________________ 30 મહર્ષિ મેતારજ શોણિતની નાની એવી નદી વહીને થોડે દૂર થંભી ગઈ હતી. માતંગે નીચા વળીને જોયું તે મુખ પર એ જ શાન્તિ, એ જ સૌમ્યતા, એ જ કાતિ ! સુખની કોઈ ચિરનિદ્રા જાણે મુનિરાજ માણી રહ્યા હતા ! વહેમે ભરાયેલા ને શંકાશીલ બનેલા માતંગથી સહેજે નમસ્કાર થઈ ગયા. એ ગદગદ કંઠે આગળ વધ્યો. ઓરતના શબવાળો ખાડો શોધી લેતાં માતંગને વાર ન લાગી. ધૂળ, કચરે ને ઊઝરડાથી એનું મુખ ન કલ્પી શકાય તેવું ભયંકર થઈ ગયું હતું. કેટલાક અવયવો તૂટી ગયા હતા. કેટલાક વનવ્યાધ્રના ઉદરમાં પ્રવેશ કરી ગયા હતા. માતંગે એ મને ઓળખવા ધૂળ ને કચરો હળવે હાથે દૂર કર્યા. ગુનાને પણ નામ દેવાનું મન થયું હશે. જગતની અનોખી સ્વાર્થધતા જાહેર જ થવાની હશે, વનના વાઘને પણ પોતાને માથે બિનગુનેગારને હણાનું આળ લેવું ગમ્યું નહિ હોય. એ કલંકિત મેં તરત જ પરખાઈ ગયું. આ એ જ સ્ત્રી, જેણે ચિત્રશાળાના દરવાજામાં બલિ આપવા દીકરો વેચેલે. પેલા મુનિરાજની માતા, અરે માતા શાની? ખૂની ! એવી માતાને ઘેર આવાં સંતાન જન્મ લે એ જ કર્મની વિચિત્રતા ! કર્મ ! માતંગને વિચાર થઈ આવ્યા. આ શબ્દ તે પેલા શ્રમણ મુનિઓને ! એ મુનિઓ કર્મની ગતિ મહાન બતાવી રેજ ઉપદેશ આપે છે. અહા, એ જ કર્મની ગતિને કે સાક્ષાત્કાર ! કેણ મા ને કેણુ બાપ ! કેણ પિતા ને કણ પુત્ર! અને મડદું સળવળતું લાગ્યું. પાસેના વૃક્ષ પરથી કોઈ ખડખડ હસતું લાગ્યું. માતંગ એકદમ ઊભો થઈ ગયો. એ પાછા પગે થોડું ચાલો, ને પછી મૂઠીઓ વાળી નાઠો. મડદા નીચેથી એક ઘેરખોદિયું નીકળીને નાસતું હતું. આંબાવાડિયા નીચેથી ચાલ્યા જતા માતંગને જોઈ જાણે આમ્રપણે