________________ જ્ઞાતપુત્રને ચરણે 179 મારા બંધુ છત્રભૂતિ ગૌતમને વાદમાં પૃથ્વી, આકાશ કે પાતાળને કોઈ પણ જીવ હરાવી શકે, તે વાત સ્વમમાં પણ હું માનવા તૈયાર નથી. પણ એક વાત છે; ઋજુ પરિણામી મારા જ્યેષ્ઠ ભ્રાતાને એ માયાવીએ અવશ્ય પિતાની કુટિલ માયાજાળમાં ફસાવ્યા છે. આપ સર્વે શાન્તિથી યજ્ઞકાર્ય આટાપ! ક્ષણ માત્રમાં એ પ્રખર માયાવીની માયાજાળ છિન્નભિન્ન કરીને મારા પૂજ્ય બંધુત્રી સાથે વેદધર્મની યશપતાકા દિગદિગન્તમાં પ્રસારત પાછા ફરું છું.” આખી સભાએ અગ્નિભૂતિ ગૌતમને જયનાદ પિકાર્યો. આકાશને ભેદવા જાણે જતો ન હોય તેમ ઉન્નત મસ્તકે પગલે પગલે ધરણી ધ્રુજાવતા એ વિદ્વાને પ્રસ્થાન કર્યું. એની પાછળ એને પાંચસો શિષ્યને સમુદાય પણ પરવર્યો. મહસેનવન આજે ધન્ય બની ગયું હતું. આર્યાવર્તના મહાન ચરણની સેવા પામીને આજે એની રજ પણ પવિત્રતમ બની બેઠી હતી. ઈદ્રભૂતિ ગૌતમ સાથે જ્ઞાતપુત્રને વાર્તાલાપ હજી ચાલી રહ્યો હતા, ત્યાં વાતાવરણને વીંધતે પ્રચંડ શખસ્વર સંભળાયો. થોડીવારમાં અગ્નિભૂતિ ગૌતમના જયજય નાદથી વાતાવરણ વ્યાકુળ બની ઊઠયું. આખી સભા માર્ગ પ્રતિ ઉત્સુકતાથી નિરખી રહી. વાદવિવાદ માટે આવી રહેલ સમુદાય નજીક આવી પહોંચ્યો હતો. આવો, અગ્નિભૂતિ ગૌતમ! કુશળ છે ને!” જ્ઞાતપુત્રે મુખ પર સહેજ સ્મિત ફરકાવતાં મિષ્ટ ભાષામાં કહ્યું માયાવી તે અજબ છે! સહેજ પણ સરળતા દાખવી તે એ ફાવી જવાને, એમ સમજી અગ્નિભૂતિએ કંઈ પણ પ્રત્યુત્તર આપ્યા વગર મુખ પર સ્વસ્થતાની રેખાઓ બેવડાવતાં, કેવલ મસ્તક ધૂણાવી સત્કારને સ્વીકાર કરતો હોય તેમ આસન ગ્રહણ કર્યું.