________________ 266 મહષિ મેતારજ - “વર્ગને ધર્માધિરાજ પાસે માનવીના કર્મધર્મનો હિસાબ રહે છે. તેઓ કહે છે, કે પૃથ્વી પર એવો કઈ માનવી નથી જેણે મનમાં કદી પાપ ચિંતવ્યું ન હોય, કે એકાદ પણ ગુપ્ત દુષ્કૃત્ય ન કર્યું હોય. ભય, પ્રેમ ને મેહ માનવીને સ્વાભાવિક છે, અને એ સ્વાભાવિકતા કેટલીકવાર માનવી પાસે ગુપ્તપણે પાપ આચરાવે છે. આપના જીવનની એવી ઘટનાઓ સ્વર્ગવાસીઓને સંભળાવવી ઘટે ! વત્સલ દેવીઓ, તમને નિરાશ કરવી પડે છે તે માટે દુઃખી છું. પણ સાધુસંતના સમાગમના પ્રતાપે ભય, પ્રેમ ને મેહથી હું દૂર રહી શક્યો છું.” આ પ્રત્યુત્તર સાંભળી કેટલીક અપ્સરાઓના હસ્તમાંથી કુંભ સરી ગયા. કેટલીક નિરાશ બની ત્યાં બેસી ગઈ. અચાનક એક ગુપ્તદ્વાર ખૂલ્યું. એ દ્વારમાંથી મહામંત્રી અભય અને મેતાર્યા બહાર નીકળી આવ્યા. અપ્સરાએ એક ક્ષણમાં અદશ્ય થઈ ગઈ. મહામંત્રીએ પેલા પુરૂની પાસે જઈ કહ્યું કુશળ દુર્ગચંડ, તને, તારી કળાને, તારી હિંમતને, તારા વૈર્યને ધન્ય છે. હું જાણું છું કે તું હિય છે, પણ મગધના સિંહાસનને ન્યાય તને અપરાધી તરીકે સ્વીકારવાના સાધનના અભાવે મુક્ત કરે છે. જા, સુખેથી વૈભાર શિખરમાળાને શોભાવ ! મહામંત્રી પિતાના વ્યર્થ પરિશ્રમને વળી ફરીથી સફળ કરશે.” સમર્થ પુરુષ! આ શક્તિઓના પ્રચંડ ધોધને સારે રસ્તે વાળજે!” મેતાર્થે આશીર્વાદ આપ્યો. | દુર્ગચંડ અંધારી રાતે દેવવિમાન પ્રાસાદના દ્વારની બહાર નીકળે. હજી ઘેન પૂરું ઊતર્યું નહતું. લથડિયાં ખાતે ખાતે એ રાજગૃહીની બહાર નીકળ્યો. આ વેળા એક અજાણ્યું તોફાન મભૂમિની ક્ષિતિજ પર ઊગી રહ્યું હતું.