 સિંધવીય 11 માલવિની, 12 નટી, 13 નાગરી, ૧૪લાટ,૧૫ પારસી, 16 અનિમિતી 17 ચાણક્ય, 18 મૂળદેવીલિપિ. [વિશેષાવશ્યકમાંથી]
Page #101
--------------------------------------------------------------------------
________________ 78 મહર્ષિ તારાજ તે એની પાછળ ગાંડાં છે.” વિરૂપાના આ શબ્દ પાછળ મમતા ગાજતી હતા. બહુ ગાંડાં બની છોકરાને બગાડશે, અને પછી મહારાણીને અનુભવ કરવો હશે તે થશે કે જમ અને જમાઈ સરખા હોય છે.” “બધા ય કંઈ તારા જેવા હોતા નથી. બિચારી મારી મા ! એને તે તું યાદ કરતા નથી. મને થોડા દહાડા એની ખાતરબરદાસ્ત કરવા ય જવા દેતા નથી. અને કોઈવાર જઉં તે ચાર દહાડામાં તેડું આવ્યું જ છે. મારી માને તો જમાઈ કરતાં હવે જમ આવે તે સારું !" જે, વીરુ ! ઝઘડા થઈ જશે. રોહિણયના દાદાના મૃત્યુ વખતે તેની ઉત્તરક્રિયા કરીને પાછાં ફરતાં તારી માને ભેગે થતો આવ્યો હતો. બિચારીએ મને કેવું હેત કર્યું હતું. મેં નમસ્કાર કર્યા એટલે એણે મારું માથું મૂક્યું. જ્યાં માનો સ્વભાવ ને ક્યાં દીકરીને સ્વભાવ ! હે ભગવાન!” માતંગે વિરૂપાને ચૂપ કરવા બરાબર તીર ફેક્યું. વિરૂપા પોતાની માતાનાં વખાણથી મનમાં ને મનમાં રાજી થઈ અને વાતનું વહેણ બદલી નાખતાં બોલી ! માતંગ, રેશહિણેયના કંઈ વાવડ !" અજબ આદમી છે હો ! એને દાદો હતો તે જબરો પણ થડે અકર્મી! એનાથી કેઈનું ભલું ન થયું ને મરતાં મરતાં ય જે રોહિણે ડહાપણ ન વાપર્યું હોત તો કેટલાયને મારતે જાત " “હમણાં શું કરે છે !" “કંઈ સમજાતું નથી. લૂંટફાટ તો બંધ છે, પણ તૈયારીઓ જબરી લાગે છે. ઉપરનાં પાણી શાન્ત છે, પણ અંદર જબરી મથામણું ચાલતી જણાય છે. કરશે ત્યારે ભારે પરાક્રમ કરશે. અને તે ઘણીવાર મન થાય છે, કે મહામાત્ય સાથે મેળાપ કરાવી દઉં, પણ
Page #102
--------------------------------------------------------------------------
________________ હજારમાં એક છ૯ પાછું વિચાર કરતાં એમ લાગે છે, કે એ દરમાં હાથ ઘાલવા જવામાં સાર નથી. આ તો રાજા, વાજાં ને વાંદરાં! રખેને કંઈ થાય તે મેતકુળનો એક દીપક ઓલવાઈ જાય.” મહામાત્ય વિષે હીણું બોલે છે?” “એમના માટે મને માન છે. પણ વિરૂપા, રાજસેવા જ એવી છે! ઘણીવાર માણસને માણસાઈ વિસરી જવી પડે છે.” વાતમાં ને વાતમાં માતંગે પાસે બેઠેલી વિરૂપાને એક ઝીણું ચૂંટી ખણું. “મોટે માણસાઈવાળો ન જોયો હોય તે ! ઘરડો થયો. હવે આ ચેનચાળા-આ તોફાન ન શોભે!” “વીરુ, આપણાં દિલ તે ઘરડાં નથી થયાં ને! લોકો કહે છે કે દેવદેવીઓને ઘરડાપ હોતો નથી, સદા યુવાન રહે છે. તેને જોઈને મને પણ એમ લાગે છે, કે જાણે વિરૂપાને ઘરડા છે જ નહિ. જ્યારે જુઓ ત્યારે પાકી ગલ જેવી ! " અરે, પણ તું કહેતો હતો કે આજે અશ્વએલન પરીક્ષા થવાની છે. બધા રાજકુમાર અને અશ્વિનિપુણ યુવાને એકઠા થવાના છે.” “વિરૂપા, મને એ વાતનું તો વિસ્મરણ થયું. ચાલો, સૂરજ પશ્ચિમાકાશમાં ઢળવા માંડ્યો છે. બધા ક્રીડાક્ષેત્રની આજુબાજુ ગોઠવાઈ ગયા હશે. સ્થાન મળવું પણ મુશ્કેલ બનશે.” ધણીધણિયાણી ઉતાવળાં તૈયાર થઈ નગરના મુખ્ય દરવાજા ભણ વળ્યાં. પુરજનનાં જુથેજુથ ક્રીડાક્ષેત્ર ભણું ઊલટી રહ્યાં હતાં. ઘરઘરના જુવાનોની આજે શૌર્ય પરીક્ષા હતી. કેટલાય કેડીલા નવજુવાને પોતાની પ્રેયસીઓને નિમંત્રણ આપી આવ્યા હતા કે, આવજે ક્રીડાક્ષેત્રપર મારી મર્દાનગી જોવી હોય તો ! સો સે રાજકુમારને ઝાંખા ન પાડું તે કહેજે !"
Page #103
--------------------------------------------------------------------------
________________ 80 મહષિ મેતારજ કેટલીય નવવધુઓએ મૂછાળા પતિઓની મૂછના કાતરા ખેંચીને કહ્યું હતું: “પતિદેવ, આજે તમારું પાણી જેવાની છું. રોજ મેટી મેટી ડંફાસ મારો છે, તે આજ ધાડ મારજો! મારી સખીઓમાં મારે શરમાવું ન પડે તેવું કરજે!” આખા નગરમાં ઉત્સવ જેવો આનંદ હતું. વર્ષમાં બેએકવાર આવા મેળાઓ યોજાતા. આખી પ્રજા અભિન્નભાવે એમાં રસ લેતી. લે કેનાં ટોળાંમાંથી સહેજ દૂર દૂર રહીને ચાલતાં ધણીધણિયાણી ક્રીડાક્ષેત્ર પર પહોંચ્યાં ત્યારે ક્ષેત્રમાં શરતમાં ઉતરનાર અશ્વારોહીઓ આવીને સજજ થઈ ઊભા રહી ગયા હતા. “એ રહ્યો માર લાલ! મેતારજ ! હજારમાંથી હું તે - ળખી કાઢું.” વિરૂપાથી એકદમ બેલાઈ ગયું. ઘેલી થઈ ગઈ કે શું? જરા સંભાળીને બેલ ! કોણ તારે લાલ ! રાજગૃહીને કોઈ શ્રેષ્ઠિ સાંભળશે તે તારી જીવતી ખાલ ઉતરાવી નાખશે !" અરે ભૂલી, પણ તું જેતે નથી? પેલો, પણે, રાજકુમારની પંક્તિના છેડે, છેલ્લાથી ત્રીજે ! તમયૂર અશ્વપર આરૂઢ થયેલ ! જે, બરાબર છે. રાજકુમારની કાંતિ એના મોં પર વિલસી રહી છે. પણ હવે એની ચર્ચા છોડી દે! એને અને આપણને !" “મારી તે પ્રાણપ્રિય સખીને પુત્ર ! તને ખબર છે, મેં જ એનું નામ મેતારજ પાડ્યું છે. મને વહાલ કાં ન આવે!” હા, હા, પણ બરાબર લક્ષ આપીને જે! શરતનો પ્રારંભ થાય છે, શીઘ્રગતિની શરતને સંકેત થયો છે. બધા અ સીધી દિશામાં જેટલી ઝડપથી જવાય તેટલી ઝડપથી દોડશે !"
Page #104
--------------------------------------------------------------------------
________________ હારમાં એક 81 " શાબાશ ! શાબાશ !" પુરજનોના મુખેથી ઉચ્ચાર થઈ રહ્યો. અશ્વારોહીઓ અશ્વની પીઠ સાથે એકમેક થઈ ગયા હતા. ભાથામાં છૂટેલા વેગવંત તીરની જેમ બધા નિદિષ્ટ સ્થળે જઈ પુનઃસ્વસ્થાને પહોંચવા તીવ્ર વેગથી પાછા ફર્યા. બરાબર રસાકસી જામી. સવારના મનની વાત જાણે અચ્છેએ પણ જાણી લીધી હતી. પોતાની મોટી વિશાળ કાયા સંકેચી તેઓ ગરુડ જેવી ઝડપથી દોડતા હતા. કેટલાક અશ્વો પડ્યા, કેટલાક અશ્વારોહીઓ ગુલાંટ ખાઈ ગયા, એમ ધીરે ધીરે બધા અોમાંથી કેવળ બે અ આગળ નીકળી આવ્યા. એક શ્વેત અને બીજો રક્તવર્ણનો હતો. બે વચ્ચે તુમુલ હેડ જામી. સફેદ અને રક્તવર્ણો બંને ઘડા તરત જ ઓળખાઈ ગયા. “એ જ. એ જ.” બધેથી એકસામટો ઉચ્ચાર નીકળ્યો. કેણ! કોણ!” નહીં સમજેલાઓએ પ્રશ્ન કર્યો. નથી જોઈ શકતા કે પેલો સફેદ દૂધ જેવો અશ્વ તે તમસૂર ! રાજગૃહીના મહાષ્ટિ ધનદત્તના પુત્ર મેતાર્યને!” “અને બીજે?” “અરે, એટલું ય જાણતા નથી ! કેશડાનાં પુષ્પ સરખો પેલે ઉઘડતા રક્તવર્ણને અશ્વ તે જ અહિછત્ર! રાજગૃહીના મહામાત્ય અભયનો !" અરે, આ તે કંઈ શરત કહેવાય. એક તે ઊગતો જુવાન અને બીજો પુખ્ત યુવાનઃ બે વચ્ચે કંઈ હરીફાઈ શોભે!” બેસે, બેસે, શાસ્ત્રમાં કહ્યું નથી કે “ગુણીષ ન ચ લિંગ, ન ચ વય જાત કે જુવાની આવે ટાણે જેવાતી નથી. સીત્તેર
Page #105
--------------------------------------------------------------------------
________________ 82 મહષિ મેતારજ વર્ષના વૃદ્ધો પણ આ શરતમાં ઊતરે છે.” આવી આવી મનમાની ચર્ચાઓ કરતાં પુરજનોનાં નયને તીવ્રવેગે આવતા બે અોની ગતિ પર જ સ્તબ્ધ બન્યાં હતાં. “અરરર...ગયો, બસ ગયો!' બધેથી અરરાટીને ઉચ્ચાર થયો. તમયુરને ઠોકર લાગી, ઉપરને અસ્વારોહી લથડ્યો ને આખા જનસમૂહમાંથી લાગણીભર્યો ઉપરને શબ્દ નીકળી પડ્યો. હાય, મારે લાલ !ધડામ કરતી વિરૂપા ધરણી પર ઢળી પડી. એ તરત અવાચક બની ગઈ અને ભયમાં ફાટી રહેલા એના ડોળા ચારે તરફ ઘૂમવા લાગ્યા. એક તરફ શરતની પૂર્ણાહુતિની રસાકસી ભરેલી ક્ષણે, બીજી તરફ વિરૂપાની આ હાલત ! બધે હેહા મચી રહી. “ધન્ય ધન્ય મિત્રાર્યને!” પ્રશંસાના શબ્દો ગાજ્યા. ઠોકર ખાધેલા અશ્વ પરથી ગબડેલો મેતારજ અત્યંત કુશળતાથી વાંદરીના બચ્ચાની જેમ અશ્વના પેટને વળગી રહ્યો ને પુનઃ એક છલાંગે પીઠ પર આરૂઢ થઈ ગયે. માનભંગ થયેલા સવારે અને અવે હવે તો પ્રાણાર્પણની બાજી લગાવી હતી. છતાં ય સંકેતસ્થાન પર તમયૂર અને અહિચ્છત્ર એક જ સાથે પહોંચી શક્યા. એક નહિ પણ બે જણ સર્વ શ્રેષ્ટ નીવડવા. મહારાજ બિઅિસાર સ્વસ્થાનેથી ઊઠી હર્ષપૂર્વક બંનેના સ્વાગત માટે આગળ ધસી આવ્યા. ધન્ય છે, તમને બંનેને જ્યવાદ ઘટે છે.” હેડને નિર્ણય બાકી છે. વિજય એકને જ હોય, અને એ રીતે પારિતોષિક પણ એકને જ મળે.”
Page #106
--------------------------------------------------------------------------
________________ હજારમાં એક 83 મેદનીમાંથી જુદી જુદી જાતના અવાજે આવી રહ્યા હતા. કઈ શરતને માટે પુનઃ માગણી કરતું તો કઈ મેતાર્યને જીતેલો જણાવતું તે કઈ મહામાત્યને! દેહ પર પ્રસ્વેદ લૂછતો જુવાન મેતાર્ય આગળ આ ને નમ્રતાપૂર્વક બે મહારાજ, શરત તો મહામંત્રી જીત્યા છે. મારી જીતમાં કલંક છે, મેં તે ઠોકર ખાધી.” મહામાત્ય તરત આગળ આવ્યા ને બોલ્યાઃ “ના, ના, પિતાજી ! છત તે મેતાર્યની જ ગણાય. ઠાકર ખાવા છતાં કેવી કુશળતાથી એણે મને આગળ જવા ન દીધો ! હેડનું પારિતોષિક મેતાર્યને જ આપો !" મંત્રી રાજ, અહીં તમારો ન્યાય નહીં ચાલે!” મેતાર્યો મહામંત્રીને બોલતા અટકાવી કહ્યું: “મહારાજ પાસે હું અને તમે વાદી–પ્રતિવાદી રૂપે ખડા છીએ, ને ન્યાય આપવાનો અધિકાર આજે તમને નથી. મહારાજ મગધેશ્વરને જ ન્યાય આપવા દો !" મગધરાજ બંને કુમારની નિખાલસતા જોઈ ગદગદિત થઈ ગયા. તેમણે કહ્યું શાન્ત થાઓ, યુવાન ! હું જ ન્યાય તેળીશ. આ વિજય તમારો નહિ, પણ મારો છે, મગધને છે, મગધની મહારથી પ્રજાને છે. જેના રાજ્યમાં પોતે પરિશ્રમ કરી, વિજય વરી, વિજયમાળ બીજાને પહેરાવનાર નિષ્કામ મહારથીઓ અસ્તિત્વ ધરાવે છે, એ રાજ્યને સૂર્ય અવશ્ય મધ્યાન્હે છે, ને સર્વ વિષયોમાં તેને વિજય છે. હું ઈનામ આપું છું.” અને મહારાજે ભાવાવેશમાં મહામાત્ય અભય અને કુમાર મેતાર્યને છાતી સરસા ચાંપી દીધા. પાછળ રહી ગયેલા અશ્વારોહીઓ
Page #107
--------------------------------------------------------------------------
________________ 84 મહર્ષિ મેતારજ ધીરે ધીરે સંતસ્થાન પર આવી ગયા હતા. મહારાજ બિંબિસારે સર્વને ઉદ્દેશીને કહ્યું: મગધની આશા સમા નવજુવાન ! સાચા પુરુષાર્થને કદી પરાજય નથી, ભાવિ મહાન વિજયની પ્રાથમિક ભૂમિકા છે. કર્મશીલ યોદ્ધાને પરાજય હે જ નથી, મગધને એવા યોદ્ધાઓની જરૂર છે. આજે જીતેલા કે હારેલાઃ તમામ યોહાઓને હું ભેટ આપીશ. તમારી અધૂરી રહેલી રમતે ખુશીથી ને ઉત્સાહથી સમાપ્ત કરો !" મહારાજના આ શબ્દોને માનવમેદનીએ હર્ષના પ્રચંડ નિનાદથી વધાવી લીધા. નિરાશ થયેલા યુવાને પુનઃ ક્રીડાક્ષેત્ર પર આવીને સજ્જ થઈ રહ્યા. આ પછી બીજી શરતને પ્રારંભ થયો. વિવિધ જાતની શરત હતી. એકમાં અને ગેળકુંડાળે નાખી દોડાવવાના હતા. બીજીમાં સળગતી ખાઇઓ પરથી અને કૂદાવી ચાલ્યા જવાનું હતું. ત્રીજમાં દેડતા અશ્વ પર ખડા થઈ, એની પીઠ પર જ શરસંધાન કરી, નિર્ણત કરેલ વૃક્ષ પરના ફળને છેદવાનું હતું. આમ અનેકવિધ રમત રમાઈ ને પૂરી થઈ આખો જનસમુદાય એ જોવામાં મગ્ન હતું. આ મમ્રતામાં બિચારી વિરૂપાને સહુ કઈ ભૂલી ગયું હતું. કેવળ માતંગ એની સેવામાં હાજર હતો. થોડીવારે ભીડમાંથી છૂટવા માટે નાના કોમળ ફૂલને કેઈ ઊચકી લે, એમ વિરૂપાને ઉપાડી માતંગ એક ઘટાદાર વૃક્ષ નીચે લાવ્યો. વિરૂપા હજી બેભાન જ હતી. “રાંડની જાત ખરીને! એમાં વળી જરા અવળચંડી ! જરૂર કેઈની નજર લાગી. હું એને કહેતે જ હતો કે તું બહાર નીકળ
Page #108
--------------------------------------------------------------------------
________________ હજારમાં એક 85 ત્યારે અંબોડામાં પારિજાતક નાખીશ મા ! એક તે નાગણની ફેણ જેવો અંબોડે ને એમાં લાલઘૂમ ફૂલ. કેકની ભારે નજર લાગી. પણ ફિકર નહિ ! '' માતંગ મનમાં બબડ્યો ને એણે પિતાના મંત્રો યાદ કરવા માંડ્યા. નાગ. ભૂત. યક્ષ. ઈક, રકંદ, રદ્ધ, શિવ ને શ્રમણને તેણે મંત્રદ્રારા આવાહન કર્યું. અનેક શક્તિમાતાઓને મરી, ઠંડુ પાણી લાવી. મંત્રજ એના મુખ પર છાંટવા માંડયું. છતાં ચ વિરૂપા બેશુદ્ધ હતી. પણ હવે એના ઘૂમતા ડોળા શાન્ત પડયા હતા. એનું ધમણની જેમ ઉછળતું હદય ધીમું પડયું હતું. જબરી નજર...” માતંગ બબડ અને તેણે આ નજરની અધિષ્ઠાત્રીને કાઢવા કમર કસી હોય તેમ પિતાના મસ્તકની શિખા છોડી. પિતાના હાથમાં રહેલી તામ્રમુદ્રિકા કાઢી વિરૂપાની એક લટ સાથે બાંધી, અને પુનઃ વેગથી મંત્રોચ્ચાર શરૂ કર્યો. એણે પૃથ્વી, આકાશ ને પાતાળ, દિશા ને વિદિશા, વન, વ્રજ, વનખંડ ને વનોદ્યાનના દેવતાઓનું આવાહન કર્યું. પણ દેવતાઓ આજે નકકી કાઈ બીજ ભક્તોની ભીડ ભાંગવા ગયા હશે, નહિ તો આટલો વિલંબ કેમ ? શરતોની પૂર્ણાહુતિ થઈ હતી. મહામંત્રી, શ્રષ્ટિકુમાર મેતાર્ય અને બીજા વિજેતાઓની પ્રશંસા કરતી જનમેદની વિખરાવા લાગી હતી. વિરૂપાની કોઈને પડી નહોતી. રસ્તે જતા કોઈની નજર પડતી તો તે તરત ટીકા કરતુંઃ જેઈને પેલી છેલછબીલી થઈને ફરનાર મેત–રા વિરૂપા! વણીને વશ કરવા વળી કઈ ચેનચાળા આદર્યા હશે. વાઘ જેવા માતંગને બકરી જે બનાવી મૂક્યો છે. બિચાર, બૈરી પાસે બસ, બકરી બેં...” ટીકા કરનારે મેથી ઉચ્ચાર કર્યો ને સાંભળનારા હસી પડયા.
Page #109
--------------------------------------------------------------------------
________________ 86 મહર્ષિ મેતારજ થોડે દૂર મોટે રાજમાર્ગ હતો. અનેક શિબિકાએ ત્યાં થઈને પસાર થઈ રહી હતી. અચાનક એક મૃદુ અવાજ આવે. “માતંગ ! શું છે ?" માતંગે પાછળ જોયું તે ધનદત્ત શેઠનાં પત્ની ઊભાં હતાં. એણે ઊભા થતાં કહ્યું “બા, વિરૂપાને કંઈ થઈ ગયું છે!” “વિરૂપાને...?” “હા, શેઠાણી બા ! આ તરફ કુમાર મેતાર્ય અસ્વ પરથી લથડા ને આ તરફ એ “હાય હાય' કરતી જમીન પર પછડાઈ પડી ને બેભાન થઈ ગઈ કઈ મેલા દેવની નજર લાગી દેખાય છે, પણ ચિંતા કરવા જેવું કંઈ નથી. હમણાં આરામ આવી જશે.” અરે, પણ એને આમ ધૂળ પર કેમ સુવાડી છે? માતંગ, લે તે ! આ પાથરણું બિછાવ !" ધનદત્ત શેઠનાં પત્ની શિબિકામાંથી એકદમ નીચે ઊતરી ગયાં, અને એમાં બિછાવેલ કીમતી પાથરણું લઈ માતંગને આપ્યું. બા, તમે શા માટે શ્રમ લે છો! પધારો ! એ તે હમણાં સારી થઈ જશે!” “ના, ને, એમ ચાલ્યા જવાય ! એ તે મારી પ્રિય સખી છે.” “નગરલોક નિરર્થક નિંદા કરશે!” “ભલે કરે! અમે બે તે એ નિંદાથી પર થઈ ગયાં છીએ. લોકો કહીને શું કહેશે? અમે બે સખીઓ છીએ એ જ ને! આભડછેટ નથી જાળવતાં એ જ ને?” એમ કહેતાં કહેતાં શેઠાણી છેક વિરૂપાની નજીક જઈ પહોંચ્યાં.
Page #110
--------------------------------------------------------------------------
________________ હજારમાં એક 87 પાછળ અશ્વને હણહણાટ સંભળાયો, જોયું તો તમયુર પર બેસીને કુમાર મેતાર્ય ચાલ્યો આવતું હતું. માતાને ટાળાની અંદર જોતાં એ ત્યાં આવ્યો. મેતાર્યને જોતાં જ ટોળાએ જગા કરી આપી, પાછળ મહામાત્ય અભય પણ આવતા હતા. અભયને આવતા જોઈ ટોળું વિખેરાવા લાગ્યું. “વિરૂપા, વિરૂપા ! જે તે ખરી, અને તે ઉધાડ ! તને જેવા મેતાર્ય પણ આવ્યો છે!” આ શબ્દએ વિરૂપાના કાનને કંઈક ચમકાવ્યા. બધાને લાગ્યું કે માતંગના મંત્રોચ્ચાર કરતાં આ શબ્દોએ વધુ અસર કરી. “મેતાર્ય, મારે લાલ !" વિરૂપા હોઠ ફફડાવતી ત્રુટકસ્વરે બેલવા લાગી. થોડીવારે તે એ બેઠી થઈ. જરા ભાનમાં આવતાં જ એણે પ્રશ્ન કર્યો મેતાર્ય હેમખેમ છે ને ! અશ્વને ચડનાર આબાદ છે ને? ઘણું મારે લાલ!” “ગાંડી થઈ છે કે શું? શું શું બકે છે? શરમાતી નથીતે ખરી ! અહીં કોણ કોણ છે?” માતંગ મહામાત્યને આવતા જોઈ શરમ બની ગયો ને મૂંઝાતો મૂંઝાતે બોલ્યોઃ ના, ના. ગાંડી નથી થઈ ! " શેઠાણી નજીક જતાં બોલ્યાં વિરૂપા, અલી એ ઘેલી ! જો તો ખરી ? આંખ તે ઉઘાડ! તારી સામે કેણ ઊભું છે ! મેતાર્ય પોતે ! આજે તે મગધનાથે એને શાબાશી આપી, આખું નગર એની વાહવાહ કરે છે.' કાણ કુમાર ?વિરૂપા એકદમ સાવધ થઈ ગઈ. એણે વસ્ત્રો સંભાળ્યાં. ઢીલે થયેલો કેશકલાપ છૂટો કરીને ફરીથી બાંગે. સ્વસ્થ બની એણે એકવાર ધીરે ધીરે ચારે તરફ નજર ફેરવી.
Page #111
--------------------------------------------------------------------------
________________ 88 મહર્ષિ તારજ જોયું તે નગરનાં અનેક લકે ટોળે મળેલાં છે. શેઠાણ, કુમાર મેતાર્ય, મહામાત્ય અભય, માતંગ, અને બીજાં ઘણું ઘણું–જેની લાજશરમ રાખવી પડે એવા એવા અનેક સામે ઊભા છે. અને પોતે બેશરમ બનીને, અસ્તવ્યસ્ત હાલતમાં સામે બેઠી છે. પાસે અનેક પ્રકારની એના વિષે ચર્ચાઓ ચાલી રહી છે. વિરૂપાએ કાન માંડ્યા. કુમાર મેતાર્ય મહામાત્યને કહી રહ્યા હતા મારી માતાની સખી છે. બન્ને વચ્ચે ખૂબ પ્રેમ છે. અને એટલે જ પ્રેમ એને મારા પ્રત્યે છે. “મારો લાલ” એ સિવાય મને કદી સંબોધતી નથી. માતંગની પત્ની છે.” માતંગની પત્ની છે? એ તો એવી હોય જ ને ! માતંગ તો લાવંત મયૂર છે, એની પત્ની એવી જ હોય ! કુમાર, શકુળમાં જન્મ લીધે એટલે માનવી કંઈ આત્મા, હદય કે મનોભાવ એઈ નાખે છે? મને તે આવાં લોકોને જોઉં છું ને આ જાતિબંધને એક જાળ લાગે છે. હું તે સહેજ વિચાર કરું છું, જરા ઊંડે ઊતરું છું કે જ્ઞાતપુત્રના ઉપદેશને જ બધે સાક્ષાત્કાર થાય છે.” વાર્તાલાપ તે લાંબો ચાલ્યો, પણ આટલા જ શબ્દો વિરૂપાના શ્રવણપટ પર અથડાયા. એ શરમાઈ ગઈ ને તરત ઊભી થઈ નીચું મેં કરી ઝડપથી મેદનીની બહાર નીકળી અદશ્ય થઈ ગઈ ધીરે ધીરે સહુ વિખરાયાં. શિબિરમાં બેસતાં બેસતાં શેઠાણીએ માતંગને કહ્યું “બરાબર સારવાર કરજે, અને મને એની તબિયતના ખબર આપજે! વેલ્લની જરૂર હોય તે મોકલું !" " ના રે, શેઠાણ બા! માતંગ પોતે વેદને વૈદ્ય હોય ત્યાં એને ઘેર બીજો વેવ વો! કઈ કૂડી નજર લાગેલી, એટલે આમ
Page #112
--------------------------------------------------------------------------
________________ હજારમાં એક 89 બન્યું. હું તે ઘણીવાર એને સમજાવું છું કે આમ બહાર ન નીકળ, પણ..” માતંગને આજની આ બધી ઘટનાથી સ્વયં ક્રોધ આવી ગયો. એ આગળ ન બોલી શકયો. એણે ધીરેથી દાંત કચકચાવ્યા. “જેજે, માતંગ ! ઘેર જઈને પાછો લડી પડતો નહિ! બરાબર સેવા બરદાસ્ત કરજે !" “ચિંતા નહિ, શેઠાણી બા ! માણસ તે મારું છે ને!”
Page #113
--------------------------------------------------------------------------
________________ કીર્તિ ને કાંચન [9] વિરૂપાને એ દિવસના બનાવ પછી બહાર નીકળતાં ખૂબ શરમ આવતી. માતંગ ભલે ગમે તે રોષે બળ્યો છતાં એની પાસે કંઈ કરી શકે તેમ નહોત; પણ વિરૂપાને સ્વયં વિચાર આવતા. એ વિચારતીઃ એ દિવસે કેવી નિર્બળતા બતાવી. કેટકેટલા ને કેવા કેવા પુરુષ વચ્ચે પોતે નિર્લજ્જ બની પડી રહી અને કોણ જાણે કે મારા માટે શું ય કહેતા હશે ! આવા વિચારોમાં ને વિચારમાં એ અડધી થતી ચાલી ! “અરેરે ! પરમ પાડ માનું છું મા શક્તિને, નહિ તે એ દિવસ મેંમાંથી કઈ યાતકા બેલાઈ ગયું હતું તે થાત !' વિરૂપા વધુ ઊંડી ઊતરી, અને જેમ વધુ ઊંડી ઊતરતી ગઈ એમ એનું મનદુઃખ વધતું ચાલ્યું. વિરૂપા, તને કેણે ઊંચે થાંભલે ચડાવી હતી! શા માટે એ વખતે વિચાર ન કર્યો! મન આટલું કાચું હતું તે પછી કસોટીએ ચડવું નહોતું. કેને પુત્ર ? તારે? અરે મુખ! તારા નસીબમાં સંતાન હોત તો આટઆટલાં વર્ષોનાં વહાણું વાયાં, ને બીજું કંઈ સંતાન જ ન થાત ! ગઈ કાલે જ–તારી આંખ સામે જ પરણને આવેલી પેલી અનેકાનેક મેતપત્નીઓના મેળા ભરાઈ ગયા. આ
Page #114
--------------------------------------------------------------------------
________________ કીતિને કાંચન 91 કૂબાઓ એવાં છોકરાંઓથી તે ઊભરાય છે. ઘણી ય માતાઓ ઈચ્છે છે, કે ઈશ્વર આ જંજાળ ઓછી કરે, પણ જ્યારે ઈશ્વર એ જંજાળને વધારતા જ રહે છે, ત્યારે માતાઓ પોતે એ કામ હાથ ધરે છે. બાળકોને મારે છે, ઢીબે છે, ભૂખ્યાં રાખે છે; છતાંય એ ચોમાસાંના અળશિયાની જેમ વધે જ જાય છે. દરિદ્રકુળમાં તે સંતાનની ન રહેવાની, પછી તારે ત્યાં અછત કેમ! વિરૂપા ! તારે ભૂલી જવું જોઈએ, તારે માની લેવું જોઈએ કે તારે પુત્ર હતું જ નહિ, તને પુત્ર અવતર્યો જ નહોતે. કદાચ અવતર્યો હતો તે અવતરીને મરી ગયો હતો ! મરી ગયો હતો ! " આ શબ્દએ એના મનને અચાનક ધક્કો માર્યો. કોઈ એના દિલમાં ચૂંટી ખણીને કહેતું લાગ્યું : “તું કેમનું અશુભ ચિંતવી રહી છે? તારા જ સંતાનનું!' હા, હા, અરે પણ મારે તે બાળક જ ક્યાં જ હતો કે એ મરી ગયો એવું કહું ! ખમા મારા લાલ ! વિરૂપા એકદમ સાવધ થઈ ગઈ. આ વિચારોને દૂર કરવા એણે મેં પર થોડું ઠંડું પાણી છાંટયું અને પાસે જ વિયાયેલી કૂતરીના ગલૂડિયાને લઈ પંપાળવા લાગી. પણ ગલૂડિયાને રમાડતાં તો એની વેદના વધી ગઈએણે ગલુડિયાંને બાજુમાં પટક્યું ને કામમાં મન પરોવવા માતંગનાં વસ્ત્રો લઈ લેવા બેઠી. ઘોતી દેતી પાછું એ પિતાના મનને અનુરૂપ ભજન છેડી બેઠી. “ધબીડા તું છે જે મનનું ધોતિયું રે, રખે રાખતે મેલ લગાર રે ! એણે રે મેલે જગ મેલે કર્યો , અણધાયું જ રાખ લગાર રે !
Page #115
--------------------------------------------------------------------------
________________ ૯ર મહષિ મેતારજ રખે મૂક્ત મન મેકણું રે, પડ મેલીને સંકેલ રે, સમયસુંદરની શિખડી રે, સુખડી અમૃતવેલ રે ! બેબીડા, તું છે જે મનનું ધોતિયું રે! * વિરૂપા વસ્ત્ર ધોવામાં ને ગાવામાં મશગૂલ હતી, ત્યાં પાછળથી કોઈએ એના મસ્તક પર ફૂલોને વરસાદ વરસાવ્યા. અરે, આ શું તફાન!” “ફૂલોને વરસાદ! રાણીજીને ફૂલની બિછાત !" હસતા હસતા માતંગ બોલ્યો. “રાણીજીને ફૂલોની બિછાત અને રાજાજીને?” તારા હાથમાં રહેલો કાખંડ !" વિરૂપા શરમાઈ ગઈ.એ વસ્ત્ર ધેતી દેતી ઊભી થઈ અને બોલી: “ભોજનને થોડો વિલંબ છે! માતંગ, આ આસોપાલવ નીચે થોડીવાર વિશ્રામ કર !" ચાલને, આજે સાથે સાથે બેસી ભોજન બનાવીએ ને વાત કરીએ. કદાચ હવે બેએક દહાડા સુધી મારાથી ઘેર એછું અવાશે.” કેમ " “એક કારણ છે!” શું કારણ, કંઇ ગુપ્ત વાત છે!” છે સમયસુદ૨ ઉપાધ્યાય
Page #116
--------------------------------------------------------------------------
________________ કીર્તિ ને કાંચન 93 “હા, હા,” “મારાથી પણ ગુપ્ત ?" ના, ના, પણ રી જાત વાયડી ખરીને એટલે નથી કહેતો. છતાં ય સાંભળ! હમણ મહામાત્ય, મહારાજા, તેમજ બધા વિશ્વાસુ સૈનિકે બહાર ગયા છે. એમના આવતા સુધી રાજમહાલયને ઉદ્યાનવાળ વિભાગ મારે બરાબર સાવધાનીથી જાળવવાનું છે.” “મગધરાજના રાજ્યમાં કેનો ડર !" “છતાં ય ખબરદારી સારી. ચેતતા નર સદા ય સુખી.” વાત કરતાં કરતાં પતિપત્ની ઘરમાં ગયાં. માતંગ ચૂલાની નજીક બેઠે ને વિરૂપા ભોજનની તૈયારીમાં ગૂંથાઈ. વચ્ચે વચ્ચે આ સુખી દંપતિ અનેક જાતનાં ટોળટપ્પાં કરતું. અચાનક દૂર દૂરથી રાજગૃહીની શેરીઓ વીંધતો કઈ કલરવ. માતંગના કાન પર અથડાયો. નગરની બાજુથી માનવસમૂહનો પ્રચંડ અવાજ આવી રહ્યો હતો, અવાજ વધતો જ જતો હતો. ધીરે ધીરે અવાજ સ્પષ્ટ સમજી શકાય તે આવવા લાગ્યા. “નાસો, ભાગો, લૂંટારાઓએ હલ્લો કર્યો છે!” “અરે, રાજગૃહિના શ્રેષ્ટિઓનાં ઘરે લૂંટાય છે, બધા સાવધ બની બહાર નીકળી પડે !" * શું લૂંટારાઓએ હલ્લો કર્યો ?" જમતા જમતે માતંગ એકદમ ઊભો થઈ ગયો. એના મેરેમમાં ક્રોધની કંપારી વ્યાપી રહી. “કેઈએ આકડે મધ દીઠું લાગે છે! જ્યારે નગરમાં મહારાજ
Page #117
--------------------------------------------------------------------------
________________ 4 મહર્ષિ મેતારજ નથી, મહામાત્ય નથી, મગધને ચુનંદા સૈનિકે નથી, ત્યારે કઈ જાણભેદુએ ઠીક લાગ શોધ્યો છે. વિરૂપા, મારે જલદી જઈ પહોંચવું જોઈએ, રાજમહેલની પૂર્વદિશાની રક્ષાને ભાર મારે માથે છે. મારે છરો, મારી લાઠી, મારે પરશુ ! લાડી, છર, પરશુ વગેરે આપતાં આપતાં વિરૂપાએ કહ્યું: “માતંગ, જાળવજે ! જોખમમાં ન ઊતરતો !" મર્દને જાળવવા જેવું એક નાક છે. એ ન રહ્યું તે પછી વિરૂપા, બધું ય સરખું છે.” વીરભાવનાના વેગમાં માતંગનાં બંને નસકોરાં ફાટી રહ્યાં હતાં. એની આંખોમાં તો જાણે અંગાર ચંપાયો હતો. એની પડછંદ કાયા અત્યારે અત્યંત પડછંદ લાગતી હતી. એક છલાંગ, બે છલાંગ, અને માતંગ વિરૂપાની નજરમાંથી અદશ્ય થઈ ગયો. પવન પર ચડીને જતા તણખલાની જેમ એ નગરના મધ્યચોકમાં આવી પહોંચે. અહીં ભયંકર દશ્ય જાણ્યું હતું. કેટલાય શ્રેષિઓના ધનભંડારે માર્ગ વચ્ચે ખાલી થતા હતા. જેઓ ભંડારો બતાવવા આનાકાની કરતા હતા, તેઓ પર જાતજાતના અત્યાચાર ગુજારવામાં આવતા હતા. માર્ગ પર લોહીને છંટકાવ હતો, તેમ મકાનમાંથી ત્રાહી ત્રાહીના પિકારો આવતા હતા. કુમળા દિલની કેટલીય સ્ત્રીઓ બેભાન બની ગઈ હતી. ઠેક ઠેકાણે તલવારની હીંચ ખેલાઈ રહી હતી. માતંગે એક નજરે આ જોઈ લીધું. એને તરત જ સમજ પડી ગઈ કે ભારપર્વતમાળના પલ્લીવાસી લૂંટારાઓએ આજે નગરને ઘેરી લીધું છે. કીદારોની અછત અને હાજર રોકીદારની ગફલતને તેઓએ લાભ લીધે છે. પણ આશ્ચર્યની બીના એ હતી કે જાણે આ લૂંટારાઓ આ નગરના
Page #118
--------------------------------------------------------------------------
________________ કીતિને કાંચનાલ્પ એકે એક માણસને પિછાનતા હોય, તેમની ધનદેલત વિષે જાણતા હેય: એમ વર્તતા હતા. થોડીવારમાં તે દૂર દૂરથી જયગર્જના સંભળાઈ! પલ્લી પતિ મહારાજ રહિણેયની જય !" “રહિણેય !" માતંગ આશ્ચર્યાન્વિત બની ગયો. “ઉપરથી સૌમ્ય લાગતા પણ અંતરના ઊંડા માનવીનાં જ નક્કી આ કામાં!” પણ અત્યારે લાંબા વિચારે કામ આવે તેમ નહતા. લૂંટારાઓ એક પછી એક મકાને લૂંટતા, ત્રાસ વર્તાવતા આગળ વધતા હતા. માતંગને લાગ્યું કે રાજમહેલની રક્ષા માટે તેણે જલદી ત્યાં ઉપસ્થિત થઈ જવું યોગ્ય છે. એ ગલીઓમાં અદશ્ય થઈ ગયો, અને ટૂંકા માર્ગો દ્વારા ક્ષણવારમાં જ્યારે એ રાજમહેલે પહોંચે ત્યારે ત્યાંનું દશ્ય અત્યંત ભીષણ હતું. રાજકારના અનેક સૈનિકે ધરાશાયી બની ગયા હતા. લૂંટારાઓ જીવ પર આવીને અંદર પ્રવેશ કરવા માગતા હતા. સૈનિકે પ્રાણાર્પણથી હલ્લો ખાળી રહ્યા હતા. પણ આ શું? સૈનિકોને મોખરે કેણ ઊભું છે! એના અંગપ્રત્યંગમાંથી મધપૂડામાંથી મધ ઝરે એમ લોહી ઝરી રહ્યું છે એને અશ્વ ઘવાયો છે; વસ્ત્રોની દશા તો ઔર વિચિત્ર છેઃ છતાં ગન્નત મસ્તકે એક હાથમાં મોટો ભાલે લઈ એ પડકાર કરી રહ્યો છે? “ખબરદાર, એક ડગલું પણ આગળ વધ્યા છો તો ! ધન કાંચન જોઈએ તેટલું લઈ જાઓ, પણ મહારાજ મગધનાથની કીર્તિ પર હાથ નાખે છે, તે જીવતા પાછા નહિ વળશો!” ધીરગંભીર, શંખનાદ જેવો ઘેરે અવાજ! આ અવાજ કોને ? માતંગને પિછાણુતાં વાર ન લાગી.
Page #119
--------------------------------------------------------------------------
________________ 96 મહષિ મેતારજ - એ જ! એ જ ! વિરૂપાનો લાલ! કુમાર મેતાર્ય ! એ એષિકુમારે પિતાની ધનદેલત સગે હાથે લૂંટારાઓને સોંપી હતી. સેપતાં સોંપતાં એણે કહ્યું હતું : હાય, સહુને લક્ષ્મીપતિ થવાની ઈચ્છા હોય ! લઈ જા, લેવાય તેટલું લઈ જાઓ! રાજગૃહીની તમારી યાત્રા નિષ્ફળ ન થવી ઘટે. અમે એમ જાણશું કે મગધરાજને આંગણે એક દહાડો વહાણ નહોતાં લાંગ!” ધનદત્ત શેઠના ભંડાર ખુલ્લા મૂક્યા, લૂંટારાઓએ હાથ પડ્યું તેટલું ધન લીધું; પણ એકલા લક્ષ્મીપતિ થવાની એમની ઈચ્છા ન હોય એમ જણાયું. તેઓ તો આટલા કાંચનથી ન ધરાતાં મગધરાજને વૈભવશાળી ને અભેદ્ય રાજમહેલ લૂંટી, અંતઃપુરમાં ખળભળાટ મચાવી મગધની કીર્તિ પણ લૂંટવા માગતા હતા. પણ પ્રત્યેક રાજગૃહીવાસીને મગધરાજની કીર્તિ પિતાના પ્રાણ કરતાં ય વહાલી હતી. કુમારને સેવકે જાણ કરી કે લૂંટારાઓ રાજમહેલ તરફ આગળ વધી રહ્યા છે, કે એણે તરત શસ્ત્રો સજ્યાં. વણિક સ્વભાવને, દયામૂર્તિ લાગત કુમાર એકદમ વીરના સ્વાંગમાં હાકેદા દેવા લાગ્યો. ધનદત્ત શ્રેષ્ટિ વચ્ચે પડ્યા. શેઠાણીએ ખોળો પાથર્યો. પણ કુમાર બધાને હડસેલીને ચાલ્યો ગયો. એણે એકેની વાત ન સાંભળી. જતાં જતાં માત્ર એટલું જ કહ્યું “આપણી આબરૂ અને લક્ષ્મ જીવનભર જાળવનાર ધણીની આબરૂ આમ એની ગેરહાજરીમાં, આપણું નજરે ઘડી બે ઘડીમાં રોળાઈ જાય તો તે જીવવું જ નિરર્થક લાગે ને !" અને રાજમહેલના દ્વાર પર ખરી ઝપાઝપી ચાલી. કાંચનના ઢગલે ઢગલા આપતાં લેશમાત્ર ન થડકનાર, ન દેખાતી એવી કીર્તિ માટે મરવા સજજ થઈને ઊભે. ધનદત્ત શ્રેષ્ટિને કુળને આ એકને એક દીપક આમ હથેળીમાં જીવ લઈને ખૂઝે એ જોઈ સામાન્ય
Page #120
--------------------------------------------------------------------------
________________ કીતિ ને કાંચન 97 સેનિકને પણ શર જાગ્યું. લૂંટારાઓએ થોડીવારમાં પારખું કરી લીધું કેરૂપરૂપનો આ અવતાર, જેવો તેવો યોદ્ધો નથી, અને એને આગળ આવેલો જોઈ નગરજનો પણ તેની સરદારી નીચે એકઠાં થઈ રહ્યાં છે, હાથે હાથની લડાઈમાં પોતાનાં માણસ પણ ઓછાં થતાં જાય છે, એટલે તેઓએ બૂડ બદલ્યો. થોડા પાછા ખસી મોરચો બનાવ્યું. છતાં ઘવાયેલો મેતાર્ય એક તસુ પણ પાછો ન ખસ્યો. એક હાથમાં ભયંકર ભાલો તેળીને એ પહાડ શો નિર્ભય ખડે હતો. એના બીજા હાથની વિશાળ ઢાલ નરમ પડેલા શત્રુદળમાંથી આવતાં તેને નિરર્થક બનાવી રહી હતી. ધીરે ધીરે મામલે તંગ બનતે જ હતું. લૂંટારાઓ એકસામટો હલ્લે કરવાની તૈયારીમાં હતા. અચાનક માતંગ વચ્ચે કૂદી આવ્યો. એણે હાકલ કરી. : - રહિણેય, વીરધર્મ અંગીકાર કરતાં શીખ! મર્દોના ભાવ મત બાંધ્યું હોય છે, પછી આવી નામર્દીઈ! તારા સૈનિકે જે તારા માટે મરી ખૂટવા તૈયાર હશે તો શું રાજગૃહીના ધણને સાચા સેવકે જ નહિ હોય! રોહિણય, એકલો જ મેદાને આવી જા ! પંજે પંજો લડાવી લઈએ ! નિર્દોષ પલ્લીવાસી વીરોનો સંહાર શા માટે કરે છે !" માતંગ, એમાં સાર નહિ કાઢે. પંજેપંજા લડાવીશું તે દુનિયા મારી ને તારી હાંસી કરશે. હું ને તું કોણ? કૃપા કરીને મારો માર્ગ છેડી દે !" લૂંટારાઓના ટોળામાંથી એક જુવાન આગળ આવ્યો. ઊંચા ઘોડા પર પ્રચંડ કાયનો એ પુરુષ અક્કડ બેઠો હતો. એના આખા શરીર પર લેઢાની સાંકળો હતી ને કમરને વીંટાતી વિષધર તીણ છરાઓની હારમાળા હતી. એની વિશાળ પીઠ પર તીરનું મોટું ભાથું હતું. અડધાં તીર વપરાઈ ચૂક્યાં હતાં, ને એ એક એક તીરે એક એક જીવને ધરાશાયી બનાવ્યા હતા. એના એક હાથમાં
Page #121
--------------------------------------------------------------------------
________________ 98 મહષિ મેતારજ લોહી નીંગળતે પરશુ હત. ઠેકઠેકાણે એ ઘવાયા હતા, પણ વેદનાની એક પણ રેખા એના મુખ પર દેખાતી નહોતી. - “રોહિણેય, માર્ગ છોડતાં પહેલાં તે માતંગને અહીં માટીમાં મળી જવું પડે. તું કોને લૂણહરામ થતાં શિખવે છે?” “માતંગ, આ બધા કેણ? એમને લૂંટવા, હેરાન કરવા, એ તો આપણે કુળધર્મ !" 1. “રોહિણેય, કુળધર્મની વાતો આજે નહિ. પાછા ફરી જા! નગરને લૂંટી તેં તારી બહાદુરી બતાવી છે. હવે આટલેથી સંતોષ ધર ! મગધરાજની કીર્તિ સાથે બાથ ભીડ મા !" “એ બાથ ભીડવા માટે તે વર્ષોથી ચૂપચાપ બેઠો હતો. નગરવાસીઓને લૂંટવામાં શી બહાદુરી કરી બહાદુરી તો હવે બતાવવાની છે. આજે કોઈનું નહિ માનું, માતંગ! માર્ગ મૂકી દે, નહિ તે હમણાં તું વીંધાઈ જઈશ !" માતંગ માર્ગ નહિ મૂકે !" “તો સાવધ થઈ જા! બહાદુરો, આગળ વધો! તમારા પરશુને બેફિકર ઘુમાવો ! રોહિણેય, કાંચનને ભૂખ્યો નથી, પણ કિતિને ભૂખ્યો છે, એ વાત આજે જાહેર થવા દો ! " આ અવાજ ભયકંર હતો. રાજમહેલના ઝરૂખાઓ પર એ પડદા પાડવા લાગ્યો. લૂંટારાઓ ઝનૂનપૂર્વક આગળ ધસી ગયા. માગે ઈષ્ટદેવતાનું સ્મરણ કરી પોતાનો પરશુ ઉઠાવ્યો. મેતાર્યો હિણેયને વીંધવા અસ્વને ચક્રાવે ચડાવ્યો. તુમુલ યુદ્ધ મચી ગયું. મેતાર્ય અને માતંગને ઝૂઝતા જોઈ ભયભીત નગરજનોમાં પણ હામ આવી. મળ્યાં તે શસ્ત્રાસ્ત્ર લઈ સહુ મદદે ધસી આવ્યા.
Page #122
--------------------------------------------------------------------------
________________ કીતિ ને કાંચન 9 - માતંગ અદ્દભુત રીતે લડી રહ્યો હતે. કુમાર મેતાર્યો હિણય સામે દાવપેચ લેવા માંડ્યા હતા. પણ ધીરે ધીરે નગર–સૈનિકે વધતા ચાલ્યા અને લૂંટારાઓની સંખ્યા ઓછી થવા લાગી. કેટલાક લૂંટારાઓ હજી નગરમાં જ લૂંટ કરવામાં વ્યગ્ર હતા. થોડાઘણું મદદે દોડી આવ્યા, પણ તેઓ કંઈ વધુ ન કરી શક્યા. મેતાર્ય અને માતંગે નગરજનોમાં નવપ્રાણ પૂર્યો હતો. હિણેય ધીરેધીરે ઘેરાઈ રહ્યો હતો. એના ગણ્યાગાંઠયા જ સાથીદારે બાકી હતા. અચાનક મેતાર્યો હાથમાં તળેલો ભાલો ઝીંક્યો. ચપળ રેહિણેય યમરાજના આગમનને પરખી ગયે. એ એક છલાંગે અશ્વ પરથી નીચે સરકી ગયે. ભાલો અશ્વની પીઠને ઘસાઈ સડસડાટ આગળ વધી ગયો. હવે રોહિણેય ઝનૂન પર ચ. એણે કમર પરનો ભયંકર છરો ખેંચ્યો ને અત્યંત વેગથી મેતાર્ય સામે ફેક. ગમે તેવો તે ય સુકેમળ જીવન જીવનારો મેતાર્ય આજે આટલી લડાઈથી થાક્યો હતો. એનો અશ્વ પણ અત્યંત ઘવાયો હતો. યમરાજની દંષ્ટ્રા જેવો ભયંકર છરે આંખના પલકારામાં એના સ્કન્દમાં આવીને ખૂંચી ગયો. પણું વીર મેતાર્ય પાછો ન ફર્યો. એક હાથે છરે ખેંચી ફેંકી દીધે ને તરત બમણું વેગથી એ રોહિણેય પર ધસી ગયો. મર્દ રોહિણેય મુંઝાયો. એણે હવે પાછા ફરવામાં જ સલામતી માની. તરત તેણે મેંએથી વિચિત્ર પ્રકારને અવાજ કર્યો. એ અવાજનું એક પછી એક બધા લૂંટારાઓએ અનુકરણ કર્યું. અશ્વ વગરને રોહિણેય એક મોટી લાઠીના બળે આખા ટોળાને કૂદી ગયે ને ગંગાના ઘાટ તરફ નાઠે. માતંગ તો લડવામાં મશગૂલ હતો. મેતાર્યો રોહિણેયને નાસતો જે ને તેની પીઠ પકડી. પગના બળથી દેડતા રહિણેયને મેતાર્યને અસ્વ આંબી લે એટલી વાર હતી
Page #123
--------------------------------------------------------------------------
________________ 100 મહષિ મેતારજ કે ચાલાક લૂંટારાએ કમર પરના છરાને ઉપયોગ કર્યો. વાર ચૂકવવા મેતાર્યને પૃથ્વી પર કુદકે મારવો પડ્યો. હવે બંને પગપાળા થયા ! આગળ પવનવેગે રોહિણેય નાસે ! પાછળ દાંત કચકચાવતા મેતાર્ય! દક્ષિણ દિશામાં દેડતો રેહિણેય હવે બરાબર મેતના કૂબાઓ પાસે આવી પહોંચ્યો હતે. ત્યાંથી નીચે ગંગાની કંદરાઓ વિસ્તરેલી હતી. એમાં એ ઊતર્યો એટલે કે જાણે માતાના ખોળે બેઠે, પણ આ પીછો પકડનારને કેમ ખાળવો ? એક જ ક્ષણ ને રોહિણેયે કઈક નિશ્ચય કર્યો. તેણે કમર પરથી છેલ્લે છો ખેંચો. ખેંચીને ઘા કરવા માટે એ એક ક્ષણ ઊભું રહી ગયો ને હાથને ઊંચે હવામાં વીં ! મેતાર્યના સ્કંધમાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું. એ દોડતા હતો, પણ હવે એને બીજું ભાન ઓછું હતું. એક જ ક્ષણ ને કામ તમામ થઈ જાત, પણ કઈ ચીસ પાડતું વચ્ચે ધસી આવ્યું. કોણ આવ્યું ? ખસી જા, દૂર ખસ એ સ્ત્રી !" રહિણેયે રોષભરી પ્રચંડ ગર્જના કરી. એના શબ્દોમાં વાઘની પ્રચંડ લોહીતરસ ગૂંજતી હતી. નહીં ખરું! રોહિણેય, નિરાતે ઘા કર ! આટલી કીતિ ભેગી સ્ત્રી હત્યાની કીર્તિ પણ રળતો જા !" ત્રિી ! સ્ત્રીવધ! બાળક અને સ્ત્રીને છંછેડવામાં મહા પાપ માનનાર રહિણેય મુંઝાયે. “કેમ ઘા કરતો નથી તારું કલ્યાણ થશે !"
Page #124
--------------------------------------------------------------------------
________________ કીતિ ને કાંચન 101 “તને નહિ મરાય! રોહિણેય સ્ત્રીને અવષ્ય ગણે છે !" અને એવી કુળનીતિમાં માનનાર રહિણે જોયું કે જ્યારે આ હઠીલી સ્ત્રી એક તસુ પણ ખસવા આનાકાની કરે છે, ત્યારે એ મુંઝાયો. વખત ઓછો હતો. નાસી ન છૂટાય તો વાત ભારે થઈ પડે તેમ હતી. એણે વીજળીની ઝડપે નિશ્ચય કર્યો. છરે પાછો કમર પર નાખે ને આંખના પલકારામાં કૂબાઓ વટાવી ગિરિકંદરાઓમાં સમાઈ ગયો. જેઓ સાજા સારા રહેવા પામ્યા હતા, તે લૂંટારાઓ પણ નાસી છૂટ્યા ! મેતાર્થે આ સ્ત્રીને સંવાદ સાંભળ્યો હતો, પણ ધીરેધીરે તેની સમજશક્તિ ઓસરી રહી હતી. એની આંખે અંધારાં આવી રહયાં હતાં. એ લથડ્યો. પણ કઈ બે સુંવાળા હાથાએ એને ઝીલી લીધે. એ વિરૂપા હતી ઝીલીને એ ઘરમાં લઈ ગઈ. એક સાદી પણ સુંવાળી પથારીમાં એને આસ્તેથી સુવાડવ્યો. એના ઝેરી ઘામાં લક્ષપાક તેલનાં પિતાં મૂક્યાં ને પાટા વીંટવા લાગી. મેતાર્ય મૂછમાં પદ પણ વિરૂપા હજી એકની સારવાર પૂરી કરી નહોતી રહી, ત્યાં રાજસેવકે ઘવાયેલા માતંગને ઉપાડીને આવ્યા. ખાટલામાં પડ્યો પડ્યો માતંગ દેકારા કરતે આવતે હતો. એનું ઝનૂન આથમ્યું નહોતું. માતંગની આ દશા જોઈ વિરૂપા બહાવરી જેવી થઈ ગઈ, પણ એણે સમય ઓળખી હિંમતને એકઠી કરી. માતંગને બીજી પથારી બનાવી સૂવાડ્યો. એના ઘા ધોયા, ને બધે પાટા બાંધ્યા. માતંગ હજી ય ઘાયલ વાઘની જેમ પડ્યો પડયો ગર્જના કરી રહ્યો હતો.
Page #125
--------------------------------------------------------------------------
________________ 102 મહષિ મેતારજ ધીરે ધીરે મેતના વાસમાં ગામલોક ભેગું થવા લાગ્યું. હાંફળા હાંફળા ધનદત્ત શ્રેષ્ઠિ ધસી આવ્યા. હજારો દેવમંત્ર સ્મરતાં શેઠાણું પણ આવ્યાં. સહુના પ્રાણને દવે જાણે ઝંખવાયો હતો. આખા નગરની કીતિ જાળવનાર આ બે વીરોની સુખશાતા પૂછવા માટે મેતના આવાસમાં શું બ્રાહ્મણ, શું ક્ષત્રિય કે શું વૈશ્યઃ બધા ય આવી ઊભરાયા હતા. નાતજાતના ભેદ આજે ભૂલાઈ ગયા હતા. રાજગૃહીના મહાન વૈદ્ય ડીવારમાં ત્યાં આવી પહોંચ્યા. બંનેને તપાસ્યા. મેતાર્યની સ્થિતિ ગંભીર જણાવી અને થોડા દિવસ માટે અહીંથી જરા ય ન ફેરવવા સૂચના કરી. ચિંતાનું એક મોટું વાદળ રાજગૃહી પર પથરાઈ રહ્યું.
Page #126
--------------------------------------------------------------------------
________________ જગતનું ઘેલું પ્રાણી [ 10 ] શેરડીને આખો સાંઠે જેમ મીઠા ઈક્ષરસથી છલોછલ ભરેલ હેત નથી; એમ માનવજીવનની બધી ય ક્ષણે મીઠી ને મધુરી હોતી નથી. સાંઠાની અનેક કાતળીઓમાંથી બે ચાર કાતળી જ બહુ મીઠી મધુર૫ ધરાવતી હોય છે; અને એ મધુરપ જ એના છેડાની નીરસતા અને ગાંઠાની કઠિનતાને આવરી લે છે. એમ સુખદુઃખના ચક્રમાં ભમ્યા કરતા માનવીને જીવનમાં એવી થોડીક ક્ષણો જ મળી જાય છે, જે એના કટુ અને વિષાદઘેય જીવનને મિષ્ટતાની છાયા સદાને માટે હું આપી જાય છે. વિરૂપાના જીવન–સંસારની એવી મીઠી મધુરી ક્ષણે આજે ઊગી રહી હતી. એના નાના એવા ઘરમાં સ્વયં સ્વર્ગ રચાઈ ગયું હતું, ને જીવન માર્ગ ભૂલેલી લાગતી વિરૂપાને જાણે હર્ષની દિશા લાધી ગઈ હતી. એની મુખશ્રી પુનઃ ઉલ્લસિત બની હતી અને શિથિલ બનતાં એનાં અંગોપાગમાં ફરીથી ઉત્સાહની વિદ્યુત ઝબકી ઊઠી હતી. પ્રસંગ તે દુઃખદ હતો, કઈ આજે વિરૂપાને આંગણે કેાઈ લત્સવ નહેતે રચાયો કે એ આટલી પ્રકુલિત બની જાય; પણ માનવીનું મન ક્યાંથી ને કોણ જાણે કેવી રીતે સાંત્વન ને સુખ શોધી લે છે, એ જાણવું જ અટપટું છે.
Page #127
--------------------------------------------------------------------------
________________ 104 મહષિ મેતારજ ઘરમાં ભયંકર રીતે ઘવાયેલા બે પુરુષોના ખાટલા પડ્યા હતા. અને એ બે પુરુષોમાં ય એક એને જીવનસાથી પતિ માતંગ હતું, બીજે એને જીવન સર્વસ્વસમે પુત્ર હતા. વિરૂપા ઘાયલ એવા આ પુરુષોને પામીને જાણે મગ્ન થઈ હતી. કંઈક સૂનો સૂનો લાગતો એને સંસાર આજે ભરાઈ ગયો હતો. એ ઘેલી સ્ત્રીને જાણે હવે કંઈ જોઈતું જ નહોતું. આખો દિવસ ને સંપૂર્ણ રાત! એ સેવાસુશ્રષામાં પડી જ રહેતી. એને ઉજાગરા થતા નહિ, કઠિન શ્રમ શરીરને આરામ લેવા પ્રેરતે નહિ ને જાણે ભૂખયાસ તો કદી હતી જ નહિ! ઘડીકમાં માતંગને કપાળે શીતળ જળનાં પોતાં મૂકતી તો ક્ષણવારમાં મેતાર્યના ઘાની વેદનાથી તપ્ત થયેલા લલાટને પંપાળતી. એકને ઔષધ આપીને ન પરવારતી ત્યાં બીજાની પાટાપીંડીમાં પડતી. ધનદત્ત શેઠનાં અનેક દાસદાસીઓ ત્યાં પડયો બોલ ઝીલવા તૈયાર હતાં, શેઠ ને શેઠાણું પિતે અધ અર્ધા થઈ જતાં; પણ સેવાસુશ્રષા તો વિરૂપા પિોતે જ કરતી. એને કઈ પર વિશ્વાસ ન આવત. કોઈ ભૂલેચુકે પાટો બાંધી દેતું તો એ તરત છેડી નાખી પુનઃ બાંધતી. ઔષધ કઈ ઘૂંટતું તોય તેને સંતોષ ન થતો. કંઈ કંઈ વાંધા કાઢી પોતે જ તૈયાર કરવા બેસતી. આખા નગરમાં લૂંટારાઓની ચર્ચા સાથે મેતના ઘરમાં રહેલ મેતાર્ય માટે પણ રસભરી ચર્ચાઓ ચાલી રહી હતી. ઘણાને આ વાત વધારે પડતી ભાસતી; પણ મેતાર્યનું પરાક્રમ, માતંગની વિક્રમશીલતા અને વૈદ્યના અભિપ્રાયથી-સહુ મનેકમને પણ અપવાદધર્મ લેખી શાન્ત થતાં. ધનદત્ત શ્રેષિ મેતાર્યને જરા આસાયેશ મળતાં ઘેર લઈ જવા અત્યંત ઉત્સુક હતા, પણ વૈદ્યને અભિપ્રાય ન મળતાં એ ચંપાઈને બેઠા હતા. એક દિવસમાં તે મેતેને વાસ અનેક ઉચ્ચ કુળોની આવ
Page #128
--------------------------------------------------------------------------
________________ જગતનું ઘેલું પ્રાણી 105 જાવથી તીર્થભૂમિ જેવો બની ગયો. જાતિહીનતાની તલવાર નીચે દબાયેલા મેતો પણ હવે ઉન્નત મુખે કહેતા કે “ભાઈ, રણમાં તે તે શર! ક્ષત્રિયના ત્યાં જન્મ કઈ શરીર ઘેડા થવાય છે ! આ માતંગ જુઓને ! રાજગૃહીની લાજ એણે રાખી ! અને અમારી આ બટકબોલી વિરૂપાને ધન્યવાદ આપો ને કે રોહિણેયના કાતીલ છરાને પિતાની છાતી પર ઝીલવા તૈયાર થઈ ! મેરુપર્વત પરની બધી માટી કંઈ સુવર્ણ હોતી નથી, એમ ક્ષત્રિયના ત્યાં જન્મ્યા એ બધા ય શુરવીર ક્ષત્રિય : એમ કશું નહિ ! x શુરવીરતા બતાવે એ ક્ષત્રિય, વિદ્યા ભણેભણાવે એ બ્રાહ્મણ ને વેપાર કરે એ વૈશ્ય ! સહુ સહુના ધંધામાં સહુ કોઈ મોટા !" સાંભળનારાઓ આગળનાં વાક્ય શાન્તિથી સાંભળતા, પણ જ્યારે બેલનાર પાછળના શબ્દો બોલતો ત્યારે કેટલાક એકદમ છણકી ઊઠતા. “બેસ, બેસ! આ તો પેલા શ્રમણોની ચાલબાજી! હવે તો પ્રાચીન શાસ્ત્રોમાંથી ભાતભાતના અર્થ ઉપજાવવા લાગ્યા. આ તો આપણી જ છરી અને આપણી જ ગરદન. વાહ રે જમાનો ! માતંગ સારો, વિરૂપા સારી; એ વાત બરાબર. બાકી કંઈ કોલસાની ખાણમાંથી એકાદ હીરે નીકળ્યો એટલે આખી ખાણ કંઈ હીરાની ન કહેવાય!” બોલનારના અવાજમાં શ્રમણોના ઉપદેશ પ્રતિને પૂર્વગ્રહ પૂંછ રહે. આ રીતે હલકા ને પગ નીચે ચંપાયેલા રહેનાર ફાટી જાય એ ઘણાને પિષાય એવી વાત નહતી. ભૂલો છો તમે! એકાદ હીરો નીકળ્યો એટલે કોલસાની ખાણ કૃતકૃત્ય થઈ ગઈ. પછી એ હીરાની ખાણ જ કહેવાશે. ધૂતારાઓ ! x श्वपचा अपि धर्मस्थाः, संस्कृता स्युर्द्विजोत्तमा : // ગુણધર્માનુસાર રેવા દૈત્યોર માનુષા: (મહાભારત)
Page #129
--------------------------------------------------------------------------
________________ 106 મહર્ષિ મેતારજ તમારી ચાલબાજી હવે અમે જાણુ ગયા છીએ! તમારો યત્ન કેલસાની ખાણને સદા કેલસાની ખાણ રાખવાનો છે, રખેને કદાચ એકાદ અમૂલખ હીરો નીકળી એ કોલસાની કીંમત વધારી ન દે, અને જે ખાણમાંથી હીરા નીકળવાની સંભાવના ઓછી બની છે; એનું મૂલ્ય ઘટાડી ન દે! ગુણધર્માનુકૂળ જગત છે. જે કાળો તે કોલસો કહેવાશે; જે પ્રકાશમય હશે તે હીરો કહેવાશે.” અને આવી ચર્ચાઓ ઘણીવાર લાંબી થઈ જતી. નાના એવા છમકલાનું રૂપ ધારણ કરી લેતી : પણ એકાએક વિરૂપા બહાર નીકળી આવતી. એની પાછળ ધનદત્ત શેઠ પણ આવતા અને સહુને વિનવતાઃ “ભાઈઓ ! આ ધર્મસભાનું વિવાદગૃહ નથી. માંદા માણસોનું નિવાસસ્થાન છે. તેમના આરોગ્ય માટે સર્વેએ એમને ખ્યાલ રાખીને આવવું-જવું, બેલવું-ચાલવું જોઈએ.” બેલનારા પિતાના આવેશથી શરમાઈ જતા ને ચૂપ થઈ જતા. ઘવાયેલ માતંગ પડ્યો પડ્યો વીરત્વના ઝનૂનથી હાકોટા દેતે હતો, તે જેમ જેમ એના ઘા કરતા ગયા તેમ તેમ મૂછમાં પડત જતો હતો. એને મૂછ પામતે જોઈ વિરૂપા ગભર ઊઠી, પણ વૈદ્ય અભિપ્રાય આપે કે આ કારી ઘા માટે દર્દીને મૂછની જરૂર છે. કુદરતી રીતે મૂછ આવી રહી છે, તે સારી નિશાની છે. માતંગ જ્યારે મૂછિત થતે જતા હતા, ત્યારે મેતાર્ય ધીરે ધીરે જાગ્રત અવસ્થામાં આવી રહ્યો હતો. એના સ્કધમાં દારુણ વેદના જાગી હતી. હવે એ વેદનાથી થોડી થોડી વારે ચીસ પાડી ઊઠતો. મેતાર્યનાં લક્ષણો પણ સારાં છે, એમ કુશળ વિશે જણાવ્યું; અને બરાબર સાવધાનીથી ઉપચાર જારી રાખવા સૂચવ્યું. બંને દરદી જીવના જોખમમાંથી ઉગરી ગયા છે. એવો એમને સ્પષ્ટ અભિ
Page #130
--------------------------------------------------------------------------
________________ પ પ vvvv જગતનું ઘેલું પ્રાણ 107 પ્રાય પડ્યો. વિરૂપાની મોટી ચિંતા ટળી ગઈ ને આ વાત સાંભળી એને દ્વિગુણ ઉત્સાહ વ્યાપ્યો. સમી સાંજ થઈ. નગરલોક ધીરે ધીરે ઓસરવા લાગ્યું. રાત પડી અને ધનદત્ત શેઠ, એમનાં પત્ની અને ડાં દાસદાસીઓ સિવાય ત્યાં કેઈ ન રહ્યું. વિરૂપાએ શેઠ અને શેઠાણીને આગ્રહપૂર્વક કહ્યું “બંને ભર ઊંઘમાં છે. હવે તો સવારે જ જાગવાના. આખી રાત અહીં બેઠા બેઠા ગાળવી એના કરતાં હવેલીએ જઈ આરામ. કરે, એ જ ઠીક.” શેઠે વાત કબૂલ કરી પણ શેઠાણીની ઈચ્છા ન હતી. છતાં વિરૂપા માને છે ને! “આજે થાક્યાં પાક્યાં છે ! ઘેર બધું વેરવિખેર પડયું છે. કાલે તમારો વારો.” શેઠને પણ વિરૂપાની સલાહ એગ્ય લાગી. તેમણે એ વાતને અનુમોદન આપ્યું. વહેલી સરે આવી જઈશું. જરૂર પડે તે રાત્રે પણ બેલાવજે!” “ચિંતા નહિ! એમાં મને કહેવું નહિ પડે.” થોડાંએક દાસદાસીઓ મૂકીને એક શિબિકામાં શેઠશેઠાણી ઘર તરફ રવાના થયાં. રાત જામતી ચાલી તેમ તેમ દાસદાસીઓએ પણ જગા મળી ત્યાં શરીર લંબાવી ઊંઘવા માંડ્યું. આખા દિવસની સંતપ્ત રાજગૃહીની ભૂમિ પર ગંગાના જલશીકરોમાં સ્નાન કરીને આવતે, વૈભારગિરિમાળને સુગંધી પવન વીંઝણે વાવા માંડ્યો. નિશાનાથ ચંદ્રદેવ પણ આકાશની એક કેરે ઊગી
Page #131
--------------------------------------------------------------------------
________________ 108 મહર્ષિ તારાજ સંજીવનીને છંટકાવ કરવા લાગ્યા. મઘમઘી ઊઠેલાં આંબાવાડિયાની કેયલોને પણ આવી સુંદર રીતે ગીત ગાવાને ન જાણે ક્યાંથી ઉલ્લાસ ચડી આવ્યો ! ગઈ કાલે રોહિણેયની અજબ મુસદીવટ પાસે છેતરાયેલા ચેકીદારોના દ્વિગુણિત અવાજે સિવાય આખી નગરી આવી સુંદર રાતની સમાં પિઢી ગઈ. જાગતી હતી એકલી વિરૂપા! જીવનની આવી સૌભાગ્ય રાત ફરીથી ઊગશે કે નહિ, કદાચ એકાદ ઝોકું આવી જાય ને આવી અમૂલખ રાતની એકાદ ક્ષણ પણ નિરર્થક સરી જાય એ બીકે એ સાવધ બનીને બેઠી હતી. ઘડીકમાં ઊઠીને માતંગને સંભાળતી, ઘડીકમાં મેતાર્યના શરીર પર હાથ ફેરવતી. દાસદાસીઓ નિરાંતે ઘોરતાં હતાં, અને તેમનાં નસકેરાને અવાજ શાંતિમાં બરાબર ગડગડાટ મચાવ્યે જતો હતે. માતંગના નાના શા સ્વચ્છ મકાનની પાછલી બારી અર્ધ ખૂલી હતી અને તેમાંથી સુગંધભર્યા પવન સાથે ચંદ્રનાં રૂપેરી કિરણે પણ ઘરમાં આવતાં હતાં. જોબનભરી અનેક રાતો માતંગ અને વિરૂપાએ આ ચંદ્રના પ્રકાશમાં વિતાવી હતી, પણ આજના પ્રકાશમાં વિરૂપાને કંઈ જુદો આહલાદ લાગતો હતો. ચંદ્રનું એક તીરછું કિરણ મેતાર્યના મુખ પર પિતાની જેસ્ના ફેલાવી બેઠું હતું. એક તે જન્મજાત સુંદરતા એમાં ચંદ્રકિરણે આપેલી આછી રૂપેરી તેજસ્વિતા ! માથા પર એકાદ બે ઘા ને એકાદ બે પાટાઓનાં પડ છતાં જાણે એ મુખ અવનવીન મેહતા ધરાવી રહ્યું હતું. એની ધનુષ્ય શી ભ્રમર! વિશાળ લલાટ ને સુરેખ નાસિકાઃ મેટાં મોટાં બિડાયેલાં કમળપત્ર જેવાં પોપચાં વિરૂપાને વ્યગ્ર બનાવી રહ્યાં. એ ઘેલી સ્ત્રી એકીટશે જોઈ રહી હતી. ચંદ્ર
Page #132
--------------------------------------------------------------------------
________________ જગતનું ઘેલું પ્રાણ 109 આકાશમાં ઊંચે ચડતે ચાલ્યો એમ એને વધુ ને વધુ પ્રકાશ ઘરના ગર્ભભાગને અજવાળવા લાગ્યો અને એ પ્રકાશમાં મેતાર્ય અત્યંત ને અત્યંત રમણીય ભાસવા લાગ્યું. મેતાર્યા ગર્ભમાં હતા ત્યારે વિરૂપાને ઘણીવાર સ્વપ્ન આવતાં એમાં દેખાતું કે જાણે પિતે પુત્રના બદલે કમળફૂલને જન્મ આપ્યો. એ કમળફૂલનો અર્થ આજે સમજાયો. ચાંદનીના પ્રકાશમાં મેતાર્યનું મુખ કમળફૂલની સુકુમારતા ધરી બેઠું હતું. અચાનક દૂરની ખીણમાંથી બાજના પંજામાંથી છટકવા માગતું એક ચામાચીડિયું ઘરમાં આવી ભરાયું. થોડીવાર ચિંન્ચિ કરી એ એક ખૂણે ચંપાઈ બેઠું. વિરૂપાની નજર મેતાર્ય પરથી સરીને માતંગ પર વળી. પૌરુપૈયના અવતાર સમે, વનનો કાઈ વાઘ પિતાની બેડમાં પડ્યો હોય એ રીતે એ નિરાંતથી પથારીમાં પડ્યો હતે. એની પડછંદ કાયા અનેક પ્રકારના ઘાથી ક્ષતવિક્ષત હતી તે ય અત્યંત ભવ્ય લાગતી હતી. એક માતંગને નિહાળી વિરૂપાને પિતાને આ સંસાર સનાથ-ભર્યો ભર્યો લાગતો. માતંગ ઘેર હોય ત્યારે હજાર કુટુમ્બીજનોથી એને પિતાનું ઘર ઉભરાતું જણાતું. એકલા માતંગની હુંફથી એને જગત હર્યું ભર્યું લાગતું. પિતાને ચિર જીવનસાથી માતંગ ! સંસારની દીનતાને, હીનતાને, જીવનના તડકાછાંયાને સાથે વેઠી જીવનસાફલ્ય કરનાર! એ જ માતંગ સાથેના પિતાના સુખી જીવનનું પ્રતીક-પરસ્પરની અદ્વિતીયતાનો સરવાળે મેતાર્ય! માતંગની જુવાનીની છટા, પિતાની યૌવનવયની સુરખીઃ આશા, ઉલ્લાસ ને બળ બધાની મૂર્તિમંત યાદદાસ્ત જાણે મેતાર્ય ! જીવનમાં વહાલું કોણ? માતંગ કે મેતાર્ય ? બેમાંથી અધિકું કેશુ? વધુ પ્રિયપાત્ર કયું?
