________________ 24 મહર્ષિ મેતારજ વિચાર હતો કે મારી લાઠીમાં માણસને હરાવવાની વિશેષ શક્તિ હશે, કે વિરૂપાની આંખમાં ? આંબાવાડિયું વટાવી, ગઢની રાંગે રાંગે થઈ માતંગ નગરના સ્મશાન પાસે આવ્યો ત્યારે રાત્રી પૂરી જામી ગઈ હતી. ગ્રીષ્મ ઋતુનું સ્વચ્છ આકાશ તારલિયાઓથી દીપી રહ્યું હતું. તમરાંઓનો અવાજ અને શિયાળીઆઓની લારી સિવાય બીજો કઈ અવાજ સંભળાતે નહિ. સ્મશાનમાં તાજી બુઝાએલી ચિતાઓમાંથી કદી કદી ભડકા નીકળતા હતા. થોડે દૂર ગંગાનાં નીર ચૂપચાપ વહે જતાં હતાં. આકાશના તારાઓ પોતાનાં નાનાં તેજસ્વી મુખ ગંગાના જળ-અરિસામાં નિહાળી રહ્યા હતા. માત ગ રાજમાર્ગ કાપતો હોય તેટલી નિર્ભયતા ને ચક્કસાઇપૂર્વક પંથ કાપી રહ્યો હતો. અલબત્ત, એને એ વાતની પૂરી જાણ હતી કે આ પ્રદેશમાં મોટા ફણીધર ઉપરાંત વાઘવરુ પણ ફરે છે, પણ એને પોતાની લાડી ઉપર અને કમર પર રહેલા ઝેર પાયેલા છરા પર અત્યંત વિશ્વાસ હતે. ગંગાને તીરે આવતાં માતંગ ક્ષણભર રાત્રીનું ભરપૂર સૌન્દર્ય જેવા થં. એને હજી થોડું આગળ વધવાનું હતું, કારણકે પલ્લીમાં જવા માટે હોડીઓ થોડે દૂર બાંધેલી હતી. આકાશના તારાઓ ઝાંખો પ્રકાશ બધે વેરી રહ્યા હતા. આ પ્રકાશમાં માતંગની આંખોએ સ્મશાનથી થોડે દૂર ઊભેલી એક વ્યક્તિ નિરખી. એ વ્યક્તિ શાન્ત ઊભી હતી. માતંગના મનમાં કંઈ કંઈ કલ્પનાઓ ઊભરાઈ આવી. એણે જોરથી એક ખારે ખાધો, જમીન પર લાઠી ઠેકી. પણ નિસ્તબ્ધ! પેલી વ્યક્તિ તો પાષાણની પ્રતિમા માફક ખડી હતી. પીછો પકડવા પ્રેત-પિશાચ તે આ રૂપ ધરીને નહીં આવ્યું હોય? માતંગને નિર્ણય કર્યા વગર ચેન પડે તેમ નહોતું. એ રસ્તા