________________ 228 મહષિ મેતારજ ઝગમગતી મશાલનો પ્રકાશ હારબંધ ઊભેલી પાલખીઓ ઉપર સંતાકુકડી રમતા હતા. હવાની લહેર સાથે નાચતી એ તેને પ્રકાશ પાલખીમાં બેસનારીઓના ગૌર કલપ્રદેશ પર જાણે આછી ગુલાબી ઈરાની શેતરંજી બિછાવી રહ્યો હતો. “પુત્રીઓ, નિશ્ચિંત રહેજો! સહુ સારાં વાનાં થશે.” મહામંત્રીએ સાન્તવન આપ્યું ને તેઓ અંતઃપુરમાં પાછા આવ્યા. અંતઃપુરનું દસ્ય મર્મભેદક હતું. વિરૂપા મૃત્યુ પામેલી પડી હતી. બહારથી શેઠાણને પણ અહીં બેભાન અવસ્થામાં આણવામાં આવ્યાં હતાં. ધીરજના સાગર મેતાર્ય ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. મહામંત્રી જેવા નિર્મોહી ને સારાસારના જાણકારની આંખેના બે ખૂણું પણ ભીના થયા. એમણે મેતાર્યને ઊભા કર્યા ને આ ઘેલછા છોડી દેવા સમજાવતાં કહ્યું મેતાર્ય, વિરૂપાનું આત્મસમર્પણ અજોડ છે. જગતની મહાન નારીઓમાં એ આદર્શરૂપ છે. પ્રભુનો ઉપદેશ એણે પચાવ્યો હત; પણ હવે એની અન્તિમ ઈચ્છાને માન આપો! ચાલે ફરીથી વાજાં વગડાવો ! મેતાર્ય, ઘોડે ચડી જાઓ! આજનું લગ્નમુહૂર્ત અફળ ન થવું ઘટે. ઘેડે ચડેલો વરરાજા પાછો ન ફરે. સપ્તપદી પૂરી થઈ જવા દે, ભલે આજે આખો વરધોડે મહારાજાને મહેમાન બનતે. આ ક્રિયા બાદ વિરૂપાની અન્તિમ ક્રિયા પતાવી લેવાશે.” મહામંત્રીજી, મિત્રધર્મમાં ન્યાયધર્મ ચૂકશો મા ! મને વરવા આવેલી કન્યાઓ અને તેમનાં માબાપોએ નગરશેઠના પુત્રને પસંદ કર્યો હતો, મેતકુલોત્પન્ન મેતારજને નહિ! વિરૂપાનો સિદ્ધાન્ત હતે. કે એકબીજાના ત્યાગ ને બલિદાન ઉપર આ સંસાર ચાલે છે. મારે પણ એ સિદ્ધાન્તને જીવ સાટે જાળવો ઘટે.” “બેલાવો એ કન્યાઓને! અહીં જ તેમને પૂછી લઈએ.”