________________ જ્ઞાતપુત્રને ચરણે 187 શ્રેયસ્કર છે. માટે તમને પણ એ જ સિદ્ધાંત અનુસરવા સૂચવું છું. એથી પારસ્પરિક દ્વેષ, ઝઘડા અને વૈમનસ્ય ઓછાં થશે. માણસ માણસની નજીક આવશે ને ગમે તેવા મત કે અભિપ્રાય ધરાવવા છતાં “સ્યાવાદ” સિદ્ધાન્તના બળે નિશ્ચિત દૃષ્ટિકોણ પર એક થશે.” સભા શાંત ચિત્તે સાંભળી રહી હતી. આ વેળાએ રાજાઓમાં ઇદ્ર સમાન એવા મગધેશ્વરે ઊભા થઈ, બે હાથ જોડી પ્રાર્થના કરીઃ નિગ્રંથ પ્રભુ ! આપનું શાસન પ્રવર્તાવો ! આપની માન્યતાએમાં માનનારો સંધ સ્થાપો!” મારું શાસન ! મારે સંઘ ! ભલું કહ્યું મગધપતિ ! પણ જાણી લેજે કે મારા શાસનમાં, મારા સંઘમાં રાય-રંકનો ભેદ નથી, નીચ–ઉચ્ચ ભેદ નથી, જાતિ–ગેત્રની અડચણ નથી. શ્રદ્ધાપૂર્વક મારા તત્ત્વજ્ઞાનને અનુસરનારો કેઈ પણ જીવ મારો અનુયાયી છે. મારી પણ ઈચ્છા છે કે અહિંસા ધર્મને અને સ્યાદવાદ શૈલિને જેટલો પ્રચાર થાય તેટલો ઈષ્ટ છે, અને તે માટે હું સંધ સ્થાપું છું. “સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા : મારા સંઘના આ ચાર અંગો છે. ત્યાગ એ મારો પરમ આદર્શ છે. જગતનું જીવન ત્યાગ પર જ ચણાયેલું છે. જગતની સુંદરતા ત્યાગમાંથી જન્મે છે. એ ત્યાગ ભાવના પર જીવનારા મારા સંધના અનુયાયી બની શકે. પણ દરેક અનુયાયી સર્વોત્કૃષ્ટ ત્યાગને નમૂનો બની શકતો નથી. સામાન્ય રીતે ત્યાગ ધર્મમાં માનનારે ને તે માન્યતા પ્રમાણે યથાશક્ય વર્તનાર વર્ગ તે શ્રાવક ને શ્રાવિકા કડક રીતે ત્યાગ ધર્મમાં માનનારે ને માનવા પ્રમાણે વર્તનારે વર્ગ તે સાધુ-સાધ્વી.” જ્ઞાતપુત્ર ક્ષણવાર થંભ્યા. તરત ઇદ્રભૂતિ ગૌતમ પિતાના દશ વિદ્વાનો સાથે ઊભા થયા ને વિનંતી કરીઃ