________________ 296 મહષિ મેતારજ છે અને જીવવા દો! એક તણખલાને પણ ઈજા પહોંચાડવાથી અટકવું. મેતારજ મુનિ આ રીતે ઉત્કટ તપ કરવા લાગ્યા. ધીરે ધીરે હાથી જેવી એમની કાયા ગળતી ચાલી. ન એ રૂપ રહ્યું કે ન રહ્યું એ તેજ ! સ્મશાનના વસનારા આ અવધૂતને ભલભલા પિછાણી શક્તા નહિ. મુનિરાજે સાપ કાંચળી ઉતારે એમ પૂર્વાવસ્થાને અરવી પણ છોડી દીધી હતી. મેતારજ ગામે ગામ વિચારવા લાગ્યા. એમને ઉપદેશ તો એક જ હતો. પરાર્થે પ્રાણ વિસર્જન! દુનિયાના ઉત્કર્ષ અને ઉદ્ધાર અર્થે એકબીજાએ બલિદાનની પરંપરા ચાલુ રાખવી જોઈએ. દુનિયાને કઈ પણ છોડ ખાતર વગર ઊગી શકતા નથી, અને એ ખાતર બનનારે પોતાનું સર્વસ્વ ગુમાવવાનું હોય છે. દુનિયાના તમામ ઉત્કર્ષ અર્થે માનવીઓ ખાતર રૂપ ન બને તે જગત સ્વાર્થી નું જ ટોળું બની રહે ! પાણી, પવન, સૂર્ય, ચંદ્ર બધા જ જે સ્વાર્થ માટે જ જીવે તે સંસારની શી સ્થિતિ ! અને સાચી અહિંસા પણ તેનું નામ? દુશ્મનને મારીને નહિ, એના કલ્યાણ માટે મરીને જીવન સાફલ્ય કરવું જોઈએ. એવું સાફલ્ય ન આણી શકીએ તો આ નાશ પામનાર જીવનનો કંઈ અર્થ નથી. વસંત આવી તે એણે હરએક પ્રાણીને નવજીવન આપી, એ નવજીવનના કાર્યમાં જ ખતમ થઈ જવું ઘટે. એમાં જ વસંતની શોભા!. અને વસંત પોતાનું કામ ન પણ કરે તો પણ એને ખતમ તે થવાનું જ છે ! પ્રભુ મહાવીરને આ જ સંદેશ હતે. અહિંસા, આત્મબલિદાન, બીજી બધી વાતે અહિંસામાં જ અંતર્ગત થઈ જાય છે.