Page #133
--------------------------------------------------------------------------
________________ 110 મહર્ષિ મેતારજ વિરૂપા કંઈ નિશ્ચય ન કરી શકતી. એ બહાવરી બની ઘડીમાં માતંગ સામું જોતી, ઘડીમાં મેતાર્ય સામે! માતંગને જોતી ત્યારે એમ લાગતું કે જાણે જીવનમાં એથી વિશેષ કઈ પ્રિયજન એને નથી ! મેતાર્યને જોતી ત્યારે એમ ભાસતું કે જાણે આથી વધુ પ્રિય કોણ હોઈ શકે? કલ્પના પણ કેમ કરી શકાય? અચાનક મેતાર્યો પડખું ફેરવ્યું. ઘાયલ સ્કંધ દબાયો. વેદનાને તીંખારે ઝ. એણે ધીરેથી સીસકારો કર્યો મા ! " “હા બેટા !" વિરૂપા અચાનક જવાબ આપી બેઠી. બીજી ક્ષણે એ સાવધ બની ગઈ. ઊઠીને એના ઓશીકા પાસે આવીઃ ફરીથી મેતાર્યો વેદનામાં કહ્યું: મા ! " “હા, મેતાર્ય! હું વિરૂપા !" નહીં, મા !" લવારે કરતો હોય તેમ મેતાર્ય બબડ્યો, અને એણે મસ્તક પર ફરતા વિરૂપાના હાથને પકડી લીધે. વિરૂપાના હૃદયમાં અજબ મનોમંથન જાગ્યું. મેતા પકડેલા હાથમાંથી જાણે કેઈ અકળ મનોવ્યથા ઉત્પન્ન થઈ આખા દેહને ઘેરો લઈ રહી હતી. અચાનક ઊભી થયેલી આંધિમાં એ અટવાઈ પડી હતી. એના મનમાં અનેક તરંગો સાગરનાં ક્ષણજીવી મજાની જેમ જાગી જાગીને વાસ્તવિકતાની દીવાલ સાથે અફળાવા લાગ્યા. શા માટે મેતાર્ય મારે પુત્ર છે, એમ હવે છૂપાવવું ! કયા કારણે ધગધગતા આ હત્યને એના હદયથી ચાંપીને શાન્ત ન કરવું! કઈ બીકે એના અર્ધવિકસિત કારક પુષ્પ સમા આ ઓષ્ઠને ચૂમી ન
Page #134
--------------------------------------------------------------------------
________________ જગતનું ઘેલું પ્રાણી 111 લેવા ? કઈ હીનતાની દહેશતથી મારે નગરમાં જાહેર ન કરવું કે પરમ પરાક્રમી મેતાર્ય મારું સંતાન છે, વિરૂપા એની માતા છે; માતંગ એનો પિતા છે! મા, જીવનદાત્રી.” મેતાર્યો હાથને વધુ ને વધુ દાબતાં કહ્યું. વિરૂપા વધુ ધીરજ ન ધરી શકી. એ એકદમ ભાવાવેશમાં હા બેટા, હું તારી મા !" અને એણે એના ઓષ્ઠ પર ચુંબન ભરી લીધું. " તું જ મારી મા !" મેતાર્ય ધીરેથી બોલ્યો. એના શબ્દોમાં માણસ ધીરજ બેઈ નાખે તેવી મમતાને રણકાર હતે. “હા, બેટા, હું જ તારી સાચી મા !" સાચી મા એટલે શું?” મેતાર્ય કાંઈક ભાનમાં આવ્યો હતો. એ વિરૂપાની છૂટી પડેલ લટ લઈ આંખ ઉપર રમાડી રહ્યો હતે. સાચી માને અર્થ ન સમજ્યો, બેટા?” વિરૂપા મેતાર્યના અનેરો હોય છે, પણ એમાં ઊંડી ઊડી દેહવાસનાને ભાવ ગૂંજ હોય છે, જ્યારે માતા અને પુત્રનાં સ્પર્શાકર્ષણ તો અગમ્ય હોય છે. એમાં વાસનાના સ્થાને ત્યાગ ગૂંજતો હોય છે–આત્મસ્નેહની અપૂર્વ સુવાસ મઘમઘતી હોય છે. જુવાનજુવતીનાં સ્પર્શીર્ષણ દેહને વિકસાવે છે, મા-પુત્રનાં આત્માને ! અને એવા આત્માના નાદ પાસે માનવી કોણ બિચારું! વિરૂપા આજુબાજુ ઊંધતાં દાસદાસીઓનો ખ્યાલ વિસરી ગઈ. પાસે સૂતેલા માતંગને પણ ભૂલી ગઈ. ભર્યોભાદર્યો મેતવાસ અને ઘરમાં થતી વાતચીત ઘરની ભીંતે ઊભેલો સાંભળી શકે એવી કાચી દીવાલોનો ખ્યાલ જ
Page #135
--------------------------------------------------------------------------
________________ 112 મહષિ મેતારજ vv એના મનમાંથી છૂટી ગયો. એના સ્મરણપટમાં પોતે ને મેતાર્યઃ બેની જ હસ્તી રહી. સાચી માને અર્થ ન સમજ્યો ?" વિરૂપાએ શબ્દોને ફરીથી જાણે ચાવ્યા. “સાચી મા એટલે અભયકુમારને જેમ સુનંદા, મેઘકુમારને જેમ ધારિણી, એમ હું ..." અને વિરૂપા એટલા શબ્દો પણ પૂરા ન કરી શકી. એણે મેતાર્યને છાતીસરસો ચાંપી દીધો. એના ઓષ્ઠ પર પુનઃ પુનઃ ચુંબન કર્યા. એના મોટા વાળમાં હાથનાં આંગળાં ભેરવી ઘસવા લાગી. “માતા, કંઈ ન સમજાયું ! તું શું કહે છે?” " કંઈ ન સમજાયું ?" વિરૂપાએ પ્રશ્ન કર્યોઃ “અબઘડી સમજાવું છું મારા લાલ !" “કોને સમજાવે છે? વિરૂપા, કેમ ભૂલી ગઈ કે? દરદીની સાથે વાતચીત કરવાની વૈદ્યરાજે બંધી કરી છે.” વિરૂપા આ અવાજ સાંભળી ચમકી ઊઠી. પાછળ જોયું તો ધનદત્ત શેઠની દાસી નંદા ઊભી હતી. કાનું નખેદ વાળવા ઊભી થઈ છે, વિરૂપા? આખરે હલકી જાત એટલે હલકું મને?” હલકું મન! માતા પુત્રને પ્યાર કરે એનું નામ હલકું મન ! પણ ના. ના! નંદા સાચું કહેતી હતી. બગડેલી બાજી સુધારવી જ ઘટે! વિરૂપાએ જરા વેગથી કહ્યું: “નંદા, જન્મ આપનાર સ્ત્રી કરતાં જન્મ આપીને જીવાડનાર સ્ત્રી સાચી માતા ખરી કે નહિ?”
Page #136
--------------------------------------------------------------------------
________________ જગતનું ઘેલું પ્રાણી 113 “અવશ્ય! મેતાયની તું સાચી માતા! વિરૂપા, હવે જરા નિદ્રા લે. આખી રાત જાગી છે. છેલ્લો પ્રહર ચાલે છે. હમણાં શેઠાણીબા પણ આવશે.” - વિરૂપા છોભીલી પડી ગઈ હતી. એણે કંઈ જવાબ ન આપ્યો. એ એક ખૂણામાં સોડિયું વાળીને આરામ લેવા પડી. મેતાયે થેડી થોડી વારે અશક્તિની મૂછમાં પડી જતો હતો. એની સમજવાની શક્તિ અત્યારે બહેર મારી ગઈ હતી. થોડીવારે ફરીથી એણે પડખું ફેરવ્યું, અને ધીમા સીસકારા સાથે કહ્યું “મા ! ક્યાં છે?” “આ રહી બેટા. પાસે જ ઊભી છું ને ! આખી રાત ઊંધ તો બરાબર આવીને?” શેઠાણીએ પીઠ પર હાથ પસારતાં કહ્યું : અર્ધમીંચેલી આંખે મેતાર્યો માતાની અલકલટ લેવા પ્રયત્ન કર્યો, પણ આ શું? વિખરાયેલ કેશવાળી, ચંદ્રના પ્રકાશમાં ચંદ્ર જેવા સૌમ્ય મુખવાળી સ્ત્રીના બદલે–તાજા સ્નાન–શંગાર કરેલ; ઊગતા સૂર્યના કેસરવર્ણ ગોળા જેવા મુખવાળી સ્ત્રી ! મેતાર્યની થાકેલી સ્મરણશક્તિએ વિચાર કર્યો રાતે આવેલી કયી મા, જેની અલકલટ સાથે મેં મારાં પિોપચાં ઘસ્યાં હતાં; ને આ મમતાભર્યા મુખવાળી માતા કી ? શું દિવસ અને રાત તો માતા બનીને નથી આવ્યાં? અથવા માતા જ એવાં જુજવાં બે રૂપ તો નથી ધરતી ને ! મેતાને તન સાથે મન પણ અશક્ત હતું. એ ફરીથી તંદ્રામાં પડ્યો. થોડીવારે પુનઃ ઉચ્ચાર કર્યો
Page #137
--------------------------------------------------------------------------
________________ 114 મહર્ષિ મેતારજ “મા!” “આ રહી, બેટા !" શેઠાણીએ મેતાર્યના લલાટે ધીરેથી હાથ ફેરવ્યો! ઉષાની મૃદુ આભા બારીવાટે ઘરમાં પ્રસરી રહી હતી. એક ખૂણે ઊંઘવાના બહાને સોડિયું વાળીને પડેલી વિરૂપા શું ખરેખર ઊંઘતી હતી! નારે ના ! એ ઘેલી રડી રહી હતી. પણ રડનારાઓને રડતાં રાખીઃ હસનારાંઓ સાથે હસતે હસતે સૂર્યને ગેળો ક્ષિતિજમાંથી પિતાનાં પ્રખર કિરણનું પૃથ્વીની વિશાળ પીઠ પર શરસંધાન કરતા હતા.
Page #138
--------------------------------------------------------------------------
________________ મગધનાં મહારત્ન [11] રડતી રડતી નિદ્રાના ખોળે પોઢી ગયેલી વિરૂપા જાગી ત્યારે એના ઘરની આસપાસ મોટો કોલાહલ થઈ રહ્યો હતો. શેરીઓ અને રસ્તાઓ ઝડપથી ને ચિવટથી સાફ થઈ રહ્યા હતા. ચારે તરફ જળને છંટકાવ થઈ રહ્યો હતો. ઠેર ઠેર રંગોળીઓ પૂરાઈ રહી હતી, ને ઝરૂખે ઝરૂખે આસોપાલવના તોરણે બંધાઈ રહ્યાં હતાં. પ્રજાજનો હરતાં ફરતાં ખૂબ શેર મચાવી રહ્યાં હતાં. ડેસવાર સમાચાર લાવ્યો હતો કે મહારાજ બિઅિસાર વૈશાલિન પતિ ચેટકની રૂપસુંદર પુત્રી સુષ્ઠાનું હરણ કરીને આવી રહ્યા છે. નગરથી થોડે દૂર છે. એક પ્રહર પૂરે થતાં તેઓ આ તરફ આવવા રવાના થશે. ક્ષત્રિય રાજા એક રાજકુમારીનું હરણ કરે, અને તેમાં પણ બધા રાજવીઓ વચ્ચે સંસ્કારને ધર્મપરાયણતાને ફાકે રાખનાર રાજવીની પુત્રીનું હરણ કરે છે તે પ્રજાને પોરસ ચડાવે તેવો પ્રસંગ! બે દિવસ પહેલાંને-દુઃખદ લૂંટફાટન પ્રસંગ ભૂલી પ્રજા તે પિતાના આવા નરવીર ને પરાક્રમી રાજવીનાં સન્માન કરવા ઘેલી બની ઊઠી. ઘર, ગવાક્ષ, ઝરૂખાઓ શણગારવા માંડ્યા હતા. મોતીના સાથિયા અને રંગોળી પૂરાવવી શરૂ થઈ હતી. આજે તે રાજાજીએ મગધના નામને કે દેશ દેશમાં વગાડ્યો હતો. ચૌટે ને ચકલે પુરજને એકઠાં
Page #139
--------------------------------------------------------------------------
________________ 116 મહર્ષિ મેતારજ મળી કંઈ કંઈ વાર્તાવિદ કરવા લાગ્યાં હતાં. અલ્યા, આ કુમારી તે જ્ઞાતપુત્રની ઉપાસિકા છે. હવે એને ધરમ ને બરમ! " એકે હસતાં કહ્યું. “ઠીક નાક કાપ્યું, રાજા ચેટક તો કોઈને ગણકારતો જ નહોતે. પિતાની પાસે જાણે બધા રાજા તણખલાં! અલ્યા,એ અહિંસાધર્મને ઉપાસક લડવા બહાર નીકળ્યું હશે કે !" “અરે, લડવાને બદલે સામાયક કરવા બેઠો હશે ને ચર્ચા કરનારાઓ હસી પડ્યા. સહુને રાજકીય કરતાં આ પ્રસંગે ધાર્મિક રીતે પણ ઠીક લાગે. જ્ઞાતપુત્રના ઉપાસકેએ હમણાં હમણાં ઉપાડે લીધો હતો. આ પ્રસંગ એમને હેઠા બેસાડવા માટે ઠીક ઉપયોગી નીવડશે. એમ બધા માનવા લાગ્યા હતા. પણ પુરજને આ વાત કરીને વિખરાય, તે પહેલાં તો એક જણ ઉતાવળે ઉતાવળો વચ્ચે ધસી આવ્યો. એ ખૂબ હાં હતે ને સાથે સાથે પેટ પકડીને હસતો હતો. અરે, એક ખૂબ હસવા જેવી ખબર !" શું છે શંભુ ?" આખું ટોળું નવા સમાચાર જાણવાની જિજ્ઞાસાથી એને ઘેરી વળ્યું. પણ શંભુ અત્યંત હાંફતો હતે. એ હાંફવા નવરે પડતે ત્યાં હસવા લાગતોઃ ને હસવામાંથી જરા નવા પડતો ત્યાં હાંફતો. શું કહું? હું તો હસીને બેવડ વળી ગયો. રાજદેવડીએથી જ સાંભળીને આવ્યો છું. કેવી વિચિત્ર ઘટના ! અને પુનઃ એ હસવા લાગે. એકઠા થયેલાઓની ઈંતેજારી હદપારની વધી ગઈ હતી. એકે લાકડીને ગેદો મારતાં કહ્યું:
Page #140
--------------------------------------------------------------------------
________________ મગધનાં મહારત્નો 117 “અલ્યા, વાત કહે છે કે આનાથી તારી પરી ખોખરી કરી નાખું ?" “ના, ભાઈ, ના ! જરા મારે શ્વાસ તે હેઠે બેસવા દો! અરે, કેવી વિચિત્ર વાત..” અને પાછું એણે હસવા માંડ્યું. આ રીતે હસવાનો અંત ક્યારે આવત તેની કલ્પના થઈ શકતી નહોતી, પણ એકાએક એક જણાએ એની ગળચી પકડી ને ધમકાવ્ય “હસવું બંધ કરે છે કે ગળું પીસી દઉં ' ભયને માર્યો શંભુ શાન્ત થઈ ગયો. એણે વાત કહેવી શરૂ કરી “શું કહું તમને! અરે, ભાઈઓ વાત કરતાં કરતાં વચ્ચે મારાથી હસી પડાય તો માફ કરશો.” અને ગળું ઢીલું પડતાં શંભુ ફરીથી હસી પડ્યો. પણ પેલા પુરુષે ફરીથી દબાવતાં એ સાવધ બ ને કહેવા લાગ્યોઃ “વાત એવી બની કે એક તાપસી પાસેથી છબી જોઈને રાજા ચેટકની છઠ્ઠી પુત્રી સુજ્યેષ્ઠાનું હરણ કરવાનો સંકેત રચવામાં આવ્યો હતો. સુચેષ્ઠાએ આપણુ મહારાજા માટે ઘણું ઘણું સાંભળ્યું હતું ને તેમાં તેને મહામાત્ય અભય અને આપણા ગામની કુશળ દેવદત્તાને પ્રસંગ સાંપડતાં એ તે મનથી મહારાજાને વરી ચૂકી. પણ રાજા ચેટકને આ વાત કોણ કરે ! આપણું મહારાજાએ એનું માથું કર્યું ત્યારે પેલો દેઢડાહ્યો કહે કે હૈડેય વંશની કન્યા વાહી કુળના ત્યાં ન હોય! પણ સુષ્ઠાએ કહેવરાવ્યું કે હું તૈયાર છું, મને લઈ જાઓ!” શંભુ જરા થંભ્યો. એની વાતથી બધા શાન્ત પડ્યા હતા ને અજબ ઈંતેજારીથી એના મેં સામે જોઈને બેઠા હતા. “પછી તો મહારાજ ગયા, આપણુ મહામાત્ય ગયા. મહામાય હોય ત્યાં શું બાકી રહે? એમણે ઠેઠ રાજમહેલના અંતભાગ સુધી સુરંગ ખોદાવી. નિયત કરેલા દિવસે મહારાજ રથ લઈને સુરંગના
Page #141
--------------------------------------------------------------------------
________________ 118 મહર્ષિ મેતારજ * 5 મુખઠાર આગળ ઊભા રહ્યા. બરાબર વખતે ચેટકપુત્રી આવી ને મહારાજાએ તે રથમાં બેસાડી રથ હાંકી મૂક્યો. પાછળ હેહા થઈ ને રાજા ચેટકને ખબર પડી ગઈ. તેઓએ પીછે પકડ્યું પણ તેમની ખબર લેવા મહામાત્ય અભય અને આપણું સૈન્ય તૈયાર જ હતું. મહારાજા તો રથ સાથે દૂર દૂર નીકળી ગયા. પણ ભાઈઓ, હવે ખરી મજાની વાત આવે છે. કાન દઈને સાંભળજો ' " શંભુએ એમાં વિશેષ રસ મૂકવા વાત અટકાવી. હા, હા, તું તે કહે જા ! અમે કાન ઘેર મૂકીને નથી આવ્યા !" મહારાજનો રથ તે ધમધમ કરતો ચાલ્યો જતો હતો. સવાર થયું ને ભાણ ઊગ્યો કે મહારાજે રથનો પડદો ઊંચકી કુંવરીને બોલાવીઃ “સુચેષ્ઠા !" કુંવરી કહેઃ “મહારાજ, મારું નામ ચલ્લણું ! હું એની નાની બેન છું, મારી બેન તે રત્નકરંડક લેવા ગઈ હતી ને આપે રથ હાંકી મૂઃ " મહારાજાએ સૌંદર્યના પુંજ સમી એ કુંવરીને નીરખતાં નીરખતાં કહ્યું: “હે મૃગલોચને ! મારો પ્રયાસ વ્યર્થ નથી ગયો. મારે મન તું પણ તેટલી જ સુંદર જણાય છે.” “વાહ વાહ, ખરે ઘાટ બન્યો. પછી શું થયું ?" “શું થાય ! સુચેષ્ઠા નહીં તે એની બેન સહી. મહારાજાએ તે એની સાથે ગાંધર્વ વિવાહ કર્યા.” અરે, પણ એમાં વધુ સુંદર કેણ?” એકને જુઓ ને એકને ભૂલ. આ તે એક કાંકરે બે પક્ષી માર્યા. મહારાજા ચેલણાને પણ પરણ્યા ને હવે સુચેષ્ઠા ક્યાં જવાની હતી? ભાઈઓ, એ તો કહ્યું છે ને કે વધુ ડાહ્યો વધુ ખરડાય! રાજા ચેટક કહેતો કે મારા હાથે કોઈ પુત્રપુત્રીનાં લગ્ન નહીં કરું! હવે હાથે ન કર્યા તે હૈયે વાગ્યાં ને ! એ તો એકની ય ના પાડતે હવે
Page #142
--------------------------------------------------------------------------
________________ મગધનાં મહારને 119 ને આ તે બે કે ગઈ ! " આખું ટોળું ખૂબ મેટેથી હસી પડ્યું ને આ ખુશ થવા જેવા સમાચારથી બધા જાણે ઘેલા બની ગયા, તેમ ભાતભાતની ચર્ચાઓ કરતા હસવા લાગ્યા. અરે, આ હસવા જેવો પ્રસંગ છે?” દૂરથી કાઈનો ગંભીર અવાજ સંભળાયો. એક મોટો લશ્કરી અમલદાર લોહી ખરડાયેલાં વસ્ત્રો સાથે ધસ્યો આવતો હતો. હસનારાંઓનાં મેં એકદમ શીવાઈ ગયાં. એ તે મગધનો જાણ સંદેશવાહક દેવસૂનુ હતો. એ જોરશોરથી કહેતો હતે. " મહારાજની આજ્ઞા છે, કે કોઈ એ મંગળગીત ન ગાવાં. આ આસોપાલવ, આ રંગોળીઓ, આ કુંકુમઅક્ષતના થાળો બધું હટાવી લો ! દિવસે અબીલગુલાલ ઉડાડવાની કે રાત્રે દીપમાળા પ્રગટાવવાની પણ આજ્ઞા નથી.” નકકી કંઈ અશુભ થયું.” લોકેનાં ટોળેટોળાં આ આજ્ઞા ઉપર વિધવિધ જાતની ચર્ચા ચલાવવા લાગ્યાં. દેવસૂનુને ઉપયોગ જવલ્લે જ થતો. એ જે સંદેશ લઈને આવે એ ગંભીર જ હોય એવી પ્રજાની ધારણા હતી. કેટલાક માણસો દેવસૂનુની પાછળ પાછળ ચાલ્યા. અધિકારી રાજમહેલ તરફ નહોતે જ, પણ મગધને મહારથિક, સામંતો અને સરદારના આવાસ તરફ જતો હતો. એની પાછળ પાછળ ઘેડું અંતર રાખીને લેકનું મોટું ટોળું પણ ચાલ્યું. દેવસૂનુ મગધના મહાન યોદ્ધા અને વિશ્વાસુ અંગરક્ષક નાગ રથિકને ઘેર જઈ ઊભો રહ્યો. દરવાજા ઉપરની દાસી દ્વારા અંદર પ્રવેશવાની એણે અનુજ્ઞા માગી. થોડીવારમાં ખુદ નાગ રથિક પોતે બહાર આવ્યા. અવસ્થા તે
Page #143
--------------------------------------------------------------------------
________________ 120 મહષિ મેતારજ લગભગ તશરદે પહોંચી હતી, પણ એમના દેહ પર હજી ય જૂની પરાક્રમશીલતા ને વીરતા ચમકી રહ્યાં હતાં. કઈ પહાડ જેવી એમની પડછંદ કાયા પર અલબત્ત એક પણ વાળ વેત થયા સિવાય રહ્યો નહોતે, પણ કસાયેલું બદન જોનારને એમ જ લાગતું હતું કે આ માનવી હજી પણ એક જ હાકે ને એક જ છલાંગે અશ્વ પર આરુદ્ધ થઈ શકે ને રણમાં ઘૂમી શકે. નાગ રથિક મગધની એક પૂજનીય વ્યક્તિ હતી. એને પ્રતાપ દેખવામાં કંઈ દેખાતે નહેતા, છતાં એને પ્રતાપને વશ થવામાં બધા પિતાનું કર્તવ્ય સમજતા. મહારાજ બિમ્બિસારના પિતા રાજા પ્રસેનજિતના મૃત્યુ સમયે જ્યારે રાજગાદી માટે ભયંકર તોફાન ઉપડયું અને કેને ગાદી આપવી એવો પ્રશ્ન ખડો થયે ત્યારે એકવાર એમ લાગેલું કે જાણે આંતરકલહમાં મગધનું આખું સામ્રાજ્ય બળીને ખાખ થઈ જશે. મહારાણું તિલકાને પક્ષ સબળ બની બેઠે હતો, ને જે બિબિસારને રાજ્ય મળે તેં બળ જગાવવાની પેરવીમાં હતા. મહારાજ પ્રસેનજિત પણ આ ભયથી ગુપ્ત રીતે બિમ્બિસારની તરફેણ કરતા હતા. પણ પ્રગટ રીતે કંઈ કરી શકવા અસમર્થ હતા, એવી કપરી વેળાએ મગધને આજીવન સેવક આ મહાન નાગ રથિક ખુલ્લંખુલ્લા બહાર પડ્યો. એણે કહ્યું: “ગુણમાં ને હકમાં બિસ્મિસાર જ રાજતિલકને યોગ્ય છે. અને એને જ રાજતિલક થશે.” " એકવાર આ શબ્દોએ તે અત્યંત તોફાન ઊભું કર્યું, પણ નાગથિક મેદાને પડ્યો. કૂડકપટ, દાવપેચ, વિષના પ્યાલા અને નગ્ન ખંજરની દુનિયા સામે આવી ઊભઃ પણ આ મહાન હો હિંમત ન હાર્યો. એણે આખી મગધની પ્રજાને તૈયાર કરી અને બિમ્બિસારને રાજતિલક કર્યું. મહારાજ બિઅિસારે નાગરથિકને પિતાના અંગરક્ષકનું માનવંતુ પદ આપ્યું. આ પછી તે કેટલાંય યુદ્ધોમાં નાગ * સે વર્ષ
Page #144
--------------------------------------------------------------------------
________________ મગધનાં મહારત્ન 121 રથિક મહારાજા સાથે લડવ્યો. અને છેલ્લે છેલ્લે પિતાના બત્રીસ પુત્રને મહારાજની સેવામાં મૂકીને પોતે નિવૃત્ત થયે. આવા નાગરથિકને આવતા નિહાળી સહુ શાંતિ અને શિષ્ટતાથી ઊભા રહી ગયા. એકદમ દેવસૂનુ એમના પગમાં પડ્યો ને ચોધાર આંસુએ રડી પડ્યો. “દેવસૂનુ, શા માટે રડે છે? મહારાજ તે હેમખેમ છે ને! મહામાત્ય તો કુશળ છે ને !" “બંને ય કુશળ છે, પણ.” અને ફરીથી અધિકારી રહી પડ્યો. એ એકલો વૈતનિક સંદેશવાહક નહોતે,એને નાગ રથિક પ્રત્યે અનહદ માન હતું. “પણ દેવસૂનુ તારા જેવો પુરુષ રડે, એને અર્થ મારાથી સમજાતું નથી. શું છે? મારા પુત્રો હેમખેમ છે ને?” “પૂજ્યવર્થ, આપના પુત્રો....” સંદેશવાહક આગળ ન બેલી શક્યો. મારા પુત્રે !" અંદરથી એક તણે સ્વર આવ્યો. પલકારામાં એક–વયે વૃદ્ધ પણ દેખાવે પ્રૌઢ સ્ત્રી બહાર ધસી આવી. દેવસૂનુએ તેને પણ નમસ્કાર કર્યો ને કહ્યું દેવી સુલસા, બહુ માઠા સમાચાર છે.” માઠા સમાચાર?” ને સુલસા એકદમ આગળ આવી. નાગ રથિકની આ પત્ની હતી. નાગ રથિક રાજગૃહીની પ્રજાને જેમ પ્રિય હતે. તેમ સુલસા તરફ પણ સહુને માન હતું. એક બે નહિ, પણ બત્રીસ પુત્રની માતા બનનાર આ નારીને દેહ ને રૂ૫શ્રી હજી તેવાં ને તેવાં જ હતાં. એના શરીર પર વૃદ્ધાવસ્થા ઊતરતી જતી હતીઃ એમ એમ સૌમ્યતાનો અંબાર વૃદ્ધિ પામતો જાતે હતે.
Page #145
--------------------------------------------------------------------------
________________ 122 મહર્ષિ મેતારજ મગધની મહાનારીઓમાં સુસાની ગણતરી થતી હતી. એણે યુવાવસ્થામાંથી જ જ્ઞાતપુત્રને ઉપદેશ સાંભળી તેમને ધર્મ સ્વીકાર્યો હતો. ધન, યૌવન અને આરોગ્ય હોવા છતાં આ દંપતિએ આખું જીવન પર-ઉપકારમાં વિતાવ્યું હતું. બત્રીસ-બત્રીસ પુત્રની જંજાળ વચ્ચે પણ સુલસા જાણે નવરી ને નવરી જ! કેઇને ભીડ પડી કે મદદ પહોંચી જ છે! છેલ્લાં વર્ષોથી તો એણે જૈન શ્રમણ પાસેથી બારવ્રત અંગિકાર કર્યા હતાં. સૌંદર્ય અને શિલથી ઓપતી સુલસાને પેટે જન્મ લેવોઃ એ મગધવાસીઓને મન ગર્વને વિષય હતે. નાગથિકે રાજકાજથી પ્રત્યક્ષ રીતે નિવૃત્તિ લીધા પછી તેના બત્રીસ પુત્ર મહારાજા બિમ્બિસારના અંગરક્ષક તરીકે નિમાયા હતા. એ બધા મહારાજા સાથે વૈશાલી ગયા હતા. સુલસા પિતાના પુત્રોના કુશળ માટે વ્યગ્ર બની રહી. “દેવી, આપના પુત્રોનું મૃત્યુ થયું.” મૃત્યુ!” સુલસાની આંખોમાં જાણે અશ્રુને સાગર ઉલટવા લાગ્યો. કણ કણ મરાયા ! શી રીતે મરાયા?” “યુદ્ધમાં મરાયા, મહારાજાનું રક્ષણ કરતા.” “યુદ્ધમાં મરાયા ને !" વૃદ્ધ નાગ રથિકે ગળું ખંખેરતાં ખંખેરતાં વ્યગ્ર બનેલી સુલસા તરફ જોતાં કહ્યું: “દેવી, આપણું સ્વામીની સેવા કરતાં કરતાં બેચાર પુત્રોએ હસતે મેંએ બલિદાન આપ્યું, એથી રૂડું શું ? આ પામર જીવનની એનાથી વિશેષ સાર્થકતા શી? હું તે શાબાશી આપું છું, એ મારી મૃતસંતતિને !" પણ પણ, મારા દેવ ! લડાઈમાં એક બે નથી હણાયા પણ......” સંદેશવાહકની જીભ લેચા વાળવા લાગી.
Page #146
--------------------------------------------------------------------------
________________ મગધનાં મહારને 123 હા, હા. પણ એમાં મારે માટે શેક કરવા જેવું નથી. મારે તે બત્રીસ બત્રીસ પુત્રો છે, પણ દેવસૂનુ ! જે માતાને એકને એક લાડકવાયો ગયો હોય એના દ્વાર પર પહેલાં જવું ઘટે. મહારાજની મમતા માટે આભારી છું. દેવસૂનુ, શાંતિથી કહે કે મારા પુત્રોમાંથી કોણ કાણુ વીરગતિ પામ્યું?” ઓ મારા દેવતા, નથી બોલી શકતો, આપના બત્રીસે પુત્ર કામ આવ્યા.” બત્રીસે પુત્રો?” કે મોટા વટવૃક્ષ પર જાણે વીજળી પડી; એમ નાગથિક આટલું બોલીને સ્તબ્ધ બની ગયો. હાય, હું કેમ જીવીશ?” તુલસા જમીન પર પડી મૂછ પામી ગઈ. નાગરથિકને ચહેરે અત્યારે જોઈ શકાય તેવો નહોતે. આંતરયુદ્ધની એક એક નિશાની દેહ પર પથરાઈ ગઈ હતી. અશ્રુને સાગર ઉલટી પડ્યો હોય ને આંખના પડદા પાછળ જાણે ખાળી દીધો હોય એવાં એનાં નયનો ભય હતાં. રૂંવાડે રૂંવાડું સ્થિર થઈ ગયું હતું. વાસની ક્રિયા પણ શાન્ત થતી ચાલી હતી. “નાથ, શે જીવાશે? હાય, મારાં બાળ!” જાગ્રત થયેલી સુલસા આટલું બેલી ફરીથી બેશુદ્ધ બની ગઈ , “દેવી, જાગ્રત થા! તને ધર્મની જ્ઞાતાને આટલે મેહ શોભે ? કાનાં છોરું ને કેનાં વાછરું !" વયોવૃદ્ધ નાગથિકે સુલસાના મસ્તકને પંપાળ્યું. પાણી છાંટયું ને દાસીએ ચંદનને લેપ કર્યો. સુલસાએ ધીરે ધીરે નેત્રો ઉઘાડ્યાં. નાગરથિક સાંત્વન આપતે કહેવા લાગેઃ “સુલસા, મારા કરતાં તું ધર્મમાં વધુ નિપુણ છે, અને આ પામરતા! કર્મની ગતિ ભૂલી ગઈ? કોણ તારું છે ને કોણ મારું છે !"
Page #147
--------------------------------------------------------------------------
________________ 124 મહષિ મેતારજ " નાથ, તમે યોદ્ધા છે, હું માતા છું. માતાની પીંડ તમે ન જાણે ! હું સમજું છું કે આ મોહ છે, પણ માતા છું.” . “સુલસા, મહારાજ બિખ્રિસાર ચેટપુત્રી ચેલ્લણ સાથે ગાંધર્વ વિવાહ કરીને આવી રહ્યા છે. એ વખતે આવી રોકળ કરી અપશુકન થાય ?" “ચેટકપુત્રી ચેલણા? જ્ઞાતપુત્રની પરમ ઉપાસિકા! મગધની મહારાણું બની ! શુભસંદેશ !" “દેવી, એ અર્થે નગરજનોએ ઉત્સવ આદરેલો. ધૂપ, દીપ ને તેરણમાળાઓ તૈયાર કરેલી. પણ પાછળથી આપણું પુત્રના મૃત્યુના સમાચાર મળતાં તેમણે બધું બંધ કરાવ્યું છે.” “બધું બંધ કરાવ્યું છે?” સુલસા ક્ષણવાર વિચારમાં પડી ગઈ “હા, દેવી ! અને મહારાજ મહામાત્ય સાથે સીધા અહીં પધારે છે, અને પછી માતંગને ઘેર જશે. ધન્ય છે માતંગને ! ધન્ય છે મેતાર્યને! ખરે વખતે એમણે આપણી આબરૂ રાખી, તારા બત્રીસ પુત્રો કરતાં નગરજનોની રક્ષા ને નગરધણીની કીર્તિ માટે મરી ફિટનાર એ મેતાર્યને તે યાદ કર !" નાગરથિક ગળગળે સાદે બોલી રહ્યો હતો. મહારાજ હવે પધારતા હશે. હું પાછો ફરું છું.” દેવસૂ નુએ આજ્ઞા માગી. “ખુશીથી પાછો જા ! મહારાજાને કહે છે કે મગધરાજના નામ પર બત્રીસ પુત્રની તે શું, પોતાની જાતની પણ કુરબાની કરવા માટે નાગથિક ને સુલસા તૈયાર છે. ઘણું છે મગધરાજ !" ઘણું છો મગધના મહાજનો!” અચાનક પાછળથી ધીર
Page #148
--------------------------------------------------------------------------
________________ મગધનાં મહારને 125 ગંભીર સ્વર આવ્યો. બધાએ ચમકીને પાછળ જોયું તો સ્વયં મહારાજા અને મહામાત્ય આવી ઊભા હતા. સુલસા સ્વસ્થ થઈ બાજુમાં માથું નમાવી ઊભી રહી. નાગ રથિકે હાથ જોડી નમસ્કાર કર્યા; પણ આ શું? ખુદ મગધરાજે નાગ રથિકના પગનો સ્પર્શ કર્યો. મારા નાથ, મને શરમાવીશ મા !" “ક્ષમા યાચું છું, નાગ દેવ !" “શાની ક્ષમા ?" બત્રીસ લક્ષણા બત્રીસેના સંહારનું નિમિત્ત બન્યો તે માટે કોનો સંહાર, રાજવી ! મગધના સિંહાસન માટે જ તે આ જીવતર છે, રાજન, મારો વંશ ચિરંજીવ બની ગયો.” દેવી સુલસા મને ક્ષમા આપશે કે?” " શા માટે નહિ ? સુલસા આજે વિશ્વમાં અભિમાન લઈ શકે તેવા પુત્રોની માતા સિદ્ધ થઈ છે. જીવન અને મૃત્યુ તે દિવસ રાત જેવાં છે.” નાગરથિકે વચ્ચે કહ્યું. “કેટલું બૈર્ય ! ખરેખર મગધની આવી મહાપ્રજા માટે હું રાજા તરીકે અયોગ્ય છું એવું મને ઘણીવાર લાગી આવે છે.” નિખાલસ સ્વભાવના મગધરાજે નમ્રતાપૂર્વક કહ્યું: જેવા રાજા હોય તેવી પ્રજા થાય. મહારાજ, આજનો ઉત્સવ ફરીથી શરૂ થાય તેવી મારી ઇચ્છા છે. સુલસાના ઘેર શક નથી, પણ ઉછરંગ છે એ વાતની પ્રજાને મારે જાણ કરવી છે.” સુલસાએ નમ્ર મુખે પ્રાર્થના કરી અને એ મહારાજની પાછળ રહેલી શિબિકા તરફ આગળ વધી. દાસીઓ મોતીના હાર, સુંદર ફૂલા ને અક્ષત–કુંકુમના
Page #149
--------------------------------------------------------------------------
________________ 126 મહર્ષિ મેતારજ થાળ લઈ આવી. રથમાં રાણું ચલણ હતાં. મગધનાં મહારાણી ! મગધની એક નારી આપનું સ્વાગત કરે છે.” સુલસાએ રાણું ચલ્લણને વધાવ્યાં, હસ્ત રહીને બહાર લાવી. માતા, મગધના શિરછત્રસમા નાગદેવને નમસ્કાર કરે !" મહામાત્ય અભયકુમારે રાણીજીને કહ્યું “પ્રણામ છે, પૂજનીય દેવતા!” દેવી, અખંડ સૌભાગ્ય ભોગવો ને રાજા ચેટકના સંસ્કારબીજ અહીં રાપ !" નાગરથિકે આશીર્વાદ આપ્યા. આ આશીર્વાદે કેટલાકને ચમકાવ્યા. અરે, આ તે મહારાજ મગધરાજનું અપમાન ! પણ ના, ના, એ વીર યોદ્ધાના શબ્દોમાં એટલી નિખાલસતા ભરી હતી કે સહુને અપમાન કરતાં એમાં શિખામણનો ભાસ થયો. અનેક જાતના વિચિત્ર બનાવોથી મુંઝાઈ રહેલ રાણી ચેલ્લા આ પુરુષ સામે આશ્ચર્ય અને હર્ષથી નિહાળી રહી ! એક જ ક્ષણમાં મગધની અસંસ્કારિતા વિષેની એની કલ્પના સરી ગઈ નવીન વાતાવરણ જાણે જૂનું લાગવા માંડયું. એણે મસ્તક નમાવી આશીર્વાદ ઝીલતાં કહ્યું “ગુરુજીના આશીર્વાદ ફળો ! " પુત્ર મૃત્યુની ઘેરી છાયા ધીરે ધીરે વિલીન થવા લાગી. જ્યાં મરનાર પુત્રોનાં માતા ને પિતા સ્વયં ઉત્સવમાં અગ્રગણ્ય ભાગ લે. ત્યાં બીજા શોક શી રીતે મનાવી શકે?
Page #150
--------------------------------------------------------------------------
________________ મગધનાં મહારને 127 “શ્રેણિપુત્ર મેતાર્ય અને ઉલ્લાનરક્ષક માતંગનું સ્વાસ્ય કેવું છે ?" મહારાજાએ નાગદેવને પ્રશ્ન કર્યો. સારું છે. મહારાજ, મગધની લાજ એ બે જણાએ રાખી !" અને વિરૂપા?” “હા, હા, એણે પણ જીવના સાટે મેતાર્યને જાળવ્યો, નહિ તે આજે રાજગૃહીને એકે દીવો થડ જલતે હેત.” ચાલો, આપણે સર્વે એમની ખબર લેવા જઇએ. એમનું જાહેર સન્માન થવું ઘટે !" મહામાત્ય પ્રસ્તાવ મૂક્યો. આગળ મહામાત્ય ને નાગદેવના અશ્વ, પાછળ મહારાજાનો અશ્વ અને પછી નવાં રાણીની શિબિકાઃ પાછળ માનવસમુદાયને કઈ હિસાબ નહતો. વિરૂપાના તુચ્છાતિતુચ્છ આવાસ તરફ મહા મહિમાવતો માનવસાગર ઊલટી રહ્યો. રાજા અને પ્રજાની આ હેતપ્રીત જેવા જાણે આકાશના દેવતાઓ પણ હાજર થયા હોય અને એમના પ્રકાશથી આખું નભોમંડળ ઝગઝગી રહ્યું હોય તેમ લાગતું હતું. સવારને સૂર્ય મધ્યાહે પહોંચતો હતો.
Page #151
--------------------------------------------------------------------------
________________ અભૂતપૂર્વ [ 12] મગધના ઈતિહાસમાં આજનો પ્રસંગ સુવર્ણાક્ષરે રચાતે હતે. રાજગૃહીના મહામહિમાવત્તા રાજવીઓના ગજરાજે જે પૃથ્વી પરથી પસાર થતા, એ પૃથ્વીની રજને પણ અસ્પૃશ્ય, મેત, ચાંડાલના પડછાયાથી દૂર રાખવાની ઉત્કટ સાવધાની આજ સુધી સેવવામાં આવી હતી; એને બદલે આજે ખુદ મગધરાજ મેતના વાસમાં જઈ રહ્યા હતા. અને મગધરાજ જ્યાં જાય ત્યાં એમની પાછળ કેણ ન જાય અને મગધરાજ જેઓના ઘેર પગલાં પાડે એને ત્યાં શી શી અદ્ધિ-સમૃદ્ધિ ન પ્રગટે! મેતેના આનંદની અવધિ આવી ગઈ હતી. એમનાં નાનાં ઘર અને નાનાં મન વિશાળ રૂપ ધરી રહ્યાં હતાં. મગધન નાથ જેઓને આંગણે આવે, એને હીન, દીન ને અસ્પૃશ્ય કેણ કહે? જનમ જનમની હીનતા આજ દેવાઈ ગઈ હતી. આમ્રવૃક્ષની મંજરીઓથી એમણે કૂબાનાં આંગણાં શણગાર્યા હતાં ને ગંગાની કંદરાઓની માખણ જેવી માટી લાવી રસ્તાઓ ભર્યા હતા. પ્રાતઃકાલથી કઈ નવરું જ નહોતું પડ્યું. ખરી ધમાલ તે વિરૂપાને ત્યાં હતી. ધનદત્ત શેઠના અનેક દાસદાસીઓ માયાવી ભૂતની શક્તિથી કામ કરી રહ્યાં હતાં. નવનવા સ્થભ, અવનવાં વિરામસ્થાનો, રાજમાર્ગને સાંકળતો નવીન વિશાળ માર્ગ અને વચ્ચે વચ્ચે સુંદર જળના કુવારાઓ યોજ્યા હતા. શેઠ
Page #152
--------------------------------------------------------------------------
________________ અભૂતપૂર્વ 129 શેઠાણીએ માર્ગમાં મહારાજના પગલે મોતી વેરી મગધેશ્વરના સ્વાગતનો નિર્ણય કર્યો હતે. ગરીબ બિચારી વિરૂપા શું નિર્ણય કરે ! એ તો ઘેલી જ બની ગઈ હતી. વાજિંત્રીના નાદ ત્યાં નહોતા, પણ માનવીના કંઠમાંથી નીકળી રહેલો જ્યજયકાર વાતાવરણને મિષ્ટ બનાવી રહ્યો હતો. અનેક દુઃખદ બનાવો પર આજનો પ્રસંગ સુખદ વાયુલહરીઓ વહાવી રહ્યો હતો. રાજગૃહીની લૂંટ, મેતાર્ય–માતંગ વગેરેની ભયજનક ઘાયલ સ્થિતિ અને રાજા ચેટક સાથેના યુદ્ધમાં મરાયેલા અનેક નગરયોદ્ધાઓઃ આટઆટલા ગમગીન બનાવો પર પણ ઉલ્લાસની છાયા પાથરી દેવાનું વ્યક્તિત્વ મગધને નાથ ને મગધના મહામાત્ય ધરાવતા હતા. મહાન લાગતા મગધની મહત્તા સામાન્ય રીતે શોધી ન જડતી, શોધનાર ઘણીવાર નિરાશ થતો, પણ આવા કટોકટીના પ્રસંગે એ વણશોધી ઝળકી ઊઠતી. મગધરાજ મેતેના વાસ આગળ ઊભા કરેલા સ્વાગત–દ્વાર પાસે આવીને અશ્વથી નીચે ઊતરી ગયા. મહામાત્ય અને બીજાઓએ પણ તેમનું અનુકરણ કર્યું. પ્રજા અનિમેષ નયને પ્રતાપી એવા મહારાજ મગધેશ્વરના ઉપડતા ચરણને જોઈ રહી. તેઓને લાગી આવ્યું કે આવા પ્રતાપી રાજાની ચરણરજની સેવા માટે જીવન અને મૃત્યુની શી વિસાત છે ! હજાર જીવન ને હજાર હજાર મૃત્યુ એના પર કુરબાન કરવાં ઘટે ! ધનદત્ત શેઠ હાથ જોડીને સર્વથી આગળ સ્વાગત માટે ઊભા હતા. પાછળ બીજા નગરશ્રેષ્ટિઓ હતા. શેઠાણી, વિરૂપા ને બીજી રમણીઓ એક બાજુ મસ્તક નમાવીને ખડી હતી. મગધરાજ અને મહામાત્યે નગરજનના પ્રણમતા શિર સામે
Page #153
--------------------------------------------------------------------------
________________ 130 મહર્ષિ મેતારજ હાથ જોડ્યા, અને મેતાર્ય તથા માતંગના કુશળ પૂછવા અંદર ચાલ્યા. મેતાર્ય પૂર્ણ શુદ્ધિમાં હતું. માતંગને હજી મૂછ વળી નહોતી. કુમાર, કુશળ છે ને ! મગધની કીર્તિ માટે પ્રાણ ન્યોછાવર કરનાર તમારા જેવા કુમારે માટે હું ખરેખર મગરૂર છું.” મેતાર્યો જવાબમાં સૂતા સૂતા હાથ જોડ્યા. વયમાં નાના છતાં ગુણમાં સમાન પિતાના મિત્રની આ દશા જોઈ મહાઅમાત્યે ઘા પર વિંટાળેલા પાટાઓ જોતાં જોતાં કહ્યું: “મહામાત્યના કાચા કારભાર પર લોકો હસે છે. મેતાર્ય, મારી લાજ તે રાખી.” “મગધની કીર્તિ ને મહામાત્ય ક્યાં જુદાં છે ! મેં મારી ફરજ બજાવી.” “હવે મહામાત્યે એની ફરજ બજાવવી રહે છે!” મગધરાજે પિતાની ઈચ્છાને વચ્ચે રજૂ કરી. અવશ્ય. પ્રજાની સમક્ષ હું પ્રતિજ્ઞા કરું છું, કે થોડાક દિવસમાં એ મદેન્મત્ત લૂંટારા રહિણેયને ન્યાયના સિંહાસન સમક્ષ રજૂ કરીશ. મગધની કીર્તિ સામે બાથ ભીડનારે પાતાળમાં હશે તે ત્યાંથી શોધી લાવીશ ને આકાશમાં હશે તે ત્યાંથી ઉપાડી લાવીશ.” ધનદત્ત શ્રેષ્ટિ ! તમારા પુત્રને બચાવનાર વિરૂપા ક્યાં છે?” મહારાજના આ શબ્દો સાથે આગળ ઊભેલું ટોળું ખસી ગયું. પાછળ શેઠાણુ પાસે વિરૂપા નત વદને ઊભી હતી. મહારાજને સામે ઊભેલા જોઈએણે ત્યાં ઊભા ઊભા મસ્તક નમાવી રજ મસ્તકે ચડાવી. માતંગને શોભે તેવી પત્ની છે. મગધની નારીઓ આવી જ હોય. વિરૂપા, તને ધન્યવાદ છે.”
Page #154
--------------------------------------------------------------------------
________________ અભૂતપૂર્વ 131 વિરૂપા કંઈ ન બોલી. એને લાગ્યું કે આ શબ્દ નહેતા, પણ દુનિયાની દોલત એના પર છાવર થતી હતી. અને મહારાજ માતંગના બીછાના પાસે ગયા. કઈ મદોન્મત્ત કેસરી નિરાતે નિદ્રા લેવા આડો પડ્યો હોય એ એને દેખાવ હતો. વિશાળ ભ્રમર, આજાન બાહુ, મોટા વાળ એની ભવ્યતામાં વધારે કરતા હતા. “મહામાત્ય, વિરૂપા અને માતંગની પૂરી સંભાળ રખાવજો ! એના મસ્તકમાં ઊંડો ઘા પડ્યો લાગે છે.” મહારાજે ધીરેથી માતંગના મસ્તકને સ્પર્શ કર્યો. મમતાથી કેશ પર હાથ ફેરવ્યો. મેતને સ્પર્શ ! આટલી બળાબળમાં પણ મહારાજે માતંગને સ્પર્શ કર્યો, એ ઘણાથી સહન ન થયું. “ઉપનહી ગમે તેવાં સુંદર હય, ગમે તેટલી રક્ષા કરનારાં હોયઃ પણ કંઈ એને મસ્તકે ચડાવાય છે.” એકે ધીરેથી કહ્યું. પણ અત્યારે એવા અભિપ્રાયેનું અહીં સ્થાન નહોતું. અભૂતપૂર્વ એવા આ પ્રસંગે હતા. કાળ જ બળવાન હોય ત્યાં માનવીના યત્ન નિરર્થક હતા. મહારાજની પાછળ પાછળ આવેલાં રાણું ચલણએ તે હદ વાળી. એમણે વિરૂપાની પાસે જઈ એને માથે હાથ મૂક્યો ને રાજમહેલમાં આવવા નિમંત્રણ આપ્યું. કેટલાક પ્રસંગો જ અનિર્વચનીય હોય છે. માનવીની જિલ્લા એને વચનથી ખી–માપી શકતી નથી. મનમાં મૂંઝાતા માનવીઓ . જાણે પિતાની જિલ્લાને જ ઘેર ભૂલી આવ્યા હતાઃ એમ મૂંગા ને મૂંગા આ બધુ નિહાળી રહ્યા. મહારાજ કુશળ પૂછી પાછા ફર્યા. સ્વાગત-દ્વાર પાસે એમના 1 ખાસડાં
Page #155
--------------------------------------------------------------------------
________________ 132 મહર્ષિ મેતારજ બેસવા માટે સેચનક હસ્તિ સુવર્ણરસી અંબાડીથી સજ્જ રાખવામાં આવ્યો હતો. પ્રશંસા, ધન્યવાદ ને જયજયના પોકારો વચ્ચેથી પસાર થતા મહારાજ જેવા હાથી પર આરુઢ થવા જાય છે, ત્યાં વાવૃદ્ધ નાગ રથિક વચ્ચે આવીને ઊભા રહ્યા; અને પ્રણિપાતપૂર્વક કહેવા લાગ્યા મહારાજ, નગરમાં શરૂ થયેલ ઉત્સવ શા માટે થંભવો જોઇએ ? આપ આજ્ઞા આપે; આખા નગરમાં ફરીથી ઉત્સવનો પ્રારંભ થાય. રાત્રે દીપમાળાઓ પટાય, ઘરે ઘરે જ્યધ્વનિ પથરાય. આજ કંઈ મગધ ખોટ ખાધી નથી. મગધ તો મહાકાળના ઈતિહાસમાં અમર થઈ ગયું. મગધેશ્વર મેતવાસમાં પધારે એ અભૂતપૂર્વ પ્રસંગને પણ આજે આ રીતે વધાવી લેવો ઘટે.” મગધરાજ ગમે તેવો મટે હોય પણ પ્રજાને બનાવેલ છે ને. પ્રજાની ઈચ્છાને આધીન થવામાં એ પોતાની મહત્તા સમજે છે. મહામાત્ય, ગ્ય આદેશ આપજે! અને ક્ષણવારમાં ઉદાસીન બનેલી નગરી ફરીથી વિધવિધ જાતના વાજિંત્રોના નાદથી ગાજી ઊઠી. ફૂલમાળા, જળછટકાવ ને મણિમાણેકના સ્વસ્તિકોથી દીપી ઊઠી. વયોવૃદ્ધ નાગ રથિક અને તેની પત્ની સુલસા પણ કર્મની ગતિ ને સંસારની મેહની પ્રકૃતિ વિચારતાં ઉત્સવમાં મગ્ન બન્યાં હતાં. એમણે પોતાના આવાસ પર બત્રીસ બત્રીસ ફૂલમાળાઓ, બત્રીસ બત્રીસ સ્વસ્તિક ને બત્રીસ બત્રીસ દીપમાળાઓ રખાવી હતી.
Page #156
--------------------------------------------------------------------------
________________ પુણ્ય પ્રવાસ [13] બબે માતાઓના સેવાસુશ્રષાના બળે કુમાર મેતાર્ય બહુ જલદી સાજો થઈ ગયો. પણ એની આ માંદગી અનેક અવનવા સંબંધે પિદા કરીને પૂરી થઈ હતી. મહારાજ બિખ્રિસાર અને મહામાત્ય અભય એને પિતાને નજીકના સ્વજન લેખતા થયા હતા. નગરજને પિતાના લધુ વયના આ વીરકુમાર માટે ખૂબ જ સન્માન દાખવતા. પણ સહુથી વધુ ગાઢ સંબંધ તો વિરૂપા અને માતંગ સાથે જોડાયો હતો. એકબીજાને એકબીજાના ત્યાં જવાને સંકોચ રહ્યો નહોતે, ને લેકેને મોઢે પણ ગળણું બંધાયું હતું. માતંગ અનેક ળમાં એક મેટ લાંબે ઘાને ચીરે અમિટ રીતે પડી ગયો હતો. પણ એ ચીરો દૂષણ બનવાને બદલે ભૂષણ બની ચંદ્રની આડ જેવો એના વિશાળ ભાલપ્રદેશમાં શોભતો હતે. અવસ્થાએ ઘેરાતા એના વદનને જાણે એ નવી ખૂમારી આપી જતો હતો. વિરૂપા, માતૃત્વના સ્મરણે ઘેલી બનેલી વિરૂપા, દેવી સુલતાના બત્રીસ પુત્રોના મૃત્યુપ્રસંગના શ્રવણ પછી શાન્ત બની ગઈ હતી. એને લાગવા માંડ્યું હતું કે સુખના ઉદ્ભવ માટે નિઃસ્વાર્થ સ્વાર્પણ જરૂરી છે. કમળને ઉદ્ભવ આપનારી માતા પૃથ્વીએ કાદવ બનવું પડે છે. કાદવ બન્યા વગર કંઈ કમળને જન્માવી શકાય ! માતૃત્વની ઊપ
Page #157
--------------------------------------------------------------------------
________________ 134 મહર્ષિ મેતારજ ડેલી ઝંખના આ રીતે શમી જતાં વિરૂપા હવે વ્યગ્ર નહોતી રહેતી. ત્યાગને એક અનેરો આનંદ એના દિલને પ્રફુલ્લિત રાખતો હતે. મેતાર્ય યોગ્ય વયને થતો જતો હતો. યોગ્ય વયે માતાપિતાને સૂઝે એવા બે પ્રશ્ન ઊભા થયા હતા. એક મેતાર્યના લગ્નનો અને બીજે વેપારવણજ તેને હાથ સોંપવાન. ધનદત્ત શ્રેષ્ઠિનો વ્યાપાર દૂરદૂરના દેશો સાથે સંકળાયેલો હતો. જલપત્તન અને રસ્થલપત્તનને માર્ગે અનેક વેપારે ચાલતા હતા, આર્ય અને અનાર્ય દેશને પ્રતિબંધ નહોતે. અનેક ભાષાભાષી વ્યવહારીઆ આ કાર્ય નિભાવતા. ચંપા–અંગ, તામ્રલિપ્તિ-બંગ, કંચનપુર–કલિંગ, વારાણસીકાશી, સાકેત-કેશલ, ઠારવતી-સૌરાષ્ટ્ર વગેરે દેશોમાં તેમની પેઢીઓ ચાલતીઃ અને શક, યવન, બર્બર, સિંહલ, પારસ, ગંધાર, કંકણ ને દૂણ દેશો સાથે પણ મોટા મેટા સાર્થવાહ દ્વારા માલની આપ લે થતી. જીવનના એકમાત્ર આનંદ સમા ધનદત્ત શ્રેષ્ટિએ મેતાર્યને ધીરે ધીરે આ કામમાં નિયુક્ત કરવા માંડયો. અઢાર ભાષાઓને જ્ઞાતા અને અનેક પ્રકારની કળાઓના જાણકાર મેતાર્યને આ કામમાં નિપુણ બનતાં વિલંબ ન લાગ્યો. શસ્ત્રાસ્ત્રનો, પ્રાણુઓને, મધ, માંસ ને વિષનો વેપાર કરવાને કુલધર્મથી નિષેધ હતઃ પણ જેનાથી પ્રજાજીવન પર અસર પડે તે દૂધને, ઘતને, તેલને, હાથીદાંતને, ફળમૂળ ને ઔષધિના વેપારને મેતાર્યો નિષેધ કર્યો. ખોટાં ખાતાં, દાણચોરી અને સાટાં–તેખડાંની પણ તેણે બંધી કરી. દરેક પેઢીઓ પ્રમાણિક્તાથી ચાલે, સત્ય ને ન્યાયને માર્ગે દ્રવ્ય ઉપાર્જન કરે, એક વસ્તુની કિંમત કરતાં એની અછતને લીધે ચાર ગણું ભાવ ન વધારે; એ તરફ એણે પૂરતું લક્ષ આપવા માંડયું. પ્રારંભમાં કુમાર મેતાય સામે હાથ નીચેના વ્યવહારીઆએનો કચવાટ વધ્યો, પણ ધનદત્ત શ્રેષ્ટિએ તે (1) જ્યાં જલમાર્ગ હેય ને વહાણે લાંગરી શક્તાં હોય તે ભૂમિ. (2) જ્યાં સ્થલમાન હોય તે સ્થલપત્તન.
Page #158
--------------------------------------------------------------------------
________________ પુણ્યપ્રવાસ 135 લગભગ નિવૃત્તિ લીધેલી હોવાથી કેઈનું કંઈ ચાલ્યું નહિ. થડે કાળ જતાં આ પદ્ધતિના કારણે ધનદત્ત શ્રેષ્ટિની પેઢીઓની ખ્યાતિ ઠેરઠેર પ્રસરી અને વ્યાપાર ખૂબ મોટા પ્રમાણમાં ચાલવા લાગ્યો. લક્ષ્મીની રેલ સ્વયં એના ત્યાં વહેવા લાગી. આવા યાવન વયને પ્રાપ્ત થયેલ, ગૃહસ્થાશ્રમ ધમને નિભાવવવાને સશક્ત એવા પુત્રના લગ્નની ઉત્કટ અભિલાષા માતા-પિતાને હોય જ. ધનદત્ત શ્રેષ્ટિ પાસે કહેણ ઉપર કહેણ આવતાં હતાં. કોઈ મિથિલા નગરીના નગરશ્રેષ્ટિનું આવતું તે કઈ કપિલ્ય નગરીના ધનકુબેરનું આવતું. પિતાની ઈચ્છા સ્વર્ગની અપ્સરાઓને વિસરાવે તેવી કન્યાઓ પુત્ર માટે આણવાની હતી. અને તે માટે તેમણે મેતાર્યને જ પ્રવાસે મોકલવાનો નિર્ણય કર્યો. વિવેકપરાયણ પુત્ર પિતે જ કન્યાઓને નીરખે, એના ગુણ, ધર્મ ને કુળશીલની તપાસ કરે અને પછી જ લગ્નોત્સવ શરૂ થાય. ધનદત્ત શેઠે પત્ની સાથે પણ આ વાતની ચર્ચા કરી જોઈ, મહામાત્ય અભયની પણ સલાહ લઈ લીધી. અને એક સારા દિવસે ને શુભ મુહૂર્તે મેતાર્યને પ્રસ્થાન કરાવ્યું. સાથે જલમાર્ગ ને સ્થળમાર્ગોના જાણકાર ભોમિયા આપ્યા. મહામાત્ય અભયે નાનું એવું સિન્ય આપ્યું; ને દેશપરદેશની પિતાની પેઢીઓના નિરીક્ષણના બહાને કુમાર મેતાર્ય પ્રવાસે નીકળે. એ વિદાયને દિવસ અપૂર્વ હતો. કુમાર મેતાર્ય પ્રવાસ કરતા કરતા દેશદેશ ભ્રમણ કરવા લાગ્યો. એ જે નગરને પાદર પિતાનો પડાવ નાખતે ત્યાં નાનું એવું નગર વસી જતું. વ્યાપાર-વણજની ધમાલ મચી રહેતી; અને માલની આપલેમાં આખો દિવસ પૂરો થઈ જતો. રાત્રે મુલાકાતે ચાલતી. અનેક શ્રેષ્ટિઓ આવા સુંદર, વ્યવહારચતુર લોકમાન્ય ને રાજમાન્ય યુવાનને પોતાની એકાદ પુત્રી આપી સંબંધ વધુ ગાઢ કરવા ઈચ્છતા હતા. તેઓ હિંમતથી કુમારની સામે પોતાની વિનંતી રજૂ કરતા;
Page #159
--------------------------------------------------------------------------
________________ 136 મહષિ મેતારજ પણ કુમાર કંઈ જવાબ ન વાળ. કુમારના સાથીદારો ને હિતસ્વીઓને આ વાત ન રૂચતી. તેઓ કોઈકવાર હિંમતપૂર્વક સલાહ આપતાઃ “કુમાર, આપણે પ્રવાસ કેવલ ધનલક્ષ્મી માટેનો નથી, પણ કુળલક્ષ્મી માટે પણ છે. અર્થ–કામની પ્રાપ્તિનું આ જીવન છે. ચતુર વ્યવહારીઆ કઈ દિવસ આવી માગણીઓ સામે નિરુત્તર રહેતા નથી. ગૃહવાસમાં એએકના રૂપને ભૂલાવે તેવી લલનાઓ ઊભરાતી ન હોય તો આ આટલા ધનવૈભવને અર્થશે ? દેશદેશની, વિવિધ દેહભાવાળી, રૂપમાં દેવાંગના સમી સ્ત્રીઓ તે કુશળ વ્યવહારીઆની શભા છે. અર્થ અને કામની પ્રાપ્તિ માટે આ પ્રવાસ એમ ને એમ નિરર્થક જવા દેશે મા !" તમારી સલાહ સાચી છે. એવી માગણીઓને જેમ તિરસ્કાર હું ન કરી શકું તેમ સ્વીકાર પણ કરી શકતો નથી. પ્રવાસનું મારું દૃષ્ટિબિંદુ ભિન્ન પ્રકારનું છે. આ માગણીઓને પ્રત્યુત્તર રાજગૃહીમાં પાછા ફર્યા બાદ જ અપાશે.” પણ આપણા સંબંધો આ રીતના જવાબથી ફાલતા ફૂલતા અટકશે. કુમાર, તમે કદાચ નહિ જાણતા હે, કે દેશદેશની અનેક કન્યાઓ પરણી લાવવાના આપણા રિવાજ પાછળ અત્યંત ગંભીર રહસ્ય છુપાયેલું છે. આપણે વેપાર વિશ્વાસને છે, અને અંગનો જ-આપણો જ માણસ વિશ્વાસુ રહી શકે. આ કન્યાના પાણિગ્રહણથી આપણે આટલા દૂરદેશાવરમાં વગર પ્રયત્ન આપણું એક અંગ ઊભું કરીએ છીએ, અને એ રીતે સંબંધથી બંધાયેલા સર્વે આપણી પીઠ પાછળ પણ આપણું હિતમાં જ વર્તવાના.” “અને આપણું અહિતમાં વર્તે તો આપણે એ કન્યાઓ પર જુલમ ગૂજારી તેમની શાન ઠેકાણે આણવાની. એમ ને !" કુમાર
Page #160
--------------------------------------------------------------------------
________________ પુણ્યપ્રવાસ 137 ઊંડા રહસ્યમાં ઊતર્યો. હિતસ્વીઓ જવાબ ન દઈ શક્યા, પણ તેઓ એટલું બોલ્યાઃ એવું બન્યાના દાખલા આપણે ત્યાં નથી, બલ્ક એવા સંબંધોએ અનેક લાભ કરી આપેલા છે.” આ ચર્ચ આટલેથી અટકતી, પણ કુમાર તે કન્યાનું કહેણ મૂકવા આવનારને શાંતિથી ઉપરને જ જવાબ વાળતા. અર્થ–કામની પ્રાપ્તિ માટે નીકળેલ કુમાર મેતાર્ય આલંભિકા, તાંબિકા, વારાણસી, મિથિલા ને વિશાલા વગેરે પ્રદેશમાં ફરતો ફરતો આગળ વધતે હતો. ત્યાં અચાનક એને કૌશાંબીના રાજા શતાનિકનું તેડું આવ્યું. મોટા અરબી અશ્વ પર આરુઢ થયેલો સંદેશવાહક ઊગતે પ્રભાતે હાજર થયો ને તેણે નમ્રતાપૂર્વક કહ્યું : રાજગૃહીના સર્વશ્રેટ વ્યવહારિકને કૌશાંબી–પતિ મહારાજ શતાનિક અને મહારાણી મૃગાવતી સહર્ષ સાદર આમંત્રે છે.” “કૌશાંબી પતિની સેવામાં અમે સહર્ષ ઉપસ્થિત થઈશું ને એ પળને અમે ધન્ય પળ સમજીશું.” કુમારે જવાબ વાળ્યો. મેતાર્યનો વિકભરેલો પ્રત્યુત્તર સંદેશવાહકે કૌશાંબીપતિને જઈને કહ્યો. બીજે દિવસે વાજતે ગાજતે મેતાર્યનો નગરપ્રવેશ થયે. મહારાજ શતાનિકે આ વિખ્યાત વ્યવહારિકને અત્યંત માન આપ્યું. મેતા પણ અમૂલ્ય મણિ, મોતી ને ધનકનકની ભેટ ધરી. મહારાણી મૃગાવતીએ પણ પિતાના અંતઃપુરમાં આ કુમાર વ્યવહારિકને તેડાવ્યો ને તેની પાસે પિતાની બેન ચેલણાના કુશળ વર્તમાન પ્રથા. “આપ મહારાજ ચેટકનાં પુત્રી ? જ્ઞાતપુત્રનાં ઉપાસિકા ?" “હા, યુવાન વ્યવહારિક, મારી બેન સુથાએ તો વૈરાગ્યભાવ વીકાર્યો. વારુ, રાણી ચેલ્લણ પર મગધરાજનો કેવો ભાવ છે ?"
Page #161
--------------------------------------------------------------------------
________________ 138 મહર્ષિ મેતારજ “કમળ ઉપર ભ્રમર જેવો!” ચતુર મેતાદિ અર્થી વાક્ય કહ્યું: ચલ્લણુને બોલાવવાનું ઘણું ય મન થાય છે, પણ આ રાજકાજ! એમાં કાવતરાં, દગો, વિશ્વાસઘાત ડગલે ને પગલે ભર્યા છે ! મેતાર્યકુમાર, થોડા દિવસો પહેલાં મેં મારી બેન ધારિણીને તેડું મોકલ્યું હતું; પણ પછી ન જાણે શું થયું? ધારિણી તે ન આવી, પણ અમારું સૈન્ય ત્યાં ગયું. ચંપાનગરી રણમાં રોળાઈ. મારી બેનને સૌભાગ્યતિલક ભૂંસાયો, ને બેન-ભાણેજનો કંઈ પત્તો જ નથી!” જર, જમીન ને જેરૂ, ત્રણે કજિયાનાં છોરુ એ શાસ્ત્રની વાત સાચી છે. રાણીજી !" ના, ના. કુમાર મેતાર્યા ત્યાં તું ભૂલે છે. જ્ઞાતપુત્રનું તે કહેવું છે કે કજિયાનું મૂળ માનવી પોતે છે. અરે રે, જ્ઞાતપુત્ર ! " રાણી મૃગાવતીએ પુનઃ લાંબે નિસાસા નાખે. જ્ઞાતપુત્રના પવિત્ર નામ સાથે નિસાસો શા માટે?” “નિસાસે ન નાખું તો શું કરું ! સુધા ને તૃષા, ટાઢ ને તડકો વેઠી કેવો દેહ કરી નાખ્યો છે ! મેતાર્ય, જીવનની તે જાણે પરવા જ નહિ ! મેં ભિક્ષાન્ન આપવા મોકલેલી દાસીઓ હમણું જ આવતી હશે. થેલીવાર થોભો તે વર્તમાન મળશે.” રાજા શતાનિક પણ મહેલમાં આવ્યા. ત્રણે જણા રાજમાર્ગ પર જોઈ રહ્યા. ઢોળાઈ રહી હતી, અને રાજસરોવરનાં પુષ્પો ધીરેધીરે બીડાવા લાગ્યાં હતાં. ઈ રેઈને રાતાં કરેલાં પ્રિયાના નયન સમો સૂર્ય અસ્તાચળ
Page #162
--------------------------------------------------------------------------
________________ પુણ્યપ્રવાસ 139 પાછળ હડસેલાતે હતો. કૌશામ્બીના ધણી શતાનિકને રાજમહેલ અત્યારે અલૌકિક વૈભમાં દીપી રહ્યો હતો. સહુ ઝરૂખે બેસી માર્ગ પર કંઈ નિરખી રહ્યાં હતાં. થોડીવારમાં એક ઘમઘમતો રથ આવીને દ્વાર પર ઊભો રહ્યો. દાસદાસીઓનું વૃંદ એકદમ રાણીજીના ખંડમાં ધસી આવ્યું. બા સાહેબ ! એ મેગી તો કંઈ લેતે નથી! કંઈ બોલતે પણ નથી ! કંઈ આપવા માગીએ તે યે હાથ લાંબો કરતે નથી!” દાસીઓએ મઘમઘતા મિષ્ટાન્નના થાળે નિરાશામાં નીચે પડતા મૂકતાં કહ્યું કેવો અજબ ગી!” રાજવધૂઓએ કંઈક મૂંઝવણમાં સુકમળ હાથે ગાલીચા પર પછાડ્યા. હીરાજડિત કંકણ ઘડીભર વાતાવરણમાં સંગીત પેદા કરી રહ્યાં. બા! એનું પેટ જોયું ! પીઠ અને પાંસળીઓ જાણે એક થઈ ગઈ! બા સાહેબ ! એને ભોજન લીધા કાલે પાંચ પાંચ માસ ને પચીસ પચીસ દિવસ થશે !" એક દાસીએ ઉમેર્યું. પણ દાસી ! એનાં નયનમાં કેવું મીઠું ઘેન છે ! અહા ! હજાર હજાર સૂર્ય પણ ઝંખવાય, એવી જ્યોત એમાં ભરી છે. હું તે એને જોઉં છું ને આ મહેલ, આ અંલકારે, આ સાહ્યબી, બધું ભૂલી જાઉં છું. કેવી શાન્ત પ્રકૃત્તિઃ પણ કેવી હઠ !" રાણીના ગૌર ગાલ પર એક આંસુ ભરાઈ રહ્યું. “કેવો મૂંગે એ યોગી !" રાજા શતાનિકે ધીરેથી બધાની વાતને અનુમોદન આપ્યું. “જાણે વિધાતાએ જબાન જ ન દીધી હેય ! હું એનું મુખ જોઉં છું ને બકુલ પુષ્પની કુમાશને પણ ભૂલી જાઉં છું. પ્રભાતના સૂરજ શું એનું લલાટ વિસારીએ તે યે વિસરતું નથી. યુદ્ધની વાત
Page #163
--------------------------------------------------------------------------
________________ 140 મહષિ મેતારજ wwww કરતાં ય શરમ આવે. આ સંસાર તે જાણે એને જોતાં વિસરી જવાય.” “રાજસન્માન પણ સ્વીકારતા નથી ?" મેતાર્યો વચ્ચે કહ્યું: “કંઈ પૂછો જ મા! આવા પકવાન્નોનો ને રાજમહેલની અધિછાત્રીઓની મહેમાનીને પણ તિરસ્કાર! બોલાવો તો યે બોલતો નથી. કેવો અડબૂથ !" દાસીએ ચર્ચામાં છૂટ લીધી. દાસી ! ચૂપ મર ! સંસારીઓને માપવાના ગજથી એ યોગીને માપવા ન બેસાય ! નથી લાગતું કે એને પગલે પગલે પ્રભુતા જન્મે છે! એની નજરે નજરે કરુણું પેદા થાય છે ! એની મૂક દષ્ટિમાં પણ કઈ મહાન જાદુગરને ભુલાવે તેવી હિકમત તે નથી ભાળી ? " રાણી ભક્તના હૃદયને શોભાવે તેવા શબ્દો બોલી રહી હતી. “કાલે તે મારે જ્ઞાતપુત્રને આરોગાવીને જ આગવું છે. હું તે એને જેમ સંભારું છું એમ હદય પાણી પાણી થતું જાય છે.” રાજરાણી મૃગાવતીએ વાતવાતમાં હઠ લઈ લીધી. રાજા શતાનિકે કહ્યું: ચતુર વ્યવહારિક, એકાદ રાત્રિ કૌશાંબીને વધુ આપે. કાલે જ્ઞાતપુત્રનાં દર્શનનો લહાવો લેતા જાઓ !" “અવશ્ય. એવાં દર્શનેથી તે મારે પ્રવાસ સફળ થશે.” કુમાર મેતાર્ય એ રાત્રિ ત્યાં જ રોકાયા. કૌશાંબીના ધણીએ એના સ્વાગતમાં મણા ન રાખીઃ મનમાં વિચાર્યું કે ભલે રાજગૃહીનો આ વ્યવહારિક પણ એક વાર મારું સન્માન, મારે વૈભવ જોઈને વાહવાહ કરતો જાય. મેતાર્યો જ્ઞાતપુત્રના માટે ઘણું સાંભળ્યું હતું. પિતાજી પાર્શ્વનાથના ધર્મના ઉપાસક હતા, અને જ્ઞાતપુત્રને ઘણું સાધુઓ એ રીતને ઉપદેશ કરતા હતા. આજે આવી તક શા માટે જવા દેવી !
