________________ 112 મહષિ મેતારજ vv એના મનમાંથી છૂટી ગયો. એના સ્મરણપટમાં પોતે ને મેતાર્યઃ બેની જ હસ્તી રહી. સાચી માને અર્થ ન સમજ્યો ?" વિરૂપાએ શબ્દોને ફરીથી જાણે ચાવ્યા. “સાચી મા એટલે અભયકુમારને જેમ સુનંદા, મેઘકુમારને જેમ ધારિણી, એમ હું ..." અને વિરૂપા એટલા શબ્દો પણ પૂરા ન કરી શકી. એણે મેતાર્યને છાતીસરસો ચાંપી દીધો. એના ઓષ્ઠ પર પુનઃ પુનઃ ચુંબન કર્યા. એના મોટા વાળમાં હાથનાં આંગળાં ભેરવી ઘસવા લાગી. “માતા, કંઈ ન સમજાયું ! તું શું કહે છે?” " કંઈ ન સમજાયું ?" વિરૂપાએ પ્રશ્ન કર્યોઃ “અબઘડી સમજાવું છું મારા લાલ !" “કોને સમજાવે છે? વિરૂપા, કેમ ભૂલી ગઈ કે? દરદીની સાથે વાતચીત કરવાની વૈદ્યરાજે બંધી કરી છે.” વિરૂપા આ અવાજ સાંભળી ચમકી ઊઠી. પાછળ જોયું તો ધનદત્ત શેઠની દાસી નંદા ઊભી હતી. કાનું નખેદ વાળવા ઊભી થઈ છે, વિરૂપા? આખરે હલકી જાત એટલે હલકું મને?” હલકું મન! માતા પુત્રને પ્યાર કરે એનું નામ હલકું મન ! પણ ના. ના! નંદા સાચું કહેતી હતી. બગડેલી બાજી સુધારવી જ ઘટે! વિરૂપાએ જરા વેગથી કહ્યું: “નંદા, જન્મ આપનાર સ્ત્રી કરતાં જન્મ આપીને જીવાડનાર સ્ત્રી સાચી માતા ખરી કે નહિ?”