Page #164
--------------------------------------------------------------------------
________________ પુણ્યપ્રવાસ 141 બીજે દિવસ ઊગ્યો. એ દિવસ કૌશામ્બી માટે અત્યંત ઉત્સાહનો હતે. સૂર્ય જરા ઊંચે ચડયો કે બધાં યોગીની રાહમાં તૈયાર થઈ ઊભાં. રાજદરવાજે ચોકીદારે બારનાં ઘડિયાળમાં ક્યાં, અને સૌની ઉત્સુકતા વધતી ચાલી. અંતઃપુરની રમણીઓ અને રાજવધૂઓ આજ તે પહેલાં સ્નાનથી પરવારી ચૂકી હતી. લાંબા લાંબા કેશને ગૂંથી લીધા હતા. સેંથાઓમાં ઉતાવળે સિંદૂર પૂરી લીધાં હતાં. મોતીની સેરે ઉતાવળમાં આડીઅવળી લટકાવી દીધી હતી, તે ય સૌંદર્ય જાણે બોલી ઊઠતું હતું. હમણાં જ ખીલેલાં બધાં ચંપક પુષ્પો અને પારિતપુ ચૂંટાઈ ગયાં હતાં. રાજમાર્ગો રંગળીઓથી ભરાઈ ગયા હતા. ઘેર ઘેર આસોપાલવના તેરણ હવામાં ડોલી રહ્યાં હતાં. મિષ્ટાન્નના થાળામાંથી સૂર્યને તાપ સુગંધ વહાવી રહ્યો હતો. નવી આવેલી વધૂઓ ઘરમાં ઘૂળેલાં કેસૂડાનાં કુંડાઓને વિચાર કરી રહી હતી. અચાનક સોએ મોઢેથી ઝીણું સીસકારી કરી... સ્મશાનને માર્ગેથી પેલે યોગી આવતું હતું ! સ્મશાન ! કેવું મીઠું વાસસ્થાન! કેવું સુંદર વિશ્રામસ્થાન ! પાતાલને ભેદવા મથતી હોય એવી નીચી નજર સાથે ગી નજીક આવતે ગયો. કેવાં ધીરાં પગલાં ! કેવી સુંદર કાયા ! લોકોએ માર્ગમાં ફૂલ વેર્યા. યોગી જરા આઘો ખસ્યો. એણે મુખ જરા ઊંચું કર્યું. બધે એક નજર નાખી. પણ એ નજરે તે જાદુ કર્યું. હાથમાંના ફૂલના હાર અને મિષ્ટાન્નના થાળ થંભી ગયા ને સૌ એની સામે તાકી રહ્યા. બેપરવા. યોગી આગળ વધે. કેટલાય સામે થાળ ને માળ ધરી ઊભા.
Page #165
--------------------------------------------------------------------------
________________ 142 મહર્ષિ મેતારજ કેટલાય પાદપૂજન કરવા ધસી આવ્યા! પણ કોઈની સામે જરા ય ધ્યાન નહિ! એ રાજમહેલ તરફ આગળ વધ્યો. " નકકી આજ એ રાજમહેલના અતિથિ બનશે !" લેકેએ વિચાર્યું. પણ આ શું ! રાજમહેલ પણ વટાવી ગયા ! બિચારાં રાણી રડી પડ્યાં, છતાં કઈ ન ખસ્યું. ચંપાની માળાઓ અને પારિજાતની ગુલછડીઓ પર સૂરજ નિર્દય રીતે તપવા લાગ્યા; છતાં કઈ ન હાલ્યું. હમણાં પાછા ફરતી વખતે માર્ગ ફુધી એને અન્ન આરોગાવીશું.” સહુએ રાજરાણીને આશ્વાસન આપ્યું. યોગી-સાતપુત્ર તો આગળ જ ચાલ્યા. આગળ જ વધે જાય છે. કૌશામ્બીની મદભરી શેરીઓ વટાવે જ જાય છે. “અરે રે ! આ સત્તા આટલી ભૂંડી કે અમારું અન્ન પણ યોગી ન આવેગે ? હા, હા, અનેક નિર્દોષનાં ખૂનથી તરબતર આ વૈભવ તરફ એ દયાની મૂર્તિ નજર પણ કેમ નાખે !" રાજાએ નિઃશ્વાસ નાખ્યો. આટઆટલા ધનની શી સાર્થકતા ?" શૈશાખીના કટીવૂજે વિચારવા લાગ્યા. “પણ હા, પચાસના રેટલા ઝૂંટવી મેળવેલા દ્રવ્યના સ્પર્શવાળું અન્ન એ કેમ આગે?” હજારે ધર્મશાસ્ત્રોએ જે સ્થિતિનું ભાન નહોતું કરાવ્યું એ આ કલ્યાણમયી દૃષ્ટિએ એક નજરે જ ભાન કરાવ્યું. પણ ચાલ્યા જતા જ્ઞાતપુત્ર એક ઘરને આંગણે થોભ્યા. સૌની નજર ત્યાં ચોટી રહી. જ્ઞાતપુત્ર એ ઘરની પરસાળમાં આવી ઊભા રહ્યા. જુવાન વયની એક દુઃખિયારી બાળા હાથેપગે જડાયેલી
Page #166
--------------------------------------------------------------------------
________________ પુણ્યપ્રવાસ 143 ઉબરમાં બેઠી હતી. એની આંખમાં અનન્ત યાતનાના પડછાયા ઊભરાતા હતા. વદન પર સુધાની હજારે જોગણીઓ હીંચ લઈ રહી હતી. હાથમાં તૂટેલ ફૂટેલ એક સુપડાના ખૂણમાં મૂઠીભર અડદના બાકળા પડવ્યા હતા. એ બાકળા ક્ષધાની મહાન ગર્તામાં સમાવી દેવા પેટ તલપાપડ થતું હતું, જીભમાં પાણી છૂટી રહ્યું હતું. હાથ એ કાર્ય કરવાને તૈયાર થતા હતા ત્યાં યેગી પરસાળમાં આવી ઊભો. દુઃખિયારી બાળાએ યોગી તરફ જોયું, એણે બાકળા આપવા હાથ લંબાવ્યા. પણ ક્ષણવારમાં યોગી પાછો ફર્યો. લંબાવેલા હાથ એણે ટૂંકા ર્યા. અરેરે ! યોગી ભાયો ત્યારે બાકળામાં અને એમાં ય પાછો હઠે ચડ્યો ! હાથ લંબાવીને પાછો ફર્યો. રાજમાતા યોગીના વર્તન પર ચીડે બળ્યાં ને રડી પડ્યાં. પણ પેલી બાળાનું શું ? અરેરે! એના કમભાગ્યની તો અવધિ આવી! પોતાના જીવન સર્વસ્વ સમા આટલા બાકળા પણ ન લીધા. એનાં બે નયનોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા. એગીએ એ નિહાળ્યું ને પાછો ફર્યો. બાળાના બાકળા લઈ ફાક્યા, અને એક નજર બાલાના આંસુ ભર્યા મુખ પર ફેંકી. જોતજોતામાં એ એક જ દષ્ટિએ આંસુ છુપાવી દીધાં ને બાલિકાના મુખ પર ચાંદની રાતનો પૂર્ણચંદ્ર ખીલી નીકળ્યા ! એક જ નજર, એક જ દષ્ટિ અને બાલાના દિલમાંથી કંગાલિયત, દુઃખ ને દઈ નાસી ગયાં. એનું હૈયું હલકું બની જતું લાગ્યું. કેટલીક વાર ભાષા કરતાં મૌન અને શબ્દ કરતાં દષ્ટિ જીતી જાય છે, એવું જ આજે બન્યું. યોગી ક્ષણવાર થંભ્યો અને પાછો ફર્યો. પણ એટલીવારમાં
Page #167
--------------------------------------------------------------------------
________________ 144 મહર્ષિ મેતારજ રાજમાર્ગ ઠઠથી ભરાઈ ગયા હતા. રાજા, રાજમાતા, અને રાજરાણી દોડી આવ્યાં હતાં. નગરજને ગામ ગજવી રહ્યા હતા. “દીધુતપસ્વી નિગ્રંથ જ્ઞાતપુત્રને જ્ય !" સ્તબ્ધ બની ઊભેલા કુમાર મેતાર્ય, રાજા શતાનિક અને રાણી મૃગાવતીના મુખમાંથી સ્વયં બેલાઈ ગયું “મહાતપસ્વી પ્રભુ મહાવીર જય હે !" આ શબ્દો પણ જાણે વાતાવરણની મૌનશાન્તિને અણછાજતા લાગ્યા. માનવી સ્તબ્ધ બનીને જોયા કરે એ આ પ્રસંગ હતે. મૌનની વાચા ગૂંજતી હતી. અને ત્યાગનું અશ્રાવ્ય સંગીત સહુના મનને ડોલાયમાન કરી રહ્યું હતું. મનોમન વિચારમંથન જાગ્યું હતું અરે, આટઆટલામાં રાજકુળે ને શ્રેણિકુળાને તરછોડી, મહારાજા શતાનિક ને મહારાણી મૃગાવતીની વિનંતીને ઠોકર મારી, એક હીન, દીન, તરછોડાયેલી પેલી દાસીના હાથના બાકુળા સ્વીકારવામાં શું મહત્ત્વ ! અરે, એ દાસીને તો નીરખો. માથું મૂંડાવેલું પગે બેડીઓ પડેલી, સુધા તૃષાએ મોં પર કેવી ગ્લાનિ ફેલાયેલી છે ! બિચારીને કેટકેટલે દિવસે આટલા બાકળા ખાવા મળ્યા હશે ! એ બાકળામાંથી ભાગ પડાવીને શું સાધ્યું ! કયો ધર્મ ને કયી સાધુતા દર્શાવી ! અરે, એની આંખમાંથી તે હજી આંસુ પણ સૂકાયાં નથી ! જ્ઞાતપુત્ર પાછા ફરતા હતા. પેલી દાસી જેનું નામ ચંદના હતું, એ હવે રડતી નહેતી, હસી રહી હતી. એ જ્ઞાતપુત્રે એ હાસ્ય સામે એક આખું સ્મિત કર્યું. એ સ્મિતમાં તપસ્વીની દંતપંક્તિઓ ચમકી રહી, જાણે હજાર હજાર હીરાઓનું તેજ નિર્માલ્ય બન્યું ! આટઆટલાં મણિમુક્તા, આટઆટલા ભેટે પહાર નિરર્થક બન્યા ! અને કરપાત્રમાં
Page #168
--------------------------------------------------------------------------
________________ પુણ્યપ્રવાસ 15 રહેલા બાકુળા જાણે કૌસાંબીની તમામ રસવતીને ફિક્કા પાડવા લાગ્યા. વિકધર્મના ઉપાસકે આટઆટલી અવમાનના કૌસાંબીને માથે શા માટે લાદી ! જગત જાણશે ત્યારે શું કહેશે ? કૌસાંબીના એક ઉજળા કુળમાં ભાવના ને ભક્તિના અંશ જ નહીં ! જ્ઞાતપુત્ર નીચી નજરે પુનઃ સ્વસ્થાન તરફ પાછા ફરતા હતા. સ્વિસ્થ પગલે ને સ્કુર્તિદાયી ચાલે ચાલતાં ચાલતાં એમણે બેએક વેળા ચારે બાજુ જોયું. દૃષ્ટિમાં કેવી સ્વસ્થતા! કેટલી મેહની, કેવું તપબળ ! કુમાર મેતાર્ય ભક્તિભાવ ભર્યા વદને એ પુરુષપુંગવને જતા નિહાળી રહ્યો. આજની એની સૃષ્ટિમાં જાણે લક્ષ્મી, દ્રવ્ય, સત્તા, ડહાપણ, વિદ્વતા, બધું ઓસરી ગયું હતું અને દિલમાંથી કેઈ અનાહત નાદ જગી રહ્યો હતો કે આ બધું બેટું, આ બધા મિથ્યાભાસ! દુન્યવી દષ્ટિ સિવાય એની કશી કિંમત નહીં ! મેતાર્યની દૃષ્ટિ, ધીરે ધીરે દષ્ટિપથની બહાર જતી એ મૂર્તિ પર વળગી રહી. પ્રકાશનું એક વર્તુલ આખા દેહની આસપાસ ધૂમી રહ્યું હતું, ને અલંકારહીન, વસ્ત્રહીન એ મૂર્તિ જાણે શરીરસૌષ્ઠવનો નમૂનો લાગતી હતી. અસ્થિ, ચર્મ, મજા, માંસમય એ દેહ હતું કે પ્રકાશન સાકાર દેહધારી પુંજ હતો એનો નિર્ણય કરવો એકાએક અશક્ય હતો. પાર્શ્વનાથ સંપ્રદાયના અનેક સાધુઓને પરિચય એ પામ્યો હતો. જ્ઞાતપુત્રના પૂજક ને પ્રશંસક શ્રમણોને પણ એ મળ્યો હતો. એમનાં તપ, ત્યાગ ને નિસ્પૃહતાથી એ પૂરે પરિચિત હતોઃ ઘણાના વ્યક્તિત્વથી એ અંજાયા હતા, કેટલાયને એણે પૂજ્યા, માન્યા ને સત્કાર્યા હતા પણ વગર પરિચયે કેવલ દર્શન માત્રથી માનવીની
Page #169
--------------------------------------------------------------------------
________________ 146 મહષિ મેતારજ બાહ્ય ચેતના મૂર્ષિત થઈ જાય એવું વ્યક્તિત્વ તે એ આજેજ જેવા પામ્યું હતું. આ વ્યક્તિને સ્પર્શ પામી ઋતુ પણ જાણે ખુશનુમા બની બેઠી હતી. બબે પહોર વીતી ગયા હતા, તે ય જાણે કેયલ ટહુકા કરતી હતી, વૃક્ષે મંજરીઓ વેરતાં હતાં અને ઠાર દ્વાર પર વાતો વાયુ જાણે નવીન સંદેશા લાવતો હતો. અજાણું, થોડે દ્રવ્ય ખરીદાયેલી પેલી દાસીની દશા નિરખવા જેવી હતી. એના નાના નાના અધરોષ્ટ પરથી સૂકાયેલી લાલી ફરીથી ઝળકી ઊઠી હતી. સીવાયેલી જીભ કંઈક મિષ્ટ સંગીત ગાઈ રહી હતી. “દાસી ચંદના!” રાજા શતાનિકે એને બોલાવી. એ ઘેલી બાળકી જાણે બધી ધબુધ વિસરી ગઈ હતી. એ તે અંતરીક્ષમાં કંઈ જેતી મિષ્ટ સ્વરે ગણગણતી જ રહી ! “મહારાજ ! ચંદના મારી દાસી છે. કૌસાંબીના બજારમાંથી મેં ખરીદી છે. એક સુભટ એને ચંપાનગરીથી તાજેતરના યુદ્ધમાંથી લૂંટના માલ તરીકે ઉપાડી લાવ્યો હતો.” “સ્ત્રી, લૂંટની–વેચાણની એક વસ્તુ !" મેતાર્ય વચ્ચે બોલી ઊડ્યો. ચંદના એને મન અત્યારે મહાન બની હતી. " હા, દાસદાસીઓનાં વેચાણ–યવિક્રય ક્યાં નવાં છે? હિરણ્ય, મણિ, માણેકની જેમ દાસદાસી પણ પરિગ્રહ જ છે ને!” “એને માનસ્વમાન, સુખદુઃખ કશું જ નહિ!” મેતાર્યના શબ્દોમાં વેધક ટંકાર હતા. મહારાજા શતાનિકના દિલમાં નવું તોફાન જાગતું હતું. એ વિચારતા હતા મારા વિજયની સુંદર તેજસ્વી છાયા નીચે કેટકેટલાં સ્ત્રીપુરુષ
Page #170
--------------------------------------------------------------------------
________________ પુણ્યપ્રવાસ 147 ગુલામ બન્યાં હશે ! કેટકેટલાં ભૂખે મર્યો હશે, બળાત્કારને આધીન થયાં હશે! એક યુદ્ધ એટલે શું? કાલે એ પ્રજા મારી પ્રજા પર તક મળે તે શા શા જુલમ નહિ ગુજારે !" હા, બેટા, વસુમતી !" અચાનક મૃગાવતીની ચીસ સંભળાઈ. રાણ દીનહીન દાસીને વળગી પડ્યાં હતાં ને ધ્રુસકે ને ધ્રુસકે રોતાં હતાં. રાજા શતાનિક આશ્ચર્યાન્વિત બની જોઈ રહ્યા. રાણી રડતાં રડતાં કહેતાં હતાં “નાથ, આ તે મારી બેન ધારિણીની પુત્રી ! ચંપાનગરીના રાજા દધિવાહનની પુત્રી ! " પુત્રી વસુમતી !" સત્તાના મદે બડેલાં સ્નેહનાં દ્વાર આપોઆપ ખુલી ગયાં. રાજા શતાનિકની આંખોના ખૂણું ભીના થયા. મારા પાપે આ દશા ! હાય રે રાજ્ય! રે સત્તા! ધિક્કાર છે મારા વિજય ને! વસુમતી, ચાલ, મહેલે ચાલ ! " “મહારાજ, મહેલ અને માળીઆમાં હવે મોહ નથી રહ્યો. નિગ્રંથ પ્રભુએ આજ મારો ઉદ્ધાર કર્યો છે. મારે દબાયેલે આત્મા આજે પોકાર કરે છે, મારા કલ્યાણ માટે, મારા જેવી અનેક દુખિયારી બેનેના આત્મિક ઉદ્ધાર માટે જાણે મને કોઈ આમંત્રી રહ્યું છે. ત્રી પરિગ્રહ નહિ,* પુરુષની મિલક્ત નહિ, એ પણ જીવન-મરણની, સત્કર્મ ને શીલની સ્વાધીન અધિષ્ઠાત્રી ! મારે રાહ હવે જ્યારે છે.” આ બેડી, આ દુઃખદ અવસ્થા મારાથી નથી જોવાતી.” રાણી મૃગાવતી ફરથી રડી પડ્યાં. * પ્રભુ મહાવીરના પહેલાં સ્ત્રી એ પરિગ્રહની વસ્તુ લેખાતી. પ્રભુ મહાવીરે એ ભાવનામાં સહુ પ્રથમ ક્રાન્તિ આણું. એમણે સમાજ અને ધર્મમાં સ્ત્રીને સ્વતંત્ર વ્યક્તિત્વ આપ્યું.
Page #171
--------------------------------------------------------------------------
________________ 148 મહર્ષિ તારાજ રાણીજી, ગઈ કાલ સુધી ઘડી પહેલાં જ મને પણ એ ભારભૂત લાગતી હતી, પણ આજે તો મારી દૃષ્ટિ આ બાહ્ય જગતને વીંધી આંતર જગતને સ્પર્શી રહી છે. હું તો કોણ માત્ર, આ આખું જગત આનાથી પણ મહાન બેડીઓમાં જકડાયેલું છે. હવેથી એ બેડી તેડીશ. પ્રભુએ મને તારી. મારા મનની હીનતા, દીનતા જાણે આજે ક્યાંય છે જ નહિ! આ સ્થિતિએ પ્રાપ્ત થવાનું મને દુઃખ નથી. અને દુઃખ હોય તે પણ તે પરમ સુખનું નિમિત્ત બન્યું છે. રાજાજી, તમે મારા ઉપકારી છે. પેલે સુભટ ને ઈર્ષ્યાથી બળીને મારી આ દુર્દશા કરનાર ધનાવહ શેઠનાં પત્ની મારાં હિતસ્વી છે. તેઓ નહેત તે પ્રભુનો આવો પ્રસાદ મને ક્યાંથી મળત! મૂડી બાકળામાં તે મેં લંકા લૂંટી!” વસુમતી, નહિ-નહિ ચંદના! એ મૂઠી બાકળા નહોતા, તારું જીવન અમૃત-જીવનસર્વસ્વ હતું. અમારાં તને વંદન છે !" મેતાયે લાગણીભર્યા દિલે ચંદનાને નમસ્કાર કર્યા. નગરજનોએ તેનું અનુકરણ કર્યું. ચંદના–ચરણરજ ચંદના ક્ષણવારમાં પૂજનીય બની ગઈ. એ દહાડે કૌસાંબી ધન્ય બની. મેતાર્યના જીવનની એ ક્ષણે પણ ધન્ય બની. જ્ઞાતપુત્રના પુનર્દર્શન માટે ઉત્સુક બનેલ મેતાર્ય થડા દિવસ ત્યાં રોકાયો, પણ છ માસે મૂઠી બાકુળા લઈને એ મહાન તપસ્વી પાછા ક્યાંયના ક્યાં ય અદ્રશ્ય થયા હતા. હવે દિવસો બહુ થયા હતા. રાજા શતાનિક અને રાણી મૃગાવતીની માયા ભરી રજા લઈ મહાન વૈરાગણ સતી ચંદનાની ચરણરજ માથે ચડાવી, મેતાર્ય પોતાના સાથે સાથે આગળ વધ્યો. આવાં અનેક સંસ્મરણે સાથે પ્રવાસ ખેડીને મેતાર્યકુમાર
Page #172
--------------------------------------------------------------------------
________________ પુણ્યપ્રવાસ 149 પાછા ફર્યા ત્યારે દ્રવ્યની પિઠોની પિઠે તેમની સાથે હતી, કેટલાય કીમતી માલ ભરી ભરીને સાથે આણવામાં આવ્યો હતે. યોજન જન જેટલેથી એમાં રહેલા સુંદર તેજાના, વસાણું ને અમૂલ્ય કેસર– કસ્તુરી-અંબરની સુગંધ સમસ્ત પ્રદેશને છાવરી દેતી હતી. ટૂંક સમયમાં રાજગૃહી આવી પહોંચશે એવા સમાચાર મળતાં ઠેર ઠેર એમના સ્વાગત માટે ભારે તૈયારી થઈ રહી. રાજગૃહી આખું શણગારાવા લાગ્યું. શહેરની આસપાસ સુગંધી ચંદન વગેરેનાં કણે વેરવામાં આવ્યાં, આસોપાલવ ને કાળી થંભથી માર્ગ શણગારવામાં આવ્યા. ધનદત્ત શેઠને સુખરવિ આજે પૂણ મધ્યાહુને ચડ્યો હતે. શેઠાણું તો નયનાનંદ પુત્રના આગમનના સમાચાર સાંભળી ઘેલાં બન્યાં હતાં. એમણે સાંભળ્યું હતું કે કુમાર પોતાની સાથે દેશદેશની સૌંદર્યવતી કુમારિકાઓનાં કહેણ લઈને આવે છે. આ સાંભળીને તો એમનો ઉત્સાહ હદયમાં સમાય સમાતો નહોતે. આટઆટલી સમૃદ્ધિ, વૈભવ ને કીતિ વરીને ઓવનાર મગધના મહાષ્ઠિના સ્વાગતમાં શી મણું રહે! એ દિવસે રાજગૃહીમાં માટે ઉત્સવ મનાવવામાં આવ્યા. 'કુમારની અર્થપ્રાપ્તિની કથાઓ રાજસભામાં ચર્ચાવા લાગી પણ કામ અને ધર્મપ્રાપ્તિની વાત જ્યારે સ્વયં કુમારે વર્ણવી ત્યારે તે આખી સભા સ્તબ્ધ બની ગઈ વિદ્વાન ને કુશળ વ્યવહારિક મેતાર્યને રાજસભાએ દેશદેશની સ્ત્રીઓનાં વર્ણન પૂળ્યાં. મેતાર્ય રસિક પુરુષ હતે. એણે તે આખું એક શંગારશાસ્ત્ર સજીને જાણે સભા સમક્ષ રજૂ કરી દીધું. કોટીવર્ષ-લાટની સુંદર કટિપ્રદેશવાળી સુંદરીઓ, કપિલ્ય-પાંચાલની વર્ણ શ્યામ પણ શરીરસૌષ્ઠવમાં દેવાંગનાઓને શરમાવે તેવી સ્ત્રીઓ, સૌ
Page #173
--------------------------------------------------------------------------
________________ 150 મહર્ષિ મેતારજ રાષ્ટ્રની નાજૂક કાચની પ્રતિમાશી પ્રમદા, પુષ્ટ ને કઠિન કુચભારથી નમ્ર દેથષ્ઠિવાળી મથિલ સુંદરીઓ, પ્રફુલ્લ કમળદળસમાં નેણવાળી સાકેત–કેશલની કામિનીઓ, મણિને સુવર્ણની મેખલાઓની શોખીન તાશ્રલિપ્ત ને બંગની રમણીઓ, પરવાળાના જેવા નાના એક્કસંપુટ ધરાવતી ને મંદમંદ વાણી વદતી કલિંગ-કંચનપુરની અબળાઓ, તિલક-વલયથી ઓપતી ને કાળસ્થળ પર પત્રલેખા કરવામાં કુશળ શ્રાવર્તિની સુંદરીઓ અને અનંગરંગમાં રતિ સમાન વત્સવામાઓની કથાઓ એવી લલિત રીતે કહી સંભળાવી કે તમામ સભાજને કોઈ શૃંગારકાવ્ય વાંચી રહ્યા હોય તેવો અનુભવ કરી રહ્યા. ધન્ય છે, કુમાર મેતાર્યની સિક્તાને!સભાને વાહવાહને નાદ કર્યો. કુમાર, તમે નિગ્રંથ જ્ઞાતપુત્રને સ્વચક્ષુએ નિહાળ્યા છે. અમને એ પતિતપાવન દેહમૂર્તિ વિષે કંઈ કહેશો?” મહામંત્રી અભયકુમારે અર્થ ને કામની કથાઓ પછી ધર્મકથા વિષે પણ આકાંક્ષા દર્શાવી. સાતપુત્રના નામશ્રવણની સાથે જ અલંકાર ને રસ વિષે ઉઘુક્ત થયેલ મેતાર્યને મુખપર સૌમ્યતા છવાઈ ગઈ. શંગારનાં વર્ણનમાં ચંચળ બનેલી એની જિ ને નયન જાણે સ્વસ્થ થઈ નમ્ર બની ગયાં. એણે ક્ષણવાર મૌન ધારણ કર્યું ને પછી વાત શરૂ કરીઃ સભાજને, શરઋતુના સૂર્યથી વિશેષ તેજસ્વી મુખમંડળવાળા, ચંદ્રમંડળથી પણ વિશેષ સૌમ્ય, સ્વયંભૂરમણ સમુદ્રથી પણ વિશેષ ગંભીર : અને રૂપમાં ઈદ્રને પણ ઝાંખા પાડે એવા એ મહાન ત્યાગી ભિક્ષનું વર્ણને મારા જેવાની સહસ્ત્ર જિલ્લાઓ પણ કરવા શક્તિમાન નથી. હું તે એ તેજસ્વી દેયષ્ટિનાં ઘડી બે ઘડી દર્શન કરી શક્યો છું પણ એ પ્રશાન્ત મુખ, એ કરુણાભર્યા નયનો, રાજરાજેશ્વરને નમાવે તેવી સ્વસ્થતા, એ ગંધહસ્તિના જેવી ચાલ, સાત હાથની કૃશ છતાં
Page #174
--------------------------------------------------------------------------
________________ પુણ્યપ્રવાસ 151 તેજસ્વી કાયા મારા સ્મરણપટમાંથી વિસરતાં નથી. નિશ્ચલ શ્રીવત્સવાળી છાતી જાણે મેરુપર્વતને છેદવામાં સમર્થ હોય તેમ ફૂલેલી હતી. કદી ન ભૂલી શકાય, સ્વપ્નમાં પણ જેનું સ્મરણ ચાલ્યા કરે તેવા એ પુરુષપુંગવે છે.” એ મહામાનવીના આહારવિહાર વિષે કંઈ કહેશો ?" મગધરાજે વચ્ચે પ્રશ્ન કર્યો. દેશદેશની સુંદર સ્ત્રીઓના વર્ણનમાં મગ્ન બનેલ રાજવીને જ્ઞાતપુત્ર વિષે પ્રશ્ન કરતા જોઈ પ્રજને પિતાના રસિક રાજવી વિષે અધિક કુતૂહલ જાગ્યું. પરમત્યાગી બુદ્ધના ઉપાસકની આવી જિજ્ઞાસા કેટલાકને નવીન લાગી, પણ પ્રજાને મેટો ભાગ હવે જાણતો થયો હતો, કે રાજા ચેટકની પુત્રી રાણી ચેલ્લણાએ અંતઃપુરમાં આવ્યા પછી મહારાજ પર જાદુ કરવા માંડ્યો હતો. “એ મહામાનવને-પુરુષસિંહને સ્વલ્પ પરિચય પામ્યો એ મારા અલ્પ ભાગ્યની એંધાણી છે : પણ મહારાજ ! ઉપવાસ એ એમનો આહાર છે, ને મૌન એમની વાણી છે. ત્યાગ એ એમને સંદેશ છે. કદી વાચા સૂરે છે, તે સાંભળવાનું અહોભાગ્ય પામનારાં વાત કરે છે કે જાણે કોઈ દિવ્ય ગવૈયાએ માલકોશ રાગ છેડ્યો; એવી મધુરતા લાગે છે. એમના આહારવિહારનું વર્ણન કરતાં જાણે સ્વયં કવિ બની જવાય છે. ઉપમા-ઉપમેય પણ જડતાં નથી. પવન પેરે અપ્રતિબદ્ધ, શરશ્ચંદ્રની જેમ નિર્મળ, કચ્છપની પેરે ઈોિને ગોપવનાર, ખડગી (ગુંડા) ના શંગ જેમ એકાકી, ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત; મહાન હસ્તીની જેમ પરાક્રમી, વૃષભની જેમ સંયભભારના નિર્વાહમાં સમર્થ, સિંહસમ દુધ, મેરુની જેમ દુર્ઘર્ષને સાગરસમ ગંભીર છે.” શ્રેષ્ઠિકુમાર; Wii વિશેષતાથી અમારે જ્ઞાતપુત્રને પિછાણવા, પરિચય કરવા ને સત્કારવા?” વૃદ્ધ નગરજને વચ્ચે પ્રશ્ન કર્યો. " સૂર્યને જેમ સૂર્ય તરીકે પિછાણવા માટે ઓળખાણ આપવાની
Page #175
--------------------------------------------------------------------------
________________ ૧૫ર મહર્ષિ મેતારજ જરૂર નથી; એમ આ મહાપુરુષ સ્વયં પિછાની શકાય છે. છતાં ય તત સુવર્ણના જેવા વર્ણવાળા, સાત હાથની કાયાવાળા એ પરમ તારણહારને પિછાણવા બહુ સહેલ છે. ગાય દેહવાના આસનની જેમ બેઠેલા, સુગંધમય શ્વાસોશ્વાસવાળા એ પ્રભુને પગે સિંહનું લાબું (લાંછન) છે.” ધન્ય છે કુમાર તમારી વિદ્વતાને, તમારા પ્રવાસને ! જાણ સ્વચક્ષુએ નિહાળતા હોઈએ એમ ભાસે છે. તમારી વર્ણન શૈલી ને તમારી નિરીક્ષણ શક્તિનાં અમે ભૂરિસૂરિ અભિવાદન કરીએ છીએ.” મગધરાજ, મહામાત્ય ને સર્વ સભાજનેએ ઉપરના શબ્દોમાં કુમારનાં વખાણ કર્યા આઠ આઠ કન્યાઓનાં માગની રસભરી કથાઓ પૂર્ણ થયા પછી મહાસતી ચંદનાની વાતોએ પ્રજાના હૃદયમાં જ્ઞાતપુત્ર પ્રત્યે નવીન જ સ્નેહ જન્માવ્યો. રાજગૃહી કેટલાય દિવસ સુધી કર્ણોપકર્ણ આવી ચર્ચાઓ કરવામાં મગ્ન રહ્યું.
Page #176
--------------------------------------------------------------------------
________________ હાથ તાળી [14] ગંગાની ગિરિકંદરાઓમાં સરી ગયેલો રોહિણેય ઘાયલ વાઘની જેમ કૂદ, તાડૂક વૈભારગિરિની ગુફામાં આવીને છૂપાઈ ગયે. આ પ્રચંડ ગિરિમાળની કિલ્લેબંદી ભેદીને આવવાની કોઈની તાકાત નહોતી. એના શરા સાથીદારોની માવજતમાં એ કેટલાક દિવસો ઘાની સારવાર કરાવતે પડ્યો રહ્યો. પણ માતંગ અને મેતાર્યને સાજા થતાં જેટલા દિવસો લાગ્યા એટલા દિવસે એને ન લાગ્યા. પર્વતનાં વૃક્ષમૂળાએ, વનલતાઓના રસએ અને જાનવરોના અંગેમાંથી ઉપજાવેલી ઔષધિના બળે એ જલદી સાજો થઈ ગયો. એના ઘા પૂરાઈ ગયા ને ફરીથી એની નસોનું લેહી થનગનાટ કરવા લાગ્યું. રોહિણેય અને એના દાદાના સ્વભાવ વચ્ચે એક જ મેટે ભેદ હતે. એના દાદાની વીરતા અવિચારી ને કર હતી. રોહિણેય વિચારશીલ હતે. એ દરેક બાબતની સારાસારતાને તાગ લઈ શકતો. એને દાદ જ્યાંથી પાછો પડતો ત્યાં જ ફરી પાછો ઝનૂનપૂર્વક સામે ધસતે, ને મારીને કાં મરીને જ નિરાંત લેતે. વીર ને વિચારશીલ રોહિણેય આ બાબતમાં જુદો પડત. રાજગૃહીની એની પ્રચંડ લૂટ પછી દ્રવ્યની તે રેલમછેલ થઇ ગઈ હતી. એણે સાથીદારોને ધરવી દીધા હતા, અને સહુ આ લૂંટને
Page #177
--------------------------------------------------------------------------
________________ 154 મહષિ મેતારજ wwwwwww સફળ લેખતા હતા. કેવળ રહિણેય જ આ પ્રયાસને નિષ્ફળ પ્રયાસ લેખી ઘણીવાર દુઃખ જાહેર કરતે. આટઆટલી માહિતીઓ, આટઆટલા વેશ પરિધાને, આટઆટલી જહેમત લીધી પણ ધાર્યું ન થયું. મારે કંઈ લક્ષ્મીની ભૂખ નહોતી. મગધરાજના સિંહાસન પર બે દહાડા પણ રહિણેયની છત્રછાયા ઢોળાત તે કેવી નામના થાત ! મારા નામની મુદ્રાઓ, મારા નામના હુકમ : મારા નામનો જયજયકાર !" કેવી બાલીશ કલ્પના !" વવદ્ધ ને અનુભવી સાથીદારો હસી પડતા. રોહિણેય છેડાઈને કહેઃ “કલ્પના નથી, દાદાની ભાવનાની પરિપૂતિ છે. મગધના ક્યા સૈનિકેથી તમે ઓછા ધનુર્ધર છો? ક્યા વીરથી તમે ઓછા પરાક્રમી છે ! શા માટે તમે લૂંટારા અને તેઓ કીતિવાન સિનિક ! બંનેનું પણ એક જ સ્થળેથી થાય છે. તેઓ પણ પ્રજાને લૂટે છે. આપણે પણ પ્રજા પાસેથી બાવડાના બળે મેળવીએ છીએ! પછી શા માટે તમે હીન! તમે નીચા ! બ્રાહ્મણો ને ક્ષત્રિય કેમ મેટા?” રોહિણેયના શબ્દોમાં અમોઘ બળ હતું. શેખી કરતા બધા સાથીદારોના દિલમાં એકાએક સ્વાભિમાન ઊગી આવ્યું. એમનાં મસ્ત મગરૂરીમાં ટટ્ટાર બની રહ્યાં. મારે તે હિણાયેલાઓનું રાજ માંડવું હતું. આજે બે દિવસની બાદશાહી મેળવી તે કાલે મારે કઈ સમેવડી એથી અદકું પરાક્રમ કરી બતાવત, પણ નસીબે સાથ ન પૂર્યો ! " હજી ક્યાં જિંદગી વીતી ગઈ છે?”
Page #178
--------------------------------------------------------------------------
________________ હાથતાળી 155 wwww : ", “પણ આવેલી પળ વીતી ગઈ. છતાં એમ ન માનશો કે હું નિરાશ બની બેઠે છું. દાદાની આખરી ઈચ્છા પૂરી કરીને જ જે પ વાળીશ.” પણ એના આ શબ્દો હજી મુખમાં જ હતા, અને એક મોટા કૂતરે ભયંકર ચિત્કાર કરતો ધસી આવ્યો. એ રેહિણેયને વફાદાર ચેકીદાર “ખડગ હતો. ખડગને કારણે ઘાયલ કર્યો? સહિણેય એકદમ ઊભો થઈ ગ. એને અવાજ ભયંકર બન્યો હતે. પણ હજી એ વિષે વધુ માહિતી મળે ત્યાં તે એક પલ્લીવાસી દોડતે ધસી આવ્યું. એનાં અંગેઅંગ ચાળણીની જેમ તીરેથી વીંધાઈ ગયાં હતાં. " મહારાજ, ના ! પલ્લી ઘેરાઈ ગઈ છે. અને તરત જ એ વફાદાર સેવક ધરણી પર ઢળી પડ્યો. એનું પ્રાણપંખી ઊડી ગયું. “અરે, આ તે ગંગાતટનો આપણો સેવક કંચન ! જે પલ્લીની સામે આંગળી ઊંચી કરવાનું સાહસ ભલભલા મહારથીઓ ન સેવે એના પર હલ્લો ! અશક્ય, અસંભવ !" “અસંભવને પણ સંભવ કરે તેવા મહામાત્ય અભયનું આ કામ છે. એણે આપને જીવતા પકડી મગધના સિંહાસન સમક્ષ રજૂ કરવાની પ્રતિજ્ઞા કરી છે.” દોડી આવેલા બીજા પલ્લીવાસીએ વાત કરી. મને–રોહિણેયને પકડવાની હામ !" વદેહી રેહિણેયે પ્રચંડ હાક મારી, અને મુખેથી જાનવરના જેવો અવાજ કર્યું. દિશાઓએ એ બેલ ઝીલી લીધે ને પડ પાડ્યો.
Page #179
--------------------------------------------------------------------------
________________ 156 મહર્ષિ મેતારજ પણ આજે આ શું બન્યું? જે અવાજના અનુસંધાનમાં અનેક અવાજે પુનરાવર્તન પામતા અને ક્ષણવારમાં વીર સાથીદારોથી પલ્લી ઉભરાઈ ઊઠતી; ત્યાં આજે બધું ચૂપચાપ કેમ ! ફરીથી એણે અવાજે કર્યા છતાં ય એ જ નિસ્તબ્ધતા ! મદમસ્ત હાથી પાગલ બનીને ધ્રુજી ઊઠે એમ રોહિણય ધ્ર. એણે મોટે પરશુ હાથમાં લઈને ચારે તરફ ઘુમાવ્યો. હવામાં પણ એક મોટો ઝળઝળાટ પેદા થયો. એ દેડીને એક વૃક્ષ પર ચડી ગયે. દૂર દૂર નજર નાખી જોઈ, પણ એણે કંઈ ન નીરખ્યું. ' “મારા વીર સાથીદારો, અજબ રીતે પલ્લી ઘેરવામાં આવી છે. જે પલ્લીને છંછેડતાં મહાન રાજાનાં સૈન્યો દૂજે જે પલ્લીના ઈતિહાસમાં દુશ્મનના પડછાયા નથી આલેખાયાઃ એ જ પલ્લી આજે મંત્રભરી રીતે ઘેરાઈ ગઈ છે. સામાન્ય દુશ્મનને સામને નથી. કઈ ચતુર સાથે કામ પડયું છે.” ચતુર સાથે ચતુરાઈથી જ કામ લઈશું.” પાસે ઊભેલા સાથીદારે કહ્યું આપણું સાથીઓ કાં તે પકડાઈ ગયા છે, કાં તો મૃત્યુ પામ્યા છે. આપણા માથે જ પલ્લીના રક્ષણને ભાર છે. બહાદુરે. તૈયાર છે ને!” પલીપતિ મહારાજ સહિણેય માટે મૃત્યુ સાથે પણ લડવા તૈયાર છીએ.” હાજર હતા તે બધાએએ જ્યગર્જના કરી. હા, હા. હવે કંઈ કંઈ દેખાય છે. તીડના ટોળાની જેમ ઊડતું ઊડતું સિન્ય આવી રહ્યું છે. સાવધાન !" સાવધાન, પલીપતિ આજે અજબ રીતે આપણે ઘેરાયા છીએ. આટલા લશ્કર સામે આપણે નહીં ટકી શકીએ. તમારે ઉષ્ણીષ,
Page #180
--------------------------------------------------------------------------
________________ હાથતાળી 157 મને આપે, આપ નાસી છૂટો ! " “હું નાસી છૂટું ?" હા, હા, નહિ તો આજે આ પલ્લીની અહીં સમાપ્તિ થશે. આપણું કલ્પનાઓ ધૂળ મળશે.” વફાદાર સાથીદારે રોહિણેયના માથાનો કિંમતી ઉષ્ણીષ લઈ છાતી પરને હીરાજડિત પટો પણ ખેંચી લીધો. “સિન્યની પહેલાં સૈન્યનાયકે મરવું ઘટે! મરશું તો બધા સાથે જ! આજે હાથે હાથ અજમાવી લેવાની ઈચ્છા થઈ છે. મગધને એ અમાત્ય મારા ઘા પણ જેતે જાય.” “વિવેકને ન વિસારે પડે. તમે આગળ વધશે તે તીડનાં ટોળાંની જેમ ઊલટી આવતાં આ દળો તમને કાં તો કેદ કરી લેશે કે કાં તે તમારા પ્રાણને હાનિ પહોંચાડશે. બંને રીતે પલ્લીવાસીઓ અનાથ બનશે, અને દાદાનું મહાન સ્વપ્ન ધૂળમાં મળશે.” અનુભવી સાથીદારે કંઈક રોષમિશ્રિત અને કંઈક માયાભર્યા અવાજે કહ્યું: બળ સામે બળ ને કળ સામે કળ, એમ તમારું કહેવું છે ને?” રહિણેયે ચારે તરફ નજર ઘુમાવતાં કહ્યું: “વારુ, વારુ, મગધના મહામાત્યને મારા બળનો તે પર મળે છે, હવે જરા કળને પરિચય પણ આપી દઉં. ભલે એના સૈનિકો ખાલી હાથે મગધમાં જઈને આપણું કુશળતાની પણ વાત કરે !" એક જ ક્ષણ ને રોહિણેય પાસેની ગુફામાં સરી ગયો ! આખી પલ્લીને ઘેરવા ધસતાં સૈનિક દળો હવે નજીક આવ્યાં હતાં. સેનાનાયકના દિલમાં અનેરો ઉત્સાહ હતો. આખી પલ્લીને ઉજજડ કરી મૂકી હતી. કેટલાયને ભગાડી મૂક્યા હતા, સામા થયેલા ઘણાને
Page #181
--------------------------------------------------------------------------
________________ 158 મહર્ષિ તારાજ move યમશરણું પહોંચાડ્યા હતા, ને તાબે થયા તેને મુશ્કેટોટ બાંધી નિઃશસ્ત્ર બનાવ્યા હતા. આજે તો આ સિન્ય ને સૈન્યપતિ જીવનમરણને સેદે કરીને ધસતાં હતાં, કારણ કે સૈન્યપતિ મહામાત્ય અભયે મગધની કીર્તિ સામે બાથ ભીડનાર રોહિણેયને પકડવાની પ્રજા સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાને ઘણા ઘણું દિવસ વીતી ચૂક્યા હતા. અનેક યુક્તિ પ્રયુક્તિઓ, ઘણું ઘણું ચતુરાઈઓ અને ચાલાકીના બળે આજે આટલું સાહસ ખેડી શકાયું હતું. ઘેરી લો તમામ પલ્લીવાસીઓને!” સેનાનાયક મહામાત્ય અભયે પ્રચંડ અવાજે કહ્યું: નિકે વેગથી ધસ્યા, પણ એમ પલ્લીવાસીઓ નમતું તેને એવા નહતા. તેઓએ ક્ષણમાત્રમાં પિતાના ગણ્યાગાંઠયા યોદ્ધાઓને બૃહમાં ગોઠવી દીધાઃ ને ભયંકર તીરના ટંકારથી જવાબ આપ્યો. એક તરફ સંપૂર્ણ રીતે સુસજજ ને વિજ્ય પર વિજય કરતા આવતા સૈનિકે ને બીજી તરફ હાથ આવ્યાં તે શસ્ત્ર સજીને મેદાને પડેલા થડાએક પલ્લીવાસીઓ હતા, છતાં નાનું એવું યુદ્ધ પણ મર્દાનગીની કસોટી કરે તેવું બન્યું. બરાબર યુદ્ધ જામ્યું હતું, ત્યાં અચાનક ગિરિકંદરાઓમાંથી હુંકાર કરતું એક જંગલી જાનવર નીકળી આવ્યું. ભયંકર વનપશુ ! પગની મોટી ખરીઓ અને મસ્તકનાં ભારે શિંગડાંથી પૃથ્વીને ખોદતું, ધૂળ ઉડાડતું ને એક વાવંટોળ જમાવતું એ પશુ ક્ષણવારમાં યુદ્ધનું મેદાન વટાવીને બહાર નીકળી ગયું. યોદ્ધાઓનાં શસ્ત્ર ક્ષણવાર થંભી ગયાં ને ક્ષણમાત્રમાં અદશ્ય થતા એ પશુ તરફ આશ્ચર્યની નજર નાખી પુનઃ યુદ્ધ શરૂ કર્યું. પલ્લીવાસીઓ જેવા તેવા વીર નહોતા, તેઓ પ્રાણના ભોગે પણ શ નીચાં ન મૂક્તઃ પણ તેઓનું ધારેલું કાર્ય પૂર્ણ થયું હતું.
Page #182
--------------------------------------------------------------------------
________________ હાથતાળી 159 હીરાજડિત પટે ને કીમતી ઉષ્ણુપ પહેરેલો પલ્લીવાસી એકદમ આગળ ધસી આવ્યો. એણે શસ્ત્ર નીચે નાખી દીધાં, ને બંને હાથ ઊંચા કરી શરણાગતી માગી. બહાદુરે, પકડો એ લૂંટારાને, અને તમામ લૂંટારાઓનાં શો કબજે કરી લે !" મર્દાનગીનાં પાણી માપી લે એવા યુદ્ધને આવો સુખદ અંત જોઈ મગધના સૈનિકો એકદમ ઉત્સાહમાં આવી ગયા. તેઓએ દોડીને હીરાજડિત પટા ને ઉsણષવાળા નાયકને પકડી લીધો. પલીવાસી થોદ્ધાઓએ તજેલાં તમામ શસ્ત્રો કબજે કરી લીધાં ને મહારાજ મગધરાજનો ને મહામાત્ય અભયો જયજયકાર બોલાવતા પાછા ફર્યા. સૈનિકે પણ ઉત્સાહમાં હતા, બંદીવાને પણ આનંદમાં હતા; પણ બંનેની ગતિમાં ભેદ હતે. સિનિકે બને તેટલી ઝડપથી આ ભયંકર પલ્લી વટાવી જવા ઈચ્છતા હતા ને બંદીવાને જાણે પિતાની પ્યારી ભૂમિ છોડવાની ઈચ્છા ન હોય એમ મહામહેનતે ઢસડાતા ઢસડાતા ચાલતા હતા. તમામ બંદીવાનોની આંખે વારે વારે એક જ દિશામાં ખેંચાતી હતી. અને તે પણ પેલું ભયંકર જાનવર ગયું તે દિશામાં. આમ ને આમ ડે પંથ કપાયે ત્યાં દૂર દૂર આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઊઠતા દેખાવા લાગ્યા. આકાશ કાળું સ્થાન બની રહ્યું હતું. આ જોઈને તમામ પલ્લીવાસી બંદીવાને ગેલમાં આવી ગયા ને જોરજોરથી ઘોષણા કરવા લાગ્યા. “જ્ય હો મહારાજ રેશહિણેયની.” તમામ સૈનિકે આ બૂમથી ચમકી ઊઠ્યા. તેઓએ બંદીવાનને
Page #183
--------------------------------------------------------------------------
________________ 160 મહષિમેતારજ બાંધેલા પાશ ને દેરડાં ફરીથી કસીને બાંધી લીધાં, રખેને આ રીતે તેફાન મચાવી બંદીવાનો નાસી ન છૂટે, ઉપરાંત મહામાત્ય અભયે સાથે ચાલતા સિન્યને ચાર ભાગમાં વિભક્ત કરી નાખ્યું. આ જનાથી સૈનિકેની જીવતી ચાર દિવાલ રચાઈ ગઈ પણ આશ્ચર્યની વાત એ હતી કે બધા કરતાં પેલો કિમતી ઉષ્ણીષ ને હીરાજડિત પટાવાળા જોરજોરથી બૂમ પાડતે હતઃ મહારાજ રહિણેયની જય !" “વાહ વાહ રે મહારાજ રહિણેય ! તમારે જયજયકાર ઉચ્ચારનાર બીજા કેઈન રહ્યા તે હવે તમે સ્વમુખે જ્યકાર કરી રહ્યા છો !" મહામાત્ય અભયે વિજયની ખુમારીમાં મૂછે તાવ દેતાં કહ્યું: “મૂંઝાશો મા, મહારાજ રેહિણેય, મગધની શેરીએ શેરીએ તમારા જ્યકારની વ્યવસ્થા જ છે. આવા વેશમાં ખુબ રૂપાળા લાગશે, હો! બંદીવાનને દોરદમામ શોભે છે, ખરે; હે મહારાજ રેહિણેય !" મહામાત્યે મહારાજ રેહિણેયના સબંધનને બેવડાવ્યું. “ક્યાં છે મહારાજ રેહિણેય? મગધના મહામંત્રી, શું તમે મારું સ્વાગત મહારાજ રોહિણેય તરીકે કરે છે? વાહ, વાહ ! " અને તે પલ્લીવાસી ખડખડાટ હસી પડ્યો. હું તારી લુચ્ચાઈ. જાણું છું; ચાલાક લૂંટારા ! મગધના મહામંત્રીને બનાવ સહેલ નથી. એ બહાને તારે છટકી જવું છે !" મહામાત્યે શાંતિથી જવાબ વાળે. ના, ના, મહામંત્રી ! છટકવાની લેશમાત્ર મારી ઈચ્છા નથી. મગધને ન્યાય જે શિક્ષા કરે, અને તે ગમે તેવી ક્રૂર હોય તે પણ તેમાંથી છૂટવા હું ઈચ્છતો નથી. મહારાજ રેહિણેય અમર તપે, એ છૂટયા એટલે અમારાં હજાર જીવન-મૃત્યુ કુરબાન છે!” “શું તું રોહિણેય નથી ?"
Page #184
--------------------------------------------------------------------------
________________ હાથતાળી 161 “ના, હું તે એને દાસાનુદાસ છું.” “શી ખાતરી ?" “ખાતરી ? ખાતરી મારા દેદાર ! બુદ્ધિનિધાન મહામંત્રી, શું તમે એમ કલ્પ છે કે મારા જેવા જ રૂપગુણવાળા મહારાજ રેહિણેય હશે?” બંદીવાને જરા હસીને કહ્યું, જાણે એને સામે ઊભેલા મગધના પ્રચંડ પુરુષાર્થી મહામાત્યની કેાઈ પરવા જ ન હતી, એનું રમમ મહારાજ રહિણેય સલામત સ્થળે પહોંચી ગયાના આનંદમાં નાચી રહ્યું હતું. ત્યારે ક્યાં છે તારો રોહિણેય !" “મહારાજ રોહિણેય ક્યાં છે?” તે છડા નામને સુધારો હોય એમ પલ્લીવાસી બોલ્યોઃ “હવે ભેદ કહેવામાં વિઘ નથી. મગધના સમર્થ મંત્રીરાજ, જુઓ, ૫ણે આકાશમાં ધૂમાડાના ગોટે ગોટા ચડી રહ્યા છે.” “હા. હા! શું એ ત્યાં છુપાયે છે ?" મહામંત્રીએ અધીરાઈમાં વચ્ચે પ્રશ્ન કર્યો. “ના, ના, ત્યાં નથી છુપાયા.” ફરીથી શિક્ષકની અદાથી મહામંત્રીની છડી ભાષાને એણે સુધારીઃ “એ તો સલામતીની નિશાની માત્ર છે. એ ધુમાડાના ગોટેગોટા એમ કહી રહ્યા છે, કે યમરાજને પણ શોધવું દુર્લભ બને એવા સ્થળે એ પહોંચી ગયા ! " “હું ગમે ત્યાંથી પકડી પાડીશ.” મંત્રીરાજ, પેલા ઊંચે ઊંચે આકાશમાં ચડતા ધુમાડાના ગોટાઓને પકડી પાડી શકશો? જો એ કરી શકશે તો જ તમે 11
Page #185
--------------------------------------------------------------------------
________________ 12 મહર્ષિ તારાજ મહારાજને પકડી પાડી શકશો !" “મહારાજ ?" પલ્લીવાસીના મહારાજ શબ્દને મહામાત્યે તુચ્છકારપૂર્વક ઉચ્ચાર્યોઃ “મહારાજ! વાહ રે મહારાજ ! કાયરની જેમ ભાગી છૂટયો ! નામર્દો મહારાજ !" મંત્રીરાજ, મુકાબલો થાય ત્યારે જ ખબર પડે કે કણ નામર્દને કેણવીર? બાકી આજે તે મહારાજ રહિણેય જગતમાં બુદ્ધિનિધાન મહામંત્રીની બુદ્ધિની ફજેતી કરવા જ નાસી છૂટયા છે. મગધની ભરબજારો વચ્ચેથી જ્યારે આપણે નીકળીશું, અને મગધની પ્રજા કે જેણે મહારાજ રેહિણેયને આંખ ભરી ભરીને નીરખ્યા છેઃ એ જોશે કે આ તે રોહિણેય નહિ, પણ એના દાસાનુદાસને રોહિણેય સમજીને મહામંત્રી પકડી લાવ્યા છે. ત્યારે કેવી હાંસી થશે? બુદ્ધિનિધાન મંત્રીની હેશિયારી પર કેવાં વ્યંગબાણ કરશે? મહામંત્રી, પ્રજા એ વખતે કેને ધન્ય ધન્ય કહેશે? એ વખતે અંતરમાં કેની બુદ્ધિની વાહવાહ પિકારાશે ? કુશળ માછીમારની જાળમાં મગરમણ્યને બદલે એક નાને મત્સ્ય સપડાયેલો જોઈ લો કે શું શું કહેશે ? ચાલ, જલદી પગ ઉપાડો ! મગધની શેરીએ શેરી અમારા જયજયકાર માટે રાહ જોતી ઊભી હશે.” આ શબ્દો નહોતા. એકેક ભાલાનો ઘા હતો. અને જે આ વાચાળ લૂંટારાની વાત સાચી હોય તે બદનામીને ક્યાં આરો હત ! મહામંત્રીએ તરત કુમાર મેતાર્ય અને માતંગને સાચા રોહિણેયને પરખવા માટે તેડું મોકલ્યું. મગધમાં પવનવેગે મહામાત્યની યશગાથાઓ પહોંચી ગઈ હતી. અજેય એવા રોહિણેયને વશ કરીને જીવતે પકડી લાવનાર મહામાત્યના સ્વાગતની તૈયારીઓ પણ ચાલી રહી હતી. એવામાં કુમાર મેતાર્ય અને માતંગના તેડાના સમાચારે એક નવી જ હવા પ્રસરાવી.
Page #186
--------------------------------------------------------------------------
________________ હાથતાળી 163 પ્રજા અનેક જાતના તર્કવિતર્ક કરતી રાહ જોવા લાગી. મહામાત્ય અભયે સૈન્ય સાથે ગંગાતટે પડાવ નાખ્યો હતે. પલ્લીવાસીઓ અત્યંત ગેલમાં હતા. સૈનિકે આ નવી જાતની શંકાથી વ્યગ્ર બની રહ્યા હતા, ને તેઓને પુરુષાર્થ આમ એળે ચાલ્યો જાય એ તેમને રૂચતું નહોતું. સહુ કાગના ડોળે મેતારજ ને માતંગની રાહ જોતા હતા. માતંગ તે રોહિણેયના સ્વજનોમાંને એક હતો. એણે બાળપણથી એને નિહાળ્યું હતું. મેતાર્યને પણ રાજગૃહીની લૂંટમાં એને પૂરત પરિચય થયો હતો. મેતારજ અને માતંગ બંને ટૂંક સમયમાં અ ખેલાવતા છાવણીમાં આવી પહોંચ્યા. તેઓના આવતાની સાથે જ મહામંત્રીએ વેશધારી રોહિણેયને સામે ઉપસ્થિત કર્યો. મેતારને શાંતિથી નજર નાખી ધીરેથી મસ્તક હલાવી ઈનકાર ભ, પણ માતંગ તે ખડખડાટ હસી પડ્યો. “અરે, આ તે રહિણેયને વફાદાર સાથી કેયૂર! " “કેયૂરે મને છેતર્યો? દગો ! એને કૂતરાને મોતે મરવું પડશે.” છોભીલા પડેલા મહામાત્યનો ક્રોધ ભર્યો અવાજ ગમ્યું. ભલભલાને ગભરાવી મૂકે એવો આ પડકાર હત; પણ જાણે કેયૂર પર કશી જ અસર નહતી. મંત્રીરાજ, મહારાજ રોહિણેયની સલામતી માટે ગમે તેવા ક્રૂર મતથી પણ કેયૂર ડરતો નથી. અને વળી વિચાર તે કરે કે જ્યારે મેં મહારાજ રહિણેયનો આ ઉષ્ણીષ પહેર્યો ત્યારે હું કંઈ મોજ માણવા મેદાને પડતે નથીઃ પણ એક મગધના સમર્થ વીર સામે બકરી બાંધું છું એનું મને પૂરેપૂરું ભાન નહિ હેય? શસ્ત્રોથી ન ડરનાર શોથી ડરશેઃ એમ માનો છે મંત્રી રાજ?” કેયુર પૂર્ણ સ્વસ્થતાથી
Page #187
--------------------------------------------------------------------------
________________ 164 મહષિ મેતારજ બોલતે હતો. તારે રોહિણેયને પત્તો આપવો પડશે.” “સૂર્યને પશ્ચિમમાં ઉગાડી શકે તે પણ નહિ!” કેયૂરે છાતી ફૂલાવતા ને એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું, અને સાથે સાથે ઉમેયું: “હું તે શું, પણ મારા આ સામાન્ય પલ્લીવાસીઓ પાસેથી પણ એવી વ્યર્થ આશા સેવશો નહિ!” મંત્રી રાજ, આવા નરને તે મગધના કેઈ સેનાપતિને હોદો શોભે ! કેવી વીરત્વભરી વફાદારી!” કુમાર મેતાર્યથી ન રહેવાયું. તે વચ્ચે બોલી ઊઠયોઃ અને મારી પ્રતિજ્ઞાનું શું ?" મહામાત્ય અભયે કંઈક ખેદ પૂર્વક વચ્ચે પડેલા મેતાર્યને પ્રશ્ન કર્યો. * “પ્રતિજ્ઞા પૂરી કરી શકે છે, અને તે પણ કેવલ લૂંટારાઓને પકડીને, જેર કરીને કે મારીને નહિ પણ તેમને મગધના શક્તિસ્થંભ બનાવીને! બુદ્ધિનિધાન, આપ કાં ભૂલો છો, કે આ પણ પ્રતિજ્ઞાની પ્રથમ પાદપૂતિ છે. અજેય એવી પલ્લી આપે નષ્ટભ્રષ્ટ કરી, કેયુર જેવા વીર ને વિચક્ષણ સાથીદારોને આપે કેદ કર્યા, હવે બાકી રહ્યો કેવલ રહિણેય ! એ આપના પરાક્રમ પાસે કેટલે સુધી બચશે; મારું તે કહેવું માત્ર એટલું છે, કે આ શક્તિના સ્કુલિંગને સારે રસ્તે વાળો. એમની બોલવાની છટા, ચાલવાની છટા, લડવાની છટા, શું સામાન્ય છે? મંત્રીરાજ, રોહિણેયને દાદો કેવલ લૂંટારો નહતો, એ તે મહાન સુધારાઓની આશા સેવનાર વીર હતું.” મેતાર્યનાં ચતુરાઈથી ભરેલાં વાક્યોએ મંત્રી રાજના દુભાએલા દિલ પર શાન્તિના જળને છંટકાવ કર્યો. આ પ્રસંગથી પિતાની
Page #188
--------------------------------------------------------------------------
________________ - 165 હાથતાળી જાતની થયેલી અવમાનનાને ક્રોધ દૂર થઈ ગયો. ક્ષણવારમાં એમનું મન પણ આચના કરવા લાગ્યું કે મારા અને કેયૂરમાં કયા તત્વની ખામી છે કે જેથી કેયૂર લૂંટારે કહેવાય ને હું મહામંત્રી કહેવાઉં. મહામાત્ય થોડીવાર ઊંડા વિચારમાં ઊતરી ગયા. બીજી ક્ષણે તેમણે હુકમ કર્યો. “વારુ, સંદેશવાહકોને કહો કે મગધરાજને ખબર આપે છે હિણેય સિવાય બધા લૂંટારાઓ પકડાયા છે, ને બાકી રહેલા એ લૂંટારાને પકડવા મહામંત્રી સ્વયં પોતાના થોડાએક સાથીદારો સાથે આગળ વધ્યા છે.” સંદેશવાહકે મારતે ઘોડે રાજગૃહીમાં આવ્યા. મગધરાજે આ સમાચાર સાંભળી ધન્યના શબ્દો ઉચ્ચાર્યા. પ્રજાને પણ પોતાના મહામાત્યની શક્તિ વિષે માન ઉપર્યું. સન્ય કુમાર મેતાર્થ ને માતંગની સાથે લૂંટારાઓને લઈ રાજગૃહીમાં. પ્રવેશ્ય.
Page #189
--------------------------------------------------------------------------
________________ જ્ઞાતપુત્રને ચરણે [ 15 ] પારિજાતકના છોડને ગમે ત્યાંથી ઉપાડી લાવી વાઃ એ ઊગશે ને ખીલશે ત્યારે તે ગમે તેવો પ્રદેશ ને ગમે તેવું વાતાવરણ હશેઃ તે પણ એની એ જ સુગંધ વહાવશે, વાતાવરણને મુદિત કરશેઃ ને સશક્ત ધ્રાણેન્દ્રિયવાળાની આપોઆપ પ્રશંસા પામી ઊઠશે. પરમયૌવના–મહારાજ ચેટની પુત્રી રાણી ચેલ્લણ માટે પણ એવું જ બન્યું. આર્યાવર્તન એ પરમ સંસ્કારી રાજવીની પુત્રીનું હરણ કર્યું, એ વેળાં મગધનાં ઘણું માનવીઓને લાગ્યું હતું કે ઠીક થયું, રાજા ચેટકની સંસ્કાર-બડાશને ભલી ઠેકર વાગી. પણ એ લાગણી વિશેષ વખત ન જીવી શકી. રાણું ચલ્લણની સુવાસ આપો આપ અંતઃપુરને મુદિત કરતી ઘેરી વળી. ધીરે ધીરે એ અંતઃપુરમાંથી બહાર નીકળી, ને રાજસભા, કર્મચારીઓ ને આમ પ્રજા સુધી પહોંચી. મંત્રીરાજ અભયકુમાર ને અભયકુમારની માતા સુનંદાએ આ પ્રવૃત્તિના વેગમાં સુંદર સહાધ્ય કરી. મગધના વયોવૃદ્ધ રથિક નાગ મહાશયને આશીર્વાદ સાચે પડતું લાગે. બત્રીસ બત્રીસ પુત્રનાં મૃત્યુને કમીંધીને સ્થિતિ લેખી સંતોષ માનનાર શાણું સુલસાને હૈયે પણ રાણી ચેલણાના આ
Page #190
--------------------------------------------------------------------------
________________ જ્ઞાતપુત્રને ચરણે 167 સંસ્કાર પરિમલથી પુત્ર-બલિદાનની સફળતાને ઉલ્લાસ વ્યાપ ચા. સમસ્ત મગધના અંતરરાજ્ય પર રાણું ચલણું જેવી એક સુકોમળ સુંદરી અજાણ રીતે એક નવી ભાત પૂરી રહી હતી. આ નવી ભાતમાં અવનવા રંગેની પુરવણ કુમાર મેતાર્યો કરી. એનાં પુણ્યપ્રવાસનાં સંસ્મરણએ અનુકૂળ વાતાવરણની હવા છે. આ સર્વની સ્થાયી અસર મગધરાજ પર ધીરે ધીરે કાબૂ લેવા માંડી. રાતને દહાડે બૌદ્ધ સાધુઓનાં સંસર્ગમાં રહેનાર રાજવીને જૈન શ્રમનો પરિચય પ્રિય લાગવા માંડ્યો. એમના સાદા ને સરળ ઉપદેશો, આત્યંતિક ત્યાગ ને સર્વથા દેહોત્સર્ગની વાત પાસે બૌદ્ધધર્મને મધ્યમ માર્ગ મેક્ષપ્રાપ્તિની કંઇક પ્રાથમિક ભૂમિકા જેવો ભાસ્યો. આ ધર્મરંગ વધતે ગયે ને એના ગાઢ પાસ મગધરાજ પર બેસતા ગયા. જ્ઞાતપુત્રનાં વખાણ તે દિનદહાડે સંભળાતાં હતાં, તેવામાં રાણી ચેલ્લણ સાથે વનવિહાર કરવા નીકળેલ રાજાને અનાથી નામના મુનિ સાથે પરિચય થયો. અનાથી મુનિ પૂર્વે એક રાજકુમાર હતા, પણ પિતાના શરીરમાં પ્રગટ થયેલ દાહવરની કઈ પણ શાન્તિ ન કરી શકવાથી, તેઓએ નિર્ણય કર્યો કે જે આ રોગની શાન્તિ થાય તો હું સંસારત્યાગ કરીશ. આ નિર્ણયથી રાજકુમારને દાહવર શાન્ત થયો, સગાંસ્નેહીઓના અનેક આગ્રહને વિનવણી છતાં સંસારનું દુઃખદ સ્વરૂપ સમજાવાથી રાજકુમારે દીક્ષા લઈ લીધી. અને ભય ભાદર્યા જગત વચ્ચે પણ માનવી અનાથ છે, એમ દર્શાવવા બૌદ્ધ ધર્મ માધ્યમિક માર્ગને ઉપાસક છે. તે માને છે, કે શરીરને અત્યંત કષ્ટ આપી કુશ ન કરવું અને ખૂબ મેજ શેખ કરી કીટાવવું પણ નહિ. ભગવાન મહાવીરે આત્યંતિક માર્ગ સ્વીકારેલો ? જેમાં પ્રિય પર સર્વથા વિજય મેળવવા દેહના અત્યંત દમન પર ભાર મૂક્યો.
Page #191
--------------------------------------------------------------------------
________________ 168 મહર્ષિ મેતારજ પોતે અનાથી નામ ધારણ કર્યું. આ સંસ્કારી યુવાન જ્યારે સંસારની અસારતાનું ચિત્ર દેરતો ત્યારે ગમે તેવાનું દિલ પીગળી સુકોમળ કુમારને સંસાર છોડીને કષ્ટ સહન કરતા જોઈ મહારાજ શ્રેણિકે તેમના વિષે પૃચ્છા કરી. અનાથી મુનિએ સંસારની અનાથતાનું અપૂર્વ હદયંગમ ચિત્ર દેવું. મગધરાજને આ શબ્દએ ખૂબ જ અસર કરી. તેઓ વૈરાગ્યવાન શ્રમણના પૂજારી બન્યા. વાત આટલેથી ન અટકી. એક દહાડો મગધરાજે સ્વયં પ્રભુ મહાવીર સમક્ષ જઈ શિષ્યત્વ સ્વીકાર્યું, એમના તને આવકાર્યા ને સમ્યફ શ્રદ્ધાથી વંદન કર્યું. અમારિ પડહની યોજના કરી, હિંસક ય રાજઆજ્ઞાથી બંધ હતા તે વિશેષ રીતે બંધ કરાવ્યા. પણ આ બનાવે આખા મગધ પર અને સમસ્ત આર્યાવર્ત પર તેફાનના એક પ્રચંડ મોજાને પ્રસરાવી દીધું. વૈદિક ધર્મના ઉપાસકેની પ્રચંડ હાકથી પૃથ્વીને ખુણેખુણો ખળભળી ઊડ્યો, દશે દિશાઓ ગાજવા લાગી હદ થઈ, આ ધર્મલોપની! શદ્રોને ફટવ્યા, સ્ત્રીઓને માથે ચડાવી: વેદવિહિત યોને નામશેષ ક્યઃ ને હવે શું આ પાખંડીઓ એક આરે ઊંચનીચને બેસાડી પૃથ્વીને પાપના ભારથી લાદી દેશે? વૈદિક, જ્યાં છે ત્યાંથી એકવાર બહાર પડો! “ધર્મો રક્ષતિ રક્ષત:” ધર્મની રક્ષાને આ પ્રસંગ છે. શાસ્ત્રવચન છે, કે જે ધર્મની રક્ષા કરે છે, તેની ધર્મ રક્ષા કરે છે. ધર્મ આજે શ્રમણોએ ભયમાં મૂક્યો છે. માટે પ્રાણાર્પણથી પણ ધર્મની રક્ષા માટે કટિબદ્ધ બનો! આ પાખડીઓની પ્રબલ જાળમાં રાજા-મહારાજાઓ પણ ફસાતા જાય છે. કાશી ને કેશલના રાજાઓ એની મેહનીમાં આવી ગયા છે. વીતભયપદન ને કૌશાંબીના રાજા એ જાદુગરની જ આંખે
Page #192
--------------------------------------------------------------------------
________________ જ્ઞાતપુત્રને ચરણે 169 નિહાળે છે. પિતનપુરના પ્રસન્નચંદ્ર ને હસ્તર્ષિના અદીનશત્રુ પોતાની ધર્મદીનતા છડેચેક સ્વીકારી રહ્યા છે. ઉજ્જયિનીના ચંડપ્રદ્યોતને અને હિમગીરીની તળેટીમાં આવેલ પૃષ્ઠચંપાના રાજાએ પણ પોતાની પીઠ બતાવી દીધી છે. નાના નાના અનેક રાજાઓ વેદવિહિત યજ્ઞો કરવામાં નાનમ સેવવા લાગ્યા છે. વૈશાલિના મગરૂર મહારાજ ચેટકે તો એ જ્ઞાતપુત્રનાં પગલાંને પરમેશ્વરનાં પાદચિહ્ન કરીને પૂજ્યાં છે. છેલ્લે છેલ્લે શેષ રહેલ મગધરાજે પણ એક નવયૌવના રાણુના રૂપમાં અંજાઈ એ જાદુગરની આગળ શિર ઝુકાવ્યું છે. વેદધર્મનુયાયીઓ, કાન ખોલીને સાંભળી લેજે ! એ ધુતારા જ્ઞાતપુત્રે હમણું હમણું પતે સર્વજ્ઞ * બનેલ છે, એવી જાહેરાત કરી છે. અને એ રીતે એણે પિતાનું કામ આગળ ધપાવ્યું છે. એણે સુંદર સિંહાસનોમાં બેસીને અનેક જનો સામે પિતાના સર્વજ્ઞભાવના અહંકારથી પ્રથમ દેશના-પ્રથમ ઉપદેશ આપ્યું છે પણ શ્રોત્રિયે ! જાણીને ખુશ થશો કે સત્ય કદી છૂપાયું છુપાતું નથી. એના ઉપદેશને એક પણ માણસે સ્વીકાર કર્યો નથી. એ નિષ્ફળ ગયો છે. વૈદિક ધર્મને આ મહાન વિજય લેખજે પણ આવા વિજયથી ખુશ થવાની જરૂર નથી. સંગઠન કરે, સંઘબળ કેળ ને ફરીથી વૈદિક ધર્મના જયજયકારથી આર્યાવર્તને ગુજાવી દે! તમે નિફ્ટય રાખજો કે આ ધર્મમાં કંઈ સારતત્વ નથી. હેય કે ઉપાદેય જેવું કંઈ છે જ નહિ. અને કદાચિત માની લઈએ કે જે એમ હેય તે જ્ઞાતપુત્રને પ્રથમ શિષ્ય ગૌશાળક તેનાથી કેમ દૂર થાત ! જ્ઞાતપુત્રનાં પુત્રી ને જમાઈ એના તત્ત્વજ્ઞાનનાં કેમ * પ્રભુ મહાવીરને દીક્ષા લીધા પછી બાર વર્ષ, ને સાડા છ માસે, વૈશાખ સુદી ૧મે, ત્રીજુવાલિકા નદીના તટપર કેવલજ્ઞાન-ત્રણ કાળનું જ્ઞાન થયું હતું. આ પછી તેમણે આપેલો પ્રથમ ઉપદેશનિફળ હતો. કોઈએ એ તો સ્વીકાર્યા નહોતાં.
Page #193
--------------------------------------------------------------------------
________________ 170 મહર્ષિ મેતારજ N વિરોધી બનત! માટે તમે સાવધ રહેજે ! એને ભાષાઈબર પ્રબળ છે. એની યુક્તિઓ સામાન્ય નથી. એની નમ્રતા ને સરળતાનો બાહ્ય રીતે કઈ જોટો નથી. પણ આ બધા તે વૈદિક ધર્મના નાશ માટેના છદ્મવેશ છે. એ ખંડનાત્મક શબ્દો વાપરતે નથી, આ ધર્મ ખેટે છે, એમ એ કદી કહેતા નથી. એ કહે છે, કે આ ધર્મ સારે છે. આવી ખંડનાત્મક નીતિથી એ ચાલાક પિતાને પ્રચાર કરે છે, માટે બધા સાવધ રહેજે ! આ ઘોષણ આર્યાવર્તના એક છેડાથી બીજા છેડા સુધી ભયંકર આંધિની જેમ ક્ષણવારમાં પ્રસરી વળી. રાજકારણની પ્રવૃત્તિ જેમ આ ધર્મકરણની પ્રવૃત્તિઓ લેકનાં મન ચકડોળે ચડાવ્યાં. વૈદિક ધર્મ સંદેશ ઠેર ઠેર પહોંચી ગયો, ને એકવાર વૈદિકના નવીન સંગઠનમાં પ્રાણ પૂર્યો. જ્ઞાતપુત્ર અપાપા નગરીની આસપાસ હતા, ને અપાપામાં આવવાની સંભાવના જાણીઃ આ નગરીના મહાન ધનાઢય શ્રોત્રિય સમિલે મહાન યજ્ઞની જાહેરાત કરી અને તમામ વેદધર્મનુયાયીઓને નિમંત્રણ મોકલ્યાં. પણ તેડાં મેકલ્યાં. દેશદેશથી એક અખંડ જનપ્રવાહ અપાપા નગરી તરફ વહેતો થયો. મગધના ગેબર નામના ગામથી સુપ્રસિદ્ધ વસુભૂતિ ગૌતમના વેદવિદ્યાવિશારદ, સકલશાસ્ત્રપારંગત, વાદકલાનિપુણ ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ ને વાયુભૂતિ નામના ત્રણ પુત્રએ પિતાના અનેક શિષ્યો સાથે આ
Page #194
--------------------------------------------------------------------------
________________ જ્ઞાતપુત્રને ચરણે 171 કેલ્લાક સંનિવેશના “વાદી ઘટમુગર”ની ઉપમાથી ખ્યાત વ્યક્ત ને સુધર્મા નામના બે પ્રકાડ પંડિત પિતાના વિશાળ શિષ્યપરિવાર સાથે અપાપા ભણી આવવા રવાના થયા. મૌર્ય સંનિવેશથી સાક્ષાત્ સરસ્વતીના અવતાર સ્વરૂપ મેડિકદેવ ને મૌર્યપુત્ર નામના વિદ્વાને સપરિવાર યજ્ઞમાં ભાગ લેવા આવ્યા. આ ઉપરાંત વિમલાપુરીથી અકંપિત, કેશલથી અલભ્રાતા, વત્સદેશથી તૈતર્ય ને ખુદ રાજગૃહીથી પ્રભાસદેવ નામના પ્રબલ પંડિતો અપાપામાં આવી પહોંચ્યા. બ્રહ્મચર્યના ઓજસથી ઓપતા, સુદીર્ઘ શિખા ને પવિત્ર યજ્ઞોપવિતથી પ્રભાવિત લાગતા આ બ્રહ્મદેવોની ચરણરજથી પૃથ્વી પણ પવિત્ર થઈ. તેમના જયજયકારથી અને પ્રબલ વેદઋચાઓનાં ગાનથી આકાશને ઘુમ્મટ પણ ગૂંજી ઊઠ્યો. યજ્ઞની મહાન તૈયારીઓ શરૂ કરવામાં આવી. સામવેદ ને અથર્વવેદના ગાનથી એનો પ્રારંભ થશે. યજ્ઞની ભડભડતી શિખાઓ વાતાવરણને આવરી લેવા લાગી. આર્યાવર્તના મહાન અગિયાર વિદ્વાને નક્ષત્રોની વચ્ચે સૂર્ય શોભે એમ શિષ્યસમૂહ વચ્ચે શોભી રહ્યા હતા. દર્શનાતુર લેકેની મેદનીને પાર નહતો. બૌદ્ધ અને જૈનધર્મને ગૌણ કરી નાખવાનો આ મહાન પ્રયાસ ખરેખર અભિનંદનીય હતે. એ અભિનંદનીય પ્રયાસને શોભાવવાને સત્કારવા રાજા–મહારાજાઓને મેટો સમૂહ, દેવાંગનાઓ સમાન રાણીઓ સાથે સપરિવાર આવી રહ્યો છે. એ સમાચાર સોમિલ વિપ્રને મળ્યા ત્યારે તેના આનંદની અવધિ ન રહી. એણે પિતાના અનર્ગળ દ્રવ્યવ્યયને સફળ લેખ્યો, પિતાના જીવનને ધન્ય લેખ્યું. આકાશને રેણુથી છોઈ દે, હાથી, રથને વાજીઓના સમૂહવાળે
Page #195
--------------------------------------------------------------------------
________________ 172 મહર્ષિ મેતારજ આ વર્ગ હવે દષ્ટિપથમાં આવ્યો હતો. યજ્ઞકુંડમા વ્રત ને મધુમેયના ઘડાઓ હેમાવા લાગ્યા. વેદગાનને ઘોષ પ્રચંડ બ. . પણ આ શું? રાજાઓને એ સમૂહ યજ્ઞમંડપ તરફ આવવાને બદલે અપાપા નગરીની પાસે આવેલ મહસેનવન તરફ ચાલ્યું. રાજાએ માર્ગ ભૂલ્યા. સોમિલ વિપ્રે અનુચરને માર્ગ બતાવવા મોકલ્ય, પણ ક્ષણવારમાં અનુચરે આવી પ્રણામ કરતા કહ્યું : તેઓ મહસેનવનમાં સર્વપ્નને વાંદવા જાય છે !" “કોણ સર્વજ્ઞ ?" અગિયાર વિદ્વાન વિપ્રેમાંના વડા વિપ્ર છદ્રભૂતિ ગૌતમે ઊંચા અવાજે પ્રશ્ન કર્યો. “જ્ઞાતપુત્ર!” “જ્ઞાતપુત્ર અને વળી સર્વજ્ઞ ! વદતે વ્યાઘાત !" ઇન્દ્રભૂતિ ગૌતમે આસન પરથી ઊભા થતાં પડકાર કર્યો, અને મસ્તક પરની શિખાની બાંધ-છોડ કરતાં કહ્યું: “હું એ જ્ઞાતપુત્રની સર્વજ્ઞતાની શેખીને પળવારમાં ધૂળમાં મેળવવા અત્યારે ને અત્યારે પ્રયાણ કરીશ. મારા શિષ્યવર્ગ સિવાય કોઈ મારી સાથે આવશો નહિ. તમે બધા શ્રદ્ધા રાખજો કે ઈદ્રભૂતિ ગૌતમ ઘડીના છઠ્ઠા ભાગમાં એની સર્વજ્ઞતાને સંહારી તમારી સમક્ષ ઉપસ્થિત થશે. આપ સર્વે યજ્ઞના પવિત્ર કાર્યને શાન્તિથી આગળ ધપાવો !" ઈદ્રભૂતિ ગૌતમે આસનથી નીચે પગ મૂક્યોને સર્વત્ર “છદ્રભૂતિ ગૌતમના જય”ની પ્રચંડ ઘેઘણું ગાજી રહી. વસુભૂતિ ગૌતમના આ વડા પુત્રની વિદ્વતા વિષે કેઇને તલમાત્ર સંદેહ નહતો. એની વાદશક્તિ ને જ્ઞાનતેજ પાસે કોઈ ટકી શકતું નહિ. ભક્તજને સ્વયં જ્યને જાણે વિજય માટે પ્રસ્થાન કરતો જોઈ રહ્યા. . મહસેનવનને માર્ગ અતિ દૂર ન હતા. પાંચસે અનુયાયીઓથી
Page #196
--------------------------------------------------------------------------
________________ જ્ઞાતપુત્રને ચરણે 173 શેભતા ઈંદ્રભૂતિ ગૌતમ મહસેનવનમાં આવી પહોંચ્યા. વનના પ્રારંભમાં હય, વાજી ને રથ વગેરે વાહનો ઊભાં હતાં. ઈદ્રભૂતિ ગૌતમે તેમાં પ્રવેશ કર્યો, પણ સાથે જ એક અકથ્ય મહાન હિમગિરિ પર સૂર્યનાં કિરણે પડતાં જેમ એ સ્વયં દ્રવવા લાગે, એવી કઈ લાગણી આ મહાન પંડિતરાજને થઈ આવી. અનેક આશ્રમ, વન ને પુષ્કરણીઓને પ્રવાસ એણે ખેડ્યો હતો, પણ આવું સૌમ્ય વાતાવરણ કદી અનુભવ્યું નહોતું. જલસ્થત્પન્ન પંચવણું પુષ્પોથી આ વનખંડ મઘમઘી રહ્યો હતો. વૈશાખનો ધમધખતો ભાનુ પણ અહીં શાન્ત બનીને તેજ ઢાળી રહ્યો હતો. વનવૃક્ષોમાંથી મંદ મંદ વહેતે વાયુ વંસવાણુના મીઠા સ્વરે ઉત્પન્ન કરી વાતાવરણને સુસ્વરી બનાવતો હતો. જાણે કભૂતિ ગૌતમના પાંડિત્યના ગન્નત શિખરને કઈ નવીન ઝંઝાવાત ક્ષણવારને માટે સ્પર્શી ગયે, પણ તરત જ સાવધ બની એ આગળ વધ્યો. હવે જ્ઞાતપુત્રની સભા દૃષ્ટિગોચર થતી હતી. સ્વયં નમ્ર બની જતા દિલને ઈદ્રભૂતિએ પુનઃ એકવાર સ્વસ્થ કર્યું. કંઈકે મૂકેલા મસ્તકને પુનઃ ટટ્ટાર કર્યું, ને એણે વેદમંત્રને ઉચ્ચાર કર્યો. થોડે જ દૂર, આસપાલવની લાંબી છાયાઓથી આચ્છાદિત એક વેદિકા ઉપર કેઈ તેજના વર્તુલોથી ભરેલી મૂર્તિ બેઠી હતી. મેઘ જેવી ગંભીર, પુષ્ટ અર્થવાળી ને મધુર વાણું ઈદ્રભૂતિના શ્રવણપટને સ્પર્શી રહી. એ મનનું સ્વાસ્થ જાળવી દઢ પગલે આગળ વળે, પણ વેદિકા પર એની દષ્ટિ સ્થિર ન થઈ શકી. શરદઋતુનાં ઉગ્ર સૂર્યકિરણને સમૂહ જાણે એની આંખને આંજી રહ્યો હતો ! “નક્કી કઈ ઇદ્રજાલી !" ઇન્દ્રભૂતિએ મનમાં વિચાર કર્યો ને
Page #197
--------------------------------------------------------------------------
________________ 174 મહર્ષિ મેતારજ ઈજાલ તેડવાના દઢ મને રથ સાથે એ આગળ વધ્યો. ત્યાં કોઈ અપૂર્વ સ્વર એના કાને અથડા. આવો, ઈદ્રભૂતિ ગૌતમ આવે ! કુશળ છોને!” કોણ મને નામથી સંબોધે છે! મારું નામ જ્ઞાતપુત્ર કેમ જાણે ઇન્દ્રભૂતિ ગૌતમ ક્ષણવાર અચંબામાં ડૂબી ગયે. પણ તરત એને લાગ્યું કે પૃથ્વીના પટ પર એવું કશું હશે કે જે ઈદ્રભૂતિ ગૌતમને ન જાણતું હોય! હા, હું ઈદ્રભૂતિ ગૌતમ ! હે મહાન દ્રજાલિક, હું વાદ કરવા નિમિત્તે અહીં તારી ઈદ્રજાલ વિદ્યાને સંહરી લેવા આવ્યો છું.” “હું દ્રજાલિક? ગૌતમ, શાન્ત થા ! સાચા તપસ્વીઓ ચમત્કારી હોય છે, પણ ચમત્કાર કરતા નથી. તું વાદ કરવા આવ્યો છે કે સંશનિવારણ કરવા આવ્યો છે તે બધું હું જાણું છું.” “મનેઈદ્રભૂતિ ગૌતમને સંશય? અસંભવ !" ઈદ્રભૂતિને રોષ ભર્યો અવાજ ગા. પ્રતિદ્વંદિતાને એમાં પડકાર હતો, પણ સામેથી એવો જ મીઠે ને વહાલસોયો અવાજ આવ્યો ગૌતમ, આર્યાવર્તના મહાન વિદ્વાન, તારા સંશયને હું જાણું છું. તને જીવના અસ્તિત્વ વિષે સંદેહ છે. પણ ભક, આમ આવ ! શાંતિથી આસન સ્વીકાર ! વિદ્વાનને શંકા જ ન હય, સંશય જ ન સ્પર્શે એ ભ્રમણું ખોટી છે. ઘણીવાર વિદ્યા જ ભ્રમને વધારે છે. તારે સંશય સામાન્ય છે, પણ લોકલાજના કારણે પ્રગટ ન કરવાથી તને ખૂબ ને ખૂબ દહી રહ્યો છે.” ' આ શબ્દો નહેતાઃ એક સુંદર મીઠા ઝરણનું મંદ મંદ ગાન હતું. જે પોતાના સ્વરૂપમાં માનવીને સ્વયં સ્તબ્ધ બનાવી દે! વેદરૂપી સાગરને પારગામી ઈદ્રભૂતિ ગૌતમ ઘણું ઘણું મથી રહ્યો હતો કે
Page #198
--------------------------------------------------------------------------
________________ New જ્ઞાતપુત્રને ચરણે 175 પિતાના જ્ઞાનને ગર્વ, પિતાની પંડિતાઈની ઉગ્રતા નમ્ર ન બને પણ એ પ્રયાસ નિરર્થક હતો. એનું ઉન્નત મસ્તક આશ્ચર્યમાં સ્તબ્ધ બન્યું હતું. વાણું આગળ વધીઃ “હે પ્રિય ગૌતમ, જીવ છે. તે અરૂપી છે. એને વર્ણ નથી, એને સુગંધ કે દુર્ગધ નથી. એને રસ નથી. એ સ્પર્શથી પણ પર છે. એ અવિનાશી છે, અને વિનાશી દેહમાં રહ્યો છતાં એ પુણ્ય ને પાપને, સુખ ને દુઃખનો કર્તા ને ભોક્તા બને છે. દેખાતે દેહ એને છે, પણ એ કાઈને નથી. એ તે કીડીના દેહમાં પણ ફર્યો છે, ને ગજરાજ બનીને પણ વિચર્યો છે. છતાં આત્માને કેઈ આકાર નથી. છે, આ વિજ્ઞાનઘન આત્માનું જ કારણ છે, કે તને જીવ વિષેને સંશય થયે. એક નિયમ છે, કે જ્યાં જ્યાં સંશય હોય ત્યાં સંશયવાળો પદાર્થ હોય. જીવ છે, અને તે ચિત્ત, ચૈતન્ય, વિજ્ઞાન અને સંજ્ઞા વગેરે લક્ષણેથી જાણી શકાય છે.” વાણી સરળ ને નિર્મળ ઝરણ જેવી હતી. શાસ્ત્રની અનેક , પંક્તિઓ જે ઈદ્રભૂતિના દિલને વશ કરી શકી નહોતી. એ આ સરળ વાક્યપંક્તિઓ કરી રહી હતી. તેણે ધીરેથી પ્રશ્ન કર્યો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર એ રચના શું ખોટી છે?” “હે ગૌતમ, એ બધી સાચી છે. ક્ષમા, સત્ય, શીલ, તપ ને !' શાસ્ત્રાભ્યાસ કરનાર ગમે તે હોય, પણ તે બ્રાહ્મણ છે. ભય, દુઃખ. કલેશ ને સંતાપથી મુક્ત કરનાર મનુષ્ય, કહો કે ન કહે પણ તે ક્ષત્રિય છે. નીતિપૂર્વક વ્યવહાર ચલાવનાર, દેશગ્રામની ધન્ય ધાન્યની વૃદ્ધિ થાય એ રીતે વ્યાપાર કરનાર વૈશ્ય છેઅને જે સેવા કર્મ કરનાર છે, સ્વચ્છતા, શુદ્ધિ ને સ્વાથ્ય જાળવનાર છે. એ શક છે. સર્વે પિતપોતાના કર્મ માત્રથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શુદ્ધ બને છે. એ રીતે શક પણ બ્રાહ્મણ બની શકે છે, ને ક્ષત્રિય પણ વૈશ્ય બની
Page #199
--------------------------------------------------------------------------
________________ 176 મહર્ષિ મેતારજ શકે છે. જે પોતાનાં કર્મ યથોચિત કરતો નથી. એ બ્રાહ્મણ કેવલ કારના ઉચ્ચારથી બ્રાહ્મણત્વને યોગ્ય નથી, શસ્ત્ર લેવાથી ક્ષત્રિય થઈ શકતો નથી, ને જોખવા–માપવામાંથી વૈશ્ય બની શકતો નથી. અને એવી જ રીતે અમ સાધુઓનું પણ સમજવું. મુંડન કરવા માત્રથી સાધુ કે મુનિ થવાતું નથી, વનમાં વસવાથી કે વલ્કલ પહેરવાથી તપસ્વી થવાતું નથી. સ્વકર્મને યાચિત રીતે કરનાર તે તે પદને યોગ્ય છે અને હલકું કે ભારે ગમે તે કર્મ યાચિત ને યથાખ્યાત રીતે કરનાર કઈ બ્રાહ્મણ, શક કે મુનિ ઉચ્ચનીચ, સ્પેશ્ય–અસ્પૃશ્ય કે અધિકારી-અનધિકારી નથી.”x કેટલું સત્ય જ્ઞાન! ન શાસ્ત્રીયતાની જટિલતા કે ન પાંડિત્યની ઉગ્રતા ! યુક્તિ, વાદ કે દલીલોની પ્રપંચજાળનું જાણે અહીં અસ્તિત્વ જ નથી ! સાદું, સરળ, સ્વતઃ સમજાઈ જાય તેવી જ વાણી ને વિચાર ! માનવીને વાદાવાદ જ જાણે નિરર્થક ભાસે ! આર્યાવર્તન મહાન વિદ્વાન વિચારોની ઊંડી ગર્તામાં પડી ગયો. એણે જીવનમાં આટલું નિખાલસ, આત્મભાવને સ્પર્શતું, નમ્ર ને સર્વગ્રાહી તત્ત્વજ્ઞાન સાંભળ્યું નહોતું. એના પાંડિત્યના પોપડાઓમાં વીંટાયેલે આત્માને અનાહત નાદ જાણે વારે વારે ગર્જી ઊઠતો હતોઃ “ગૌતમ! તને તારી બધી વિદ્યા શું શુષ્ક નથી ભાસતી ? તારી વિદ્યાની શુષ્કતા તૃષાતુર * कम्मुणा बंभणो होइ, कम्मुणा होइ खन्तिओ / ___ कम्मुणा वइसो होइ, शुद्रो हवइ कम्मुणा // ઉત્તરાધ્યયન અ. 25, ગા. 33 x न वि मुंडिएण समणो, न ओंकारेण बंभणो। ___ न मुणौ रण्णवासेणं, कुस चीरेण न तावसो // ઉત્તરાધ્યયન, અ. 25. ગા. 31.
Page #200
--------------------------------------------------------------------------
________________ જ્ઞાતપુત્રને ચરણે 177 પ્રાણીઓને મૃગજળથી ભરેલાં મહા રણમાં અથડાવી મારવા સિવાય કંઈ કરી શકશે નહિ ! એકલી વિદ્યા શા કામની? ઉદરભરી માણસના જેવી વિદ્યા કેવલ કંઠાગ્ર કરી લીધે કલ્યાણ નહિ થઈ શકે! ક્ષણવારમાં આર્યાવર્તના આ મહાન વિદ્વાન સામેથી અભિમાન, પૂર્વગ્રહ ને પાંડિત્યનાં જાળાં દૂર થતાં ગયાં. કેઈ મહા સંકલ્પની ક્ષણેમાંથી પસાર થતો હોય તેમ ઈંદ્રભૂતિ ગૌતમ પળવારને માટે સ્થિર, સ્તબ્ધ ને મૌન ઊભો રહે. એને સત્યને શોધક, ઋજુ સ્વભાવી આત્મા અંતરમાં બળ પિકારી રહ્યો ગૌતમ, માનવજીવનનું સાર્થક કરી લે ! પાંડિત્યના પંકમાંથી નીકળી આત્માના પવિત્રતમાં પંકજને ખીલવ ! તારી પ્રચંડ શક્તિઓના રથી વિનાના રથને મળેલો આ સારથી સાધી લે !" એક જ ક્ષણ! ઝંઝાવાત પસાર થતાંની સાથે જ દિશાઓ જેમ પ્રસન્ન બની સુગંધ વહાવવા લાગે તેમ પાંડિત્યના આ અવતારનો આત્મા નિર્મળ બની ગયો. દુનિયાનાં માનાપમાન, લાભાલાભ, કીર્તિ—અપકીર્તિ એ ભૂલી ગયો. એ જ્ઞાતપુત્રના ચરણે પડ્યો. એણે બે હાથ જોડી અંજલિબદ્ધ થઈ પ્રાર્થના કરીઃ " નમુથુણે અરિહંતાણું ભગવંતાણું, આઇગરાણું, તિત્કચરાણું, સયંસંબુદ્વાણું.* એક એક પંક્તિ કેઈ સંવાદી સૂરની જેમ બધા પર પડઘો પાડી રહી. નિર્વાણગિરાના આ મહાન પંડિતના મુખમાંથી સરતી પ્રાકૃત લોકભાષાની આ પંક્તિઓ સહુને વશ કરી રહી. ચરણસ્પર્શ * ધમદિના સ્થાપક, તીર્થના સ્થાપક અને સ્વયં જ્ઞાનવાન એવા અરિહંત ભગવંતને મારા નમસ્કાર છે. “શકસ્તવ' 12
Page #201
--------------------------------------------------------------------------
________________ 178 મહર્ષિ મેતારજ કરી રહેલા ઈંદ્રભૂતિ ગૌતમે નત મસ્તકે જ પ્રાર્થના કરીઃ હે પરમપુરુષ, વાંદવાને નિમિત્ત, પૂજવાને નિમિત્તે, સત્કારને નિમિત્ત, સન્માનને નિમિત્તે, બેધિલાભને નિમિત્તે, મેક્ષ પામવાને નિમિત્તે હું વૃદ્ધિ પામતી શ્રદ્ધાથી, નિર્દભ બુદ્ધિથી, નિર્વિકાર ચિત્તથી, નિશ્ચય અને પરામર્શપૂર્વક આપને સ્વીકારું છું. આપ મને સ્વીકારો " " તથાસ્તુ, ગૌતમ!” જ્ઞાતપુત્રે આટલી સુદીર્ઘ વિનંતીને બે જ શબ્દોમાં જવાબ વાળી દીધે ને કહ્યું: “ઈંદ્રભૂતિ, ઋણાનુબંધને પ્રેર્યો તું અહીં આવ્યો છે. મારું જ્ઞાન કહે છે, કે તું મારા સંદેશને ચિરંજીવ બનાવીશ. મારા સ્થાનને શોભાવીશ.” ગૌતમે નત મસ્તકે જાણે આ સંદેશ ઝીલી લીધો. ઇંદ્રભૂતિ ગૌતમના કુશળ ને વિદ્વાન પાંચસે શિષ્યો પણ ગુના માર્ગને અનુસર્યા. જીતવા આવેલા મહારથીઓ વગર વાદવિવાદે છતાઈ ગયા. આ સમાચાર ઝંઝાવાતને વેગે સોમિલકિજની યજ્ઞશાળામાં જઈ પહોંચ્યા. ક્ષણભર કેઈપણ આ અસંભવ ઘટનાને સંભવ માનવા તૈયાર ન થયું, પણ ઘટનાની વાસ્તવિક્તાની પુષ્ટિ આપે તેવા વર્તમાન પર વર્તમાન આવવા લાગ્યા. વેદને ગરવ કરતા કંઠ ક્ષણવાર થંભી ગયા, આહુતિ આપતા હતાઓના હસ્તો અડધે એમ ને એમ તળાઈ રહ્યા. ન માની શકાય તેવા વર્તમાન ! | સર્વવિદ્યાવિશારદ અગ્નિભૂતિ હવે સ્વસ્થ ન બેસી શક્યો. એ પિતાના આસન પરથી આવેશમાં ખડે થઈ ગયેઃ અને એણે પ્રચંડ અવાજે ઘેષણ કરી કે “મને ખબર મળી હતી કે જ્ઞાતપુત્ર જબ જાદુગર છે, મગરૂર માયાવી છે. આર્યાવર્તના પરમ ભૂષણ સમાન
Page #202
--------------------------------------------------------------------------
________________ જ્ઞાતપુત્રને ચરણે 179 મારા બંધુ છત્રભૂતિ ગૌતમને વાદમાં પૃથ્વી, આકાશ કે પાતાળને કોઈ પણ જીવ હરાવી શકે, તે વાત સ્વમમાં પણ હું માનવા તૈયાર નથી. પણ એક વાત છે; ઋજુ પરિણામી મારા જ્યેષ્ઠ ભ્રાતાને એ માયાવીએ અવશ્ય પિતાની કુટિલ માયાજાળમાં ફસાવ્યા છે. આપ સર્વે શાન્તિથી યજ્ઞકાર્ય આટાપ! ક્ષણ માત્રમાં એ પ્રખર માયાવીની માયાજાળ છિન્નભિન્ન કરીને મારા પૂજ્ય બંધુત્રી સાથે વેદધર્મની યશપતાકા દિગદિગન્તમાં પ્રસારત પાછા ફરું છું.” આખી સભાએ અગ્નિભૂતિ ગૌતમને જયનાદ પિકાર્યો. આકાશને ભેદવા જાણે જતો ન હોય તેમ ઉન્નત મસ્તકે પગલે પગલે ધરણી ધ્રુજાવતા એ વિદ્વાને પ્રસ્થાન કર્યું. એની પાછળ એને પાંચસો શિષ્યને સમુદાય પણ પરવર્યો. મહસેનવન આજે ધન્ય બની ગયું હતું. આર્યાવર્તના મહાન ચરણની સેવા પામીને આજે એની રજ પણ પવિત્રતમ બની બેઠી હતી. ઈદ્રભૂતિ ગૌતમ સાથે જ્ઞાતપુત્રને વાર્તાલાપ હજી ચાલી રહ્યો હતા, ત્યાં વાતાવરણને વીંધતે પ્રચંડ શખસ્વર સંભળાયો. થોડીવારમાં અગ્નિભૂતિ ગૌતમના જયજય નાદથી વાતાવરણ વ્યાકુળ બની ઊઠયું. આખી સભા માર્ગ પ્રતિ ઉત્સુકતાથી નિરખી રહી. વાદવિવાદ માટે આવી રહેલ સમુદાય નજીક આવી પહોંચ્યો હતો. આવો, અગ્નિભૂતિ ગૌતમ! કુશળ છે ને!” જ્ઞાતપુત્રે મુખ પર સહેજ સ્મિત ફરકાવતાં મિષ્ટ ભાષામાં કહ્યું માયાવી તે અજબ છે! સહેજ પણ સરળતા દાખવી તે એ ફાવી જવાને, એમ સમજી અગ્નિભૂતિએ કંઈ પણ પ્રત્યુત્તર આપ્યા વગર મુખ પર સ્વસ્થતાની રેખાઓ બેવડાવતાં, કેવલ મસ્તક ધૂણાવી સત્કારને સ્વીકાર કરતો હોય તેમ આસન ગ્રહણ કર્યું.
Page #203
--------------------------------------------------------------------------
________________ 180 મહર્ષિ મેતારજ સભા સ્તબ્ધ હતી. આ મહાન પંડિતના તેજમાં સહુ ઝંખવાઈ ગયા દેખાતા હતા. પણ પેલા જાદુગર પર કંઈ અસર નહોતી. એના મુખ પર તો એ જ શાન્તિ, એ જ સ્વસ્થતા ને એ જ કાન્તિ વિદ્યમાન હતી. અગ્નિભૂતિ ગૌતમે એકવાર પિતાનું બ્રહ્મતેજથી દમકતું વિશાળ મસ્તક ચારે તરફ ફેરવ્યું ને પછી પ્રચંડ ઘોષણા કરીઃ હે માયાવી જ્ઞાતપુત્ર ! તારી માયાજાળ ભેદીને મારા બંધુને લઈ જવા અને તેને પરાસ્ત કરવા માન્યવર ઈદ્રભૂતિ ગૌતમને આ લઘુબંધુ અગ્નિભૂતિ ગૌતમ ઉપસ્થિત થયેલ છે. વધુ માયાજાળ પ્રસાર્યા વિના મારી સાથે વાદવિવાદ માટે તત્પર થા ! તારે પૂર્વપક્ષ વિસ્તારથી રજૂ કર !'' આવેશમાં ને આવેશમાં વિદ્વશ્રેષ્ઠ અગ્નિભૂતિ ભાષાની શિષ્ઠતા પણ વિસરી ગયો. પણ એવી શિષ્ઠતા–અશિષ્ઠતાને જાણે અહીં સ્થાન જ નહોતું. તત્પર જ છું, અગ્નિભૂતિ ગૌતમ ! તમારા પ્રકાંડ પાંડિત્યથી હું પૂર્ણતયા પરિચિત છું, તમારી સાથે વાદવિવાદને શુભ પ્રસંગ ક્યાંથી ?" અગ્નિભૂતિને આ શબ્દોએ ઉત્તેજિત કર્યો. એને લાગ્યું કે ભોળા ભાઈને ભરમાવનાર આ માયાવી મારી સામે વધુ વખત ટકી શકે તેમ નથી. એ આગળ કંઈ બેલવા જતા હતા, પણ જ્ઞાતપુત્રને બોલતા સાંભળી શાન્ત રહ્યો. હે ગૌતમ ! આપણે વાદવિવાદ કરીએ એ પહેલાં કર્મ વિષેની તમારી શંકા તે દૂર કરી લો ! તમારા પાંડિત્યને પીડતી આ શંકા લાલજ્જાને કારણે વર્ષોથી તમારા હૃદયમાં લોઢાની મેખની જેમ તમને સતાવી રહી છે. એ વિષે હું કંઈક કહું, પછી આપણે વાદવિવાદને પ્રારંભ કરીએ.”
Page #204
--------------------------------------------------------------------------
________________ જ્ઞાતપુત્રને ચરણે 181 આ શબ્દો નહોતા, પણ અગ્નિભૂતિના પાંડિત્ય ઉપર ન કળી શકાય તેવો જબરદસ્ત પ્રહાર હતો. છતાં ય અગ્નિભૂતિ ન ડગ્યો. એ સ્વસ્થ ચિત્તે ને ઉન્નત મસ્તકે પોતાના આસન પર દૃઢ રહીને બોલ્યાઃ પણ એની ભાષામાં સ્વયં પરિવર્તન થઈ ગયું હતું. સ્વાભાવિક તે છડી ભાષા લુપ્ત થઈ માનભર્યા વાક્યો નીકળ્યાં. “વારુ, જ્ઞાતપુત્ર! તમારું વક્તવ્ય પૂરું કરે!” મારું વક્તવ્ય કર્મ વિષે છે. ગૌતમકુળ-ભૂષણ! એ વાતને નિર્ણય રાખજે કે કર્મ છે ! એ રૂપી છે, મૂર્તિમાન છે અને અરૂપી અમૂર્ત એવા આત્મા સાથે અનાદિકાળથી જોડાયેલ છે. એ કર્મફળની પ્રત્યક્ષ સાબીતી આપણે બધા છીએ. શા માટે એક પૂજાય છે, જ્યારે બીજે પૂજા કરે છે. એક સેવાય છે, ત્યારે બીજે સેવા કરે છે. એક જ જાતને આત્મા ને એક જ જાતને માનવદેહ પછી બે વચ્ચે આટલી વિચિત્રતા કેમ? શું કારણ? અને એનું કંઈ પણ કારણ હોય તો તે " જ છે.” અગ્નિભૂતિ જેમ જેમ આ શબ્દો સાંભળતો ગયો તેમ તેમ એને ગર્વ ગળતે ગયો. આવી સાદી યુક્તિ-પ્રયુક્તિઓ એણે ઘણી સાંભળી હતી, પણ એ શબ્દોએ એના પર કંઈ અસર કરી નહતી. પણ આ શબ્દોમાં, આ સાદી ભાષામાં કંઈ અપૂર્વતા હતી ! ઝંઝાવાતમાં ડગમગ થતા મનરૂપી તને જાણે વિશ્વાસના વાયુ સ્પર્શતા હતા. એનું અસ્વાભાવિક દઢતાથી દબાવી રાખેલ મન બળવો પોકારી ઉઠયું. જ્ઞાતપુત્રની વાણી વધતી ગઈ, તેને ન જાણે શું થતું ગયું? પણ અગ્નિભૂતિ વિશેષ ને વિશેષ અસ્વસ્થ થતો ચાલ્યો. શબ્દો તે થોડા જ હતા, પણ કઈ અચિંત્ય પ્રભાવ એના મદરાશીને વેગથી ગાળી રહ્યો હતો. “પરમગુરુ, તમારા ચરણે છું!” એકાએક અગ્નિભૂતિ મસ્તકને
Page #205
--------------------------------------------------------------------------
________________ 182 મહર્ષિ મેતારજ પૃથ્વી સરસું નત કરી બોલી ઊઠયો. અગ્નિભૂતિની વાણુમાં પ્રચંડ પૂર વહી ગયા પછીની શાન્તિ હતી. તથાસ્તુ ગૌતમ!” જ્ઞાતપુત્રે પિતાના વિજ્યથી લેશ પણ ન હરખાતાં એ જ શાન્તિથી ઉપરના શબ્દો ઉચ્ચાર્યા. અગ્નિભૂતિ ગૌતમના પાંચસો શિષ્ય પણ ગુના ગુરુને ચરણે બેસી ગયા. આ વર્તમાન વાયુવેગે યજ્ઞમંડપમાં જઈ પહોંચ્યા. અગ્નિભૂતિ ને ઈદ્રભૂતિન ભાઈ વાયુભૂતિ સહસા જ આસન પરથી ઊભા થઈ ગયા ને સશિષ્ય પરિવાર મહસેન વન તરફ ચાલ્યા. ન કોઈની સાથે કંઈ બોલ્યા કે ન કંઈ ચર્ચા કરી. એમનું મુખ અનેક રેખાઓથી અંક્તિ થઈ ગયું હતું. પોતાના બન્ને ભાઈઓને ચળાવનાર તરફ તેમના દિલમાં અત્યંત ઉગ્ર આવેગ હતું. પણ માર્ગમાં જ જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ તેમનો એ આવેગ ધીરે ધીરે શમતે ચાલ્યો. એમને વિચારતાં લાગ્યું કે જે મહાપુરુષને આશ્રય મારા બંને ભાઈઓએ સ્વીકાર્યો એ મહાપુરુષ ખરેખર મહાન હશે, એમનો સાથે વાદાવાદ કરનાર હું કોણ માત્ર ! વાયુભૂતિ ગૌતમે વગર વિવાદે મહેસેનવનમાં આવી જ્ઞાતપુત્રનું શરણ સ્વીકાર્યું. આર્યાવર્તન ત્રણ ત્રણ મહાન વિદ્વાનોના આ રીતના સમાચારથી દેશવિદેશથી આવેલો સમુદાય ખળભળી ઊડ્યો. ધર્મપ્રતિષ્ઠાના સવાલ પાસે સહુ અધીરાં બની ઊડ્યાં. સોમિલ વિષે ઊભા થઈ રેષ ભરી વાણીમાં કહ્યું “દેવભૂમિ આર્યાવર્તમાંથી શું વેદનું જ્ઞાન નષ્ટ પામ્યું છે, કે એક સામાન્ય માણસ કે જે કદી કઈ વિદ્યાપીઠ કે વિદ્યાશ્રમમાં
Page #206
--------------------------------------------------------------------------
________________ જ્ઞાતપુત્રને ચરણે 183 ગયેલ નથી અને માયા એજ જેની મૂડી છે, એવાને પણ હરાવી ન શકે? હું સર્વ પંડિતસભાને આ પ્રશ્ન કરું છું.” સોમિલ વિપ્રના આ શબ્દોએ વજપાત જેવી અસર કરી. આર્યાવર્તના અગિયાર શ્રેષ્ઠ વિદ્વાનોમાંથી બાકી રહેલા આઠ વિદ્વાનો એક સાથે ગર્જી ઊઠયાઃ “યજમાન દેવ ! શાન્ત થાઓ! અમે આઠ જણ અત્યારે જ પ્રસ્થાન કરીએ છીએ. એકાકી વિદ્વાનને ભરમાવનારો એ માયાવી અમને આઠેને કેમ ભરમાવી શકે છે, તે હવે જોઈ લઈએ.” નિરાશ બનેલી માનવમેદનીમાં ફરી આશાનો સંચાર થયા. સહુએ આ વિભૂતિઓના પ્રસ્થાનને પ્રચંડ નાદથી વધાવી લીધું. સહુથી અગ્રભાગમાં કલ્લાક સંનિવેશના પ્રખ્યાત વિદ્વાન વ્યક્ત ને ઉપાધ્યાય સુધર્મા પોતાના એક હજાર શિષ્યો સાથે ધરણી ધ્રુજાવતા ને વેદનાદથી ગગનમંડળને ભરી દેતા ચાલતા હતા. આ બંને વિદ્વાનોના સમુદાય પછી મૌર્યગ્રામનો અજેય મનાતો વિદ્વાન મૌર્યપુત્ર હતો. એના 350 શિષ્યો પાછળ ચાલતા ચાલતા પણ વાદવિદ્યાના ભેદભેદની ચર્ચા કરતા હતા. આ પછી પિતાના ત્રણસો શિષ્ય સાથે પંડિતવર અચળબ્રાતા ને તેવા જ ત્રણસો શિષ્ય સાથે સ્વયં વેદાવતાર અકપિત ચાલતા હતા. સહુથી છેડે વત્સદેશભૂષણ તૈતર્યું ને તે પછી કેવલ સોળ વર્ષની પાંગરતી તરુણાવસ્થામાં રાજગૃહીના વિદ્વાનોમાં સન્માન પામનાર પ્રભાસદેવ હતા. કઈ મહા સેના મહાન રાજ્ય ઉપર ચડાઈ કરવા જતી હોય એવું દશ્ય હતું. ચાલનારાઓની ચરણધુલીથી આકાશમાં જબરી ડમરી જામી હતી. આર્યાવર્તના ઈતિહાસનું એક અતિ મહત્ત્વનું પૃષ્ટ આજે ઉઘડી
Page #207
--------------------------------------------------------------------------
________________ 184 મહર્ષિ મેતારજ રહ્યું હતું, ન બનેલો બનાવ આજે બની રહ્યા હતા, ધર્મના ઇતિહાસોમાં ન ઘટેલી ઘટના આજે ઘટી રહી હતીઃ આત્માના પ્રચંડ સામર્થ્યને પવિત્રતમાં ઇતિહાસ આજે આળખાતો હતો. વિદ્યા, પંડિતાઈ, ચાતુરી, વાદનિપુણતા અને એવું બીજું ઘણું એક નમ્ર આત્મા પાસે જાણે નિરર્થક બનતું જતું હતું. આઠ પંડિતની વાદગર્જનાથી જાણે દિશાઓ ડઘાઈ ગઈ હતી. પાછળ ઊભેલો શિષ્યસમુદાય સાગરમાં આવેલી ભરતીની જેમ લહેરાત હતો. આવો પંડિતરાજે આવો ! આજે તો આ ભૂમિનાં પુણ્ય જાગ્યાં છે. કુશળ છે ને! હું જાણું છું કે આપ સર્વે મને વાદવિવાદથી પરાસ્ત કરવા આવ્યા છે. પણ આપ જાણો છો કે હું વાદવિવાદથી પર થઈ ચૂકેલ છું. આપના સંશયો તે આ મારા સમર્થ શિષ્ય ગૌતમકુલભૂષણ ઈદ્રભૂતિ, અગ્નિભૂતિ ને વાયુભૂતિ છેદશે. આપ ખુશીથી પૂર્વપક્ષ રજૂ કરે ! " એક, બે કે ત્રણ! પૂર્વપક્ષ રજૂ થયો ને ક્ષણવારમાં ઈદ્રભૂતિએ તે તે પંડિતોના સંશયનું નિરાકરણ કર્યું. ત્રણે પંડિતે નિરુત્તર બન્યા. ચાર પાંચ ને છે. એમની પણ એ જ સ્થિતિ થઈ તૈતર્યા તે પૂરી ચર્ચા પણ કરી ન શક્યો. છેલ્લા પાંગરતી તરુણાવસ્થાવાળા પ્રભાસે વાદવિવાદ લાંબે. ચલાવ્યું. વાદવિદ્યાના છલ પ્રપંચને પણ આશ્રય લીધો. પણ એ બાળ વિદ્વાન જ્ઞાતપુત્રની સામે કંઈ વધુ બેલી ન શક્યો. આઠે પંડિતાએ જ્ઞાતપુત્રનું શરણ સ્વીકાર્યું ને સર્વેએ એકત્રિત થઈ જ્ઞાતપુત્ર જે લોકભાષામાં ઉપદેશ આપતા હતા, એ જ ભાષામાં
Page #208
--------------------------------------------------------------------------
________________ જ્ઞાતપુત્રને ચરણે 185 જ્ઞાતપુત્રની સ્તવના કરી. તમામ શિષ્ય પરિવાર, સમગ્ર સભાએ તેમાં સાથ પૂર્યો. ક્વીરાસને બેઠેલા ઈદ્રભૂતિ ગૌતમે પિતે સ્તવેલ “શિક્રસ્તવ” ને પ્રારંભ કર્યો. બીજા બધાએ તેમાં સાથ પૂરા. “નમુત્થણું અરિહંતાણું, ભગવંતાણું, આઈગરાણું, તિસ્થયરાણું, સયંસંબુદાણું. X પુરિસુત્તમાશું, પુરિસસીહાણું, પુરિસર–પુંડરીઆણું, પુરિવરગંધહસ્થીણું, લોગરમાણે, લોગનાહાણું, લોગહિઆણું, લાગપચવાણું, લોગપજેઅગરાણું. ધમ્મદયાણું, ધમ્મદેસયાણું, ધમ્મનાયગાણું, ધમ્મસારહીશું; ધમ્મરચારિત ચક્રવટ્ટીણું. * એક પ્રકારનું આસન. * નમસ્કાર હો પરમપુરુષને ! એ પરમપુરુષ કેવા છે, તેનું વિશેષ વર્ણન કરે છેઃ પુરુષ વિષે સિંહ સમાન, પુરુષ વિષે ઉત્તમ પુંડરિક કમળ સમાન, પુરુષ વિષે પ્રધાન ગંધહસ્તિ સમાન, તેમજ લોકને વિષે ઉત્તમ, લોકનાથ, લોકકલ્યાણકર્તા, જગતપ્રકાશક ને લોકમાં દીપક સમાન, ધર્મદ્રષ્ટા, ધર્મોપદેશક, ધર્મનાયક, ધર્મરથના સારથી, તેમજ સ્વર્ગ, નરક, મનુષ્ય ને તિર્યંચ ગતિને નાશ કરનાર, તેમજ રાગદ્વેષના જીતનાર ને જીતાડનાર, સંસારસમુદ્રને તરનારને તેમાંથી તરાવનાર, તવના જાણકાર ને જણાવનાર, કર્મથી સ્વયં મુક્ત ને બીજાને મુક્ત કરાવનાર, એવા સર્વજ્ઞ, સર્વદશી, કલ્યાણરૂપ, અચળ-નીરોગી-અનંત-અક્ષય-અવ્યાબાધ-અપુરાનગમન સ્થિતિને પ્રાપ્ત થયેલ, રાગદ્વેષને ક્ષય કરનાર એવા સર્વ ભયોના જિતનાર અરિહંતને નમસ્કાર હો !
Page #209
--------------------------------------------------------------------------
________________ 186 મહર્ષિ મેતારજ જિણશું જાવયાણું, તિન્નાણું તારયાણું, બુદાણું બેહયાણું, મુત્તાણું મોઅગાણું. સબ્યુનૂણું, સવદરિસીયું, સિવ–મયેલ–મરૂઅમર્ણતમફખય–અવ્યાબાહ-મપુણરાવિત્તિ સિદ્ધિગઈ નામધેય ઠાણું સંપત્તાણું નમે જિણાણું જિઅભયાણું.” સ્તુતિ પૂરી થઈ. આખી પરિષદાએ “નમો જિણાણું જિઅભયાણું ને જયનાદ ગજાવ્યો. આ જયનાદને પલ્વે ક્ષણવાર સર્વ દિશાઓને બધિર બનાવી રહ્યો. આઠ પંડિતને પણ શરણે ગયેલા સાંભળી નગરલોકનાં જુથેજુથી મહસેનવન તરફ ઊલટી રહ્યાં હતાં. મહસેનવનમાં ઉમટી રહેલી માનવમેદની તરફ દષ્ટિ ધૂમાવતાં જ્ઞાતપુત્રે પિતાના ઉપદેશને પ્રારંભ કર્યોઃ “મહાનુભાવો, દરેક ધર્મ અને દરેક પ્રાણી મારી દષ્ટિએ સમાન છે, કારણ કે હું સ્યાદવાદ” સિદ્ધાન્તનો પ્રતિપાદક છું. સંસારના મેટા રાગદ્વેષે જેવા કે જાણવાના દષ્ટિબિંદુના ભેદથી જ ઉત્પન્ન થાય છે. કોઈ ધર્મ, કઈ વસ્તુ કે કઈ ક્રિયાઃ દરેકને બે બાજુ હોય છે. એ બંને બાજુ જેવી–નિરખવી–એને સમન્વય કરઃ એનું નામ સ્યાદવાદ છે. સ્યાદવાદના સિદ્ધાંતને અનુસરનારો માણસ પરસ્પર વિરુદ્ધ લાગતી બાબતમાંથી પણ તત્ત્વ તારવી શકે છે. લોકે કહે છે કે હું કોઈ ધર્મની નિંદા કરતો નથી, કેવલ મારી વાતનું વિધાન કરું છું એ વાત સાચી છે–પણ એમાં દંભ નથી. સ્યાદ્વાદ દષ્ટિવાળા માણસ વિવિધ દૃષ્ટિબિંદુથી દરેક ધર્મને નિરખે છે. અને દરેક ધર્મ અમુક દષ્ટિબિંદુએ સારો હોય છે. એ સારાને સમન્વય સાધવો એ જ
Page #210
--------------------------------------------------------------------------
________________ જ્ઞાતપુત્રને ચરણે 187 શ્રેયસ્કર છે. માટે તમને પણ એ જ સિદ્ધાંત અનુસરવા સૂચવું છું. એથી પારસ્પરિક દ્વેષ, ઝઘડા અને વૈમનસ્ય ઓછાં થશે. માણસ માણસની નજીક આવશે ને ગમે તેવા મત કે અભિપ્રાય ધરાવવા છતાં “સ્યાવાદ” સિદ્ધાન્તના બળે નિશ્ચિત દૃષ્ટિકોણ પર એક થશે.” સભા શાંત ચિત્તે સાંભળી રહી હતી. આ વેળાએ રાજાઓમાં ઇદ્ર સમાન એવા મગધેશ્વરે ઊભા થઈ, બે હાથ જોડી પ્રાર્થના કરીઃ નિગ્રંથ પ્રભુ ! આપનું શાસન પ્રવર્તાવો ! આપની માન્યતાએમાં માનનારો સંધ સ્થાપો!” મારું શાસન ! મારે સંઘ ! ભલું કહ્યું મગધપતિ ! પણ જાણી લેજે કે મારા શાસનમાં, મારા સંઘમાં રાય-રંકનો ભેદ નથી, નીચ–ઉચ્ચ ભેદ નથી, જાતિ–ગેત્રની અડચણ નથી. શ્રદ્ધાપૂર્વક મારા તત્ત્વજ્ઞાનને અનુસરનારો કેઈ પણ જીવ મારો અનુયાયી છે. મારી પણ ઈચ્છા છે કે અહિંસા ધર્મને અને સ્યાદવાદ શૈલિને જેટલો પ્રચાર થાય તેટલો ઈષ્ટ છે, અને તે માટે હું સંધ સ્થાપું છું. “સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા : મારા સંઘના આ ચાર અંગો છે. ત્યાગ એ મારો પરમ આદર્શ છે. જગતનું જીવન ત્યાગ પર જ ચણાયેલું છે. જગતની સુંદરતા ત્યાગમાંથી જન્મે છે. એ ત્યાગ ભાવના પર જીવનારા મારા સંધના અનુયાયી બની શકે. પણ દરેક અનુયાયી સર્વોત્કૃષ્ટ ત્યાગને નમૂનો બની શકતો નથી. સામાન્ય રીતે ત્યાગ ધર્મમાં માનનારે ને તે માન્યતા પ્રમાણે યથાશક્ય વર્તનાર વર્ગ તે શ્રાવક ને શ્રાવિકા કડક રીતે ત્યાગ ધર્મમાં માનનારે ને માનવા પ્રમાણે વર્તનારે વર્ગ તે સાધુ-સાધ્વી.” જ્ઞાતપુત્ર ક્ષણવાર થંભ્યા. તરત ઇદ્રભૂતિ ગૌતમ પિતાના દશ વિદ્વાનો સાથે ઊભા થયા ને વિનંતી કરીઃ
Page #211
--------------------------------------------------------------------------
________________ 188 મહષિ મેતારજ પ્રભુ, અમને સાધુપદ આપે !" મારા લક્ષમાં જ છે ગૌતમ! તમને અગિયાર પંડિતરાને સાધુગણના ધારક તરીકે નિયત કરું છું. સાધુ સમુદાયમાં તમે અગિયાર ગણધરો કહેવાશે. ઈચ્છું છું ને આશીર્વાદ આપું છું કે ચિરંજીવ થઈ ચિરકાળ સુધી ધર્મનો ઉદ્યોત કરશો.” “મારા દેવ, મને સાધ્વીપદે સ્થાપ!” સભાની એકબાજુથી મિષ્ટ સ્વર સંભળાયો. ખીલતી પુષ્પકળી સમી એક કુમારિકા હાથ જોડીને ઊભી હતી.” કાણુ ચંદના મહાસતી !" શું એ ચંદનબાલા છે, કે જેના મૂઠી બાકુળ પાછળ બાવસ્તિના એવામીઠાઈ વ્યર્થ બન્યા હતા ! એ જ રાજા શતાનિકની પુત્રી વસુમતી ! પ્રભુએ જેની ભિક્ષા સ્વીકારી જીવન–મરણની અટવીઓ ઉલ્લંધાવી દીધી ! આખી સભા એ કુમારિકા તરફ તાકી તાકીને જોઈ રહી. “ચંદના, ત્યાગ માર્ગની પરમ પૂજારિણી ! તથાસ્તુ ! સાધ્વીવર્ગની તું પ્રથમ પ્રવર્તિની !" ચંદનાએ નિરુત્તર રહી સાષ્ટાંગ દંડવત કર્યા. “મગધરાજ ને અભયકુમાર આદિ શ્રાવકે ને સતી સુલસા ને સતી ચેલ્લેણું મારી શ્રાવિકાઓ ! " બધાએ ઊભા થઈ મસ્તક નમાવી સહર્ષ સ્વીકાર કર્યો. અગિયાર પંડિતરા સાથે આવેલા શિષ્યએ સાધુધર્મ અંગિકાર કર્યો. ઘણાએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. ઘણું સ્ત્રીઓએ સાધ્વીપદને ઘણએ શ્રાવિકાપદ સ્વીકાર્યું. મહારાજ, ત્રદર્શન કરાવો!” સભાએ સંઘનાં વ્રત કેવાં
Page #212
--------------------------------------------------------------------------
________________ જ્ઞાતપુત્રને ચરણે 189 હોવાં જોઈએ તે માટે આદેશ મા. મહાનુભાવોઃ વ્રતદર્શન કરાવું તે પહેલાં એક વાત જણાવવાની કે દરેક ક્રિયા શ્રદ્ધાથી ફળવતી બને છે. અર્થાત જે દેવ, ગુરુ ને ધર્મને તમે આચરવા તૈયાર છો, તેમાં તમારી દેવ, ગુરુ ને ધર્મ તરીકેની પૂર્ણ શ્રદ્ધા હોવી ઘટે.* એ દેવગુરુએ રજૂ કરેલાં તમાં પૂર્ણ શ્રદ્ધા હેવી ઘટે. આ શ્રદ્ધા એટલે સમ્યક્ત્વ ! આવા સમ્યક્ત્વના ઉપાસક માટે મુખ્ય પાંચ વ્રત છે. આ પાંચ મહાવ્રત એટલે અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ ને બ્રહ્મચર્ય. આ પાંચ મહાવ્રતો સાધુ-સાધ્વીએ પ્રાણના ભોગે પણ પાળવાનાં છે, ગૃહસ્થ જરૂરી છૂટ લઈ શકે છે.” " આટલું શ્રવણ કર્યા પછી સભા સમાપ્ત થઈરાજામહારાજાઓએ સંઘસ્થાપનાનો ઉત્સવ ઉજવ્યો. આ ઉત્સવના પડઘાઓ આર્યાવર્તના ખુણે ખુણે પડ્યા. નવ ક્રાન્તિના પ્રવર્તક જ્ઞાતપુત્રને સંદેશ ઠેર ઠેર પ્રસરી વળ્યો. *ચા રે સેવતાવૃદ્ધિનુરી 2 ગુતામતિઃ. ધર્મ જ ધર્મી યુવા રમિપુજ્ય યોગશાસ્ત્ર: હેમચંદ્રાચાર્ય.
Page #213
--------------------------------------------------------------------------
________________ મે હ પા શ [ 16 ]. સધસ્થાપનાની એ છડી સવારીએથી મગધરાજ પોતાના મંત્રી–સામંતને સરદારો સાથે પુનઃ રાજગૃહી તરફ પાછા ફરતા હતા. રણક્ષેત્રના વિજયના જે આજના ધર્મવિજયનો આનંદ અપૂર્વ હતે. મહાપ્રભુએ મગધનાં જ બે મહારત્નોને શ્રાવક ને શ્રાવિકાપદે અંકિત કર્યા હતાં. પ્રભુએ જાણે આડકતરે આદેશ કર્યો હતો કે મગધના નાથે મહાધર્મને પ્રચાર કરો. અને એ મહાધર્મના પ્રચારની અનેકાનેક શક્યતાઓ મગધને વરી હતી. ચેલણ ને નંદા જેવી રાણઓ, અભય ને નાગથિક જેવા વિશ્વાસુ મંત્રીઓઃ મેતાર્ય જેવા શ્રેણિપુત્રો અને માતંગ વિરૂપા જેવી સુંદર બે બેલડીઓ અહીં હતી. અનેક સુંદર વટવૃક્ષો પાંગરેલાં હતાં કે જેની છાયામાં બીજા વટવૃક્ષને પાંગરતાં વાર ન લાગે ! આખી સવારી વનપ્રદેશની શોભા નિહાળતી આગળ વધતી હતી. મગધરાજ જ્ઞાતપુત્રના નવસંદેશને, અહિંસા અને ત્યાગની ભાવનાને રાજકીય વ્યવહારોમાં કેમ અંતર્ગત કરવી એની કલ્પનામાં મા હતા. મગધરાજના “સેચનક' હસ્તિની પાછળ જ મહામાત્ય અભય અને નગરશ્રેષ્ટિ મેતાર્યના પડછંદ અ હતા. મહામાત્યના ચહેરા પર આછી વ્યગ્રતા હતા. સદા સ્વસ્થ ને શાન્ત દેખાતા મહામાત્યના
Page #214
--------------------------------------------------------------------------
________________ મેહપાશ 191 મુખપરની આ ચિંતાની રેખાઓ પકડી શકાય તેમ નહોતી, પણ ચતુર મેતાર્ય પાસે એ છૂપાવી શકાય તેમ નહોતું! “મંત્રીરાજ, કંઈક વિચારમાં લાગે છે?” મેતા પિતાના અસ્વને જરા વધુ પાસે ચલાવતાં કહ્યું. “વિચાર ?" મહામાત્યે ભારે દિલે ઉચ્ચાર્યું. “મેતાર્ય, વિચાર તો માનવમાત્રને સ્વાભાવિક છે. ચાહે કે ન ચાહો એ તો આવ્યા જ કરે ને!” એમ વાત ઉડાવા માટે વિચાર વિચારમાં અંતર હોય છે, મંત્રી રાજના સદા સ્વસ્થ હૃદયને સતાવી રહેલા વિચાર સ્વાભાવિક કે સામાન્ય ન હોય.” મેતાર્ય, સાચું છે. મુખ તો માણસના મનનું દર્પણ છે. વિચાર તે બીજે કંઈ નહિ પણ આ રાજજીવનને છે. દિવસે દિવસે એમાંથી છૂટવાનો પ્રયાસ કરતો જાઉં છું, તેમ તેમ વધુ ને વધુ એમાં ગુંથાત જાઉં છું.” “એટલે તમે રાજગાદીને ત્યાગ કરવા ઇચ્છે છે ?" મેતાર્ય આશ્ચર્યમગ્ન બની પ્રશ્ન પૂછી રહ્યો. “રાજગાદીના ત્યાગને નિર્ણય થઈ ચૂકેલે છે.” " મગધનું સામ્રાજ્ય નાનું પડ્યું?” “નાનું નથી પડયું. એ જીવનને રસ જ મારામાં રહ્યો નથી. ગૃહસ્થાશ્રમનું જીવન ગાળવા જેમ અમુક રસની આવશ્યક્તા છે, એમ રાજવી જીવન ગાળવા માટે પણ. પણ મને તે બધું નીરસ લાગે છે.” “તે શું કરશો ?" “જ્ઞાતપુત્રના શરણે જઈશ.” " સાધુ થશે?” મેતાર્ય અત્યંત આશ્ચર્ય અનુભવી રહ્યો.
Page #215
--------------------------------------------------------------------------
________________ 192 મહર્ષિ મેતારજ મહામાત્યની નિષ્કામવૃત્તિના એ પૂરા પરિચિત હતા, પણ એ વૃત્તિ આટલી હદે આગળ વધી હશે, એનું એને ભાન નહોતું. મગધનું આટલું મહામૂલું સામ્રાજ્ય, છતાં શક્તિ-સામર્ચે કણ આ કીર્તિવંત પદને તજવા સ્વમ પણ સેવે ! મહામાત્ય મગધનાથ બને તો આજના લોકપ્રિય મગધનાથને પ્રજા ક્ષણમાત્રમાં ભૂલી જાય, એટલી તો એમની મોહિની હતી. અદ્ભુત ત્યાગ !" મેતાર્યથી એકાએક બેલી જવાયું, અને એ ઊંડા વિચારમાં ઊતરી પડ્યો. મહામાત્ય મેતાર્યની પ્રકૃતિ જાણતા હતા, ત્યાગની અત્યંત અભિરુચિ હોવા છતાં ભોગથી ન છટકી શકનાર આ જુવાનની વૃત્તિ તરફ તેમને અત્યંત માન હતું. તેઓએ જરા વધુ નજીક ઘડે લીધે ને કહ્યું મેતાર્ય, એ ત્યાગની વાત આજે મૂકે! તમને ખબર છે, કે મને બેચેન બનાવી રહેલ તે મારી રોહિણેયને પકડવાની પ્રતિજ્ઞા છે. દિવસો વીતતા ચાલ્યા છે, પણ કંઈ થઈ શક્યું નથી.” અભુત લૂંટારો!” પરગુણ–પ્રશંસાના સ્વભાવવાળા મિત્રાર્થે કહ્યું: “મહામાત્ય, જે કે એણે મગધની કીર્તિ સામે બાથ ભીડી એટલે મને શેષ છેબાકી સુંદર યુવાન છે. શૌર્ય સાથે સંસ્કારની સુંદર છાંટ પણ એનામાં છે.” પણ વારુ, મેતાર્ય! તમારાં તો લગ્ન લેવાયાં સાંભળ્યાં છે. દેશદેશની, અજોડ સૌંદર્યભરી સાત કુમારિકાઓ તમારી સાથે પાણિગ્રહણ કરશે. મગધનાથ વાત કરતા હતા, કે આ ઉત્સવ અત્યંત ભવ્ય થશે! જે જે મેતાર્ય, સાત સાત સૌંદર્યવતીને પામી બીજું બધું વિસરી ન જાઓ !" મહામાત્ય અભયે વાત બદલી.
Page #216
--------------------------------------------------------------------------
________________ મેહપાશ 193 “મહામાત્ય; બહુ મોટી દુવિધામાં છું. એક તરફ તમને જોઉં છું, જ્ઞાતપુત્રને નિરખું છું, મહાસતી વંદના ને સુલતાને સ્મરું છું ત્યારે આ બધું ફિક્કુ લાગે છે. એમ લાગે છે કે બધું ય નીરસ છે. રસ છે કેવળ ત્યાગ, વૈરાગ્ય ને અર્પણમાં ! પણ ક્ષણવારમાં પડદો હટે છે, ને પેલાં મદભર્યા નયને ને માધુર્યની મૂર્તિઓ જોઉં છું ત્યારે કેફ ચડી જાય છે. જાણે એમ લાગે છે કે આ સુંવાળા સહચાર જ જીવન સર્વસ્વ છે ! એને ન છોડી શકાય !" “કુમાર, કેટલાકના જીવનનું નિર્માણ જ એવું હોય છે, પ્રેરો કે ન પ્રેરે, એ ભોગ તરફ જ ધસવાનું. એવાને ભોગ ભોગવવાનું ન કહેતાં વૈરાગ્ય તરફ ખેંચી જવામાં ઘણું જોખમ છે. એવે ટાણે તમને ઉપજતી દુવિધા ઉપયોગી છે. ભોગના કીચમાંથી એકદહાડો એ ગ તરફ પ્રેરી જાય છે. કુમાર, હવે મારે જુદા પડવાને વખત આવી પહોંચ્યો છે. જતાં પહેલાં એક જ વાત કહું છું કે ભોગને પણ મર્યાદા છે, વખત આવે એને પણ છોડી દેજો !" મહામાત્ય, ભલે રાજના ગુનેગારને દંડ દેવા આજે સીધા, પણ મારા લગ્નમાં અવશ્ય હાજર રહેવું પડશે. એ વિના લગ્નક્રિયા નહીં થાય.” લગ્નક્રિયામાં વિલંબ પણ નહીં પોસાય. કુમાર, તો મહામાત્યને સાથે જ લઈ લો !" ગજરાજ પર આરૂઢ થયેલ મગધનાથ આ સંવાદ સાંભળી રહ્યા હતા. તેમણે વચમાં કહ્યું : પણ મહારાજ, મહામાત્ય તે આજ્ઞાધીન છે. મગધનાથની આજ્ઞાની વાર છે.” મેતાર્યો મહામાત્ય કંઈ હા-ના ભણે, તે પહેલાં તેમને યુક્તિથી બાંધી લીધા. કુમાર મેતાર્યનાં લગ્ન હેય એ વેળા હાજર રહેવાના વગર 13
Page #217
--------------------------------------------------------------------------
________________ 194 મહર્ષિ મેતારજ કહે જ આજ્ઞા કે આમંત્રણ માનવાનાં. મગધના રક્ષકોના બાહુ મજબૂત હશે તે રોહિણેય જે જગનો ચોરટે કયા પાતાળમાં છુપાશે !" બેની વાતચીતમાં ત્રીજે માથું ન મારી શકે એવી ઠીક ચાતુરી વાપરે છે ! પણ કુમાર ! ગુનેગારને જેટલી મોડી શિક્ષા થાય તેટલી પ્રજાને પોતાની વિશેષ નિરાધારતા ભાસે.” મગધની પ્રજાને મગધપતિ કે મગધના મંત્રીને હવે નવે નામે નથી મૂલવવાના! પ્રજાને પૂરે ભરોસો છે, કે મગધને શત્રુ કદી સ્વસ્થ નહીં રહી શકે. આ ઉત્સવ સમાપ્ત થાય કે આપને રજા છે.” સારું, જેવી તમારી ઈચ્છા !" મહામાત્ય અભયે હસતાં હસતાં ન ગમતી વાતનો સ્વીકાર કર્યો. સવારી વેગથી આગળ ને આગળ વધતી જતી હતી. હાથીએના ઘંટારો, અોના હણહણાટ અને રથના ઘરઘર અવાજથી આ વનપ્રદેશ ગુંજી ઊડ્યો હતો. રાજગૃહી પહોંચવાને હવે ઘેડ પંથ બાકી હતે. મગધનાથના હસ્તીની પાછળ ચાલ્યા આવતા મંત્રીરાજ અભય અને કુમાર મેતાર્ય ફરીથી પોતાના પ્રિય રસ અધ્યાત્મવાર્તામાં ઊતરી પડ્યા. “મહામંત્રી, પ્રભુનો ઉપદેશ સાંભળ્યા પછી આ નાત-જાત, આ ધનદેલત, આ માયા–મહ બધા તરફ તિરસ્કાર છૂટે છે. આપણું જીવન જ એવું છે કે જાણે સાદાઈ અને સંયમ સાથે દુશ્મનાવટ ! પેલી વિરૂપા ને માતંગ! કેવું સુંદર જીવન! મહાપ્રભુએ નાત-જાતનાં જાળાં કાપી નાખ્યાં એ સારું જ કર્યું.” “મહામંત્રી, વિરૂપા તરફ તે મને કોઈ અકથ્ય ખેંચાણ છે. મારી માતાની એ પ્રિય સખી છે. રોહિણેયના હાથે ઘાયલ થઈને
Page #218
--------------------------------------------------------------------------
________________ મોહપાશ 15 પડેલ મારી અજબ સેવા એના સિવાય કોઈ ન કરી શકે. જ્ઞાત સરખું સામર્થ્ય હોય એમ મને નથી લાગતું. વિચાર અને આચારમાં ઘણો ભેદ છે, છતાં ખાતરી રાખજો! એક દહાડો જ્ઞાતપુત્રનો ઉપદેશ ચરિતાર્થ કરી બતાવીશ. મંત્રીવર્ય, તમારા જેટલું સામર્થ્ય તે દુર્લભ છે.” કુમાર, સંસારને તે કરોળીઆની જાળ માનજે !" “એને પ્રાણાર્પણથી પણ ભેદવાની હોંશ છે.” વારુ મેતાર્ય, એક ચર્ચા તમને કહેવાની રહી ગઈ. અમારે વાદવિવાદ ચાલ્યો. એકે કહ્યું કે સત્ય ને અહિંસામાં પણ વેળા-કળા જેવાની! ધારો કે એક મૃગલું આપણુ પાસેથી પસાર થયું. એને જતું જેનાર આપણે સિવાય ત્યાં અન્ય કેઈ નથી. પાછળ જ એક કર પારધેિ આવીને પ્રશ્ન કરે કે મૃગલું જોયું? હવે આપણે શું કરવું ? મેં કહ્યું સત્ય કહો તે હિંસા થાય છે. ખોટું કહે તે સત્ય હણાય છે. મૌન રહે તે પેલે તમારો ઘાત કરે છે. ત્રણમાંથી શું કરવું ? મેતાર્ય, આ ચર્ચા ખૂબ રસભરી નિવડી. બેલે, તમે શો જવાબ આપ છો ?" “જીવને સાટે પ્રતિજ્ઞા પાળવી. શિકારીને સમજાવો, ન માને તે પ્રાણનું પણ બલિદાન આપી પ્રતિજ્ઞા જાળવવી!” શાબાશ મેતાર્ય! તમારી ભાવના બરાબર છે, પણ ભલા કઈ એમ પણ કહે કે હરણ જેવા ક્ષુદ્ર પ્રાણુ ખાતર મહા પરાક્રમી માણસે મરી ફીટવું?” સત્ય અને અહિંસાપાલકને મન કીડી અને કુંજર બધાં ય સરખાં છે. અને એ રીતે સત્ય અને અહિંસાની વેદી પર આપેલું
Page #219
--------------------------------------------------------------------------
________________ 16 મહર્ષિ મેતારજ એનું બલિદાન વ્યર્થ જતું નથી ! એ બલિદાનને મૌનની વાચા આવે છે, ને જુગજુગ સુધી એવા હજારો શિકારીઓનું કલ્યાણ કરે છે. મરનારની શ્રદ્ધા જોઈએ.” આવી જ્ઞાનભરી વાતો કરતા કરતા બન્ને રાજગૃહિના દરવાજાઓમાં પ્રવેશ કરી ગયા. સંસ્થાને છેલ્લે પ્રકાશ જગત પરથી વિદાય લઈ રહ્યો હતો ને રાજગૃહિની બજાર દીપકના પ્રકાશથી ઝળહળી ઊઠી હતી. એક ચેકમાં બન્ને જુદા પડ્યા. મહામંત્રી રાજમહાલય તરફ ચાલ્યા. મેતાર્યો ઘોડાને ઘર તરફ હાંક્યો, પણ એટલીવારમાં કોઈ બાળક તેમને કંઈ કહી ગયો. મેતાર્યો ઘોડો પાછો ફેરવ્યું અને નગરના પાછળના ભાગમાં આવેલાં મતવાસનાં ગૃહ તરફ ચલાવ્યો. રાત્રીને ટાણે મેતાર્ય મેના ઘર તરફ શા માટે? કેટલાક નગરજનોના મનમાં પ્રશ્ન પેદા થયો ને પાછી નિત્ય વ્યવસાયમાં શાન્ત પડી ગયો. મેતાર્ય ધીરે ધીરે ઘોડે ચલાવતો વિરૂપાને આંગણે જઈ ઊભો રહ્યો. વિરૂપા ઘરમાં દીવો પેટાવી એની સામે એકી નજરે જોઈ રહી હતી. વખતનાં વહેણની સાથે યૌવનની ખુમારી ચાલી ગઈ હતી, પણ પ્રૌઢ અવસ્થાએ તે વળી રૂપને રંગ ગાઢો કર્યો હતે. એકાદ બે ઝીણું કરચલીઓએ ચહેરાને વધુ દેખાવડો બનાવ્યું હતું. ઓછાં સંતાન ને ઓછી સુવાવડે; બંનેએ એને ઠસ્સો જાળવી રાખ્યું હતું, છતાં એ ઉન્મત્ત કંઠ, મદભર ચાલ અને રૂઆબભેર વાતો હવે નહતી. ઘોડાની હણહણાટી સાંભળતાં વિરૂપા દી લઈ બહાર આવી. આંગણામાં ઊભા કરેલા ફૂલછોડના ક્યારા ઉપર દીવો મૂક્યો. મેતાર્ય, પધારે!” શા માટે મને યાદ કર્યો?”
Page #220
--------------------------------------------------------------------------
________________ મેહપાશ 197 “માનું દિલ છે, ભાઈ! વજ સરીખડી દિવાલોથી બાંધેલ સાગરને બંધ પણ કેકવાર તે તૂટી પડે છે ને !" કાણ મા છે? કોના દિલની વાત કરો છો? કોના સાગરને બંધ તૂટયો ?" મેતાર્યનું દયાળુ દિલ બોલવા લાગ્યું. “કોણ મા? હું મા. ભાઈ, સંસારમાં દુઃખિયારી માતાનો કંઈ તોટો છે?” માનવીના દિલ ઉપર તીક્ષણ કરવત ફરતી હોય અને જેવા સ્વર નીકળે તેવા સ્વરે વિરૂપા બેલતી હતી. શાણી હસમુખી વિરૂપાના આ વર્તનથી મેતાર્યનું દિલ દ્રવી ઊઠયું. આ પહેલાં પણ કેટલાક પ્રસંગેથી મેતાર્યના મનમાં કંઈક શંકાઓ જન્મી હતી. એ ઘેડેથી ઊતરી વધુ નજીક ગયો. એણે કઈક ગળગળા છતાં મક્કમ અવાજે કહ્યું: “હું ઘણા વખતથી ઊં છું કે તમે મને જોઈ બેચેન બની જાઓ છે, કંઈનું કંઈ બોલી નાખે છે. ભેદ ભરી આ રીત શા માટે? આટલો મનભાર શા કારણે?” મનભાર ઓછો કરવા ઘણી ય મથું છું, કુમાર ! વ્રત, તપ પણ કરું છું. શ્રમણના ઉપદેશમાં ય જતાં ચૂકતી નથી, પણ ન જાણે શા માટે આ વાસનાનું ભૂત મારો પીછ જ છોડતું નથી.” કઈ વાસના?” સંતાનની.” “તમારે સંતાન ક્યાં છે? પારકાનાં સંતાન જોઈ શા માટે દિલ બાળા છો? મરેલાને વિસારવામાં જ બુદ્ધિમાની છે.” કેણ મરેલું? મારું સંતાન ?" વિરૂપાની આંખો ફાટી. “હા, માતા કહેતી હતી કે હું જો તે જ દિવસે તમે પણ એક બાળકીને જન્મ આપે. એ મરી ગઈ” -
Page #221
--------------------------------------------------------------------------
________________ 198 મહષિ મેતારજ “કેણ મરી ગયું? મારું સંતાન તે જીવિત છે. મારું સંતાન અમર છે. મેતાર્ય, મને એક વાર ચેખે ચોખ્ખું કહી દેવાની રજા આપ કે હું તારી મા છું.” વિરૂપા હૃદય પરનો કાબૂ ગુમાવી બેઠી હતી. વિરૂપા, શા માટે મુંઝાઓ છો ? જ્ઞાતપુત્રને ઉપાસક-ધનદત્ત શેઠને પુત્ર, માતાની પરમ સખીને માતા કહેતાં નહિ શરમાય !" મેતાર્ય, અત્યારે મારી શુધબુધ ઠેકાણે નથી. હદયના પહાડમાંથી ક્યાંક લાવા ઊગળવા લાગ્યો છે, કડાકા થાય તે ડરીશ મા! તું ધનદત્તનો પુત્ર નહિ, મારો ! વિરૂપાન ! માતંગનો ! મુજ ચંડાલણીનો તું પુત્ર ! બેટા, આ છાતીમાં દૂધ તારા માટે જ હતાં. વચનને ખાતર બીજાને આપેલો ! હા, હતભાગિની વિરૂપા !" વિરૂપા આટલું બોલતાં બોલતાં ઢગલો થઈ જમીન પર પડી ગઈ. મેતાર્યો એકદમ આગળ વધી એને ઉપાડી આંગણામાં સૂવાડી. મેં ઉપર પાણી છાંટી કપડાથી હવા નાંખી. ડીવારમાં એ બેઠી થઈ. ભાનમાં આવતાંની સાથે એ બોલવા લાગી મેતાર્ય, રુધિરની માયા વિચિત્ર છે. તારું એક એક હાડકું, તારી એક એક અવયવ મારા હાડમાંસનો બનેલો છે. દુનિયામાં ઘેલામાં ઘેલું પ્રાણી માં છે, નહિ તે ભલા; અર્પણ કરેલી દોલતને કેઈ યાદ કરતું હશે! પણ બેટા, મુંઝાઈશ મા! કીતિ અને કુળને સિંહાસનેથી તને નહિ ઉતારી લઉં. એકવાર તને ભેટી લેવા દે! ધગધગતી આ છાતીને તારા આશ્લેષથી શાન્તિ પામવા દે ! બેટા, આ તારા રક્તલ પર પહેલું ચુંબન ચોડવાને અધિકાર આ હતભાગિનીને જ હતો. બસ, કેવળ એકવાર મા કહેતા જા! બેટાનો સાદ સાંભળી મોત પણ મીઠું લાગશે.” “વિ....રૂ..પા, ! તમારી વાણું કંઈ સમજાતી નથી. જરા
Page #222
--------------------------------------------------------------------------
________________ મેહપાશ 199 વિસ્તારથી કહે જે.” " વિસ્તારથી સાંભળીશ? ભલે બેટા, સાંભળ!” વિરૂપા ધીરે ધીરે અસ્પષ્ટ રીતે વાત કહેવા લાગી. વિરૂપા! મને મોતના મુખમાંથી પાછી લાવનાર મારી જનેતાસમી વિરૂપા ! આ વ્યગ્રતા કેવી ! તમારી વાણી નથી સમજાતી ! જરા વિસ્તારથી સમજાવો !" “સમજાવું છું બેટા ! જ્યારે બધી લાજ શરમ છોડીને તારી સામે ઊભી છું, પછી શા માટે અંતરના અવરોધને આડે લાવીશ ! બેટા, વાત ટૂંકી છે. ધાર્યું હતું કે આજે થશે ને કાલે ભૂલાઈ જશે. પણ એ ન બન્યું. તું જાણે છે કે શેઠાણું અને હું બંને સહિયર છીએ. અમારાં સખીપણને ઊંચ—નીચની દિવાલો ભેદી શકી નહોતી. શેઠાણીને સંતાનની અછત હતી. એમના દેહની ગરમી બાળકને જન્મવા ન દેતી. કોઈ જન્મતું તો જીવતું નહિ ! ધનકુબેર શેઠને વારસની જરૂર હતી, અને એ જરૂરિયાત માટે તેઓ બીજી પત્ની કરવા માટે પણ તૈયાર હતા. અને એમ થાય તો શેઠાણીને માથે શોક્યનું સાલ ઊભું થાય. કુદરતને જ એ સંકેત માનું છું, કે અમને બંનેને સાથે મહિના હતા. આ માટે મેં વગર ક–સોગન આપીને સેદો કર્યો. મારે પુત્ર જન્મ તો એમને આપવો. એમને જે જન્મે એની માતા મારે બનવું !" વિરૂપા જાણે વાત કરતાં ય થાકી ગઈ હતી. વર્ષો પછી એનાં અંતરનાં કમાડ આજે ઊઘડતાં હતાં. બેટા, એક સુંદર રીતે વેદનાની વાણી પોકારતાં તને જગતનાં પ્રથમ દર્શન કરાવ્યાં. અમારા સંકેત મુજબ વિશ્વાસુ દાસી નંદા તૈયાર હતી. સંતાનની કુશળતાથી આપલે થઈ ગઈ. શેઠાણીને પુત્રી અવતરેલી, પણ ગરમીથી એ ખદખદી રહી હતી. થોડે દહાડે એ
Page #223
--------------------------------------------------------------------------
________________ 200 મહષિ મેતારજ બિચારી પરલેક–પ્રયાણ કરી ગઈ. બેટા, તારું એકેએક અવયવ મારા હાડમાંસનું છે. નથી ઈચ્છતી કે મને માયા મેહ વળગે ને તારું ભવિષ્ય ઘેરું બને પણ વેળાવેળાએ મારું મન મારું નથી રહેતું ! તારી પાછળ ઘસડાય છે. તારા એષ્ટિની લાલી ને તારા દેહની સુરખીને ચુમી લેવાનું મન થાય છે. અરેરે ! નંદા તને લઈ ગઈએ વેળા બેટા, તારા દેહ પર હાથ ફેરવવા જેટલી ય સ્વસ્થતા મારામાં નહોતી. વર્ષો બાદ આજે એ આકાંક્ષા મનને ઘેરી વળી છે. માને અધિકાર ! જનેતાનો હક્ક ! " ' વિરૂપા આગળ કઈ બેલી શકી.એ દોડીને મેતાર્યને ભેટી પડી. મેતાર્યો પણ વિરૂપાના સ્કંધ પર મસ્તક અવલંબતાં એટલું જ કહ્યું મા !" “બેટા ! " ને વિરૂપ ઘેલી બની મેતાર્યના લસ્થળને ચૂમી રહી. પરવશતાની એક ક્ષણ! જીવનની એક મધુરી પળ ! દૂર આંબાવાડીયામાં કેયલો જાણે નાચી ઊઠી. ઉપર નમંડળમાં જાણે તારકે આશ્ચર્યમુગ્ધ બની નીરખી રહ્યા. મોહપાશની એક ઉત્કટ ક્ષણ પસાર થઈ ગઈને વિરૂપા સ્વસ્થ થઈ ગઈ કેને ભેટે છે! કોને આલિંગે છે? વિરૂપા, જાત સંભાર ! સ્થિતિ ને સમય વિચાર ! રાજગૃહીના ધનકુબેર, મગધરાજના પ્રિયપાત્ર, મહામાત્યના મિત્ર, અરે, આવતીકાલે સાત સાત સુંદરીઓના ભરથાર બનનાર સાથે આ કેવી ચેષ્ટાઓ ! વિરૂપા આ બધી ઘટનાને વિચાર કરતી ધ્રુજી રહી હતી. પોતે કેવું કાર્ય કર્યું એની કલ્પનાથી વિવશ બની રહી હતી. મેતાર્ય પણ હવે શાન્ત થયો હતો. એણે કપિલપ્રદેશ પર છવાયેલી સ્નિગ્ધતા લૂછતાં કહ્યું
Page #224
--------------------------------------------------------------------------
________________ મેહપાશ 201 " ત્યારે મારો પિતા માતંગ અને મારી મા વિરૂપા ! મારું કળ મેત એમ ને ! " “કેણ દુષ્ટા તને મેત કહે છે? એની જીભ જ ખેંચી લઉં !" ફરીથી વિરૂપા આવેશમાં આવી ગઈ. “મેતાર્યને મારો પુત્ર કેણું કહે છે? એ તે ધનદત્તનું સંતાન ! વિરુપા તે પાગલ છે, એનું કહ્યું કેઈ માનશો મા !" મા, મુંઝાશો નહિ ! મેત કુળ મારે મન હીણું નથી. મારું કુળ જ મેત ! આજથી હું મેત ! હું તે વિરૂપાનો પુત્ર. જેને શરમ આવતી હોય એ એને છોડી દે! ધનદત્ત મારા પિતા નહિ, ને દેવશ્રી મારી માતા નહિ. કુળ, કીતિ ને પેસે; બધું ય માતાના પ્યાર પાસે ફીકકું છે. હું મેતાયે નહિ, મેતારજ! મેતાર્યના આ લાંબા વાક્યો દરમ્યાન વિરૂપા પાછી મનને સ્થિર કરી શકી. એણે મેતાર્યના જવાબને કંઈ ઉત્તર ન વાળ્યો. એ કંઈક ગંભીર વિચારમાં ઊતરી પડી. થોડીવારે બોલી: મેતાર્ય, ગરીબ માતાનું વચન કદી નહિ ઉથાપે? ગરીબ મા સદા વહાલી લાગશે?” “મા અને ગરીબ? મા એ મા છે. માનું વચન શિરસાવંધ છે. પરીક્ષા કરવી હોય ત્યારે કરી જશે !" આજે જ પરીક્ષા કરીશ.” “ભલે.” “આ તારી ગરીબ માતાની આજ્ઞા છે, કે આ વાતને તારે ભૂલી જવી. ફરીથી ધનદત્તના પુત્ર બની જવું! વિરૂપા તારી કોઈ નહિ, એમ સ્વીકારી લેવું.”
Page #225
--------------------------------------------------------------------------
________________ 202 મહર્ષિ તારાજ એમ હવે ન બને!” “તે માતાની આજ્ઞા શિરસાવંઘ શાથી! મેતાર્ય, જા ચાલ્યો જા! માતાને દુઃખી કરીશ મા! માતંગ આવતું હશે. દેવશ્રી તારી રાહ જોતી હશે. એનું હૈયું ભાણું તે જન્મજન્મમાં પણ મારું કલ્યાણ ન થાય !" બીજાનું હૈયું સાબૂત રાખવા પિતાનું ભાંગવું?” હા બેટા ! ઘણીવાર પિતાનું ભાંગીને જ પારકાનું સાબુત રાખી શકાય છે. પ્રકૃતિને જ એ ક્રમ છે. જગત આખું એકબીજાના ત્યાગ પર નભે છે. પહાડ પિતાનાં વજ જેવાં હૈયાં ભેદીને જ શુભ્રસલિલા ગંગામાતાને માર્ગ આપે છે. આ ગંગામાતા પવિત્રતમ પૃથ્વીને રસવતી બનાવવા ઠેરઠેર વહેતી આખરે ખારા સાગરમાં સમાય છે. કોઈ કહેશે કે અરેરે! મીઠા જળને ખારા જળમાં ભેળવી દીધું, એવું ગાંડું તે બલિદાન કહેવાય ! કુમાર, તું તો ડાહ્યો છે. વિધાન છે. તું જાણે છે, કે એ બલિદાન જ ફરી વર્ષાનાં વાદળે લાવે છે. ખારા સાગરનાં પાણી ફરી મીઠાં બની બધે વરસી પડે છે.” મા, અભણ છતાં આટઆટલું મમંથન!” બેટા, એ મનોમંથન જ મારા જીવનનું સર્વસ્વ રહ્યું છે. એ વિના હવે જવાય તેમ નથી, પણ મેતાર્ય, ખબરદાર હવે મને મા કીધી છે તો ? ન તું પુત્ર ને ન હું માતા ! મારી સખીના જીવનને જે હાનિ પહોંચાડવા પ્રયત્ન કરીશ તે ભવોભવ તારું ને મારું ભલું નહિ થાય. મેતાર્ય, આજની આ મારી નબળી ક્ષણે માટે મને માફ કર !" “માઆવેલ શબ્દ અડધે ગળી જતો મેતાર્ય બોલ્યોઃ “કેણ માફ કરી શકે ? મગધની એક મેત–નારીના જેટલી સમર્પણની
Page #226
--------------------------------------------------------------------------
________________ મોહપાશ 203 તાકાત મગધના વીરોમાં ય નથી. વધુ નથી કહેતે. તારી ઈચ્છા મુજબ થશે.” “કલ્યાણ થજે તારું ! બસ, હવે જલદી પાછા ફર!” આકાશના તારાઓ સામે મીટ માંડતાં વિરૂપાએ ઉચ્ચાર્યું, જાણે એ આકાશના વિસ્તૃતપટ પર જીવનકથાનો વધુ ભાગ અંકિત કરી રહી હતી. ધીરી ગતિએ મેતાર્ય અશ્વ પાસે આવ્યો ને મંદ ગતિએ તેના પર આરૂઢ થયો. એના મસ્તિષ્ક પર જ્ઞાતપુત્રના વૈરાગ્યની, મંત્રી રાજ અભયના ગાદીત્યાગની અને વિરૂપાના આ સર્વસ્વત્યાગની વાત હથોડા મારી રહી હતી. જગત કેટલું મહાન ત્યારે પોતે કેટલો સુદ ! બધાં ય એક ઉચ્ચ આદર્શની પાછળ ઘેલાં બન્યાં હતાં, ત્યારે એને સંસારસુખનાં, સૌંદર્યપિપાસાનાં, સમૃદ્ધિ-વૈભવભાગનાં સ્વપ્નમાં આવી રહ્યાં હતાં. પણ ભલા, આવી કવેળાએ એને સંતાપ કરાવવાનું વિરૂપાને શું કારણ મળ્યું ? એક માતા થઈને પુત્રના સુખમાં શા માટે નાનો એવો સંતાપનો કીડો સળવળતો કર્યો. વિરૂપા પાસે એને કંઈઉત્તર નહોતે, પણ ઉત્સવધેલું માનવમન, એને ઉત્તર દઈ રહ્યું હતું. કુમાર મેતાર્યના લગ્નોત્સવની છેલ્લા કેટલાએક દિવસોથી ઝડપભેર તૈયારીઓ થઈ રહી હતી. મગધરાજ વગેરે, જ્ઞાતપુત્ર સર્વ પદને પ્રાપ્ત થયા હોવાથી દર્શને મહસેનવન તરફ ગયેલા હોવાથી તેમના જ આગમનની રાહ હતી. ઉત્સવની તૈયારીઓ દિવસે દિવસે સંપૂર્ણ થઈ રહી હતી. એ ઉત્સવમાં માતા તરીકે શેઠાણું અગ્રભાગ લેશે, ધનદત્ત શેઠનો સુંદર પુત્ર અધેિ ચડશે, વિશાળ મસ્તકવાળા, આજાનબાહુ મેતાર્યને જોઈ સહુ પ્રશંસાનાં પુષ્પો પાથરશે. નગરનાં નારીવૃંદ
Page #227
--------------------------------------------------------------------------
________________ 204 મહર્ષિ મેતારજ હોંશભેર શેઠાણીને બિરદાવશે, શેઠનાં પ્રશંસાગીત ગાશે ને મંગળ મંગળ વર્તી રહેશે. એ વખતે વિરૂપાનું સ્થાન ક્યાં? શેઠાણું કહેતાં હતાં કે એનું સ્થાન અગ્રગણ્ય હશે. પોતાની સાત સાત પુત્રવધૂઓ સહુ પ્રથમ એના ચરણે નમશે, પણ વિરૂપા–એ ઈચ્છતી નહોતી. એ તે પોતાનું સ્વયંનિર્મિત સ્થાન શોધી રહી હતી. એ સ્થાનની શોધ અકારી હતી. એકાદ શેરીના ખૂણે ઊભા રહી આઘેથી આશીર્વાદ આપવા સિવાય એનામાં બીજું સામર્થ્ય નહોતું. આવી વેળાએ માનવીને પોતાનાની પીડ ઉપજે એ સ્વાભાવિક હતું. એવી પીડથી જ વ્યાકુળ બની એણે આ પગલું લીધું હતું. જગત મેતાર્યને વખાણે, ભેટે, ચમે એ પહેલાં ચુમવા ને ભેટવા એણે મેતાર્યને બોલાવ્યો હતે. પણ બેલાવ્યા પહેલાંની ક્ષણે ખૂબ જ કઠિન ને દુઃખદાયક હતી. એમાં ને એમાં એનું શરીર ઘસાતું ચાલ્યું હતું. | દાંપત્યને પ્રારંભિક વિકાસ મોટે ભાગે વાસના પર હોય છે, છતાં સદા ય માનવીને ગાલ ગુલાબ લાગતા નથી, ને ઓષ્ઠ પરવાળા ભાસતા નથી. વાસના એક દહાડે થાકે છે, ને ત્યારે દાંપત્યને સદા તાજુ રાખવા સંતાનની જરૂર ઊભી થાય છે. એ વેળા સંતાનના ગાલની લાલી અને અધરેનાં પરવાળાં પતિ-પત્નીની ચર્ચાનાં ને મેહનાં વિષય બને છે. વિરુપાના મદભર દેહસૌંદર્યો માતંગને આજ સુધી કશે જ વિચાર કરવા દીધું નહતો. થોડું ભણેલો, છતાં વધુ ગણેલ માતંગ વિરૂપાની માં પર વિખરાયેલી બે એક લટ ઉપર તે પ્રેમગીત ગાવા લાગી જતો, અને એનું જ કારણ હતું કે વિરૂપા માતંગ ઉપર આધિપત્ય રાખતી.
Page #228
--------------------------------------------------------------------------
________________ મેહપાશ 205 છતાં માતંગને એ રૂપદિવાન ઠરાવીએ તો એ પણ એકપક્ષી ન્યાય થયો ગણાય. માતંગ મંત્રસિદ્ધોને રાજા હતો. એના લાંબા વાળ કંઈ વિરૂપાથી ઓછા રૂઆબદાર નહોતા. કાને કંડલ, હાથે બાજુબંધ પહેરીને છૂટા કેશે એ ફરતો ત્યારે સાક્ષાત કામદેવનો અવતાર લાગત. અલબત્ત, મેતની જાત એ વેળા હલકી હતી, પણ વેદમંત્ર સિવાય એ બધું ભણતી, અધિકાર ભોગવતી, એમાં પ્રભુ મહાવીર મળ્યા. મેતો બેડો પાર થણ વિપા ને માતંગ એવાં ધર્મક મેત હતાં. એમનું દાંપત્ય અખંડિત હતું, પણ હવે વાસનાને થાક લાગ્યો હતે. ઘણીવાર બન્નેના મનમાં થયા કરતું કે આપણું આ મહેલને કેઈ નવા થાંભલાની જરૂર છે. આપણા જીવનમાં રસ પૂરનાર કોઈ નવું તત્ત્વ ઉમેરાવું ઘટે. દિવસે વીતતા ગયા, પણ એમાંનું કંઈ ન બન્યું. માતંગ કંઈક નિરાશ રહે જણાયો. એની નિરાશા દૂર કરવા મેતાર્યને બધો ભેદ કહી દેવા બોલાવ્યો, પણ આખરે સ્ત્રી તે સ્ત્રી ! એણે શેઠાણના દિલ પર વરસનાર વજપાતની કલ્પના કરી અને મેતાર્યને આ રહસ્ય કેઈને ન કહેવાના સોગન સાથે વિદાય કર્યો.
Page #229
--------------------------------------------------------------------------
________________ રંગમાં ભં.' [17] મેતાર્યના કેટલાક દિવસો આ પછી ઊગ્ર મનોવ્યથામાં વીત્યા. પ્રેમ અને શૌર્યથી ભરપૂર લાગતી આ સંસારની સપાટીની નીચે પણ એક અજબ સ્ત્રોત વહેતે હોય છે, એની એને વિચારણું થવા લાગી. સંસારની શેરીઓમાં જે પ્રેમ છે, જે પ્રેમથી પિતા પુત્ર માટે મરે છે, ને પુત્ર પિતા માટે બલિ આપે છે, પત્ની પતિ માટે સતી થાય છે, ને પતિ પત્ની માટે આવતી ચિતામાં જલે છેઃ એ અવશ્ય પ્રેમ હશે, પણ એથી ય ઉંડાણમાં ઊતરીએ તો એ પ્રેમ પ્રેમ નથી લાગતો. મેતાર્યને લાગ્યું કે એ સ્વાર્થની કંઈ માયાજાળ છે, મમતાના ઉધામા છે. પેલો પ્રેમ તો નિર્ભુજ, નિર્દભ, નિર્મળ બની પોતાના પ્રેમપાત્રને વધાવે છે. એને ભાવીની આશા કે વર્તમાનની કંઈ શુભેચ્છા હેતી નથી. વિરૂપાએ એવો પ્રેમ ચરિતાર્થ કરી બતાવ્યો. એ પ્રેમમાં નબળાઈ નહતી, કીતિ લોભ કે અર્થ લભ નહતો. એણે પિતાની વાડી ઉજજડ બનાવીને ધનદત્ત વ્યવહારીઆની વેરાન વાડીમાં અમુલખ છોડ વાવ્યો હતો. આ ઓછું શૌર્ય નહોતું. શત્રુની લેહીપિપાસા
Page #230
--------------------------------------------------------------------------
________________ રંગમાં ભંગ 207 માટે શસ્ત્રોથી ખૂનખાર જંગ ખેડનાર યોદ્ધા કરતાં આ જંગ સામાન્ય નહે. મેતાર્ય વિચાર કરતો ચાલ્યો એમ એમ એને વિરૂપા અત્યંત મહત્ત્વશાલિની લાગવા માંડી. ધનદત્ત અને પોતાની માતા એની પાસે ફિક્કા લાગવા માંડ્યાં, વિરૂપાના શબ્દોમાં જે વહાલપ ને દર્દ હતું એ બીજે નહોતું. પોતાને ‘બેટા’ કહીને સંબોધતાં આંખોની કીકીઓ જે નૃત્ય કરી ઊઠતી, એ વર્ણવવું અશક્ય હતું. મેતાર્ય વધુ ને વધુ લાગણીપ્રધાન બનતે ચાલ્યો. એને અંતરમાં લાગી આવ્યું કે શા માટે જેના ઉદરનાં માંસમજાથી આ હાડચામ બંધાયાં, એના પુત્ર ન થઈ જવું? આ વિદ્વતા, આ કુશળતા આ નિપુણ વ્યવહારિકપણું શા માટે ભરેલામાં ભરતા માટે વ્યય કરવું ? શા માટે મેતકુળાને બુદ્ધિ, લક્ષ્મી ને કીર્તિથી ઉજજવળ ન કરવાં? આ બાહુઓની પ્રચંડ તાકાતથી ને આ કુશાગ્ર બુદ્ધિથી દરેક મેતનું ઘર સમૃદ્ધિથી ભરી ન નાખવું? કુળસેવા, માતૃપિતૃસેવા શું એ નથી માગતી ? મેત બનીને જીવતાં મેતાર્યને શા શા અંતરાયો નડશે ? અને નડશે તે યે મહાસતી વંદના જેવી રાજકુંવરીને અધમ દાસીપદથી તે ઓછાંને ! જે એક કોમળ સ્ત્રી કરી શકી, એ કઠેર પુરુષ નહીં કરી શકે ? વિરૂપા! વિરૂપ ! મેતાર્ય ઊભું થઈ ગયો. ખંડમાં ચારે તરફ આંટા મારવા લાગ્યો. ત્યાં જાણે કઈ પાર પાડીને કહેતું લાગ્યું : કુમાર! વિરૂપાની વાત ભૂલી ગયો? તું જેને મા માને છે, એની જ આજ્ઞા વિસરી ગયો ? ઘેલી વિરૂપાના એ વ્યર્થ બકવાદને આજપછી તારે કદી સ્મરવો નહિ! તું શ્રેષ્ઠિપુત્ર! પ્રખ્યાત ધનદત્તવ્યવહારીઆનું પુત્રરત્ન! જિર્ણ–શીર્ણ થયેલ વિરૂપાના દિલને શાતા પહોંચાડવા તારે આટલું કરવું જ રહ્યું ! ઉમિલ ન થતા, કુમાર ! એ જ ઉર્મિલતા
Page #231
--------------------------------------------------------------------------
________________ 208 મહષિ મેતારજ વિરૂપાના દેહને ખાઈ ગઈ! એના તનમનના રસકસ ચૂસી લીધા. ઘણી ય વંધ્યા સ્ત્રીઓને સંસાર ઉજાળતી મેં નીરખી છે ! વિરૂપાને નસીબમાં એવું કંઈક રાખતે જે! શાન્ત થા ! સ્વસ્થ થા ! રાજગૃહીના અતિથિગૃહમાં તને વરવા હોંશે હોંશે આવેલી પેલી સાત સુંદરીઓનો વિચાર કર ! જરા નીચે વાગી રહેલા વાદ્યોના મીઠા સ્વર તરફ લક્ષ આપ! કેવા મીઠા સ્વર ! કેવો મધુર સમય ! અદશ્યમાં આપી રહેલ આ ઠપકો જાણે મેતાર્યને લાગ્યો. એણે નીચે નજર કરી. અને વાત સાચી હતી. ભવનના મોટા ચેકમાં વિવિધ જાતના વાજિંત્રાના સૂર બેવડાઈ રહ્યા હતા. નટ, નર્તકે ને મલે આજના ઉત્સવમાં વિવિધ પ્રકારે મનરંજન કરવા તૈયારી કરી રહ્યા હતા. થક, રાસક ને આખ્યાતાઓ વિવિધ પ્રકારની વાણી વડે પ્રશંસાભર્યા કથાનકે ઉચ્ચારી રહ્યા હતા. હય, વાજિ ને રથીઓની હારમાળા ખડી હતી. અપૂર્વ એવો ઉત્સવ આજ રચાયો હતો. ગ્રામ, નગર, પુરપાટણ, આકર, દ્રોણમુખ ને દૂરદૂરના મંડપમાંથી જનકુળ જળના સ્રોતની જેમ ચાલ્યાં આવતાં હતાં. ધનદત્ત વ્યવહારીઆનો વ્યવહાર દૂરદૂરના દેશે સાથે ચાલતું હતું. એ દેશથી પણ ઘણું વ્યવહારીઆ રાજગૃહી આવ્યા હતા. ધન, લક્ષ્મી ને લાગવગ આજે છૂટે હાથે વપરાતી હતી. મગધેશ્વર મહારાજ શ્રેણિકે પણ પિતાના રાજભંડારે ખુલ્લા મૂક્યા હતા. રાજશાહી સાધનોનો ઉપયોગ છુટથી થઈ રહ્યા હતા. ખુદ ઈંદ્ર * ગ્રામ–ફરતી વાડી હોય તે. નગર–રાજધાની ક્યાં હોય તે. પુરપાટણ–જળ ને સ્થળના મા જયાં હોય તે. દ્રોણમુખ–જળમાર્ગ હોય તે. મંડપ–અઢી ગાઉ ફરતાં ગામ ન હોય તે પ્રદેશ.
Page #232
--------------------------------------------------------------------------
________________ રંગમાં ભંગ 209 પિતે અમરાવતી વિસરી જાય એવી શોભા રચાણ હતી. મેતાર્ય માટે ચાર ઘંટાવાળા અશ્વરથ આણવામાં આવ્યો હતો. રથના આગળના ભાગમાં સુંદર શિલ્પવાળા બે કળાયેલ મોર ચિતર્યા હતા. સુવર્ણરસ્યાં એ મોરપિચ્છમાં નીલમ જડ્યાં હતાં, અને એની ચાંચ સ્ફટિકની બનાવી હતી. મણિમુક્તાજડ્યું છત્ર હવાની મંદમંદ લહરીઓ સાથે ડોલી રહ્યું હતું. રથનાં ચક્રો પર રૂપેરી ઘુઘરીઓ હતી. ચાર સુંદર અો ઊભા ઊભા મદથી જમીનને ખેતરી અને આવું જ દશ્ય રાજગૃહીને પાદર દેશદેશથી વરવા આવેલી કન્યાઓના વાસસ્થાનનું હતું. હય, વાજિ ને રથીના હણહણાટ ત્યાં નહતા પણ શાહીમહેમાનગૃહના આંગણામાં સાત સુંદર શિબિકાઓ ચતુર દાસદાસીઓને હાથે શણગારાઈ રહી હતી. કેની શિબિકા સર્વશ્રેષ્ઠ એની જાણે-અજાણે હેડ આદરી હોય એમ લાગતું હતું. સ્ફટિકની મૂર્તિઓ જેવી સાત સાત સુંદરીએ વારે વારે આકાશ સામું જોતી શણગાર સજી રહી હતી. ગોરજ સમયે પ્રસ્થાન મુહૂર્ત હતું. મુગ્ધાવસ્થાની લાલપ બધાના દેહ પર રમી રહી હતી. કયા અંગને કઈ ઉપમા આપશે, એની જ મુંઝવણ થતી હતી. સૌંદર્યની સાકાર મૂર્તિઓ જેવી આ સુંદરીઓમાંથી કઈ પિતાનાં સંપૂર્ણ વિકસિત કમળ જેવાં નેત્રમાં કાજળની રચના કરતી હતી, તે કોઈ પિતાના સ્નિગ્ધ ને ફૂલગુલાબી કપોલ સ્થળ પર કસ્તૂરી વગેરે સુંદર દ્રવ્યોની પત્રલેખા રચતી હતી. કદળીદળ જેવા કેમળ પગમાં ઘૂઘરીઓવાળાં નેપૂર, કમનીય કટીપ્રદેશ પર સુવર્ણ કટીમેખલા ને કાવ્યની એક એક પંક્તિમાં હસ્તોમાં વલય પહેરી રહી હતી. વગર શંગારે સૌંદર્યનો અવતાર લાગતી સુંદરીઓ શૃંગારસૌષ્ઠવથી સ્વયં રતિસ્વરૂપ બની બેઠી હતી. સામાન્ય નજરે જોનારને પણ સ્વાભાવિક લાગતું કે કુમાર મેતાર્યનાં પરમ ભાગ્ય ખીલ્યાં છે.
Page #233
--------------------------------------------------------------------------
________________ 210 મહર્ષિ મેતારજ ધીરેધીરે સુરજ પશ્ચિમાકાશમાં ઢળતો ચાલ્યો. ગગનના ગોખ પર મુગ્ધયૌવના સંધ્યા પોતાની ગુલાબી લાલી પ્રસરાવતી ડેક્યિાં કરવા લાગી. બરાબર આ વેળાએ એ ગુલાબી લાલીને ઝાંખી પાડતી આ સાત સુંદરીઓ શિબિકાઓમાં બેસવા લાગી. સેવકેએ સુગંધી તેલથી મહેકતી મશાલો પેટાવી. શિબિકાઓમાં હવાની લહેરોમાં મંદમંદ ઝૂલી રહેલાં હીરામોતી ને સ્ફટિકનાં નાનાં નાનાં સુંદર ઝુમ્મરે એકાએક હજારો પ્રતિબિમ્બ પાડી ઊઠ્યાં ને એ શિબિકાની બેસનારીઓના ચહેરા પર તેજનાં અપૂર્વ કિરણે વેરવા લાગ્યાં. વાજિંત્રોના નાદે પ્રસ્થાનને વધાવી લીધું. નગરને આંગણે આંગણે રંગેળીઓ પૂરવામાં આવી હતી. આસોપાલવના તોરણે ને સુગંધી ઈત્રભર્યા દીપકેની દીપમાળ રચવામાં આવી હતી. ધનદત્ત શ્રેષ્ઠિએ પિતાના સાત ખોટના એકના એક સંતાન માટે દેશવિદેશમાંથી વિવિધ દેહશોભા ધરાવતી કેવી સુંદરીઓ આવ્યું છે, એ જોવાની સહુની અત્યંત ઉત્સુકતા હતી. ચિંતા જર્જરિત દેહવાળી વિરૂપા પણ આજે અત્યંત ઉત્સાહમાં હતી. ધનદત્ત શેઠના ત્યાંનું તેડું આવી ગયું હતું, પણ હવે એણે મમતા સ્વચ્છેદે ચડે એવા પ્રસંગે ટાળવાને નિર્ણય કર્યો હતે. એટલે એ પણ બજારમાં બેસીને જોવાની ઈચ્છા ધરાવતી હતી. ગોરજ સમય થઈ ચૂક્યો હતે, વાતાવરણ વરવહુને પ્રસ્થાનતી જાહેરાત કરતા વાજિંત્રનાદથી ગાજી રહ્યું હતું. વિરૂપાએ જલદી કરી હતી, પણ ન જાણે માતંગને આવવામાં આજે વિલંબ થયો હતો. એ પરશાળમાં ઊભી ઊભી માર્ગ તરફ જઈ રહી હતી. થોડીવારમાં મોટી ફલાંગ ભરતો માતંગ આવતો દેખાયો. માતંગ
Page #234
--------------------------------------------------------------------------
________________ રંગમાં ભંગ 211 હવે અવસ્થામાં પ્રવેશતા હતા, પણ એને રૂવાબ જરા ય ઓછો નહેતે થ, બકે રૂપસુંદર માતંગ હવે કંઈક ભવ્ય લાગતો હતો. જોળી છાંટ વાળાં એનાં ગુંચળાવાળાં ઝુલ્ફાં અને રોહિણેયના હાથે કપાળમાં થયેલા ધાનું લાંબુ ત્રિશળ ખૂબ જ મેળ ખાતાં હતાં. એની સામે વિરૂપા— ચિંતાની જલતી ચિતામાં પોતાના દેહને રોજબરોજ શેકી રહેલી વિરૂપા-કંઈક ફિકકી, નિચેતન ને ઉંમરવાન દેખાતી હતી. માતંગ આ ખરે પણ એના મનમાં કંઈ ઘોળાતું હતું. એની આંખમાં કંઈ આવી ભરાયું હોય એમ એ વારે ઘડીએ ઊઘાડ મીંચ કરતા હતા ને જાણે કોઈ નીરસતા એને થકવી રહી હોય તેમ બગાસાં ખાતો હતો. પિતાની આ સ્થિતિ વિરૂપા ન કળી જાય એ માટે પુરુષત્વસૂચક હાસ્ય લાવી એણે કહ્યું: વિરૂપા, હવે તો તું ડેસી થઈ ગઈ લાગે છે!” પણ તને ક્યાં ડોસા થવું ગમે છે?” વિરૂપાએ નિરુત્તર બનાવી નાખે તેવો સામે કટાક્ષ કર્યો. દંપતિઓની ભાષા ઘણીવાર સાદી નજરે અર્થહીન ને સામાન્ય લાગે છે, પણ એમાં ઊંડે ઊંડે ઘણે અર્થ ભરેલો હોય છે. વિરૂપાને કટાક્ષ માતંગ સમજી ગયે. એણે ધીરેથી કહ્યું: " વિરૂપા, તું ડેશી થા એટલે મારે ડોસા બનવું જ રહ્યું ને! પણ..... બેલતે બોલતે માતંગ થંભી ગયો. પણ શું? કેમ થોભી ગયો ?" ભી એટલા માટે જ ગયો કે આપણે પણ આ મેતાર્ય જે એક પુત્ર હેત ને ! તો આ જ લગ્નોત્સવ રચત. અરે, પુત્ર નહિ ને એકાદ પુત્રી પણ હેત ને તે ય મેતાર્ય જેવો વર શોધી લાવત! " તારી દીકરી ને મેતાર્ય જેવો વર !" વિરૂપાએ માતંગના
Page #235
--------------------------------------------------------------------------
________________ 212 મહર્ષિ મેતારજ મનની સ્થિતિ પરખી લીધી. એણે જરા કટાક્ષ કર્યો. વિરૂપ, ગાંડો નથી થયું. બાકી, હવે વાત ગમે તેટલી કરું તેથી શું? વિદ્યા ને રૂપ બે હોય તો આજે કુળ તે ખાંડ ખાય છે ખાંડ, પણ હવે એવી વાતે આપણને બંધ કરવી શોભે.” શા માટે?” પેલા વેદપાઠી કહેતા હતા કે અપુત્રીયા માણસને નરક મળે છે. એણે જીવતાં પ્રાયશ્ચિત કરવું પડે !" " ત્યારે તો બ્રહ્મચારીઓની દુર્ગતિ જ એમને?” “ના, ના, આ તો પરણેલાની વાત છે.” પરણેલામાં આપણા પરમ પ્રભુ ! બેલ છે કંઈ જવાબ?” માતંગ એકદમ ઊંડી વિમાસણમાં પડી ગયો. એ થોડીવારે બોલ્યાઃ “વિરૂપા, હું ગાંડો થયો છું, એ વાત જાતે જ કબૂલ કરી લઉં છું. અહા, હું અહંકાર રાખતો હતો કે પરમ પ્રભુના સિદ્ધાન્ત બરાબર લક્ષમાં રાખું છું, પણ એ મારું અભિમાન આજે મેતાર્યને જોઈ ગળી ગયું. પણ એક વાત ચોખ્ખી કહી દઉં, વિરૂપા! ગમે તેમ પણ પુત્રની વાત સાંભળી મને કંઈ કંઈ થઈ જાય છે. જીવતે કે મરેલો એક પુત્ર હેત ને, તે ય.......અને માતંગ વિચારમગ્ન બની પરસાળમાં જ નાની એવી માટીની પાળીના ટેકે બેસી ગયો. શાન્ત અને સ્વસ્થ બની બેઠેલી વિરૂપાને પતિપ્રેમે પુનઃ અસ્વસ્થ બનાવવા માંડી. એણે વિચાર કરવા માંડ્યો કે માતંગને હવે બીજી માયા તે નથી, ત્યારે ભલે એ પણ રહસ્ય જાણું લે! અને પતિપ્રેમમાં ભાન ભૂલેલી વિરૂપા વિસરી ગઈ કે જે વાત પર એ ભૂતકાળને પડદો પાડવા ઈચ્છતી હતી, એ જ વાત પિતાને હાથે
Page #236
--------------------------------------------------------------------------
________________ રંગમાં ભંગ 213 સજીવ બનતી જાય છે. એ ધીરેથી માતંગની નજીક સરી અને એને લાંબા કેશ ઉપર હાથ ફેરવતી અત્યંત વહાલથી બોલી: માતંગ, તારે પુત્ર છે. જીવત છે. બસ, હવે દિલની બેચેની ટાળી દે !" “વિરૂપા, છોકરાંને ફોસલાવવા બેઠી છે?” “ફેસલાવતી નથી, તારે પુત્ર છે, અને તે પણ આ જ, જેને તું જમાઈ બનાવવા ચાહે છે.” વિરૂપા, સંસારમાં દ્રવ્ય ઉધાર લાવી શકાય છે, પુત્ર નહિ! કદાચ મેતાર્યને આપણો પુત્ર બનાવીએ પણ ધનદત્ત પાસે ઉધાર આપી શકે એટલી પુત્રસંપત્તિ જ ક્યાં છે? મને ઘેલો ન બનાવ !" હું ઘેલો નથી બનાવતી, મારા નાથ ! એક અક્ષમ્ય અપરાધને એકરાર કરવા બેઠી છું. માતંગ, એ મારો અપરાધ સાંભળી તારી શધબુધ ઠંડી થઈ જશે, તારું લોહી પળવાર ઊકળી જશે. બોલ, મને માફ કરીશ !" વિરૂપાના મેટાં સ્વચ્છ સ્ફટિક શાં નયનેમાં આંસુ ઊભરાયાં હતાં. “વિરૂપા, તને માફ?” વિરૂપાના પડી ગયેલા ચહેરાને જોઈ વ્યગ્ર બની ગયેલ માતંગે એકદમ એને પાસે ખેંચી. “વિરૂપા, તારો અપરાધ ? વિરૂપા અને વળી અપરાધ ! મારી વિરૂપા કઈ સંસારમાં શધી જડે એમ છે? કઈ દહાડે નહિ ને આજે આવી મને મૂંઝવનારી વાત કેમ?” “મેં તારો ભયંકર અપરાધ કર્યો છે ?" “મારે મન એ પ્રિય બનશે.” તે સાંભળી લે! મેતાર્ય તારું સંતાન છે!”
Page #237
--------------------------------------------------------------------------
________________ 214 મહષિ મેતારજ “ચિત્તભ્રમ તો નથી થયું ને! માણસ નબળું થાય ત્યારે આવા જ ચાળા સૂઝે છે. ગાંડી, લકે સાંભળશે તો હાંસી કરશે.” “કરવા દે, પણ તને સ્પષ્ટ કહું છું કે મેતાર્ય તારું સંતાન છે. આપણું સ્નેહજીવનની એ પહેલી ને છેલ્લી યાદ છે.” “મેતાર્ય આપણું સંતાન ! અસંભવ જેવી બીના !" “આમ આવ, માતંગ ! તને આખો ય ઇતિહાસ સંભળાવું, પછી તારે જે શિક્ષા કરવી હોય તે કરજે !" ઊંચી પરશાળની આડમાં બે જણાં અડોઅડ બેસી ગયાં. વિરૂપાએ ધીરેધીરે બધી વાત કહેવી શરૂ કરી. વાત વધતી ચાલીઃ માતંગને આશ્ચર્યને આઘાત લાગી રહ્યા હતા, છતાં એ સ્વસ્થ બેઠે હતો. બધી ઘટના વર્ણવીને આખરે પરિસમાપ્તિ કરતાં વિરૂપાએ કહ્યું : માતંગ, આ સંસાર પરસ્પરના સમર્પણ, ત્યાગભાવ ને ઔદાર્યથી નભે છે. આપણે સંસારમાં બીજી શી ભલાઈ કરી શકવાના હતા ?' માતંગ સ્તબ્ધ હતા, આકાશથી વજપાત થાય ને માનવી ઊભે. ને ઊભે થીજી જાય તેમ. માતંગ, તું તને ગમે તે શિક્ષા કરી શકે છે. તારાથી આજ સુધી ગુપ્ત રાખવા મથતી ઘટનાને હજાર મણને બોજ મેં તે. હળવો કર્યો.” શિક્ષા!” માતંગ હજી સ્વસ્થનતિ “વિરૂપાને-વીરૂને શિક્ષા ?" માતંગ મોટા ડોળા ચારે તરફ ઘુમાવવા લાગ્યો. વિરૂપાના અંતરમાં ભયની આછી કંપારી વહી ગઈ.
Page #238
--------------------------------------------------------------------------
________________ રંગમાં ભંગ 25. “શિક્ષા ! બરાબર શિક્ષા કરીશ ! આમ આવે વિપા !" દૂર સરેલી વિરૂપા સહેજ નજીક ગઈ. “આ તારી શિક્ષા !" ને મેટે અવાજે બોલતા માતંગે વિરૂપાને છાતી સાથે દાબી દીધી. આકાશના પટ પરથી સંધ્યા વિદાય લઈ ગઈ હતી, ને નિશાતારકે આછું અજવાળું વેરી રહ્યા હતા. દંપતિના આ પ્રેમમય જીવનમાં વિક્ષેપ નાખે એવી વસતિ અત્યારે કુમાર મેતાર્યને લગ્નોત્સવ . જોવા ગઈ હતી. બેએક ક્ષણ વિરૂપાને ભૂજ પાશમાં જકડી રહેલા માતંગ, છૂટવા મથતી વિરૂપાના સ્વાભાવિક શ્રમથી લાલ થયેલા સ્નિગ્ધ ગાલ પર મુખ દાબી દીધું. ઓ ઘેલા! જરા સાંભળતો! વાર્જિાના સ્વર બેવડાયા. અરે, ખૂબ મોડું થયું. કન્યા ને વરની શિબિકા નગરના મધ્યભાગમાં ભેટી ગઈ. હવે તે આ સમૂહ મગધેશ્વરના રાજમહાલય તરફ વળ્યો હશે, ચાલ, ચાલ ! " માતંગે વિરૂપાને મુક્ત કરી. વિરૂપા હાંફી રહી હતી, હણે વાદ્યોને સૂર વધતો જતો હતો. બંને જણ એકદમ તૈયાર થઈ તે તરફ ચાલી નીકળ્યાં. વરઘોડે મધ્યચોકમાંથી રાજમહાલય તરફ જ ધપતિ હતો ! જીવનમાં જવલ્લે જ જોવાનું સદભાગ્ય સાંપડે એવો આ પ્રસંગ હતા. આખો ય માર્ગ ફૂલ, અક્ષત ને કુંકુમ છાંટણાથી છવાયેલ હતો. ચાલવાનો માર્ગ મહામહેનતે મળી શકે તેમ હતો. વિરૂપા ને માતંગ માર્ગ કરતાં કરતાં આગળ વધ્યાં.
Page #239
--------------------------------------------------------------------------
________________ 216 મહર્ષિ મેતારજ રથમાં બેઠેલો મેતાર્ય અમરાપુરીના ઈદ્રિ જેવો શોભતો હતો. પાછળ સાત શિબિકાઓની સુંદરીઓ ઈદ્રાણુના રૂપયૌવનને પણ ઝાંખી પાડતી હતી. રાજમહાલય પાસે મેતાર્યને રથ આવીને થે. તરત જ છડીદારે ખમા સ્વરનો મેટો ઉચ્ચાર કર્યો. મગધરાજ સામેથી મેતાર્યનું સ્વાગત કરવા ચાલ્યા આવતા હતા. ઉત્સવધેલી પ્રજા પોતાના મહાન રાજવીને આવતા નિહાળી ઘેલી થઈ ગઈ. જોરજોરથી ખમા ખમા ધ્વનિ થવા લાગ્યો. મગધરાજની પાછળ મહામંત્રી અભય હતા. એમની પાછળ મગધના સંનિધાતા, સમાહર્તાને દુર્ગપાલ હતા. બાજુમાં મહારાણીઓ પણ આ નગરસુંદર મેતાર્યને વધાવવા આવી હતી. મગધરાજને આવતા નિહાળી મેતાર્ય મંદગતિએ રથમાંથી નીચે ઊતર્યો ને ચરણસ્પર્શ કરવા નીચે નમ્યો. મગધરાજે નીચે નમેલા મેતાર્યની પીઠ પર હાથ ફેરવ્યો ને આશીર્વાદ આપ્યા, મહામંત્રી અને બીજા વર્ગે શુભેચ્છા દર્શાવી. રાણ ચેaણુની આગેવાની નીચે બધા અંતઃપુરે સાતે કન્યાઓને નિરખીને ધન્ય ધન્યના શબ્દો ઉચ્ચાર્યો ને ફૂલઅક્ષતથી વધાવતાં અખંડ સૌભાગ્ય ઇચ્છયું. વાજિંત્રોના મંદમંદ પણ મીઠા સ્વરો હવામાં વહેતા મૂક્યા હતા. મેતાર્યને પુનઃ રથમાં બેસાડતાં મગધરાજે ધનદત્ત શ્રેષ્ટિને કહ્યું: “ષ્ટિ ધનદત્ત ! આવા પુત્ર તે ભાગ્યશાળીને સાંપડે છે. ખરેખર તમે ધન્ય છે !" આ પ્રજાએ મગધરાજના આ શબ્દ પર હર્ષના પિકાર કરી પિતાની પણ સંમતિ જાહેર કરી..
Page #240
--------------------------------------------------------------------------
________________ રંગમાં ભંગ 217 “ધન્ય ધન્ય નગરશ્રેષ્ટિ ધનદત્ત!” ચારે તરફ એક જાતને ધ્વનિ પથરાઈ રહ્યો. પણ અચાનક વાજિંત્રોના સ્વરને દાબી દેતે એક અવાજ સંભળાય. બધા આશ્ચર્યમાં એ તરફ જોઈ રહ્યા. મેદનીને એક છેડે ઊભેલે કઈ પડછંદ પુરુષ કઈ બૂમ પાડતા આગળ ધસવા ઈચ્છતા હતા. કેઈ સ્ત્રી એને રોકી રહી હતી, પણ તે નાજુક સ્ત્રીથી ક્યાં સુધી ક્યો રોકાય? એ પુરુષ મોટેથી બૂમો પાડતે મેદનીમાંથી આગળ ધો. કંઈક તોફાનની આશંકાથી રક્ષકોએ પિતાનાં શસ્ત્ર સંભાળ્યાં. ધનદત્ત શ્રેષ્ટિ મેતાર્યની આગળ આવીને ઊભા રહ્યા. પેલા પુરુષો સ્વર હવે સ્પષ્ટ સંભળાતો હતો. મહારાજ, એ પુત્ર ધનદત્તને નહિ, પણ મારે છે.” અરે, આ કોણ બેલે છે ! જેની ઉપસ્થિતિમાં પૃથ્વીના ચમરબંધીઓ પણ ઊંચે અવાજ કરી શક્તા નથી, એવા મગધરાજ ને મહામંત્રીની સમક્ષ જ આવું દુવંતન ચલાવનાર એ બે માથાનો માનવી કેણ છે ! અરે, એ તે માતંગ! રાજ-ઉદ્યાનને રખેવાળ! મંત્રોને રાજા ! માનવમેદનીમાંથી જાતજાતના અવાજે આવવા લાગ્યા. મહારાજ, મેતાર્ય મારે પુત્ર છે!” માતંગ, તારું પદ સંભાળ ! પ્રસંગ વિચાર ! સેનાની છરી ગમે તેટલી સુંદર હોય પણ કમર પર ઘલાય, પેટમાં ન નંખાય.” ધનદત્ત શ્રેષ્ટિના ક્રોધને પાર નહોતો. પદ સંભારવા જ આવ્યો છું. મેતાર્ય શ્રેષ્ટિસંતાન નહિ
Page #241
--------------------------------------------------------------------------
________________ 218 મહર્ષિ મેતારજ પણ મેતસંતાન છે. એમ કહેવા આવ્યો છું.” આ શબ્દ આખી મેદની પર વજપાત જેવા હતા. ધનદત્ત શેઠ ને તેમના કુટુંમ્બિઓ માટે વિષપાન કરવા યોગ્ય હતા. શાબાશ રે જ્ઞાતપુત્રના શિષ્ય ! એમના ઉપદેશને ચરિતાર્થ કરવાને ઠીક રસ્તે હાથ કર્યો !" મેદનીમાંથી અવાજ આવ્યો. “અલ્યા, અમે તે કહેતા'તા કે નીચને માથે ચડાવ્યાં ખોટાં ! " બીજો અવાજ આવ્યો. ઢાળ જોઈને ઢળનારાં પાણીના સ્વભાવવાળી માનવમેદની ક્ષણવારમાં ધનદત્ત, મેતાર્ય અને માતંગને છોડી જ્ઞાતપુત્ર પર ટીકાનાં બાણ વરસાવવા લાગી. ખબરદાર, જે કેઈએ જ્ઞાતપુત્રનું વચ્ચે નામ લીધું તે ! સાંસારિક ખટપટોમાં-આપણાં કર્માકર્મની બાબતમાં મહાપુરુષને સંવવાની રીત ખોટી છે.” મગધરાજનો કંઈ રેષસૂચક અવાજ સંભળાયો. નગરલેક એકદમ શાન્ત થઈ ગયું. મહામંત્રી આગળ આવ્યા ને માતંગ હાથ પકડી બોલ્યાઃ “માતંગ, શું કહે છે?” મહારાજ, અવિનયની ક્ષમા ! મેતાર્ય મારું સંતાન છે.” ધનદત્તને પિત્તો ઊકળી ગયો, પણ મગધરાજની હાજરીમાં એણે શાન્તિ જાળવતાં કહ્યું. “મહારાજ, મારી બદનામ કરવાનું આ કાવતરું લાગે છે, હું ન્યાય માગું છું.” ન્યાય મળશે, પણ અત્યારે કામ પતાવો.” મહારાજાએ આજ્ઞા કરી.
Page #242
--------------------------------------------------------------------------
________________ રંગમાં ભંગ 219 “ના મહારાજ, ન્યાય પહેલાં ને પછી બીજું. મારો–ગરીબ સેવકનો દાવો છે, કે મેતાર્ય મારું સંતાન છે.” માતંગે વચ્ચે કહ્યું: અને એ દાવો બેટે કરશે તે તેની શિક્ષા જાણે છે ?" મહામંત્રીને અવાજ ગૂંજ્યો. મગધના સાચા ઈન્સાફ પર માતંગને શ્રદ્ધા છે. એની યોગ્ય શિક્ષા માટે તૈયાર જ છું.” માતંગ અત્યંત આવેશમાં હતા. મગધના સિંહાસન પાસે ન્યાય મેળવવાને ગરીબને હક માર્યો ન જાય, જે જે! મંત્રીરાજ !" મેતાર્યો વચ્ચે ધીરેથી કહ્યું: ધનદત્ત શ્રેષ્ટિ ક્રોધમાં ને ક્રોધમાં કંઈ બેલી શકતા નહતા. મેતાર્ય સ્વસ્થ ચિત્તે બેઠા હતા. એમને કઈ હર્ષ કે શેક જાણે સ્પર્યો નહોતો. આખું નગરલોક ઊંચું ઊંચું થઈ ને નીરખી રહ્યું હતું કે મગધરાજ ભયંકરમાં ભયંકર શિક્ષાની આજ્ઞા આપશે. હમણાં મહામંત્રી અભય માતંગને ગરદન મારશે. પણ મગધને નાથ એમ ન્યાયને કચડી સંબંધ સાંધવાનું શીખ્યો નહોતે. આવા જ પ્રસંગે એ સોળે કળાએ ખીલી નીકળત. એ વેળા પ્રજા જોતી કે ન્યાયપુર:સરને કઈ પણ દાવો જીતવામાં રાય કે રંક, અમીર કે ગરીબને ભેદ આડા ન આવત. આખો ય વરઘોડો નિઃશબ્દ ઊભો હતે. આટલી જબર માનવમેદનીના શ્વાસોશ્વાસને ય જાણે પડઘો પડતો હોય એમ લાગતું હતું. માતંગને અડગ નિર્ણય સાંભળી બધા મનમાં કંઈ ને કંઈ કુતૂહલ ક૯પી રહ્યા. પાલખીમાં બેઠેલી નવોઢાઓનાં ફૂલગુલાબી માં પિતાના ભાવી
Page #243
--------------------------------------------------------------------------
________________ 220 મહર્ષિ મેતારજ wwwwww પતિનું આવું અપમાન થતું જોઈ લાલ હીંગળાકિયાં જેવાં બની ગયાં હતાં. એમના નાના નાના અધરોમાંથી ક્રોધનો મર્મર વનિ નીકળતા હતું, અને કામદેવની કામઠી જેવી ભ્રકુટિ વારે વારે ખેંચાતી ને સંકોચાતી હતી. અદલ ઈન્સાફી મગધરાજે કેટલાય ફેંસલા ચુકવ્યા હતા. કઈ વાર મોટી ગુંચવણ પડતાં મહામંત્રી અભયની બુદ્ધિએ સાચા ન્યાય માટે મહેનત કરવામાં કંઈ કમીના રાખી નહોતી, પણ આજ તો મહારાજ અને મંત્રી બન્ને વિમાસણમાં પડી ગયા. ધનદત્ત શેઠ તે આ બધી વસ્તુને કઈ ષડયંત્ર અને ક્રુર મશ્કરી સમ લખતા હતા. એમને માટે તો પ્રત્યેક ક્ષણ એક જુગ જુગ જેવડી હતી. ગળા સુધી ક્રોધ આવીને ઊભો હતે. શું કરી નાખું; એવો પડઘો પડી રહ્યો હતો, પણ સત્તા પાસે શાણપણ જાળવવામાં જ મજા હતી. દશેક ક્ષણ કિંકર્તવ્યમૂઢ જેવી પસાર થઈ ગઈ. આખરે મહામંત્રીએ જાહેર કર્યું - “મગધના સિંહાસન પાસે ન્યાય માગવાને સહુને સરખે હક છે. વરઘોડે થોડીવાર થોભશે. પુત્ર કેને, એની સાચી જાણ માતા સિવાય બીજાને કેઈને ન હેય. બેલવો માતંગની પત્નીને અને મેતાર્યનાં માતાજીને !"
Page #244
--------------------------------------------------------------------------
________________ પ્રેમની વેદી પર [18] આજ્ઞાની જ વાર હતી. રાજસેવકોને બંનેને શોધી કાઢતાં વિલંબ ન થા. મેદનીને એક ખૂણે વિરૂપા ઢગલો થઈને પડી હતી. માતંગે એની આખી બાજી ઊંધી વાળી હતી. વિરૂપાના નેહભર્યા સહચાર પાસે ઠંડા પડેલા માતંગનું દિલ ધનદત્તને મગધનાથનો સત્કાર પામતો જોઈ ફરીથી પ્રજ્વલી ઊઠયું. પત્નીની શિખામણને ભાવિના અનિષ્ઠને ખ્યાલ એ વિસરી ગયો. વિરૂપા, આપણા પુત્રને આપણો શા માટે જાહેર ન કરવો ! મગધમાં સાચાને કણ આંચ પહોંચાડી શકે તેમ છે.” માતંગ બબડવો ને આગળ વધ્યો, પણ વિરૂપાએ એને પકડી લીધો. પણ એને આવેશ વધતો ચાલ્યો. એ ભાન ભૂલ્યા. વિરૂપાને તરછોડી માતંગ આગળ વધી ગયો. વિરૂપા ભાવિ અનર્થની કલ્પનાએ વ્યાકુળ બની ગઈ. જર્જરિત બનેલું એનું હૈયું હિંમત હારી ગયું, એ શધબુધ ગુમાવી રસ્તા પર પડી. રાજસેવકે એને દાસીઓ પાસે ઉપડાવી મહામંત્રી પાસે લઈ આવ્યા, રાજકારની પાસેના ખંડમાં એને સુવાડવામાં આવી.
Page #245
--------------------------------------------------------------------------
________________ 222 મહષિ મેતારજ શેઠાણું તે વરઘોડામાં જ હતાં. રાણી ચેલ્લાએ તેમને ખંડમાં બોલાવી લીધાં. વિરૂપાને મૂચ્છિત દશામાં પડેલી જોઈ શેઠાણ એકદમ તેની પાસે ધસી ગયાં. “વિરૂપા, મારી સખી!” વિરૂપા બેશુદ્ધિમાં લવાર કરી રહી હતી. “મહારાજ, મને બદનામ ન કરશો. મારે પુત્ર જ હતું નહિ. હું પુત્રને ન વેચું. પુત્રને પૈસો મારે બાળહત્યા બરાબર છે. મહારાજ, મેત છીએ, પણ પ્રભુ વીરના ઉપદેશને દિલમાં ધારણ કરનાર છીએ.” અરેરે ! માતંગનું આવી બન્યું ! ના, ના. પણ શેઠાણી વળી જુદી જ વાત કરતાં હતાં; “મહારાજ, મેતાર્ય મારું સંતાન નથી. વિરૂપાનું છે. મારે ખાલી પેળે ભરવા એ હું લાવી. મહારાજ, જરા ધ્યાનપૂર્વક મેતાયનું આ શરીર જુઓને! એનું સુડોલ નાક શું વિરૂપાના અણિયાળા નાકને બંધ બેસતું નથી. અને એના આ ભોગળ જેવા બાહુ માતંગના બહુ સાથે તે સરખાવો ?" મેતાર્યનાં માતાજી એ મારાં માતાજી ગણાય, માટે જરા ભાનમાં આવીને બોલો !" મહામંત્રીએ આશ્વાસન આપ્યું. ભાનમાં તો આજે આવી છું. મેટાં કુળને નામે જગતને કચડી રહેલા લોક મેટાઈના પડદા પાછળ કેટલું છૂપાવે છે ? મંત્રી, મને પુત્ર ન આવે તો મારા ઉપર શક્ય આવે એવી સ્થિતિ હતી. આ શક્યનું સાલ ટાળવા આ પુત્રનો સોદો કર્યો. " મહામંત્રી અને હવે કોઈ વાતની શંકા ન રહી. એમણે ઈંતેજારીમાં સ્તબ્ધ બનીને બેઠેલી માનવમેદની સમક્ષ જાહેર કર્યું: “પ્રજાજને,
Page #246
--------------------------------------------------------------------------
________________ પ્રેમની વેદી પર 223 વિલંબ ઘણે થયે છે. વાત ટૂંકી છે. પ્રભુવીરના ઉપદેશને સાંભળનારાને હવે કુળ-જાતિમાં મહત્તા નહિ લાગે. જે પુણ્ય કરે તે પુણ્યવિાન, પણ ફેંસલા તરીકે મારે નિવેડો આણવો જોઈએ કે મારા પરમ મિત્ર અને અનેક ગુણોથી અલંકૃત મેતાર્ય વણિકપુત્ર નથી, પણ મેતના સંતાન છે. શેઠાણીને પુત્ર ન જીવતા હોવાથી વિરૂપાએ શેઠાણીને મેતાર્ય વેચેલા !" “વેચેલા ? ધિક્કાર હજો એ જનેતાને ! આખરે ગમે તેટલા માથે ચઢાવો તો ય મેત તે મેત ! '" અર્ધપચ્યું તત્ત્વજ્ઞાન અદ્રશ્ય થઈ ગયું ને લેકેની જીભ જાતિ–કુળના ગુણ-અવગુણની ચર્ચા કરવા લાગી ગઈ પણ એટલામાં અંદરથી ખબર આવ્યા, “મહારાજ, મેત પત્ની વિરૂપા બેભાન બની છે. એ લાવી રહી છે, કે મેં વેચેલા નથી, મારી ઈજ્જતને બદનામ ન કરે. એ મારો પુત્ર જ નથી.” “કેમ વેચેલા નથી ? શેઠાણી પિતે કહે છે કે મેં સે કર્યો હતો?મહામંત્રી પિતાના અભિપ્રાયને મજબુત પણે વળગી રહી દલીલ કરવા લાગ્યા. ત્યાં તો બધી લાજ–મરજાદ છેડી શેઠાણી બહાર ધસી આવ્યાં. પરંતુ એ કાંઈ બોલે તે પહેલાં બેભાન બની ગયાં. આખી મેદનીમાં શનકાર છવાઈ ગયો. બાજુમાં બેઠેલ અલંકાર ને વસ્ત્રોથી સુશોભિત મેતાર્ય ધીરેથી ઊભા થયા. હાથ જોડીને મગધરાજને વિનંતી કરી કે મને થોડું નિવેદન કરવાની આજ્ઞા આપે ! મગધરાજે ઈશારાથી આજ્ઞા આપી. મેતાર્યો માથું ટટ્ટાર કરી પ્રજા સમક્ષ જોઈ બોલવા માંડ્યું પ્રજાજને, મહામંત્રી જેવા મહામંત્રી આજે વિગત શોધવામાં ભૂલ્યા છે. આજને આખો પ્રસંગ જગતની બે મહાન જનેતાઓના હદય ઔદાર્યને છે. જાતિ, કુળ,
Page #247
--------------------------------------------------------------------------
________________ 224 મહષિ મેતરાજ ઉચ્ચ, નીચ આ બધાં બંધને કેવાં જુઠાં છે, એ આજને પ્રસંગ બતાવી આપે છે. જનેતાઓનાં જે હદયો આજે જોવા મળ્યાં, એ બન્ને હદયના પુત્ર થવામાં મારું સૌભાગ્ય છે, પણ જન્મને આટલું મહત્ત્વ શા માટે !" મેતાર્ય થોડીવાર થોભ્યા. આખી સભા સ્વાસ બંધ કરીને બેઠી હોય તેવી શાન્ત હતી. મેતાર્યો આગળ ચલાવ્યું. “પ્રજાજને, હું જાણું છું, કે તમને આવી વાતમાં રસ નહિ આવે. મારે તે તમને મારું વૃત્તાંત જણાવવું ઘટે. અને એ પૂરતું હું જણાવું છું કે હું મેતને પુત્ર છું. મારી જનેતા વિરૂપા અને મારો જનક મંત્રસિદ્ધોને રાજા માતંગ. મારી જનેતા અને ધનદત્ત શેઠનાં પત્નીને સખીપણાં હતાં. ધનદત્ત શેઠને આ પત્નીથી કોઈ સંતાન જીવતાં નહોતાં; અને હવે સંતાન–અને તે પણ પુત્ર ન જન્મે કે ન જીવે તે બીજા લગ્ન કરવાની તૈયારી હતી. " મેતાર્ય ક્ષણવાર થે, ને પુનઃ કંઈક ગર્વ મિશ્રિત સ્વરે બોલવા માંડયું જગતમાં જેની જોડ ન મળે એવી આ સહિયરેએ એક દહાડે વાતવાતમાં આ બીના ચર્ચા. મારી જનેતાએ પણ આપ્યું કે પિતાને પુત્ર થશે તો તે તેને આપશે. આ સેદ નહોત, વેચાણ નહોતું; આત્મસમર્પણ હતું !" આત્મસમર્પણ?” મેદનીમાંથી પડઘો પડ્યો. હા, આત્મસમર્પણ! મારી જનેતાના દાંપત્યને પણ વર્ષો વીત્યાં હતાં, સંતાનની લાલસા એને હૈયે પણ હતી, છતાં સહિયરના સુખદુઃખમાં એ સુખદુઃખ માનતી હતી. એક રાતે એ સમર્પણ થયું. પુત્ર આપ્યો ને પુત્રી એને ઘેર ગઈ. માતાને રેગીઝ પેટની પુત્રી વધુ વખત ન આવી. નીરોગી કાયાનું સંતાન તે હું. પણ મારી તે
Page #248
--------------------------------------------------------------------------
________________ પ્રેમની વેદી પર 22 બને જનેતાઓ! બન્ને મારા પિતાએ. મારે મન કેઈ કુળ હલકું કે હીણું નથી, છતાં પહેલો હું મેત ! વિરૂપા મારી જનેતા! હું મેતાર્ય નહિ પણ મેતારજ !" આખી મેદની હજી ય મંત્રવત સ્તબ્ધ હતી. કેટલાયની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં હતાં. મગધરાજે ગળગળે અવાજે હુકમ કર્યો વિરૂપાને અહીં તેડાવો !" રાજસેવક અંદર જઈ થોડીવારમાં પાછો આવ્યો, એણે કહ્યું: મહારાજ, વિરૂપા હવે આ સંસારમાં નથી. એનું ચિંતા ને મમતાથી જર્જરિત હૈયું પિતાની સહિયર અને પુત્રની આ નાલેશી ન સહી શકયું; એટલે ભાંગી પડ્યું. રાજવૈદ્યોનો આ અભિપ્રાય છે.” “માતંગને બેલાવો !" માતંગની શોધખોળ ચાલી, પણ એ ન જાણે કયા ઊંડા વિચારની ગર્તામાં સરી પડયો હતો, એને પોતાના લાગણીવેડાના ગંભીર પરિણામનું જોખમ માલૂમ પડી રહ્યું હતું. મેતાર્ય ક્યાં?” મેતાર્યું પણ ત્યાં નહોતે. મગધરાજ અંદર અંતઃપુરમાં જવા પીઠ ફેરવતા હતા કે કઈ રૂપેરી ઘંટડી જેવો અવાજ સંભળાયો. મહારાજ, અમે મેતપુત્રને નહિ પરણીએ.” અને એવા અનુક્રમે સાત અવાજ આવ્યા. પૂર્ણચંદ્રના જેવા મુખવાળી સાતે રમણીઓના સુંદર કપલપ્રદેશ ઉપર સ્વાતિના બિંદુ જેવાં બબે ચાર ચાર આંસુએ દીપકના પ્રકાશમાં મોતી જેવાં ઝળહળી રહ્યાં હતાં.
Page #249
--------------------------------------------------------------------------
________________ 226 મહર્ષિ મેતારજ અંદરથી ઉતાવળ અવાજ આવ્યો. “વિરૂપા મરી ગઈ!” “બિચારી દુખિયારી ! છૂટી !" દાસીઓ એકબીજાને કહેવા લાગી. “કોણ મર્યું ? વિરૂપા?” મેતાર્ય અંદરના ખંડમાં જ બોલ્યો. “વિરૂપ ન મરે! મને કહ્યા સિવાય એ ન મરે !" માતંગ મૂઢની જેમ બોલતે લતે મેતાર્યની પાછળ ચાલ્યો. “શું વિરૂપા મરી ગઈ ?" મહામહેનતે ભાનમાં આવેલાં શેઠાણું આટલું બેલી પુનઃ બેભાન બની ગયાં. આ વખતે એમને દેહ વિશેષ ઠંડો પડતો ચાલ્યો હતે. હાય, હાય ! ન જાણે આજે કેવો દિવસ ઊગે છે. મારું તે સર્વસ્વ જવા બેઠું છે.” ધનદત્ત શેઠે કપાળ કૂટયું. રાજવૈદ ત્યાં ઉપસ્થિત જ હતા. ઉપચારો ચાલુ કર્યા, પણ દર્દી કંઈ અનોખું હતું. ઠંડુ પડતું જતું શરીર અને માત્રાઓના અનુપાન પછી પણ ઉષ્મા પકડી શકતું નહોતું. અંદરના ખંડમાં વિરૂપા એક સાદા બિછાના પર સદાને માટે સુખની નિદ્રામાં સૂઈ ગઈ હતી. એના મુખ પર વ્યથા કે વિકૃતિના બદલે સૌમ્યતા છવાઈ રહી હતી. મહા ધમાં પિઢી હોય એમ એ સૂતી હતી. “વી’ વજ છાતીને માતંગ ઢીલું પડી ગયો. એણે એક કરણ ચીસ પાડી, પણ એ ન આગળ વધી શક્યો કે ન ઊભો રહી શક્યો. કંઈ વિચારમાં ચડી ગયો. એના હોઠ વગર અવાજે ફફડવા લાગ્યા. એની સૂકી આંખના ડોળા ચારે તરફ ઘૂમવા લાગ્યા. એ
Page #250
--------------------------------------------------------------------------
________________ પ્રેમની વેદી પર 227 ન બોલ્યો, ન રડ્યો કે ન છાતી ફૂટી ! જીવન સર્વસ્વ સખી વિરૂપા સદાને માટે છૂટતી હતી, છતાં દેડીને એને ભેટી પણ ન શક્યો ! ' અરે, એ તે પાછો વળ્યો. કંઈ બડબડતે, હાથના વિચિત્ર પ્રકારના ચેનચાળા કરતો બહાર નીકળ્યો. ગામની આંખે ચડેલા આ પ્રેમી યુગલને આવો કરુણાંત ટીકાખોર લોકે પણ જોઈ ન શક્યા. બહાવરા જેવો માતંગ સીધે પિતાને ઘેર પહોંચ્યો. મહામંત્રીએ માતંગને રોકવા ઈચ્છયું, પણ તેમ ન થઈ શકયું. મેતાર્યની આંખમાંથી આંસુની ધારા વહી રહી હતી. ખુદ મગધરાજ ને રાણું ચલણું રડી રહ્યાં હતાં. એ આંસુ અમુલખ હતાં, ખુદ દેવોને પણ દુર્લભ હતાં. દુર્લભ એ માટે હતાં કે એ આંસુ વેદવારાથી કમનસીબે લેખાયેલી, સદા દૂર રખાતી એક મેતરાણી પામતી હતી. સર્વાનો એક સુંદર બોધપાઠ જાણે આ અભણ, તુચ્છ અજ્ઞાન નારી મગધની મહાપ્રજાને પ્રબોધી રહી હતી. અંતરવવતું આ દશ્ય અવર્ણનીય હતું. આખરે સંસારની અસારતાને જાણનાર મહામંત્રીએ સહુને ધીરજ આપતાં કહ્યું: વિરૂપા તે જીવી ગઈ. આવું મૃત્યુ તે હજાર હજાર જીવન કરતાં મૂલ્યવાન છે. એક મનુષ્ય ને બીજે મનુષ્યઃ મનુષ્ય રીતે બે વચ્ચે કોઈ જાતને ભેદભાવ પાડી શકાતા નથી. માણસ આખરે માણસ છે, ને આખરે એક જ રૂપ પામે છે. વિરૂપાએ આ માનવ માત્રને ઐક્યનો અમૂલો પાઠ આપ્યો છે. મેતાર્ય, વૈર્ય ધારણ કરે ! ચાલે, તમારી માતા બેભાન પડ્યાં છે. હણે શિબિકાઓમાં નાનાં મૃગબાળ જેવી સાત સાત સુંદરીઓ ન જાણે કેવી મૂંઝાઈ રહી હશે.” પણ મેતાર્ય ત્યાંથી ન ખ. મહામંત્રી એકલા શિબિકાઓની પાસે આવ્યા.
Page #251
--------------------------------------------------------------------------
________________ 228 મહષિ મેતારજ ઝગમગતી મશાલનો પ્રકાશ હારબંધ ઊભેલી પાલખીઓ ઉપર સંતાકુકડી રમતા હતા. હવાની લહેર સાથે નાચતી એ તેને પ્રકાશ પાલખીમાં બેસનારીઓના ગૌર કલપ્રદેશ પર જાણે આછી ગુલાબી ઈરાની શેતરંજી બિછાવી રહ્યો હતો. “પુત્રીઓ, નિશ્ચિંત રહેજો! સહુ સારાં વાનાં થશે.” મહામંત્રીએ સાન્તવન આપ્યું ને તેઓ અંતઃપુરમાં પાછા આવ્યા. અંતઃપુરનું દસ્ય મર્મભેદક હતું. વિરૂપા મૃત્યુ પામેલી પડી હતી. બહારથી શેઠાણને પણ અહીં બેભાન અવસ્થામાં આણવામાં આવ્યાં હતાં. ધીરજના સાગર મેતાર્ય ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. મહામંત્રી જેવા નિર્મોહી ને સારાસારના જાણકારની આંખેના બે ખૂણું પણ ભીના થયા. એમણે મેતાર્યને ઊભા કર્યા ને આ ઘેલછા છોડી દેવા સમજાવતાં કહ્યું મેતાર્ય, વિરૂપાનું આત્મસમર્પણ અજોડ છે. જગતની મહાન નારીઓમાં એ આદર્શરૂપ છે. પ્રભુનો ઉપદેશ એણે પચાવ્યો હત; પણ હવે એની અન્તિમ ઈચ્છાને માન આપો! ચાલે ફરીથી વાજાં વગડાવો ! મેતાર્ય, ઘોડે ચડી જાઓ! આજનું લગ્નમુહૂર્ત અફળ ન થવું ઘટે. ઘેડે ચડેલો વરરાજા પાછો ન ફરે. સપ્તપદી પૂરી થઈ જવા દે, ભલે આજે આખો વરધોડે મહારાજાને મહેમાન બનતે. આ ક્રિયા બાદ વિરૂપાની અન્તિમ ક્રિયા પતાવી લેવાશે.” મહામંત્રીજી, મિત્રધર્મમાં ન્યાયધર્મ ચૂકશો મા ! મને વરવા આવેલી કન્યાઓ અને તેમનાં માબાપોએ નગરશેઠના પુત્રને પસંદ કર્યો હતો, મેતકુલોત્પન્ન મેતારજને નહિ! વિરૂપાનો સિદ્ધાન્ત હતે. કે એકબીજાના ત્યાગ ને બલિદાન ઉપર આ સંસાર ચાલે છે. મારે પણ એ સિદ્ધાન્તને જીવ સાટે જાળવો ઘટે.” “બેલાવો એ કન્યાઓને! અહીં જ તેમને પૂછી લઈએ.”
Page #252
--------------------------------------------------------------------------
________________ પ્રેમની વેદી પર 229 દાસીઓ કન્યાઓને લાવવા રવાના થઈ અને થોડી વારમાં એ રૂપનો રાશિ ત્યાં આવીને ખડો થઈ ગયો. સાચા સૌંદર્યની મજા એ છે કે એ ગમે તેવા ભાવમાં અનોખી સુંદરતા જન્માવે છે. એકે એક કન્યાના ગાલ ઉપર શરમ અને લજજાની લાલ ચીમકીઓ ઊઠી આવી હતી. “પુત્રીઓ, શરમાશે મા ! તમે મેતાર્યને મેતકુલમાં જન્મેલે જાણ્યા પછી પણ પરણવા તૈયાર છે?” કઈ સપ્તમુખી યંત્ર એક સાથે ગૂંજી ઊઠયું. “ના !" તમારી ઈચ્છા મુજબ જ થશે, ગભરાશો નહિ, પણ પુત્રીઓ ! તમે તે પ્રભુ મહાવીરની અનુયાયી છે. કુળને ગોત્ર હજી ય પ્રિય છે?” કન્યાઓ પગની પાનીઓ પર મૂકેલી મેંદી સામે જોઈ રહી. એ ગુલાબી પાનીઓ કમળપુષ્પને પણ શરમાવતી હતી. તેઓ સ્તબ્ધ હતી. એમના હૃદયમાં અજબ મને મંથન ચાલી રહ્યું હતું. સામે જ કદાવર, પ્રચંડ, સશક્ત, જોતાં જ મન મોહી જાય તેવા પૌરુષભર્યો મેતાર્ય ખડો હતો, શું કરવું ને શું ન કરવું ? કન્યાઓ તદ્દન મુંઝાઈ ગઈ. વર્ણ ને ગોત્રના હાઉ સિવાય એમને મેતાર્યને પરણવામાં કઈ વાંધો નહોતો. હજી વખત છે. એમને વિચાર કરી લેવા દે ! ચાલે, પ્રથમ વિરૂપાની અન્તિમ ક્રિયા ઉજવીએ.” મહામંત્રીએ રસ્તે કાલ્યો. એમણે વિચાર્યું કે ગમે તેવી ભારે બીનાને સમય હળવી બનાવે છે, આજનો સંકેચ કદાચ કાલે ન પણ રહે ! બહુ સારું !" મગધરાજને કઈ વાતમાં વાંધો નહતો.
Page #253
--------------------------------------------------------------------------
________________ 230 મહર્ષિ મેતારજ ~ ~ ~ સાતે રૂપવતી કન્યાઓને અંતપુરમાં રહેવાનું સ્થાન કાઢી આપ્યું. વિવાહોત્સવના રૂપમાં આવેલ આખું નગર હવે ધીરે ધીરે ડાઘુના રૂપમાં પલટાઈ ગયું. રાત વીતવાની રાહ જોતા સહુ જ્યાં હતા ત્યાં ગોઠવાઈ ગયા. આખી રાત કઈને નિદ્રા ન આવી. ધનદત્ત શેઠનાં પત્નીના ઉપચાર ચાલુ હતા, પણ પિતાની પ્રિય સખી ચાલી ગયાના સંતાપમાં એ કંઈ કારી કરતા નહોતા. બેએક વાર કંઈક ચેતન આવ્યું, પણ એ તો બુઝાતા દીપકના ભડકા જેવું હતું. દૂર દૂર આકાશમાં રાત્રીનો શ્યામ અંચળો ભેદીને ઉષાએ મેં બહાર કાઢયું. વિરૂપાની ઉત્તરક્રિયાઓ ચાલુ થઈ, ત્યાં સમાચાર આવ્યા કે શેઠાણી અવસાન પામ્યાં છે. બે સખીઓ સાથે ચાલી. જીવનમાં એક થઈને રહેનારીઓએ મૃત્યુમાં ય સાથ ન છેડ્યો. ઊના પાણીના ઝરાઓને કાંઠે, “મહાતપતીર' તીર્થની પાસે બંનેની ચિતા પડકાવજે! દેશદેશના યાત્રાળુઓ આવે ત્યારે મગધની આ બે મહિમાવંતી નારીઓને પણ યાદ કરે.” મગધરાજે આજ્ઞા કરી. રાત વીતતાં, મહામંત્રીની આગેવાની નીચે સ્મશાનયાત્રા નીકળી. જીવનભર નગરને એક છેડે બધાથી દૂર વસી રહેલ રૂપવતી ને ગુણવતી વિરૂપાને શોભાવનારી એ યાત્રા હતી. એનું જીવન અને ઘટનાઓ સાંભળી સાંભળીને લોકોની આંખોમાં આંસુ ઊભરાઈ આવતાં. કુળ અને ગેત્રની નિરર્થકતા હવે તેમને સાકાર થતી હતી. પણ પેલે લહેરી માતંગ ક્યાં ? વિરૂપાની એકાદી વાળની લટ ઉપર જાન દેનારો માતંગ આજે ક્યાં હશે? એને તો ન્યાય જોઈ તે હતું તે !
Page #254
--------------------------------------------------------------------------
________________ પ્રેમની વેદી પર 231 ગંગાને એક નાનો પ્રવાહ મહાપ્રવાહથી છૂટો પડી નાની ગિરિકંદરાઓમાં વળતો હતેઆ પ્રવાહ નાની નાની ટેકરીઓ વીંટીને વહેતો હતો, ને એ ટેકરી પરનાં નાનાં આંબાવાડિયામાં ઊના પાણીના ઝરા ખળખળ નાદ કરતા રહેતા હતા. આ ગિરિકંદરાઓના મુખભાગ પર જ “મહાતપોપતીર’ આવેલું હતું. અહીં ગેપલોક ધણ ચારવા આવતા. યાત્રીઓ દર્શનાર્થે આવતા. રોગીઓ રેગશમન માટે આવતા. આ સુંદર સ્થળની એક નાની ટેકરી પર કે જ્યાંથી આ તીર્થ થોડે દૂર હતું. બે ચંદનકાષ્ટની ચિતાઓ રચવામાં આવી. સ્મશાનયાત્રામાં સાથે આવેલ નગરલેકે સુગંધી વસાણું ને ચંદનકાઈ પણ પિતાની સાથે લાવ્યા હતા. સહુએ મરનારાઓને એ રીતે અંજલિ આપી. મેતાર્યો બંને માતાઓને માથું નમાવતાં અગ્નિસંસ્કાર કર્યો. ચિતા ભભૂકી ઊઠી. ઘતના કુંભ રેડાવા લાગ્યા. મૃત્યુ શાન્તિને જાણે છેલ્લો યજ્ઞ મંડાયો. એ યજ્ઞમાં પ્રેમની વેદી પર બલી થનારી મગધની બે મહાનારીઓ હતી. આખરે ચિતાએ પોતાનું કામ પૂરું કર્યું. વિરૂપા? જાણે દિગંત પડઘા ફાટતું હતું. વૃક્ષો ડાળીઓ નમાવીને આક્રંદ કરતાં હતાં. કાગાનીંદરમાં લોકોને સદા સંભળાતે પેલો મીઠે સૂર યાદ આવતા હતા. એ સૂરમાં કેવી ઊંડી ને પવિત્ર છાપ એ પાડતી હતી ! પણ આ બધાં રોદણાં આજે શા કામનાં ! નગરલોક મરનારાઓના જીવનની સદા જ્વલંત જીવનને સાથે ગામ તરફ વળ્યું, પણ મેતાર્યા ત્યાં જ ઊભા રહ્યા. મહામુશ્કેલીઓ અહીં લાવવામાં આવેલ માતંગ ડે દૂર ટૂંટિયું વાળીને
Page #255
--------------------------------------------------------------------------
________________ 232 મહષિ મેતારજ બેઠો હતો. એને પોતાની ભૂલને પારાવાર પશ્ચાત્તાપ થઈ રહ્યો હતો. વસંતઋતુને મીઠે વાયુ ચિતાને હવે બુઝવતે હતો ને સરિતાનાં નીર મેતાર્યના વ્યાકુળ હદયની જેમ ઊછળી ઊછળીને કિનારો કાપતાં હતાં. આખરે તે ભસ્મ પણ હવામાં ચાલી જવા લાગી. , પણ એ ચંદનરજ જેવી ભસ્મમાંથી ય* “મહાતપિપતીરના વાયુમંડળમાં જાણે એક ગીતના અશ્રાવ્ય મધુર સ્વરે રેલી રહ્યા હતા “થનગન વનમાં નાચે વસંતડી, હૈયાની કુંજ મારી હુલે ઝૂલે.” " આ ઊના પાણીના ઝરાઓ મહાન યાત્રીઓ ફાસ્થાન અને હ્યુએનસંગે જોયેલા ને તેણે માતાના પ્રવાસવર્ણનમાં નોધેલા છે.
Page #256
--------------------------------------------------------------------------
________________ કાળા આકાર [ 19 ] રાજગૃહીને માથે આવી એક શાકભરી રાત્રીને શ્યામ પડદો પથરાઈ રહ્યો હતે. દેવાલયના છેલ્લા ઘંટારવ હમણાં જ શમી ગયા હતા, ને તુરીષ વાગવાની તૈયારીમાં હતો. કોટના કાંગરે પ્રગટાવેલા દીપક ધીમા ધીમા ઝળહળી રહ્યા હતા. રાજમહાલયના બૂરજે ઉપર તે દીપકોને કંઈ પાર નહેતે, જાણે રોજ ત્યાં દીપાવલિ રચાતી. રાત વધતી ચાલી. શેઠાણી ને વિરૂપા જેવી બે આદર્શ સખીઓના મૃત્યુને શોકસમય પળાતો હોય તેમ રાજગૃહીનાં રાજભવનમાં નૃત્યગીત બંધ હતાં. મેતાર્યની કુળહીનતા જાણે પ્રગટ થઈને પક્ષ થઈ ગઈ હતી અને કન્યાઓના દિલ પરથી પણ આ બે સખીઓના સ્વાર્પણે એવો ભારે બેજ હળવો કર્યો હતો. છતાં લગ્નના દિવસો દૂર ઠેલાયા હતા. કન્યાઓ રાજકુલની મહેમાન બની હતી. આવી એક રાત આગળ ને આગળ વધતી જતી હતી. તૂરીઘોષ પણ વાગી ગયો હતો ને રસ્તાઓ નિર્જન બન્યા હતા. ધીરે ધીરે દીપકે ઝાંખા પડતા ગયા, ને મધરાતે તો આકાશમાં તારલીયાઓ સિવાય કઈ ન રહ્યું. ચોકીદારોએ દરવાજા બંધ કર્યા. દુર્ગના એક છેડે આવેલાં નૃત્યઘર તરફથી કેઈક કઈક ઘેલાઓ આવતા-જતા. રૂપકવિનીઓના આવાસો પણ હવે સૂના થયા હતા.
Page #257
--------------------------------------------------------------------------
________________ 234 મહર્ષિ મેતારજ આવા ઘોર અંધકારમાં રૂપજીવિનીઓના નિવાસસ્થાનોની બાજુમાં કેઈ કાળે આકાર ઘૂમી રહ્યો હતો. એની પડછંદ ઊંચાઈ એમ મનાવવા પ્રેરતી હતી કે એ પુરુષ હશે. તીર જેવી ઝડપ અને સસલા જેવી ચકરતા દર્શાવતાં હતાં કે એ પડછાયો કઈ ભૂત-પ્રેતને નહિ; પણ કાબેલ વ્યક્તિને હશે. કઈ નિશાચર હશે, એમ સહેજે કલ્પના થઈ આવે, અને તેમાં પણ આ સ્થળે કેણ સારો માણસ રખડે! સારા માણસને આવા સ્થળે આવવાનું કામ શું? મગધની મહાનગરીમાં, મહામાત્યની જાગતી ચેકીમાં કાળા માનવીની તો ફરવાની શી મજાલ ! અરે, નકકી કાઈ ભૂત હશે. પૃથ્વી પર ભમવા આવી ચડ્યો હશે. પણ આ પ્રશ્ન કરનાર ત્યાં કોઈ નહોતું. કાળા આકાર ધીરે ધીરે રૂપજીવિનીએના આવાસો વટાવી ગયો. એનાં પગલાં મક્કમ હતાં, એની દિશા ચક્કસ હતી. ધીરે ધીરે એ નર્તકીઓના આવાસ તરફ વળ્યો. કેટલીક પરદેશી પ્રીતમો માટે સજેલા સાજ ઉતારીને છેલ્લો આરામ લેવાની તૈયારીમાં હતી. મુખમેહિની અને ભપકા માટે રંગ, રાગ અને કાજળથી પોતી નાખેલા દેહને ઘણીખરી શ્રમપૂર્વક જોઈ રહી હતી. વય બધાની ખીલતી હતી, અને સંસારમાં સ્વર અને સૌંદર્યની આ કિન્નરીઓનું દિલ કોને ઉપર હશે, તે કળી શકાવું શક્ય નહોતું. સુવાસિત જળભર્યા ફૂડમાં માંસલ ગૌર પગથી છબછબિયાં કરતી એક નર્તકીએ સહેજ કંટાળા પૂર્વક કહ્યું: “સુનેત્રા, પ્રવાસીઓની તે કંઈ ખોટ નથી, પણ લીધેલું કામ પૂરું ન થયું. પેલો પરદેશી સાર્થવાહ ન દેખાય તે ન દેખાયો.” દેવદત્તા, એ પરદેશી સાર્થવાહ તે જ ચાલાક ચોર રેહિણેય એમ કેમ માન્યું?”
Page #258
--------------------------------------------------------------------------
________________ કાળે આકાર 235 vvvvvvvvvvvvvvv “બુદ્ધિનિધાન મહામંત્રીની એ જ બલિહારી છે. મેં આપણે ત્યાં આવેલા તમામ પરદેશીઓનાં ભૂર્જપત્ર પર આળેખેલાં ચિત્ર બતાવ્યાં. એમણે એ છબી જોતાં જ કહ્યું કે એ જ રોહિણેય ! અદ્ભુત. વેશપલટ કરનાર !" “દેવદત્તા, તને તે એના પર ખૂબ હેત હતું. અને આજે એનું જ ગળું કાપવા તૈયાર થઈ બેઠી !" તેમ તે ય આપણે તે રાજગૃહીમાં પ્રજાજન! આપણું ય કર્મધર્મ ખરાંને ! રાજઆજ્ઞા માટે તો મસ્તક આપવું પડે ! પણ બેન, મને એક વાતની ખાતરી થતી નથી. ચેર થઈને આટલો ચતુર ! અને કદાપિ ચતુર તે હેય પણ આટલે સંયમી !" વાત કરતી કરતી દેવદત્તા જરા પાસે સરી અને સુનેત્રાના કાન પાસે મુખ રાખી કહ્યું “અલી, મારી અનેકવાર માગણી છતાં, અરે, જે દેહની પ્રાપ્તિ માટે મોટા મોટા શાહ સોદાગરે સહસ્ત્ર સુવર્ણમુદ્રાઓ ન્યોછાવર કરવા તૈયાર છે, એ દેહ અર્પણ કર્યા છતાં એણે કદી મારે સ્વીકાર કર્યો નથી.” - “બેન, તે તે નક્કી મહામંત્રી ભૂલ્યા. ચોર બદમાશનો તે મને ચિર પરિચય છે. બહાર રાજ ખૂનનાં ખૂન કરતાં ન અચકાય એવા બહાદુરે આપણું સુલલિત દેહલતાઓ જોતાં જ જાણે રાંકમાંના રાંક થઈ જાય છે ! આપણું વેણુનું એકાદ ફૂલ ચૂંથતાં પણ ધ્રુજે ! એક ચોર અને આટલે સંયમ, મને તે અશક્ય લાગે છે!” “સુનેત્રા, મહામંત્રી ભૂલે એમ પણ બનવું અસંભવ છે. એ કંઈ આપણાં જેવાં કેવલ ચર્મચક્ષુને ધણું નથી. એનાં ચક્ષુ તે આકાશ-પાતાળ નિરખે છે. એ પરદેશીનું અડધું વર્ણન મેં કહ્યું, ને બીજું બધું એમણે કર્યું, જાણે કેઈ વર્ણન કાવ્ય હેય તેમ તેની
Page #259
--------------------------------------------------------------------------
________________ 236 મહર્ષિ મેતારજ સાક્ષાત મૂર્તિ ખડી કરી દીધી!” “એક ચહેરામહેરાના બે માણસ કેમ ન હોય ? ઘેલી થઈ છે તું. હજારોમાં મહાભાગ્યે મળી આવતા આવા એકાદ રસિયા પ્રીતમને ભૂજામાં દબાવી નિત્યની આ અનિચ્છનીય પ્રવૃત્તિમાં સુખની સરિતા લહેરાવવાને બદલે આ માથાકૂટમાં તું ક્યાંથી પડી? એ ન બને! મેં તો બીડું ઝડપ્યું છે ! એ અહીં આવે એટલે પકડાવે જ છૂટકે! દિવસે કેટલા વીતી ગયા. મહામંત્રી રાતદહાડે એના જ વિચારમાં ને શેધમાં ઘૂમે છે.” “હા, હા, હા.” એકાએક આવાસના દ્વાર પર મંદ રીતે હસવાને અવાજ સંભળાયો. યુવતીઓ છળી ગઈ શેરીઓમાં ભમતે પેલો આકાર જ અહીં દેખા હતા. ઘનઘેર રાત, ને આવાસન ચેકીદાર નિરાતે કુંભકર્ણ નિદ્રામાં પડ હતો. યુવતીઓ એકદમ ચીસ પાડી ઊઠી. ઊંઘતે ચોકીદાર સફાળા જાગી ઊઠડ્યો. આવા અનેક પ્રસંગોએ તાત્કાલિક ઈલાજે લેવા માટે ટેવાયેલો એ મેંમાંથી બીભત્સ શબ્દો કાઢતે મોટી છરી સાથે ત્યાં આવી પહોંચ્યો. પણ લેશમાત્ર ગભરાયા વગર, કંઈ પણ અવાજ કર્યા વગર પેલે આકાર આગળ વધ્યો. જાદુગર જેવી કરામતથી છરે ખૂંચવી લીધું અને હાથી જેમ કમળફૂલને ઊંચકી ફેકી દે એમ એને ઊંચકી બહાર ફેંકી દીધે. ચેકીદાર ઊંધે માથે પડ્યો. “દેવદત્તા, પિછાની લે ! હું જ પેલે પરદેશી સાર્થવાહ! મને ફસાવવાનું બીડું ઝડપી બેઠી છે, તે હું જાણું છું. પણ તું મને પકડી લે, તે પહેલાં હું તને પકડી જાઉં. ચાલ ! તને મારા મજેદાર ઘરમાં લઈ જાઉં ! તારા હજાર હાથવાળા મહામંત્રી તને છોડાવવા ત્યાં
Page #260
--------------------------------------------------------------------------
________________ કાળો આકાર 237 આવશે. બીડું તે સુંદર ઝડપ્યું છે !" પેલો આકાર બેલતો હતો. અરે, પણ આ ચોરડાકુની ભાષા ન હોય. એ શબ્દોમાં સંસ્કાર ગાજતા હતા. ઝનૂન નહોતું—સૌમ્યતા હતી. પણ આ બધું જાણવા પેલી યુવતી સચેત ન હતી. એ તે ક્યારની ય બેભાન બનીને ઢળી પડી હતી. કાળો આકાર આગળ વધ્યો. એણે ફૂલની જેમ યુવતીને ઊંચકી. લીધી. પોતાના અંધારપછેડામાં લપેટી લીધી, અને સડસડાટ શેરીએ વીંધતે એ પાછો ચાલ્યો. શેરીઓ ને ગલીઓ પસાર કરતે એ આકાર રાજમહેલના બગીચાની દિવાલ પાસેથી પસાર થઈ રહ્યો હતો કે અચાનક પડકાર સંભળાયો. “કેણુ છે એ?” કોઈ અંધારામાંથી બહાર નીકળી આવ્યું. પણ પેલો કાળો આકાર તો ઝડપથી આગળ વધવા લાગ્યો. નક્કી કોઈ ગુનેગાર! બગીચાની દીવાલમાંથી જાણે કોઈ બહાર આવ્યું. સીધો સપાટો આકારના માથા ઉપર ! પણ આકારે વીજળીની ઝડપે હાથમાંની વસ્તુ જમીન પર સેરવી, દાવ લઈ લાઠીને ઘા ખાલી કર્યો. અને જોતજોતામાં અંધારામાં લાંબી તલવાર લપકારા મારવા લાગી. પેલા આકારે વિચિત્ર અવાજ કાઢતાં ધીરેથી કહ્યું: “તારા માર્ગે જા! મોતને ન બેલાવ !" “મેતથી ડરે એ બીજા ! રાજગૃહીની શેરીઓમાં શેતાન ભમે છે એ વાત મેં જાણે લીધી છે. જાન જાય તે પણ આજ નહિ છોડું !" અને આવનારે લાઠી ઘુમાવી. સીધો ફટકે માર્યો, પણ પેલાએ તલવાર પર ઝીલી લીધો. તલવાર અને લાઠી બન્ને હાથમાંથી છૂટી દૂર પડયાં! એટલામાં પેલી સ્ત્રી જાગી ઊઠી. એણે ચીસ નાખી. સ્ત્રીનું
Page #261
--------------------------------------------------------------------------
________________ 238 મહષિ મેતારજ અપહરણ! મહારાજાના રાજ્યમાં! આવનાર ઝનૂન પર ચડડ્યો. એણે છરી કાઢી. પેલા આકારે ઊછળીને એને હાથ પકડી લીધે. પણ હાથ પકડવા જતાં બુરખો સરી પડો, તારાના પ્રકાશમાં એ એકદમ ઓળખાઈ ગયે. કેણ, તું રોહિણેય!” અને આવનાર ઝનૂનપૂર્વક સામે ધો. મદમસ્ત વનહસ્તિઓને ઠંધ જેવું કંઠ મચ્યું. આવનાર પણ પડછંદ શરીરનો હતો. એના સુદીર્ઘ બાહુને દાવપેચ લડાવવાની હિકમત એને વગર કથે અજબ ખેલાડી તરીકે ઓળખાવતી હતી. કેટલીએક પળે આ રીતે વીતી ગઈ. - ભૂમિ પર પડેલી દેવદત્તા ધીરે ધીરે જાગ્રત થઈ રહી હતી. પણ આ ઠંધ તરફ એની નજર પડતાં પુનઃ ચીસ પાડી ઊઠી. કાળે આકાર હવે કંઈ નવા દાવપેચમાં હતો. એણે જોયું કે આ રીતનું દૂધ લંબાય તે વધુ મદદ આવી પહોંચે તે પોતે ઘેરાઈ જાય. એણે તરત એક અવળી ગુલાંટ ખાધી, અને સહેજ સરક્યા. દીવાલ પાસેથી સરી આવનારે એને ચિત કરવાનો સુંદર પ્રસંગ જોઈ એકદમ કૂદકો માર્યો. પણ પેલે જમીન પર સાપ પેટભર સરી જાય એમ સરી ગયો. કૂદકે નિષ્ફળ ગયો. અને એ નિષ્ફળતાએ પેલા કાળા આકાર માટે માર્ગ કરી દીધો. વીજળીવેગે એ ઊભો થયો ને નાઠે. સામનો કરનાર બાજી બગડેલી સમજી ગયો ને એણે ઉતાવળે એક ચિત્કાર કર્યો. ચિત્કારની સાથે આજુબાજુથી સૈનિકે દેડી આવ્યા. તેઓએ આસમાની દીવાનું અજવાળું ચારે તરફ ફેંકવા માંડયું. અને તેઓએ જે જોયું તેથી આશ્ચર્યમાં ડૂબી ગયા. કેણ મહામંત્રીજી ! "
Page #262
--------------------------------------------------------------------------
________________ - કાળો આકાર 239 “વિલંબ પિસાય તેમ નથી. જલદી અશ્વ લાવ! મગધનો ચાર રહિણેય નાઠો છે.” રહિણેય !" સૈનિકનાં મેં ફાવ્યાં રહ્યાં. “વિચારવાનો વખત નથી. હું એની પીઠ પકડું છું, તમે અશ્વ સાથે દરવાજે ભેગા થાઓ.” “જેવી આજ્ઞા !" સૈનિકે એટલું બેલી એકદમ અશ્વશાલા તરફ ચાલ્યા ગયા. આ આજ્ઞા આપવામાં પળવારનો વિલંબ થયો, પણ એટલીવારમાં તો રોહિણેય ઠીક આગળ વધી ગયો હતો. રાજગૃહીના ઊંચા આવાસો ને ટૂંકી કેડીઓની વચ્ચેથી રહિણેય પવનવેગે ઊળે જતો હતે. પણ પળવારમાં તે આખા રાજહીના ચેકીદારે સચેત બની ગયા હતા. જમીન પરને માર્ગ ભયભરેલ કલ્પી રોહિણેયે માર્ગ બદલ્યો. એ નિમિષમાત્રમાં એક ઊંચા આવાસની અગાસી ઉપર ચઢી ગયો, ને ત્યાંથી વાનરની જેમ કૂદતે રાજગૃહીને વીંધવા લાગ્યો. પૂરેપૂરું અનુસંધાન રાખીને મહામંત્રી આગળ વધતા હતા. વસંતની સુંદર રાત્રી હતી, ને ઘણું દંપતિએ રસભર્યા પ્રહર વીતાવી હમણાં જ ગાઢ નિદ્રામાં પડ્યાં હતાં. એમનાં વસ્ત્ર અસ્તવ્યસ્ત હતાં ને કેટલાંક તે એવી સ્થિતિમાં સૂતાં હતાં કે નજર નાખતાંની સાથે જ હિણેય ત્યાંથી આગળ વધી જતો. રાવણની લંકા માથે કુદતા હનુમાનની કલ્પના રહિણેય પૂરી પાડતો હતો. એની પાસે કેઈ અપૂર્વ લબ્ધિ હોય કે એના ચપળ પગમાં કોઈ યંત્ર હોય, જે તે ચાંપ દબાવતાં જ રોહિણેયને ઉછાળી એક આવાસથી બીજા આવાસ પર પહોંચાડી દેતું હોય તેમ લાગતું હતું.
Page #263
--------------------------------------------------------------------------
________________ 240 મહષિ મેતારજ - - મહામંત્રી અને કેમ પકડ તેના વિચારમાં આગળ વધતા હતા. સનિકે અશ્વ સાથે આવી પહોંચ્યા હતા. રેહિણેય રમતવાતમાં રાજગૃહીના આવાસો વટાવી ગયો. કિલ્લો વટાવતાં પણ એને શ્રમ ન લાગે. કિલ્લાની બહાર મોટું વિસ્તૃત મેદાન હતું, પણ તે રસ્તે ન જતાં એણે નો માર્ગ લીધે. એ ગંગા નદી પાર કરવા પ્રવાહમાં પડો. આજે જીવ સટોસટનું સાહસ હતું. ચાલાક રેહિણેએ રમત વાતમાં મહામાત્યની અસ્વશક્તિને નિષ્ફળ બનાવી. અને પેલે પાર લાવો ! બીજાં સૈનિકળે ગિરિમાળ વિટી લે! વાવ, નદીઓ ને પુષ્કરણીઓ પર પહેરા મૂકી દે !" મહામાત્યે એક હેડીમાં બેસતાં અને તેને રહિમની પાછળ વહેતી મૂકતાં આજ્ઞા કરી. પણ રેહિણેય તે સાગરનું જળચર હોય તેમ તરવા લાગ્યો. કદી દેખાય, કદી ડૂબી જાય, ક્યાંક પરપોટા ઊડાડતે ઊડાડતા આડે રસ્તે આગળ વધે. હેડી અત્યંત ઝડપથી આગળ ધસતી હતી. આવા પ્રબલ પરાક્રમી ચેરને જીવતે ઝાલવાની હોંશ ધરાવનાર મહામંત્રી હલેસાં દેનારને અત્યંત ઝડપ રાખવાનું કહેતા હતા. સાગરસમી ગંગાનાં નીર મધપ્રવાહે ભયંકર રીતે ઘૂમરીઓ ખાઈ રહ્યાં હતાં. એવી ઘુમરીઓમાં હોડી ચલાવનાર કુશળ નાવિકે પણ મૂકાવવાનું સાહસ ન કરતા. ગંગા નદીના આંતરપ્રવાહોથી જાણે રોહિણેય રજેરજ માહિતગાર હોય એમ એ ઘડીકમાં આ ભમ્મરથી. પેલા ભમ્મરે નીકળતો. અપૂર્વ હરીફાઈ જામી, પણ એટલીવારમાં અ ગંગા નદી
Page #264
--------------------------------------------------------------------------
________________ કાળે આકાર 241 પાર કરીને સામે કાંઠે તૈયાર થઈ ઊભા રહ્યા. એ જ વેળાએ રમત રમત રોહિણય સામે કાંઠે બહાર આવ્યો ! પણ ત્યાં ય તે ઘેરાયેલો જ હતો. છતાં ભય કે મૃત્યુ જેણે કદી જાણ્યાં નથી એવો રોહિણેય ખીસકોલીની ઝડપે એકદમ ઝાડની ઊંચી ડાળ પર ચડી ને છેડે દૂર આવેલી અંધારી ઝાડીમાં કૂદ્યો. પાછલી રાતે મેડા ઊગેલા ચંદ્રની રેખા આકાશમાં ચડતી હતી. એનું આછું અજવાળું ગંગાના સામા કિનારાની વનરાજિ ને ડુંગરમાળો પર વેરાતું હતું. રાજગૃહીવાળા કિનારા પર મોટી મેદની એકત્ર થયાના હોકારા સંભળાતા હતા. ઝાડી ઘેરી લેવાનો મહામંત્રી હુકમ આપે એટલામાં તે કઈ અશ્વાસઢ પુરુષ ઝડપથી તેમાંથી બહાર નીકળે. “એ જ રોહિણેય ! પુંઠ પકડે !" મહામંત્રીએ પ્રચંડ ઘોષ કર્યો. વૈભારપર્વતની સાંકડી કેડી થોડીવારમાં અના દાખલાથી ગાજી રહી. બધા પૂરવેગે ધસી રહ્યા હતા. આ ઘોડદોડ ખૂબ ચાલી, પણ ધીરે ધીરે અો અને એના સવારો ઓછા થવા લાગ્યા.
Page #265
--------------------------------------------------------------------------
________________ કોણ સાચું ? [ 20 ] ઊંચી શિખરમાળાને ભેદીને સૂરજનારાયણે વનપ્રવેશ કર્યો ત્યારે કેવલ છ અ જ તબડક તબડક કરતા માર્ગ કાપી રહ્યા હતા. બધાના મુખમાંથી ફીણના ગેટેગોટા નીકળી રહ્યા હતા. આગળ જતે ઘોડેસવાર ને પાછળના ઘોડેસવારે વચ્ચે અંતર ઠીકઠીક હતું, પણ હવે જાણે પાછળના ઘોડેસવારો જીવ પર આવી ગયા હોય તેમ લાગતું હતું. પાછળના અોની ગતિ વધી. અંતર ઓછું થતું ચાલ્યું, પણ પકડી પાડી શકાય તેટલું તે નહિ જ ! “મંત્રીરાજ, જીવતો કે મરેલો! હવે લાંબે શો વિચાર કરો છો?” તરત જ આગળના ઘોડા પર સવાર થયેલ મહામંત્રી દોડતા ઘેડાની પીઠ પર ઊંચા થયા ને હાથમાં રહેલું મોટું “કુંત'' ફેંકયું. પ્રચંડ ધનુષ્યમાથી ફેંકાયેલા તીરની જેમ હવામાં જબરે સૂસવાટો બોલાવતું “કુંત” રોહિણેય તરફ ધસ્યું, પણ જીવ લઈને નાસતા એ કુશળ ચોરની ગરદનને પણ જાણે આંખો હતી. એ ચેતી ગયો ને પોતાના કાળથી બચવા નિમેષ માત્રમાં અસ્વની પીઠ 1 નાનું ભાલું.
Page #266
--------------------------------------------------------------------------
________________ કોણ સાચું? 243 પરથી એક બાજુ મૂકી ગયો. કુંત સવારને બદલે અસ્વની ગરદનમાં ઊંડું ઊતરી ગયું. લોહીની ધાર વછૂટી છતાં વફાદાર અશ્વ મૂંઝાયો નહિ. એણે તે પ્રવાસ જારી રાખ્યો. કુંતને ઘા ખાલી જતાં રોહિણેય ફરીથી બરાબર સવાર થઈ ગ, ને ક્ષણ માત્રમાં અશ્વની ગરદનમાંથી કુંત ખેંચી કાઢ્યું. લોહીના કુવારાઓ ઉડાડતે અશ્વ જરા ય નહોતે. હિણેય જેવા પિતાના અસવારનું જાણે પ્રાણપણથી પણ રક્ષણ કરવાનું બીડું એણે વગર કહ્યું ઝડપ્યું હતું. એ એટલા જ વેગથી આગળ દે જતો હતો. કેટલીએક પળો આ રીતે વીતી ગઈ. વનપ્રદેશના જાણકાર રોહિણેએ મહામંત્રી અને તેમના ગણ્યાગાંઠયા મદદગારને વનની ખીણમાં ઘાંચીના બળદની જેમ ફેરવવા માંડ્યા હતા. સૈનિકો અને તેમના અો થાક્યા હતા. કેવલ મહામંત્રી અત્યંત આવેગથી પીછો પકડી રહ્યા હતા. ચતુર રોહિણેયને અશ્વ હવે લોહીના અત્યંત વહેવાથી અશક્ત બનતો જતો હતો. એણે પિતાનું વસ્ત્ર ફાડીને દોડતે અશ્વે પાટે વીટહ્યો હતો, પણ ઘા સામાન્ય નહોતો. હવે અશ્વ પર ભરે સો રાખવા કરતાં એણે બીજું કંઈ વિચાર્યું. વનની વનરાઈ ગાઢ બનતી જતી હતી. મહામુશ્કેલી એ માણસ ચાલી શકે તેવી અનેક નાની આડીઅવળી કેડીઓ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા. રોહિણેયે એક આવી કેડીને ભાગ લીધે, ને પળવારમાં ઝાડીમાં અદશ્ય થઈ ગયું. પણ મહામંત્રી આજે તો છેલ્લે નિર્ણય કરીને નીકળ્યા હતા. રોહિણેય ન મળે તે એમના માટે પણ હવે રાજગૃહીનાં ઝાડવાં જેવાનાં નહોતાં. તેમણે પણ અસ્વને ઝાડીમાં ધકેલ્ય, પણ અંદર જતાં તેઓ જુએ છે, તે એક ઝરણને કાંઠે પેલો ઘાયલ અશ્વ ખાલી ઊભો હતે.
Page #267
--------------------------------------------------------------------------
________________ 244 મહર્ષિ તારાજ દુષ્ટ છટકી ગયો? નામર્દ!” અને કાપે ચડેલા મહામંત્રીએ પિતાની ગરૂડ જેવી દીર્ઘદૃષ્ટિ ચારે તરફ ફેકી. દૂર, થોડે દૂર, રેહિણેય પગપાળો નાસતે હતે. મહામંત્રીના ક્રોધનો પાર ન રહ્યો. એમણે પીઠ પરના ભાથામાંથી એક ઝીણું. તીક્ષ્ણ તીર ખેંચી કાઢયું ને ધનુષ્યની પણછ કાન સુધી ખેંચી હવામાં વહેતું મૂક્યું. મહામંત્રી હજી ય આવા શૂરવીરને જીવતો પકડવાનો લાભ છોડી શક્યા નહોતા. શરસંધાન એના પગ પર હતું, અને એ સંધાન અચૂક નીવડ્યું. તીર રોહિણેયના ખડતલ પગની આરપાર નીકળી ગયું. પિતાના સંધાનની સફળતામાં મહામંત્રીએ એક અટ્ટહાસ્ય કર્યું ને એનો પીછો પકડી ઝાલી લેવા અશ્વ પરથી છલાંગ મારી નીચે ઊતર્યા. પણ આશ્ચર્ય ! રોહિણેય તીર ખેંચ્યા વગર જ, જરા ય થાળ્યા વગર દોડતા હતો. આજે એની પાસે નહોતું તીર કે તીરનું ભાથું. તલવાર, છૂરી અને ચોરીનાં બીજાં નાનાં સાધન હતાં, તેમાં તલવાર વગેરે તે પહેલા વખતે જ છૂટી ગયાં હતાં. એકાદ તીર પણ પાસે હોત, એકાદ નાની કૃપાણ કે કટારી પણ હોત તે રોહિણેય અવશ્ય ભયંકર સામને કરત ! પણ આજે તો નાસી છૂટ્યા સિવાય એના માટે બીજે કઈ માર્ગ નહોતે. ઘવાયેલા પગે નાસીને પણ એ કેટલો નાસે ! એણે વનપ્રદેશમાં ટૂંકાં ટૂંકાં ચકકરો લેવા માંડ્યાં. આ પ્રદેશના બિનઅનુભવી મહામંત્રી એ રીતે જરા પાછળ પડ્યા, પણ એ વખતે એમને ખાતરી થઈ ચૂકી હતી કે સૈનિકે એ આખી ડુંગરમાળ ઘેરી લીધી હશે. તમામ વાવ, નદીઓ ને પુષ્કરણીઓ પર પહેરા બેસી ગયા હશે. પલ્લીવાસીઓના ગુપ્ત કૂવામાં ઝેરી પદાર્થો નંખાઈ ગયા હશે. જરા વહેલા કે જરા
Page #268
--------------------------------------------------------------------------
________________ કેણું સાચું ? 245 મેડા પણ રહિણેયને પકડાયા સિવાય કયાં ય ટકે નહોતા. છૂટો પડેલો રોહિણેય વનને વધતે હવે જરા સમસ્થ ભૂમિ પર આવ્યો હતો. ધોમ ધખતો જ હતો. પગમાં અસહ્ય વેદના જાગતી જતી હતી. એણે ચારે તરફ દૂર દૂર જોયું. મહામંત્રી પાછળ રહી ગયા લાગ્યા, દુશ્મન લેખી શકાય તેવું કઈ ત્યાં ન દેખાયું. “હાશ !" કહીને રોહિણેય નીચે બેસવા લાગ્યો. ત્યાં એને કાને કોઈ મધુર અવાજ સંભળાયો. આકાશના પટ પરથી હવામાં લહેરીઓ લેતી કેટલીક જયગજનાઓ પણ સંભળાઈ " જ્ઞાતપુત્રનો જ્ય!” અરે, પેલા ઠગારા જ્ઞાતપુત્રની વાણુ! હત તારીની! આવે કવખતે આ અપશુકન કયાં થયાં? એણે તરત પિતાના કાન પર જોરથી હાથ દાબી દીધા. પગમાં અસહ્ય વેદના જાગી હતી. ઝનૂનપૂર્વક દડવામાં તે કંઈ ભાન નહોતું રહ્યું, પણ હવે જાણે એક ક્ષણમાં પગ થાંભલા જેવો થઈ ગયો હતો. છતાં ય કેમ થોભાય ? આ તો સિદ્ધાન્તનો સવાલ ! એણે કાયર થતા પિતાના દિલને મૂંગે ઠપકો આપ્યો. યાદ છે ને પૂજ્ય શિરછત્ર દાદાની એ મૃત્યુવેળાની આજ્ઞા? સ્મરણમાં છેને બધાની વતી પોતે લીધેલી પ્રતિજ્ઞા! અરેરે! એ જ્ઞાતપુત્રની વિરુદ્ધ કશું ય થઈ શક્યું નહિ! એના પરમ ઉપાસકેને પણ હું હાનિ પહોંચાડી શક્યો નહિ ! અને અત્યારે એક પગ ખાતર પ્રતિજ્ઞાન ભંગ કરું! પગ તૂટી પડે તે પણ શું? એણે કાન પર સખત રીતે હાથ દાબીને આગળ વધવા ઈચ્છયું, પણ એ હો આજે લાચાર બન્યો હતો. પગ જ ન ઊપડયો. ફરીથી એણે એ રીતે કાન પર હાથ રાખી આગળ વધવા પ્રયત્ન કર્યો, પણ શરીર પાસે મનને નમવું પડયું. વખત વીતતો
Page #269
--------------------------------------------------------------------------
________________ 246 મહષિ મેતારજ જતો હતો, એમ પીછે પકડનારા પણ નજીક આવી પહોંચવાની સંભાવના વધતી જતી હતી. નિરુપાયે, પોતાના આવા કમર શરીરને ધિક્કાર આપત રોહિણેય નીચે બેસી ગયો ને જે દિશામાંથી અવાજ આવતા હતા તે દિશાના કાન તરફ હાથ મૂકી પગમાંથી તીર કાઢવા લાગ્યો, પણ તીર તે બે બાજુ નીકળ્યું હતું. એક હાથે ખેંચી શકાય તેમ ન લાગ્યું. આખરે એણે બે હાથે કાઢવા પ્રયત્ન કર્યો, પણ ત્યાં તો જે અવાજ નહોતો સાંભળો એ જ અવાજ કાન પર અથડાવા લાગ્યો. કેવો અવાજ! હવામાં રહેતા આવતા નીચેના શબ્દો એના કર્ણપટલ પર અથડાયાઃ “મહાનુભા, સત્કર્મ કરનાર દેવપદને પામે છે. દેવોને રાજા ઈદ્ધ છે ને તે સ્વર્ગમાં રહે છે. દેવો કેવા હોય છે, તે જાણે છે? તેમના ચરણ પૃથ્વીને કદી સ્પર્શ કરતા નથી, તેમનાં નેત્રે કદી ઉઘાડમીંચ થતાં નથી, એમની પુષ્પમાળાઓ કદાપિ કરમાતી નથી અને એમનો દેહ પ્રસ્વેદથી રહિત હોય છે.” હાશ.” એક મોટા હાશકારા સાથે એણે તીર ખેંચી કાઢવું ને ઊભો થયો. ને વેગથી દેવો. આટલા શબ્દો એનાથી મનેકમને સાંભળી લેવાયા હતા, એને અત્યંત પશ્ચાત્તાપ તેના દિલમાં ઉભરાઈ રહ્યો હતો. “અરેરે ! મેં કુળ બન્યું ! મારાથી વિશેષ કંઈ કરી શકાયું નહિ, અને વધારામાં શિરછત્ર દાદાની સામે લીધેલી પ્રતિજ્ઞા પણ તેડી! સ્વર્ગમાં બિરાજેલ દાદા ન જાણે મારા પર કેવો શાપ વરસાવતા હશે !" રોહિણેય આકાશ સામે ક્ષણવાર મીટ માંડી રહ્યો ને પછી જાણે કોઈનો ઠપકો સાંભળી પોતે ગ્લાનિ પામતો હોય તેમ જોરથી નાઠો. ન એણે ઊંડા ઘાને પૂરવા વનસ્પતિ શેધી કે ન એણે પાટે વીંટ.
Page #270
--------------------------------------------------------------------------
________________ કેણ સાચું ? 247 સૂરજ પિતાનાં આગના ભડકા જેવાં કિરણેથી બધે ઊકળાટ ફેલાવી રહ્યો હતે. ભૂખે ને તરસ્યો ઘાયલ રેહિણેય આ ટેકરીથી પેલી ટેકરીએ અને આ ગુફાથી બીજી ગુફાએ નાસતો હતે. શિકારી પશુ જેમ હવામાં લાંબો શ્વાસ લઈ ભય પારખી લે એમ રેહિણેય પિતાની પાછળના ભયને પારખી ગયો હતો. પણ આજે એને નિરાશા ઘેરી વળી હતી. પ્રતિજ્ઞાભંગનું અત્યંત દર્દ એના દિલમાં ખડુ થયું હતું. જે શરીર પર પિતાને અભિમાન હતું, એણે જ દગો દીધો! પિતાના વફાદર અસ્વ જેટલી ય હિંમત એણે ન બતાવી. આવા શરીર પર શો ભરોસો ! ને એ રીતે સ્વયં પોતાની જીવન–આલોચના કરવા લાગ્યો. દાદાએ વસાવેલી સુંદર પલ્લી ક્યાં? પિતાના વફાદાર સાથીદારો આજે મગધના કારાગૃહમાં સડે છે! ને પિતે? પતે એટલે? હું?' ક્ષણવાર રહિણેય ખુમારીમાં ચડી ગયેઃ અરે, હું એટલે? મારા નામથી સગર્ભાના ગર્ભ ગળી જાય છે ને યોદ્ધાઓના હાથમાંથી તલવાર સરી જાય છે! રાજગૃહીને લૂંટવાનું મહામૂલું કામ કરનાર રોહિણેય કેટલાની ને કોની માએ જણ્યા છે? મગધરાજ ને મહામંત્રી જેવાનાં બુદ્ધિબળની હાંસી કરનાર બીજે કઈ નર તે બતાવો !" પણ એટલામાં વિચારમાળા પલટાણું! જાણે એનું મન જ એને કહેવા લાગ્યું. “અરે, પણ એથી શું કામ સર્યું! તું રાક્ષસ બન્યો, પિશાચની પ્રતિમતિ તરીકે પંકાયો. તારા કુળની શી પ્રતિષ્ઠા વધારી? તારા કુળને તાર્યું? અરે, એક નાનાશા તીરે તારી પ્રતિજ્ઞા ધૂળ મેળવી. લોકે જાણશે ત્યારે તારા નામ પર નહિ થૂકે !" રોહિણેય નિરાશામાં બેસી ગયો.તરશથી એનું ગળું સૂકાઈ રહ્યું હતું. એણે ચારે તરફ નજર ફેકી. થોડે દૂર એક નાનો કુવો દેખાતે હતે.
Page #271
--------------------------------------------------------------------------
________________ ર૪૮ મહષિ મેતારજ એ કૂવા તરફ ચાલ્યો. કૂવો પાણીથી ક્લેછલ ભરેલો હતે. એણે કાંઠે બેસી પીવા માટે બે ભર્યો, પણ તરત કેઈ ગધે એના નાકને ચમકાવી દીધું. એણે ફરીથી જરા સાવચેતીથી પાણી સંધ્યું, અને તરત જ ખોબે ઢળી નાખી ઊભો થયેઃ “હટ, આખરે આવો પ્રપંચ ! પાણીમાં પણ કરી. વિષને પ્રયોગ !" પણ સાથે જ ઝાડ પરથી કેઈને સરકવાનો અવાજ આવ્યો ! થાકેલો, નિરાશ બનેલો રોહિણેય સાવચેત બને તે પહેલાં તે બંદીવાન બની ગયો. દશે " બરાબર, દગાખોર સાથે દગો !" મહામંત્રીએ એના પાશ મજબૂત કર્યા. થોડીવારમાં આજુબાજુ છુપાયેલા સૈનિકોથી એ સ્થળ ઊભરાઈ ગયું. રોહિણેયને મજબૂત રીતે બાંધીને બધા પાછા વળ્યા. આજે સર્વેના દિલમાં આનંદ સમાતે નહતે. મગધનો મહાન ચેર મહામુશ્કેલીએ જીવતો પકડાયા હતા, મહામંત્રીની પ્રતિજ્ઞા પૂરી થઈ હતી અને મગધની પ્રજાના માથેથી સદા તોળાઈ રહેલી એક આફત પણ ઊતરી ચૂકી હતી. અત્યંત સાવધાની પૂર્વક બધા પાટનગર તરફ વળ્યા. પણ અરે આ શું? કાચડે પિતાના રંગ બદલે એમ આ રેહિણેય ધીરે ધીરે પોતાની આખી આકૃત્તિ પલટી રહ્યો હતો. વેશપરિવર્તનમાં નિપુણ રોહિણેય મુદ્રા–પરિવર્તનમાં પણ અજબ કૌશલ્ય ધરાવતે લાગે. છતાં ય આખા માર્ગ દરમ્યાન રોહિણેય શું કરી રહ્યો હતો. એની આવા કૂવાઓ અત્યારે પણ સમેતશિખર પર્વત (પાર્શ્વનાથ હીલ) પર મૌજુદ છે, જેના કાંઠે બેસી મુસાફર ખેબાથી પાણી પી શકે છે !
Page #272
--------------------------------------------------------------------------
________________ કેણ સાચું ? 24 સિનિને પૂરી જાણ ન થઈ શકી. જ્યારે તેઓ ગન્નત મસ્તકે રાજગૃહીની બજારોમાં થઈને નીકળ્યા ત્યારે તેનું તેમને ભાન થઈ આવ્યું. રાજમાર્ગો, વીથિકાઓ, શેરીઓ ને ઝરૂખાઓ માનવમેદનીથી ભરપૂર હતા. મગધના પાટનગરને લૂંટી શકે અને મહામાત્ય જેવા મહામાત્યને પણ ક્ષણભર હેરાન પરેશાન કરી મૂકે તેવા પુરુષને જોવાની સહુને અજબ ઈંતેજારી હતી. તેમાં પણ જ્યારે તેઓએ જાણ્યું કે સાર્થવાહના વેશે વર્ષો સુધી રોહિણે ય ગણિકા દેવદત્તાના પ્રમોદભવનમાં જઈને રહ્યો હતો ત્યારે તે સહુના આશ્ચર્ય પાર ન રહ્યો. તેઓએ દેવદત્તા પાસેથી તેનું અનેકવાર વર્ણન મેળવ્યું, ને અંતરથી આક યેલી દેવદત્તાએ પિતાના રસિયા પ્રીતમના રૂપવર્ણનમાં કંઈ પણ કચાશ ન રાખી. આવા વીર, બહાદુર, સુંદર ને ચતુર ચોરને નિહાળવાની ઈચ્છા કેને ન થાય ! નગરજનેને તે કઈ ને કઈ સ્વરૂપે રહિણેય હમેશાં સ્વપ્નમાં દેખાતે, એટલે સહુએ એની મનઃકલ્પિત આકૃત્તિઓ નિમણુ જ કરી લીધી હતી. પણ આ પુરુષ એ કલ્પનાઓથી તદ્દન નિરાળો હતો. અરે, શું આ જ રહિણેય !" એક ભડભડિયા પ્રજાજને ઉતાવળમાં બોલી નાખ્યું. “અરે, એના લબડતા હોઠ તો જુઓ ! દૂઠો એને હાથ તે જુઓ ! દેવદત્તાએ વખાણેલો રોહિણેય શું આ જ ?" સૈનિકોના કાન પર આ ટીકા અથડાઈ શું ખરેખર રોહિણેય એવો છે? તેઓએ એના સામે જોયું. અને જોતાં વેંત જ આશ્ચર્યમાં ડૂબી ગયા. ક્ષણભર તેઓને પણ વિમાસણ થઈ આવી. આ તો કેક કુટુંબીક જેવો લાગે છે. અરે, અનેક ગુમવિદ્યાઓને જાણકાર રોહિણેય બીજાને બાંધીને છટકી તે નથી ગમે ને! જેને મહામંત્રીએ પકડ્યો એ આવો નહોતો ! * કણબી
Page #273
--------------------------------------------------------------------------
________________ 250 મહર્ષિ મેતારજ “અરે, પણ એની આંખો તે જુઓ. બિચારાને કીકીઓ જ ક્યાં છે? રતાંધળો લાગે છે. મહામંત્રીએ “આલા ને બદલે માલાને પકડી લાવવા જેવું તો નથી કર્યું ! આ તો રોહિણેય નથી જ !" આમ ટીકાને વિસ્તાર વધતો ચાલ્યો. લકે મૂછમાં હસવા લાગ્યાં. જે નગરજનોએ લૂંટારા તરીકે એને નીરખેલે, તેઓએ તે ચોખ્ખીચટ ના ભણું કે આ રેહિણેય નથી જ ! કેટલાક ઉત્સાહી નગરજનો દેવદત્તાને પૂછી આવ્યા. જાણે પિતાની આંખ દગો દેતી હોય તેમ એણે વારેઘડીએ ઉઘાડમીંચ કરતાં ધીરેથી ડોકું ધુણાવી ના પાડી. દેવદત્તાની દાસી ઘણીવાર શેખી કરતી કે એ છેલછબીલા સાર્થવાહને સર્વ પહેલાં પાનનાં બીડાં મેં જ આપેલાં. કેટલાક ટીંપળી લેકે દેડીને એને ઘસડી લાવ્યા ને પેલા માણસને બતાવી પૂછ્યું: “બેલ જે, આ જ પેલે સાર્થવાહને! તારી દેવદત્તાની સેજનો સાથી!” દાસી છંછેડાઈ પડી. એને આવા અણઘડ પુરુષનો સંબંધ પિતાની રૂપશાલિની દેવદત્તા સાથે જોડવાથી ખોટું લાગ્યું. એ બેલીઃ “ફરીથી બેલ્યા છે તે ખબર જ લઈ નાખીશ. અરે, આ માણસ તે કંઈ માણસમાં છે ! મને તે પંઢ જેવો લાગે છે. એની ચાલ ને લાળ ટપકતા હઠ તે જુઓ !" અરે, પણ કુમાર મેતાર્યને જ પૂછો ને? કુમાર મેતાર્ય રાજમહેલે હતા. એમણે પણ સામેથી જંજીરોમાં જકડાઈને આવતા રેશહિણેયને જોઈ કહ્યું : “મહારાજ, આ શું? આ રહિણેય ન હોય !" શું મહામાત્ય રહિણેયને બદલે બીજા કોઈને પકડી લાવ્યા
Page #274
--------------------------------------------------------------------------
________________ કેણુ સાચું? 25 છે?” મગધરાજના મોંમાંથી એકાએક નીકળી ગયું. મગધના રાજમાર્ગ પરનાં હાસ્ય ને ઠઠ્ઠાની વચ્ચેથી મહામંત્રી અને સૈનિકને પસાર થતાં ભેંય ભારે લાગી. જેઓની પાસેથી પ્રશંસાનાં પુષ્પોની આશા રાખી હતી, તેઓની પાસેથી કટાક્ષનાં-વ્યંગના બાણેનો વરસાદ વરસ્યો. સિનિનો તે ઉત્સાહ શમી ગયે. તેઓ બિચારા આ નિર્માલ્ય લાગતા માણસની જંજીરો ઝાલીને છાતી કુલાવીને ઊંચે મુખે ચાલતાં ય શરમાતા હતા. રાજદ્વાર પાસે આવતાં તેઓએ છૂટકારાનો દમ ખેંચે. મગધપતિએ સામે પગલે આવીને ધૂળને શ્રમથી ગ્લાન લાગતા મહામંત્રીનું સ્વાગત કર્યું. સૈનિકે તરફ પણ એક હાસ્ય ફેકી તેમના પ્રણામ ઝીલ્યા. આ પછી તેઓ રહિણેય પાસે આવ્યા, એની જંજીરને પકડીને ઊભેલા સૈનિકોને શાબાશી આપતાં મગધરાજે પૂછ્યું : “કેમ, રોહિણેયને આબાદ પકડી પાડ્યો ને!” સૈનિકે ચૂપ હતા. હા કહેવી કે ના કહેવી તેની મૂંઝવણ ચાલી રહી હતી. જે આને જ રોહિણેય તરીકે ઓળખાવે તે આવા નિમલ્ય માણસને પકડતાં આટલો વિલંબ કેમ થયો એ પ્રશ્ન થાય ને એને રોહિણેય તરીકે ન ઓળખાવે તે પછી આ કેને પકડ્યો? મગધરાજ આ બધી મૂંઝવણ ટાળવા રહિણેય પાસે ગયા, અને પૂછ્યું : “કેમ રહિણેય, કુશળ છે ને!” રોહિણેય? હા બાપજી!” અને પેલો ખૂબ જોરથી જાણે રડવા લાગ્યોઃ બોલતાં ય એના ગળામાંથી અવાજ નહોતે નીકળત. ભયથી નસકોરાં ફાટયે જતાં હતાં. એ ગડબડ ગડબડ બોલવા લાગ્યો એને બોલવાનો સાર આ હતઃ
Page #275
--------------------------------------------------------------------------
________________ 252 મહષિ મેતારજ મહારાજ, કુટુંબી છું. મારું નામ દુર્ગચંડ. બાપજી, ખેતી કરતો ને ખાતોપીતે તે, ત્યાં રોહિણેયે કેર કર્યો. એક રાતે મારા ખેતરમાં ફરતો તે, ત્યાં રોહિણેય આવ્યો. હું એનાથી બચવા ઘરબાર છોડી નાઠો, પણ એણે મારો પીછો લીધે. એક તીર મારી મારા પગને વીંધી નાખ્યો અને પછી એ મને પકડીને લઈ ગયો ને આ બધા સિનિકે નિરાંતે ઊંઘતા હતા, ત્યાં લઈ જઈને હાથેપગે બાંધીને નાખ્યો. એ તે તરત નાસી ગયે. મેં ઘણું કાલાવાલા કર્યા, પણ મારું કોણ માને ! મહામંત્રી મને પકડીને અહીં લાવ્યા. મહારાજ, તમારું નામ ઘણું સાંભળ્યું છે. હવે તે તમે મારે કે જીવાડે !" આ શબ્દો સાંભળી શ્રમિત મહામંત્રીને પણ જાણે કંઈ થઈ ગયું. એક પળવાર તે પિતાનાં બુદ્ધિબળનું ગુમાન સરી ગયું. પણ પુનઃ સ્વસ્થ થતાં તેમણે કહ્યું આ જ પતે કપટપટુ રોહિણેય છે. એની ચાલાકી હવે નહિ ચાલે! એને ભયંકર શિક્ષા થશે.” અવશ્ય. પણ શિક્ષા કરવા પહેલાં ગુનાને નિર્ણય અને ગુનેગારની એક્સાઈ તે કરવી પડશે ને! એક ચેર, મગધનું સિંહાસન ન્યાય ન કરી શકે એટલું પાંગળું બનાવી શકે ખરો કે?” મગધ. રાજનો અવાજ ગાજ્યો. મહારાજ, બહુ નિહાળી નિહાળીને જોતાં હવે મને પણ આજ હિણેય લાગે છે.” મેતારને વચ્ચે કહ્યું. ઈ શકે, પણ એમ સંશયભરેલો નિર્ણય ન્યાય પાસે સ્થાન ન પામે ! એક નિર્દોષ દંડાય એના કરતાં હજાર ગુનેગાર છૂટી જાયઃ એ. ન્યાયાસનને વેગ્ય લાગે છે.” જે મગધરાજના ન્યાયદંડ નીચે મગધવાસીઓ નિશ્ચિંત પણે જીવી શક્તાં, એ જ ન્યાયતંડ આજે મહામંત્રી જેવા મહામંત્રી સામે હોવા છતાં પક્ષપાત કરવા તૈયાર નહોતે !
Page #276
--------------------------------------------------------------------------
________________ કોણ સાચું ? 53, પેલા કેદી બનેલા પલ્લીવાસીઓને તો બેલા! તેઓ પિછાની લેશે.” આ વાત મહામંત્રીને ન રૂચિ, પણ તેમણે સ્પષ્ટ વિરોધ ન કર્યો. રોહિણેયના વફાદાર સાથી કેયૂર તથા બીજાને ત્યાં તરત હાજર કરવામાં આવ્યા. તેઓને રોહિણેય બતાવવામાં આવ્યો, પણ એને જોતાંની સાથે જ બધા બોલી ઊઠ્યાઃ અરર, આ છે ગજબ કર્યો? આ તો વૈભારને વનવાસી, બિચારે કુટુંબી દુર્ગચંડ ! બહુ જ ભલો છે, હો મહારાજ !" બધા સ્તબ્ધ બની ગયા. મહામંત્રી તો શું કરવું ને શું ન કરવું એની જ મુંઝવણમાં પડ્યા. આખરે મગધરાજે આજ્ઞા કરીઃ “મહામંત્રીજી, આજથી સાતમે દિવસે એને ન્યાય ચૂકવાશેઅપરાધ અને અપરાધીને નિર્ણય ત્યાં સુધીમાં કરી લેશે.” આ નિર્ણય સામે મહામંત્રી કંઈ ન બેલ્યા. કહેવાતા રહિણેયને સૈનિકે એક જુદા કારાગૃહમાં લઈ ગયા. આખું નગર આજના અજબ બનાવ પર ચર્ચા કરી રહ્યું હતું જ્યારે ભૂખ, પરિશ્રમને ભૂલીને મહામંત્રી આ વાતનો નિવેડે કેમ લાવો તેની મંત્રણા કરી રહ્યા હતા. આખે દીઠી સાચેસાચી બીનાને કુશળ પુઓ કેવી વિકૃત કરી શકે છે, એના પ્રત્યે મેતાર્ય આશ્ચર્ય પ્રદર્શિત કરી રહ્યા હતા. વારેવારે પ્રશ્ન એ ઊઠતો હતો કે કોણ સાચું?
Page #277
--------------------------------------------------------------------------
________________ સ્વર્ગલોકમાં [21] કેશુડાનાં પુષ્પની શોભાવાળી સંધ્યા આથમી ત્યારે મગધના પાટનગરના છેડે આવેલ દેવવિમાન આકારના પ્રાસાદમાં એકાએક નૃત્યગીત આરંભાઈ ગયાં. આખો ય પ્રાસાદ લીલા રંગને હતા. એના પડદાઓ પણ લીલા રંગના હતા. પ્રાસાદ અનેક ખંડમાં વિભક્ત કરેલ હતો, જેમાં સઘન લતામંડપ, શીતળ નિઝરગૃહે ને સ્ફટિકના પ્રકાશે ઝળહળતી પુષ્પવાટિકાઓ આવેલી હતી. એને એક એક ખંડ જાતજાતનાં શિલ્પથી શણગારેલો હતો, ને એ ખંડની અર્ધખૂલી બારીઓ વાટે જેનારને પોતે પૃથ્વીથી ઊંચે ઊંચે વસતો હોય તેવો ખ્યાલ આવતું હતું. અને પૃથ્વી પર કદી ન અનુભવ્યો હોય તે મીઠે સુગંધભર્યો પવન ત્યાં વહેતે હતે. આ દેવવિમાન રૂપ પ્રાસાદને મુખ્ય ખંડતો અનેરી શોભાથી ભરેલો હતો. આસન, પીઠિકાઓ, પર્યકે સ્ફટિક અને નીલમ જડ્યા હતાં. એની દીવાલે મુક્તામાળાઓથી લચી પડતી હતી. આ ખંડના મધ્યભાગમાં એક મોટા પલંગ પર કઈ પુરુષ સૂતો હતો. એના દેહ પર હંસલક્ષણ વસ્ત્ર હતું. કાનમાં તેજસ્વી કુંડળે હતાં. બાહુ પર કીમતી બાજુબંધ અને હાથ પર સુંદર કંકણે હતાં. એના પગ લાલા વાસથી પણ ઊડી જાય તેવું પ્રાચીન કાળનું કીમતી વસ્ત્ર.
Page #278
--------------------------------------------------------------------------
________________ સ્વર્ગલોકમાં 255 રંગથી રંગેલા હતા, ને લાંબા વાળ ખૂબ કાળજીથી એળ્યા હતા. આ એક પુરુષને બાદ કરતાં આખો મહાલય સ્ત્રીઓથી ભરેલો હતો. બધી નવયૌવના અને રૂપરૂપના અંબાર સમી હતી. તેઓનું એક એક અવયવ કામદેવનું વિજયી શસ્ત્ર હતું. કઈ સંકેત થતાંની સાથે કૂટ, નકાર ને ઘકાર જેવા મેઘધ્વનિપૂર્વક મૃદંગ વાગવા માંડયાં. ક્રમ ને ઉત્ક્રમના આરોહ-અવરોહ સાથે વીણું વાગવા માંડી. કામદેવના વિજ્ય મંત્રાત્ર જેવું સંગીત છેડાયું. ગાંધાર રાગ અનેક લય ને જાતિ સાથે ગવાવા લાગ્યો. શાંત બેઠેલું સુંદરીવૃંદ સજજ થયું. કઈ ગાવા લાગી, કેઈ મૃદંગ વગાડવા માંડી, કેટલીક નૃત્ય આરંળ્યું. સંગીતના મિષ્ટ ધ્વનિ સાથે આ રૂપના રાશિએ નૃત્ય આરળ્યું. નિશાને શ્યામ અંચળે ધીરે ધીરે જગત પર પથરાઈ રહ્યો હતે. વારેવારે ખૂલતા વાતાયનાના પડદાઓ વાટે સ્ફટિકશા આકાશમાં તારલિયાઓ ઝબૂકી રહ્યા હતા, ને નીચે દૂર દૂર રાજગૃહીના ઝાંખા આકાશદીપક દેખાઈ રહ્યા હતા. મંદમંદ સંગીત ધીરે ધીરે ઉત્તેજક બનતું ચાલ્યું. મૃદંગ બજાવતી સ્ત્રીઓ જોર જોરથી મૃદંગ પર થાપીઓ મારવા લાગી અને એ પરિશ્રમમાં એમના સુપુષ્ટ સ્તને પણ અવનવું નૃત્ય કરવા લાગ્યા. પારદર્શક આવરણે પહેરીને વિણ લઈને બેઠેલી સ્ત્રીઓએ પિતાની સુંદર આંગળીઓનું નૃત્ય આરંભ્ય. અને સાથે સાથે નુપૂર, કટિમેખલા ને વલયોના સુમધુર ઝંકાર સાથે બીજી સુંદરીઓ નાચવા લાગી. ખંડના મધ્યભાગમાં સુખસેજમાં સૂતેલો પુરુષ ધીરે ધીરે જાગૃત થઈ રહ્યો હોય એમ સળવળતો હતો, પણ કેઈ કેફી પીણુના જોરે
Page #279
--------------------------------------------------------------------------
________________ 256 મહષિ મેતારજ એ હજી અધ જાગ્રત હતે. મખમલી શય્યા એને ગલીપચી કરી રહી હતી, ને સુગંધ ભર્યો પવન એની આંખોને ભારે બનાવી રહ્યો હતે. એને લાગી રહ્યું હતું કે જાણે પોતે કોઈ સ્વર્ગીય પ્રદેશમાં વિહરી રહ્યો છે. શરીરમાં અત્યંત આળસ અને મગજ પર ઘેનનો ભાર લાગતો હતો, પણ ધીરે ધીરે એના કર્ણપટલ પર સુમધુર ગીતને. ધ્વનિ સંભળાવા લાગ્યો. ફરીથી એ કોઈ સુંદર સ્વપ્નમાં પડ્યો. પણ ઘેડીવારે કઈ કુમાશ ભરી વસ્તુ એને સ્પર્શ કરતી લાગી. સેજમાં બેસી શકાય તેટલી શારીરિક શકિત જાણે હણાઈ ગઈ હતી. એણે સૂતા સૂતાં જ અર્ધ મદભર્યા નેત્રો ખોલ્યાં. ખરેખર સ્વર્ગ જ! સૂતા સૂતા એ જેની કલ્પના કરી રહ્યો હિતે એવું જ સ્વર્ગ ? એના ઉઘાડાં અંગોને સ્પર્શ કરીને એક પરમયૌવના સ્ત્રી વીંઝણે કરી રહી હતી. પાસે જ અલૌકિક નાટારંભ રચાઈ રહ્યો હતો. નૃત્ય કરતી કેટલીક સુંદરીઓ દઢ અંગહાર ને અભિનયથી કંચૂકીને તેડવા મથતી હોય અને નૃત્યના સુદીર્ઘ પરિશ્રમથી શિથિલ કેશપાશને બાંધવા મથતી હોય એમ કમળદંડ જેવા સુંદર ભૂજમૂળને બતાવતી હતી. કઈ દંડપાદ વગેરે અભિનયના બહાને પિતાના અધોવસ્ત્રને હવામાં લહેરાવી ગેરચંદન જેવા ગૌર જંઘામૂળને પ્રદર્શિત કરતી હતી. ખીલતી કળી જેવી કેઈ નવયૌવના નૃત્યશ્રમથી શિથિલ થયેલ અધોવસ્ત્રની ગ્રંથી દઢ કરવાની લીલાથી કામદેવની ખાણ સમાન પિતાના નાભિપ્રદેશને પ્રગટ કરતી હતી. વિરહિણી જેવો વેશ-શૃંગાર સજેલી કોઈ સુંદરી ઈદંત નામના હસ્તાભિનયના બહાને ગાઢાલિંગનની સંજ્ઞા કરતી હતી. શ્રી હેમચંદ્રાચાર્ય કૃત વર્ણનના આધારે
Page #280
--------------------------------------------------------------------------
________________ સ્વર્ગલોકમાં 257 હવાનાં આંદોલનથી મૂળ સુધી ડોલતા કરંબક પુષ્પના મૂળની જેમ ધ્રુજતી કે વિશાળ લેચના અંગભંગના બહાને પુષ્ટ અને ઉન્નત સ્તનવાળા પિતાના વક્ષસ્થળને ધ્રુજાવતી હતી. અને કોઈ સરી જતા સુવર્ણતંતુથી ભરેલા ઉત્તરીય વસ્ત્રને વિશેષ દઢ કરવા જતાં પિતાના નિતંબ પ્રદેશને ખુલ્લો કરી દેતી હતી. આટઆટલાં રૂપનૃત્ય સાથે મૃદંગને વીણાના ઝણઝણાટ ! સેજ પર પાસે બેઠેલી સ્ત્રી પણ જાણે આ પૃથ્વીનું માનવી નહોતું. એનાં વિશાળ નયને, ગાઢ કેશકલાપ, કમળદંડ સમા બાહુઓ અને ખુલતી કળી જેવા બે બિઓધર માનવીને મેહની નિદ્રા આપે એમ હતું. એને હસ્તમાં રક્તકમળ હતું, વાળની લટેમાં મોગરાની કળીઓ ગૂંથી હતી. કર્ણના અંતિમ ભાગ પર શિરીષ પુષ્પની શોભા હતી. વક્ષસ્થળ પર મોતીસરના હાર શ્વાસ લેતા પડ્યા હતા. મણિલકના હેમર્થંભ પર પેટાવેલા રત્નદીપકે આ નવયૌવનાની દેહલતા પર આછું તેજ ઢળતા હતા. સુખશય્યામાં સૂતેલો પુરુષ એકવાર સુખદ સ્વપ્નમાં સરી ગયો. થોડીવારે એ સ્વપ્ન તૂટતાં એનાં ને ફરીથી ખુલ્યાં. એણે વિસ્મચપૂર્વક સૂતાં સૂતાં જ પ્રશ્ન કર્યો “દેવીઓ, તમે કોણ છો? હું અત્યારે ક્યાં છું ને મને અપરિચિત એવું આ બધું શું છે?” પાસે બેઠેલી નવયૌવના સુંદરીએ નયનનર્તન કરતાં કહ્યું આ સ્વર્ગભૂમિ છે. અને એ ભૂમિ પરનું આ દેવવિમાન છે. તમે પૃથ્વીલોક પરથી અત્રે આવ્યા છો. ઈન્દ્રધનુષ્યનાં અહીં તેરસે છે, અને લીલમની પાળે બાંધેલા જળકુંડમાં રતિશ્રમ નિવારવા દેવાંગનાએ સ્નાન કરે છે. આ આસોપાલવ ને મંદાર અહીંનાં વૃક્ષે છે, ને
Page #281
--------------------------------------------------------------------------
________________ 258 મહર્ષિ મેતારજ આ વૈદુર્યમણિની પૃથ્વી પર સુવર્ણપ સદા ખીલે છે. આ મણિમય ભૂમિમાં સુરતરુ ફળે છે, ને એ મનવાંછિત આપ્યા કરે છે. પૂર્વ પુણ્યના પ્રતાપે તમે અમારા સ્વામી થયા છો ને પૂર્વે કરેલાં સારાં કર્મોના બળે આ સુંદર સુરયુવતીઓ ને અપ્સરાઓના તમે એકમાત્ર અધિકારી બન્યા છો !" સ્વર્ગ! દેવવિમાન ! અપ્સરા! સ્વામી! પુરુષના હૃદયમાં શબ્દોના પડઘા પડવા લાગ્યા, પણ હજી કઈ ભારે ઘેન એના દેહને દાબી રહ્યું હતું. પેલી અપ્સરાએ આગળ ચલાવ્યું “સ્વામી, લેશમાત્ર પણ સંદેહ ધરશે મા ! આ સ્વર્ગભૂમિ પર આવનાર પૃથ્વી પરનાં નીતિધર્મનાં બંધનોથી પર બને છે. હાસ્ય, સૌંદર્યને સદા હર્ષની આ ભૂમિને તે જરા નિરખો ! આ પ્રિય, જરા તમારા મસ્તકને મારા આ બાહુને ટેકે આપ ! જરા નજર નાખે ! દૂર દૂર પૃથ્વીના દીવા દેખાય છે, અને આપણું ભૂમિ સમું આ નીલવર્ણ નભોમંડળ નીરખો !" - નવયૌવનાના સુકોમળ બાહુના ટેકે પુરુષે દૂર દૂર નજર નાખી: ખરેખર, પૃથ્વીના દીપકે દૂર દૂર દેખાઈ રહ્યા હતા ને કેઈ સુંદર દેવવિમાનમાં પિતે વિહરી રહ્યો હોય તેવો ભાસ થતો હતો. ઘનશ્યામ વાળના ગુચ્છાઓ સમારતી પેલી નવયૌવનાએ આગળ ચલાવ્યું : હે નાથ! અહીં સદા છએ ઋતુ પ્રગટેલી રહે છે, ને ઋતુએને યોગ્ય રસિકાઓ પણ અહીં સદા સજજ રહે છે. જુઓ પહશે. નજર કરો ! દૂર દૂર ચમરી મૃગો ચરી રહ્યા છે, ને મસ્તકકિલના મધુર કુંજિતોથી રતિરહસ્યની પ્રસ્તાવના કરતી કામનાટકની નદી રૂપ વસંતલક્ષ્મી વિસ્તરી રહેલ છે. અને વસંત ઋતુને યંગ્ય રસિકો પણ ઉપભોગ માટે ત્યાં સજ્જ છે.”
Page #282
--------------------------------------------------------------------------
________________ સ્વર્ગલોકમાં 259 નવયૌવનાના સંકેતની સાથે મુખ્ય ખંડની બાજુમાં આવેલા એક ખંડનું મોટું દ્વાર ઊઘડી ગયું. ખરેખર ત્યાં વસંતનું સામ્રાજ્ય જામેલું હતું. વૃક્ષ વૃક્ષે નવપલ્લવતા હતી, ને દૂર દૂરથી કાયલના ટહૂકા આવતા હતા. નૃત્ય કરતી સુંદરીઓમાંથી એક કેસરિયા રંગના અવશ્વવાળી સુંદરી ચિત્રવિચિત્ર હાવભાવ કરતી એ ખંડમાં પ્રવેશી. અને સ્વામી, અહીં જરા આ તરફ દૃષ્ટિ નાખો! કદમ્બના વિકસિત પુષ્પરજથી દિગ્વધુને સદાને માટે સુરભીત કરતી પેલી ગ્રીષ્મઋતુની શોભાને તો નિરખો ! પુન્નાગ વૃક્ષોની મીઠી છાયાઓ અને સ્વર્ગ ગંગાનો શીળે એને વાયુ છે, અને એવી જ સુંદર શીતલ સ્પર્શ ભરી, અર્ધસ્યુત વિલાસ મેખલાવાળી એની અધિષ્ઠાત્રી માનુની છે.” વસંતઋતુના ખંડની પાસે જ ગ્રીષ્મઋતુનો ખંડ આવેલો હતે. ગાઢ વનરાઈ પથરાઈ રહી હોય તેવું દશ્ય હતું. નૃત્ય કરતી સુંદરીઓમાંથી એક રૂપેરી ટપકીઓથી ભરેલા વસ્ત્રવાળી સુંદરી એમાં પ્રવેશી ને પ્રિયંગુના લતામંડપમાં બનાવેલી કમળપત્રની શય્યા પર સૂઈ ગઈ. સુરતશ્રમને નિવારવા બાજુમાં પડેલ કમળપુષ્પનો વીઝણે એ ઢળવા લાગી. એનું ગતિડેલન અપૂર્વ હતું.એ ડોલનથી એની અલકલટ પરનાં મંદારપુષ્પો શિથિલ બન્યાં હતાં, શ્રવણ ઉપરનાં સુવર્ણકમળો નૃત્ય કરતાં હતાં, એના હાથે ને પગે લાક્ષાગની લાલી હતી. શી સ્વર્ગની શોભા ?" પુરુષ એકદમ આવેશમાં બેલી ઊઠો : મારા અધિરાજ, હજી તે એવા ઘણું ખંડ બાકી છે. જુઓ, ગ્રીષ્મખંડની પડખે જ, કેતકી પુષ્પના વનથી જાણે કામદેવના રાજ્યાભિષેકમાં સર્વ અંગે મંગળ કરતી હોય એવી વર્ષાઋતુ. ત્યાં મીઠે ઝરમર ઝરમર મેહ વરસે છે, અને પેલો ઉન્મત્ત મયૂર કે જેને અમર પિચ્છ
Page #283
--------------------------------------------------------------------------
________________ 26 મહષિ મેતારજ કલાપ ઈન્દ્રધનુના રંગોથી દેદીપ્યમાન છે, એ કલી કરતે રસિકે ને આમંત્રણ આપે છે. જેવી આ વર્ષાઋતુ છે, એવી એને ઉપભેખ્ય અપરૂપ શ્યામસ્વરૂપા, સ્નિગ્ધગાત્રા વામાં ત્યાં છે.” વર્ષાઋતુને ખંડ ખુલ્લો થતાં જ અંદરથી વાદળોના ગેટેગોટા જાણે બહાર નીકળવા લાગ્યા. ગર્જના ને વીજળા થવા લાગ્યાં. વરસતા વરસાદમાં ય એક વૃક્ષની ડાળ પર બે શુક–સારિકા ચાંચમાં ચાંચ નાખી પ્રણોન્મત્ત બેઠાં હતાં. હવાના ઝરાઓમાં હેમાર વારેવારે ભીડાતાં હતાં ને ઊઘડતાં હતાં. આ વેળા નૃત્ય કરતી સુંદરીએમાંથી એક નીલવર્ણ ઉત્તરીયવાળી સ્ત્રી એમાં પ્રવેશી. પવનનું તોફાન પ્રચંડ હતું. એક પવનના ઝપાટે એને નીલરંગો ઉત્તરીય દેહથી અળગું કરી નાખ્યું. એ જ વેળાએ નિર્લજ વિદ્યતે પ્રકાશની સળી ઘસીને એ સુંદરીની નગ્નતા પ્રગટ કરી દીધી. સુવર્ણથી કંડારેલ કઈ પ્રતિમાશી એ પિતાની નગ્નતા ઢાંકવા જાણે કેઈનું આલંબન યાચતી હોય એમ એકદમ અંદર ધસી ગઈ ! “અદ્દભુત !" પુરુષે ફરીથી ઉચ્ચાર કર્યો. “સ્વામી ! હજી આ શરદવિલાસને તો નિહાળે. નવીન નીલકમળના વિસ્તારથી હજાર નેત્રવાળી થઈ પિતાની જ શોભાને ચુમતી હોય એવી શરદને તો જુઓ! સ્વચ્છ જળ ભર્યા સરોવર, ને વક્ષે વસે ગુંજારવ કરતા ભ્રમરે ! રાપાદ અને રક્તચંચુથી શોભતા આ શ્વેત શરીરના રાજહંસ ય હવે પોતાની પ્રિયતમ હંસીઓ સાથે વિહાર કરે છે. અને પેલું આસોપાલવ ! સેળ શણગાર સજેલી સુંદરી યુવતીના પાદપ્રહારથી હવે તે ખીલી ઊઠયું છે, ને પેલું બકુલ ! સુરસુંદરીઓએ મધુરસની પિચકારી મારી એને ય બહેકાવી મૂક્યું છે. દેવોને વિપ્રસ્થાન માટે આ પ્રસંગ ! વિદાય થતાં પહેલાં પતિને અનેક રીતે તૃપ્ત કરતી કામિનીઓની વ્યાકુળતા તે નિરખો ? એમના શૃંગાર, એમના હાવભાવ, એમના રતિવિલાસ અનન્ય છે.
Page #284
--------------------------------------------------------------------------
________________ સ્વર્ગલોકમાં 261 w એવી સુંદર ઋતુ શરદને શોભતી કુમકુમ લાલપવાળી સુંદરી પણ છે.” વસંત, ગ્રીષ્મ ને વર્ષોના ખંડની પછી શરદ ઋતુને ખંડ હતો. એનાં દ્વાર ઊઘડતાં જ શુભ્ર સ્વચ્છ દિશાઓ ચારે તરફ ચમકતી દેખાઈ. શાંત જળ ભર્યા સરવરે ને એને આરે નાનાં નાનાં તાજા દર્ભ ચરતાં મૃગબાળ દેખાયાં. પયોધર ને નિતંબના ભારથી બચી જતી એક નૃત્ય સુંદરી માથે કુંભ મૂકી પનઘટ જવા નીકળી હોય એમ તેમાં પ્રવેશી. અને આ હેમંત લક્ષ્મી ! અને એને ઉપભોગને યોગ્ય આ હસ્તિની સુંદરી ! એની નિગ્ધતા વગરની વિરહવેણી તો જુઓ! એણે પ્રીતમના પ્રસ્થાનને દિવસે જ સુંદર કેશલ્લાની ત્રણ સરની એક લાંબી લટ ગૂંથીને વેણ બાંધી છે. પિયુ ઘેર આવીને જ એ વેણી છોડશે, ને કેશસંસ્કારધૂપ આપશે.” હેમંતઋતુને ખંડ ઘેરે હતો ને શીળા વા વાતા હતા. પક્ષીઓ, પશુઓ એક બીજાની હુંફમાં પડ્યાં હતાં. એ વેળા એક વિરહિણએ દ્વાર ખેલું. એણે ફૂલોની સેજ બિછાવી રાખી હતી. મધુર પકવાન ને સુંદર મધુરો તૈયાર રાખ્યા હતા. શીતળ વાયરા એની કેમળ દેહલતાને ધ્રુજાવી રહ્યા હતા. પ્રીતમની રાહમાં ધડકતા ઉરને એ ઉરવસ્ત્રથી વારેવારે દાબતી હતી. એના કંઠમાં ત ડેલર કળીઓને હાર હતો. અને ઓ મારા નાથ! નિરખી લે! ઓલર અને સિંદુરવાનાં પુખેથી હેમંત અને વસંતનું અનુસંધાન કરતી આ શિશિર! પણે ઊભી શિશિરને ઉપભોગ્ય શ્યામા !" એ દશ્ય પણ અદ્ભુત હતું. પુરુષ ધબૂધ ભૂલી ગયો. એણે પોતાની પાસે બેઠેલી કુશળ અસરાને ભેટવા પિતાના બાહુ લંબાવ્યા : કશને ધૂપ દેવાનો પ્રાચીન રિવાજ.
Page #285
--------------------------------------------------------------------------
________________ 262 મહર્ષિ મેતારજ થોભે, મારા નાથ ! આ દેવવિમાન પ્રાસાદ, આ ઋતુઓ ને ઋતુઓને યોગ્ય રસિકાઓ ભોગે તે પહેલાં અમને તમારે અભિષેકવિધિ પૂર્ણ કરવા દો !" સુંદરીઓ, તમારે વિધિ ખુશીથી પૂર્ણ કરે. એ માટે તૈયાર છું.” સેજ પર બેઠેલી નવયૌવનાએ સંકેત કરતાંની સાથે ભરેલા જળકુંભે હાથમાં લઈને અનેક સુંદરીઓ ત્યાં ઉપસ્થિત થઈ ગઈ. દરેક સુંદરીએ વક્ષસ્થળ ઉપર એક કીમતી વસ્ત્ર વીંટયું હતું ને દેહ પર સુશીથી ભરેલા અ ને પારદર્શક બનાવે તેવું ઉત્તરીય પહેર્યું હતું. એમને ગાઢ કેશકલાપ છૂટા હતા ને તેમની સુગંધી તેલની સ્નિગ્ધતા આંખને ભરી દેતી હતી. કુંભવાળી સ્ત્રીઓની પાછળ કુસુમ છાબ લઈને સુંદરીઓ આવી હતી. તેની પાછળ અનેક જાતના મઘમઘતા પકવાન્સથી ભરેલા થાળ લઈને સુંદરીઓ ઊભી હતી. “સ્વર્ગના નવા મહારાજા ! આ બધી સુંદરીઓ આકાશગંગાનું પવિત્ર નીર ને આકાશકુસુમેની ફૂલછાબથી આપનું સ્વાગત કરશે. પણ એ પહેલાં આ દેવભવનના રિવાજ મુજબ આપે નિઃસંકોચ રીતે પૂર્વભવનાં સુકૃત્ય ને દુષ્કૃત્ય વર્ણવવાં જોઈએ. દરેક દેવતાના અભિષેકની આ પ્રાથમિક વિધિ છે !" પૂર્વભવ? સુકૃત્ય, દુષ્કૃત્ય !" મનને મૂછ ચડાવે તેવા આ રમ્ય વાતાવરણમાં આવા પ્રશ્નો મનને ભારે કરી નાખે તેવા લાગ્યા. એણે ફરીથી ધીરે સ્વરે ઉચ્ચાર્યું : “સુકૃત્ય ને દુષ્કૃત્ય !" “હા, સુકૃત્ય ને દુષ્કૃત્ય ! તમારાં સુકૃત્યો સાંભળીને અમે બધાં સ્વર્ગલોકમાં એની કીર્તિગાથાઓ ગાતા ફરીશું. તમારાં દુષ્ક તે જાહેર થતાંની સાથે લય પામશે, અને એ રીતે તમારા આત્મા પર
Page #286
--------------------------------------------------------------------------
________________ સ્વર્ગસેંકમાં 263 બોજ હળવો થતાં તમે ચિરકાળ સુધી આ સુંદર સ્વર્ગ, આ સૌંદર્ય ભરી અપ્સરાઓને ભોગવી શકશે.” પણ આ શબ્દ કંઈ કંઈ સતેજ બનતા જતા પુરુષ પર જુદી અસર નીપજાવી રહ્યા. એ મનમાં ને મનમાં વિચારી રહ્યો : શું સ્વર્ગમાં ય સુકૃત્ય ને દુષ્કૃત્યની માથાકૂટ રહેલી છે? અને પુરુષે ખુલ્લી રહેલી વાતાયને વાટે દૂર દૂર સુધી નજર નાખી. મધરાતનું આકાશ તારલિયાઓથી છલોછલ હતું ને દૂર દૂર પૃથ્વી પરના દીપકે દેખાતા હતા. એણે દૂરની નજર સંકેલી ચારેતરફ ખંડમાં નજર નાખી. ખંડમાં મેહની રૂપ ધરીને નયનનર્તન કરતી, કટીભંગ કરતી, વિધવિધ હાવભાવ રચતી એ જ અપ્સરાઓ ખડી હતી. શું સાચું ? પિતાના સુકૃત્ય-દુષ્કૃત્યોને પ્રગટ કરી દેવાં? હજી શરીરમાં ઘેન ચડેલું જ હતું. મદભરી કાયા સેજમાં બેઠેલી અપ્સરાના સુકોમળ અવલંબન વગર ટટ્ટાર બેસી શક્તી નહતી ! સ્વર્ગ! અપ્સરા ! અને પુરુષને પિતાનાં સુકૃત્ય ને દુષ્કૃત્ય યાદ આવવા લાગ્યાં. મોટામાં મોટું દુષ્કૃત્ય કર્યું ! અને એ પુરુષને પિતાનું એક મહાન દુષ્કૃત્ય યાદ આવ્યું! એણે હિણેયના જન્મમાં પિતાની આજ્ઞા ઉલ્લંઘીને પેલા જ્ઞાતપુત્રની વાણું સાંભળી હતી ! એ જ મોટું દુષ્કૃત્ય ! એ વાણી સાંભળવા કરતાં એ વેળા પોતે મરી કેમ ન ગયો? કેવું દુષ્કૃત્ય ! અને દુષ્કૃત્યની યાદ સાથે પેલા શબ્દો એના સ્મરણપ્રદેશમાં ગુંજારવ કરી રહ્યાઃ અરે, એ જ સ્વર્ગભુવન શું આજ ! આ જ પેલાં દેવદેવીઓ! શું આ સત્ય હશે કે પ્રપંચ ! મગધને મહાર રેહિણેય મરી ગયો ? આ મારે નવો અવતાર છે? ખરેખર, હું સ્વર્ગમાં છું ને
Page #287
--------------------------------------------------------------------------
________________ 264 મહર્ષિ મેતારજ આ સુંદર અપ્સરાઓ મારી સેવિકાઓ છે?” અને પુરુષ વિશેષ વિચારમાં ઊતરતો ગયો. એણે સામે ઊભેલી સુંદરીઓ પર એક શ્રમભરી નજર કરી. ખડની દીવાલ પર ઝળહળતા દીપકોના પ્રકાશમાં એ લાંબા સુંદર પડછાયા પાડતી ઊભી હતી. પ્રતિહારિકાઓની ફૂલમાળાઓ ચૂંથાઈ ને કંઈક કરમાયેલી લાગતી હતી. દીર્ધ શ્રમ અને રાતના ઉજાગરે ઘેઘૂર બનેલાં એમનાં વિશાળ લેચને વારેઘડીએ ઉઘાડમીંચ થતાં હતાં. સાચેસાચ આ અપ્સરાઓ હશે ? શું રોહિણેય મૃત્યુ પામ્યા હશે! એણે વિમાસણમાં સેજ પરની અસરાના હસ્તને ખેંચો. અપ્સરાના કોમળ હસ્ત પર પ્રસ્વેદ હતે. - એને પગમાં લાગેલા તીરને કાઢતાં કાઢતાં અચાનક સાંભળી લીધેલ જ્ઞાતપુત્રનાં વાક્ય યાદ આવ્યાં “મહાનુભાવો, સત્કર્મ કરનાર દેવપદને પામે છે. દેવોને રાજા ઈદ્ધ છે ને તે સ્વર્ગમાં રહે છે. દેવો કેવા હોય છે, તે જાણે છે ? તેમના ચરણ પૃથ્વીને કદી સ્પર્શ કરતા નથી, તેમનાં નેત્રો કદી ઉઘાડમાંચ થતાં નથી, એમની પુષ્પમાળાઓ કદાપિ કરમાતી નથી અને એમને દેહ પ્રસ્વેદથી રહિત હોય છે.” * “દગો ! દગાર સાથે દગો !' પુરૂના મસ્તિષ્કમાં કોઈએ નવો પ્રકાશ રેડડ્યો. મહામંત્રી અભય એને યાદ આવ્યો. વગર ઋતુએ પિતાની માતાને દેહદ પૂરવા જેણે વૈભાર પર્વત પર મુશળધાર વરસાદ વરસાવ્યો હતો, એનાથી શું અશક્ય હાય! નક્કી દગો ! પુરુષ અજબ વિમાસણમાં પડી ગયો. વિધિમાં વિલંબ થતો હેવાથી એને સાવધ કરવા અસરાએ નજીક જઈ લલિત રીતે દેહસ્પર્શ કરતાં કહ્યું
Page #288
--------------------------------------------------------------------------
________________ સ્વર્ગલોકમાં 265 “સ્વામીનાથ ! અન્ય દેવતાઓ આપનું સ્વાગત કરવા સ્વર્ગભૂમિની વીથિકાઓમાં સજ્જ થઈને ખડા છે. કૃપા કરીને અવિલંબે વિધિ સમાપ્ત થવા દે ! બેલો, આપનાં કૃત્યની કથા કહો ! અમે શ્રવણ કરીએ છીએ !" ક્ષણભરની આંધી પછી જેમ દિશાઓ પ્રસન્ન થઈ ઊઠે છે, એમ મૂંઝવણની એક પળ પસાર થતાં જ એ પુરુષ સાવધ થઈ ગયો. એણે કહેવા માંડ્યું: “હે મૃગચનાઓ ! પૃથ્વી પર હું તદ્દન નિર્દોષ જીવન ગાળતે હતો. ઘેર ખેતી કરતે, નાનાં ગોકુળ ચારતો ને પાડોશીઓથી પ્રેમ કરત. ઋતુતુના યમનિયમ ને માસમાસના જુજવા ધર્મબંધનો હું પાળત. સાધુસંતોની સેવા કરતો.” સુંદર ! ધન્ય છે તમને ! હવે તમારાં દુષ્કૃત્ય વર્ણ એટલે વિધિ સમાપ્ત થાય ! જુઓ, હણે તમારા સ્વાગતના ઉત્સાહી દેવતાઓ શંખસ્વર વિકસાવી રહ્યા છે.” સુંદરીઓ, મારું સંપૂર્ણ જીવન સાધુસંતના સમાગમને લીધે દુષ્કૃત્યરહિત વ્યતીત થયું છે.” ખરેખર સાધુવાદને પાત્ર છે. પણ હે પ્રિય દેવ ! માણસ માત્ર ભૂલને પાત્ર છે. આખા જન્મમાં કંઈને કંઈ પ્રગટ કે અપ્રગટ કૃત્ય તો સહુને થયાં જ હોય છે. કંઈ ચોરી, કંઈ યારી, કંઈનું કંઈ ?" અશક્ય, પ્રિય સુંદરીઓ, અશક્ય!” પુરુષ ખડખડાટ હસી પડયો. “શું એવાં દુષ્કો કરનારને આવું સ્વર્ગલોક મળે ? તમારા જેવી અનેક કેમલાંગીઓ સાંપડે ! અંધ પુરુષ તે વળી પર્વત ઓળંગી શકે! પાપી માનવીને આ પુણ્યવાન પ્રદેશમાં પ્રવેશવાને શો અધિકાર!” અપ્સરાવુંદ વિમાસણમાં પડી ગયું. એમણે પુનઃ પુનઃ પુરૂને વિનવણું કરતાં કહ્યું
Page #289
--------------------------------------------------------------------------
________________ 266 મહષિ મેતારજ - “વર્ગને ધર્માધિરાજ પાસે માનવીના કર્મધર્મનો હિસાબ રહે છે. તેઓ કહે છે, કે પૃથ્વી પર એવો કઈ માનવી નથી જેણે મનમાં કદી પાપ ચિંતવ્યું ન હોય, કે એકાદ પણ ગુપ્ત દુષ્કૃત્ય ન કર્યું હોય. ભય, પ્રેમ ને મેહ માનવીને સ્વાભાવિક છે, અને એ સ્વાભાવિકતા કેટલીકવાર માનવી પાસે ગુપ્તપણે પાપ આચરાવે છે. આપના જીવનની એવી ઘટનાઓ સ્વર્ગવાસીઓને સંભળાવવી ઘટે ! વત્સલ દેવીઓ, તમને નિરાશ કરવી પડે છે તે માટે દુઃખી છું. પણ સાધુસંતના સમાગમના પ્રતાપે ભય, પ્રેમ ને મેહથી હું દૂર રહી શક્યો છું.” આ પ્રત્યુત્તર સાંભળી કેટલીક અપ્સરાઓના હસ્તમાંથી કુંભ સરી ગયા. કેટલીક નિરાશ બની ત્યાં બેસી ગઈ. અચાનક એક ગુપ્તદ્વાર ખૂલ્યું. એ દ્વારમાંથી મહામંત્રી અભય અને મેતાર્યા બહાર નીકળી આવ્યા. અપ્સરાએ એક ક્ષણમાં અદશ્ય થઈ ગઈ. મહામંત્રીએ પેલા પુરૂની પાસે જઈ કહ્યું કુશળ દુર્ગચંડ, તને, તારી કળાને, તારી હિંમતને, તારા વૈર્યને ધન્ય છે. હું જાણું છું કે તું હિય છે, પણ મગધના સિંહાસનને ન્યાય તને અપરાધી તરીકે સ્વીકારવાના સાધનના અભાવે મુક્ત કરે છે. જા, સુખેથી વૈભાર શિખરમાળાને શોભાવ ! મહામંત્રી પિતાના વ્યર્થ પરિશ્રમને વળી ફરીથી સફળ કરશે.” સમર્થ પુરુષ! આ શક્તિઓના પ્રચંડ ધોધને સારે રસ્તે વાળજે!” મેતાર્થે આશીર્વાદ આપ્યો. | દુર્ગચંડ અંધારી રાતે દેવવિમાન પ્રાસાદના દ્વારની બહાર નીકળે. હજી ઘેન પૂરું ઊતર્યું નહતું. લથડિયાં ખાતે ખાતે એ રાજગૃહીની બહાર નીકળ્યો. આ વેળા એક અજાણ્યું તોફાન મભૂમિની ક્ષિતિજ પર ઊગી રહ્યું હતું.
Page #290
--------------------------------------------------------------------------
________________ મગધરાજને જામાતા [ 22 ] રોહિણેયના પ્રસંગ પછીથી મહામંત્રીના હૃદય પર ઔદાસીન્સને પડેલ મહાન પડદો ઘણું વખત સુધી ન ઊપડ્યો. એ દરમિયાન પિતાના પ્રિય મિત્ર મેતાર્યમાં સાત કન્યા સાથે લેવાયેલાં લગ્ન સાનંદ સમાપ્ત થયાં : છતાં ય એ આનંદને પ્રસંગ એમના દિલને ઉત્તેજી ન શક્ય. અચિંત્ય મનાતી પોતાની શક્તિઓ એક સામાન્ય માણસ વિફળ બનાવી શકે એની ગ્લાનિ એમના અંતરને સદદિત ભરી રહેવા લાગી. પણ પ્રજાની સ્થિતિ જુદી હતી. પ્રારંભમાં રોહિણેયની મુદ્રા પરિવર્તનની કુશળતાના પરિણામે એ ભૂલાવામાં પડી, પણ એ પછી તો તેઓને વિશ્વાસ થયો હતો કે મહામંત્રી સિવાય પૃથ્વી પરને કઈ યોદ્ધો રોહિણેયને આમ ઝડપી શકે તેમ નહોતેઃ અને તેના છુટકારાના સમાચાર પછી પણ પ્રજા ભયવશ થવાને બદલે મગધના અદલ ઈન્સાફની પ્રશંસા કરી રહી હતી. એ તે માનતી હતી કે આજે છૂટેલે રોહિણેય હવે રાજગૃહી સામે નજર નહીં નાખે, ને નાખશે તો હજાર હાથવાળા મગધરાજને મહામંત્રી હવે એને પાછો આવતો. જવા નહિ દે !
Page #291
--------------------------------------------------------------------------
________________ ૨૬૮મહર્ષિ મેતારજ પણ પ્રજાની આ પ્રશંસા, આ વિશ્વાસ મહામાત્યને કેરી ખાવા લાગ્યાં. એમના કર્તવ્યશીલ મનને લાગ્યા કરતું હતું કે બહેતર છે કે આ મહાન નેતૃત્વ તજી નિવૃત્તિ સ્વીકારવીપણ આ વાત કોને કરવી ? એકવાર મગધરાજને કહેલી ત્યારે હેહા મચી ગયેલી. મગધરાજે પોતે પણ કહાવેલું કે મારી અનુજ્ઞા સિવાય આ માર્ગે ન જવું. ત્યારે શું જીવનને આનંદ લૂંટાઈ જવા દેવો ? મહામાત્યના જેવા જ પ્રશ્નો યુવાન મેતાર્યને જન્મી રહ્યા હતા. સુરસુંદરીઓ સમો સાત સાત પત્નીએ પામીને સ્વર્ગલેક જેવાં સુખ ભોગવનારને એક વેદના સદાદિત સતાવી રહી હતી. જોકે મોંએ નહોતાં બોલતાં, પણ એમનાં અંતર હજી ય આ પ્રગટ કુળહીનતાથી ભાગતાં હતાં. તેઓને મન રાજગૃહીને લાડીલ કુમાર હવે કંઈક અપ્રિય થયો હતો. તેઓએ આ બધા પ્રકરણને સાચી સમજબુદ્ધિથી સમજવાને બદલે કેઈ નિરોનું કાવતરું ક૯પી લીધું હતું. આ કુળહીનતા કેમ ટળે ? પ્રજામાં આ પ્રત્યે આદર કેમ પેદા થાય? પદદલિત શતાને આ રીતે પડી રહેવા દઈએ તો નિરર્થક વિરોધ જ વચ્ચે જાય ! ' આ વિચારોમાં માતંગને પ્રશ્ન ઉમેરાય. ધનદત્ત શ્રેષ્ટિ અત્યંત ઉદાર હતા, પણ માતંગને પિતાને ઘેર સંધરવાનું અતિ ભયંકર સાસ તેઓ ખેડી શકે તેમ નહોતા. વિરૂપાના અકાળ અવસાન પછી મૂળથી લહેરી માતંગ બેદરકાર બન્યો હતો. એ પર્વતમાળામાં ફર્યા કરતો, સ્મશાનમાં સૂઈ રહે, ઊના પાણીના ઝરાઓની પાસેના પેલી બે સહિયરોના ચેતરાઓ પાસે આળોટતે. મેતાર્ય સમજાવવા આવતા ત્યારે એ હસીને કહે: કુમાર, આવી આવી મોટી બડાશોમાં તો વિરૂપાએ જિંદગી ધૂળધાણી કરી. ઉપદેશ સાંભળો જુદી વાત ને આચરણમાં મૂકે
Page #292
--------------------------------------------------------------------------
________________ મગધરાજને જામાતા ર૬૯ જુદી વાત. અને જે બધાને મન ઉપદેશ મોટી વાત હતી તે જ્યારે મેં જાહેર કર્યું કે મેતાર્ય મેતપુત્ર છે, ત્યારે બધાને અત્યાશ્ચર્યના ઘા કેમ વાગ્યા ? કુમાર, લકે વાત કરે છે કે સારામાં સારાં ઉપાન હોય તે પણ માથે ન મૂકાય, એ તે પગે પહેરાય.” મેતાર્ય પાસે આ ઘેલાની વાતને કોઈ ઉત્તર નહે. એ નિરુત્તર બની પાછો વળતો, છતાં એમ પાછા વળે એનું દિલ પાછું ન વળી શકતું. માતંગનું દુઃખ એને ઘેરી વળતું. આખરે માતંગને પાછો વાળવા મેતાર્યો એક દિવસ ધનદત્ત શેઠના ગૃહનો ત્યાગ કર્યો. મેવાસના પડખે જઈને એ વસ્યો. દિલને ડંખ વિચારવા એણે મેતલે તારવાની પ્રવૃત્તિ આરંભી. મેતના ઉદ્યોગોને પુનર્જીવન આપવાનું શરૂ કર્યું. શુદ્ધિ ને નિર્ભયતા શીખવવા માંડ્યાં. પ્રજાએ આમાં સાથ ન પૂર્યો. કેટલાકેએ ખાનગીમાં ટીકા કરી કે કાપલીને ગમે તેટલાં ક્ષીરનીરમાં સ્નાન કરાવે, પણ કંઈ રાજહંસ બની શકશે? રાજહંસ એ રાજહંસને કાગ તે કાગ. પણ આ ટીકા મેતાર્યને ન સ્પર્શી. એણે પિતાની પ્રવૃત્તિઓને વેગ મળે તે જોવાનું રાખ્યું. શદવાસ, શકુળ ને શદ્ર જનતા ધીરેધીરે પલટો લેવા લાગી. એમનો ચોરી કરવાને તેનવ્યાપાર ધીરેધીરે દાગીરીને બનવા લાગ્યો. પારકાં મકાન તેડવાં, વાડીઓ ઘેરવી, જનકૂળ ભ્રષ્ટ કરવાની પ્રત્યાઘાતક પ્રવૃત્તિને બદલે તેઓએ રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી, અશુદ્ધિને અત્યંત હીનતાને પાશ ઘેવા ચાલ્યું. વ્યાપારકુશળ મેતાર્યો ધનદત્ત શેઠના કેપમાંથી એક માથા સુવર્ણ પણ આપ્યું નહતું, છતાં જોતજોતામાં એને ધન તે ઉભરે ભરાવા લાગ્યું. વાણિજ્યવિશારદ મેતાર્ય કઈને કઈ દયાદાન ન કરે, પણ ખૂબી એવી હતી કે પોતાને ધનને પ્રવાહ મેતકુળ ને શકુળમાં થઈને વહેતે આવતા હતા. સહુ સહુને યોગ્ય એમાંથી મળી રહેતું ને
Page #293
--------------------------------------------------------------------------
________________ 270 મહષિ મેતારજ અંતે એ પ્રવાહ મેતાર્યના ધનભંડારામાં જઈ ભળતે. જે મેળે રોજ ગંદકી, મહામારી ને મહાવરનાં ઘર હતાં, ત્યાં આરોગ્યની બંસી બજતી હતી. મેતેએ ગોકુળે વસાવ્યાં હતાં, વ્રજના સ્વામીઓ વ્યાજના બેજમાંથી હળવા બન્યા હતા. કેટલાક સાગરના સફરીએ બન્યા હતા ને કેટલાક વિશ્વકર્માની વિદ્યાના જાણકાર બન્યા હતા. આમાં વિશેષ સંસ્કાર નાખવા મેતાર્ય કેટલાક શ્રમને અવારનવાર તેડાવતે. શ્રમણે કથાવાર્તા કરતા, ઉપદેશના પદો રચતા, માનવભવની સફળતા કેમ થાય, ઉત્તમ જીવન કેમ જીવી શકાય વગેરે -બાબતો દૃષ્ટાંતથી સમજાવતા. આ રીતે મેત અને શુદ્રને મોટે ભાગે નવજીવન પામ્યો હતો, પણ એક વર્ગ કે જે રોહિણેયના દાદાને પક્ષકાર હતા, એ આ કાર્યને ઘેર વિરોધ કરતા, મેતાર્યની કઈ પણ સારી નરસી પ્રવૃત્તિને એ પ્રપંચ તરીકે વર્ણવતે. એ લોકો કહેતા કે આ તે એક જબરદસ્ત કારસ્તાન છે, ગણ્યાગાંઠયાં શોને મિટાવી દેવાનું! શો ને કિજન્મો એક થયા, એ કદી કઈ કાળમાં, કેઈ શાસ્ત્રમાં વાંચ્યું? શદ્રોના તે બે ધર્મ ગામમાં વસનારની તેમણે સેવા કરવી, જંગલમાં વસનારે એમને લૂંટવા. રોહિણેયને દાદે મૂર્ખ નહેતેને વરવર રોહિણેય જે અત્યારે એકલે હાથે લડી રહ્યો છે. એ પણ ગાંડે નથી. આ બે વર્ગ વચ્ચે ઘણીવાર અથડાઅથડી થતી, એમાંથી રક્તપાત જન્મતે. મેતાર્ય પોતે એમને સમજાવવા જતા ત્યારે તેઓ સ્પષ્ટ કહેતાઃ મેતારજ, તમે બહુ ભલા છે, પણ આ વાતમાં અમે તમારું નહિ માનીએ. અમારી જાત પર દયા કરીને આ પ્રવૃત્તિ બંધ કરે. અમને વધુ અન્યાય ન કરે.” * બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્ય.
Page #294
--------------------------------------------------------------------------
________________ મગધરાજને જામાતા 271 “હું અન્યાય કરું છું? જે મારાથી જાણેઅજાણે તમારે અપરાધ થતું હોય તે ચાલો ન્યાય કરાવીએ. મગધરાજ તે પક્ષપાત નહિ કરે ને?” “એ વાત ખરી !" વિરેાધી શકા જરા વિચારમાં પડી ગયા. ગઈકાલની બીના તેમની આંખ સામે જ હતી કે પૂરાવાના અભાવે વિચક્ષણ રહિણેયને રોહિણેય જાણ્યા છતાં મુક્ત કર્યો. શું જવાબ વાળવો એની મુંઝવણ બધાને સતાવી રહી. એક હોંશિયાર માણસે તેડ કાઢયો ને કહ્યું: કુમાર, મગધરાજ ન્યાય તે ભલે તેળવાના, પણ હું કહું છું કે જે ચારે વર્ણ એક આરે પાણી પીએ એમાં કોઈ જાતને એમને વાંધો ન હોય તે, શા માટે એક રાજકન્યા મેતારજને ન આપે !" “રાજકન્યા ને તે મેતારજને?” “શા માટે નહિ ? ક્યાં જેવા તેવા માણસને આપવાની છે? રાજા પહેલ કરે તે પ્રજામાં વિશ્વાસ આવે ને!” એ ન બને!” “તે પારકું ઘર કૃષ્ણાર્પણ કરે પુણ્ય ન થાય! કુમાર ! એ તે જળ ને સ્થળ જુદાં તે જુદાં !" મેતારજ આને જવાબ ન આપી શકો, પણ આ બે વર્ગો વચ્ચે મેળ કરાવવાની પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખો. છતાં શદ્રોની આ વાત ઘેરઘેર પ્રચલિત થઈ હતી. અને આ વાતને જેઓએ સાંભળી તેઓએ ઝીલીને પ્રચાર કરવા માંડ્યો. તિજે પણ હવે તે છડેચોક કહેવા લાગ્યા કે ખરે ધર્મપ્રચાર તો ઘેરથી જ શરૂ થાય. કાં તો સમાનતાની વાત બંધ થાય ને કાં તે કંઈ કરી બતાવવું જોઈએ.
Page #295
--------------------------------------------------------------------------
________________ 272 મહર્ષિ મેતારક એક દહાડે ઘેલા માતંગને પણ આ વાતનું ભૂત વળગ્યું. એણે મહામંત્રીને મુખે સ્પષ્ટ વાત કરી. મહામંત્રીએ પ્રજાને અભિપ્રાય મગધરાજને સંભળાવ્યો. મગધરાજે પાણીના પ્રવાહ સમી પ્રજાના અભિપ્રાયને હસતાં હસતાં સાંભળીને કહ્યું: " રાજકન્યા મેતાર્યને પણ વરે, પણ એ પહેલાં મેતા રાજગૃહીને ભાવે તેવાં કાર્ય કરવાં જોઈએ. “ોહિણેયના હાથમાંથી રાજગૃહીને બચાવી એ મહાન કાર્ય નહીં ?" એ તો નગરશ્રેષિના પુત્રનો ધર્મ અદા કર્યો, એ તો મેતાર્યનાં કાર્ય, હવે મેતારજ તરીકે શું? એમાં શકકુળાને મેતકુળોને શે હિસ્સો? “વારુ, તે મગધનાથ કહે તે કરીએ.” રાજગૃહીને કાંગરે કાંગરે રત્નમાળા જડાવોએનો પ્રકાશ આકાશના વિમાનને ય અજવાળે !" અરે, એ તે હવે મેતકુળની એકાદ સાગરખેપનું કામ! અરે, જ્યાં જગતને વ્યાપારકુશળ વ્યવહારીઓ હોય ત્યાં રત્નમાળની શી ખામી !" અને માતંગના આ શબ્દો મિથ્યા બકવાદ નહેતા, એ વાત. થોડા દહાડામાં બધાને સમજાઈ ગઈરાજગૃહીનાં કાંગરા રત્નમાળેથી ઝળહળી ઊઠયાં. ઘેલા માતંગે ફરીથી માગુ મોકલ્યું. મગધના મહામના રાજવીને આવી વાતે અપમાનકર્તા નહતી ભાસતી. પ્રજાજીવનની નવ ઉમાને. એમાં ચમકારે જેતા. એમણે ફરીથી કહેવરાવ્યું છે “રાજગૃહી સદાને માટે પાવન થતી રહે એવું કાર્ય થવું
Page #296
--------------------------------------------------------------------------
________________ મગધરાજનો જમાતા 273 જોઈએ. વૈભારગિરિના અગમ્ય પ્રદેશોમાંથી એક ઘોરી માર્ગ બનાવે ! એ રસ્તે જ્ઞાતપુત્રને પ્રથમ પધરાવે! વટેમાર્ગ અને વણઝારેને ચાલુ કરે, તે જ બની શકે ! આ કામ ખરેખર દુઃસાહસ હતું. દ્રવ્યને તેટો નહતો, પણ આવી સુચિભેદ્ય ગિરિમાળોનાં પેટાળ ફેડનાર માનવશક્તિને અભાવ હતો. છતાં જ્ઞાતપુત્રના દર્શન લોભે મેતારજને દિગુણિત ઉત્સાહી બનાવ્યો. એણે દેશદેશથી કુશળ મેને તેડાવ્યા ને ભયંકર અટવીઓમાંથી સુંદર માર્ગ–નિર્માણનું કામ શરૂ કર્યું. વૈભારની ભયંકર શિખરમાળો ભેદવા માંડી. માર્ગની બંને બાજુએ સુંદર વૃક્ષો રોપાવા લાગ્યાં. મેતારજ વિચારી રહ્યો હતોઃ " આ સુંદર ને ટૂંકા માર્ગેથી જે વેળા પરમ તપસ્વી મહાવીરજ્ઞાતપુત્ર પધારશે, એ વેળા આ જ પવિત્ર બની નાચી ઊઠશે. કદાચ સામ્રાજ્ય લોપાઈ જશે, પણ આ માર્ગ નહીં લેપાય. હજારો શ્રમણ, અનેક માલ ભરેલી વણઝારો અહીંથી પસાર થશે. આ વસ છાયા ઢળશે, આ વનમૃગો સાથીદાર બનશેઃ રાજગૃહીનો વ્યાપાર સમૃદ્ધ બનશે !" આ કામને દિવસો લાગ્યા, પણ એક અશકય મનાતું મહાભારત કાર્ય સમાપ્ત થયું. દેશદેશ વચ્ચેનાં અંતરે એ દહાડે ઘટી ગયાં. નવો માર્ગ નવયાત્રા સમાન થઈ પડ્યો. વિભારની પ્રદક્ષિણા કરીને પ્રવાસ ખેડતા ને દિવસો બાદ એક શહેરથી બીજે શહેર પહોંચતા શાહ સોદાગરોને હવે લાંબા પ્રવાસમાંથી મુક્તિ મળી. આ મહાન કાર્યો પ્રજાની લાગણીને ફેરવી નાખી. મેતારજ બનેલા મેતાર્યની સહસ્રમુખે પ્રશંસા થવા લાગી. થોડીવારમાં તો નગરમાં ઢંઢેરે પિટા સંભળાયેઃ “મહાન
Page #297
--------------------------------------------------------------------------
________________ 274 મહષિ મેતારજ પરાક્રમી મેતારજ સાથે રાજકુમારી સુવર્ણનાં લગ્ન થશે. પ્રજા ઘરે શણગારે, શેરીઓ સંમાર્જન કરે ! કુમારિકાઓ ને પુરવધૂઓ મણિમુક્તાને વર્ષાદ વરસાવે ! મહાનગરીની પ્રજાઓનાં ભાગ્ય સદા અત્યાચ્ચર્યવન્તી ઘટનાઓ સાથે સંકળાયેલાં હોય છે. એક રસ બનેલી પ્રજાએ ઉત્સવ આરંભ્યો. પ્રજાએ આગળ-પાછળની વાત ભૂલી મેતારજને પિતાને નગરશ્રેષ્ટિ બનાવ્યો. ગરજ સમયે લગ્નવિધિ પતાવીને પાછા ફરતા મેતારજનાં જે સ્વાગત થયાં એની દેવો પણ ઈર્ષ્યા કરે તેમ હતું. મગધરાજે રાજકુમારી સાથે નવનિર્મિત દેવવિમાન પ્રાદ પણ અર્પણ કર્યો હતે. નવવધુ સાથે મેતારજે એમાં પ્રવેશ કર્યો ત્યારે સાતે સુંદરીઓએ બંનેનું સહર્ષ સ્વાગત કર્યું. આ દશ્ય દેવની પુરી અલકાની યાદ આપે તેવું હતું.
Page #298
--------------------------------------------------------------------------
________________ જીવનશુદ્ધિ [23 ] એકવાર ભૂલેચૂકે અગ્નિ સ્પર્શી જાય અને ભાગ્યયોગે એને પવનને સાથે મળી જાય, પછી એ આગ બુઝાવી શક્ય નથી. એવી જ રીતે ગમે તેવા ઘરપાપીના દિલમાં કઈ નવીન પ્રકાશનું એકાદ કિરણ પ્રવેશી જાય અને પછી મનોમંથનને અવકાશ એને સાંપડે તે એ પ્રકાશ ચિરંજીવ બની જાય છે. દુર્ગચંડ બની રાજગૃહીની અભેદ્ય સત્તાને થાપ આપીને, પાછા વળતા રહિણેયના દિલમાં અવનવીન જે, તોફાન જગ્યું હતું, તે દિવસે વીતવા છતાં એવું જ મનોમંથન જમાવી રહ્યું હતું. એ ગુફાએ ગુફાએ ભયે, શિખરસંગેએ ભટક્ય, પણ એને ક્યાં ય ચેન ન પડ્યું. એને ખરે વખતે નાજુક બનેલા પિતાના દેહ પર ક્રોધ ઉપજી રહ્યો હતો. પિતાની તેનવિદ્યા, સંમોહની શક્તિ ને શસ્ત્રાસ્ત્ર વાપરવાની કુશળતાની નિષ્ફળતા એને ડસી રહી હતી. અરે, આવા દેહને ભરોસો શો ? આવી શક્તિઓની વિશ્વસનીયતા શી? રોહિણેયની નજર સામે એના દાદાની, એના પલ્લીવાસીઓની મૂર્તિઓ ખડી થઈ. વેર, વેર ને વેર. બદલો લેવાની ભાવનામાં ન જાણે કેટકેટલી જિંદગીઓ ધૂળધાણું થઈ! દાદ બિચારો પળવાર શાંતિથી ન જી. એની શક્તિએ, એના શસ્ત્રસામર્થ્ય
Page #299
--------------------------------------------------------------------------
________________ 276 મહર્ષિ મેતારજ ઉલટ એને ઝનૂની બનાવ્યો. લૂંટફાટ, હત્યા, ચેરી, ખુન, કલેઆમ ! જાણે રોજના વ્યાપાર! અને સહિણેયના શ્રવણપર કઈ મધુર અવાજ અશ્રાવ્ય રીતે સ્પર્શવા લાગ્યો. ઉકળેલા એના દિલને સહેજ સાતા વળી ! એને પિલા જ્ઞાતપુત્રની યાદ આવી. અમારા વંશને એ મહાન. શત્ર! પણ એની યાદ કેમ પ્રિય લાગે છે? જેનું સ્મરણ કરવું નથી, એ વારેવારે સ્મરણપટમાં ક્યાંથી ઊભરાય છે? સાધુ થયો એટલે અમારે સમોવડિયો નહીં, બાકી એ ય રાજપુત્ર છે, ક્ષત્રીનાં રણવાદ્યોને પૂજક છે. શરીરેય સમર્થ છે. લોભાવે તેવી કાન્તિ પણ છે. પછી શા માટે આ ભવાડા કરે છે ! ત્યાગ, વૈરાગ્યની આ શી જંજાળ ! અને વિચારશીલ રોહિણેય ઊંડા વિચારમાં ઉતરી ગયો. એકએક લાંબા સૂરે ગવાતું કેઈ ગીત એને કાનને સ્પર્યું. પવનની ઉપર સવારી કરીને એ સૂરે આવી રહ્યા હતા. “હે પરદેશી— પરદેશમેં, કુણ શું કરે રે ને ! આયા કાગળ ઊઠ ચલા, ન ગણે આંધી ન મેહ-ન્હો પરદેશી ! મનોમંથનની જવાલામાં સપડાયેલા દિલ પર આ શબ્દો જાણે. વીંઝણા ઢાળતા લાગ્યા. ભમરો આવ્યો રે કમળમાં, લેવા કમળનું ફૂલ, કમળની વાંછાએ માંહી રહ્યો, જિમ આથમતે સૂર. હે પરદેશી !
Page #300
--------------------------------------------------------------------------
________________ જીવનશુદ્ધિ 277 રાતનો ભૂલ્યા રે માનવી, દિવસે મારગ આય, દિવસનો ભૂલ્યો રે માનવી, ફિર ફિર ગોથાં ખાય. હે પરદેશી !" ‘દિવસને ભૂલ્યો રે માનવી !' આ શબ્દો રહિણેયના દિલમાં વારે વારે ઘેળાવા લાગ્યા. ખરેખર, હું દિવસને ભૂલ્યો છું. છતી શક્તિએ, છતે જ્ઞાને, છતાં સામર્થે મેં કંઈ શુભ ન કર્યું ! કેઈના પર ઉપકાર ન કર્યો ! ન સ્વાર્થ સાધ્યો ન પરમાર્થ ! મહામાત્યને શંકાશીલ બનાવે એવી ચતુરાઈથી પણ શું કારજ સયું ! શું પકાર કે શું પર ઉપકાર હાંસલ થયો? ઉપકાર ! ઉપકાર તો જ્ઞાતપુત્રને! એના શબ્દો ન સાંભળ્યા હોત તે આજે મારું શું થાત ! જીવન કેવું ભયંકર બનત! ભલે, દાદા ભૂલ્યા, હું નહિ ભૂલ કરું ! અરે, દાદાની ભૂલમાં લાખેણું પલ્લીવાસીઓ સદાને માટે છુંદાઈ ગયા. જ્ઞાતપુત્ર મારા ઉપકારી ! મારા જેવા દિવસના ભૂલ્યાને એ જ માર્ગ બતાવશે. રોહિણેય ભાવુક બની ગયો. પેલા સુર તે વહ્યા આવતા હતા. “સગુરુ કઈ વસ્તુ વરિયો, જે કાંઈ આરે સાથ, આપણે કલાભ ઉગારીએ, લેખું સાહિબ હાથ. હે પરદેશી ! જરૂર, જ્ઞાતપુત્ર જેવા સશુના ચરણે જવું! આ બધું મિથ્યા છે. અને રોહિણેયે સૂરની દિશા તરફ દોટ મૂકી. વૈભારપર્વતને ગિરિમાર્ગ અનેક ઘુઘરિયાળી વેલેથી, સુંદર શિબિકાઓથી, હય, વાજિ ને રોથી મુખરિત થઈ રહ્યો હતો. 4 શ્રી લાભ વિજયજી.
Page #301
--------------------------------------------------------------------------
________________ 278 મહષિ મેતારજ મગધના નાથ, મગધનાં મહારાણી, મગધના મહામંત્રી, મગધની પ્રજા પ્રભુ મહાવીરની પધરામણીએ ચાલી હતી. સહુ સહુ પિતપતાના સાથ ને સંઘમાં હતા. નગરશ્રેષ્ટિ મેતારજ પણ પોતાના સંધ સાથે પ્રયાણ કરી રહ્યા હતા. આઠ રૂપયૌવનભરી પત્ની સાથે હતી. અનેક દાસદાસ પણ સાથે હતાં. મગધના ઈભે, તલવારો, ને બીજા અનેક સામે પણ આ નવા માર્ગ પર જઈ રહ્યા હતા. સહુના મુખપર એક જાતને આનંદ હતો, ઉત્સુકતા હતી. મેત લેકેનું એક મોટું ટોળું લાંબે સાદે કંઠકંઠ ને સૂરેસૂસ મિલાવી ગાતું ગાતું ચાલ્યું જતું હતું. આ નવમાર્ગ નિર્માણનું અભિમાન એમના મુખપર હતું. તમે બધા કયાં જાઓ છો ?" રહિણેયે પ્રશ્ન કર્યો. આ નવીન માર્ગે જ્ઞાતપુત્ર મહાવીર રાજગૃહીને પાવન કરવા પધારે છે. હમણાં થોડેક દૂરના એક વનત્યમાં રહેલ છે. તેમના દર્શનાર્થે જઈએ છીએ.” જ્ઞાતપુત્ર? રહિણેય બબડ્યો, પણ અત્યારની એની મનોદશા. જુદી હતી. ભલે ગમે તેવા તે ય જ્ઞાતપુત્ર પિતાના ઉપકારી. એનાં ચાર વાક્યોમાં તે પોતાને રૌરવ નરકમાંથી બચાવ્યો. જ્ઞાતપુત્રના દર્શનાર્થે જાઓ છો ? ચાલો, ત્યારે સહુથી પહેલે હું શા માટે ન જાઉં! આવો સંયોગ ફરી ક્યારે મળશે! હિણેય રાજમાર્ગની બાજુની ઊંચી ટેકરી પર ફરીથી ચડી ગયો. રાજમાર્ગના પ્રવાસીઓ આ વિચિત્ર પુરુષને અદશ્ય થત નીરખી રહ્યા. એ મૃગબાળીની જેમ ખાડાટેકરા કૂદત, નદીનાળાં
Page #302
--------------------------------------------------------------------------
________________ જીવનશુદ્ધિ ર૭૯ ઓળંગત, વનઘટાઓ વધતો ચાલ્યો. એની ઝડપમાં પવનનો વેગ હતો ને એની છલાંગોમાં કેસરીની તાકાત હતી. એજનના જન આ રીતે એ જઈ શકત. વનનાં ફૂર પશુઓ પણ એને પીછો ન લઈ શકતાં. જ્ઞાતપુત્ર જે વનમાં ઉતર્યા હતા, એ વનમાં પહોંચતાં એને બહુ અલ્પ સમય લાગે. જ્ઞાતપુત્ર મહાવીર પિતાના સુવિખ્યાત અગિયાર ગણધરે અને અનેક શિષ્યો સાથે પર્ષદામાં બેઠા હતા. એમના મુખપર પાપીને પણ પાપ વિસ્મૃતિ કરાવે એવી કરુણું વિરાજતી હતી. ધાર્યું કરવામાં લેશમાત્ર વિલંબ ન સહનારો રોહિણેય ત્યાં પહોંચતાંની સાથે જ્ઞાતપુત્ર મહાવીરના ચરણમાં પ્રણામ કરતે બોલ્યોઃ હે નાથ ! તમારાં કેટલાંક વચનોએ મને જીવન્ત રૌરવ નરકની યાતનામાંથી બચાવેલ છે. હવે મને આ આત્મા, આ દેહ વિષે સમજાવી સાચે માર્ગ બતાવી મારું કલ્યાણ કરો! અઘેર પાપી છું.” “ધર્મ પાળનાર પાપી રહી શકતું નથી. ધર્મનું શરણ સ્વીકાર, મહાનુભાવ ! દેહને જ સર્વસ્વ માનીને ઝૂઝનાર, બાહ્ય આલંબનને જ સુખનાં સાધન કલ્પનારે આત્માની પણ વિચારણા કરવી ઘટે. આત્મા એક અજેય વસ્તુ છે. ક્રોધ, માન, લેભ ને માયામાં એ અદશ્ય છે. આત્માને પ્રાપ્ત કરવો આવશ્યક છે, અને તે માટે રજથી ય નમ્ર, પવનથી ય હલકા ને તૃણ માત્રના પરિગ્રહથી ય પર એવા સાધુ બનવું શેભે છે. દશ લાખ દુશ્મનોના સંહાર માટે જેટલું બળ આવશ્યક છે, એથી ય વધુ બળ આત્મામાં ઉપજેલા ક્રોધને શાંત કરવા માટે જરૂરી છે. એ બળ પ્રાપ્ત કરવા માટે ધર્મપ્રાપ્તિની જરૂર છે.” ધર્મ એટલે શું?”
Page #303
--------------------------------------------------------------------------
________________ 280 મહર્ષિ મેતારજ અહિંસા, સંયમ અને તપનો સમુચ્ચય એ ધર્મ ! માનવી કાઈને મન, વચન, કાયાથી મારે નહિ, ત્રાસ આપે નહિ કે સંતપ્ત કરે નહિ, મનને સદા પિતાને વશ રાખી બેટી વૃત્તિઓથી વેગળું રાખે, અને તપ સેવે, આનું નામ ધર્મ છે. આ ધર્મનું પાલન કરનારને દેવતાઓ પણ નમે છે.” * હે તારણહાર, મારા કર્મો અત્યંત હીન છે. મારા દેહનું એક એક રોમ હિંસા, દ્વેષને લેહીથી ખરડાયેલું છે. રાત્રીના ઘોર અંધકાર જેવું હિંસક મારું હૃદય છે, અને આ નમંડળના તાર જેવાં પ્રગટ મારાં પાપ છે. શું હું યતિધર્મને યોગ્ય છું?” “અવશ્ય !" સ્વામિન, મને અશક્ય ભાસે છે.” “કેમ?” “દીનાનાથ, આપની આંખમાં તો ધવના તારા જેવું નિશ્ચલ તેજ છે, અને આપની છાતીમાં તો કેસરીસિંહના સંહારક શરભનું સાહસ છે પણ આ સભા સ્તબ્ધ ન બની જાય તે માટે મેં મારું નામ નથી આપ્યું. મારું નામ રહિણેય!” “રોહિણેય !" પર્ષદામાંથી એકદમ અવાજ ઊડ્યો. થોડીક હેહા મચી ગઈ “હિણેય! આ ભવમાં તે શું, ભવભવમાં પણ યતિધર્મને ચોગ્ય ન થઈ શકે !" એકાએક કઈ બોલી ઊઠયું. * धम्मो मंगलमुक्किडं, अहिंसा संजमो तवो / देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो / / –દશવૈકાલિક
Page #304
--------------------------------------------------------------------------
________________ જીવનશુદ્ધિ 281 “કોણ કહે છે, કે ન થઈ શકે!” જ્ઞાતપુત્રે ચારે તરફ દૃષ્ટિ ફેરવતાં કહ્યું. એ દષ્ટિના સ્પર્શમાં ચ અંતરવવવાનું સામર્થ્ય હતું. લાવનારની જીભ ફરીથી ન ઉપડી શકી. પ્રાણીને પશ્ચાત્તાપ જાગે એટલે પાપને મોટો ઢગ પણ બળીને ભસ્મ થવાને! હિણેયના દિલમાં આજે એવો પસ્ચાતાપ જાગે છે. એના સમર્થ આત્માને સાચો રાહ મળે છે. રેહિણેય મહાર હોવા છતાં મહામુનિ થવાની યોગ્યતા રાખે છે. કેવલ માગે બદલવાની જરૂર છે. એના જેવા સંયમી ને શૂરવીરથી શું અશક્ય છે?” “પ્રભો, હું આપને ભવભવનો આભારી છું. હું યતિધર્મ અવશ્ય સ્વીકારીશ, પણ તે પહેલાં મગધરાજ, મહામાત્ય અને મગધની પ્રજાની મારે ક્ષમાયાચના કરવાની છે. એમનું ધન–વિત્ત તેમને પાછું ઑપવાનું છે. કદાચ તેઓ શિક્ષા કરે છે તે પણ સહન કરવાની મારી તૈયારી છે.” “રોહિણેય, જેનો અન્તરદીપ સળગ્યો, એને ક્યાં ય અવરોધ નથી નડતો. સુખદુઃખ, માનાપમાન એને માટે બધું સમાન છે. મગધરાજ ને જાબી બધા હમણાં આવી જ રહ્યા હશે.” હિણેય તે મગધનું મહાઆશ્ચર્ય હતું. વનશ્ચયની નજીક આવેલા મગધના લોકોને જાણ થઈ ત્યારે મહામંત્રી ને મગધરાજ સાથે હોવા છતાં, ચતુરંગી સેના સજજ થઈને સાથે ચાલતી હોવા છતાં પ્રજાના અંતરમાં ભયનો સંચાર થયો. અરે, એ તે પવનવેગી પુરૂ છે. વીજળીની જેમ આટલા સમુદાયમાં વચ્ચેથી હમણાં અદશ્ય થઈ જશે. પણ ના, ના. ભયભીત લોકોએ જ્યારે એને નમ્ર બનીને મગધરાજ અને મહામાત્યના ચરણે નમસ્કાર કરતો જોયો ત્યારે તેઓ લેશ શાન્ત પડ્યા. એ પછી રોહિણેય સમસ્ત પ્રજાની પાસે ક્ષમા
Page #305
--------------------------------------------------------------------------
________________ 282 મહષિમેતારજ યાચના કરી રહ્યો હતે ! રહિણેય જેવો મહાન સુભટ એક નમ્ર ગૃહસ્થની અદાથી ઊભો રહી એશિયાળા મુખે બધા સામે નજર નાખે, એ દશ્ય પણ જીરવાય એવું નહતું. - “મગધવાસીઓ, તમારું લૂંટેલું દ્રવ્ય વૈભાર પર્વતની ગિરિકંદરાઓ, પર્વતકુંજે, સરિતાઓ અને મશાનમાં પડ્યું છે. મારે મન હવે એ આ માટીથી પણ ઓછા મૂલ્યનું છે. મગધના કારાગૃહમાં રહેલા મારા વીર સાથીદારે એ જાણે છે, પણ મારી આજ્ઞા વિના એ મુખોચ્ચાર પણ નહિ કરે! તેઓ તમને બતાવશે. તમે તેમને બેલાવો. હું માનું છું કે તેઓ કદી મારી આજ્ઞા નહિ ઉથાપે. તેઓ પણ મારા માર્ગે જ વળશે!” તેઓ પણ તરતમાં જ મુક્ત થશે.” મહામના મગધરાજ આ વીરની દરેક રીતે કદર કરવા તૈયાર હતા. અને તમે ઈચ્છો તે રાજ તમને સેવાચાકરી પણ આપશે” મેતારાજે કહ્યું. પા છે, તમારી, પણ હવે તો મેં અનેકાનેક રાજવીઓની સેવાને બદલે એક રાજરાજેશ્વરની જ સેવા કરવાનો નિર્ણય કર્યો છે.” “શું સાધુ બનશે ?" બધેથી એકદમ પ્રશ્ન ઊડ્યો. રેહિણેએ મસ્તક નમાવી હા કહી. બધા શાન્તિથી ઉપદેશ શ્રવણ કરવા બેઠા. | દોડતા અાએ ગયેલા ઘોડેસવારો રોહિણેયના વીર સાથી કેયૂર અને બીજા સાથે ત્યાં આવી પહોંચ્યા. જ્ઞાતપુત્ર મહાવીરની દેશના પણ પૂરી થઈ હતી. હિણેયે કેયૂરને પિતાનું તમામ દ્રવ્ય બતાવી દેવા સૂચવ્યું ને સાથે સાથે પલીવાસીઓની વીરતાને આવે રસ્તે વાળી તે માટે
Page #306
--------------------------------------------------------------------------
________________ જીવનશુદ્ધિ 283 તેણે માફી માગી. આવાં વિનયવિવેકથી જંગલવાસી કેયૂર અજાણ્યો હતો. એને એની લાલઘૂમ આંખોના ખૂણા ઠરડાયા, એણે ગળગળે અવાજે કહ્યું મહારાજ રહિણેય, હજાર મગધરાજે અમને તમારી વફાદારીમાંથી આ જન્મમાં તો ચળાવી નહિ શકે. સેવકોનાં માથાં માગે ત્યારે તૈયાર છે. પછી આવી વાત શા માટે?” કેયૂર, તું ન સમ ! અરે, તારા જેવા વીરેને કેવળ કુળના કારણે દૂર હડસેલાયેલા જોઈને જ મને સામ્રાજ્ય હાથ કરવાની લે લાગી હતી. પણ હવે તો એ સામ્રાજ્ય નાનું લાગે છે. હું જ્ઞાતપુત્રનો શિષ્ય બન્યો છું.” અને રોહિણેયે પોતાની આપવીતી કેયૂરને કહી સંભળાવી. શરીરબળને મહારથી કેયૂર આ બધી મૂંઝવણમાં કંઈ ન સમજી શક્યો. એણે રોહિણેયની આજ્ઞાનુસાર વૈભાર પર્વતમાં છુપાવેલી તમામ દલત બતાવવા માંડી. ધનદેલતની કંઈ કમીના નહોતી. શટનાં શટ ભરાવા લાગ્યાં. પ્રજા આનંદમાં આવી ગઈ, એ તો જ્ઞાતપુત્રના પગલે શાં શાં નિધિ પ્રગટે, એના ગુણગાન ગાવા લાગી. ધન અને ધર્મનાં જાણે રાજગૃહીમાં પૂર આવ્યાં! ઉદાર રાજવીએ જેનું જે હતું તેને તે પહોંચાડ્યું. મહાન રોહિણેય મુનિ બન્યો. રાજગૃહીએ એ પ્રસંગને છાજે તેવો ઉત્સવ ર. જ્ઞાતપુત્રના પગલે નગરી ધન્ય બની.
Page #307
--------------------------------------------------------------------------
________________ પાણી પહેલાં પાળ [24] દિવસ વીત્યા એ પાવનકારી પ્રસંગને. રાજગૃહીના દેવવિમાનપ્રાસાદના રત્નદીપક હજી એની એ જ રીતે પ્રગટતા હતા, અને એની એ જ રીતે ત્યાં હરએક રાત્રિએ સ્વર્ગની શોભા ખડી થતી હતી. છતાં પણ કાળના અનેક ઝાપટાઓ એ ઉપર વર્ષ ગયાં હતાં. ઘણીવાર વર્ષ પણ દિવસના જેટલી જ ઝડપથી પસાર થઈ જાય છે. સુખી રાજગૃહીએ પણ એવાં કેટલાંય વર્ષો ઝડપથી પસાર થતાં નિરખી લીધાં હતાં. અત્યાશ્ચર્યના આઘાત લાગે એવા સંજોગો જ જાણે નહતા. હવે નિત્ય ઉજાગરા કરાવતો રોહિણેય નહે, કે નિત્ય દુશ્મન દળની ચિંતા રખાય એ એકે દુશ્મન નહોતે ! મેતારજ નગરશ્રેષ્ઠિના પદે હતા. એણે ધનધાન્યના પ્રવાહે સદા ભરપૂર રાખ્યા હતા. મેતલોકેએ અને પલ્લીવાસીઓએ કેટલાય પ્રદેશ હરિયાળા બનાવ્યા હતા. આટલાં વર્ષોમાં આશ્ચર્યવન્તી ઘટનાઓમાં મહામંત્રી અભચની નિવૃત્તિ ને દીક્ષા સ્વીકાર હતા છતાં એ ય વાત તરત ભૂલાઈ જાય તેમ હતી. સતી ચેલણાના પુત્ર કૃણિકે એ પદ સંભાળી લીધું
Page #308
--------------------------------------------------------------------------
________________ પાણી પહેલાં પાળ 285. હતું. એ ય વીર, ધીર ને વિચક્ષણ હતો ? છતાં કેકવાર એની ઉતાવળે અનુમાન કરી લેવાની આદત પ્રજાને જૂના મહામાત્યની યાદ તાજી કરાવતી. કેકવાર વયોવૃદ્ધ મગધરાજ સામેની તેમની તે છડાઈની. લકે ટીકા કરતા પણ એ તો નગણ્ય બાબત હતી. ધનધાન્ય ને મણિકનકથી અભરે ભરેલી આ નગરીને કાળના દુર્નિવાર પ્રવાહીને જાણે ઘસારે જ નહોતો બેઠો, અને એવો. ઘસારો આઠ આઠ અપ્સરાઓ સાથે દેવવિમાન પ્રાસાદમાં ભોગ. ભોગવતા પ્રૌઢ મેતારજને પણ નહોતે પહોંચે. રેજ નવી રાત, નવા રાસ ને જાણે નવી જ રસિયણ! એક સુદીર્ઘ સુખદ સ્વપ્નમાં મેતારજ લુબ્ધ ગયા હતા. નગરશ્રેષ્ઠિનું પદ લાગ્યા પછી એમની મહત્તા વધી હતી. રાજગૃહીના ઓવારે ઊતરતા દૂરદૂરના. પ્રવાસીને મેં એ એમના જ રોમાંચક નામની રટણ ચાલતી: પણ એમનાં દર્શન દુર્લભ હતાં. પ્રવાસીઓ, સાગર સફરીઓને મોટા સાર્થવાહો એમના દર્શન માટે ઉત્સુક રહેતા, એમની મુલાકાત માટે પ્રયાસ સેવતાઃ પણ આઠ આઠ જીવની કિલ્લેબંધીઓ ભેદીને નગરશ્રેષ્ઠિ કદી બહાર ન નીકળી શકતા. કેવળ પરિચય પાડવાનો પ્રસંગ રાજસભામાં જવાને વખતે પડતો, પણ એમાં ય છેલ્લા વખતથી કંઈક વિશ્ન આવ્યું હતું. લોકે વાત કરતાં કે મહામાત્ય અભય સાથેની ઘનિષ્ઠ મિત્રતા હવે મહામાત્ય કણિક સાથે નથી રહી. કેટલાક આ વાતને તિરસ્કારી કાઢતા ને કહેતા કે હવે રાજગૃહમાં મગધરાજ ને રાણી ચેલ્લણ સિવાય રહ્યું છે પણ કોણ? કેટલાય કુમારે, કેટલીય રાણુઓએ દીક્ષા સ્વીકારી લીધી છે. હવે તો બધું નવું વાજું છે. અને ખરેખર, કહેનાર એ રીતે સાચો હતે. જૂનું કહી શકાય તેવું વયેવૃદ્ધ મગધરાજ સિવાય કોઈ નહોતું. મગધરાજને ય માથે પળિયાં આવ્યાં હતાં, ને કરવાનું કરી
Page #309
--------------------------------------------------------------------------
________________ 286 મહર્ષિ મેતારજ લેવાને વખત વળતો હતો, પણ અંતઃપુરની માયા, વનવાસનાં કષ્ટો ને સુધાતૃષાના પરિસહ તેઓ સહી શકે તેમ નહોતા. શસ્ત્રોના અનેક ઘા સામે મોંએ ઝીલનારી એમની પ્રચંડ કાયા લેશમાત્ર ટાઢ કે તડકે વેઠવા અશક્ત હતી. એમાં ય વૃદ્ધ મગધરાજને એક પ્રસંગે વધુ તપાવ્યા. એકવાર કૌમુદી-ઉત્સવમાં એક કિશોરબાળાને નિરખી. ઉગતા ચંદ્રની રેખા જેવી એ બાળા ફૂટડી હતી. વૃદ્ધ મહારાજની નસોમાં ફરીથી કામરે સંચાર કર્યો, પણ એ વેળાએ તે મહામાત્ય અભય મેજુદ હતા. સમર્થ અને વિચક્ષણપિતાની નબળાઈથી એ પૂરી રીતે વાકેફ હતા. એ નબળાઈ બીજું રૂપ ન લે એ માટે એમણે એ કિશોરીને મહારાજના અંતઃપુરની રાણી બનાવી. ભોગસમર્થ રાજવીના આ કૃત્ય સામે પ્રજાને કંઈ કહેવાનું નહોતું, પણ આ ઘટનાએ અંતઃપુરમાં એક જાતને વિસંવાદ જગાડ્યો. ભડભડિયા કણિકે સ્પષ્ટ રીતે વિરોધ કર્યો, પણ આ વિરોધ કે વિસંવાદ મહામાત્ય રૂપી સાગરમાં બુદ્બુદની જેમ અલેપ થઈ ગયે. તેઓએ કહ્યું કે એક માણસ પાસેથી બધી વાતની આશા રાખવી વ્યર્થ છે, કોઈની નબળી કડીને લાભ ન લેતાં એને સાંધવા–સુધારવા યત્ન કરવો ઘટે ! પણ આ તે ફિસૂફીની વાત હતી. એ વાતો મહામાત્યના જવા સાથે વરાળ થઈને ઊડી જતાં વાર ન લાગી, અને આટલેથી બાકી હતું કે પેલી કિશોરીએ પણ પોતાના ચાલુ જીવન કરતાં પ્રવર્તિની ચંદનાના સાધ્વીસંધમાં ભળી જવાનું વધુ પસંદ કર્યું. મગધરાજ પાસે એણે આજ્ઞા માગી. તેમણે પણ જાણે પોતે પ્રાયશ્ચિત્ત કરતા હોય તેમ પિતાની એક માત્ર સંગિનીને અનુમતિ આપી દીધી. એ સાથ્વી બની ગઈ આખા મગધના મહારાજ્યમાં મગધેશ્વર એકલા રહ્યા! રાણી ચેલ્લણું સતી સ્ત્રી હતી, પણ એનું ય હૈયું ખંડિત થયું હતું. દીક્ષિત
Page #310
--------------------------------------------------------------------------
________________ પાણી પહેલાં પાળ 287 ^^ ^ ^ ^ ^ w થવાની પ્રબળ ભાવના છતાં કુણિક ને મગધરાજ વચ્ચેના સંબંધને એ સેતુ બનેલી હતી. એટલે એણે દીક્ષિત થવાની મંજૂરી નહોતી માગી. મગધની મહાનૌકા આમ ચાલી જતી હતીઃ કદીક એના નિશ્ચલ સ્થંભો પર નાનુંશું તોફાન સ્પર્શી જતું, કદીક એના દિશાસૂચક યંત્ર પર આવરણે આવી જતાં, પણ એ બધું ક્ષણ માટે રહેતું ને ક્ષણિક નીવડતું. એ નૌકા એમ ને એમ આગળ વધે જતી. છતાં ય નૌકાના નાના–મોટા સૂત્રધારે ઓછા થયા હતા. જે થોડાઘણા હતા તેમાંના ઘણાને ઉદાસીનતા સ્પર્શવા લાગી હતી. એ ઉદાસીનેમાં મુખ્યત્વે નગરશ્રેષ્ઠિ મેતારજ હતા. તેઓએ રાજકાજમાં માથું મારવું તજી દીધું હતું. મગધરાજના જામાતાના દાવે અંતઃપુરમાં વારેવારે જતા આવતા હતા, એ પણ હવે ઓછું થયું હતું. તે ભલા ને તેમને દેવવિમાનપ્રાસાદ ભલે. આઠ આઠ સુંદરીઓ સ્વર્ગને ભૂલાવી નાખે તેવાં સુખ આપતી હતી. ઋતુ ઋતુને યોગ્ય વિરામભવનોમાં રોજ નવનવા ભોગવિલાસ ઉજવાતા. નગરશ્રેષ્ઠિ મેતાજ એક મહા સુખદ સંસારમાં ઝબકોળાઈ ગયા હતા. આવા સુખદ સ્વપ્નમાં એકવાર ભંગાણ પડ્યું. સેવક સંદેશો લાવ્યો હતો કે કોઈ દેવમિત્ર આપને મળવા માગે છે. “ક્યાં છે દેવમિત્ર?” “નગર બહાર, ચૈત્યમાં.” * નગર બહાર ? વારુ, જા એમના માટે બંદોબસ્ત કર. હું આવું છું.” આઠ સુંદરીઓ સાથે જલક્રીડામાં ગુંથાએલા નગરશ્રેષ્ઠિ મેતારજને આવે વખતે બહાર જવું યોગ્ય ન લાગ્યું. આઠે સુંદરીઓ
Page #311
--------------------------------------------------------------------------
________________ 288 મહર્ષિ મેતારજ શરીર પર કેવલ એક જ પારદર્શક આવરણ વીંટી જલકુંડની પાસે મેતારજની રાહમાં ઊભી હતી. સંસાર માંડ્યાને વર્ષો વીત્યાં હતાં, પણ દેહ હતા જાણે નવસુંદર નવોઢાના ! જલકુંડમાં સુવર્ણમસ્યો ક્રીડા કરી રહ્યાં હતાં, ને પદ્મિનીની સુંદરીઓ, મારે કઈ દેવમિત્ર આવ્યો છે. હું તેને મળીને ક્ષણવારમાં પાછો ફરું છું.” ભલે, પધારો!” સુંદરીઓને રસભર્યા આ કાર્યક્રમમાં અચાનક આવેલો વિલંબ ન રૂચ, પણ દેવમિત્રની વાત સાંભળી તેઓએ ક્યવાતા મને રજા આપી. ગ્રીષ્મના દિવસો હતા, ઊગતા પ્રભાતની મીઠી લહરેમાં ય ઉકળાટ હતો. સુખી જીવન જીવતા મેતારજને આવી વેળાએ બહાર નીકળવું દુ:સહ હતું. સુંદર શિબિકા તૈયાર કરવામાં આવી, અનેક દાસ સુગંધીજળીને છંટકાવ કરતા આગળ ચાલ્યા. કેટલાય વાતપત્ર ને ચામર ઢળતા સાથે ચાલવા લાગ્યા, છતાં ય નગરશ્રેષ્ઠિ મેતારજને સૂર્યકિરણ સંતાપી રહ્યાં હતાં. તેઓ નગરબહાર ચૈિત્યમાં પહોંચ્યા ત્યારે એક વૃક્ષ નીચે બેચાર શ્રમણે બેઠેલા જોવામાં આવ્યા. કયાં છે મારા દેવમિત્ર?” મેતારજે શિબિકામાં બેઠા બેઠા પ્રશ્ન કર્યો. આવો, નગોષ્ઠિ ! સંસારની માયા શું એવી ભૂલભૂલામણ છે, કે જોતજોતામાં જૂના સ્નેહીઓને વિસરી ગયા?” એક શ્રમણે. બેઠા બેઠા કહ્યું
Page #312
--------------------------------------------------------------------------
________________ પાણી પહેલાં પાળ 289 “કની આ પ્રેમભરી પરિચિત વાણી છે ? શું મહામંત્રી પોતે ?" “ના, ના. મુનિ અભય! " “ધન્ય છે મહામુનિ ! પ્રથમ દૃષ્ટિએ આપને ન પિછાની શક્યો ? કેમ મને યાદ કર્યો, વારુ !" તમને યાદ આપવા ! નગરશ્રેષ્ઠિ મેતારજ ! અર્થ-કામને ખૂબ સાો, હવે અંતિમ પુરુષાર્થ મેક્ષનું શું? પાછું આવવા પહેલાં પાળ બાંધે !" “મુનિવર, વિચાર તે ઘણીવાર થાય છે, પણ એમ લાગે છે કે આ કાયા સંયમના ભાર શી રીતે વહેશે? આઠ આઠ મદભરી વહાલસોયી પ્રિયતમાઓનો વિયાગ કેમ સહેવાશે ? વૈરાગ્યના વિચારો જ હૈયું ભારી કરે છે.” શ્રમને કશું જ અસાધ્ય નથી. વીર, ધીર મેતારજ આટલો કાયર કાં? શું ચંદનાનું દષ્ટાંત યાદ નથી? વિરૂપાથી વહાલસોયી સ્ત્રી કદી દેખી હતી? છતાં વખત આવ્યો એટલે બધું ય મૂકીને ચાલવાનું! ત્યાં કશી ય દાદ ફરિયાદ નહીં ચાલવાની.” બધું ય સમજુ છું, મુનિવર ! પણ હજી મોહપાશ છૂટતા નથી. આવીશ, એક દહાડો જરૂર આવીશ.” નગરશ્રેષ્ઠિ, આવતાં આવતાં અસૂરું ન થાય એ જે જે ! આ તે કમળની કેદ છે. કઠણ કાષ્ઠને જેર કરી નાખનારો પ્રેમી ભમરો મધુ ચૂસવામાં મગ્ન બની રહ્યો ને સાંજ પડી ગઈ કમળ બિડાઈ ગયું. પ્રેમી ભમરાએ એ કમળને વીંધીને જવા કરતાં એક રાત કેદમાં જ રહેવાનું યંગ્ય સમક્યું ને એણે વિચાર્યું : હમણાં સૂર્યોદય થશે, કમળ ખીલશે ને મુક્ત બનીશ. પણ એને ખબર નહોતી કે એક સુધાતુર હાથી કમળને ચારો કરવા ચાલ્યો આવતો હતો, ને એવાં
Page #313
--------------------------------------------------------------------------
________________ 290 મહર્ષિ મેતારજ હજારે કમળને ક્ષણવારમાં પોતાની મહાન ગર્તામાં સમાવી દેવાને હતે, માટે કમળપત્રની કેદ છાંડી દે, મેતારજ ! કેવલ તમને જાગ્રત કરવા આવ્યો હતે. તમારી અપાર સમૃદ્ધિની, વિશાળ સંપત્તિની વાત સાંભળી હું અત્યંત ચિંતાતુર હતા. રખે, એ સંપત્તિ સત્યાનાશ ન નરે! બસ આગળ જાઉં છું.” અહીં થોભે, થડા દિવસ વિશ્રામ લો! રાજગૃહી તમારી “આપણું કંઈ નથી, આ દેહ પણ આપણે નથી. નગરશ્રેષ્ઠિ મેતારજ, આ ગ્રીષ્મને ઉકળાટ આકાશમાં વાદળોના ગોટાને ઉમેટ ને ચાતુર્માસ બેસે, તે પહેલાં મારે પરમપ્રભુને જઈ મળવું છે, ધર્મલાભ !" “વંદન!” મેતારજે નમસ્કાર કર્યા. ચારે શ્રમણે જોતજોતામાં આગળ ચાલ્યા ગયા. મેતારજ એમને ક્ષિતિજમાં ભળતા જોઈ રહ્યો. એમના દિલમાં સમર્થ પુરુષ અભય વિષે વિચાર ચાલી રહ્યો હતે.
Page #314
--------------------------------------------------------------------------
________________ બંધનમુક્તિ [25] દેવમિત્રની વાતે પ્રારંભમાં ઘણો સંતાપ જન્માવ્યો, પણ હવે એ વાત ધીરે ધીરે વિસારે પડતી હતી. થાકેલ, હારેલો મહાસાગર તરિયે ડૂબતે ડૂબતો ય જેમ મહાસાગરનાં અથાગ જળને વિધી ક્ષણ બે ક્ષણ સપાટી પર આવી જાય એમ નગરષ્ટિ મેતારજનું થતું. ક્ષણભરમાં વાસનાત્યાગને નિર્ણય કરતા ને ક્ષણવારમાં વાસનાના પૂરમાં તણાઈ જતા. કાળનું ચક્ર ફરે જતું હતું. મેતારજના દેહ પરથી હજી તેલઅત્તર ઓછાં થતાં નહોતાં, અને મદભરી રમણીઓના સનેહપાશ હજી તેવા ને તેવા હતા. આખાય રાજબાગ ઉજજડ થતે ચાલ્યો હતો. કેવળ એકાદ ખૂણે મેતારજ જેવું કંઈ નવરંગી ફૂલ શિશિરનાં ઝપાટાઓથી અળગું અસ્તિત્વ જાળવી રહ્યું હતું. રોજ રોજ નવી રસભરી રાતે ઉગતી અને નવું જોબન પ્રગટતું ! પણ ભલા, શું મેતાર્યને આ બધું હજીય પ્રિય હતું? આઠઆઠ જોબનભરી પ્રિયતમાઓ વચ્ચે શું વિરૂપાનું બલિદાન ને શેઠાણીનું વાત્સલ્ય–દુઃખ તે ભૂલી ગયા હતા? પિતાને જનક માતંગ શું તેમને યાદ પણ આવતે નહિ ? ના એવું નહોતું. મેતાર્યો તે મેતારજ –મોટા ચાંડાલનું બિરુદ ધાર્યું હતું, અને પ્રભુના ઉપદેશને અનુસરીને
Page #315
--------------------------------------------------------------------------
________________ 292 મહષિ મેતારજ તેઓ ઉચ્ચનીચના ભેદ દૂર કરવા મથતા હતા. નીચી ગણાતી કોમેમાં જ્ઞાન, સંસ્કાર વેરવા એ ઠેર ઠેર ફરતા; અને સહુની સામે વિરૂપાનું દૃષ્ટાન્ત રજૂ કરતા. એમના પ્રયત્નના પરિણામે કેટલાંય ચાંડાલ-કુલ અગ્રગણ્ય થયાં હતા, ને ગૃહસ્થ તથા સાધુજીવનની ચરમસીમાને પણ પહોંચ્યાં હતાં. અને આ છતાં ય, રંગરાગ ને એશઆરામની આ દુનિયા વચ્ચે એ જાગતા હતા. તક શોધતા હતા. વાસનાનો તાગ લેતા હતા. એકવાર મેતારજ અડધી રાતે જાગી ગયા. પ્રિયતમાને હાથ એમની છાતી ઉપર પડી ગયેલો. એમાં સ્વપ્ન લાધ્યું. જાણે સંસારસાગરમાં બધા ય તરી ગયા છે, વિરૂપા તે સાગરને સામે કાંઠે ખડી છે; ને સાદ પાડી રહી છે. બધાયની ગતિ પ્રગતિ કરી રહી છે, પણ ન જાણે મેતારજ સાગરમાં પડતાં જ ડૂબકા મારવા માંડ્યા, અને એકવાર તો તળિયું પણ માપી આવ્યા. કેટલી ગભરામણ ! કેટલી મુંઝવણ! ઝબકીને જાગીને જુએ છે, તે ન મળે સાગર કે ન મળે પાણી. કદલીદલ જેવો પ્રિયતમાને હાથ છાતી ઉપર પડ્યો છે ! એમણે ધીરેથી એ હાથને અળગો કર્યો; છતાં ય સુવર્ણપિંજરની મેના એ હાથનાં રત્નકંકણનાં રવથી જાગી ગઈ ને ચીંચી કરવા લાગી. મેતાજ ફરીથી ઊંધવા પ્રયત્ન કરવા લાગ્યા, પણ ન ઊંઘી શક્યા. એ ઊભા થયા ને બહાર ઝરૂખામાં આવી ઊભા રહ્યા. રાત્રી નીરવ હતી. મેતારજનું મન તેફાને ચડ્યું. સામે પિંજરમાં મેના પાંખ ફડફડાવી રહી હતી. રાજમંદિરની આ મેના હતી. સુવર્ણ પિંજરમાં વસનારી હતી; છતાં એને ય અજંપ હતો ! મેતારજ ધીરેથી પાસે ગયા, પિંજર ઊઘાડી નાખ્યું. એમને ખબર હતી કે રાજકુંવરીને આ મેના પ્રાણસમ પ્રિય હતી.
Page #316
--------------------------------------------------------------------------
________________ બંધનમુક્તિ 293 મેના એક લાંબી કિકિયારી સાથે બહાર નીકળી ને પાંખો ફફડાવતી ગેખ પર બેઠી. વિદાય લેતી મેનાને જેવા મેતારજે ભર ઊંધમાં સૂતેલી પ્રિયતમાને જગાડી. વિખરાયેલો લાંબો કેશકલાપ, સમ સ્ત કપોલ પ્રદેશને રંગી રહેલો સૌભાગ્ય તિલક ને ઝીણા ઉત્તરીયથી ઢંકાયેલો મનહર દેહ! આ રૂપ જોઈ એકવાર મેતારજના દિલની વૈરાગ્ય ભાવના ધ્રુજી ઊઠી, પણ બીજી પળે હદય સ્વસ્થ કરી તેમણે કહ્યું: “પ્રિયતમે! આ મેના જાય છે !" પ્રિય, જે જે! એવું ન કરતા. એ તે મને પ્રાણથી પણ પ્યારી છે.” પણ એ તે આ ચાલી !" મેતારજે પાસે જઈ મેનાને પકડવાની ચેષ્ટા કરી, પણ સ્વતંત્ર બનેલી મેના તે ભરૂરૂ...કરતી ઊડી ગઈ ને અંધકારમાં અદશ્ય થઈ ગઈ. મેના તો ગઈ...પ્રિયતમે! હવે શી રીતે જવાશે? અને તું મરીશ, તો મારે પણ મરવું જ રહ્યું” મેતારજે વ્યંગ કરતાં કહ્યું. હવે મરવા-કરવાની વાત જવા દો? મરેલાની પાછળ કંઈ કોઈ મરી જાય છે! પણ એ તે પ્રેમની વાત છે. મને આ મેના ઉપર અત્યંત પ્યાર હતો. ને પિંજરામાં પંખી પાળવાની મગધેશ્વરની મનાઈ છતાં ખાસ આજ્ઞાથી મેં એને પાળી હતી!” “બસ, મારું એજ કહેવું હતું. જનારાને જવા દઈસહુએ રહેલાથી આનંદ માનવો જોઈએ. જે, વિરૂપા ગઈ શેઠાણ ગયાં, માતંગે ન જાણે ક્યાં ગયો ને હું? કમને જવાનો વખત આવે તે પહેલાં મનપૂર્વક શા માટે ન ચાલ્યો જાઉં ! સુંદરીઓ, મહામાત્ય આ લોક પણ સાધ્યો ને પરલોક પણ! મેં શું કર્યું?” મેતારજ બોલતા બોલતા થોભ્યા.
Page #317
--------------------------------------------------------------------------
________________ 294 મહર્ષિ મેતારજ જા, તમામને જગાડીને અહીં બોલાવ! આ વાત મારે તેમને પણ સમજાવવી છે.” મેતારજે બાકીની પત્નીઓને જગાડવા કહ્યું. બધી સ્ત્રીઓ મેતારજના ધૂની ને ચિંતક સ્વભાવથી સુપરિચિત હતી. એમને લાગ્યું કે દૂધને ભલે ઊભરે ચડે ! એ શમાવવા માટે પાણી તૈયાર હોય પછી શી પરવા? ભર ઊંઘમાં પડેલી બધી રમણીઓ વિસ્મયથી આ ચળતી ત્યાં આવી પહોંચી. મેતારજે ફરીથી બધી વાત કહી; અને જણાવ્યું કે: “ડાહ્યા માણસ જનારાને જવા દઈ રહેલામાંથી આનંદ મેળવે છે. કદાચ કાલે હું પણ ચાલ્યો જાઉં તે....” બધી રમણીઓ ઉપર જાણે વીજળી પડી. બધી એકદમ ચમકી ઊઠી, મેતારજે ફરીથી કહ્યું “સુંદરીઓ, મારી કમળ-કેદ પૂરી થઈ. મેના ગઈ, એમ મારે જવું રહ્યું. પિંજરવાસ ક્યાં સુધી ? તમે આ સમૃદ્ધિ ભોગ. તમને બધું આપેલું છે. આ બધું ભોગવજો ને બને તો તમે પણ આ લેકના સુખ તરફથી જરા પલક તરફ નજર કરજો !" - “એ વાત કરશે મા ! એ ન બને!” બધી રમણીઓ ચિત્કાર કરી ઊઠી. “સુંદરીઓ, તમે બધી મને એ વાતની ખાતરી આપે છે, કે તમારું આ રૂપ કદી નહિ કરમાય અને તમારું આ યૌવન સદા ખીલેલું રહેશે? અને મારા દેહનું પણ શું ? આ બાહુની પ્રચંડતા ને પગની આ દઢતા શું સદાકાળ ટકશે? માટે બધું યોગ્ય વખતે થઈ જાય તેમાં જ મજા છે. મેહ છે, ત્યાં દુઃખ અવશ્ય થાય, પણ સાચે પ્રેમ પ્રેમીનું હિત જુએ છે. મારું હિત જુએ ને મને રજા આપ !" સુંદરીઓ કંઈ જવાબ ન આપી શકી, કેવલ તેમનાં નેત્રોમાંથી આંસુઓનો પ્રવાહ વહી રહ્યા. એ આખી રાત્રિ પ્રેમીઓ વચ્ચે અજબ રસાકસી ભરી વીતી,
Page #318
--------------------------------------------------------------------------
________________ બંધનમુક્તિ 25 પણ મેતારજ હવે દઢ બન્યા હતા. કોઈ પણ વાત તેમને લોભાવી કે થોભાવી શકે તેમ નહોતી. વહેલી સવારે રાજગૃહી કામધંધે વળગે એ પહેલાં બધે સમાચાર પ્રસરી ગયા, કે મેતારજ સંસારત્યાગ કરી રહ્યા છે. જેણે જેણે આ સમાચાર સાંભળ્યા તે સ્તબ્ધ થઈ ગયા. | માયાને અંચળો ફગાવીને, મેતારજ ચાલ્યા ગયા. એ દિવસે જે દુઃખ, દઈ જમ્યાં, એ દિવસે દિવસે ઓછાં થતાં ચાલ્યાં. એમને કોઈ પાછું ન લાવી શક્યું. પાછા લાવનારા જ અડધે રહ્યા. મગધરાજને પણ એક દહાડો સંદેશો મળ્યો કે વખત વીત્યા પછી કરેલાં કામ અફળ જશે. પાણી આવ્યા પહેલાં પાળ બાંધી લેવી સારી છે. અડધું અંતઃપુર ઉજજડ થયું, ખાસ ખાસ અનુચરે પણ ચાલ્યા ગયા, હજી ય વખત આવ્યો નહિ ! પણ મગધરાજનાં મેહનાં બંધને ઢીલાં ન થઈ શક્યાં. દેવોને ઈર્ષા આવે એવી સમૃદ્ધિ છોડીને નીકળેલા મેતારજ મુનિ ઘોર અરણ્યોમાં એકલા વિચરવા લાગ્યા. સ્મશાનમાં એ સૂઈ રહે, ને દિવસના દિવસો સુધી અન્ન ન આવેગે ! જ્ઞાનધ્યાન ને જપતપ એમના સાથી. શમ, દમ ને ક્ષમા ! આ ગુણોના તે તે આગાર બન્યા. એમનું અંતર બધા જીવોને સમભાવથી જોતું હતું, ને પ્રમાદરહિત વિચરતા તેઓ કેઈન અકલ્યાણમાં રહેતા નહોતા. તેઓ પ્રભુ મહાવીરે આપેલી અહિંસા ભાવનાને પરમ પ્રચાર કરતા. તેઓ કહેતા: सत्रे जीवा वि इच्छंति जीविडं न मरिआउं // બધા જીવો જીવવાને ઇચ્છે છે, કેઈ મરવાને ઈચ્છતું ઊી.
Page #319
--------------------------------------------------------------------------
________________ 296 મહષિ મેતારજ છે અને જીવવા દો! એક તણખલાને પણ ઈજા પહોંચાડવાથી અટકવું. મેતારજ મુનિ આ રીતે ઉત્કટ તપ કરવા લાગ્યા. ધીરે ધીરે હાથી જેવી એમની કાયા ગળતી ચાલી. ન એ રૂપ રહ્યું કે ન રહ્યું એ તેજ ! સ્મશાનના વસનારા આ અવધૂતને ભલભલા પિછાણી શક્તા નહિ. મુનિરાજે સાપ કાંચળી ઉતારે એમ પૂર્વાવસ્થાને અરવી પણ છોડી દીધી હતી. મેતારજ ગામે ગામ વિચારવા લાગ્યા. એમને ઉપદેશ તો એક જ હતો. પરાર્થે પ્રાણ વિસર્જન! દુનિયાના ઉત્કર્ષ અને ઉદ્ધાર અર્થે એકબીજાએ બલિદાનની પરંપરા ચાલુ રાખવી જોઈએ. દુનિયાને કઈ પણ છોડ ખાતર વગર ઊગી શકતા નથી, અને એ ખાતર બનનારે પોતાનું સર્વસ્વ ગુમાવવાનું હોય છે. દુનિયાના તમામ ઉત્કર્ષ અર્થે માનવીઓ ખાતર રૂપ ન બને તે જગત સ્વાર્થી નું જ ટોળું બની રહે ! પાણી, પવન, સૂર્ય, ચંદ્ર બધા જ જે સ્વાર્થ માટે જ જીવે તે સંસારની શી સ્થિતિ ! અને સાચી અહિંસા પણ તેનું નામ? દુશ્મનને મારીને નહિ, એના કલ્યાણ માટે મરીને જીવન સાફલ્ય કરવું જોઈએ. એવું સાફલ્ય ન આણી શકીએ તો આ નાશ પામનાર જીવનનો કંઈ અર્થ નથી. વસંત આવી તે એણે હરએક પ્રાણીને નવજીવન આપી, એ નવજીવનના કાર્યમાં જ ખતમ થઈ જવું ઘટે. એમાં જ વસંતની શોભા!. અને વસંત પોતાનું કામ ન પણ કરે તો પણ એને ખતમ તે થવાનું જ છે ! પ્રભુ મહાવીરને આ જ સંદેશ હતે. અહિંસા, આત્મબલિદાન, બીજી બધી વાતે અહિંસામાં જ અંતર્ગત થઈ જાય છે.
Page #320
--------------------------------------------------------------------------
________________ બંધનમુક્તિ 297 અહિંસામાં માનનારને સત્ય, પરિગ્રહ કે બીજું બધું જુદું જાણવાનું હેતું જ નથી. ભોગક્ષમ અને ત્યાગક્ષમ મેતારજની સાધુતા ખૂબ જ ઝળકી ઊઠી. ગામ ગામના ખૂણે “મેતારજ મુનિનાં ગુણગાન ગવાતાં હતાં. મેતારજ મુનિ એટલે દયાને દરિયે, કણનો અવતાર !
Page #321
--------------------------------------------------------------------------
________________ કાળચક [26 ]. જાજ્વલ્યમાન જીવનની મહત્તા એમાં જ છે, કે એ ઝળહળાટમાં જ પરિનિર્વાણ પામે ! સુદીર્ઘ આયુષ્ય એ જીવનને આશીર્વાદ નથી, પણ ઘણીવાર શાપ સમાન બને છે. ટૂંકા પણ તેજસ્વી, અલ્પ પણ ભાવનાભર્યા જીવનની જ મહત્તા છે. પુખ્ત યુવાવસ્થામાં પ્રવેશેલા મહામંત્રી અભય આ વાત સમજ્યા. રૂપવતી રાણીઓ એ વાતને પામી. મોડેમોડે પણ અતિ મોડું ન થાય તે પહેલાં નગરશ્રેષ્ટિ મેતારજ પણ એ સમજ્યા. ન સમજી શક્યા કેવલ મગધરાજ. આ ઉદ્યાન ઉજજડ થઈ ગયો તોય એમણે હૂંઠા બનીને પણ વળગી રહેવાનું પસંદ કર્યું. હવે ગડશી એ આંખો નહતી, ને કેસરીસમું એ હાડ નહોતું. વજ જેવા પાય ને ભોગળ જેવા બાહુ કમજોર બન્યા હતા. બધી ય શક્તિઓ હણાતી ચાલી હતી, પણ સર્વશક્તિઓના હાસમાં પ્રબલ બનનાર એમની ભેગશક્તિ ભડકે બળતી હતી. બધી ય રીતે મહાન મગધેશ્વરને આ ભોગલાલસા અજાણું રીતે પીડી રહી હતી. જ્ઞાતપુત્ર મહાવીરના પરમ પૂજારી હોવાનો દાવો કરનાર રાજવી પિતાની આ નિર્બળતા માટે ઘણીવાર એકાંતે રડી પડેલા. જ્ઞાતપુત્રે એ વખતે કહેલું
Page #322
--------------------------------------------------------------------------
________________ કાળચક્ર 299 “મગધરાજ, નિર્માણને અન્યથા કરવાની તાકાત મહાત્માઓમાં પણ નથી. છતાં પ્રયત્ન કરનારને કશું ય અશક્ય નથી. તમારો શ્રદ્ધાદીપ બુઝાવા દેશો નહિ. ખરાબને ખરાબને સારાને સારા તરીકે પીછાણજે. પશ્ચાત્તાપને જલતો રહેલે પાવક આ ભવે નહિ તો પરભવે પણ તમને પાવન કરશે જ.” જ્ઞાતપુત્ર પ્રભુ મહાવીરનાં વચનોમાં શ્રદ્ધા રાખી જીવનનાવ હાંકનાર મગધરાજને માનવસુલભ દુર્બળતા સિવાય બીજા દુર્ગુણ નહતાપણ યુવરાજ કુણિકે એક નવો દુર્ગુણ શોધી કાઢયો. એ દુર્ગણ તે મગધરાજનું સુદીર્ઘ આયુષ્ય. કુણિકે પિતાના ભાઈઓને એકત્ર કર્યા. સગાંસંબંધીઓને મેળવ્યાં. સહુને કહ્યું: “ધિકાર હજો આપણું પિતાજીને ! રાજકાજ કંઈ થતું લીધી તો ય આ વૃદ્ધને કંઈ ઈચ્છા થતી નથી. આવતી કાલે જેની જવાબદારી આપણે શિર આવવાની છે, એવા આ મહાન સામ્રાજ્ય મગધની સંભાળ હવે આપણે આજથી જ લેવી ઘટે.” ઊગતા સૂરજને નમવાના સ્વભાવવાળા બધા યુવરાજની વાતને ટેકો આપતા. મગધરાજ તે બુઝાતા દીપક હતા. બુઝાતા વિચિત્ર જાળ પથરાવા લાગી. મગધરાજને ય આછી આછી ગંધ આવવા લાગી હતી, પણ તેમના પુત્રપ્રેમ આગળ એ ગંધ એમને બનાવટી લાગી. યુવરાજ કુણિકે પિતા નિવૃત્તિ લે એવા પ્રયત્ન જારી રાખ્યા. નિર્બળ મૃત્યુશયા પર પડેલા કેસરીની મશ્કરી રસ્તે જતા શિયાળને પણ શકય બને છે, એ રીતે મગધરાજ વારેવારે અપમાન, ભત્સના પામવા લાગ્યા. પણ મોટા મનને રાજવીએ એ બધું દિલ પર ન લીધું.
Page #323
--------------------------------------------------------------------------
________________ 300 મહર્ષિ મેતારજ વાત વધતી ચાલી. એક વેળાના ચતુરંગ સેનાના મહારથીની અંતઃપુરમાં પણ હાંસી થવા માંડી. આર્યાવર્તન અજોડ રાજવી આંતરયુદ્ધમાં એક પછી એક પરાજય પામતે ચાલ્યો. આ પરાજ્યોએ એક શંકા જન્માવીઃ મગધરાજને લાગ્યું કે રાણી ચેલ્લણ દુશ્ચરિત્રવાળી છે. એણે અંતઃપુરને મારા વિરુદ્ધ ઉશ્કેરી મૂક્યું છે. અને આ રીતે અંતઃપુરને કેલાહલ ઉગ્ર બન્યો. પુત્ર અને પિતા વચ્ચે સેતુરૂપ બનીને જીવવાની અભિલાષાવાળી રાણ ચેલ્લણાને આ વાતથી અત્યંત આઘાત થયો. એનું ઔદાસિન્ય વધતું ચાલ્યું. એવામાં જ્ઞાતપુત્ર મહાવીરના દર્શનાર્થે ગયેલા મગધરાજે સરળતાથી ભગવાનને એ શંકા પૂછી લીધી. જ્ઞાતપુત્રે સ્પષ્ટતાથી કહ્યું “રાણી ચેલ્લણ સતીઓમાં પરમ છે, લેશમાત્ર સંદેહ ધરીશ મા !" વધુ ને વધુ માનખંડિત થતી ચેલ્લણ આ પછી રાજાએ બનાવી આપેલ એકસ્તભિયા પ્રાસાદમાં ચાલી ગઈ. સંસારની અસારતા એને દહી રહી હતી. પણ પતિની ઈચ્છા વગર દીક્ષિત કેમ થઈ શકાય ? રજા વગર દીક્ષા કેણ આપે ! મગધનું આ બેસૂરું વાદ્ય વધુ ને વધુ બેસૂરું બનતું ગયું. કણિકે સર્વ તૈયારીઓ કરી લીધી હતી. રાજ્યના સ્થંભને પિતાના કરી લીધા હતા. આ બનાવ વિચિત્ર પ્રકારના વેશ ધારણ કરી પ્રજામાં પણ ભમી રહ્યા હતા. ઊઠતી બાદશાહીની આછી આંધિ બધે પ્રવર્તતી હતી. આ આંધિની વચ્ચે જીવતા મગધરાજે પિતાને ધર્મદીપક સદા જલતો રાખ્યો હતો. ઘણીવાર દિલ પણ થઈ આવતું, છતાં મુનિજીવનનાં કષ્ટ નિહાળી સ્થંભી જતા. તેઓએ ધીરે ધીરે જિનપૂજામાં પિતાનું મન પરોવવા માંડ્યું.
Page #324
--------------------------------------------------------------------------
________________ કાળચક 301 છતાં ય મગધરાજ વિરુદ્ધને આવેગ વધતો જતો હતો. ત્રિકાળવંદના માટેના સુવર્ણજવ સિવાય રાજલક્ષ્મીને સ્પર્શ ન કરનાર મગરાજનું જીવન જ ખુદ રાજશેતરંજના ખેલાડીઓને ભારે પડવા લાગ્યું. મગધરાજ વિદ્ધ એક નવો દાવ રચાયે જતો હતો.
Page #325
--------------------------------------------------------------------------
________________ સેનીને શે દોષ? [ 17 ]. રાજગૃહિને આંગણે આજે ધખધખતી ગ્રીષ્મ આવી હતી. સૂરજ સોળે કળાએ નિર્દય થઈ તપતો હતો, આશ્રઘટાઓમાં છુપાઈને કાયલ ખીલી ઊઠી હતી. વાવટોળા આકાશને ભરી દેતા હતા, ને વાયુ ગરમાગરમ થઈને, પૃથ્વીને આકુળવ્યાકુળ બનાવી રહ્યો હતો. ઘણે વર્ષે મેતારજ મુનિ રાજગૃહિને આંગણે આવતા હતા, પણ મુનિ એટલે વનવગડાના રહેનાર, મધ્યાહે એકાદ વખત પાસેના ગામ–નગરમાં ગૌચરી માટે આવનાર–જનાર ! રાજગૃહિના પાસેના ઉદ્યાનમાં ઉતરેલા મેતારજ મુનિ માસના ઉપવાસ પછી ભિક્ષા માટે આજે રાજગૃહિમાં પધારતા હતા. ગામલોક ભોજન પૂર્ણ કરી રહેવા આવ્યા હતા. એવે વખતે મેતારજ મુનિ ગૌચરી અર્થે રાજગૃહિના ઘરેઘર ફરવા લાગ્યા. ફૂલ ઉપર ભમરે બેસે, ફૂલને લેશમાત્ર ઈજા ન કરે; અને રસ ચૂસી વિદાય થાય, એવી રીતે ભિક્ષા લેવાને અનિધર્મ હતો ! રસ-વિરસમાં એમને કંઈ રસ ન હોય. મુનિરાજ ફરતા ફરતા એક સુવર્ણકારને બારણે જઈ ઊભા. સુવર્ણકાર મગધનો સુપ્રસિદ્ધ શિલ્પી હતું. રાજાજીને માની હતો. એના બનાવેલા સુવર્ણ જવ મહારાજા ત્રિકાળવંદના માટે
Page #326
--------------------------------------------------------------------------
________________ સેનીને શે દેષ 303 વાપરતા. રાજાજીનો સુવર્ણકાર એટલે મુનિરાજેથી પણ સુપરિચિત. એણે મુનિજીને વંદના કરી, અને ભિક્ષાન્સ લેવા અંદર ગયો. મુનિરાજ આંગણામાં જ ઊભા રહ્યા. સુવર્ણકારે પ્રેમપૂર્વક ભિક્ષા આપી. ભિક્ષાન વહેરીને, ધર્મલાભ આપી મુનિરાજ પાછા ફર્યા. સુવર્ણકાર હાથ વગેરે સાફ કરી કામ ઉપર બેસવા જાય છે, ત્યાં તે સુવર્ણજવ અદશ્ય! સુવર્ણકાર એકદમ આશ્ચર્યચક્તિ બની ગયે. આ સુવર્ણજવે કેણ લઈ જાય? એક ક્ષણ તો એ વિચારમાં પડી ગયું. એનું દિલ કોઈને ગુનેગાર માનવા તૈયાર નહોતું; કદાચ ડાબે હાથે ઊઠાવીને ક્યાં ય મૂક્યા હોય ! ઘણી તપાસ કરી પણ કશું ન જડયું. હવે શું ? આ સોનું કયાંથી આણવું ? અને ન અણાય તે જવ શી રીતે બની શકે ? રાજાજીની અત્યારની પૂજા ખંડિત થાય ! ઘોર અપરાધ થાય ! રાજાજીના સેવકે સીધું કારાગૃહ જ બતાવે ! એ મુંઝવણમાં એને યાદ આવ્યું. અરે! પેલો સાધુ ! અંદર ગયો ત્યારે એ બહાર જ ખડે હતો. માયા દેખી મુનિવર ચળે ! કંઈ બધા સાધુ સરખા હોય છે? ચાલ તપાસ તો કરું ! રાજદેવડીએ જઈ ખબર આપું ! એ ધુતારાને પકડાવી દઉં ! સુવર્ણકાર એકદમ ઊભું થયું. એ તૈયાર થઈ બહાર નીકળે. પણ એને કંઈ યાદ આવતું હોય તેમ લાગ્યું. અને એણે રાજદેવીને રાહ બદલ્યો. એણે મુનિનો રાહ લીધે. એને વિચાર આવ્યો હતો કે આવા પ્રસંગે રાજદેવડીએ મારી દાદ કઈ નહિ સાંભળે ! એને ખબર પણ હતી કે આવા આંતરયુદ્ધમાં ઈને આવી માથાકૂટમાં પડવાની ફુરસદ નથી. રાજાજીના સેવકે
Page #327
--------------------------------------------------------------------------
________________ 304 મહર્ષિ મેતારજ કદાચ પિતાની જ લુચ્ચાઈ કલ્પી લે! વિકલ્પની પરંપરા વચ્ચે એણે વિચાર કર્યો કે આ કરતાં પેલા મુનિની હું જ ખબર લઈ નાખું! લેશ દમદાટી, જરા ધાકધમકી, આપું. ધુતારે પારકું ધન ક્યાં સુધી જીરવી શકવાને છે ! દૂરદૂર દેવવિમાનપ્રાસાદના શિખર પરના સુવર્ણમયૂર ફડડી ફરતા દેખાતા હતા. આ શેરી, આ રાજમાર્ગ ને આ ધૂળઃ બધું મુનિજને સુપરિચિત હતું. તેઓ બધાને પિછાણતા હતા, તેમને પિછાણી શકનાર દુર્લભ હતા. , તેઓને ઝટ પિછાણી શકાય તેમ પણ નહોતું. તપથી શ્યામ પડી ગયેલો દેહ ને ત્યાગથી કૃશ થયેલું શરીર ! સુવર્ણકાર દો. આવતો હતો. મુનિરાજ તે નીચી નજરે નગર બહાર જઈ રહ્યા. હતા. અડધે રસ્તે એ પહોંચી વળે. એણે મુનિરાજને કહ્યું: મુનિજી, મારે કામ છે. ઘેર પધારો!” “મને વિલંબ થાય છે.” ભલે થાય, તમારે આવવું જ પડશે.” સુવર્ણકારના દિલમાં આપી. સરળ પરિણામધારી મુનિરાજ પાછા વળ્યા. આગળ મુનિરાજ ને પાછળ સુવર્ણકાર! ઘેર પહોંચતાંની સાથે જ એણે મુનિરાજને કહ્યું: “મહારાજ, મારું સોનું આપી દે !" “સનું ?" મુનિરાજ આટલું બોલીને જાણે કંઈક યાદ આવતું હોય તેમ સ્તબ્ધ બની ઊભા રહ્યા. સુવર્ણકારને ખાતરી થઈ કે નકકી આજ ચોર! સાધુના વેશમાં પાકે શેતાન!
Page #328
--------------------------------------------------------------------------
________________ સોનીને શું દેષ? 305 મુનિરાજ તો શાન્ત ઊભા હતા. એમને યાદ આવી રહ્યું હતું કે સુવર્ણકાર જ્યારે અંદર ગયો ત્યારે પાસે બેઠેલું એક કેચ પક્ષી ભૂલથી એ સુવર્ણજવને સાચા જવ માની ચણી ગયું હતું. હવે શું કરવું ? નામ દેતાં સુવર્ણકાર પક્ષીને નહિ જ છોડે ! એ મારી નાખશે, ત્યારે જૂઠું બોલવું? એ કેમ બને? એમને વર્ષો પહેલાંની એક વાત યાદ આવી. અભયકુમાર સાથે પિતે કહેલું એ ચર્ચા પ્રસંગ હતે. ચર્ચા ચાલતાં જ્ઞાતપુત્રનો ઉપદેશ પચાવો સહેલ નથી. મારા વિચાર અને આચારમાં સરખું સામર્થ્ય હોય એમ મને નથી લાગતું. વિચાર અને આચારમાં ઘણો ભેદ છે, છતાં ખાતરી રાખજે ! એક દહાડો જ્ઞાતપુત્રને ઉપદેશ ચરિતાર્થ કરી બતાવીશ.” અભયકુમારે ચર્ચા કરતાં એ વેળા કહેલું: વાર મેતાર્ય, એક ચર્ચા તમને કહેવાની રહી ગઈ. અમારે હમણાં વાદવિવાદ ચાલ્યો હતો. એકે કહ્યું કે સત્ય ને અહિંસામાં પણ વેળા-કળા જેવાની! ધારો કે એક મૃગલું આપણી પાસેથી પસાર થયું, એને જતું જેનાર આપણા સિવાય અન્ય કેઈ ત્યાં નથી. પાછળ જ એક ક્રર પારધિ આવીને પ્રશ્ન કરે કે મૃગલું જોયું ? હવે આપણે શું કરવું? સ્થિતિ વિચિત્ર છે. સત્ય કહે તે હિંસા થાય છે. ખોટું કહે તો સત્ય હણાય છે. મૌન રહે તે પેલો તમારે ઘાત કરે છે. ત્રણમાંથી શું કરવું? મેતાર્ય, આ ચર્ચા ખૂબ રસભરી નિવડી. બોલો, તમે શો જવાબ આપે છે?” એ વેળા પિતે જ અભયકુમારને ઉત્તર વાળેલોઃ 20
Page #329
--------------------------------------------------------------------------
________________ 306 મહર્ષિ મેતારજ જીવને સાટે પ્રતિજ્ઞા પાળવી. શિકારીને સમજાવો, ન માને તે પ્રાણનું પણ બલિદાન આપી પ્રતિજ્ઞા જાળવવી !" અભયકુમારે વળતો જવાબ આપતાં કહેલું: શાબાશ મેતાર્ય, તમારી ભાવના બરાબર છે, પણ ભલા કોઈ એમ પણ કહે કે હરણ જેવા ક્ષુદ્ર પ્રાણુ ખાતર મહા પરાક્રમી માણસે શા માટે મરી ફીટવું?” એ વેળા પોતે જ ગર્વપૂર્વક કહેલું. સત્યશીલ અને અહિંસા પાલકને મન કીડી અને કુંજર બધાં ચ સરખાં છે. અને એ રીતે સત્ય અને અહિંસાની વેદી પર આપેલું બલિદાન વ્યર્થ જતું નથી! એ મૌન–બલિદાનને વાચા આવે છે, ને જુગજુગ સુધી એવા હજારે શિકારીઓનું કલ્યાણ કરે છે. મરનારને શ્રદ્ધા જોઈએ.” એ ચર્ચાને તે વર્ષો વીત્યાં. એ વાત ચરિતાર્થ કરી બતાવવાનો પ્રસંગ આજે આવ્યો. આત્મસમર્પણ! બલિદાન! માનવને ખાતર બલિદાન આપનાર વિરૂપાએ તે સંસારમાં છે, પણ પશુ-પક્ષી માટે પણ બલિદાન અપાય તો પ્રભુ મહાવીરને અહિંસાને ઉપદેશ સાચો અમલમાં આવે! પ્રાણું માત્ર સમાન ! મુનિરાજની ભાવના વધતી જતી હતી ! આત્મવત સર્વભૂતેષુ! એ સંદેશ આ જીવન–બલિ દ્વારા સધાશે ? નષ્ટ થનારા આ જીવનથી પણ કંઈક સાધી શકાય, તો કેટલા લાભ ? કેનો આ દેહ? કેમની આ દુનિયા ? મુનિરાજ સ્તબ્ધ ખડા રહ્યા. ન બોલ્યા કે ન ચાલ્યા. સુવર્ણ કારને ક્રોધ ઉગ્ર બની રહ્યો હતો. એણે બેચાર વાર પ્રશ્ન કર્યો, પણ કંઈ જવાબ ન મળે.
Page #330
--------------------------------------------------------------------------
________________ સોનીને શે જ? 307 અને જેમ જવાબ ન મળતે ગયો, એમ એમ ભૂખ્યા વાઘની જેમ સુવર્ણકાર વિફરતો ચાલ્યો. એણે મુનિની જડતી લીધી. ત્યાં સુવર્ણજવ ક્યાંથી હોય! નક્કી એણે કયાંક છૂપાવી દીધા ! કે કાબેલ ! ખરે મુનિવેશ ધર્યો છે! વારુ, ચાલ તને પણ ઠીક ઠીક શિક્ષા કરું. ભવિષ્યમાં ય યાદ રહે કે પારકું ધન કેમ ચોરાય છે !" સુવર્ણકારે પાસે પડેલું વાધર લીધું. એને પાણીમાં ભીંજાવી જેટલું પહેલું થઈ શકે તેટલું પહોળું કર્યું. | મુનિરાજ શાંત નયને બધું નીરખી રહ્યા હતા. સુવર્ણકાર વાધર લઈ પાસે આવ્યો ને કચકચાવીને માથે બાંધ બાંધતે બે ચાલાક ચોર, આજે તને એવી શિક્ષા કરું કે તું જીવનભર ખો ભૂલી જાય! કેવો મીંઢો ! જાણે જબાન જ નથી. જેઉં છું કે હવે બેલે છે કે નહિ!” ગ્રીષ્મના મધ્યાહ્નને સૂર્ય નિર્દય રીતે તપી રહ્યો હતો. લીલું વાઘર સુકાવા લાગ્યું. તપથી કૃશ થયેલી કાયાવાળા મુનિરાજને લાગ્યું કે કોઈ મહા અજગર પિતાના મસ્તકને ભરડે લઈ રહ્યો છે, હમણાં હાડ ને અસ્થિનું ચૂર્ણ કરી નાખશે. મસ્તિષ્કમાં વીજળીના કડાકા ને વેદનાના અસહ્ય તણખા ઝગવા લાગ્યા હતા. નિર્બળ કાયા ત્રાસથી ધ્રુજી ઊઠી. સુવર્ણકારને લાગ્યું કે હવે શિક્ષાની અસર થઈ રહી છે. એના મેં પર હાસ્યની ઝીણી રેખા ફરકી. છતાં એ ધ્રુજારી ક્ષણિક હતી. ફરી મુનિરાજ સ્વસ્થ થઈ ગયા. બીડાયેલું મેં દૃઢ બન્યું, પણ હવે તે જડબાં નીચે ય જાણે ધરતીકંપના આંચકા લાગતા હોય એમ એ ખડભડતાં હતાં.
Page #331
--------------------------------------------------------------------------
________________ 308 મહષિ મેતારજ આવી ઘેર વેદનાની વેળાએ મુનિરાજ વિચારતા હતા “બિચારા સનીને શો દોષ! એને રાજભય છે. એને મન એ સાચો છે. મારા પર હિતબુદ્ધિથી આ કામ કરી રહ્યો છે. અને પેલા પંખીને પણ કયો દોષ ! એ તે ભૂલથી અખાદ્ય ખાઈ ગયું. એના પેટમાં ય ચૂંક આવતી હશે. એનું નામ દઈશ તે હજાર વાતે ય આ. સોની ઘાત કરતો નહિ અટકે ! ભલે ત્યારે એ બિચારું સુખી થતું !" મુનિ શાન્ત ઊભા હતા, પણ એમનું મનોમંથન પૂર્ણિમાની ચાંદની જોઈ સાગર ભરતીએ ચડે એમ ઉછરંગ ધરી રહ્યું હતું.
Page #332
--------------------------------------------------------------------------
________________ અર્પણ [ 28 ] જલતી ભઠ્ઠી પર શેકતા માનવીથી ય વધુ ભયાનક વેદના ! ધરતીકંપના આંચકા ને લાવાને પ્રચંડ તાપ એમાં હતો ! જ્ઞાનતંતુએથી જ માનવી વેદના પીછાણે છે ને! એના પર જ અત્યાચાર ! આ વેદનાનું એકમાત્ર પરિણામ મૃત્યુ ! મૃત્યુ ! એક પિતાના આદર્શને અણિશુદ્ધ રાખવા પાછળ મૃત્યુ ! અરે ! મૃત્યુ આટલું પ્રિય બનીને ક્યારે આવે છે? આ તે જીવનસાફલ્યની સુંદર ઘડી. આજે તો જીવનના બધા સરવાળાબાદબાકી અહીં જ થઈ જવાના ! ધન્ય ઘડી ! મુનિરાજ ધીરે ધીરે વધતી જતી વેદનાને વિસરતા જતા હતા. એમની વિચારશ્રેણી અંદર ને અંદર ઊતરતી જતી હતી. તેઓને જ્ઞાતપુત્રે આપેલું એક દષ્ટાંત યાદ આવી રહ્યું હતું. - સાતપુત્રે કહેલું: “હે શિષ્યો, આ શરીર વિજ્ય ચોરની જેવું છે, ને આત્મા ધન્ય સાર્થવાહ સમે છે. તેની વાત નીચે પ્રમાણે છે. વિજય નામને એક ભયંકર ચોર હતો. એણે એકવાર ધન્ય
Page #333
--------------------------------------------------------------------------
________________ 310 મહર્ષિ મેતારજ લીલા ચોરને પકડીને દિવસે વીર વિ સાર્થવાહના એકના એક પુત્રને હણી નાખ્યો ને તેના અલંકારે લૂંટી લીધા. સાર્થવાહે રાજદરબારમાં ફરિયાદ કરી. કુશળ રાજસેવકેએ. વિજય ચોરને પકડીને કારાગૃહમાં પૂર્યો. ભાગ્યયોગે થોડા દિવસ વીત્યા બાદ ધન્ય શેઠ પર કંઈ આપ આવ્યો, ને તેમને પણ રાજાએ વિજય ચારની સાથે એક જ હેડમાં બોધી કારાગૃહમાં પૂરવાનો હુકમ આપ્યો. અહીં ધન્ય સાથેવા માટે સારાં સારાં ખાધ આવતાં. વિજ્ય ચોરને સુ લૂખો રોટલે મળત. પિતાના પુત્રને આ હત્યારે છે, એમ કલ્પીને સાર્થવાહ એને કઈ ન આપતાં બધું પિતે જ ખાતે અથવા ફેકી દેતા. પણ ભોજન બાદ શૌચાદિ જવા માટે ધન્ય સાર્થવાહને ઈચ્છા થઈ. છતાં તે એકલે હાલી–ચાલી શકે તેમ નહોતો. તેમ કરવા જતાં તેને અત્યંત વેદના થતી. આખરે તેણે વિજય ચારને પિતાની અનુકૂળતા માટે સાથે સાથે ચાલવા વગેરે માટે અડધું ખાવાનું આપવાનું વચન આપીને રાજી કર્યો. પોતાના પ્રાણપ્રિય પુત્રના ઘાતકને પિતાને જ પતિ રોજ ખાવા આપે એ વાત ધન્ય સાર્થવાહની પત્નીને ન રૂચી. ધન્ય સાર્થવાહ ટીને ઘેર આવ્યો ત્યારે પત્નીએ એ બાબત ફરિયાદ કરી કે હે નાથ, આપણું પુત્રના ઘાતક વિજય ચારને તમે ખવરાવતા તેથી મને ખોટું લાગ્યું છે.” શેઠે ખુલાસો કરતાં કહ્યું : “હે પ્રિયે, હું અને તે એક જ હેડમાં બંધાયેલા હોવાથી મેં જે તેને ખાવા ન આપ્યું હોત તો મારું શરીર ન સચવાત, કદાચ હું જીવતો ઘેર પણ ન આવત.” આ પ્રમાણે દૃષ્ટાંત આપીને જ્ઞાતપુત્રે કહેલું : વિજય ચોર *લાકડાના બે પાટીયાં જેમાં ગુનેગારને હાથ પગ નાખીને બાંધવામાં આવે છે.
Page #334
--------------------------------------------------------------------------
________________ અર્પણ 311 તે શરીર અને ધન્ય સાર્થવાહ તે આત્મા. વિજય ચાર ધન્ય સાર્થવાહને કાર્યસાધક હતિ માટે જ તેને ખવરાવેલું. આ પ્રમાણે આ શરીર સંયમ, અહિંસા, સત્ય, ત્યાગ ને તપ વગેરેની સાધના માટે અનિવાર્ય કારણભૂત છે, માટે જ તેને સાચવવું–જાળવવું. અને જે તેમ ન થતું હોય તે પછી સાચવ્યાનો કંઈ અર્થ નથી.” મેતારજ વિચારી રહ્યા હતાઃ આજે એ સાધના માટે જ આ શરીર છૂટતું હતું. શા માટે પછી મેહ રાખવો ? મતની આ સુંદર ઘડી શા માટે જવા દેવી ! મસ્તકની પીડા વધવા લાગી. એક એક માસનું અપવાસી શરીર ઝાઝી ટક્કર ઝીલી શકે તેમ નહોતુંપણ અંદર વસેલ મહાન આત્મા સ્થિર હતા–એ વેદનાની એકે કિકિયારી ન પાડત; શાન્ત, સ્વસ્થ, સ્તબ્ધ હતો ! સુવર્ણકાર ગુનેગારની મજા જોઈ રહ્યો હતો. એને ભાવી પરિણામની કલ્પના નહતી. એ તે કલ્પી રહ્યો હતો કે ધુતારે ઘડી બે ઘડીમાં પગે પડી ગુનો કબૂલ કરી લેશે. એને જાણ નહોતી કે ગુનો કબૂલનાર તો અંતરીક્ષની કઈ સૃષ્ટિમાં સરતો જતો હતો. દેહની અનિત્યતા, વાસનાની સંતપ્તતા, સર્વ જીવ સમભાવ ! કરુણ ! એવી એવી ભાવના ભાવ હતો. | મુનિ અંતરમાં ને અંતરમાં સર્વ જીવોની ક્ષમાયાચના કરી રહ્યા હતા. સુવર્ણકાર છે મારો પરમ ઉપકારી છે. એણે જ મારા આત્માની અનંત શક્તિનું મને ભાન કરાવ્યું. મારે કઈ શત્રુ નથી, કઈ મિત્ર પણ નથી. સર્વ જીવો કીડીથી લઈને કુંજર, રંકથી લઈને રાય બધા સમાન છે. બધામાં મારા જેવા જ એક સરખો આત્મા વસી રહ્યો છે. એ દરેકના કલ્યાણાર્થે પ્રયત્ન કરો મારી ફરજ છે.
Page #335
--------------------------------------------------------------------------
________________ 312 મહર્ષિ મેતારજ | વિજયારની જેમ આ દેહને ખૂબખૂબ પિળે, અને તો યે સહેજ ઓછું મળતાં કે દુબળ થઈ ગયો ! એવા દેહના મમત્વથી શું સયું ! આ દેહ મારે નથી. હું તો અનંત છું, અમર છું. મારે સ્વભાવ ચિદાનંદને છે. આ વેદના, આ દુ:ખ, આ સંતાપ મારાથી ક્યાંય દૂર છે. એ તે પૂર્વકર્મની જલતી ભઠ્ઠી છે. હમણાં જ બુઝાઈ જશે. આ તો અગ્નિપરીક્ષા છે. મને સિદ્ધોનું શરણ હેજે ! અરિહંતોની યાદ હજો ! खामेमि सव्वजीवे, सव्वे जीवाः खमन्तु मे સર્વ જીવો મને ક્ષમા આપે ! હું સર્વને ધામા આપું છું. વેદનાની જબરદસ્ત સીમા આવી રહી હતી. અને બીજી તરફ વિચારની પણ શ્રેણી ઉત્તમ હદે પહોંચી હતી. એકાએક મુનિરાજના દિલમાં ઝળહળાટ થયે. આખું જગત જાણે જોવાનું લાગ્યું. દેહની હાલત તો અકસ્થ હતી. આંખના બે ઓળા બહાર નીકળી પડ્યા હતા, ને હોઠ તૂટેલી સારંગીના તારની જેમ ધ્રુજતા હતા પણ એ નેત્રહીનતા જ એમને ત્રણ લોકને પ્રકાશ આપી રહી હતી. * સર્વોત્કૃષ્ટ જ્ઞાન એમને પ્રકાણ્યું. સાધકેની ભવોભવની પ્રાર્થનાનું અંતિમ મુનિરાજે વાતવાતમાં મેળવી લીધું. જેની મહામુનિ અભયને વાંચ્છા હતી, ગણધરશ્રેષ્ઠ ગૌતમ જે માટે જ્ઞાતપુત્રના પાદપમ સેવી રહ્યા હતા, એ મુનિ મેતારજ સ્વયં પામી ચુક્યા હતા. અર્થ-કામના પરમ ઉપાસકને મોક્ષ હાથવેંતમાં હતું. - એક અલૌકિક હાસ્યની રેખા એમના મુખ પણ તરવરી રહી, અને છ–શીર્ણ દેહ પૃથ્વી પર ઢળી પડ્યો.
Page #336
--------------------------------------------------------------------------
________________ અર્પણ 313 સુવર્ણકાર હેંગીને ઢળવા આગળ આવ્યો, પર સ્પર્શ કરે છે તે ઠંડું હીમ શરીર ! મુનિરાજને આત્મા દેહને ત્યાગ કરી ગયો હતો. શું મૃત્યુ ! ના, ખૂન ! સુવર્ણકારોના દિલમાં પડઘા પડવા લાગ્યા. ખૂનની શિક્ષા ? મગધરાજનો ન્યાય! કયાં ચાલ્યો જાઉં? નાસી છૂટું ! સંતાઈ જાઉં ! કયાં જાઉં ! આકાશ કે પાતાળમાં પેસી જઉં તો ય મગધનો રાજદંડ મને નહિ છોડે! એક સાધુનું ખૂન ! સુવર્ણકાર ધ્રુજી ઊઠડ્યો. અચાનક કંઈ જોરથી પછડાયું. એક સ્ત્રી કાછનો ભારે નાખતી હતી. એના અવાજથી પાસે બેઠેલું કૌંચ પક્ષી ચમકી ગયું. ભયમાં ચરકી પડ્યું. અરે, આ ચરમાં શું ઝગઝગે છે ! સુવર્ણકારોની નજર ત્યાં પડી. સુવર્ણજવે ? શું ક્રૌંચ ચરી ગયેલું ? સુવર્ણકાર ક્ષણમાત્રમાં ન્યાયાધીશ મટી ખુદ ગુનેગાર બન્યો. - અરે, વા વાત લઈ ચાલ્યો. રાજાજીના સેવકો આવતા જ હશે. હવે શું થાય? એકાએક એને કંઈ સૂઝી આવ્યું. એણે ઝટઝટ અલંકારોને ત્યાગ કર્યો. એક વસ્ત્ર શરીરે વીંટી લીધું. મુનિનો દંડ અને પાત્ર હાથમાં લઈ મુનિ બની ચાલી નીકળ્યો. પણ લોકોના ટોળાં જમા થઈ રહ્યાં હતાં. કેઈતીક્ષ્ણદષ્ટિવાળાએ પરખી લીધું
Page #337
--------------------------------------------------------------------------
________________ 314 મહર્ષિ મેતારજ અરે, આ તે નગરશ્રેષ્ટિ મેતારજ ! શું મગધરાજના જમાતા ! મહામુનિ મેતારજ ! ક્ષણભરમાં બધે સંદેશ ફરી વળ્યો, દેવવિમાનપ્રાસાદની સુંદરીઓ દોડી આવી. મગધરાજ આવ્યા. દેવવિમાનપ્રાસાદની સુંદરીઓને આશા હતી કે ક્ષણિક વૈરાગ્યભાવનાને બળે આવી સુંદર સુખદ સૃષ્ટિ તજી જનાર–રાતદહાડો ભોગમાં રચ્યાપચ્યા રહેનાર પ્રીતમ, મહામુનિ અભયના લઘુબંધુ નંદીષેણની જેમ પુનઃ મોહમાયાના પ્રેર્યા પાછા આવશે. આઠે સુંદરીઓ સદાદિત રાહ જોતી બેસી રહેતી થાકેલો. કંટાળેલા પ્રીતમ આજે આવશે કે કાલે ! એ વેળા આઠે માનુનીઓએ સંકેત રચી રાખ્યો હતો કે પ્રીતમને ઠીક ઠીક પજવવો ! પણ દિવસ વીત્યા તો ય પ્રીતમ પાછા ન આવ્યો. ન ખબરઅંતર મળ્યા ! એમના મેંદીરંગ, મંદારમાલાઓ, ગંધ, માલ્યને વિલેપનો એમને એમ નિરર્થક થતાં રહ્યાં. દાસીઓ વધામણીના મોતીસર લેવા રોજ ઉત્સુક રહેતી. . ને વધામણી આવી ત્યારે કેવી? બધી ચોધાર આંસુએ રડવા લાગી. તેમને સાંત્વન આપતાં મગધરાજે કહ્યું: “પુત્રીઓ, વ્યર્થ શેક કરશે મા ! એમના મુખ પરનું અલૌકિક હાસ્ય તો નીરખો ! ઘોડે ચડી તમને વરવા આવ્યો ત્યારે ય આવો ઉમંગ એના મુખે નહોતે. એ તો તરી ગયો.” અને મગધરાજ પિતાની પુત્રી સુવર્ણ પાસે ગયા. માથે હાથ મૂક્યો ને કહ્યું એ કાળના એક સાધુ અને મગધરાજના પુત્ર. દીક્ષા લેવા માટે બધાએ ના પાડી છતાં દીક્ષા લીધી ને પછી એક રૂપવતીમાં મહાયા. આખરે તેઓ સાચા સાધુ થયા.
Page #338
--------------------------------------------------------------------------
________________ અર્પણ 315 “ક્ષત્રિયની પુત્રી રડે ? એને પતિ રણમાં રોળાય તો એ તે અમર સૌભાગ્ય પામે. પુત્રી, તારે પતિ તો સામાન્ય રણમાં રોળાયો નથી. જે યુદ્ધમાં ભલભલા યોદ્ધાઓ હારી જાય છે, અરે, જે યુદ્ધમાં તારા આ વૃધ્ધ પિતાએ હાર ખાધી છે એમાં એ જીતી ગયો છે.” મગધરાજનું દિલ આ શબ્દો બેલતું હતું. તેઓએ અનુક્રમે બધી સુંદરીઓની પીઠ પર હાથ મૂકી પુત્રીવત પંપાળતાં કહ્યું: “જાઓ, શેક તજી દે ! આવાં મૃત્યુ કંઇ રડવાને યોગ્ય નથી. આજે તો ખુદ મૃત્યુનું મૃત્યુ થયું છે. જ્ઞાતપુત્રની આવી જીવદયા કેણ જીવી બતાવશે ?" સેવકોએ ગુનેગારને પકડી આ. મગધરાજે મુનિ મેતારજના જીવનની પ્રશંસા કરતાં કહ્યું “એ તો ચારે પુરુષાર્થ સાધ્યા. એવા જવલંત જીવનની પાછળ એને કારણે શિક્ષા ન હોય. ભલે, જે વેશથી મેતારજ સંસારસાગર તરી ગયા, એ વેશને એને પાપી દેહ અપનાવી પવિત્ર બને. ભલે સાચો પશ્ચાત્તાપ સુવર્ણકારને સાચો સાધુ બનાવે !" સુવર્ણકાર મુક્ત બને. રાજગૃહી નગરીએ સાચા જીવનસાફલ્યને એ દહાડે પ્રત્યક્ષ કર્યું. અનેકને તાર્યા. જીવન કરતાં મૃત્યુથી મેતારજ દુનિયાને મહામૂલે બેધપાઠ આપી ગયા. “મહાતપોપતીર'ની પાસે વિરૂપા ને શેઠાણીની સમાધિઓ પાસે, મુનિ મેતારજને અગ્નિ દેવાય. એ અગ્નિ અલૌકિક હતા. એના તાપે ઘણું ય માનવીઓને પવિત્ર બનાવ્યાં.
Page #339
--------------------------------------------------------------------------
________________ ગુરુ-શિષ્ય [ 29 ] વર્ષાનાં વાદળો ઘેરાં બન્યાં હતાં. કુદરતે લીલો સાળુ પહેરી નૃત્ય આરંળ્યું હતું. મત્તમયૂર રાજગૃહીની પાસે આવેલા ચૈત્ય પર બેસી અંતરીક્ષમાં ઊભેલા કોઈ પોતાના પ્રિયજનને આમંત્રી રહ્યા હતા. એ વેળા આ ચિત્યમાં ચાતુર્માસાર્થ રહેલા એક શિષ્ય ગુને પ્રશ્ન કર્યો “પ્રભુ, પેલા મહાતપાતીરને કઠે કોની સમાધિઓ છે.” હે શિષ્ય, માનવજીવનને સફળ કરનાર માનવીઓની છે. એક ધન્યજીવના મેરાણી વિરૂપાની છે, બીજી પરોપકારને ગુણ જાણનાર રાજગૃહીની શેઠાણીની ને ત્રીજી જેમણે ચતુર્થ પુરુષાર્થ સાધ્યા છે, એવા મહામુનિ મેતારાજની છે. એમની જીવનકથાઓ મગધપ્રસિદ્ધ છે.” “ગુરુદેવ! મહામુનિ મેતારજને મારનાર સુવર્ણકારને મગધરાજે કંઈપણ શિક્ષા કેમ ન કરી?” શિક્ષા ? શિક્ષા કરતાં ક્ષમાથી ગુનેગારને સાચો પશ્ચાત્તાપ થાય છે. પશ્ચાત્તાપની મહત્તાને તું પિછાણ નથી ? એને સાક્ષાત દષ્ટાંત સ્વરૂપ મહામુનિ રહિણેયને શું તું નથી જાણતા ?"
Page #340
--------------------------------------------------------------------------
________________ ગુરુ-શિષ્ય 317 " જાણું છું, ગુદેવ ! પણ હાલમાં તેઓ ક્યાં છે?” વભારની ગિરિકંદરાઓમાં એ છેલ્લી ક્ષણો તાજપમાં વીતાવી રહ્યા છે. મહામુનિ અભય પણ તેટલામાં જ છે.” દયાનિધિ ! યુવરાજ અભયની દીક્ષા જેઈને વયેવૃદ્ધ મગધ-- રાજને શું કઈ વિરાગ્ય નહિ આવ્યો હોય?” માણસ માત્ર કર્માધીન છે.” “જ્ઞાતપુત્રના પરમ શ્રાવક પણ?” “કર્મને કઈ મિથા કરી શકતું નથી. ભવભવને પુરુષાર્થ એ માટે જોઈએ. મગધરાજે આત્મહત્યા કરી છે.” “ગુરુજી, એ વિચિત્ર વૃતાન્ત મને કહે !" “ગઈ કાલના જ વર્તમાન છે. મગધરાજે સ્વમાનભંગના ભયથી આત્મહત્યા કરી લીધી.” “સ્વમાનભંગ?” હા, અતિ વૃધ્ધ થવા છતાં રાજગાદી ન તજવાથી યુવરાજ કુણિકે તેમને બંદીખાને નાખ્યા, અને રાજલેબમાં આટલેથી ન ધરાતાં એ એકલવાયા વધુ રાજવીને રોજ સે સે ફટકા મારવા માંડ્યા. રાજેશ્વરી સો નરકેશ્વરી તે આનું નામ! સિંહાસન-લોભે પિતાપુત્રનો સંબંધ ભૂલાવી દીધો. મગધરાજને સારાસારનું ભાન થયું. એ વેળાએ એમને એક જ સ્ત્રીએ સહારે આપ્યો, અને તે રાણું ચેલ્લ એ. કુણિક અન્ય કોઈને મળવા ન દેતે, પણ પરમ તપસ્વિની માતાને ને ન પાડી શક્યો. રાણું ચલ્લણ સવાર ગાળેલી સુરાથી કેશપાશ ભીજવી, એને બેડ વાળી તેમાં કુલ્માષને પિંડ પાવીને લઈ જતી. કેશમાંથી નીચોવીને સુરા પાતી, કુભાષને પિંડ. ખવરાવતી. "
Page #341
--------------------------------------------------------------------------
________________ 318 મહર્ષિ તારજ . રાજાએ શું આ વેળા આત્મહત્યા કરી ?" “ના, ના. પ્રાણીને આશાતંતુ દુનિયાર છે. પુત્રને શાણપણ આવશે એવી આશા પર નરકેસરી મગધરાજ મૃત્યુથી ય ભયંકર જીવન વીતાવતા રહ્યા. એક દહાડો કણિકને પતિવ્રતા રાણું ચેલ્લણાના સમજાવ્યાથી એ શાણપણ આવ્યું. એ પિતાને મુક્ત કરવા માટે દોડ્યો. પિતાની જંજીર તેડવા હાથમાં કુહાડો લીધે, પણ મનની વાત કોણ જાણે છે ! મગધરાજ સમજ્યા કે પુત્ર ઘાત કરવા ધો આવે છે. એના હાથે મરવા કરતાં શા માટે જાતે મૃત્યુ ન નેતરવું ! તેમણે હાથ પર રહેલ તાળપુટ વિપથી રસેલી મુદ્રિકા મેંમાં મૂકી દીધી.” “મહારાજ, પાપી કણિકનું શું થશે ?" એનું કલ્યાણ થશે. આ કાર્યને પશ્ચાત્તાપ એના સમગ્ર જીવનને ઘેરી વળશે. એની યાદ એની નિદ્રા હણી લેશે. ખાનપાનમાંથી રૂચિ હઠાવી લેશે. મૃત્યુથી ય ભયંકર પીડાઓ ભોગવશે, ને એમાંથી એને જીવનેત્કર્ષ રચાશે.” અને મગધરાજના આત્માનું શું થશે ?" “મગધરાજને આત્મા પતનની ગર્તામાં નહિ ગબડે! એ કાળાંતરે તીર્થંકરપદ પામશે ને જીવનસાફલ્ય કરશે.” ગુસ્કેવ! આવાં આવાં વિચિત્ર જીવને જોઈ શંકા થાય છે, કે માણસે શું કરવું ને શું ન કરવું ? એક મહાર સ્વર્ગ પામે, એક મહારાજવી નરક પામે !" " શિષ્ય, કર્તવ્યાકર્તવ્યના આ વિચિત્ર મહાસાગરમાં એક જ વાત યાદ રાખવી:
Page #342
--------------------------------------------------------------------------
________________ ગુરુ-શિષ્ય 319 उवढिओ મેદાવી મારે તારું ! એ વેળા મહાતપતીર પાછળથી ઊંચે સાદે કઈ ગાતું સંભળાયું. ગુરુ-શિષ્ય એ સાંભળી રહ્યા. મેતારા મુનિવર, ધન ધન તુમ અવતાર. શમ દમ ગુણના આગરૂજી, પંચમહાવ્રત ધાર, મા ખમણને પારણેજી, રાજગૃહી નગરી મેઝાર. મે-૧ સોનીના ઘેર આવીયાજી, મેતારજ ઋષિરાય, જવલા ઘડતો ઉડીઓ, વંદે મુનિના પાય. મે 2 આજ ફળ્યો ઘર આંગણેજી, વિણ કાળે સહકાર, લો ભિક્ષા છે સૂઝતીજી, મદતણો એ આહાર. મેક-૩ ક્રેચ જીવ જવલા ચાજી, વહોરી વળ્યા ઋષિરાય, સેની મન શંકા થઈજી, સાધુ તણાં એ કામ મે - રીસ કરીને ઋષિને કહેજી, દો જવલા મુજ આજ, વાધર શિશે વીંટિયું, તડકે રાખ્યા મુનિરાજ, મે -5 ફટ ફટ ફૂટે હાડકાંજી, તટ તટ ત્રટે રે ચામ, સોનીડે પરિસહ દિયજી, મુનિ રાખ્યો મન ઠામ. મેટ–૬ એહવા પણ મેટા યતિજી, મન્ન ન આણે રેષ, આતમ નિંદે આપણેજી, સેનીને શે દેશ. મે -7 એહવા ઋષિ સંભારતાછ, મેતારજ ઋષિરાય, અંતગડ હુવા કેવલીજી, વદે મુનિના પાય. મે–૮ * સત્યની આજ્ઞાએ ખડે થયેલો માણસ સંસારને તરી જાય છે.
Page #343
--------------------------------------------------------------------------
________________ 320 મહર્ષિ મેતારજ ભારી કાષ્ટની સ્ત્રીએ તિહાંજી, લાવી નાખી તિણિ વાર, ધબકે પંખી જાગિયાજી, જવલા કાઢયા તિણે સાર. મે -- દેખી જવેલા વિષ્ટામાંછ, મન લ: નાર, એ મુહપતી સાધુનાજી, લેઈ થયે અણગાર. મે-૧૯ આતમ તાર્યો આપણે, થિર કરી મન વચ કાય, રાજવિજય રંગે ભણેજી, સાધુતણું એ સજઝાય. મે-૧૧ ગુરુદેવ, મેતારજ મુનિવરના જીવન પ્રસંગને આવી મિષ્ઠ રીતે કેણ ગાય છે ?શિષ્ય પ્રશ્ન કર્યો. અનુભવી ગુરુએ કહ્યું એ મંત્રસિધ્ધોને રાજા માતંગ છે. ઘરબાર તને એ ફર્યા કરે છે. પિતાના પ્રિય પુત્રના ગુણગાન દશે દિશાઓ ગજવતા. “એનું કલ્યાણ થશે ?" જેના દિલમાં સદિચ્છાઓ કુરતી હશે, ને સત્કાર્યની ઝંખના જેને સદદિત સાવધ રાખતી હશે એનું કદી અકલ્યાણ નહિ થાય.”
Page #344
--------------------------------------------------------------------------
________________ ਸ still 14